________________
ભારતમાં લેખનકલાની પ્રાચીનતા.. સેંધ લીધી. યતિ નાનચંદ્રની મદદથી એમાંના ઘણા લેખ વાંચી શકાયા, જે ૭મીથી ૧૫મી સદી સુધીના હતા. ૨
૧૮૨૮માં બૅબિંટને દક્ષિણ ભારતમાં આવેલા મામલ્લપુરમના સંસ્કૃત તથા તમિળ અભિલેખો વાંચી ૭મી સદી સુધીની વર્ણમાલા તૈયાર કરી. એવી રીતે ઑલ્ટર ઈલિયટે પ્રાચીન કન્નડ અક્ષરે બંધ બેસાડી એની વર્ણમાલા તૈયાર કરી (૧૮૩૩).૩૩
અલાહાબાદમાં શિલાતંભ પર કેટલાક લેખ કોતરેલા હતા, તે પૈકી એક લેખ ૧૮૩૪માં કેપ્ટન ડ્રાયરે અંશતઃ ઉકેલ્ય ને એ વર્ષે ડો. મિલે એને પૂરેપૂરો વાં. આ લેખ ગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્તનો છે. આ લેખ વંચાતાં ગુપ્તકાલની વર્ણમાલા તૈયાર થવા લાગી. નાગરી લિપિનું આ પ્રાચીન સ્વરૂપ બ્રાહ્મી લિપિના ગુપ્તકાલીન સ્વરૂપ તરીકે ઓળખાય છે. ટૂંકમાં એને “ગુપ્તલિપિ” કહે છે.૩૪
૧૮૩૭માં ડો. મિલે કંદગુપ્તનો ભિટારી (ઉ. પ્ર.) સ્તંભલેખ વાંચ્યો. એ અરસામાં બેથને ગુજરાતમાં મળેલાં વલભીનાં તામ્રપત્ર વાંચ્યાં. એ પછીનાં એક બે વર્ષમાં જેમ્સ પ્રિન્સેપે, દિલ્હી, એરણ (મ.પ્ર.), સાંચી (મ.પ્ર.), અમરાવતી (આં.પ્ર.) અને જૂનાગઢ( ગુજરાત)ના ગુપ્તકાલીન અભિલેખ વાંચ્યા ને ગુપ્તલિપિની વર્ણમાલા પૂરી કરી.૩૫ હવે બ્રાહ્મી લિપિના ચોથી સદી સુધીના મરેડ પરિચિત થયા. પૂર્વકાલીન બ્રાહ્મી લિપિ
પરંતુ બ્રાહ્મી લિપિના એ પહેલાંના મરોડ હજી બંધ બેસતા નહોતા.
૧૭૯૫માં સર ચાર્લ્સ પેલેટ એલોરાની ગુફાઓના કેટલાક નાના નાના લેખોની છાપ લઈ સર વિલિયમ જેન્સને મોકલેલી. એ લેખ એમને પણ કલ્યા નહિ. આથી એમણે એ નકલો વારાણસીમાં રહેતા મેજર વિોર્ડ પાસે મોકલી, જેથી તેઓ ત્યાંના પંડિતો પાસે એ વંચાવી શકે. પરંતુ કાશીના પંડિતને પણ એ લેખ ઉકલતા નહોતા. આખરે એક વૃદ્ધ પંડિત મળી આવ્યા, જેમણે પ્રાચીન લિપિઓની વર્ણમાલાઓનું એક સંસ્કૃત પુસ્તક બતાવ્યું ને વિઠ્ઠોડે આપેલા પ્રાચીન લેખો વાંચી આપવાનું બીડું ઝડપ્યું. એમણે એ અભિલેખોનું લિવ્યંતર કરી આપ્યું, એમાં પાંડવોને વનવાસ દરમ્યાન વિદુર અને વ્યાસ જેવા હિતસ્વી સંબંધીઓએ સાવધતા માટે આપેલી અને સંકેતલિપિમાં કોતરેલી સૂચનાઓ હતી.૩૬ વિડે એ લેખોનું ભાષાંતર પણ કર્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org