________________
ભારતમાં લેખનકલાની પ્રાચીનતા અને
અભિલેખેની પ્રાચીન લિપિઓ
લિપિ (લેખનકલા) એ પ્રાચીન ભારતમાં શિક્ષણના પ્રાથમિક વિષયોમાંના એક વિષય તરીકે સ્થાન ધરાવતી. આથી પ્રાથમિક શાળા માટે “લિપિશાલા” - શબ્દ પણ પ્રયોજાતો. ભારતીય અનુશ્રુતિ
વિદ્યાનાં પ્રાચીન દેવદેવીઓમાં બ્રહ્મા અને સરસ્વતીના હસ્તમાં હસ્તલિખિત ગ્રંથ ધારણ કરેલો હોય છે. જેના અનુશ્રુતિમાં બ્રાહ્મી લિપિની ઉત્પત્તિ પ્રથમ તીર્થંકર ઋષભદેવે કરી મનાય છે, જ્યારે વૈદિક અનુશ્રુતિમાં એનું સર્જન જગતના સર્જક બ્રહ્માએ કર્યું મનાય છે. પરંતુ આ અનુશ્રુતિઓની પ્રાચીનતા નકકી કરવી મુશ્કેલ છે.
બૌદ્ધ સાહિત્યમાં “લલિતવિસ્તર” નામે સંસ્કૃત ગ્રંથ જે ઈસ્વી સન ૩૦૦ પહેલાં લખાયેલો હોવાનું જણાય છે તેમાં ૬૪ લિપિઓની યાદી આપી છે. એનાં ઘણા પ્રકાર લિપિના મરોડ કે લેખનશૈલીના આધારે પડેલા છે. પરંતુ બ્રાહ્મી, ખરોથી વગેરે ભારતીય લિપિવિશેષોનાં નામ છે. પુષ્કરસારી, અંગલિપિ, વંગલિપિ, મગધલિપિ, દ્રાવિડલિપિ વગેરે પ્રાદેશિક લિપિઓનાં નામ છે, જ્યારે દરદલિપિ, ખાસ્યુલિપિ, ચીનલિપિ, દૂણલિપિ વગેરે જાતિવિશેષ કે દેશવિશેષની લિપિઓનાં નામ છે.
જૈન આગમગ્રંથે જેની વર્તમાન વાચના ઈ. સ. ૩૦૦-૪૫૩ દરમ્યાન થઈ છે પરંતુ જેમાંના ઘણા ગ્રંથની રચના એ કરતાં ઘણું વહેલી થઈ જણાય છે, તે પૈકીના સમવાયાંગસૂત્ર” (અનુશ્રુતિ પ્રમાણે લગભગ ઈ. પૂ. ૩૦૦) -તથા “પણુવણ સૂત્ર’ (અનુશ્રુતિ પ્રમાણે લગભગ ઈ. પૂ. ૧૬૮) માં ૧૮ લિપિઓની યાદી આપેલી છે. આ ગ્રંથ અર્ધમાગધી ભાષામાં છે. આ યાદીમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org