Book Title: Pathshala Granth 2
Author(s): Pradyumnasuri
Publisher: Bapalal Mansukhlal Shah Trust
Catalog link: https://jainqq.org/explore/002067/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 1-1815K 1.1891 jovesh loll: 2 BIORES Forc e WOACH allation International h Page #2 -------------------------------------------------------------------------- ________________ ભાશાળા ગ્રન્થ ર प्रहुक्मर પાઠશાળા પ્રકાશન બાપાલાલ મનસુખલાલ શાહ ટ્રસ્ટ ૭૦૩, નૂતન નિવાસ, ભટાર માર્ગ, સુરત ઃ ૩૯૫ ૦૦૧ ણા ગ્રન્થ ૨ www.jainelibrary/bry/ Page #3 -------------------------------------------------------------------------- ________________ - 9 પાઠશાળા - ગ્રન્થ ૨ : ‘પાઠશાળા' દ્વિમાસિકના ૪૬ થી ૬૦ સુધીના અંકોના સમગ્ર લેખોનો સંચય લેખક : આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ પ્રથમ આવૃત્તિ: શ્રાવણી પૂર્ણિમા : વીર સંવત ૨૫૩૩: વિક્રમ સંવત ૨૦૭૩: ઈ. સ. ઑગસ્ટ ૨૦૦૭ મૂલ્ય : રૂપિયા ૨૦૦/સંપાદન : સંયોજન રમેશ શાહ (૦ ૯૪૨૭૧ ૫૨૨૦૩) પ્રકાશક : પાઠશાળા પ્રકાશન : બાપાલાલ મનસુખલાલ શાહ ટ્રસ્ટ, ૭૦૩, નૂતન નિવાસ, ભટાર માર્ગ, સુરત – ૩૯૫૦૦૧ અન્ય પ્રાપ્તિસ્થાન : સંદીપભાઈ શાહ, ૪૦૨-જય એપાર્ટમેન્ટ;૨૯-વસંતકુંજ સોસાયટી,શારદા મંદિર રોડ; પાલડી અમદાવાદ-૩૮૦૦0૭ ફોનઃ ૨૬૬૩૪૦૩૭, જિતુભાઈ કાપડિયા, અજેતા પ્રિન્ટર્સ, સત્તર તાલક સો., ૧૨, લાભ કોંપ્લેક્ષ, પોસ્ટ : નવજીવન, અમદાવાદ - ૩૮૦૦૧૪ ચિમનભાઈ દોશી, કાનપુર હાઉસ, ૨૮૧/૮૭,નરશી નાથા સ્ટ્રીટ, ભાત બજાર - મુંબઈ ફોનઃ ૨૫૦૪૫૯૯૮ વિજય દોશી, સી-૬૦૨, દત્તાણી નગર, બિલ્ડીંગ નં.૩, વિવેકાનંદ માર્ગ, બોરીવલી(પશ્ચિમ),મુંબઈ-૯૨ - ફોનઃ ૯૩૨૭૪ ૭૫૨૨૨ શરદભાઈ શાહ, વી.ટી, ઍપાર્ટમેંટ, કાળા નાળા, ભાવનગર - ૩૬૪ ૦૦૧ ફોનઃ ૨૪૨૬૭૯૭ પાઠશાળા' ગ્રન્થ/૨ અર્થપૂર્ણ અને રમ્ય ચિત્રો-શિલ્પો-તસવીરોથી વિભૂષિત થઈ શક્યો છે, તેમાં અહીં ઉલ્લેખાયેલા તેમજ અનેક નામી-અનામી કલાકારોનો લાભ અમને મળ્યો છે. આ સહુના અમે ઋણી છીએ : | રોંદે / નંદલાલ બોઝ | ૨. મ. રાવળ | સોમાલાલ શાહ | દશરથ પટેલ | કનુ દેસાઈ | ગોકુળદાસ કાપડિયા | બંસી વર્મા | શિવ પંડ્યા | પ્રાણલાલ પટેલ | મફતલાલ દુધિયા | જી.સી.પટેલ નાગજીભાઈ ચૌહાણ | ડી.પી.બેનર્જી | મણિભાઈ મીસ્ત્રી | રામપ્રસાદ ભૈયાજી | વસુમતી ચિનુભાઈ | અમૃતલાલ વેગડ | હરિ સોમપુરા ! સવજી છાયા | | મધુકાંત મહેતા | ભવાનીસિંહ મોરી Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રાસંગિક વક્તવ્ય પૂજ્ય આચાર્ય શ્રી દેવસૂરીશ્વર ચરણરેણુ વિજય હેમચન્દ્રસૂરિ આવો આજે આપણે હૈયાના હેત અને ઉરના ઉમંગથી પાઠશાળાગ્રન્થ બીજાને આવકારીએ. પાઠશાળા'ગ્રંથ પહેલાને અત્યંત ઉમળકાથી સૌએ વધાવ્યો છે તે જોતાં આ બીજા ગ્રન્થને પણ સૌ એનાથીયે અદકેરા ઉમંગથી વધાવશે એવો સચોટ વિશ્વાસ છે. પાઠશાળા'દ્વિમાસિકે પોતાની વૈવિધ્ય સભર અને પ્રમાણભૂત રજૂઆતના કારણે સામયિકોની દુનિયામાં પોતાનું આગવું અને અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું છે એ નિર્વિવાદ છે. આચાર્યશ્રી વિજય પ્રદ્યુમ્નસૂરિજીની મર્યાવગાહિની સૂક્ષ્મ પ્રતિભાના કારણે “પાઠશાળા માં આવતાં લેખોમાંથી બધાને નવી પ્રેરણા, નવી ચેતના અને નવી દષ્ટિ અવશ્ય પ્રાપ્ત થાય છે. એક ખ્યાતિપ્રાપ્ત અચ્છા પ્રવચનકાર આચાર્યશ્રીએ “પાઠશાળા” અંગે પોતાનો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે-- “આચાર્યશ્રી વિજય પ્રદ્યુમ્નસૂરિજી મહારાજની લોખિનીમાં અજબ ગજબની તાકાત છે. આપણે જાણતા હોઈએ તેવા પ્રસંગોને પણ જ્યારે તેઓ પોતાની આગવી શૈલીથી રજૂ કરે છે ત્યારે તેમાંથી કોઈ જુદો જ પ્રકાશ પ્રાપ્ત થાય છે. તેમનું લખાણ શબ્દલાલિત્ય, ભાષાપ્રભુત્વ અને તલસ્પર્શી રજૂઆતના કારણે બીજા લખાણો કરતાં જુદું જ તરી આવે છે. પાઠશાળા'નો અંક હાથમાં આવ્યા પછી તે વાંચ્યા સિવાય હાથમાંથી મૂકવાનું મન થતું નથી. તેમાં આવતાં અલગ અલગ વિભાગો જેવા કે : પહેલું પાનું સુભાષિત, જિજ્ઞાસા, પત્ર તથા કથા પ્રસંગો સૌ કોઈને માટે આકર્ષણરૂપ બને તેવાં છે. અમારા જેવાને પણ એમાંથી ઘણું નવું જાણવા મળે છે.” આ આચાર્યશ્રીનો પ્રતિભાવ આપણને ઘણું બધું સમજાવી દે છે. પાઠશાળા'ના પ્રત્યેક અંકમાં કંઈને કંઈ નવી વાત જે વાંચવા/વિચારવા અને નોટમાં ઉતારવા જેવી હોય તેવી અવશ્ય મળે છે. કેટલીક વાતો તો આપણાથી ઘણી પરિચિત હોવા છતાં તેની રજૂઆત એ રીતે કરવામાં આવે કે તે નવા જેવી જ લાગે તથા કેટલીક વાતો અને પ્રસંગો તો એવા પણ આમાં વાંચવા મળે કે તે પહેલી જ વાર વાંચવામાં આવતા હોય. WWW.jainelibrary.org Page #5 -------------------------------------------------------------------------- ________________ મુનિરાજ શ્રી પ્રેમવિજયજી મહારાજ કે જેઓ પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજના મુખ્યશિષ્ય ઉપાધ્યાયશ્રી વિમલહર્ષ મહારાજના શિષ્ય હતા જેમણે સંવત ૧૬૪૮માં શ્રી શત્રુંજય ગિરિરાજની ૪૧૪ યાત્રા કરી હતી તથા દોઢ ગાઉ, ત્રણ ગાઉ, છ ગાઉ અને બાર ગાઉની એમ ચાર પ્રદક્ષિણા કરી હતી -આનો શિલાલેખ ગિરિરાજ પર પુંડરિક સ્વામીના દેરાસરની જમણી બાજુના ચૌમુખજીના દેરાસરની બહારના થાંભલા પર આજે પણ જોવા મળે છે. આ મુનિરાજશ્રી સંયમના એટલા બધા ખપી તથા અત્યન્ત ભવભીરુ સાધુ પુરુષ હતા; એમણે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર અને તપાચાર આ ચારેયમાં એવા અલગ/અલગ નિયમો સ્વીકાર્યા હતા અને એમાં ખલન થાય તો શું શું કરવું એનો પણ ઉલ્લેખ પોતે કર્યો છે. આત્માર્થી જીવોને આ લેખમાંથી ઘણી ઘણી પ્રેરણા મળે તેમ છે. આપણે ત્યાં એવું કહેવામાં આવે છે કે આત્મા નિમિત્તવાસી છે. મેઘકુમાર જેવા કેટલાય આત્માઓનિમિત્તના યોગે પતનની ખીણમાંથી ઊગરી સાધનાના સર્વોચ્ચ શિખરે આરૂઢ થઈ ગયા છે. મેઘકુમારની આ વાત પણ સુંદર વિશ્લેષણપૂર્વક અહીં રજુ કરવામાં આવી છે. જુની વાતોની સાથે સાથે પ્રેરણાદાયી નવી નવી વાતો પણ સ્વ/પર સમુદાયના ભેદને વચમાં લાવ્યા સિવાય આ પાનાંઓ પર રજુ કરવામાં આવી છે. જેમકે, આચાર્યશ્રી વિજયજિતેન્દ્રસૂરજીની વાત. હૈયામાં પાંગરેલા પ્રમોદભાવ સિવાય આવું બનવું શું શક્ય છે? ખાણમાંથી કાઢવામાં આવેલા હીરાને જેમ સાફ કરી, પહેલ પાડી, પૉલીશ કરી મૂલ્યવાન બનાવી એને બજારમાં મૂકવામાં આવે છે તેવી જ રીતે આપણા આ વિચક્ષણ આચાર્યશ્રી પણ સાહિત્યના અગાધ સાગરમાં ડુબકી મારી એમાંથી અનેક રત્ન જેવી વાતોને શોધી શોધીને બહાર કાઢી એને સારી રીતે મઠારીને સામાન્ય જન માટે સરળ બનાવી અત્યંત મુશ્કેલ ગણાય તેવું કાર્ય કરી રહ્યા છે. ગહન ચિન્તન, ઊંડું અવગાહન અને સુસ્પષ્ટ તથા સરળ લેખન શૈલીના સુભગ સંયોગ વિના આવું અસરકારક લખાણ નિષ્પન્ન થવું તે શક્ય નથી. તેમની આ લેખન યાત્રા અનેક જિજ્ઞાસુ આત્માઓને રસલ્હાણ કરતી ચિરકાળ પર્યત અવિરતપણે ચાલ્યા કરે એવા અત્તરના આશીર્વાદ સાથે આ પ્રાસંગિક વક્તવ્ય પૂર્ણ કરૂં છું. - WWW.jainelibrary.org Page #6 -------------------------------------------------------------------------- ________________ આનંદ સાથે. , , પાઠશાળા' ગ્રન્થ - ૧ ને વાચકોએ ઉમળકાભેર વધાવ્યો. તેથી ઉત્સાહ વધ્યો. શ્રી રમેશ બાપાલાલનો શ્રમ શરુ થયો. પરિણામ તમારા હાથમાં છે. હવે જે યુગ આવ્યો તેમાં આવું વાચન સુપાચ્ય ગણાવા લાગ્યું. બાકી જૈન સંઘમાં આવા પાઠશાળા' જેવા સામયિકો ઘણી મોટી સંખ્યામાં પ્રકાશિત થાય છે. તેમાં પદેશિક લખાણ આવે જ છે. તેનો પણ વર્ગ છે. પણ પાઠશાળા'નું વાચન કરનારા વધારે ચોક્કસ નીકળ્યા. સાવ અજાણ્યા થઈને પૃચ્છા કરીને અથવા સામેથી તેઓએ જે પ્રતિભાવ આપ્યા તે સાંભળીને લખવાનો ઉત્સાહ વધ્યો. મુંબઈમાં વાચકવર્ગ વિશાળ છે. કદરદાન પણ છે. તો, અઘરું હોય ત્યાં પ્રશ્નો લખનારા પણ છે. જેથી મનમાં થયું કે શ્રમ સફળ થયો છે. ચો તરફ નજર નાખતાં દુવૃત્તિઓનું સામ્રાજ્ય ફેલાયેલું લાગે, પણ સ્ટેજ નજર ઝીણી કરીને જોવાનું કરીએ તો સદ્દવૃત્તિ, સદ્વર્તન અને પરોપકારની જ્યોત પણ ચોક્કસ પ્રદેશમાં અજવાળું પાથરતી જોવા મળે છે. એવાં ઉત્તમ પુરુષોને આના વાચનથી બળ મળે છે તેવું જાણવા મળ્યું છે. તે જ આવા પુસ્તકોનું ચાલક બળ છે. વધારે કાંઈ કહેવાનું નથી. પૂજ્યપાદ ગુરુ મહારાજે આ ગ્રન્થ માટે લખ્યું તેમાં તેઓશ્રીના વાત્સલ્યના જ દર્શન થાય છે. વળી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખશ્રી કુમારપાળ દેસાઈએ પણ પોતાની વ્યસ્તતા વચ્ચે પણ લખ્યું તેથી મૈત્રી વધુ મજબૂત બની છે. રમેશભાઈ તો આ કાર્યમાં માળામાં દોરાની જેમ છૂપાયેલા છે જ. હવે વાચક શરુ કરે... WWW.jainelibrary.org Page #7 -------------------------------------------------------------------------- ________________ $ મોતીની ખેતી કુમારપાળ દેસાઈ ત્યાગસમૃદ્ધ, જ્ઞાનસમૃદ્ધ અને અનુભવસમૃદ્ધ એવા આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિજી મહારાજનું વ્યાખ્યાન, પ્રત્યક્ષ દર્શન કે એમનું લેખન સદૈવ પ્રસન્નતાનો પરમાનંદ અર્પતું રહ્યું છે. એમના ભીતરમાંથી વહેતો સહજ પ્રસન્નતાનો સ્રોત શ્રોતાઓને કે ભાવિકોને તો ઠીક, કિંતુ સર્વજનહૃદયને ભીંજવી દેતો હોય છે. આગમશાસ્ત્રોનું ઊંડું અધ્યયન, દાર્શનિક ગ્રંથોનું અવગાહન, અઘતન સાહિત્યસર્જન સાથે જીવંત સંપર્ક અને આગવી ગદ્યશૈલી - આ બધાનું ઉત્તમ સંમિશ્રણ એટલે પાઠશાળા (ગ્રન્થ - ૨). આમાં તેઓ ધર્મકથાઓના મર્મને જે રીતે ઉઘાડી આપે છે, એ જ રીતે માનવના આંતરમનનાં સંચાલનોને પારખીને એને પણ આલેખે છે; આથી મેઘકુમાર, રાજા ભવદેવ અને શ્રાવક રાજા શ્રીપાળની કથાની સાથોસાથ વિચાર, વૃત્તિ અને પૂર્વગ્રહોના પરિગ્રહની; ગુણપક્ષપાતી દષ્ટિની, પ્રતિપક્ષી વિચારણાની અને મનોવિજયની વાત તેઓ કરે છે. આગમ પંચાંગીની સાથે ધર્મક્રિયા કે દર્શનવિષયક કેટલાક પ્રશ્નોની વ્યાપક અને વિશદ વિચારણા કરે છે. પર્યુષણના દિવસોમાં ૧૭ પ્રતિક્રમણ કરવાની વાત કે શ્રી શત્રુંજય તીર્થની યાત્રામાં પાંચ ચૈત્યવંદનોમાં એક શાંતિનાથ ભગવાનનું ચૈત્યવંદન શા માટે, એનો ઉત્તર આપે છે. આ ઉત્તરો એમની વ્યાપક અને મૂળગામી ચિંતનદૃષ્ટિના દ્યોતક છે. ચક્રવર્તી ભરત કે ચિત્તોડના મહારાણાની કથાની સાથોસાથ આચાર્ય શ્રી ધુરંધરવિજયજી મહારાજસાહેબની જીવનપદ્ધતિ અને તેમની અવિચલિત મનોદશાનાં દૃષ્ટાંતો તેઓ આપે છે. આમ અહીં મોતીની ખેતી છે. જ્ઞાનસાગર, જીવનસાગર કે અનુભવસાગરમાંથી મેળવેલાં તેજસ્વી મોતી એમણે અહીં વેર્યાં છે. કે જીવનના બાગમાંથી તાજાં, પ્રફુલ્લિત અને સુવાસિત પુષ્પોની સુગંધ આપતાં કેટલાંક સુંદર વાક્યો તો મનમાં રમ્યા કરે તેવાં છે; જેમ કે, Page #8 -------------------------------------------------------------------------- ________________ “કાજીપણું છોડીએ : સાક્ષીપણું શીખીએ. “દેહની દુર્ભેદ દીવાલને અડીને જ ઇન્દ્રિયોનો કિલ્લો છે...” “ફરિયાદ : ઉત્તમતાની ઊણપમાંથી જન્મે છે. ” カラ “પ્રતિપક્ષી વિચારણા તે વાડ છે.” “જેમ ઘરમાંથી કૂડો-કચરો કે જેને અલક્ષ્મી કહેવાય છે તે તો દૂર ઉકરડે જ મૂકી આવીએ છીએ, એ જ રીતે વણજોતા વિચારોને અળગા કરીને હળવા થઈ જઈએ.” 29 “સારા બની જવું સહેલું છે, સારા બની રહેવું અઘરું છે. આપણે સારા બનીને સારા રહેવા જ જન્મ્યા છીએ. “પુણ્યના ફળ ગમે છે પણ પુણ્ય કરવું ગમતું નથી; પાપનાં ફળ ગમતાં નથી, છતાં પણ પાપ છોડવું ગમતું નથી. ” પૂજ્ય આચાર્યશ્રી પાસે માંજેલું ગદ્ય છે. એ પ્રત્યેક શબ્દપ્રયોગ ખૂબ ચીવટથી કરે છે. એમની અભિવ્યક્તિ ઘૂંટાઈને પ્રગટ થાય છે એ એક વાત છે, પરંતુ એમણે એ માટે જે ‘તેજેઘડ્યા શબ્દો' પ્રયોજ્યા છે તે બાબત એમને ગુજરાતી ભાષાના ગદ્યકાર તરીકે સ્થાપે છે. ‘પાઠશાળા’ની લેખસૃષ્ટિ એ કોઈ ફરમાયશી સર્જન નથી; લોકરુચિની રંજકતાને લક્ષમાં રાખીને થયેલું સર્જન નથી. આ તો સ્વાન્તઃસુખાય થયેલું સર્જન છે અને તેથી જ શબ્દેશબ્દમાં ભાવની સાચકલાઈ અને નિરાડંબરી પ્રસ્તુતિ જોવા મળે છે. પોતાની સંયમસાધનામાં સતત કાળજીપૂર્વક પ્રવૃત્ત રહેવાની સાથોસાથ સંસ્કૃત અને પ્રાકૃત કે પ્રાચીન અને અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં તેઓ સહજ ગતિ કરી શકે છે. કેટલાંય જુદાં જુદાં સ્વરૂપો દ્વારા પોતાનું હગત પ્રગટ કર્યું છે. ક્યારેક જિજ્ઞાસારૂપે, ક્યારેક પત્રરૂપે, ક્યારેક કથારૂપે તો ક્યારેક ચિંતનરૂપે એમનું હ્રદ્ગત પ્રગટ થાય છે. ક્યારેક તેઓ બોધ આપતા પણ લાગે છે, તો ક્યારેક વાર્તાલાપ કરતા જણાય છે. આવાં જુદાં જુદાં સાહિત્ય-સ્વરૂપો યોજીને એમનો હેતુ તો ભાવકની ચેતનાને સ્પર્શીને જગાડવાનો છે. આ એવી ‘પાઠશાળા' છે કે જ્યાં વાચકનું જીવનઘડતર થાય છે. ધર્મજિજ્ઞાસુની જિજ્ઞાસાનું સમાધાન થાય છે. કોઈ કથાનો મર્મ કે જીવનનો મહિમા પ્રગટ થાય છે. ७ Page #9 -------------------------------------------------------------------------- ________________ પૂજય આચાર્યશ્રીની ધર્મ પ્રત્યેની વ્યાપક અને જીવન પ્રત્યેની વિધાયક દષ્ટિનો પરિચય પ્રાપ્ત થાય છે. જીવનમાં આવતી આપત્તિઓનો પડકાર કેવી રીતે ઝીલવો, એની પાઠશાળા હોય એવું આ પુસ્તક છે. પ્રાચીન ગ્રન્થોમાંથી આનાં ઉદાહરણો આપે છે. સુભાષિતો દ્વારા પણ આ વાત પ્રગટ કરે છે અને ક્યાંક વાસ્તવજીવનનો કોઈ અનુભવ પણ આલેખે છે. “આપણા ઘડવૈયા બાંધવ આપણે એ લેખમાં આવો એક પ્રસંગ આપે છેઃ એક ભાઈ મુંબઈમાં વાલકેશ્વર વિસ્તારમાં રહેતા હતા. તેમને ત્રણ દીકરા હતા. દીકરાને ઘેર પણ દીકરા હતા. સુખી પરિવાર હતો. પરંતુ બન્યું એવું કે બજારમાં મોટી ઉથલ-પાથલ થવા પામી. પરિસ્થિતિએ ગંભીર વળાંક લીધો. આસમાની સુલતાની થઈ ગઈ. આજથી સાઠ વર્ષ પહેલાનાં કરોડ રૂપિયાના આસામી, પેઢી કાચી પડી એટલે વાલકેશ્વરનો બંગલો કાઢીને શાંતાક્રુઝની એક ચાલીમાં આવીને રહ્યા. જે દિવસો મળ્યા તેને સારા કરી જાણ્યા. રોજ ચાર પોતાને મન ભરીને રમાડે અને તેમની સાથે રમે. શાક-ફળ લેવા થેલી લઈને બજારમાં જાય. સરખી ઉંમરના વૃદ્ધો સાથે વાતે વળગે. સારી સારી વાતો ગાંઠ બાંધે. અમે એક વાર આવા હતા ને તેવા હતા એવી ભવ્ય ભૂતકાળની વાતોને વાગોળતા નહી; વર્તમાનને જ જોતા. - જે કાંઈ મુસીબત સર્જાય છે તે બે સમયની સરખામણીથી સર્જાય છે. ઉલટાનું તેઓ એ વાતને એવી રીતે વર્ણવતાં કે પોતરાંઓ સાથે રમવાનો આવો આનંદ આ પહેલાં મેં ક્યારે પણ અનુભવ્યો જ ન હતો. એવી તો મજા આવે છે કે જિંદગીમાં નિરાંત શું ચીજ છે તેની ખબર અત્યારે જ પડે છે. બીજા વિનાનું જીવન કેવું હોય તેનો અનુભવ મળે છે. આમ, જે સ્થિતિ સામે આવી પડી તેનામાંથી જીવન બનાવવાની કળાના દર્શન થાય છે. આનું નામ જીવન જીવવું તે.” આ ઉદાહરણ દ્વારા તેઓ જીવન જીવવાની કળા શીખવે છે. આવી જીવન જીવવાની સૂકમ સમજ આ પુસ્તકમાં ઠેર ઠેર પ્રાપ્ત થાય છે; જેમ કે, યજમાન વાક્ય અને મહેમાન વાક્ય દ્વારા દર્શાવ્યું કે વિવેકયુક્ત વાક્યો કેવા હોય? Page #10 -------------------------------------------------------------------------- ________________ એવી જ રીતે પ્રચલિત કથાઓમાંથી તારવેલાં રહસ્યો વાચકને એક નવીન દષ્ટિ આપે છે. રાજા શ્રીપાળના જીવનમાંથી સાર તારવતાં તેઓ કહે છે, “તિણે નવપદ છે આતમા, નવપદ માંહે તેહ.” શ્રીપાળના તો આત્મા અને નવપદ બને અભેદ થઈ ગયા હતા. નવપદથી શ્રીપાળના મન અને આત્મા પૂરા રંગાઈ ગયાં હતાં જગતમાં નવપદનું દર્શન અને નવપદમાં જગતનું દર્શન થતું હતું. આમ સંભેદપ્રણિધાન અને અભેદપ્રણિધાન બને શ્રીપાળે સિદ્ધ કર્યા હતાં. “શેનાથી નિર્લેપ રહેવું અને શેનાથી લપાઈ જવું” આ વિવેક એ જ શ્રીપાળરાજાના જીવનનું મુખ્ય રહસ્ય જણાય છે. આપણે ત્યાં દર છ મહિને થતાં તેમના ચરિત્ર-શ્રવણથી ને સ્મરણથી આપણાં ચિત્તના વહેણને અને વલણને એ દિશામાં જ વાળીએ.” જૈન કથાઓમાં રહેલાં માર્મિક રહસ્યને પ્રગટ કરવાની સાથોસાથ ક્યારેક કવિકલ્પનાનો સુંદર વિહાર પણ જોવા મળે છે. કૌશાંબી નગરીમાં આવેલા ભગવાન મહાવીર સ્વામીને સૂપડાના ખૂણામાં પડેલા અડદબાકળા વહોરાવનારી ચંદનબાળાની વાત કરીને તેઓ કહે છે કે સૂપડું કેવું સભાગી કે જેને આ ઘટનાના પ્રથમ પ્રેક્ષક થવાનો યશ મળ્યો અને એ સૂપડાને જ આ ઘટનાની વાત પૂછે છે. એવી જ રીતે ભગવાન ઋષભદેવને પારણા કરાવનાર ઇક્ષરસના ઘડાની કલ્પના આલ્હાદક લાગે છે. કલ્પનાના ગગનમાં વિહાર કરતા તેઓ વાસ્તવની ધરતી પર સર્જાતા હૃદયસ્પર્શી પ્રસંગો પણ આલેખે છે. ખેમો દેદરાણી, રતિભાઈ કામદાર, જીવદયાપ્રેમી જેસિંગભાઈ જેવી વ્યક્તિઓના પ્રસંગો મૌલિક જીવન સૂઝ આપી જાય છે. ઉત્તરાધ્યયન સૂત્રના “સદ્ધા પરમદુલ્લા સૂત્ર દ્વારા પરમ દુર્લભ શ્રદ્ધાની પ્રાપ્તિની વાત કરે છે, તો પ્રતિપક્ષની વિચારણામાં અનેકાંત વિચારણાનો પડઘો સંભળાય છે. નાનાં નાનાં શુભ કાર્યો દ્વારા પણ જીવનમાં માનવતાની મહેક પ્રસરાવી શકાય છે, એની કેવી સરસ વાત અહીં કરી છે? - 9 Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ “સ્કુટર પર માર-માર જતાં હોઈએ અને રસ્તા પર કોઈ વિદ્યાર્થી મોં વકાસીને ઊભેલો દેખાય. પરીક્ષા આપવા જતાં એની સાઇકલની ચેઈન ઊતરી ગઈ હોય; પાછળ કેરિયર પર મૂકેલા કંપાસ-ચોપડી-નોટબુક બધું પડી ગયું સાથે એનું મોં પણ પડી ગયું! તમે આ જોયું. વહારે દોડી ગયા. બધું ઠીકઠાક કરી દીધું. ચેઈન ચડાવી દઈ સાઈકલ ઠીક કરી દીધી. ખભે હાથ મૂકી કહ્યું: આજે પરીક્ષા લાગે છે. રડમસ ચહેરે બોલે છેઃ હા, પણ મોડું થશે. ટીચર ક્લાસની બહાર ઊભો રાખશે. તમે એને હિંમત આપી કહો હમણાં પહોંચી જવાશે. તું તારે મારું નામ આપજે..બસ, આટલું જ કરો. જોજો, એના ચહેરા પર કેવું સ્મિત ફરકે છે ! પેલા પરસેવે રેબઝેબ થતાં અભણ લારીવાળાને તમે સરનામું ગોતી આપ્યું! જરા હાથ લાંબો કરી બતાવ્યું અને તેનું કામ થઈ ગયું! તમારે ક્યાંય હાથ લાંબો કરવો ન પડે એવા આશીવદ, એનું હૈયું ઉચ્ચારે છે !” મને સ્મરણ છે કે ભાવનગરમાં શ્રી જૈન સાહિત્ય સમારોહ પ્રસંગે પૂજ્ય આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજીએ એક વ્યાખ્યાનમાં ભગવાનની તપશ્ચર્યાનું વર્ણન કર્યું હતું. ભગવાન મહાવીર વિશે સારું એવું વાંચ્યું-લખ્યું હોવા છતાં એમની પાસેથી જે જાણવા મળ્યું અને એમની પાસેથી જે મર્મો સમજવા મળ્યા, તે સાચે જ અદ્ભુત હતા. આવી ઊંડી ચિંતનશીલ દષ્ટિ અને સાહિત્ય સાથેની નિસબત સાથે જીવનમૂલ્યોની ઉપાસના વિરલ હોય છે. તેઓની પાસેથી જેમ નિરાળી ગછટા મળે છે, એ જ રીતે વિશિષ્ટ એવી કાવ્યદષ્ટિ પણ મળે છે. કાવ્યાસ્વાદ ઉપરાંત તેમની અન્યોક્તિઓ પણ આસ્વાદ્ય હોય છે. આ એવી પાઠશાળા” છે કે જેમાં વાચક ઘૂંટડે ઘૂંટડે આંતરપ્રસન્નતા પામે છે. આ ઊર્ધ્વજીવનની વિચારશાળા છે, ધર્મજીવનની આચારશાળા છે અને અધ્યાત્મજીવનની પાઠશાળા છે. પૂજ્ય આચાર્યશ્રી પાસેથી વધુ ને વધુ ગ્રન્થો મળતા રહે એવી પાઠશાળા' ના એક વિનીત વિદ્યાર્થી તરીકે અભ્યર્થના કરું છું. તા. ૨૩-૫-૨૦૦૭ - કુમારપાળ દેસાઈ WWW.jainelibrary.org Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રાસંગિક વક્તવ્યનું ૩ આનંદ સાથે... | ૫ મોતીની ખેતી / ૬ ચિંતન૧૩. વિચાર દીવાલ છે, તેની પેલે પાર સૂર્ય છે ! ૧૪ પુણ્ય આંગળિયાત છે, માલિક તો ગુણ છે ! ૧૬. વહેતા પાણીમાં હાથ ધોવાનું કામ કરીએ | ૧૮ આગ્રહશક્તિને વિવેકપૂર્વક વાપરીએ / ૨૦. કાજીપણું છોડીએ : સાક્ષીભાવ શીખીએ ૨૨ વણજોતું નવ સંઘરવું ૨૪ ફરિયાદ : ઉત્તમતાની ઉણપમાંથી જન્મે છે , ૨૬ પ્રતિપક્ષી વિચારણા તે વાડ છે ? ૨૮ મનને ખાલી રાખો તે પ્રસન્ન રહેશે ૩૦ પ્રશંસા - નિંદા - સરખામણી ... એવું બધું ૩૨ ગુણશોધક દૃષ્ટિ કેળવીએ ૩૪ કામમાં પરોવાયેલું મન ફળદ્રુપ છે | ૩૬ છે દિન ભી બીત જયેગા? ૩૮ સિદ્ધા પરમ દુલ્હા / ૪૦ હરિભદ્ર પુરોહિતનું અભિમાન હો ! / ૪૨ વિકાસ સૂત્રનો પાઠ કરીએ ૪૪ ધર્મનું ફળ : વૃત્તિ વિજય ૪૬ પ્રભુપ્રાર્થના / ૪૯ આગમ - પંચાંગીને પ્રણામ / ૫૦ મનન/ પક્ષ મનુષ્ય જન્મ ઉત્કર્ષ માટે છે / ૫૬ આપણા ઘડવૈયા બાંધવ! આપણે / ૬૦ વિચલીત ન થયેલી મનોદશાને વંદના દ૬ યજમાન વાક્ય અને મહેમાન વાક્ય ૬૮ દવે બનાવેલું દેરાસર શ્રી શાંતિનાથનું દેરું / ૬૯ દવે બનાવેલું દેરાસર : પાટણવાવ! ૭૨ વાણી વ્યક્તિનું માપ છે ! ૭૫ પત્ર ૭૮ સાધુ/ ૮૩ ચેતન ! અબ મોહે દરિસણ દીજે | ૮૪ ચેતન ! અબ મોહે.પૂર્વ ભૂમિકા | ૮૮ નિંદી સયા સંજમે / ૯૦ એક અભિરામ સ્થળે ૯૨ આપણને આર્તધ્યાન ન શોભે / ૯૫ મેઘને વંદના હો ! / ૧૦૦ એક સ્ત્રીના વેણે તાંબુ બને છે સોનું ૧૦૫ મુનિવર પ્રેમવિજયજી મહારાજની ટીપ/ ૧૦૯ સમાધિના વિજયતિલકથી શોભતા આચાર્ય શ્રી ધુરન્ધરસૂરિ મહારાજ | ૧૨૨ એ કન્યાને વરવા સજ્જ બનીએ / ૧૨૯ સુરતથી લી આણંદસાગર,. / ૧૩૧ આ છે અણગાર અમારા... શ્રી નીતિવિજયજી દાદા અને શિષ્ય શ્રી મણિવિજયજી મહારાજ / ૧૩૨. શ્રાવક/૧૫ ઓળીની આરાધનામાં આયંબિલ / ૧૩૬ રાજા શ્રીપાળનાં ન્યારાં જીવન રહસ્યો ૧૩૭ માલવપતિપુત્રી મયણાં અતિગુણવંત / ૧૪૨ શ્રીપાળરાજાના રાસની નિર્માણ કથા/ ૧૪૭ સંવાદ / ૧પપ વીર પ્રભુના જન્મની ખુશાલી , ૧૫૬ શ્રી સંઘ સમક્ષ કેટલાક વિચારો / ૧૫૯ એક પત્ર - અધ્યાપક બંધુઓને / ૧૬૪ વિનય વડો સંસારમાં / ૧૭૦ લકી ડ્રો લૌકિક છે / ૧૭૩ ઇશુરસનું પાન કર્યું છે.. / ૧૭૪ ઋષભ ચરણ અંગૂઠડે / ૧૭૬ જ્ઞાનમાર્ગ કઠિન છે ! ૧૮૦ લૌકિક શબ્દોના લોકોત્તર અર્થ / ૧૮૨ શ્રી કલ્પસૂત્રનું પ્રથમ શ્રવણ / ૧૮૪ તપ ચિંતવાણી કાઉસગ્ગ / ૧૮૬ કાવ્ય/ ૧૮૯ મયણાસુંદરી | ૧૯૦ શ્રી ધર્મનાથ જિન સ્તવન / ૧૯૩ હંસને માનસરના કોડ / ૧૯૬ નિરહંકારી ચેતનાની માવજત | ૧૯૮ બોંસરી ઉઠે છે બાજિ. ૧૯૯ સુખની આખી અનુક્રમણિકા | ૨૦૨ કોશિસ કરને વાલોં કી ? ૨૦૪ કાવ્યાત્મક આત્મ પરિચય | ૨૦૭ વચનો પાળવાના : ફ્રોસ્ટની કવિતા / ૨૧૫ સંવેદન ભીનાં થઈએ : કાવ્ય/ ૨૧૮ કયા/ છ. દર્શન કરવા ન ગયા તો પણ શ્રેષ્ઠ ગણાયા/ ૨૨૮ - નમ્યા તો તરી ગયા | ૨૩૦ શેરડીનો સાંઠો / ૨૩૨ કરુણાજનનીના જાયાને સલામી ૨૩૬ સંવેદન હીનતાની સજા / ૨૩૭ હઠીભાઈનો રોટલો / ૨૩૮ બને સ્થિતિમાં મગ્ન જ મઝ, ૨૩૯ સોનું ઊંચામાં ઊંચું - રણકાર સાદો / ૨૪૦ નવું ફ્રોક ૨૪૨ ઘડો ૨૪૪ સૂપડુ (૨૪૫ પ્રભુ દરિશન સુખ સંપદા / ૨૪૬ આગમ લેખન: એક બહેરે / ૨૪૮ ગ્રીષ્મની એક બપોરે | ૨૪૯ ઠંડું પાણી | ૨૫૦ સાંબેલું ? ૨૫૩ બંધ સમય ચિત્ત ચેતી રે | ૨૫૭ જૂઓ દૂત આવ્યો ! / ૨૫૮ આંબાના વન જેવા થશે / ૨૫૯ મારા પ્રભુજી પહેલા, પછી હું / ૨૬o અધિકાર વિનાનાં કામથી.. | ૨૬૩ ઘરડા વાંદરાની શીખામણ / ૨૬૪ પ્રભાવના / ૨૬ સુભાષિત ૧૨ / ૫૪ | ૮૨ / ૯૪ / | ૧૨૮ / ૧૩૦ / ૧૫૪ | છે ૧૭૯ ) ૧૮૫ | ૧૮૮ | ૨૨ ૨ / ૨૨૫ | ૨૨ / ૨૪૧ / અનુક્રમ ૧૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સુભાષિતમ્ સતી દ્રૌપદીને નિત્યક્રમ હતો કે માતા કુંતીને પ્રણામ કરવા. એ ક્રમ મુજબ એ પ્રણામ કરવા જાય છે. દ્રૌપદીજીએ કુંતામાતાના ચરણોમાં પ્રણામ કરી આશીર્વાદની યાચના કરી. તો કુંતામાતાએ કહ્યું: भाग्यवंतं प्रसूतेथाः मा शूरं मा च पण्डितम्। शूराश्च कृतविद्याश्च रणे सीदन्ति मे सुता॥ અર્થ તું ભાગ્યવાનને જન્મ આપજે. શૂરવીર કે પંડિતને આપતી નહીં. જો ને ! શૂરવીર અને પંડિત એવા મારા દીકરા આજે યુદ્ધના મેદાનમાં પીડાઈ રહ્યા છે. જો ભાગ્યવાન હોય તો તેને આવી રણમેદાનની પીડા સહેવી ન પડે. શ્લોક જાણીતો છે પણ કુંતામાતાના આશીર્વાદ સ્વરૂપે જે વાત આવી છે તે મહત્ત્વની છે. શૂરવીરતા કે પંડિતાઈ ભલે બીજાને આંજી શકતા હોય પણ ભાગ્યશાળીની વાત જ નિરાળી છે. શૂરવીર અને પંડિત તો એ ભાગ્યશાળીના દ્વારે આવીને ઉભા રહે છે. WWW.jainelibrary.org Page #14 -------------------------------------------------------------------------- ________________ ચિંતન રાંદેનું શિલ્પ : થિકર ૧૩ Page #15 -------------------------------------------------------------------------- ________________ // PAR ૧૪ પાઠશાળ ગ્રંથ ૨ વિચાર દીવાલ છે, તેની પેલે પાર સૂર્ય છે દેહની દુર્ભેદ દીવાલને અડીને જ ઇન્દ્રિયોનો કિલ્લો છે Page #16 -------------------------------------------------------------------------- ________________ વિશ્વને સહસ્ર કિરણોથી અજવાળતો સૂર્ય છે, તે વાત નક્કી છે; છતાં તેનો ઉજાસ કેમ જણાતો નથી ? એવું તે કેવું ગાઢ આવરણ તેની આડે વર્તે છે ! – આ મથામણ જ તેનું આવરણ છે. આ વિચાર વિરમે તો જ પેલું દેખાય ! આ પ્રશ્ન છે. આપણો દેહ તે પહેલું આવરણ છે. તેની દુર્ભેદ્ય દીવાલને અડીને જ ઇન્દ્રિયોનો કિલ્લો છે. તે પછી, આમ તો પાતળી કહેવાય એવી છતાં વજ્ર જેવી કઠિન એક આડશ છે; તેનું નામ છે મન. એના યે બે પડ છે ઃ એક જ્ઞાત મન અને બીજું અજ્ઞાત મન. : મનના આગળ-પાછળના પડને વીંધવા-ભેદવા, અરે ! એમાં બાકોરું પાડવાનું કામ થયું કે અજવાળાનું ધસમસતું પૂર ચિદાકાશમાં રેલાઈ ઊઠશે. પછી તેના પ્રકાશે આછું અંધારું યે નહીં રહે. આ દીવાલને ભેદવા, ઓળંગવા માટે જ આ મનુષ્યભવ મળ્યો છે. દુર્ગમ લાગતાં આ કામમાં સફળતા મેળવનારાઓનો સથવારો પણ મળી રહે તેમ છે. જેઓએ બાકોરું પાડ્યું, પછી બારી કરી અને છેવટે તો બારણું બનાવ્યું એવાઓની વાત પરથી, એમ તો લાગે છે કે ત્યાં જવાય તો છે જ ! હા, રસ્તો બધાનો અલગ-અલગ હોવાનો ! આ શે'રની પંક્તિઓ પણ કેવો સરસ રસ્તો ચીંધે છે ! આભમાં કે દરિયામાં, ક્યાંય પણ કેડી નથી; અર્થ એનો એ નથી કે, કોઈએ સફર ખેડી નથી. (કવિ રાજેશ વ્યાસ) આપણે પણ ‘યા હોમ’ કરીને ઝુકાવીએ. વિજયની વરમાળ રાહ જુએ છે. ૧૫ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ગુણના આપણે લોભી બનવું છે. ગુણ જોયા નથી કે તેના દાસ બન્યા નથી, ગુણનું આકર્ષણ કેળવીએ U|[GI[LI[ ગ્રન્થ ર | પુણ્ય આંગળિયાત છે. માલિક તો ગુણ છે Page #18 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય રીતે સર્વ જીવો સુખની ખોજમાં સતત ડૂબેલા હોય છે. જ્યાંને ત્યાં, જ્યારે ને ત્યા૨ે એક માત્ર ઉદ્દેશ ઃ સુખ -- અનુકૂળતા. મન ઇચ્છે તે પ્રમાણે પદાર્થ, અવસ્થા, વ્યકિત કે વાતાવરણ --એ બધું મળે તે સુખ. આકાંક્ષા પણ તેની જ, ઝંખના પણ તેની જ ! એક અન્ય તત્ત્વ પણ છે. તેનું નામ છે હિત. આ હિતને સાધનાર ગુણ પણ છે. સુખ આપનાર પુણ્ય પણ છે. પુણ્યથી સુખ મળે. ગુણથી હિત સધાય છે. પુણ્યનું જેટલું આકર્ષણ છે તેટલું ગુણનું થાય તો, ગુણની પાછળ-પાછળ પુણ્ય તો ચાલ્યું જ આવશે. ઔદાર્ય ગુણ છે. ઔદાર્યથી દાન થાય છે. દાનથી પુણ્ય. પુણ્યથી ઇચ્છિતની પ્રાપ્તિ. દાખલા માટે દૂર જવું નથી. શાલિભદ્ર જ પૂરતા છે. પુણ્યમાં શાલિભદ્રથી ચડે તેવી મારી શોધ ચાલુ છે ! હજુ પણ ચાલુ છે. તેમાં વિરામ મળે તેવું દષ્ટાંત હજુ મળ્યું નથી ! આવા અઢળક પુણ્યનું મૂળ દાન છે. એ દાનનું મૂળ ઔદાર્ય છે, ઉદારતા છે. ઉદારતાનો આ ગુણ મેળવવાની, કેળવવાની ઇચ્છા પછી જો પ્રયત્ન થાય તો પુણ્ય તો કેવું અમાપ બંધાય !! પુણ્યના ફળ ગમે છે પણ પુણ્ય કરવું ગમતું નથી ! પાપના ફળ ગમતા નથી છતાં પણ પાપ છોડવું ગમતું નથી ! આમ પરિસ્થિતિ સામસામેના છેડાની પ્રવર્તે છે. પુણ્યના જે મૂળ છે તે ગુણના . આપણે લોભી બનવું છે. ગુણ જોયા નથી કે તેના દાસ બન્યા નથી, તેના દાસ બન્યા નથી ! આવું કરીએ તો પુણ્ય તો મળે જ, જશ પણ મળે. સારા સજ્જનની ગણત્રીમાં તરત દાખલ થઈ જવાય. - ૧૭ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ [SI[O] ગ્રન્થ ૨ | -આપણી વૃત્તિ જો સવળી હોય તો પરોપકાર કરવાની ઘણી બધી તકો આપણી આસપાસ આપણી રાહ જોતી કરતી હોય, તેને ઝડપી લઈએ એટલી આપણી સાર્થકતા ! વહેતા પાણીમાં હાથ ધોવાનું કામ કરીએ Page #20 -------------------------------------------------------------------------- ________________ વિચાર કરી શકતી હોય એવી વ્યક્તિઓએ કોઈવાર કાગળ અને પેન્સીલ લઈને બેસવું જોઈએ, નોંધ કરવી જોઈએ ઃ સવારે જાગ્યા ત્યારથી સાંજ સુધી કે રાત્રે સૂતાં ત્યાં સુધી કોની-કોની સેવા લીધી, સહાય લીધી, સહકાર લીધો... અને એની સામે એ પણ નોંધવું જોઈએ કે એ સમયમાં કોને-કોને સેવા આપી, કોને સહાય આપી, કોને સહકાર આપ્યો... આમ આ રીતે બન્ને બાજુનાં લેખાં-જોખાં કરવાથી ખ્યાલઆવશે કે આપણે દેવા કરતાં દેવું કરવામાં (આપવા કરતાં લેવામાં) વધુ હોંશીલા હોઈએ છીએ ! રોજ રાત્રે નિદ્રાધીન થતાં પહેલાં ક્ષણ-બે-ક્ષણ વિચાર કરવો જોઈએ કે આજે આપણે કોઈના પર ઉપકારનું કામ કર્યું છે ? આપણી વૃત્તિ જો સવળી હોય તો પરોપકાર કરવાની ઘણી બધી તકો આપણી આસપાસ આપણી રાહ જોતી ફરતી હોય, તેને ઝડપી લઈએ એટલી આપણી સાર્થકતા ! કોઈ ઘરડા માજીને રસ્તો ઓળંગવામાં મદદ કરી શકાય. આપણી નજર પડે કે તુર્ત માજીનો હાથ, હાથમાં લઈ સ્મિતભેર એમને રસ્તાની પેલે પાર મૂકી દઈએ. માજીના હૈયાનાં મીઠાં બે વેણ વળતર રૂપે મળે જે આપણી મૂડી બની જાય ! સ્કુટર પર માર-માર જતાં હોઈએ અને રસ્તા પર કોઈ વિદ્યાર્થી મોં વકાસીને ઊભેલો દેખાય.. પરીક્ષા આપવા જતાં એની સાઇકલની ચેઈન ઉતરી ગઈ હોય; પાછળ કેરિયર પર મૂકેલા કંપાસ-ચોપડી-નોટબુક બધું પડી ગયું સાથે એનું મોં પણ પડી ગયું ! તમે આ જોયું. વહારે દોડી ગયા. બધું ઠીકઠાક કરી દીધું. ચેઈન ચડાવી દઈ સાઇકલ ઠીક કરી દીધી. ખભે હાથ મૂકી કહ્યું : આજે પરીક્ષા લાગે છે. રડમસ ચહેરે બોલે છે : હા, પણ મોડું થશે. ટીચર ક્લાસની બહાર ઊભો રાખશે. તમે એને હિંમત આપી કહો ઃ હમણાં પહોંચી જવાશે. તું તાર મારું નામ આપજે...બસ, આટલું જ કરો. જોજો, એના ચહેરા પર કેવું સ્મિત ફરકે છે ! : પેલા પરસેવે રેબઝેબ થતાં અભણ લારીવાળાને તમે સરનામું ગોતી આપ્યું ! જરા હાથ લાંબો કરી બતાવ્યું અને તેનું કામ થઈ ગયું ! તમારે ક્યાંય હાથ લાંબો કરવો ન પડે એવા આશીર્વાદ, એનું હૈયું ઉચ્ચારે છે ! રૂપિયા-આના-પાઈમાં ન આંકી શકાય તેવો લાભ ! આ જેવો તેવો નફો છે ? કરવાં છે ને આવાં કામ ? – ૧૯ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ear Tem આગ્રહશક્તિને વિવેકપૂર્વક વાપરીએ માનવમનનો અહંકાર એવો પ્રગાઢ રૂઢ અને દ્દઢ હોય છે કે તે રૂપ વરવાં છે અને જૂજવાં છે. તેને કાયમી કરતાં -- કામચલાઉમાં વધારે રસ છે. સરવાળે તે નાની નાની બાબતોમાં જીદ કરે છે; પાતાની વાત સાચી છે તેવો આગ્રહ સેવે છે, તેને પકડી રાખે છે. આ આગ્રહશક્તિ છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ માનવમનની એક સારી બાજુ એ છે કે તેને જેમ વાળીએ - કેળવીએ તેમ તે કેળવાય છે. છતાં, માનવમનનો અહંકાર એવો પ્રગાઢ-રૂઢ અને હોય છે કે તે રૂપ વરવાં છે અને જૂજવાં છે. તેને કાયમી કરતાં કામચલાઉમાં વધારે રસ છે. સરવાળે તે નાની નાની બાબતોમાં જીદ કરે છે; પોતાની વાત સાચી છે તેવો આગ્રહ સેવે છે, તેને પકડી રાખે છે. આ આગ્રહશક્તિ છે. ખૂબ ઉપયોગી છે. નિયમના પાલનમાં આગ્રહશક્તિની આ દ્દઢતા ખૂબ ઉપયોગી છે. પરંતુ, પેલી કહેવતમાં કહ્યું છે ને કેઃ રમકડાં ખરીદવામાં જે રકમ ખર્ચાય છે તે ઘરેણાં તો ખરીદી શકતી નથી પણ, જીવન નિર્વાહ માટે ઉધાર માંગવું પડે છે, એવું છે ! નાની નજીવી વાતમાં જે પકડી રાખે છે, જીદ કરે છે, હઠે ભરાય છે તે, જીવન રક્ષણ કરનારા નિયમોમાં પકડ રાખવાના અવસરે ઢીલો પડે છે. તે વેળાએ તેની આગ્રહશક્તિ ક્ષીણ થઈ હોય છે તેથી તેને એવું નુકશાન થાય છે કે જીવનભરની કમાણીથી પણ તે ભરપાઈ થતું નથી. દક્ષ ગણાતા માણસ પણ સાવ સામાન્ય બાબતમાં જીદ કરે છે એ ઘણી વાર જોવા મળે છે. એક મર્મસ્પર્શી હિંદી વાક્ય છેઃ છોટી છોટી નિ વાત છે વડી મત વનામો વન તુમ છોટે રો નાગોરો આ જ મર્મ છે. બુદ્ધિવંતનું લક્ષણ પણ આ જ છે કે, બુદ્ધ ફલમનાગ્રહ: નિરાગ્રહી બુદ્ધિ જ શ્રેષ્ઠ છે. નાનકડી વાતથી સમજીએ એકવાર ચાર-પાંચ મિત્રો રસ્તેથી પસાર થતાં હતા. અચાનક ક્યાંકથી સરસ સુગંધ આવી. સહુના નાકનાં ફોરાંમાં એની ઝમક દેખાઈ. આંખો આજુબાજુ ફરી વળી. એક મિત્ર કહે, આજુબાજુમાં ક્યાંક બગીચો હોવો જોઈએ. બીજો તરત બોલી ઉઠ્યો, ના..ના.. આ તો પેલો ખટારો ગયો તેમાં અગરબત્તી ભરી હશે, તેની સુગંધ.. ત્યાં તો ત્રીજો કહે, એક બાઈ અહીંથી પસાર થઈ તેના પરફયુમની સુગંધથી બધું મહેકી ઊડ્યું છે. વાત વળે ચડી! હવે કોઈની પાસે પુરાવો તો હતો નહીં. પણ, આ વાત જીદ કરવા જેવી પણ નથી. ભલે એ સુગંધ સુંદર હતી. તેને માણો. એની મજા લૂંટો. આવી વાતમાં આગ્રહ શું કરવો? અરે ! હઠાગ્રહ થાય તેવો આગ્રહ ક્યારે ય ન કરવો. બલ્ક, હા ભાઈ ! તારી વાત સાચી હોઈ શકે એવા ઉદ્ગારથી વાર્તાલાપ શોભાવવો. સહનશક્તિ જેવી જ કિંમતી આગ્રહશક્તિ છે. તેને સાચવવી અને જરૂર હોય ત્યાં જ વિવેકપૂર્વક વાપરવી. . ૨૧ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૨ : - off o કાજીપણું છોડીએ ઃ સાક્ષીભાવ શીખીએ સસ્તામાં સસ્તું શું ? તો કહે ‘સલાહ.’ મોંઘાંમાં મોંઘું શું ? તો કહે ‘સલાહ !’ Page #24 -------------------------------------------------------------------------- ________________ માનવ મનને આ તે શી ટેવ ? (કે કુટેવ ?) કોઈ ઘટના જાણી કે અભિપ્રાય આપ્યો જ છે ! કોઈ મળે પછી તરત એના વિશે અભિપ્રાય આપ્યો જ છે ! અભિપ્રાય પણ કેવા ? બે જ જાતના ! આ સારું છે અથવા આ બરાબર નથી. આવું તે શું કર્યું ? આવું કરવું જોઈતું હતું ! ઠીક મારા ભાઈ ! ઠસ્સો કેવો હતો ? આને બદલે આમ કરવું જોઈતું હતું. આમ, વગર પૂછે અને વગર માંગે અભિપ્રાયો આપવાની ટેવ માનવજાતને પડી છે. બધા જ એમ લોલમલોલ કરે, એટલે સર્વત્ર સ્વીકારાયેલી ટેવ છે ! આવી સલાહની કિંમત એક કોડીની પણ ન હોય ! - કહ્યું છે ને કે સસ્તામાં સસ્તું શું ? તો કહે ‘સલાહ.' મોંઘામાં મોંઘું શું ? તો કહે ‘સલાહ !’ કોઈ સલાહ માંગે ને આપીએ તે સલાહ સોનાની બની જાય અને વણમાગી સલાહ પિત્તળ બની જાય ! પણ...આ લાચાર માણસ ! બોલ્યા વિના કેમ રહી શકે? વિચારકો આને વાક્શક્તિનો દુર્વ્યય કહે છે. વીર્યપાતથી પણ વધુ ખતરનાક ગણે છે. આ થયું કાજીપણું. આપણે કાજી થવા જન્મ્યા નથી. તટસ્થ થઈને, અળગા રહીને, બનતા બનાવોને આપણે માણ્યા નથી. જે કાંઈ જોઈએ છીએ તેમાં તરત ઇન્વોલ્વ થઈ જ જઈએ છીએ. કરવા જેવું કામ તો છે -સાક્ષીભાવ. સાક્ષીભાવ એક વાર કેળવાયો પછી જોઈ લ્યો મજા ! આજ સુધી ન માણી હોય તેવી મજા ! શરૂઆત હળવેથી થાય. એક કલાક-પૂરતો સંકલ્પ કરી શકાય ઃ આ કલાક દરમિયાન જે બનાવ બનશે તેને જોઈશ. નિરખીશ. પણ તેની તરફેણમાં કે વિરૂદ્ધમાં એક પણ શબ્દ ઉચ્ચરીશ નહીં. માત્ર જોયા કરીશ. સાંભળ્યા કરીશ. દેહથી આત્માને ભિન્ન માનવાની સાધનાની શરૂઆત તો દૂર રહી,અહીં તો ફક્ત મનને અળગું રાખવાની વાત છે. કરી તો જુઓ ! અઘરું છે ? અરે ભાઈ આ દુનિયામાં કશું અઘરું નથી. ખબર છે ને કે —– करत करत अभ्यासजन जडमति होत सुजान। रसरी आवत जात है शिल पर पडत निशान ॥ સતત અભ્યાસ કરવાથી જાડી બુદ્ધિવાળો પણ સુજ્ઞ બને છે; કૂવાના કાળમીંઢ કાંઠા પર દોરડું રોજ ફરે છે તેથી પથ્થર ઉપર આંકા પડી જાય છે. આપણું મન પત્થર તો નથી પણ ફૂલ જેવું કોમળ છે. તો કરો આજે જ કંકુના ૨૩ , Page #25 -------------------------------------------------------------------------- ________________ booste V1556 INVIO ૨૪ e are lonel વણજોતું નવ સંઘરવું WALT WHITMAN Leaves of Crass The Row (1955) Edition I CELEBRATE myself, and sing myself, And what I assume you shall assume, For every atom belonging to me as good belongs to you. Walt Whitman ૧૯મી સદીના અમેરિકન કવિ વૉલ્ટ વ્હિટમન વણજોતો કચરો સ્વયં હટાવે છે ! Page #26 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા ગાંધીજીએ આશ્રમવાસીઓ માટે કરેલી આચારસંહિતામાં વ્રતો અને નિયમો કર્યા હતા. એ પૈકીનું આ એક અપરિગ્રહવ્રત હતું. આ વૃત્તિ માટે મન ઘડાય તો આ વ્રત લેવાય અને પળાય. આમ આ નિયમ બાહ્ય ઉપધિના પરિગ્રહથી બચવા માટે કરેલો છે. સ્થૂળ છે. આપણે તો, આપણામાં વિચારનો, વૃત્તિનો, પૂર્વગ્રહોનો જે જોરદાર પરિગ્રહ છે એના અનુસંધાનમાં વિચારવું છે. બહારના પરિગ્રહની તો આની સામે કાંઈ જ વિસાત નથી. આપણી અંદર વિચારોની કેવી ભીડ જામે છે! કાંઈક જોયું, કાંઈક સાંભળ્યું. વિચારતાં વિચારતાં કેટલાંયે વિચારો ઊભા થાય છે. જે કાંઈ અંદર ઊભું થાય છે તે બધું કામનું નથી હોતું બલ્ક ઘણું નકામું હોય છે. સમગ્ર વિચાર રાશિને બે ભાગમાં વહેંચીએ તો શુભવિચાર અને અશુભવિચાર એમ બે ભાગ થાય. આ બેમાંથી, શુભ તો ઉપયોગી છે તે વિચારોને સંઘરવા જોઈએ પરંતુ જે જરૂરી નથી, માત્ર મનને સંકલેશ પહોંચાડે છે, પ્રસન્નતાને હણે છે તે વિચારોને ક્યારે પણ ન સંઘરવા. એવા વિચાર આવે અને ક્યારેક એવા વિચારો વધુ આવે ત્યારે તેને વિદાય કરી દેવા, વળાવી દેવા. જાઓ પધારો! તમારું અમારે કામ નથી. આમ હાંકી કાઢવાથી ચિત્ત હળવું થશે. આમેય આવા વિચારો ભારે હોય છે. નાહકની જગ્યા રોકતા હોય છે. તે જાય અને ઓછા થાય તે આમેય સારું છે. આ કામ અઘરું જરૂર છે પણ તે વિચારોને પ્રેમપૂર્વક પાછી વાળવા તે જ ઉપાય અસરકારક છે. આવા વણજોતાં વિચારોને વળગવાનું નહીં. એ તો વળગણ જ છે, કહો કે વળગાડ છે. એ જો સંઘરાયા તો જુદાં જુદાં સ્વરૂપે તે હાજર રહીને પજવ્યા કરશે. જો એની પકડમાંથી છૂટી ગયા તો પછી પ્રસન્નતા જ પ્રસન્નતા છે. હા, ભાઈ, એ તો પહેલાં જ નક્કી કરી લો કે તમારે એવા વિચારો જોઈએ છે! જો ન જોઈતા હોય તો તેને સંઘરવાને બદલે વહેતા જ કરી મૂકવા. વહી ગયાપછી શાન્તિ-આનંદ અને પ્રસન્નતાનો પમરાટ ચારેકોર ફેલાશે જ. જેમ ઘરમાંથી કૂડો-કચરો કે જેને અલક્ષમી કહેવાય છે તે તો દૂર ઉકરડે જ મૂકી આવીએ છીએ, એ જ રીતે વણજોતાં વિચારોને અળગાં કરીને હળવા થઈ જઈએ.. – ૨૫ * Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૬ PI[[ ગ્રન્થ ર. ફરિયાદ : ઉત્તમતાની ઉણપમાંથી જન્મે છે T[ શત્રુંજય ગિરિરાજ પર નવટૂંકના ચૈત્યોમાં સાતમી પ્રેમવસહીમાં દેલવાડાની કારીગરીને યાદ કરાવે એવા સહસ્ત્રફણા પાર્શ્વનાથના દહેરાંમાં થાંભલા પરની ત્રણ પુતળીઓની કથા યાદ આવે છે ને? ફરિયાદ અને કલહ! એમાંની આ એક પુતળી. વહુને પગે વાંદરો વળગ્યો છે ! Page #28 -------------------------------------------------------------------------- ________________ વાંક દેખાપણું એ વ્યક્તિત્વને ખીલવા દેતું નથી. તેમાંથી ફરિયાદી માનસ જન્મે છે, પછી તે એક ટેવ રૂપે વિકસે છે. જીવ જાતે દુઃખી થવા માટે એ રસ્તે ચાલે છે, આગળ વધે છે. જે વસ્તુ આપણા હાથમાં હોય તે જાતે જ બદલવી જોઈએ. જે વસ્તુ બીજાના હાથની વાત હોય ત્યાં ચૂપચાપ વેઠી લેવી, કોઇને પણ દોષદીધા વિના. તો તે જીવનના છોડને ઉછેરવાનું ઉત્તમ ખાતર બની જાય છે. ફરિયાદને નેસ્તનાબૂદ કરવાના બે જ રસ્તા. કાં તો સહન કરી લો કાં પ્રેમપૂર્વક વાત રજુ કરીને બદલાવ લાવી અનુકૂળ પરિસ્થિતિ સર્જી દો. માત્ર ઘૂંક ઉડાડવાથી અંતરંગ જીવનશક્તિનો હ્રાસ થાય છે. બને તો જીવનમાં નકારાત્મક અભિગમને ન અપનાવાય તે કાળજી રાખવી. જે રીતે ગુજરાતી વ્યાકરણ શીખવતી વખતે પહેલાં એક કર્તરિપ્રયોગવાળું વાક્ય આપે, અને કહે કે આને કર્મણિપ્રયોગવાળું બનાવી દ્યો. તેમ આપણે પણ જીવનને ઊર્ધ્વગામી બનાવવું છે, માટે કોઈપણ શબ્દ, વાક્ય, પરિસ્થિતિ નકારાત્મક આવી તેને હકારાત્મક બનાવવાની કળા સિદ્ધ કરી લેવી. જેમ કે ઘણીવાર એવું બને છે કે પ્રવચન શરુ થાય ત્યારે આઠ-દશ શ્રોતા ઉપસ્થિત હોય ત્યારે સામાન્ય રીતે એવો સૂર સાંભળવા મળે બધા ઘરે બેસી ગપ્પાં મારે છે, કોઈ આવતું નથી, રસ જ નથી.' ત્યારે મારા મનમાં તુર્ત જ આ વાક્યનું હકારાત્મક સ્વરૂપ આવે. “જેઓ ઘરે છે તેઓ બધાં અહીં આવે તો કેવું સારું! કોઈ એવી વ્યવસ્થા નીપજાવીએ કે અહીં રહેલાં બધાંને આવવાનું મન થાય !” આ વિચારને વહેતો કરવાથી પરિણામ આવે તો સારું આવે! આપણા જેવા જીવોએ મનને નબળા વિચારોથી, નબળી વાતોથી ખૂબ સાચવવું જરૂરી છે. નબળા વિચારો હડકાયા કૂતરાં જેવા છે તે માટે ચીવટભર્યો ચોકી પહેરો રાખવો. જેથી નબળો વિચાર આપણા દિલના દિવાનખાનામાં પેસતાં વિચાર કરે. થોડી ગફલત થઈને એકાદ પેઠો તો તે જ ક્ષણે તેને દૂર હાંકી કાઢવો. મનના બગીચાને તાજો-પ્રફુલ્લિત અને સુવાસિત રાખવાનો આ ઉપાય સૂઝે છે. અપનાવી જોઈએ. પછી - ફરિયાદ નહીં રહે! ઉચાટ નહીં રહે! પણ ઉલ્લાસ જ ચોમેર ફેલાતો રહેશે. . ૨૭ WWW.jainelibrary.org Page #29 -------------------------------------------------------------------------- ________________ / ////// | ૨૮ VIDIO ગ્રન્થ ર | પ્રતિપક્ષી વિચારણા તે વાડ છે Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રસન્ન મન કલ્પવૃક્ષ છે. જ્યારે મન પ્રસન્નતાથી ભર્યું ભર્યું હોય, ત્યારે બધાં દુઃખ સહેવા જેવા લાગે છે. સુખ બેંચવા લાયક લાગે છે. આ આપણા સહુનો અનુભવ છે. પ્રશ્ન એ છે કે મન પ્રસન્ન ક્યારે હોય છે? જવાબ હાજર છેઃ ક્રોધ માન વગેરે વૃત્તિઓ મંદ અને મંદતર હોય ત્યારે મનમાં પ્રસન્નતાની સહજ લહર ઉઠતી રહે છે. મનની પ્રસન્નતાની આવી સહજ લહર ઘણીવાર વિલાઈ જતી હોય છે ! એ લહરને મીટાવનારા વિચારો બહારથી આવતા હોય છે, તેમ અંદરના ઊંડાણમાંથી પણ આવતા હોય છે. આવે વખતે તેને પરાસ્ત કરનારા વિચારોની મોટી ફોજ ખડી કરી દેવાની જરુર છે. સાથે સાથે આપણામાં વિવેકનો દીવડો એવો ઝળહળતો રહેવો જોઈએ કે જેથી તેને ઉજાસમાં સ્પષ્ટ દેખાય કે આ જે વિચાર આવ્યા તે મારી પ્રસન્નતાને હણનારા છે. વિવેકના સહારે એવાવિચારોથી મનને દૂર રાખો જેથી મન એ વિચારોને તાબે થઈ અકાર્ય કરવા પ્રેરાય. ઘોર યુદ્ધમંડાયું હતું. ભાઈ ભાઈ વચ્ચે આ જંગહતો! મોટાભાઈ ભરતે જ્યારે ચક્રરત્ન મૂક્યું ત્યારે બાહુબલીજીનો અહં ઘવાયો. અંદરથી હુંકાર ઊઠ્યો: એમ! મારા પર ચક્ર મૂક્યું? હું ક્યાં કમ છું. ભરતને ભોંયભેગો કરવા માટે મારી એક મુઠ્ઠી બસ છે! માનની વૃત્તિ જાગી, તેણે ક્રોધને જગાડ્યો. માન-ક્રોધે મળીને સૌ પ્રથમ મનની પ્રસન્નતાને હણી. અકાર્ય કરવા પ્રેર્યો. મુકી વાળેલો હાથ ઉગામ્યો. જેવો હાથ ઉગામાયો કે વિવેકના દીવાના અજવાળાએ અકાર્યની જાણ કરી. ક્રોધભર્યાવિચારમાં હવે સવળોવિચાર ઉઠ્યો “પિતાસમા મુજબાંધવ ઉપર કરુંશું આ અત્યારે.” માનપ્રેરિત અને ક્રોધજનિત હિંસકવિચાર વિરમી ગયો! પરંતુ ખેંચેલી સમશેર ખાલી મ્યાન ન થાય, તેમ આવી મુષ્ટિ પણ અમોઘ હોય છે, તે ખાલી શું જાય? ગુસ્સો જુસ્સામાં પલટાયો. એ મુષ્ટિ માથા પર ફરી વળી. માથાના વાળનો લોચ કરી બાહુબલીજી મુનિ બની રહ્યા. દ્વેષભાવને તો ક્યારનોયદેશવટો દઈ દીધો હતો! પ્રતિપક્ષવિચારણા કરવાથી પ્રસન્નતાનોછોડ પાંગરે છે,વિકસે છે. કરમાતો નથી. જે ક્ષણે ક્રોધ-માન એવી વૃત્તિથી પ્રસન્નતા હણાવા લાગે તે જ ક્ષણે એના પ્રતિપક્ષી વિચારની વાડ રચી દેવી જેથી - ૨૯ પ્રસન્નતાના છોડનું રક્ષણ થઈ રહે! . WWW.jainelibrary.org Page #31 -------------------------------------------------------------------------- ________________ // TL / 30 મનને ખાલી રાખો તે પ્રસન્ન રહેશે 2 12-16 1912 9h પણ... મન... મન એ એક એવી ચીજ છે જેને તમે વિચારશૂન્ય કરો તો તેમાંથી સહજ પ્રસન્નતાના વર્તુળો પ્રસરે. Page #32 -------------------------------------------------------------------------- ________________ ન વિશ્વનો સામાન્ય નિયમ એવો છે કે જેને ભરો તો તે સભર લાગે. ફૂલની છાબડી પણ ખાલી હોય તો ન શોભે તેને ભરો તો તે શોભતી જણાય. પણ. મન... મન એ એક એવી ચીજ છે જેને તમે વિચારશૂન્ય કરો તો તેમાંથી સહજ પ્રસન્નતાના વર્તુળો પ્રસરે. આપણે સારા વિચારો વગેરેથી મનને ભરીએ છીએ અને એમ માનીએ છીએ પ્રસન્નતા આવે છે. આવે. પણ સારા વિચારના માધ્યમથી જે બીજા વિચાર પણ સાથે સાથે આવે છે, આવી જાય છે તે અંદર જઇને ભારે તરખાટ મચાવે છે. અરે ! મેળવેલી પ્રસન્નતાની વરાળ થઇ જાય છે, અને વરાળ તો ઉડવા માટે જ ઉપજી હોય છે. તેથી મનને વિચારરહિત રાખવાનો પ્રયત્ન કરવો જોઇએ, તો જ મનમાં સતત પ્રસન્નતા અનુભવાય ! ધ્યાનની એક વ્યાખ્યા એ આવે છે... ધ્યાન નિર્વિષય મનઃ। વિચારરહિત મન તે ધ્યાન છે. ધ્યાન તો સુખાસિકા છે. આવા ધ્યાનથી મન સહજ રીતે હળવું, કોમળ અને નિર્મળ બને છે. સજાગતા તેનું મુખ્ય સાધન છે. જ્યારે લાંબા સમય સુધી મન ખાલી રહે છે, વિચારશૂન્ય રહે છે, તે પછી દેહભાન, દેહભાર અને દેહભાવ છૂટી જાય છે. આ એવી ઉત્તમ રમત છે કે આમા કશું ન વિચારવું’ એ એક જ કરવાનું હોય છે. વિચારાયું નહીં તો બોલાયું નહીં, બોલાયું નહીં તો કરાયું નહીં ! ત્રણે યોગ વિરામ પામ્યા ! મન વિચારવાના સંકલેશથી મુક્ત રહ્યું તેટલું તે સશક્ત બન્યું ! ‘સબળ મન એ સ્વયં શક્તિ છે. ’તે વશ થયું, એક પણ વિચારને પ્રવેશ નથી આપવો, એ સંકલ્પ થયો તેમાં સફળતા મળી તો, પેલી પંક્તિ યાદ આવે છેઃ નાત્ નીતં વ્હેન !મનો ચેન ! હા. વ્યક્તિએ વ્યક્તિએ તેની શક્યતામાં સુકરતા - દુષ્કરતા હોઇ શકે. પણ એથી મનને સતત પ્રસન્ન રાખવાની ઇચ્છા પાર પડશે એ જ આ માનવભવની ઉપલબ્ધિ છે. તેને માટે તો ભલભલાં સાધક દિવસ - રાત એક કરીને મચ્યાં રહે છે. આપણે પણ એ વર્ગમાં નામ નોંધાવીએ અને મજબૂત સંકલ્પ કરીને મનને વધુને વધુ ખાલી રાખવા માટે ફાળવીએ અને નિત્ય પ્રસન્નતાને પામીએ......... ૩૧ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૨ પ્રશંસા - નિંદા - સરખામણી ... એવું બધું @[SI[D[ ગ્રન્થ ર સૌજન્ય: “કુમાર” જીવનસફરમાં પ્રશંસા અને નિંદા મળવાની જ છે. પ્રશંસા દેખાવમાં બહુ સુંદર છે અને નિંદા વિકરાળ ને ભયંકર છે. બંને તરફ દુર્લક્ષ કરવામાં જ શાણપણ છે. નિંદા - સ્તુતિથી વિચલિત ન થતાં પોતાનું કાર્ય કરતાં રહેવું એ કર્મયોગ છે. (શંકરરાવ કિર્લોસ્કરની વિખ્યાત કટાક્ષમાળાનો એક મણકો) Page #34 -------------------------------------------------------------------------- ________________ વાત એવી બની કે.. ચિત્તને કલુષિત કોણ કરે છે ? તેનાથી મુક્ત રહેવા શું કરવું?”..ચર્ચા ચાલતી હતી. એક શ્રોતાભાઈ બોલ્યાઃ એ તો બહુ અઘરું છે !'કોઈની પ્રશંસા ન કરવી; કોઈની નિંદા ન કરવી અને કોઈની સરખામણી ન કરવી. તો, ચિત્તમાં ખુશીની લહેર ફરકતી જ રહે. એ તો બહુ અઘરું કહેવાય. પ્રશંસા તો કરવી જ જોઈએ ને!”તમે બધા તો કહો છે કે ગુણ જોયા કે પ્રશંસા કરવી ! વાત સાચી પણ એ પ્રશંસામાં સ્વાર્થનું દૂષણ ન જોઈએ; નિંદાનો પાશ પણ ન જોઈએ. તમે બધા જે પ્રશંસા કરી છે તેનું સ્વરૂપ કાગડાભાઈ તમારો સ્વર સુંદર છે' તે વર્ગનું હોય છે. હવે તમે જ કહો આ પ્રશંસા કહેવાય કે ખુશામત? નિંદાની પણ એવી જ કહાણી છે! નિંદા મોટે ભાગે ‘દ્રાક્ષ ખાટી છે એ વર્ગની હોય છે. કાગડાભાઈનો સ્વર કર્કશ હોય છે, કાનને ન ગમે! છતાં એના મોઢામાં પૂરી છે તે પડાવી લેવા માટેના શિયાળના આ શબ્દો છે. એટલે તો શિયાળને લુચ્ચ એવું વિશેષણ મળ્યું છે ! પ્રશંસાના મૂળમાં કાંઈક અદ્ભુત ગુણોની પ્રીતિ હાજર છે. ખુશામતમાં તો નર્યો સ્વાર્થ જ હોય છે. સામાના સુખના ભોગે પોતાનું સુખ મેળવવાની વૃત્તિમાંથી ખુશામત જન્મે છે. એ જ પ્રમાણે દ્રાક્ષ મેળવવા મહેનત ખૂબ કરી, કૂદકા ઘણા માર્યા પણ ન મળી. હવે પોતામાં દીનતા કે લઘુતા ન આવે તેના ઉપાય રૂપે શિયાળભાઈ બોલે છેઃ “દ્રાક્ષ તો ખાટી છે.” --આ નિંદા નિષ્ફળતામાંથી જન્મી છે; દોષ પ્રત્યેના અણગમામાંથી જન્મી નથી. ખુશામત માટે ચિત્તને કલુષિત કરવું પડે છે અને નિંદા માટે ચિત્ત સ્વયં કલુષિત થાય છે. ચિત્તના ક્લેશને નિવારવા કાજે ખુશામત અને નિંદાથી બચવું જોઈએ. વળી સરખામણીની ટેવ તો તેનાથી પણ વધુ ખતરનાક છે ! કશું જોતાંવેતા એને, જે કાંઈ સ્મરણમાં હોય તેની સાથે સરખાવવાનું ડાપણ ડોળાય જ ! આ સારું છે. આ નબળું છે એવું બોલાઈ જ જાય ! આવા વલણથી પીડા જન્મે છે. રાગ આવે ત્યાં દ્વેષ પણ સાથે હોય જ ! બન્ને પીડાકારક છે. આનાથી બચી શકીએ તો જ ચિત્તને ક્લેશથી દૂર રાખી શકીએ. ૩૩ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ગુણશોધક દષ્ટિ કેળવીએ I[ી ગ્રન્થ ર || આ કાબરચીતરા ધાબાઓમાં તે વળી શું જોવાનું હોય ? પરંતુ જેમ કોહવાયેલી કે ચાંદાવાળી કેરી પર નજર પડે કે તરત જ એ પરથી નજર ફેરવી લઈએ છીએ તેમ આ ધાબાઓ પરથી નજર હટાવી લઈ શકીએ તો પછી જાતવંત ચાર-પાંચ અશ્વો નજરે ચડવાના છે ! ગુણશોધક દષ્ટિ કેળવવાના લાભ કેટલા બધા છે ! એ તો રોજરોજના અનુભવોની મૂલ્યવાન મૂડી બની શકે છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ વિવિધ ઋતુઓમાં સામાન્ય રીતે ગ્રીષ્મને પસંદ કરનારા ઓછા મળશે, કહો કે નહીં જ મળે ! છતાં ફળોના રાજા કેરીનાં દર્શન એ ઋતુમાં જ થાય અને તમે જોશો તો કેરી પ્રિય ન હોય તેવી વ્યક્તિ તમને ભાગ્યે જ જડશે. આવી મીઠી કેરી ખરીદવા તમે તેની દુકાને કે વખારે જાવ ત્યારે મનગમતી જાતની કેરીની પસંદગી કરો છો. પીળચટ્ટો રંગ હોય, એક સરખા કદની - વજનની હોય, સ્વાદમાં મીઠી હોય, સુગંધીદાર હોય, જોતાવેંત ગમી જાય તેવી હોય તેવી કેરી પસંદ કરો છો. એ જ દુકાનમાં તમે જોઈ તેવી કેરીની સાથે-સાથે બીજી પણ, બેસી ગયેલી, ચાંદાવાળી, કોહવાયેલી ગંધવાળી કેરીઓ પણ હોય છે. તમે જોવા માંગો તો પણ વેપારી તમને એ જાત બતાવે નહીં. તમારી નજર એના પર પડે તો તરત જ તમે એ પરથી નજર ફેરવી લેશો. જોયું ન જોયું કરી એ વિષે કશી પૃચ્છા પણ નહીં કરો. કોઈ એવી કેરીના ભાવ-તાલ પૂછે તો પણ તમે એનો જવાબ દેવાનું ટાળશો. તમારી આ દૃષ્ટિને દાદ આપવી પડે ! આપણી વાત અહીં શરુ થાય છે. સમાજ વચ્ચે રહીએ છીએ એટલે અનેકાનેકને મળવાનું થાય છે. કાર્યવશાત્ વ્યવહાર કરવાનો પણ થાય છે. એવી વ્યક્તિને મળીએ ત્યારે તેમની ઊણપ અને ખામીઓ પણ નજરે ચડે જ છે. હવે નિયમ એવો છે કે તમે જે જુઓ, મનમાં વસાવો તે તમારું બને છે. આપણે તેવા બનવું તો નથી જ, સારાં જ બનવું છે. તો સારું જ જોઈએ અને સારું જ શોધીએ. જેમ કેરીની દુકાનમાં બેસી ગયેલી, ખરાબ અને ડાઘી કેરીની સામે પણ આપણે જોતાં નથી તો તેને હાથમાં લઈ આપણી ઝોળીમાં મૂકવાની તો વાત જ દૂર છે. એમ આપણી દૃષ્ટિને પણ ગુણની પક્ષપાતી બને એમ કેળવવાની છે. ગુણદોષ તો બધે જ હોવાના. એના પ્રત્યે એવો ગાઢ અભિગમ કેળવીએ કે ગુણ દેખાય ને લેવા જેવા લાગે તેનાથી આપણે ગુણસમૃદ્ધ બની રહીએ. She show pl ૩૫ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૬ € 70+10 Tanah કામમાં પરોવાયેલું મન ફળદ્રુપ છે કારણ કે નવરું પડેલું મન નુકસાની નોંતરે છે. સારા કામમાં જોડેલું મન ફળ આપે છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ધુરન્ધરસૂરિ મહારાજના જીવનની કાર્યપદ્ધતિ, આ ઉપર લખી એવી વિચારણા ઉપરની હતી. તેઓ કહેતા અને તે પ્રમાણે જ કરતા. મનને સતત, કોઈ ને કોઈ કામમાં જોડાયેલું, જોતરાયેલું કે પરોવાયેલું રાખતા હતા. કારણ કે નવરું પડેલું મન નુકસાની નોતરે છે. સારા કામમાં જોડેલું મન ફળ આપે છે. જે કાંઈ સારું લખવા-વાંચવાનું મળે એ શાસ્ત્રવચન, શ્લોક, ગાથા હોય તો તે, અથવા ગ્રંથ ઊતારવાનું રાખતા. તેમના અક્ષર સુવાચ્ય હતા –વાંચનારને વશીકરણ કરે તેવા! તેમણે પોતાના આવા અક્ષરોથી બારસા સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર વગેરે ઘણા ગ્રંથો લખ્યા હતા. કેન્સરના વ્યાધિને કારણે રાત્રે ઊંઘ ન આવતી હોય ત્યારે એ શિયાળાની રાતોને પણ કાંઈ ને કાંઈ સર્જન દ્વારા સાર્થક કરી છે. એવી કેટલીય વાતોમાં તેમણે શ્રી ભક્તામર સ્તોત્રની એક-એક ગાથા પર એ ભાવને પ્રગટ કરતાં સ્તવનોની સરળ ગુજરાતીમાં રચના કરી છે. શ્લોક ઉપર મનન ચાલે, એ પરથી રચના કરે અને સાથે તેનું ગીત રચે. ક્યારેક એક શ્લોક પર બે ગીતો પણ રચાયા છે. ત્યા નિશા સર્વ ભૂતાનાં તથાં નીર્તિ સંય . આ ઉક્તિ તેમનામાં સાર્થક થતી દેખાઈ છે. પ્રમાદ જેવો શબ્દ તેમની નજીક પણ આવી શકતો નહીં! મનને શુભ ભાવોથી સતત ભીનું રાખતા. આ કારણથી જ તેઓ વેદનાની અસરથી મુક્ત રહ્યા હતા. ચિત્તને ઊંચે-ઊંચે વિહરવા દઈને ગાઢ સંસ્કારથી એવું રંગ્યું હતું કે એને નવરું ન રાખવું. કોઈ સાથે ચર્ચા ચાલતી હોય ત્યારે નેપથ્યમાં કોઈ નવી રચના ઘડાતી રહેતી હોય જ. મન પરનો આવો વિજય આ સંસ્કારબળે મેળવ્યો હતો. ૩૭ WWW.jainelibrary.org Page #39 -------------------------------------------------------------------------- ________________ Roeural ૩૮ e «re To યે દિન ભી બીત જાયેગા ચિત્ત અકળાઈ ગયું હોય, હવે તો જીવનનો અંત લાવવો સારો --એવા ન ગમતાં વિકલ્પોનાં વાદળો દોડાદોડી કરીને આકરો વાદળિયો તડકો પાથરે ત્યારે આવાં વાક્યોનો પવન વાય અને એ વાદળો વિખરાઈ જાય; ચિદાકાશ ચોખ્ખું થઈ જાય ! કેવી ખૂબી છે ? Page #40 -------------------------------------------------------------------------- ________________ વાક્યોની કેવી ખૂબી હોય છે! કેટલાક વાક્યો તો એવા હોય છે કે જેને કદી ન તો કાટ લાગે, ન તો તે જૂનાં થાય! ક્યારેય આઉટ ઑફ ડેટ ન થાય! ક્યારેય અપ્રસ્તુત ન લાગે. એમાંથી ભિન્ન-ભિન્ન રસ ઝર્યા જ કરે ! ચિત્ત અકળાઈ ગયું હોય, હવે તો જીવનનો અંત લાવવો સારો --એવા ન ગમતાં વિકલ્પોનાં વાદળો દોડાદોડી કરીને આકરો વાદળિયો તડકો પાથરે ત્યારે આવાં વાક્યોનો પવન વાય અને એ વાદળો વિખરાઈ જાય; ચિદાકાશ ચોખ્ખું થઈ જાય! કેવી ખૂબી છે? ડાયાબિટીસ કે હાર્ટ-ડિસીઝવાળા જેમ ખિસ્સામાં લાઈફ-સેવિંગ દવાઓ રાખતા હોય છે તેમ, નાનાં નાનાં કાર્ડ બનાવીને આવા વાક્યો પાકિટમાં, ગજવામાં રાખી મૂકવા જેવા છે. કોઈની સંપત્તિ જોઈ મન ચચરાવા લાગ્યું. મનમાં સંતાપ શરુ થયો કે તરત કાર્ડ કાઢી વાંચ્યું. મારું પુણ્ય જાગશે તો મને પણ એવું જ મળશે. ભલે એ સુખી થાય. એ કાર્ડને સહારે મનનો બળાપો ગાયબ! અણગમતું થયું? કોઈ પર ગુસ્સો આવ્યો? કાર્ડ કાઢ્યું: सव्वे जीवा कम्मवसा। ગુસ્સાનું કેન્દ્ર બદલાઈ જશે. વ્યક્તિ મટીને કર્મ નિશાન બનશે. જીતી ગયા! શરીરમાં રોગ દેખાયો... અરે ! અહીં તો રુવે-રુવે રોગ ભર્યા પડ્યા છે. એમાંથી એક-બે જ દેખાયા. કાર્ડ મદદે આવશે જે આવ્યું તે જવા માટે. લઘુતાગ્રન્થિનો શિકાર બન્યા. હું દીન છું, હીન છું. અરે ! હું તો ઉત્તમ શરીર-સંપત્તિનો માલિક છું. મારા જન્મથી માતા-પિતા-પરિવાર ખુશખુશાલ હતા. કાર્ડ કાઢ્યું. વાંચ્યું: उजाले अपनी यादों का हमारे साथ रहने दो। न जाने किस गलीमें शाम ढल जाये॥ આ ઉત્તમ સલાહ છે. મોં સદાય સ્મિત મઢેલું રાખવું હોય તો આ ટ્રિક અજમાવવાથી મોં પરની પ્રસન્નતા પણ જળવાઈ રહેશે. તો શરુ કરીએ આવા નાનાં નાનાં કાર્ડ રાખવાનું..... = ૩૯ Page #41 -------------------------------------------------------------------------- ________________ ONTAR ૪૦ ગાળો ગ્રન્થ ૨ ઘણીવાર તો આપણે માન્યતાને શ્રદ્ધા માનીને ચાલતા હોઇએ છીએ. માન્યતા અને શ્રદ્ધામાં આભાસી સમાનતા છે. વાસ્તવમાં આસોપાલવના પાંદડા અને અશોકવૃક્ષના પાંદડામાં જે તફાવત છે તેવો જ ભેદ માન્યતા અને શ્રદ્ધામાં છે. એટલે તો શ્રદ્ધાને પરમ દુર્લભ કહી છે. સદ્ધા પરમ દુલ્હા અશોક આ વૃક્ષની છાયામાં બેસનાર લડાકુ સ્વભાવનો હોય તે પણ શાંત બની જાય. અશોકના પાંદડાના તોરણ જે ઘરના બારણે હોય તે ઘરમાં શોક ન આવે. આસોપાલવ આ વૃક્ષ પુષ્કળ ગરમી ફેલાવે તથા આજુબાજુના વૃક્ષના મૂળમાંથી પાણી ખેંચી લે વળી છાંયો પણ ન આપે. Page #42 -------------------------------------------------------------------------- ________________ આ વાક્ય શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનું છે. આગમ ગ્રંથોના શબ્દો અર્થથી ઉભરાતા હોય છે. એ જ ઉત્તરાધ્યયનમાં મનુષ્યભવ વગેરે ચાર ચીજોની દુર્લભતાની વાત કરી છે. ત્યાં શ્રદ્ધાને પરમ દુર્લભ કહી છે. આમાં રહસ્ય છે. માણસ પોતાના જીવન વ્યવહારમાં કોઈ વસ્તુ પોતાની પાસે ન હોય અને જરૂરત હોય ઉછીનું કોઈ પાસેથી લઇને વ્યવહાર સાચવી લે છે. યાવતું પરખશક્તિ, બુદ્ધિ સુદ્ધાં કોઈકની લીધેલી આપણને ખપમાં આવે છે પણ શ્રદ્ધા! શ્રદ્ધા ક્યારે પણ કોઈની ઉછીની કામ લાગતી નથી, તે તો પોતાની જ હોવી જોઇએ. એ જેટલી હોય તેટલું ફળ મળે. શ્રદ્ધા અંતરંગ બળ છે. સૂકમબળ છે. અંદરની ભોંયમાંથી જ ઉગે છે. ઉગ્યા પછી તેની માવજત કરવાની હોય છે. શ્રદ્ધાને ગૂંગળાવી નાંખનારા છે ભ્રમણા- વહેમ- શંકા- અધૂરી સમજણ. તેનાથી સતત સાવધ રહેવાનું છે. આપણને શ્રદ્ધાની તાકાતનો પરિચય નથી. જેને પરચાં મળ્યા છે તે ક્યારે પણ ચલિત થતાં નથી અને દુનિયાને અચંબો થાય તેવું તે પામે છે. તમે નહીં માનો પણ શેત્રુંજી નદીના પાણીથી દીવા પેટાયાના દાખલા આજના છે. જે જગ્યાએથી પાણી લઈને દીવા કર્યા તે વહેતી શેત્રુંજી નદીની જગ્યા અમે જોઈ છે અને પ્રગટેલા દીવાના જે સાક્ષી હતા તે જેઠા ભરવાડે એ પાણીની સાક્ષીએ અમને આ સમાચાર આપ્યા હતા. એ શું હશે ! એ પ્રશ્નનો ઉત્તર એટલે જ શ્રદ્ધા. આ શ્રદ્ધા દુર્લભ છે, તેવું કહેતાં સંતોષ નથી થતો માટે પરમ દુર્લભ કહી છે. આ પરમ દુર્લભ શ્રદ્ધા આપણને મળો. 1 ૪૧ Page #43 -------------------------------------------------------------------------- ________________ MOSTOL ૪૨ પાઠશાળ ગ્રન્થ ૨ હિરભદ્ર પુરોહિતનું અભિમાન હો ! વર્ષના પ્રારંભે ચોપડામાં લખવાનો મંગળ રિવાજ છે. શાલિભદ્રની ઋદ્ધિ સિદ્ધિ મળજો’ -- એવું લખાય છે. પ્રાણલાલ પટેલ Page #44 -------------------------------------------------------------------------- ________________ વર્ષના પ્રારંભે ચોપડામાં લખવાનો મંગળ રિવાજ છે. “શાલિભદ્રની ઋદ્ધિ સિદ્ધિ મળજો' -- એવું લખાય છે. આ વાક્યથી શરૂ થયેલી યાદી ઠીક ઠીક લાંબી હોય છે. આ યાદી જોઈને એના લખનારા પણ જોયા છે. વર્ષે વર્ષે નવું વર્ષ આવે, નવા ચોપડા લખાય. આ યાદી લખનાર પ્રાયઃ એવા ને એવા જ રહે છે ! કદાચ વ્યાપાર-વણજની કુનેહથી અને પ્રારબ્ધથી સમૃદ્ધિવાનું પણ બને છે તો પણ યાદીના આ લખાણને જસ આપવાનું સૂઝતું નથી. મને એક વિચાર આવે છે. આમ, યાદી લખી જવાથી ગુણ આવતા નથી. દોષ પણ દૂર જતાં નથી. તો, જે ગુણ પ્રગટાવવામાં નિમિત્ત બનાવી શકાય છે તેની જ માગણી કેમ ન કરવી? આપણા શ્રી સંઘમાં હરિભદ્રસૂરિ મહારાજ સુપ્રસિદ્ધ છે. તેઓનો અહંતુ શાસનમાં પ્રવેશ થયો તેમાં નિમિત્ત તેઓનું અભિમાન બન્યું છે! આપણામાં અભિમાન તો છે જ અને આ ભવમાં એ કાંઈ જાય તેમ છે નહીં! તો તે પરિશુદ્ધ અને પ્રામાણિક બને તો કાંઈક આત્મિક લાભ તરફ જીવનનો વળાંક આવે. હરિભદ્ર પુરોહિતના પ્રામાણિક અભિમાનની વાત જાણીતી છે: “જે કોઈ શ્લોક સંસ્કૃત-પ્રાકૃતમાં હોય અને હું ન સમજું તે મને જે સમજાવે તેનો હું શિષ્ય બનું.” --આ પ્રકારનું અભિમાન તેમને હતું. પરંતુ તે પ્રામાણિક હતું. મને તો તે અભિમાનનું કુળ ઇન્દ્રભૂતિના અભિમાનના કુળના જેવું લાગ્યું. આવા ગુણમાં પરિણમે તેવા કુળનું અભિમાન જેવું આપણું અભિમાન બને તો તે ઈચ્છવા જોગ છે. ઇન્દ્રભૂતિના માનના શિખરની લગોલગ તેની ઓથમાં સરળતા છૂપાયેલી હતી. ઇન્દ્રભૂતિના અભિમાનનું સ્વરૂપ તો જુઓ! “મારા મનમાં રહેલા સંશયને, (માત્ર સંશયને, તેના નિરાકરણને નહીં) કહી આપે તો માનું કે આ સર્વજ્ઞ છે.” અને જેવા પ્રભુ મહાવીર મહારાજાએ કહ્યું: “શું તને જીવનો સંશય છે !” ત્યાં તો ઇન્દ્રભૂતિ, પ્રભુ મહાવીરના દાસ બની ગયા. પ્રભુએ તો કહ્યું કે વેદપદના અર્થને સમ્યગુ રીતે કેમ વિચારતા નથી ! તમારે વિજ્ઞાન ધન એ પદનો અર્થ આત્મા નહીં પરંતુ જ્ઞાનનો ઉપયોગ કરવાનો છે. આ સ્પષ્ટીકરણ માત્રથી ઇન્દ્રભૂતિ ગૌતમસ્વામી બની ગયા ! દશાર્ણભદ્ર રાજાની પણ અભિમાનની બાબતમાં ખૂબ જાણીતી ઘટના છે. આપણા દોષો પણ ગુણને જન્માવી શકે તેમ છે. એ ઓછા આનંદની વાત છે? આવો આનંદ સર્વત્ર હો! ૪૩ Page #45 -------------------------------------------------------------------------- ________________ જ જ વિકાસ સૂત્રનો પાઠ કરીએ LI[LI[ ગ્રન્થ ૨ | મફતલાલ દૂધિયા પંચ સૂત્ર (પ્રથમ), ચઉસરણ પયનો, વીતરાગ સ્તોત્ર સત્તરમો પ્રકાશ ઉપયોગી છે. પુણ્ય પ્રકાશ સ્તવન પણ ઉપયોગી છે. આ સૂત્રોના પાઠથી દુર્ગુણો ઘટે અને આત્માના ગુણો પ્રગટે; દુઃખ દૂર થાય અને સુખ સંમુખ આવે. પાપ પાતળું પડે અને પુણ્ય પ્રકાશિત થાય. Page #46 -------------------------------------------------------------------------- ________________ આપણે ત્યાં પ્રચલિત જે સૂત્રો છે તેને કંઠસ્થ કરવાની પ્રથા છે. આ પ્રથા ખરેખર પ્રશંસા કરવા લાયક છે. એ સૂત્રોને આપણી સમજ મુજબ ત્રણ ભાગમાં વહેંચીને વિચારી શકાય. એક છે આચાર સૂત્રો. જે રોજિંદી ધર્મ ક્રિયા કરવાની હોય છે, જેવી કે, ગુરુવંદન, ચૈત્યવંદન, સામાયિક અને બંને ટંકના પ્રતિક્રમણ, તે તે ધર્મ ક્રિયા વિધિમાં ખપમાં આવતાં સૂત્રો ઉચ્ચારની શુદ્ધિપૂર્વક કંઠસ્થ કરવા. સૂત્રો કંઠસ્થ કરવાની પ્રણાલિકા છે તેમાં શુદ્ધિની બાબતે ઘણી કાળજી જરૂરી છે. પછી આવે છે વિચાર સૂત્રો. નવ તત્ત્વ, જીવ વિચાર, તત્ત્વાર્થાધિગમ સૂત્ર --આ બધામાં અહંતુ શાસનમાં જે રીતે જગત સંબંધી જીવ સંબંધી વિચારો કરવામાં આવ્યા છે તેનું નિરૂપણ છે. તે બધા સૂત્રો આચાર સૂત્રો પછીના ક્રમે કંઠસ્થ કરવામાં આવે છે. તેના અર્થ પણ કરવામાં આવે છે. તે દિશામાં પણ ઠીક ઠીક પ્રગતિ સાધવામાં આવે છે. તે વિષયના અન્ય દાર્શનિક પ્રવાહો સાથે તુલનાત્મક અધ્યયન સુધી પહોંચાય તે જરૂરી છે. આ બે વિભાગમાં જે સૂત્રો આવે છે તે બહુ જાણીતી વાત છે. પછી વાત આવે છે વિકાસ સૂત્રોની. આ વાત સંઘમાં બહુ પ્રચલિત નથી. આ વિકાસ સૂત્રમાં આત્માના વિકાસ પ્રક્રિયાની વાત આવે છે. દુર્ગુણો, દૂષણો, દોષોથી આત્મા લેપાયેલો છે. તેને કાઢીએ તો જ આત્માની ઢંકાયેલી શક્તિ પ્રગટ થાય. તે માટે પંચ સૂત્ર (પ્રથમ), ચઉસરણ પયગ્નો, વીતરાગ સ્તોત્ર સત્તરમો પ્રકાશ ઉપયોગી છે. આ સૂત્રોની ભાષા પ્રાકૃત-સંસ્કૃત હોઈ, તેની ફાવટ ન હોય તો તેવા અભ્યાસુઓ માટે ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ રચિત પુણ્ય પ્રકાશ સ્તવન ઉપયોગી છે. આ સામગ્રી વિકાસ સૂત્રોની છે. આ સૂત્રોના પાઠથી દુર્ગુણો ઘટે અને આત્માના ગુણો પ્રગટે; દુઃખ દૂર થાય અને સુખ સંમુખ આવે પાપ પાતળું પડે અને પુણ્ય પ્રકાશિત થાય. સરવાળે આત્માનો વિકાસ થાય. આ માટે રોજ રોજ એકાદ વાર તો ઉપર જણાવ્યા તે વિકાસ સૂત્રોમાંથી કોઈ પણ એકનો પાઠ કરવો જ જોઈએ. આત્માના ઊર્ધીકરણ માટે આ પાપોને નિંદવાની, જગતનાં તમામ ઉત્તમ કાર્યની પ્રશંસા કરવાની અને વિશ્વના ઉત્તમ સાર સ્વરૂપ તત્ત્વોના શરણે જવાની પ્રક્રિયા શ્રેષ્ઠ ઉપકારક ઉપાય છે. તેના નિત્ય પાઠથી હળવાશનો અનુભવ થશે. ઉજાસ જણાશે. હવેથી જે માફક આવે તે વિકાસ સૂત્રનો પાઠ કરીએ. v ૪૫ WWW.jainelibrary.org Page #47 -------------------------------------------------------------------------- ________________ '/ /// ૪૬ ધર્મનું ફળ : વૃત્તિ વિજય WILDILOT ગ્રન્થ ર i (i)))) કામ, ક્રોધ, માન, મદ, માયા, લોભ -આ છયે વૃત્તિઓ તો નાનું નિમિત્ત મળતાં જાગી જાય છે ! આપણો કબજો લઈ લે છે. આપણે પણ એને તાબે થઈ જઈએ છીએ. Page #48 -------------------------------------------------------------------------- ________________ વીતેલા ભવોના ગાઢતર સંસ્કારોએ સંશાનું રૂપ લીધું છે. તે સંસ્કારો દોષરૂ૫ છે તેવું ક્યારે પણ લાગ્યું ન હતું. આ ભવમાં પ્રભુના વચનનાં અજવાળે પરખાયું કે આ પરિપુ જેને કહેવાય છે તે આ, કામ, ક્રોધ, માન, મદ, માયા, લોભ-આછયે વૃત્તિઓ તો નાનું નિમિત્ત મળતાં જાગી જાય છે ! આપણો કબજો લઈ લે છે. આપણે પણ એને તાબે થઈ જઈએ છીએ. અરે! એ ક્ષણોમાં આપણે તે દોષમય થઈએ છીએ. મનમાં દોષ છવાઈ જાય છે અને મનમાં તેનાં જ દર્શન થાય છે, શરીરના અંગ-પ્રત્યંગમાં તેનાં જ દર્શન થાય છે. આવા જોરૂકાદોષને કાબૂમાં લેવાનું ઘણું અઘરું છે. મુશ્કેલ કામ છે; એકલે હાથે ન થાય તે માટે જેઓએ આ અશુભવૃત્તિઓને જીતી લીધી છે તેવા મોટા પુરુષોને શરણે જવાથી, કદાચ જીતવાનું બને કેન બને, કાબુમાં તો લઈ શકાય જ. ઝેરથી ભરેલાં સાપને મદારી જેમ કાબૂમાં રાખે છે તેમ બની શકે તે માટે, અશુભવૃત્તિઓનાં વિજેતાની મદદ માંગીએ, તેમની સહાયથી પણ આ પરિપુ પર કાબૂ આવી શકે તેમ છે. તેમની સહાય દર પળે મળી શકે તેમ છે. ધર્મની તમામે તમામ આચરણા આ છ વૃત્તિના વિજય માટે જ કરવાની છે. ધર્મમાં આ તાકત છે. તેનાં દર્શન, વિતેલા કાળમાં અને વર્તમાન કાળમાં અનેક ઉત્તમ જીવોના ચરિતમાંથી જાણી શકાય છે. જરાસંધ રાજાએ વાસુદેવના સૈન્યને જરા નામની વિદ્યાના પ્રભાવે ઘરડું બનાવ્યું હતું ત્યારે તેમાંથી મુક્ત કરવા માટે કૃષ્ણ મહારાજાએ, નેમિકુમારની મદદ માંગી હતી. નેમિકુમારની દોરવણીથી પ્રભુ પાર્શ્વનાથની પ્રતિમાની પ્રાપ્તિ અને તેના અભિષેક-જળથી સૈન્યને જરા-મુક્ત કરી શકાયું હતું તેમ આપણાં અંતરંગ દોષના બીજને બાળવાવીર પ્રભુનો સહારો માંગીએ અને તેને કાબૂમાં લઈએ વિજેતા બની રહીએ.. ૪૭ Page #49 -------------------------------------------------------------------------- ________________ 9713 ४८ પાઠશાળા ગ્રન્થ ૨ TYOURS Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ પ્રાર્થના 中獎 હા ગ્રન્થ ૨ ૪૯ Page #51 -------------------------------------------------------------------------- ________________ આગમ – “પંચાંગીને પ્રણામ પ૦ આજથી અઢી હજાર વર્ષ પૂર્વે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા સમવસરણમાં બેસીને જે ઉપદેશવચનો કહેતા હતા તે વચનોને શ્રી ગૌતમસ્વામી અને અન્ય શિષ્યોએ સારી રીતે ગ્રહણ કરી તે જ દિવસે સુપેરે પોતાની બુદ્ધિના બળે ગૂંથી લઈને અન્ય સ્થવિર મુનિઓને આપતા હતા. મહાવીર પ્રભુવિવિધ જીવોની યોગ્યતા અનુસાર સહજ રીતે કે પછી પ્રશ્નોના ઉત્તર સ્વરૂપે --એમ બે રીતે દેશના ફરમાવતા હતા. ભગવાનની આ કલ્યાણકારી સમ્યફવાણીથી અસંખ્ય જીવોનું અજ્ઞાન ટળ્યું છે. જગતના તમામ દુઃખોનું, તમામ અપરાધભાવોનું મૂળ અજ્ઞાનમાં રહ્યું છે. કોઈ વસ્તુ વિશેની કેવળ માહિતી કે જાણકારી એ કાંઈ જ્ઞાન નથી. ઘર્મના ક્ષેત્રમાં કેવળ માહિતીનું કોઈ મૂલ્ય નથી, કે જીવનવિકાસમાં કોઈ મહત્ત્વ નથી. એથી જ સમજદાર માણસોએ પોતાનાં સમય અને શક્તિ કેવળ માહિતીજ્ઞાન માટે વાપરવા જેવા નથી. સાચું જ્ઞાન તે છે જેમાં આત્મહિત અને આત્મકલ્યાણ સમાયેલું હોય. સાચું જ્ઞાન તે છે જે મનોજગતને અને ભાવજગતના શુભ પંથે લઈ જનારું હોય. કહેવાયું છે કે – शुभाशुभाभ्यां मार्गाभ्यां वहन्ती वासना सरित्। પૌરુષે પ્રયત્નેન યોગનીયા જીજે fથ I (યોગવાસિષ્ઠ) જેમ વેપારી એના ચોપડામાં રોજરોજના હિસાબ રાખે છે તેમ માણસે રોજરોજ વિતાવેલી ક્ષણોનો હિસાબ રાખવાનો છે. દિવસને અંતે, વિતાવેલી ક્ષણો પ્રત્યે પુનરાવલોકન કરીશું તો ખ્યાલ આવશે કે દિવસનો કેટલો બધો સમય નકામાં અને ફાલતું કામોમાં આપણે બરબાદ કરી નાખીએ છીએ! ભૂતકાળમાં નજર નાખો - સમવસરણમાં વહેતી ભગવાનની વાણીને ગણધરોએ સૂત્રબદ્ધ કરી. આ સૂત્રપાઠોને કંઠસ્થ કરવાની આપણે Page #52 -------------------------------------------------------------------------- ________________ ત્યાં કેવી ભવ્ય પરંપરા હતી! સાધુભગવંતો આ સૂત્રોના સ્વાધ્યાય કરતા. તેઓ એ સૂત્રોને પૂર્વનુપૂર્વી અને પશ્ચાનુપૂર્વી ક્રમથી કંઠસ્થ કરતા. આરંભથી અંત સુધી અને ઉલટા ક્રમે અંતથી આરંભ સુધી એ સૂત્રોના પદો, વર્ણો ક્રમશઃ કડકડાટ બોલી શકતા. ભગવાનની વાણી પ્રત્યે કેવી શ્રદ્ધા! કેવી લગન ! કેવી એકગ્રતાથી આ કામ ચાલતું હશે ! ૯૮૦ વર્ષ સુધી આ પરંપરા ચાલી. વાચના-પૃચ્છા-પરાવર્તના-અનુપ્રેક્ષા અને પછી ધર્મકથા એ આ સાધુ ભગવંતોનો સ્વાધ્યાયક્રમ હતો. પરંતુ જેમ જેમ સાધનો વધતા ગયા તેમ તેમ આપણી બુદ્ધિ, સૂત્રો કંઠસ્થ કરવાની સ્મરણશક્તિ શિથિલ થતી ગઈ. ક્યારેક જૂનું યાદ રહી જાય ને કાલે ભોજનમાં શું જમેલા એ પણ વીસરાઈ જાય ! આ સાધુ ભગવંતો માત્ર સ્વાધ્યાય કરે એમ પણ નહીં, પહેલાં સ્વાધ્યાય પછી ધ્યાન! કાયપ્રવૃત્તિથી સંપૂર્ણ નિવૃત્ત થઈ આત્મભાવમાં લીન થવું તે ધ્યાન. “શ્રી આચારાંગ'માં જણાવ્યા પ્રમાણે ભગવાન મહાવીર ઉદ્યાનોમાં વિચરતા. માસક્ષમણથી માંડીને છટ્ટ - અટ્ટમનાં તપ તો ચાલતાં જ હોય. જરૂર પડે ત્યારે નજીકના ગામમાં ગોચરીએ જઈ ભિક્ષા લેતા, જેને “અત્ત પ્રાન્ત’ ભિક્ષા કહે છે. કોઈપણ જીવને લગીરે ય પરિતાપ ન પમાડવો એ એમનો પહેલો સિદ્ધાંત હતો. કબૂતર કે ખિસકોલી જેવા જીવો પોતાના પગરવથી પણ રખેને વ્યથિત થાય એની પ્રભુજી સાવધાની રાખતા. હા, તો ગણધરો એ ભગવાનની જે વાણી સૂત્રબદ્ધ કરી તે આપણા આગમગ્રંથોમાં સચવાઈ છે. જેમ કે આચારાંગનો આરંભ, ભગવાને કહેલી અને પોતે સાંભળેલી વાણી સુધર્માસ્વામી ગણધર એમના શિષ્ય જંબૂસ્વામીને કહેતા હોય એ રીતે થાય છે. આમ આગમો આપણા જૈન દર્શનનો મુખ્ય આધારસ્રોત છે. આગળ જણાવ્યું તેમ, આ આગમો સદીઓ સુધી કંઠસ્થ પરંપરાએ જળવાયા હતા. એ સૂત્રોને લિપિબદ્ધ કરી શકાય નહીં. બૃહતુકલ્પ ભાષ્ય'ની મૂળગાથામાં ગાથા લખવાનું પ્રાયશ્ચિત દર્શાવાયું છે. બધા આચાર્યોઆગમો લખવાની ના” કહેતા ત્યારે શ્રી દેવદ્ધિ ગણિ શ્રમણે એ બીડું ઝડપ્યું. એમણે કહ્યું કે, “બધું પાપ મારે માથે.” આ પછી આગમો લખાવા માંડ્યા! ૫૧ Page #53 -------------------------------------------------------------------------- ________________ - ૫૨ આ આગમોમાં અત્યંત સઘન અને સંક્ષિપ્ત રીતે ગૂંથાયેલાં જિનવચનોનો અર્થબોધ થવો સરળ ન હતો. સૂત્રોના પદો, એની પરિભાષા, એનો અન્વય ઝીણવટથી પામી શકાય તે માટે એ સૂત્રો ઉપર નિર્યુક્તિઓ રચાઈ. આ નિર્યુક્તિઓ પદ્યબદ્ધ રચનાઓ હતી. શ્રી ભદ્રબાહુસ્વામીએ આવી અનેક નિર્યુક્તિઓની રચના કરીને આપણા પર મોટો ઉપકાર કર્યો છે. “ઓઘનિર્યુક્તિ', પિડનિર્યુક્તિ એ આખેઆખી આવી નિર્યુક્તિ રચનાઓ છે. આવી રચનાઓમાં શબ્દના વર્ગોને છૂટા પાડીને શબ્દાર્થ અને વ્યુત્પત્તિ દ્વારા શબ્દનો અર્થબોધ કરાવાતો. જેમકે વારિત્ર શબ્દ લઈએઃ વય એટલે સંચય. વિત્ત એટલે ખાલી. જે જે યોગ દ્વારા નિર્જરા થાય છે તે સંબંધી યોગ તે ચારિત્ર. સાધુભગવંતો માટે “સર્વચારિત્ર' અને ગૃહસ્થો માટે દેશચારિત્ર'. મૂળસૂત્ર અને નિયુક્તિ બન્નેના સહયોગથી ‘ભાષ્ય લખાયાં. દા.ત. “વિશેષાવશ્યક ભાષ્ય.’ આ “ભાષ્ય' રચનાઓ સુધી પઘવ્યવસ્થા જળવાઈ. પછી સમય જતાં નિર્યુક્તિ’ અને ‘ભાષ્ય બને પદ્ય હોવાથી એકમેક થઈ ગયાં. ‘ભાષ્યની પણ શબ્દના અર્થોઘાટનમાં વિશિષ્ટ કામગીરી રહેતી. જેમ કે ચાડીચૂગલીના અર્થમાં વપરાતો “પૈશુન્ય' શબ્દ આ રીતે વ્યુત્પન્ન થતો દર્શાવાયઃ પેમથુન ! વેણુને એટલે પ્રેમશૂન્યતા. અને આવી પ્રેમશૂન્યતાને લઈને ચાડી ચૂગલી થાય. સૂત્ર - નિયુક્તિ - ભાષ્ય પછી “ચૂર્ણિઓ લખાઈ. “ચૂર્ણિમાં મૂળ ગ્રંથનું સમગ્રતયા વિવરણ નથી હોતું; પણ શિષ્યને મૂળગ્રંથનો સ્વાધ્યાય કરતાં જે જે ન સમજાયું હોય તેની સમજ આપવા માટે ગુરુએ જે કહ્યું હોય, લખ્યું હોય તે “શૂર્ણિ” કહેવાઈ. આમ “ચૂર્ણિમાં સમજાઈ ગયેલા પદાર્થોને બાકાત રાખીને મૂળગ્રંથની આંશિક કે ખપ પૂરતી જ સમજ હોય. દશવૈકાલિક સૂત્ર' પર સ્થવિર અગત્યસિંહની ચૂર્ણિ કે “નંદીસૂત્ર' પર જિનદાસગણિ ગ્રંથોના અવતરણો - સુભાષિતોને પણ છૂટથી ઉપયોગમાં લે અને એ રીતે ધર્મગ્રંથોનાં રહસ્યો -મર્મોને ઉઘાટિત કરી સમજાવે. શ્રી હરિભદ્રસૂરિ મહારાજ, શ્રી શીલંકાચાર્યજી, શ્રી અભયદેવસૂરિ મહારાજ, શ્રી મલયગિરિ મહારાજ જાણીતા વૃત્તિકારો છે. આ સૂત્ર - નિર્યુક્તિ - ભાષ્ય - ચૂર્ણિ - વૃત્તિ એ Page #54 -------------------------------------------------------------------------- ________________ પાંચ પ્રકારના ગ્રંથોને આપણે પંચાંગી' તરીકે ઓળખીએ છીએ. શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણના ૯૯૩ વર્ષે એ લેખનકાર્ય પૂર્ણ થયું ત્યારે વલભી એક સમૃદ્ધ નગર હતું. ચમારડી, ચોગઠ, આનંદપર, પચ્છેગામ સુધી એનો વિસ્તાર હતો. એક સમયે દરિયો છેક વલભીપુરની પાસે હતો. આજે તે ખસીને ૩૦ કી.મી. દૂર ચાલ્યો ગયો છે. આ વલભીપુરથી ૧૦ કી.મી. દૂર આવેલા આનંદપર ગામમાં સર્વ પ્રથમ શ્રી કલ્પસૂત્ર સંઘ સમક્ષ વાંચવામાં આવ્યું. આ રીતે આગમગ્રંથોની જે વાચના થઈ તે વલભીવાચના તરીકે ઓળખાય છે. ધીમે ધીમે પડતો કાળ શરુ થાય છે. બળ, વીર્ય, વૈર્ય, સ્મૃતિ, શક્તિ બધાનો જાણે કે હ્રાસ થતો આવે છે. મનુષ્યનું સમગ્ર “સ્ટ્રક્વર' જાણે કે ક્ષીણ થતું જાય છે. બુદ્ધિના બાહ્ય ઉપકરણો વધ્યાં છે પણ હૃદયના સાધનો અલભ્ય છે. આપણી પાસે સુંદર મજાના શબ્દો છે પણ હૃદયની ભાવધારા શોષાતી ગઈ છે. નજીકના સમયમાં મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ, ગુરુજી શ્રી ચતુરવિજયજી મહારાજ અને પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજની ત્રિપુટીએ હસ્તપ્રતો ઉપર ઘણું સંશોધનાત્મક કામ કર્યું છે. એ જ રીતે સાગરજી મહારાજે પણ આગમવાચના અંગે ઘનિષ્ઠ કામ કર્યું છે. આજે શ્રી જંબૂવિજયજી મહારાજ વૃદ્ધાવસ્થામાં પણ આગમગ્રંથોના સંશોધન-સંપાદનના કામોમાં સતત વ્યસ્ત રહે છે. પાલિતાણાના આગમમંદિરમાં આરસ ઉપર તમામ આગમસૂત્રો કોતરવામાં આવ્યા છે. આગમપૂજા ભણાવવા દ્વારા આજે ગૃહસ્થવર્ગને યત્કિંચિત આગમગ્રંથોના પરિચયની દિશામાં વાળી શકાય એમ છે. શ્રમણ ભગવાન મહાવીરે પોતાની ઉપદેશવાણીમાં કોઈને ઉદેશીને સીધું એમ કહ્યું નથી કે “તું આમ કર.” એમણે તો અંતિમલક્ય મુકામ અને એ મુકામે પહોંચવાનો માર્ગ બતાવ્યો. “આ રસ્તે અહીં જવાશે ને તે રસ્તે ત્યાં જવાશે” એમ ચીંધી આપ્યું. હવે કયા મુકામે પહોંચવું છે ને કયો માર્ગ અનુસરવો છે એ ભાવકે નક્કી કરવાનું છે. પ્રભુ કરતાં યે પ્રભુની વાણી વધારે સૂમ છે. એ સૂક્ષ્મ જિનવાણીના મર્મને ગ્રહવા માટે સાચી શ્રદ્ધા અને સાચી સક્રિયતા કેળવવા પડે. પરાવાણી હંમેશા કાળથી પર હોય છે. એને આત્મસાત્ કરવા સાચી જ્ઞાન દષ્ટિ જોઈએ. એ દષ્ટિ દ્વારા સાચી જ્ઞાનદશા આપણને પ્રાપ્ત થાઓ. . ૫૩. Page #55 -------------------------------------------------------------------------- ________________ - ૫૪ सज्जन जन को नेहरो, भाल सरी की माल। ज्यों ज्यों होय पुरातनी, त्यों त्यों गन्ध विशाल ॥१॥ સુભાષિતમ્ Ĉ 2016 19123h સુગંધી ફૂલ ઘણાં પ્રકારના આવે છે. એમાં કદમાં સાવ નાનું હોવા છતાં મદીલી અને મોહક સુગંધ વેરતાં બોરસલીનાં ઝીણાં ઝીણાં ફૂલની વાત અનેરી છે, એની જાત જુદેરી છે. બોરસલીના આ ફૂલોમાં કુદરતી રીતે જ મધ્યમાં છિદ્ર હોય છે. જાણે કે કુદરતે એને વિંધ્યા કે બાંધ્યા વિના માળા બનાવવાના ઇરાદે જ એમ ન કર્યું હોય ! અહીં આ સુભાષિતમાં આ ફૂલની વાત સાથે મહત્ત્વની વાત ગૂંથી છે. સજ્જન પુરુષોનો સ્નેહ કોના જેવો ? તો કહે કે બોરસલીના ફૂલની માળા જેવો ! જેમ જેમ વર્ષો વીતતાં જાય તેમ તેમ એ ફૂલની માળાની સુગંધ તીવ્ર આવે. ૧૦ વર્ષ જૂની ફૂલમાળા અમે જોઈ છે, એમાંથી પુષ્કળ પમરાટ ફેલાઈ રહ્યો હતો. સજ્જનોના સ્નેહાળ સંબંધની વાત જ નીરાળી છે. પાન, કળીઓ તથા ફૂલ સાથે બોરસલીની ડાળી Page #56 -------------------------------------------------------------------------- ________________ મનન LUCI ગ્રન્થ ર. પપ અજંતા-ગુફાનું ભીંતચિત્ર www.jainelibraryong ITI Page #57 -------------------------------------------------------------------------- ________________ - ૫૬ મનુષ્ય જન્મ ઉત્ક્રાંતિ માટે છે વ્યથા ઠાલવવા જ આ લખું છું. આજે એમ થયું કે મારા મનની વ્યથા તમને વહેંચું. વાત તો તમે બધા જાણો છો તે જ છે. આજના આ સમયમાં ચોતરફ ફેલાયેલા આ મીડિયા -વર્તમાન પત્રો, ટી. વી.નું ધ્યેય અને પ્રયોજન તો પ્રજાની ચેતનાના ઉત્થાન માટેનું હોવું જોઈએ એમ માનવું ગમે છે પણ.. પરિસ્થિતિ વિપરીત જણાય છે. જો એવું ઉદ્દાત ધ્યેય હોય તો આવા જબરજસ્ત માધ્યમ દ્વારા પ્રજાની નોંધપાત્ર સેવા થઈ શકી હોત. હવે તો મીડિયા જ શિક્ષણનો સબળ સ્રોત બન્યો છે. એ ઉત્થાનનું કારણ બની શકે છે. વાસ્તવમાં એ પતનનું કારણ બન્યું છે. બાળકને એના માતા-પિતા અને કુટુંબ પરિવાર દ્વારા સંસ્કાર ઘડતરનું વાતાવરણ મળતું હતું એનાથી એના જીવનનું ઘડતર શરુ થતું હતું. બાળપણમાં એ વાવેતર થતું હતું તે લગભગ જિંદગીના છેડા સુધી પોષણ આપ્યા કરતું હતું. એ સ્રોત હવે જાણે ભૂતકાળની ઘટના બની ગઈ છે! બાળપણની એ અવસ્થા શાહીચૂસ (બ્લોટીંગ પેપર) જેવી હોય છે. એ વયે એને જે મળે, જ્યાંથી મળે તે ગ્રહણ કરી લે છે. સંસ્કૃતમાં એ અંગે કહેવત છે: વનવે મનને નગ્ન સંસ્કારો નાથા ભવેતા “નવા વાસણમાં લાગ્યા રંગ-ગંધ સદા રહ્યા” ચિત્તમાં કોઈ પણ દશ્યની છબિ ખેંચાઈ, તે નીકળે તો નીકળે પણ જો રહી જાય તો તે સદાકાળ રહી જાય. આવા કુમળા માનસમાં ટી. વી.ના દશ્યો અને છાપાંના શબ્દો વવાઈ જાય તેથી તેનું માનસ કેવું ઘડાય? ટી. વી.ની સિરિયલો કે એની સંગીત ચેનલોના રીમિક્ષ ગીતોનાં દશ્યો કેવા ઇરાદાથી દેખાડાતા હશે? અને છાપાં તો કામુકતાને ઉત્તેજે, હિંસક ભાવોને બહેકાવે તેવું જ એના એક-એક પાને છાપે છે. એમાં છપાતાં WWW.jainelibrary.org Page #58 -------------------------------------------------------------------------- ________________ અક્ષર-અક્ષરનું કામ જાણે વાચકને પશુતા તરફ લઈ જવાનું હોય તેમ લાગે! અરે ભાઈ ! માણસ પશુની જાતિમાં રહીને ત્યાંના સંસ્કારોમાં જિંદગી સુધી તરબોળ થઈને આવ્યો છે. એની જીંદગી માત્ર દેહ કેન્દ્રી ભોગ-વિલાસ માટે અને મન હિંસક ભાવોની દ્રષ ભાવનાથી ખદબદતું રાખવા માટે જ હોય તેમ આ મીડિયા તેમાં સહાયક બની રહ્યું છે. અરે ! મનુષ્યને તો ઊંચે જવાનું છે. જીવનને શીલ-સદાચાર-મૈત્રી-સ્નેહ-પરોપકાર-નીતિ-પ્રમાણિકતા જેવી દૈવી સંપદાથી મઘમઘતું બનાવવાનું છે. દિવ્ય ગુણોથી સજાવવાનું છે. તે અહીં જ થઈ શકે તેવું છે. માણસ જ્યાં છે ત્યાંથી થોડો-થોડો ઊંચે જાય અને વધુ સારો બને તેવું થવું જોઈએ. એને બદલે, આ દુનિયામાં જે કાંઈ થોડું દુરિત છે; માંડ ૮/૧૦ ટકા જેટલું ખરાબ છે તેને જ ખૂણે-ખાંચરેથી શોધીને ટી. વી.ના સ્ક્રીન પર કે છાપાંના પાનાંઓ પર મૂકવામાં આવે તો એ ટીકી-ટીકીને જોનાર બાળક કેવો ઘડાય? એની આવતી કાલ કેવી થાય? એ જેવું જોશે તેવો તે થશે!હાલરડાંમાં જેવા શબ્દો પીવરાવવામાં આવે તેવા સંતાનનું નિર્માણ થાય! આપણી ઋષિ પ્રધાન સંસ્કૃતિમાં કેવો જાજરમાન અને ઉજળો ઈતિહાસ ભર્યો પડ્યો છે ! મદાલસા જેવી માતાએ દીકરાને હાલરડામાં કેવા અમૃતનું પાન કરાવ્યું! કેવા-કેવા શૂરવીર, પાણીદાર, પ્રાણના ભોગે પણ પ્રતિજ્ઞાને પાળનારા અને સત્ત્વથી ઊભરાતાં પુરુષો અને વીરાંગના જેવા નારી-રત્નો, આ વસુંધરાને શોભાવનારા થયા છે. નામ રોશન કરીને પ્રાતઃસ્મરણીય બન્યા છે...આ જ પરંપરાનું ધાવણ આપણી વસુધાની રેણુમાં હજી ફોરે છે. એવી ધરતીના જાયાને તમે નટ-નટીના નામ રટાવો છો? તમારે આવતીકાલ કેવી બનાવવી છે? ભાઈઓ! હવે એ બધું અળખામણું થઈ પડ્યું છે. અણગમતું થયું છે! ના, ના. મારા અન્તરમાંથી આવો જવાબ આવે છે. મનને ધીરજ બંધાવી અઘરી થઈ પડી છે. હદ સે જ્યાદા અધમનો અનુરાગ વધ્યો છે અને અમર્યાદિતપણે ઉત્તમની ઉપેક્ષા થઈ રહી છે. આ લક્ષણો સારાં નથી. કોઠાસૂઝવાળા અને ડાહ્યા કહેવાય એવા પુરુષો કહેતા હોય છે કે આ એંધાણી સારી નથી. જે વાતો, દશ્યો, ઘટનાઓ ઢાંકવા લાયક પ૭ WWW.jainelibrary.org Page #59 -------------------------------------------------------------------------- ________________ છે તેને આવી રીતે ઉઘાડીને શું હાંસલ કરવું છે ? તમને ખબર હશે. એક પ્રસંગે રાજા અને રાણી અને તેઓનો વરસની આસપાસની વયનો બાળક -આ ત્રણેને રાજપાટ-ગામ-નગર છોડીને જવાનો વારો આવ્યો ત્યારે એ વિકટ વાટમાં વિસામો લેવા ક્યાંક ઝાડને છાંયડે બેઠાં હતાં. ત્યાં એ નાનાં ભૂલકાંની હાજરીમાં યુવાન રાજા રાણીની સામે ટગર-ટગર જોવા લાગ્યા. તે પછી સહજ આવેગને વશ થઈ નાનું અડપલું કરી બેઠાં. રાણી ચોંક્યા. છાતીએ વળગેલા બાળક તરફ હાથ કરી કહે કે આનો તો વિચાર કરવો હતો ! આની હાજરીમાં તમે આવું કર્યું ! દિલ વલોવાઈ ગયું. મન કડવું થઈ ગયું. ક્ષણભરમાં તો જીભ કચરી પ્રાણ છોડ્યાં ! સંસ્કૃતિના આ પાનાં છે. તમારે એ જ ચોપડીના પાનાંમાં જુદું જ ચીતરવું છે કે શું ? તમારો ઈરાદો તો જાહેર કરો ! ઉત્તમ રત્નો પકવવા હશે તો માટી-ખાતરપાણી બધું જ જુદું જ લાવવું પડશે. જુદું એટલે કશું નવું નહીં. આપણી મૌલિક પરંપરા પાસે બધું જ છે. એ ક્યારે પણ જૂનું નથી થતું. આજની પ્રજા માટે તો મીડિયા એક નિસરણી છે. ઊંચા મહાલય ચણવા માટેની આ નિસરણી જે ઊંચે-ઊંચે લઈ જાય, તમે તેને બદલે એને કૂવાના ચણતર માટેના ઉપયોગમાં કેમ લેવા લાગ્યાં ? એ તો નીચે પાતાળ સુધી લઈ જશે ! આપણી પ્રજા ખમીરવાળી અને ખમતીધર છે. એની નસલ ઉમદા અને ખાનદાન છે. તમે તો તેને નિર્માલ્ય અને નિર્વીર્ય બનાવવાનું લક્ષ્ય તાકીને સજ્જ થયા હો તેવું લાગે છે. ક્રમશઃ તેને નિષ્પ્રાણ ને નિર્જીવ પ્રેતની ફોજ બનાવી દેવા માંગો છો એવું સ્પષ્ટ દેખાય છે. ભાઈઓ ! કાંઈક વિચારો. આવતી કાલ તમને શાબાશી દે એવું કરો. માફ ન કરે તેવું કરશો નહીં. બાળકનું ચારિત્ર ઘડનાર સ્ત્રી છે. નારી તો સમગ્ર પરિવારનું પાવર-હાઉસ છે. એના હૃદયના શુભભાવો જ કુટુંબના તમામ સભ્યોનું સિંચન કરે છે. સંતાનોમાં દોષ-દુર્ગુણ-દુષણ ન પ્રવેશે તેની એને સતત કાળજી હોય છે. આવી માતા-મોટી બહેન કે દીકરીના અંગ-ઉપાંગ જોવાની ઇચ્છા જ કેમ થાય ? નારીના દેહને ખૂલ્લો કરી-કરીને છાપાં-ટી. વી.ના માધ્યમ દ્વારા બતાવવા છે અને સાથે-સાથે બળાત્કારની સંખ્યા વધી રહી ૫૮ Page #60 -------------------------------------------------------------------------- ________________ છે, હિંસાના બનાવો ઠેર-ઠેર વધી રહ્યા છે તેની ફરિયાદ પણ કરવી છે! અરે ભાઈ! ચિત્તવૃત્તિને ઉપર-ઉપર રમાડવાની નથી. તેને તો ઊંડાણમાં લઈ જવાની છે. તેની ક્ષમતા અને શક્યતાઓનો અંદાજ લગાવવો આસાન નથી. શિક્ષણની આડ લઈને જે જાતીય શિક્ષણના પાઠ ભણાવાય છે એ તો ભારે લપસણી અને ઢાળવાળી સડક બાંધી છે. અહીં પેડલ મારવાના ન હોય પણ બ્રેક પર કાબૂ રાખવાનો હોય. મન કાબરચીતરું અને ઓઘરાળું થાય એવી-એવી સામગ્રી શા ધ્યેયથી પીરસવામાં આવે છે? ખરેખર તો કુમળા માનસમાં એવા બીજોનું આરોપણ કરવું જોઈએ કે તેનું મન સંસારના ચંચળ સુખોને ઉત્તરોત્તર ગૌણ સમજે. આ સુખ મેળવવા એ જ જીવનનું પ્રયોજન છે એવું માને નહીં, ઉલટાનું એથી ઊંચે ઉપાધિ-મુક્ત સુખ હોય છે અને તેની સુખાનુભૂતિની ક્ષણો ઘણું ટકે તેવી લાંબી હોય છે તે સમજે. ભૌતિક સુખ-સગવડના સાધનોની લંબાતી જતી યાદી સરવાળે તો ક્ષણજીવી નિવડે છે. જેમકે, કોઈએ એક મોટરગાડી ખરીદી. એમાં સફર પણ કરી. માલિકીનો અહં સંતોષાયો પણ ખરો. થોડા દિવસ પછી જાણ થઈ કે તેના ભાઈએ એથી પણ સુંદર અને મોંઘી ગાડી ખરીદી! આનંદ અને સુખનો અનુભવ ક્ષણવારમાં વરાળ થઈને ઊડી ગયો! સુખનું સાધન તો રહ્યું પણ સુખનો અનુભવ તો થયો ન થયો ત્યાં વિલય પામ્યો, દુઃખમાં ફેરવાયો! ભૌતિક સુખની આ તાસીર છે. તે બરાબર સમજવી જરૂરી છે. દેહથી પર, ઇન્દ્રિયોથી પર, મનથી પણ પર જઈને, દેખીતા સાધનો વિના પણ દેહજનિત સુખથી નિરાળું સુખ મળે છે. આ આપણા ભારત દેશની સાચી ઓળખ છે. એના પ્રત્યક્ષ ઉદાહરણો મળે છે. ક્યારેક તો કોઈકે તો કહેવું પડશે કે મનને બહેકાવી ઉત્તેજિત કરીને શું મળે છે? મીડિયાના માંધાતાઓ જ એ માટે જવાબદાર છે. આ મનુષ્યભવ મળ્યો છે તે પાછા આદિમ યુગમાં જવા માટે નહીં પરંતુ ઉપર ચડવા માટે, ઉત્ક્રાંતિ તરફ જવા માટે મળ્યો છે. ઉત્ક્રાંતિનો અર્થ જ ઊંચે હજી વધુ ઊંચે જીવનના શિખરો તરફ મન લઈ જવા માટે જ આપણે જન્મ્યા છીએ. . પ૯ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૬૦ આપણા ઘડવૈયા બાંધવા આપણે આપણે આવળ બાવળ બોરડી, કેસર ઘોળ્યા ગલના ગોટા જી; હલકાં તો પારેવાની પાંખથી મા'દેવથી યે પણ મોટા જી. આપણા ઘડવૈયા બાંધવ! આપણે. કોઈ તો રાચે છે વેળ છીપથી, કોઈ તો જળને હિલ્લોળ જી; મરજીવો ઉતરે હેરામણે, માથા સાટે મોતી-મોલ જી આપણા ઘડવૈયા બાંધવ! આપણે. નજરું ખૂંપી છે જેની ભોંયમાં, સામે પૂર એ શું ઘાય છે! અધીરો ઘટડાનો ઘોડો થનગને, અણદીઠ ઓરું-એને પાય જી. આપણા ઘડવૈયા બાંધવ! આપણે. બેઠેલાંનું બેઠું રે વિમાસણે, પંડની પેટીમાં પારસ છે પડ્યો, વેળા જુએ નહિ વાટ જી; ફૂટલાં કૂટે છે કરંમ જી; ઝાઝેરો મૂક્યો છે આંબો સાખથી, વાવરી જાણે તે બડભાગિયો. વેડે તેને આવે હાથ જી. જળહળ એનાં રે ભવંન જી. આપણા ઘડવૈયા બાંધવ! આપણે. આપણા ઘડવૈયા બાંધવ! આપણે. રાજેન્દ્ર શાહ Page #62 -------------------------------------------------------------------------- ________________ આપણા ઘડવૈયા બાંધવ! આપણે (શિર્ષક રાજેન્દ્ર શાહના કાવ્ય પરથી) આપણું જીવન ઊંચું હોવું જોઈએ. તે માટે આપણાં વિચારો ઊંચા હોવા જોઈએ. આપણે ઊંચું ભાગ્ય લઈને જ અહીં જન્મ્યા છીએ. માત્ર એ માટે સવળી દિશાનો વિધિપૂર્વકનો યોગ્ય પુરુષાર્થ જોઈએ. આપણી જે સ્થિતિ હોય તેને અફર રૂપે સ્વીકારી લીધી તો આગળના વિકાસના કમાડ દેવાઈ ગયા સમજો. એવું કહેવાય છે કે, અસંતોષ એ વિકાસની પૂર્વ શરત છે. ધર્મમાં પણ જો પુરુષાર્થનો મહિમા છે તો અન્ય જીવનમાં તો સવળાં - સવેળા પુરુષાર્થની કિંમત છે જ. ક્રઢ સંકલ્પ અને પરમ તત્ત્વ પ્રત્યેની શ્રદ્ધા અને કલ્પવૃક્ષ કહ્યો છે. મનમાં સંકલ્પ થયો નથી અને તે યોગ્ય સમયે ફળ્યો નથી ! સુખી થવા માટે જરૂર છે સુખી થવાના સંકલ્પની. મનુષ્ય માત્ર સુખી થવા જભ્યો છે. છતાં તે દુઃખી થાય છે પોતાનાં અવળાં પુરુષાર્થથી ! ઊંડે ઊંડે તેને પોતાની એ અવસ્થા ગમતી હોય છે, જો કે મોઢે કબૂલ કરતાં એ અચકાતો હોય છે. હવે એવી ભૂમિકાવાળા જીવો જેવા સુખી થવા માટે ઈચ્છે છે એને પુણ્યની જરૂરત રહે છે. જે લોકો પોતપોતાના કાર્યક્ષેત્રમાં હોંશિયાર છે અથવા સફળ પુરવાર થયા છે તેમાં પુરુષાર્થનો જે હિસ્સો છે તેટલો કે બલ્ક તેથી થોડો વધુ હિસ્સો તેના તકદીરનો, ભાગ્યનો, પુણ્યનો પણ છે જ. સાથે જ જીવન વિષેની કળા પણ જવાબદાર છે. જેમ કે: એક ભાઈ મુંબઈમાં વાલકેશ્વર વિસ્તારમાં રહેતા હતા. તેમને ત્રણ દીકરા હતા. દીકરાને ઘેર પણ દીકરા હતા. સુખી પરિવાર હતો. પરંતુ બન્યું એવું કે બજારમાં મોટી ઉથલ-પાથલ થવા પામી. પરિસ્થિતિએ ગંભીર વળાંક લીધો. આસમાની સુલતાની થઈ ગઈ. આજથી સાઠ વર્ષ પહેલાનાં કરોડ રૂપિયાના આસામી, પેઢી કાચી પડી એટલે વાલકેશ્વરનો બંગલો કાઢીને સાંતાક્રુઝની એક ચાલીમાં આવીને રહ્યા. ૬૧ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૬૨ જે દિવસો મળ્યા તેને સારા કરી જાણ્યા. રોજ ચાર પોતરાંને મન ભરીને રમાડે અને તેમની સાથે રમે. શાક-ફળ લેવા થેલી લઈને બજારમાં જાય. સરખી ઉંમરના વૃદ્ધો સાથે વાતે વળગે. સારી સારી વાતો ગાંઠે બાંધે. અમે એક વાર આવા હતા ને તેવા હતા એવી ભવ્ય ભૂતકાળની વાતોને વાગોળતા નહી; વર્તમાનને જ જોતાં. જે કાંઈ મુસીબત સર્જાય છે તે બે સમયની સરખામણીથી સર્જાય છે. ઉલટાનું તેઓ એ વાતને એવી રીતે વર્ણવતાં કે પોતરાંઓ સાથે રમવાનો આવો આનંદ આ પહેલાં મેં ક્યારે પણ અનુભવ્યો જ ન હતો. એવી તો મજા આવે છે કે જિંદગીમાં નિરાંત શું ચીજ છે તેની ખબર અત્યારે જ પડે છે. બીજા વિનાનું જીવન કેવું હોય તેનો અનુભવ મળે છે. આમ, જે સ્થિતિ સામે આવી પડી તેનામાંથી જીવન બનાવવાની કળાના દર્શન થાય છે. આનું નામ જીવન જીવવું તે. - જો આવી દષ્ટિ ન ઘડાઈ હોય તો જે સ્થિતિનું જીવન જીવવાનું આવ્યું હોય તેનાથી વિપરીત જીવનની વાતો કરીને વર્તમાન જીવનને ઉણપવાળું ખોડખાંપણવાળું માનવું કે મનાવવું એ જ કામ થઈ પડે છે. તેથી તો દુઃખી થવાનું જ થાય છે. એવું કરીને માણસ દુઃખને જ નોંતરે છે. વ્યવહારમાં એનિયમને લોકો બરાબર અનુસરે છે. કોઈની દુકાને ગ્રાહક બની જઈ ચડ્યા તો તે દુકાનમાં જે માલ હોય તે અને પોતે જેનો વ્યાપાર કરતો હોય તે ચીજ અને તેના જ ભાવ-તાલ લખે છે. પૂછનાર જે ચીજ દેખાય તેની જ જાત જોવા માંગે છે. જે ચીજ ત્યાં દુકાનમાં નથી વેચાતી તેની પૃચ્છા સુદ્ધાં કરતો નથી. જેમ કે, કોઈ કાપડિયાની દુકાને ચડ્યો તો ત્યાં કરિયાણાની ચીજોને જોવા માંગતો નથી. કે કરિયાણામાં શું ભાવ ચાલે છે એમ પૂછતો નથી. પણ કોણ જાણે એ જ માણસ પોતાના જીવન તરફ નજર માંડે તો તેને જે નથી તે જ યાદ આવે. તેની ખોટ છે એમ કરી તેના રોદણાં રડે. જે કાંઈ છે તેના વિષેની વાત જ ન કરે. તો પછી મગરૂરી લેવાની વાત જ શી કરવાની! વળી જે નથી તે ન જ મળે કે ન જ લાવી શકાય તેવું નથી. તેના માટેનો યોગ્ય પુરુષાર્થ કરે અને તે સાચી દિશાનો હોય તો ફળ મળે જ છે. WWW.jainelibrary.org Page #64 -------------------------------------------------------------------------- ________________ આજે જેની પણ સફળતા દેખાય છે તેના મૂળમાં તો તેનું પ્રારબ્ધ | કિસ્મત / તકદીર, ભાગ્ય નામ ગમે તે આપો તે હોય છે. જેમ કે કોઈક કીક બહાદૂર’ એક જ કીકથી સ્કૂટર સ્ટાર્ટ કરે છે. જોનારા પણ તાજુબ થઈ જાય. પોતે પણ ફુલાય. પણ ખરેખર તો એની કીકને સફળતા આપનાર તો ટાંકીમાં પડેલું પેટ્રોલ છે. પેટ્રોલ છે તો એક જ કીકથી સ્કુટર સ્ટાર્ટ થાય છે. પુરુષાર્થ સ્થૂળ છે માટે દેખાય છે. જ્યારે પેટ્રોલ અંદર છે સૂક્ષ્મ છે તેથી તે નજરે ચડતું નથી. પેટ્રોલ જેમ મેળવી શકાય છે તેમ પુણ્ય પણ મેળવી શકાય છે. પુણ્ય કમાવવાના ઉપાયો છે. સત્તત્ત્વ પ્રત્યેની નમ્રતા તે પહેલો ઉપાય છે. સાદી રીતે કહીએ તો, નમસ્કાર કરવો તે નમ્રતાનું સર્વોત્તમ પ્રતીક છે. બીજા ક્રમે દાન આવે છે. પુણ્ય હાંસલ કરવાનો આ ઉપાય પુણ્ય તરફ વાળે છે. અબોલ-મૂંગા પ્રાણીને રોજ નિયમિત એક સમયે અન્નદાન દેવામાં આવે તેનાથી પણ પુષ્ય નીપજાવી શકાય. તમે એક સામાન્ય પ્રયત્નથી સામા માણસની આંતરડી ઠારવાનું કામ કરો છો. સુખ-શાંતિ પમાડવાનું કામ કરો છો તેનાથી પણ પુણ્ય બંધાય છે. અરે! બીજું કશું ન કરો, માત્ર કલાક-અડધો કલાક આયંબિલશાળામાં જઈને ચૂપચાપ પીરસવાનું કરશો તો પણ તમારું દુઃખ ઓછું થાય અને પુણ્ય બંધાય. પ્રભુ પૂજા કરતી વખતે પ્રભુ અરિહંત દેવાધિદેવની પૂજા કરીને પછી શ્રી ગૌતમ મહારાજાની પૂજા કરો તો પણ પુષ્ય વધતું રહે ઉપાયો કરવા માટે છે ગણવા માટે નથી. ઉપાયો અજમાવો. નિરાશા ખંખેરી નાખો. ખૂબ આશાવાદી બનો. જેમ જેમ વિધેયાત્મક વિચારસરણીનો અભિગમ અપનાવશો તેમ તેમ તમારું ભાગ્ય જાગશે. ક્યારે પણ જેની તેની પાસે તમારી દુર્દશાના, તમારા દુઃખોના ગાણાં ગાશો નહીં. તમારા દુઃખ તમારા સિવાય બીજું કોણ ઓછું કરી શકવાનું છે? ભૂતકાળમાં જે કોઈ ઘટનાઓ બની ગઈ છે તેને ગાયા કરશો નહીં. આમ કર્યું હોત ને તેમ કર્યું હોત, મારું કામ થઈ ગયું હોત એવી નિષ્માણ અને વંધ્ય વિચારસરણી તો કરતાં જ નહીં. જે ઘટના બની ગઈ છે તેના વિષેનો તમારો ખરખરો તમારા સત્ત્વને હણનારો છે. પુણ્ય ઘટાડનારો છે. તમારા જીવનમાંથી આ વિચાર પદ્ધતિને તો દેશવટો જ દઈ દેજો. ૬૩. Page #65 -------------------------------------------------------------------------- ________________ P&> { TheRigh ૬૪ e are lole મનને તો બસ, પ્રભુના સ્મરણથી સદાકાળ ભીનું રાખવું. આત્મવિશ્વાસ પણ જીવન સફળતાની પૂર્વશરત છે. આપણે જોઈશું કે સફળતા જાહેરમાં ભલે વર્ષના ઑગસ્ટ મહિનામાં જણાવી પણ તે પહેલાં નજર સમક્ષ એ સફળતાનું ચિત્ર એકથી અનેકવાર તે સંપૂર્ણ દોરી ચૂક્યો હોય છે. સફળતાના એ માર્ગને અવરોધે એવા વિચાર સુદ્ધાં તે પોતાના જીવન-માર્ગથી દૂર રાખતો હોય પરિણામે તે સફળતાને વરે જ છે. એક દષ્ટિએ વિચારીએ તો એણે જે લક્ષ્ય નક્કી કર્યું હોય તેનાથી નીચું કશું જ ખપે નહીં. એ લક્ષ્યથી નીચેનું કાંઈ આવે તેને જતું કરતો જાય, જતું કરતો જ જાય. એમ કરતાં એક દિવસ તે નિશ્ચિત લક્ષ્યને જરૂર હાંસલ કરે છે. કહ્યું છે ને કે ઃ નિશાન ચૂક માફ, ન માફ નીચું નિશાન (અનુવાદ: બ.ક.ઠાકોર) આજે જે પ્રારબ્ધ આપણા પક્ષે છે તે ગઈકાલના પુરુષાર્થનું જ ફળ છે. આપણા જીવનનું ઘડતર આપણે જ કર્યું છે. બીજા કોઈને એ માટે યશ કે અપયશ કેમ અપાય? કદાચ, એ વ્યક્તિ કે એ પરિસ્થિતિ કે સંયોગ નિમિત્ત ગણી શકાય એટલું જ. બાકી કર્તાપણું તો આપણું જ હતું. આપણે જેને સર્વોચ્ચ શિખરે પહોંચેલા જોઈએ છીએ તેમાં કારણ એ પોતે જ છે. એવા મનોરથ કોઈ પણ કરી શકે. આપણે પણ કરી શકીએ. ધીરુભાઈ અંબાણી થવાના મનોરથ કરવામાં કોઈની રોકટોક થોડી હોય? પુરુષાર્થની વાત પહેલાં પણ મનોરથ થવા જરૂરી છે. એવા ઉચ્ચ મનોરથ પણ કેટલાં કરી શકે છે! નિરાશ ને હતાશ મન તો એવા મનોરથોથી પણ દૂર ભાગે! હીણપત અનુભવે! સાચું તો એ છે કે રુચિ પસંદગી વિચારથી જ મનોરથનો પિંડ બંધાય છે. ડી.પી.બેનર્જી પુરુષાર્થ કરવા માટે મુનિશ્રી મુનિચંદ્રવિજયજી મહારાજે ગઝલના સ્વરૂપમાં કમર કસીને આકાશમાં ઉડાન ભરવા પ્રેરક પંક્તિઓ રચી છે ઃ Page #66 -------------------------------------------------------------------------- ________________ પુરુષાર્થના આ અશ્વ પર થઈ જ સવાર તું. નસીબ પર ન રાખ હવે કંઈ ઉધાર તું. એ આવશે નહીં છતાં ખેલી જુગાર તું, બસ પ્રેમથી પુકાર હજી એકવાર તું. તારા નયનના દામની મૂકી તો જો રકમ, પછી કહે ગરીબ છે કે માલદાર તું. અભેદથી નિહાળ ચડી આસમાન પર, બંદો ય તું જ છે અને પરવરદિગાર પણ તું. એવું પણ બને કે તમે મહાન બનવાના જે મનસૂબા કર્યા તેની સફળતા માટેના પ્રામાણિક પ્રયત્ન પણ કર્યા છતાં તમે મહાન બની શક્યા નહીં. સાચું તો એ છે કે તમે પ્રયત્ન કર્યા તે જ તમારી વિશેષતા. બાકી તો પૈસા ઉછીના લીધા પહેલાં વ્યાજ ભરનારા ઘણાં છે. ઘટનાનું પરિણામ આવે તે પહેલાં જ નિરાશાવાદી માનસ ધરાવનાર માણસ પોતાના પરિણામ વિષે હીણું માની લેનારની યાદીમાં આપણે આપણું નામ લખાવવું નથી. આવી નિરાશા ધરાવનાર નિરુદ્યમી જ હોવાના. નિરુદ્યમી માટે નિંદા કરવાનું કાર્ય સહેલું હોય છે. અને તેના જીવનની વાત બીજો કોઈ કરે ત્યારે નસીબની ખીંટીએ જ પોતાના વર્તમાનની જવાબદારી વળગાડે છે, અને જાણે અજાણે પણ સફળતાને વરેલાના દોષને વીણી વીણીને એન્લાર્જ કરતો રહે છે. આ જ એન્લાર્જમેન્ટ પોતાના જીવનની સફળતાના માર્ગે પથ્થર બનીને પડી રહે છે. જે કોઈ સારી સ્થિતિને પામ્યા છે તેમને જોઈને રાજી થનાર જ કોઈક દિવસ પોતે પણ આવી સારી સ્થિતિને પામશે. તેથી, બીજાની સફળતાને જોઈને, “મારું પુણ્ય હશે, હું પુરુષાર્થ કરીશ તો હું પણ આવી સ્થિતિને જરૂર પામીશ’ આવા વિચાર કરવાથી નિંદા કરવાના ખાડામાં પડવાની નુકશાનીથી તે ઉગરી જાય છે અને પોતાના ઉજ્જવળ ભાવિનું નિમાર્ણ કરે છે. સારું જોઈને રાજી જ થવું. નબળું જોઈને તેને વાગોળવું નહીં. ભાગ્ય ખીલવવાનો આ જ રસ્તો છે; રાજમાર્ગ છે. સફળતા તમારી રાહ જુએ છે. વરમાળા લઈને ઊભી છે. આત્મવિશ્વાસથી હર્યા ભર્યા તમે તે માટે તૈયાર થઈ જાવ. | કથા ૬૫ / I Page #67 -------------------------------------------------------------------------- ________________ 99 વિચલિત ન થયેલી મનોદશાને વંદના ન વિ. સં. ૨૦૩૪ના ઊતરતા શિયાળાના દિવસો હતા. મહા વદિના એ દિવસે બપોરે ત્રણેક વાગ્યે અમદાવાદના રિલીફ રોડ પાંજરાપોળ જ્ઞાનશાળામાં પૂજ્ય આચાર્યશ્રી ધર્મધુરન્ધર મહારાજ એક કબાટ ખોલીને બેઠા છે. એક-એક ખાનામાં ક્રમબદ્ધ ચોપડીઓની થપ્પીઓ જુએ છે. આંખ કાંઈક શોધી રહી છે. કાંઈ બોલતા નથી. બધા ખાના જોવાઈ ગયા. પુસ્તક-નોટબુક-ડાયરી બધું જ જોવાઈ ગયું પછી મુનિ ધર્મધ્વજ વિજયજીને પૂછે છે : આમાં પેલી ડાયરી દેખાતી નથી ! જોઈ છે ! બાજુમાં હું મારા આસને હતો. ઉત્કંઠિત થઈ જોયા કરતો હતો. મુનિ પાસેથી સ્પષ્ટ જવાબ ન મળ્યો. મેં દરમિયાનગિરી કરી. પૂરી તટસ્થતા સાથે મહારાજજી કહી રહ્યા હતા. એમના સ્વરમાં થોડી ચિંતા દેખાઈ. પૂછ્યું : ડાયરીમાં શું હતું ? જવાબ મળ્યો : એકવાર આપણે જોઈ હતી તે, સકિતના અડસઠ બોલની સજ્ઝાયની નવી રચના હતી. બોલના ચડતા ક્રમથી સજ્ઝાય રચેલી હતી. વળી મેં પૂછ્યું : બીજી નકલ હશેને ! સહજતાથી બોલ્યા : ના. હું પણ ખોળવામાં જોડાયો. એ ડાયરી મેં જોઈ હતી તેથી એના દેખાવનો અંદાજ હતો. ડાયરી ન મળી તે ન જ મળી. પછી સમાચાર મળ્યા કે ચારેક દિવસ પહેલા એક બુક-બાઈડર આવ્યો હતો. એને આ ત્રણ ડાયરીઓ તથા બીજા ચાર પુસ્તકો બાઈડીંગ માટે આપ્યા હતા. ત્રણ દિવસમાં કરી આપવાનો હતો, પણ આવ્યો નથી ! મહારાજજીએ સ્વરમાં કંપ લાવ્યા વિના જ પૂછ્યું ઃ ક્યાંનો હતો ? શું નામ હતું ? સરનામું છે ? બધા પ્રશ્નોનો એક જ જવાબ મળ્યો : ના ! અમદાવાદમાં જેટલા હતા તે બધા બાઈડરના નામ-સરનામાં મંગાવ્યા. બધે તપાસ કરાવી. પરિણામ શૂન્ય ! Page #68 -------------------------------------------------------------------------- ________________ ત્રણે ડાયરીમાં સંસ્કૃત અને ગુજરાતી રચનાઓ હતી. એની બીજી કોઈ કાચી નકલ પણ ન હતી. આવી મૂલ્યવાન કૃતિ હાથથી ગઈ છતાં મહારાજજીના મુખ ઉપરની રેખા બદલાઈ નહીં. એ માટે કાંઈ પણ બોલવાની તો વાત જ ક્યાંથી આવે ? દરેક સર્જકને પોતાની રચના પર અપત્ય પ્રેમ હોય છે, એટલે કે દીકરા જેવો મોહ હોય છે. શ્રી સંઘમાં પ્રસાર પામે એવી આ સુંદર રચના બાર ઢાળની હતી. આ બધું પળવારમાં ગુમાઈ ગયું છતાં જરા પણ ઉચાટ ન મળે! એમના મનની અવિચલિત દશા હું બારીકાઈથી નિહાળી રહ્યો હતો. જે બન્યું એ વિષે વિરૂદ્ધમાં કે તરફેણમાં બોલવાની મારી તો હિંમત જ ન ચાલી ! મુનિશ્રી ધર્મધ્વજવિજયજીએ એ ડાયરીઓ પાછી મળે તેવા સંકલ્પથી અઠ્ઠમ તપ પણ કર્યો. જે ઘટના બની ચૂકી હતી તેમાં કશો જ ફેરફાર ન થયો –મહારાજજીની મનઃસ્થિતિની જેમ ! ILS OIL ગ્રન્થ ૨ ૬૭ www.jainel praty Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૮ યજમાન વાક્ય અને મહેમાન વાક્યને સમજીએ, અપનાવીએ તમે તાલુકાના ગામમાં રહેતા હો, કોઈ વ્યવહારિક પ્રસંગે મોટા શહેરમાં જવાનું હોય, જેને ઘેર થેલી મૂકવાની હતી તેને સમાચાર મળે તેવા પ્રયત્ન કરેલા. રેલગાડીના ટાઈમ એવા હતા કે બપોરે દોઢ વાગ્યે તમે તેમના ઘેર પહોંચ્યા. તમે બે જણ હતા. સવારે વહેલા નીકળ્યા હતા એટલે માત્ર દૂધ પીધું હતું. હવે અત્યારે કકડીને ભૂખ લાગી હતી. સામે પક્ષે તેમને સમાચાર મળ્યા જ ન હતા અને એમના ઘરમાં ખાનારા ચાર જણ હતા. રસોડું આટોપી લીધું હતું. બપોરનો સમય એટલે કામથી પરવારી આડે પડખે થવામાં હતા. તમે પહોંચ્યા એટલે આવકાર આપી ઠંડું પાણી આપતાં સાથે કહે કે, “રસોઈ માંડી દઉં હમણાં જ આ ઘડીએ તૈયાર થઈ જશે. તમે હાથમોં ધોઈ પરવારો ત્યાં જમવાનું તૈયાર થઈ જશે.” -- આ વાક્યો યજમાનનાં છે. તમે શું કહો. “હા, શિરો બનાવી દો. જલદી તૈયાર થશે. ઝાઝી વાર ન લાગે. વસ્તુ સારી લાગે -- એમ કહેશો કે, “ના, ના, એવી તરખટ ન કરતાં. ચા મૂકી ઘો. ખાખરા આપો એટલે બરાબર થઈ રહેશે!” એમ કહેશો? શું કહેશો? કેમ કે તમે બોલશો તે મહેમાન વાક્ય છે. તમારી પાસે એટલો વિવેકનો દીવો પ્રકાશ આપે છે કે આપણાથી આ બોલાય અને આ ન બોલાય! આ જો જીવનના બધાં જ ક્ષેત્રમાં સમજી લઈએ અને સ્વીકારી લઈએ તો ઘણા બધા દુઃખો અને આફતો શમી જાય! ગરબડ અહીં જ થાય છે. જે વસ્તુનું પરિવર્તન આપણા હાથમાં નથી ત્યાં જ આપણે ઘૂંક ઉડાડીને જાતજાતની સલાહ આપવા ઉત્સુક બની જઈએ છીએ. આ લગામ જો મગજમાં હોય તો વાણીમાં કાબૂ આવી જાય, જે બોલાય તે સમજપૂર્વકનું જ બોલાય. . Page #70 -------------------------------------------------------------------------- ________________ દેવે બનાવેલું દેરાસર : શ્રી શાન્તિનાથ ભગવાનનું દેરું ગયે મહિને ગિરિરાજ શત્રુંજયની યાત્રાએ જવાનું બન્યું. આપે યાત્રા-પોથી લખી છે તે પુણ્ય-પાપની બારી’ પુસ્તિકા સાથે રાખી હતી. એ ગાઈડ પ્રમાણે તે તે સ્થાનની સ્પર્શના કરવાનો આનંદ ઓર આવ્યો. એવો જ આનંદ માણતાં અમે વાઘણપોળ વટાવી અંદર પ્રવેશ કર્યો ત્યાં શ્રી શાન્તિનાથ ભગવાનનું ચૈત્ય આવ્યું. પરિપાટી પ્રમાણે ત્યાં જઈ ચૈત્યવંદન કર્યું. દરમિયાન મનમાં પ્રશ્ન થયો કે અહીં તો દાદાના ધામમાં ભગવાન ઋષભદેવનું જ સામ્રાજ્ય સર્વત્ર પ્રવર્તે છે; પ્રણાલિકાગત પાંચ ચૈત્યવંદન રૂઢ થયા છે તેમાં ચાર આદેશ્વરદાદાના છે એ તો સહજ છે. એમાં એક શાન્તિનાથ ભગવાનનું છે તેથી મનને આશ્ચર્ય થયું ! કોઈ ખાસ પ્રયોજન હશે જ! કૃપા કરી આપશ્રી આ બાબત પ્રકાશ પાડશોજી. ઉત્તર : પ્રશ્ન લાખેણો છે. માર્મિક છે. ઉત્તર મળે કે ન મળે, આવા પ્રશ્નો થવા જ જોઈએ. ગાડર ટોળાની જેમ યાત્રાએ “આ ગયા અને આ આવ્યા” એવું તો ન જ હોવું જોઈએ. મને પણ આ વાત માંડીને કહેવી ગમશે. વાત લાંબી છે. શ્રી શાન્તિનાથ ભગવાનના વારા પહેલાં આ વાતનું મૂળ છે. ભાઈ બ્રાહ્મણ હતા. સ્વાભાવિક જ યજ્ઞયાગાદિમાં ડૂબેલા રહેતા હતા. એક જૈન સાધુ મળ્યા. તેમણે કરુણા છલકતી વાણીમાં પૂછ્યુંઃ આ હિંસા કરીને તમને શું મળે છે ? આવો પ્રશ્ન સાંભળતાં જ અહં ઘવાયો અને ક્રોધિત થઈ મુનિ મહારાજને મારવા દોડ્યો! કુદરતને એમ મંજૂર ન હતું. આવા પવિત્ર મહાવ્રતધારી મુનિની હિંસાના કૃષ્ણ પરિણામથી એનું જ મૃત્યુ થયું ! ઠેષભાવની પ્રબળતાને કારણે તે તિર્યંચગતિ પામ્યો અને સિંહ રૂપે અવતાર થયો. - હવે જુઓ ! રાગ અને દ્વેષની વૃત્તિ કેવી જન્મ-જન્માંતરાનુયાયી હોય છે તે જાણવું રસપ્રદ બનશે. સિંહના ભવમાં શ્રી શાન્તિનાથ ભગવાન મળ્યા. જોતાવેંત, મનમાં QI[GI[LI[ ગ્રન્થ ર SC / / / I Page #71 -------------------------------------------------------------------------- ________________ 90 2016 Monagh રહેલો મુનિ મહારાજ પ્રત્યેનો દ્વેષ જાગ્યો. મારવા દોડ્યો. વચમાં કશુંક આડું આવે ને માણસ પાછો પડે તેમ સિંહ પાછો પડ્યો! દ્વેષની સાથે ક્રોધ ભળ્યો. પાછો બમણા વેગથી ધસ્યો. વળી પાછો પડ્યો ! હવે મનમાં થયું કે સામે કોઈ જબ્બર પ્રભાવશાળી વ્યક્તિ લાગે છે. એટલે જ પાછો હું પડું છું. ટીકીટીકીને જોયા કર્યું. પેલા મુનિ મહારાજની દેહ-મુદ્રા આમની સાથે મળતી હોવાથી સ્મરણ થવા લાગ્યું ઃ આવી દેહમુદ્રા પહેલા ક્યાંક જોઈ છે ! મનમાં ઊહાપોહ થતાં જાતિસ્મરણજ્ઞાન થયું. પોતાનો બ્રાહ્મણનો ભવ દેખાયો. મુનિવરની હિંસા કરવા ગયો અને તેના ક્રૂર પરિણામના કારણે તો સિંહ થયો છું ! આ સ્મરણ થતાં મનમાં શરમિંદો બન્યો. પ્રભુએ આ જોયું. એનો જીવ જરા શાન્ત થયો જાણી તેને હિતકારી વચનો કહ્યાઃ હે બ્રાહ્મણ ! હવે શાન્ત થા. ગયા ભવમાં તું મુનિ મહારાજને હણવા દોડ્યો હતો. આ ભવમાં પણ હમણાં તું તીર્થકરને હણવા આવ્યો. તને આ શોભે છે ? સિંહના મનમાં જાણે ચંદનનો શીતળ લેપ થયો! સારું લાગવા માંડ્યું. વચનની સવળી અસર થતી જોઈ પ્રભુએ આગળ વાત ચલાવી ઃ જીવોની હિંસા છોડી દે, દયાથી હૃદયને ભરી દે ધર્મથી મનને રંગી દે મનમાં ખેદ પામ્યા વિના તીર્થની આરાધના કર. --આ બધા વચનોથી તેના મનનું અંધારું ગયું. અજવાળું પથરાયું.અંતરંગ પરિવર્તન માટે આવા થોડા શબ્દો પણ ઘણીવાર કામ કરી જાય છે. મર્મવેધ થવો જોઈએ. પ્રભુ ત્યાંથી સ્વર્ગગિરિ ગિરિરાજ પર આરૂઢ થયા. સિંહ તો હવે પ્રભુનો સેવક બની ગયો. પ્રભુ જાય ત્યાં જવું. પ્રભુ રહે ત્યાં રહેવું. પાછળ-પાછળ ચાલતો રહ્યો. પ્રભુએ પાછળ આવતા સિંહને જોઈને તે જીવ પર અનુગ્રહ કરીને કહ્યુંઃ સર્વ પ્રાણી ઉપર સમભાવ ધારણ કરીને તું અહીં રહે. આ ક્ષેત્રના પ્રભાવથી અહીંથી જ તને સ્વર્ગગતિ મળશે. પછી એકાવતારી દેવ થઈને તું મોક્ષે જઈશ. આ સાંભળી તેને ભીતરમાં ઘણી શાંતિ થઈ. તેના પર પ્રભુની કરુણાનો અભિષેક Page #72 -------------------------------------------------------------------------- ________________ થયો. પ્રભુની આજ્ઞાને હૃદયમાં અને મસ્તક ઉપર વહન કરતો અને પ્રભુનું ધ્યાન ધરતો સિંહ ત્યાં જ રહ્યો. મનને દયાથી ભીનું-ભીનું બનાવીને શાન્ત મનવાળો થઈને રહ્યો. શુભ ધ્યાનથી આયુષ્યને અંતે તે સ્વર્ગલોકને પામ્યો; દેવ થયો. તીર્થની સેવા કદી નિષ્ફળ જતી નથી. દેવ તરીકે ઉપજેલા જીવે પહેલો વિચાર કર્યો કે હું વળી દેવ કેમ થયો! અને એમ વિચાર કરતાં શાંતિનાથ પ્રભુનો ઉપકાર યાદ આવ્યો. શ્રી શાંતિનાથ પ્રભુએ મરુદેવા ટુંક ઉપર ચાર મહિના નિર્ગમન કર્યા, ત્યાં ગંધર્વ વિદ્યાધર, દેવતા, નાગકુમાર અને અનેક મનુષ્યો આવી પ્રભુની પૂજા કરતાં ભક્તિનો પરિમલ ફેલાવતા. ચાતુર્માસ પૂર્ણ થયે પ્રભુએ અન્યત્ર વિહાર કર્યો. પ્રભુ જ્યાં ચારમાસ વિરાજ્યા ત્યાં મરુદેવા શૃંગ (ટૂંક) પર પેલા સિંહદેવે શ્રી શાંતિનાથ પ્રભુનું વિશાળ ચૈત્ય બનાવરાવ્યું. પ્રતિમાજી સ્થાપન કર્યા. ઘણાં દેવોએ પણ ત્યાં આજુબાજુ ચૈત્ય બનાવરાવ્યા. ગિરિરાજની તળેટી વલભીપુર હતી તે સમયની આ વાત છે. (સંદર્ભ : શત્રુંજય માહાત્મ્ય : સર્ગ આઠમો.) કાળક્રમે ભૌગોલિક ફેરફાર થતાં એ ભાગ છૂટો પડ્યો, વચ્ચે પુષ્કળ અંતર પડ્યું. એ કાળ પણ કેટલો બધો પસાર થયો! વધેલા આ અંતરને ધ્યાનમાં રાખીને પછી એ જ શાંતિનાથ પ્રભુનું પ્રતીક ચૈત્ય આ વાઘણપોળમાં પ્રવેશતાં જ ડાબી બાજુએ નિર્માણ પામ્યું. સમયે-સમયે તેના સંખ્યાબંધ જીર્ણોદ્ધાર પણ થયા, પણ સિંહદેવે કરેલું એ ચૈત્ય આજે પણ પ્રભુ શ્રી શાંતિનાથ ભગવાને કરેલા ઉપકારની છડી પોકારતું અડીખમ ઊભું છે. આ દૃષ્ટિએ આ દેરું અદકેરું છે; રળિયામણું છે, સોહામણું છે. શાન્તિના ઉજાસને પ્રસરાવનારું છે. પ્રત્યેક યાત્રિક સલુણા શાંતિનાથ ભગવાનને મુજરો અર્પી યાત્રા-દર્શન-વંદન-પૂજન કરીને પછી જ દાદા આદીશ્વરને ભેટવા આગળ વધે છે.આ હેતુથી સિંહદેવે સર્જેલું શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર છે. આશા છે કે તમારી જિજ્ઞાસા હવે તૃપ્ત થઈ હશે. શાળા ગ્રન્થ ૨ ૭૧ Celestin Page #73 -------------------------------------------------------------------------- ________________ ૭૨. - દેવે બનાવેલું દેરાસર : શ્રી કાંતિબાપાનું પાટણવાવનું દેરાસર પાઠશાળાના પચાસમા અંકમાં દેવનિર્મિત શ્રી શાંતિનાથ ભગવાનના મહાપ્રાસાદની વાત વાંચીને રોમાંચ થયો. હવેથી જ્યારે જ્યારે શ્રી શત્રુંજય તીર્થની યાત્રાએ જવાનું થશે ત્યારે ત્યારે શ્રી શાંતિનાથ ભગવાનના દર્શન કરવા જવાનું અને તે પણ એક દેવદારા નિર્મિતજિનાલયના દર્શન કરીએ છીએ તે ભાવ લાવીશું. આની જેમ અત્યારે કોઈ આવા જ દેવ દ્વારા નિર્મિત જિનાલયના દર્શન કરવા હોય તો અમારી એ ભાવના પૂર્ણ થઈ શકે તેમ છે ! જો આપના ખ્યાલમાં હોય તો આપ વિગત જણાવો તો અમને એ જિનાલયના એ પ્રભુના દર્શન-પૂજન કરતાં આનંદ અને અહોભાવનો અનુભવ થશે. ઉત્તરઃ વાત બહુ સુંદર છે. આવી રીતે આવા પ્રશ્નોની જિજ્ઞાસા થવી જોઇએ. ઉત્તર આપવા પ્રયત્ન કરું. અસંખ્યાતા દેવો છે તેમાં જે શક્તિ સંપન્ન છે, પુણ્યવંત છે, પ્રભુના ગુણોથી પ્રભાવિત છે તેઓ પોતાના ઉપકારીના ઉપકારના સંસ્મરણાર્થે સુંદર ચિત્યનું નિર્માણ કરતાં હોય છે. એક ઘટના જે આપણા ગુજરાતમાં તાજેતરમાં બની છે તે વાત કરું. જુનાગઢ પાસે ધોરાજી નામે ગામ છે. ત્યાંથી બાવીસ કિલોમીટર દૂર પાટણવાવ નામે નાનું ગામ છે. એ ગામ અત્યારે છેલ્લા દોઢેક વર્ષથી સંપૂર્ણ સ્વચ્છ રહે છે. એ ગામમાં એક શ્રી સીમંધર સ્વામી ભગવાનનું નાનું પણ સુંદર દેરાસર છે. તે દેરાસર દેવકૃત છે. વાત એવી બની છે કે તે ગામના એક ભાઈ હતા. કાંતિભાઈ નામ હતું. તેઓ કાળધર્મ પામ્યા. વ્યત્તરનિકામાં દેવરૂપે ઉત્પન્ન થયા. તેમના સ્વજનો પ્રત્યેની પ્રીતિના કારણે અવારનવાર તેઓ સ્વજન પાસે આવતા હતા. એકવાર એક સ્વજને પૂછ્યું, કે તમે શ્રી સીમંધર સ્વામી ભગવાન પાસે જાવ છો? આશ્ચર્યની વાત તો એ છે કે એ કાંતિબાપા દેવે ત્યાં સુધી શ્રી સીમંધર સ્વામી ભગવાનના નામ સુદ્ધાંની જાણ ન હતી. પણ વિર્ભાગજ્ઞાન દ્વારા સર્વ હકીકત WWW.jainelibrary.org Page #74 -------------------------------------------------------------------------- ________________ જાણી, મિનિટમાં પહોંચી ગયા. જોઇને આશ્ચર્ય પામ્યા. ભગવાનનું દેદીપ્યમાન સ્વરૂપ, એ ત્રણ ગઢ, એ અશોકવૃક્ષ, એ બાર પર્ષદા, એ પંચવર્ણની પુષ્પવૃષ્ટિ ! આ બધું તો સુંદર હતું જ પણ જ્યારે પાણીથી ભરેલા મેઘના ગર્જારવ સમી કે ગંગાનદીના વહેણ જેવી ધીર-ગંભીર શૈલીમાં સંભળાતી શ્રી સીમંધર સ્વામી ભગવાનની દેશના બાર યોજન દૂર ઉભા રહેલા દેવે સાંભળી તે તો પોતાના જીવનને ધન્ય માનવા લાગ્યા. એના અક્ષરના અમીરસને ગટ ગટ પીવા લાગ્યા. એ દેશના શ્રવણનો એવો તો નાદ લાગ્યો કે રોજને રોજ દૂરથી આવીને તે સુધારસથી ભર્યા ભર્યા વચનો સાંભળવા લાગ્યા. સંસારની તમામ વાતો પરત્વે એવો સહજ વૈરાગ્ય પ્રકટ્યો કે પ્રભુ ભક્તિમાં જ સર્વ સુખો અને પાટણવાવનું એ દેવક્ત સિમંધરસ્વામી જિનાલય સંસારનો સાર દેખાવા લાગ્યો. એમના જ સ્વજનો કે બીજા કાંઇ સાંસારિક પ્રશ્નો પૂછે તો કહે કે તમે આ પ્રશ્નોની ચિંતા ન કરો, પરમાત્માના સાચા ભક્તને દુઃખ ન આવે તેની જવાબદારી મારી ! ભરતક્ષેત્રના ધાર્મિકજનોને જોઈ કહે કે અહીંના તમારા બધાના મોં સાવ પડી ગયેલા - નૂર વિનાના અને ઉતરી ગયેલા લાગે છે. જ્યારે મહાવિદેહ ક્ષેત્રના શ્રાવક-શ્રાવિકાઓને જોઉં છું તો તે બધાના મોં ખીલેલા કમળ જેવા, તેજથી શોભતા અને ઉલ્લસિત લાગે છે. ત્યાંના ધાર્મિક જીવોમાં સરળતા ખૂબ જણાય છે. આ બધાના વચનોમાં જે તત્ત્વ પડઘાય છે તેના આધારે આપણામાં ફેરફાર કરવા જેવું લાગે તો કરવા જેવો છે. શ્રી સીમંધર સ્વામી ભગવાન આ કાંતિબાપા (દેવલોકનું નામ શ્રીમેઘનાથ દેવ)ને પહેલા જ દર્શને પ્રિયતમ લાગ્યા છે. પ્રિય અને પ્રિયતરની ભૂમિકામાંથી પસાર થવાનું બન્યું જ નથી તેથી આ દેવના હૈયામાં સર્વતઃ 10-16 IDIEOh રે ૭૩ www.jainelibrasyon / I Page #75 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શ્રી સીમંધર સ્વામી છવાઈ ગયા તેથી શ્રી સીમંધર સ્વામી ભગવાનનું દેરાસર બનાવવાનો મનોરથ કર્યો. દેવતાનું પુણ્ય મનુષ્ય કરતાં તો ઘણું વધારે હોય છે. છતાં તેઓએ દેરાસરના બધાં જ કાર્ય મનુષ્યોના દ્વારા જ કરાવ્યા. હા, તેમાં જે દ્રવ્યની જરૂર પડે તેટલો પૈસો બધી જ વાર વહીવટદારને આપોઆપ મળી રહેતો. પસ્તાળીસ ઈચના અતિભવ્ય પ્રતિમાજી પણ જયપુરના એક ભાવવાહી કારીગર પાસે માત્ર અઢાર દિવસમાં ઘડાવાયા. આ પ્રભુના અંજન- પ્રતિષ્ઠા આપણાં શ્રીસંઘમાં જે સૂરિજી મહારાજ ખૂબ સરળ અને નિઃસ્પૃહિ હતા તેઓના હાથે જ કરાવવામાં આવ્યા. નામ તક્તી ક્યાંય નહીં મૂકાય એ વાતને વળગી રહ્યા. દેરાસર, પ્રભુજી અને તેમની પૂજાના દ્રવ્યો માટે એક પણ પૈસો કોઇને ય ક્યારે ય આપવાનો નહીં, ભંડાર રાખવાનો નહીં, પહોંચ / રસીદનું નામ નહીં. વિ.સં. ૨૦૬૦ ચૈત્ર મહિનામાં પ્રતિષ્ઠાનું મુહૂર્ત પણ એ જ દેવે આપ્યું હતું... પ્રભુની પ્રતિષ્ઠાના પ્રસંગે આ દેવે બીજા મહાઋદ્ધિવંત સાતસો દેવોને આગ્રહ કરી કરીને આમંત્રિત કર્યા હતા. ગામ આખું ચોખ્ખું ચણક બન્યું છે. દેવોને હેજ પણ અશુચિ ગમતી નથી. બધાં જ રસ્તા સ્વચ્છ સોહતા હતા. પાણી છાંટીને બધી ધૂળ-રજને શાંત કરવામાં આવી હતી. ઘણાં ઉત્તમ પુણ્યવંત દેવ-દેવીઓ પધાર્યા હતા. પ્રભુજીના બિંબમાં જ્યારે તીર્થકરત્વનું આરોપણ થયું અને પ્રતિષ્ઠા થઈ તે ક્ષણે જ એક અપાર્થિવ તેજલીસોટો પ્રભુ પ્રતિષ્ઠાની થાળી વાગી ત્યારે સર્વ ઉપસ્થિતોની વચ્ચે પ્રભુજીની અંદર સંક્રાંત થતો સર્વએ જોયો અને પ્રભુજીના મુખ ઉપર તેજ ઝલકવા લાગ્યું. અત્યારે પણ પ્રભુજી સાતિશય હોય તેમ લાગે છે. આ વર્તમાન કાળમાં પણ સમ્યક્ દષ્ટિ દેવો દ્વારા દેરાસરનું નિર્માણ થાય છે, એ સમાચાર જ આપણા માટે અત્યંત આનંદદાયક નહીં પણ રોમાંચક છે. - સિંહદેવે બનાવેલું શ્રી શાંતિનાથ પ્રભુનું ચેત્ય એ ઇતિહાસ છે જ્યારે આ કાંતિબાપા (મેઘનાથ દેવ) દ્વારા શ્રી સીમંધર સ્વામી ભગવાનનું દેરાસર નિર્માણ પામ્યું તે સમાચાર છે. . WWW.jainelibrary.org Page #76 -------------------------------------------------------------------------- ________________ વાણી વ્યક્તિનું માપ છે વાણી એક વરદાન છે. માણસ સારો છે એમ જો કહેવાય તો એનો આધાર છે --એક તેનો બાહ્ય દેખાવ અને બીજું તેની વાણી. એ કેવું બોલે છે ! ભાષા સારી છે કે નહીં! એની વાણીમાં તુચ્છતા આવી તો એના ટકા મૂકાઈ ગયા સમજો ! યાદ રાખજો, જે વ્યક્તિ તમારી સમક્ષ નથી તેના વિષે તમે બહુવચનમાં, માનપૂર્વક બોલો છો તે વાણી પેલી વ્યક્તિને અચૂક પહોંચે છે તે નક્કી જાણજો. अपियस्सावि मित्तस्स रहे कल्लाण भासइ (उत्तराध्ययन सूत्र) અર્થ : અપ્રિય એવા મિત્રનું પણ એકાન્તમાં સારું જ કહે. ગુજરાતી કવિતામાં પણ એક સરસ વાત આવે છેઃ ભૂંડ બોલો ના કદાપિ મૂએલાનું સર્વથા' આમાં પણ એવા જ ભાવની વાત છે કે ગતાત્માની નબળી વાત ન કરવી. મારું તો નમ્ર મંતવ્ય છે કે દરેક વ્યક્તિએ પંદર વર્ષની વય થાય એટલે પોતાની બાને બહુવચનથી બોલાવવાનો વ્યવહાર દઢ પણે શરુ કરી દેવો જોઈએ. માતા સૌથી ઉપકારિણી છે. એમના પ્રત્યે બહુમાનથી કૃતજ્ઞતા નામના એક ઉત્તમ ગુણના વિકાસની શરૂઆત થાય છે. બોલવું તો પડે જ. બોલતી વખતે જાગૃત રહીને એવા શબ્દ વાપરીએ કે આપણાં અને સાંભળનારાના કાનને સુખ ઉપજે, શબ્દ શ્રવણમધુર અને કર્ણપ્રિય હોય. જરા જેટલી પણ શોધ ચલાવશો તો આવા શબ્દો મળી રહેશે. શરૂ-શરુમાં કદાચ સારા શબ્દની શોધમાં ૭૫. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૬ - જરા વાર લાગે પરંતુ પછી તમારું શબ્દભંડોળ જ એવું બની જશે કે તેમાં નબળો કે કર્ણકટુ શબ્દનો પ્રવેશ = જ નહીં રહે, જેમ દક્ષિણ ગુજરાતના ખેતરોમાં કે ખેતર લઈ જતી વાટમાં તમને કાંકરો નહીં મળે! એક સચોટ યાદગાર રાજસ્થાની કહેવત છેઃ थारी मारी वाणीमां एतलो फरक। में बोलु वरु ने थें बोलो झरख। અહીં કહેવાનું તો એક જ છે પણ વરુ શબ્દની કોમળતા ઝરખમાં છે ખરી? બન્ને શબ્દ આપણને સ્વાધીન છે તો સારા શબ્દથી આપણા મુખને કેમ ન શોભાવીએ? જ્યારે મનમાં જે વ્યક્તિ માટે, પદાર્થ માટે તિરસ્કાર અને અ-બહુમાન થઈ આવે ત્યારે ત્યાં તોછડાઈ આવે છે. પરિણામે તે સંબોધન કે નિવેદન કરવામાં તોછડા શબ્દો નીકળી આવે છે. બધે વખતે પરિસ્થિતિનું કારણ સામે પક્ષે હોતું નથી, આપણી ચિત્તભૂમિ પણ અગત્યનો ભાગ ભજવે છે. આવે સમયે આપણે ભલે બહુમાનભર્યા વચનોથી એ વ્યક્તિનો ઉલ્લેખ ન કરી શકીએ પણ આપણે તો આપણા વ્યક્તિત્વને છાજે તેવો, ઔચિત્યભર્યો ઉલ્લેખ તો કરવો જ જોઈએ. જે વખતે આપણે તે વ્યક્તિ માટે તેનું નામ બોલીએ, તેના વિષે બે શબ્દ બોલીએ ત્યારે આપણી ભૂમિકા, આપણી મનોવૃત્તિ જ બહાર આવે છે. ભાષાપરથી બોલનારનો દરજજો નક્કી થાય છે. પેલી પ્રસિદ્ધ ઉપદેશકથા છે ને! એ કથાના પાત્રો સાથે આપણે આપણને મૂલવીએઃ મંત્રી, દિવાન, સિપાઈ વગેરે રસાલો લઈ મૃગયા કરવા નીકળેલો રાજા અટવીમાં ભૂલો પડ્યો. રાજા થાકીને લોથપોથ થઈ ગયો. પાણીની સખત તરસ લાગી. ભૂખ તો સહન થઈ શકે પરંતુ તરસ કેમ સહન થાય? ત્યાં દૂર એક નાની શી ઝૂંપડી નજરે ચડી. કોઈક તો રહેતું હશે જ. તરસ છીપાવા પાણીનું પવાળું તો મળશે જ. આશા જાગી. આવા કામમાં તો સિપાઈને જ દોડાવાય ને! એને દોડાવ્યો. ઝૂંપડીમાં વૃદ્ધ માજી એકલા રામ WWW.jainelibrary.org Page #78 -------------------------------------------------------------------------- ________________ નામ લેતાં બેઠાં હતા. સિપાઈ અંદર પ્રવેશ્યો. દોઢડાહ્યા વાણોતરની જેમ હુકમ કર્યો, અબે બુઢીયા, થોડા પાણી દે !” આખે અખમ વૃદ્ધ માજીએ ઊંચે જોયા વિના ‘ના’ કહી. સિપાઈના શબ્દમાંની તુચ્છતાએ આ કામ કર્યું ! સિપાઈ પાછો ફર્યો. પછી એ જ પ્રમાણે દિવાન અને મંત્રી પણ પાણી માગવા ગયા અને પાણી વિના પાછા આવ્યા! હવે છેલ્લે રાજા સ્વયં ગયા. હળવા પગે ઝૂંપડીમાં પ્રવેશ્યા. માજીને જોઈ બોલ્યા, ‘માડી, કેવું રહે છે. તબિયત સારી છે ને ! થોડું પાણી પીવું છે, મળશે ! માજી મુલાયમ સ્વરે બોલ્યા, ‘કોણ તમે રાજા છો!’ રાજા કહે, ‘મા, તમારો તો દીકરો !' માજીએ ઠંડુ હિમ જેવું પાણી પીવરાવ્યું. રાજાએ ધરાઈને પીધું. આ ખૂબી વાણીની છે. વાણીની તુચ્છતાને કારણે દિવાન અને મંત્રી સુદ્ધાં પાણી ન પામ્યા. આપણે કોઈ વાતમાં વ્યક્તિ કે પદાર્થ પ્રત્યે તુચ્છતા કે તોછડાઈ ન દાખવીએ એટલું ઔચિત્ય પાળીએ. કહેવાય છે ઃ તુચ્છતા દીવાલ અને બહુમાન કે ઔચિત્ય વ્યક્તિત્વના વિકાસ-દ્વાર છે. એટલે આપણે મધુર વાણીની ઉત્પત્તિભૂમિને મધુર-મધુર બનાવીએ. એક વાક્ય અને બીજા વાક્ય વચ્ચે કે એક વાર્તાલાપ અને બીજા વાર્તાલાપ વચ્ચેનું અંતર જેમ વધે તેમ વાણીની શક્તિ વધે, તેજ વધે. અને એક વિચાર અને બીજા વિચાર વચ્ચેનું અંતર વધારતા રહો તો ખોજ વધે -વાણીમાં શુદ્ધિ આવે. અરે ! ક્રમશઃ તેમાં સિદ્ધિ આવે. જેમ અજવાળામાં ખાડો દેખાય અને સીધો રસ્તો પણ દેખાય, આડાઅવળા રસ્તે જવાને બદલે સીધી રાહ પર ચાલી શકાય તેમ, બોલવાની જગ્યાએ જ બોલાય અને ન બોલવાની ક્ષણે વાણી પર લગામ રહે એ ઉત્તમ પુરુષનાં લક્ષણ છે. વાણીનો સંયમ ઉત્તમ વ્યક્તિત્વનો ભાગ બની રહે. યાદ રાખો : ન वचन रतन मुख कोटडी, चूपकर दीजे ताल । ग्राहक होय तो खोलीये, वाणी वचन रसाल ॥ ७७ Page #79 -------------------------------------------------------------------------- ________________ ७८ ચાણસ્મા ૨ જાન્યુઆરી ૨૦૦૬ પ્ર ) તત્ત્વ રસિક જિજ્ઞાસુ, ગ્નેહભર્યા ધર્મલાભ. અહીં દેવ-ગુરુની કૃપાથી આનંદ મંગલ વર્તે છે ત્યાં પણ તેમ હો. તારો સુખશાતા પૂછતો પત્ર મળ્યો છે. જવાબમાં અમદાવાદથી વિહાર કર્યો છે. સેરીસા આવ્યા ત્યાં સાધ્વીજીના સો ઓળીની આરાધના પૂર્ણ થઈ ત્યાં થોડા દિવસ સ્થિરતા કરીને કલોલ - પાનસર - રાજપુર -કડી થઇને ભોયણી આવ્યા. હેમંતઋતુના દિવસો છે તેથી ઠંડી તો પડે છે પણ શુદ્ધ હવા, ભાવભીના હૈયા, રસ્તાની બન્ને બાજુ પવનમાં લહેરાતા લીલીછમ વરિયાળીના અડાબીડ ખેતરો તન-મનને તાજગીની લહાણી કરી રહ્યા છે. શ્રમણજીવનમાં વિહાર એ લહાવો છે. મુક્ત અને નિર્ભીર વિહાર તો મન-તન અને જીવનને તાજગીથી ભરી દે છે. ભોયણીમાં શ્રી મલ્લિનાથ દાદાનો ઠાઠ જોતાં તો પ્રભુ મહાવીર મહારાજાના શાસન - સંઘને ધર્મની આબાદીનું કારણ જડી ગયું. નિતાન્ત સત્ય, અલંકાર વિના પણ કેવું શોભે છે! પ્રભુની પ્રતિમા આભૂષણ વિના જોવા મળે છે ત્યારે તેમની સાદી છતાં અન્ત વિનાની સુંદરતાનો અંશ આંખે ચઢે છે. ચાર દિવસ નિરાંતે રહ્યા, જાત સાથેની મુલાકાત માટે એ અવકાશ વ્યાજબી રહ્યો. ત્યાંથી કટોસણ રોડ થઈને સુંવાળા સાંથલને રસ્તે થઈને બલોલ પહોંચ્યા ત્યારે રસ્તામાં જૈન સંઘની દેદીપ્યમાન આભાનો પરિચય મળ્યો. જ્યારે સુંવાળા ગામ આવ્યું ત્યાંથી એકથી વધારે જૈન પ્રાચીન પ્રભુ પ્રતિમા પ્રાપ્ત થયાની વાત સાંભળી ત્યારે પાલનપુરના ચોમાસામાં જે વિક્રમના સોળમાં સૈકામાં રચાયેલી ‘ઉત્તર ગુજરાતના કેટલાક ગામોની ચૈત્ય Page #80 -------------------------------------------------------------------------- ________________ પરિપાટી' નું સંપાદન કર્યું તેમાં સ્વાલિકા ગામની વાત જોઈ હતી તે તાજી થઈ. તેમાં ‘સુહાલિકા' એ રીતે ગામના નામનો ઉલ્લેખ છે, વળી તેમાં શ્રી નેમિનાથ ભગવાનના દેરાસરની વાત છે. એ મૂર્તિ વિશાળ કદની અને દેદીપ્યમાન છે. ત્રણ ફેરફાર અત્યારે દેખાય છેઃ જિન મંદિર ભૂગર્ભમાં ભંડારાયું હોય તેમ લાગે છે. જૈનોના ઘર બધા મોટા શહેરોમાં ગયા છે. અને ગામનું નામ સુંવાળા એ રીતે અપભ્રંશ થયું છે. વળી વસ્તુપાલ-તેજપાલે અહીં ચેય બંધાવ્યું હતું તે યાદ આવ્યું. ભૂમિ ઘણી પ્રાચીન છે. એક વેળા આ બધા ગામોમાં જૈનોની જાહોજલાલી હતી. કાળ-કાળનું કામ કરે છે. કહેવતમાં કહ્યું છે ને કાળ જાય પણ કહેણી રહી જાય તેવું અહીં પણ બન્યું છે. એ ઇતિહાસનું પાનું આ પ્રમાણે છે -- વરસો પહેલાની એક રોમાંચક ઘટના છે. સુંવાળામાં મંત્રીશ્વર વસ્તુપાલે દેરાસર બનાવેલું હતું, આજે ત્યાં મંદિર નથી પણ ખોદકામ કરતાં પ્રતિમાજી જમીનમાંથી મળે છે. આ તો પ્રકૃતિની પ્રક્રીયાનો ભાગ છે ખાડો ત્યાં ટેકરો, ટેકરો ત્યાં ખાડો! તે કાળે અને તે સમયે ગામમાં શ્રાવકોના કુટુંબો વસતા હતા. તેમાંથી એક બહેનને તે જમાનામાં (આશરે નેવું વર્ષ પહેલા) મુંબઈ શહેરમાં પરણાવેલા. તે બહેનને એકવાર માછીબજાર પાસેથી નીકળવાનું થયું. ત્યાં પોતાના ગામનું નામ કાને પડ્યું. જાણવા માટે આગળ પૂછ્યું કહે કે આ સુંવાળા ગામના તળાવની માછલીના દામ બહુ આવે છે. ઘરે આવી મનમાં વિચારતાં મન દુભાયું. આ તો મારા ગામની વાત છે. રોજની કેટલી હિંસા થાય! તે તો કેમ ચલાવાય! પતિને વાત કરી, તેમણે વજન ન આપ્યું. ગોડીજી ઉપાશ્રયે પહોંચ્યા. ત્યાં વિરાજમાન સૂરિ મહારાજને પોતાની મનોવ્યથા કહી. દિલમાંથી પ્રકટેલા શબ્દો સામા હૃદયમાં દીવા થઇને અજવાળા પાથરે છે. સૂરિ મહારાજે એક શેર(200 ગ્રામ) જેટલો વાસક્ષેપ આપ્યો. બહેન પિયર આવ્યા. નવકારમંત્ર ગણી ૭૯ Page #81 -------------------------------------------------------------------------- ________________ : ૮o. તળાવમાં છંટકાવ કર્યો... ...તળાવનું પાણી સૂકાવા લાગ્યું. તળાવનો વિસ્તાર ઘણો. બારે મેઘ ખાંગા થાય, પાણી ભરાય પણ જેવી જળચર જીવોની ઉત્પત્તિ શરુ થાય ત્યાં જ પાણી સૂકાવા માંડે. બધું પાણી ગળવા માંડે. સાવ સમ ખાવા પૂરતું પાણી રહે છે. આજે પણ તેને ગળ તળાવ કહે છે. તમને બધાને આ બધું અશક્ય લાગે છે ને!પણ વાત એવી છે કે જે અદશ્યને (દેવ-ગુરુની અચિંત્યકૃપાને) જોઈ શકે છે તે અશક્યને શક્ય કરી શકે છે. અને એ રીતે જ આ બહેને અશક્ય લાગતું કામ પાર પાડ્યું. એ તળાવ જોતી વખતે તમે સાથે હોત તો તમને ઊંડાણમાં જવા વધારે પ્રશ્નો થયા હોત ! આવું પરિભ્રમણ દગીની નોંધપોથીના યાદગાર પૃષ્ઠો બની રહે છે. રસ્તે ચાલતા માર્ગની બન્ને બાજુ પુષ્કળ ખેતરો જોવા મળ્યા. એરંડાના ખેતર તો હતા જ પણ લીલી-લીલી વરિયાળીના વિશાળ ખેતરો જોયા. જીરુનું વાવેતર આ બાજુ ઘણું થયું છે. અને પીળાં પીળાં ફૂલોથી શોભતાં રાઈના ખેતરો જોયા અને તેમાં જ્યારે એ લીલી ડાળ ઉપરના હળદર જેવા પીળાં ફૂલો ઉપર હેમંતના સૂરજનો સોનલવર્ણો મૃદુ અને કુણાશભર્યો તડકો રેલાયો ત્યારે તો ત્યાં થોભવું જ પડ્યું! મરક મરક સ્મિત સાથે જ્યારે તેનું સ્વાગત કર્યું ત્યારે સાથે રહેલા કનોડાના પ્રલાદભાઈ કારકુને કહ્યું કે આ રાયડાને પહેલા આ ફૂલ બેસે પછી એ ખરી પડે અને રાઈના દાણાની સિંગો આવે તેના ભારથી છોડ નમી પડે. આવી વાત સાંભળી મારા મનમાં થયું, ઇન્દ્રિયજન્ય સુખો, જીભ માટેના વખણાયેલા સ્વાદ અને શરીરજન્ય વૈષયિક સુખો, ફૂલ જેવા ક્ષણિક છે. તડકામાં ઝબકતા દુનિયાના લોકોની નજર પડે અને ચળકાટ પકડનારા ફૂલો જેવા! તેમાં જે ન લોભાય આગળને આગળ હજીયે આગળ જાય એ રસનેન્દ્રિયના સુખો કે દેહસંસર્ગજન્ય સુખો જેનો અન્ત છે અને જે સુખના અતિ ઉપર જ મોટો રાગ વગેરે દુઃખો અને તે થોડા વખત માટે જ હોય છે ઉભા હોય, તે અથવા નૃત્યકળા, સંગીતકળા, ચિત્રકળા કે કાવ્યકળા જનિત સુખનો અનુભવ પણ ક્ષણજીવી જ Page #82 -------------------------------------------------------------------------- ________________ નીવડે છે ! તે બધાને ભોગવવાની ઇચ્છા ખરી પડે છે, જતી કરવામાં આવે છે. તે પછી ફલ રાઇવાળી સિંગો આવે છે. આત્મિક સુખના અંશ (રાઇના દાણા) ની અનુભૂતિ થાય છે ત્યારે તે નમી જાય છે. નમ્ર બને છે. અંદરથી જે સમૃદ્ધ બને છે તે નમ્ર બને જ છે, નમ્ર બને છે તે અંદરથી સમૃદ્ધ બને છે, એવું આ અમૃતચક્ર છે. તફાવત એટલો છે કે ઇન્દ્રિયજન્ય સુખોના અંતમાં દુઃખ આવે છે ત્યારે તે કહી શકે છે જ્યારે આત્મિક આનંદના અંશની અનુભૂતિ કરે છે ત્યારે તેનું વર્ણન શબ્દોમાં સમાવી શકતો નથી. તે અનુભવ શબ્દની પેલે પાર હોય છે. શબ્દ જ્યાં નીપજે છે તેનાથી આગળ આ આત્માનો પ્રદેશ છે માટે. એટલે આ વિષયમાં યશોવાણી એમ મળે છે કે, જિન હી પાયા તિન હી છિપાયા.' તાલી લાગી જબ અનુભવ કી સો ઉ સમજેગે સાન મેં...’ બ્રહ્માનંદનું આજ તો લક્ષણ છે અનંત આકાશના ચંદરવા નીચે અને સા સાંન્નિધ્યમાં આવું સૂઝે છે. પત્ર થોડો લાંબો થઇ ગયો ! રસ્તાના વિચાર ચંક્રમણ વખતે તમારી હાજરી અનુભવાતી હતી, વળી વાર્તાલાપનો દોર પણ તમારી સાથે સંધાતો હતો. પછી તો બલોલથી ગાંભૂ - કનોડા થઇને વડાવલી અને ત્યાંથી અહીં ચાણસ્મા આવ્યા છીએ. નિસર્ગના ખોળામાં અને કુદરતી વાતાવરણ નીચે અમારી વિહાર યાત્રા પ્રભુકૃપાથી આનંદપ્રદ રહી છે. હવે પાંચેક દિવસમાં શંખેશ્વર તીર્થમાં દાદાના દરબારમાં પહોંચીશું. આ વખતની પ્રભુની યાત્રા મનને ગુણોથી ભર્યું ભર્યું બનાવનાર નીવડે. ભવોથી ઘર બનાવીને બેઠેલા કાંટાને કાઢવા માટે પ્રભુની સહાય માંગવાના ભાવ મનમાં રમે છે. જ એક અભિલાષા સાથે.. તમે પણ ગુણોના બગીચાના સ્વામી બનો એ Nolle sin ગ્રન્થ ८१ ENERIFE Page #83 -------------------------------------------------------------------------- ________________ - ૮૨ याते मय्यचिरान्निदाघमिहिर ज्वालाशतैः शुष्कतां સુભાષિતમ્ गन्ता के प्रतिपान्थसन्ततिरसौ संतापमालाकुला। एवं यस्य निरन्तराधिपटलैर्नित्यं वपुः क्षीयते શાર્દૂલવિક્રીડિત धन्यं जीवनमस्य मार्गसरसो धिग्वारिधीनां जनुं॥ પ્રધાનવાદ ( – પતિ કીનાથ) ખરે ઉનાળે તપતાં બપોરે બળ્યા ઝળ્યા ને તરસ્યા મુસાફિરો હવે જશે ક્યાં, મનમાંહી ચિંતા તેથી સુકાયું વનનું તળાવ સુકાયેલું તેહ તળાવ ધન્ય અફાટ એ વારિનિધિ નકામો જે પારકાનાં હિતની વિચારણાં કરે ભલે તે કૃશ તો ય ધન્ય. સમશ્લોકી પદ્યાનુવાદ સૂકાઈશ યદા નિદાઘરવિની અત્યુષ્ણ જવાલા થકી, જાશે આ પથિકો તૃષાતુર અહો ક્યાં એ જ ચિત્તા થતી; જેનું ક્ષીણ થતું સદા શરીર ને માર્ગસ્થ કાસારનું સાથે જીવન ધન્ય ધન્ય પણ હા ! ધિક્ સિન્વના પાણીને. અર્થ સમજૂતી : આ રીતના શ્લોકને અન્યોક્તિ કહેવાય છે. કહેવાયું હોય બીજાને ઉદ્દેશીને પણ વિચાર કરતાં ઘણે સ્થાને બંધ બેસતું આવે. અહીં તળાવ જે ઉનાળામાં સૂકાયું છે, પણ ધન્ય છે. જ્યારે સતત પાણી ઉછાળતો અફાટ દરિયો, જે કોઈની તરસ છીપાવી શકતો નથી, તેને ધિક્કાર છે! કૃપણ તવંગર કરતાં દરિદ્ર પણ દાતા શ્રેષ્ઠ છે. WWW.jainelibrary.org Page #84 -------------------------------------------------------------------------- ________________ સાધુ ગાળો ગ્રન્થ ૨ ૮૩ www.jainelibrary.old Page #85 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ચેતન ! અબ મોહે દરિસણ દીજે માગસર સુદ ૫ - ૨૦૬૨ દશા પોરવાડ ઉપાશ્રય અમદાવાદ US I[ CI[ ગ્રન્થ ૨ | પ્રિય આત્મનું, પ્રેમ...પ્રેમ...પ્રેમ. આજે સંયમ જીવનનાં પીસ્તાલીસમાં વર્ષે, વિતેલા વર્ષોનું વળતર જોવા મન તલસે છે, તેનાં લેખાં-જોખાં કરવા મન ઉત્સુક છે. સંયમ જીવન શેના માટે? સંયમ જીવનથી શું સિદ્ધ કરવું છે? તારે ઘર સંવમvi વાર્થ તેઠ્ઠિા (અર્થ ઃ દોષોથી ઉભરાતા સંયમ માટે ઉપદેશમાલાના વચનમાં કહેવાયું છે કે તેઓએ ઘરબદલો જ કર્યો છે) સાર્થક કરવું છે કે મદ્ય તે સંપન્ન નન્ના બોલી શકાય તેવું જીવવું છે? પ્રભુ મહાવીરે સંયમ જીવનની અનિવાર્યતા કયા પ્રયોજન માટે કહી છે ! થોડીવાર તે વીચારી જો ! તારા સ્વરૂપ ઉપર હું ઓવારી જાઉં છું. આજે સાતિચાર સંયમના ૪૫ વર્ષ થયા. તે નિમિત્તે તારી સાથે થોડો સમય ગોઠડી કરવી છે. પ્રભુએ મનુષ્યભવની સાર્થકતા વર્ણવતા કહ્યું છે: “દેહથી આત્મા જુદો છે.’ આ વચન શ્રદ્ધાથી સ્વીકાર્યા પછી તે અનુભવાય તો આ જન્મ લેખે લાગે. આ અનુભવ આત્મસાત કરવાનો શ્રેષ્ઠ માર્ગ પ્રવજ્યા-દીક્ષા છે. જીવનમાં સાધુતા પ્રગટે ત્યારે જ દેહ ગૌણ બની શકે. તે માટે જેટલાં સાધક સાધનો છે તેને અપનાવવા. Page #86 -------------------------------------------------------------------------- ________________ અને બાધક છે તેને સાવધાનીપૂર્વક ત્યજવા. ઘાતકને તો દૂરના દૂર જ રાખવા. દેહાત્મવિવેક એ એક જ સાધ્ય છે, લક્ષ્ય છે. એ સિદ્ધ કરવા તેના સાધનઉપસાધન લેખે જે કાંઈ કરવું પડે તે જ્ઞાન-દર્શન-ચારિત્ર તરીકે ગણાતું હોય તે આદરપૂર્વક સેવવું. દેહભાવ ભાન એ લૌકિક છે. આત્મભાવ ભાન તે લોકોત્તર છે. આ લૌકિક સ્થિતિ તો અનાદિની છે. મન, વચન અને કરણીમાંથી તેને ત્યજવાની છે, તેને સ્થાને લોકોત્તર વચનો, વિચારો અને વર્તણૂંકને તારે ચીવટથી અપનાવવાના છે. આ બધાને તારે તારા બનાવવાનાં છે. અનાદિથી જે દેહાધ્યાસ ચિત્તવૃત્તિમાં ગાઢપણે વણાયો છે તેને અળગો કરવાનું લક્ષ્ય એક ક્ષણ માટે પણ ન વીસરાય તે માટે, પ્રભુ દર્શન વંદન, તીર્થયાત્રા, સામાચારીનું પાલન કરવું; એની પુષ્ટિ માટે આગમ ગ્રંથોથી લઈ પ્રકરણ ગ્રંથોનું અધ્યયન કરવું; આ બધા સાધનોનો ઉપયોગ દેહભાવને સ્થાને આત્મભાવની સ્થાપના કરવા માટે છે. રોજની ઘટમાળમાં પર-પદાર્થ પ્રત્યેની પ્રીતિ મૂળગામી બની ગઈ છે તેનાથી જીવને પાછા વાળીને પરમ તત્ત પ્રત્યેનો લગાવ ઉભો કરવાનો છે. સ્થૂળથી સૂક્ષ્મ તરફની ગતિ કરવાની છે. અનિત્યથી નિત્ય તરફ નજર નોંધવાની છે. અન્યથા આ જીવન તો એવું અનિત્ય છે કે 0:0 મારી હસ્તી, મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ, જળમાંથી આંગળી લીધી, જગ્યા પૂરાઈ ગઈ. (ઓજસ પાલનપુરી) માત્ર દશ્ય જગતમાં ગતિ-સ્થિતિ સીમિત થઈ જાય છે તેને બદલીને અદશ્યમાં નજર દોડાવવાની છે; તારે ત્યાં સુધી પહોંચવાનું છે. દિવસમાં દસ વાર બોલજે ઃ દેહથી હું જુદો છું. આટલું લક્ષ્યરૂપે તારા મનમાં કોતરાઈ III ગ્રન્થ ૨ ૮૫ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮૬ “હે છે. રહે તો તું આ સંસારમાં વિસામો શોધે પણ મુકામ તો ન જ કરે ! તારું આ લક્ષ્ય ઉચ્ચતમ છે. આ હેતુને તું પળભર પણ ભૂલતો ના! પ્રભુ મહાવીરે કહ્યું છે કે પળ એકનો પણ પ્રમાદ ન કર તે આ અર્થમાં છે. આત્મવિસરણ એ પ્રમાદ છે. સતત જાગૃતિ તે અપ્રમાદ છે. દેહ છે એટલે દેહભાવમાં લીનતા સહજ છે. ઢાળ છે. આત્મભાવની સતત સ્મૃતિ એ ચઢાણ છે. તારો જન્મ એ માટે જ થયો છે. એ સ્થાને તારે પહોંચવાનું છે. આ કાળમાં ઘણા સાધક એ જગ્યાએ પહોંચ્યા છે. તારે માટે પણ એ અશક્ય નથી. મનમાં એ વૃત્તિને સતત જાગૃત રાખીને જીવતો જા, એનું રટણ કરતો જા. જો આ લક્ષ્ય ન પકડાયું તો ગોળ ગોળ ફરવાનું જ થાય છે. એમ ન થાય તે માટે તેને હું કહું છું. હવે એ ભૂલનું પુનરાવર્તન અટકાવી દેજે. આ તપ છે. પરિણામ ઉત્કૃષ્ટ છે. સંસારમાં ઉપાધિ તો પારાવાર છે. ડગલે ને પગલે આવવાની છે. પરંતુ એકવાર પણ દેહ અને આત્માના ભેદની પ્રતીતિ થઈ તો લાભ જ લાભ છે. સંસારની ઉપાધિ તને સ્પર્શશે નહીં. એનું સુફળ એ મળશે કે તને સમાધિ અંકે થઈ જશે! અંત સમય એ તો જીવનનો સરવાળો છે. સમગ્ર જીવન કેવું વીત્યું છે તેની પ્રતીતિ અંતકાળે થશે. લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તપ અને સ્વાધ્યાય જ માર્ગ છે એવું નથી. બીજા રસ્તે પણ સમાધિ હાંસલ થઈ શકે છે. ભક્તિની તીવ્રતા, શરણગમનની તાલાવેલી, અહંની શૂન્યતા --આ બધાથી પણ ધ્યેય સિદ્ધિ થાય છે. તું કોઈ પણ એક રસ્તો પસંદ કરે અને એ રસ્તે ઘીરાં ડગ ભરવા માંડ. તને સહાયક પણ જરૂર મળી રહેશે. ગન્તવ્યને યાદ રાખીને “હું કોણ?'નો સાચો જવાબ મેળવી લે. તારું સદ્ભાગ્ય છે કે તને આવી વિચારણા કરવાનું ગમ્યું. તને પ્રાપ્તિ થશે જ એવી આશા રાખવી ગમે છે. દેહથી વસ્ત્ર જુદું છે એ તો તું અનુભવે છે. દેહથી આત્મા પણ જુદો છે એવું અનુભવવા જેવું છે. એ જ કરવા જેવું છે. આજ સુધી તે અનુભવ થયો નથી કેમકે તેના તરફ તારું લક્ષ્ય ગયું નથી, એ દિશામાં પ્રવાસ અને પ્રયાસ આદર્યો નથી. Page #88 -------------------------------------------------------------------------- ________________ એકવાર સમજાઈ જાય કે દેહથી આત્મા જુદો છે પછી દેહ જર્જરિત થાય, રોગોથી ઘેરાઈ જાય, પારાવાર પીડા થાય, પુદ્ગલના સ્વભાવ મુજબ કરમાઈ કાળો પડે તો પણ આત્મા તેનાથી જુદો છે એ અનુભવાશે, પીડાશે નહીં, રીબાશે નહીં. આત્મા સ્ફટિક જેવો નિર્મળ, સતુ એટલે કે સતત વિદ્યમાન, ચિતું એટલે જ્ઞાનમય અને આનંદમય! જ્ઞાનમય એટલે તે જડ નથી. આનંદમય એટલે વિષાદ નથી. ક્યારે પણ ઓલવાય કે આથમે નહીં તેવું તેજ તારું સ્વરૂપ છે તે અનુભવાય તો આધિ-વ્યાધિ-ઉપાધિની પીડા રહે જ ક્યાંથી? નિરંતર સુખમાં આકાશ જેવા અસીમ ચિદાકાશમાં જ વિહરવાનું જો તને ગમતું હોય તો આત્માની બહારના પ્રદેશમાં ભટકવાનું બંધ કર અંદર ઝાંખ. બહિર્મુખતા ત્યજીને અન્તર્મુખ બની જા. અંદર મેં ક્યારે પણ જોયું નથી, બહાર છે તેનાથી કંઈ ગણું સુંદર અંદર છે તે જોતાં આવડી જાય તો બહારનું વરવું લાગે, ફિક્કુ લાગે. વાણી વિરમે તો અનાહત નાદ સંભળાય - વિચાર વિરમે તો અનંતસમૃદ્ધિના દર્શન થાય. ઉધામા છોડીને પલાંઠી વાળીને ક્યાંક નિરાંતે એકાન્તને શણગારવાનું શરુ કરી દે. તને હજી બહારના ટેકાથી જીવવાની આદત છૂટી નથી આ તારી પરાધીનતા છે. અંદરનો કો'ક ટેકો શોધી કાઢે તેના સહારે જીવવાનું શરુ કર તો સ્વાધીનતા શું ચીજ છે તેની તને ભાળ મળે. સતત ને સતત તું બહારની પરિસ્થિતિનો આશ્રય લે છે ત્યાં સુધી તું પરાશ્રિત છે, ત્યાં સુધી તું સ્વાધીન નથી. આ જૂની આદતની નાગચૂડમાંથી નીકળવું તારા માટે કપરું છે પણ, કોઈકના અનુભવને જાણી તેને ખપમાં લઈને તું તારી પાંખો ફફડાવ, ઊંચે ઉડવા તૈયાર થા. થોડો વખત અણગમો લાગે તો સહી લે. સંકલ્પ કર, દેહની પેલે પારના પ્રદેશમાં એકવાર તો લટાર નીકળવું જ છે. જરૂર ભગવાનની સહાય મળશે. બસ, આજે આટલી વાત તારી સાથે કરીને હળવો થાવ છું. આટલી વાત તેં ધ્યાનપૂર્વક સાંભળી તેથી ધન્યતા અનુભવું છું. ફરી ક્યારેક આ બાબતમાં તેં જે પ્રગતિ સાધી હોય તેના સુખદ સમાચાર આપજે. -- એ જ ८७ Page #89 -------------------------------------------------------------------------- ________________ ८८ ચેતન ! અબ મોહે દરિસણ દીજે --- ની પૂર્વ ભૂમિકા USTOી ગ્રન્થ ર | અહેતુના શાસનમાં તમામ વિચારણા નય સાપેક્ષ કરવાની કહી છે તે રીતે તમે જે વિચારો રજૂ કર્યા તે બરાબર છે. સંયમ સાધન છે, સાધ્ય તરીકે આત્મપરિણતિ છે તે વાત સારી છે. આ મુદ્દો બીજી રીતે વિચારવા જેવો લાગ્યો. જો કે મારા જેવા માટે તો ‘ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો એવું છે. છતાં બૌદ્ધિક સ્તરે તે વાત મનમાં એ રીતે આવી કે મહાવીર મહારાજાની સાધનામાં, પ્રરૂપણામાં આત્મા કેન્દ્રમાં હતો તો આત્માના દર્શન માટે તે દેહથી જૂદો છે તેવો જે અનુભવ તે માટે તે કાર્યમાં સાધક સાધનો અપનાવવામાં ઘાતક પરિબળો દૂરથી તજવા અને બાધક પરિબળોથી બચતાં રહેવું. આમ દેહ-મન-વચન-પુગલ થકી કર્મથી ભિન્ન જે સ્વરૂપ તેને જેમ કપડું પહેરવા છતાં કપડાંથી દેહ અળગો છે તેમ અનુભવાય છે તેમ દેહાદિથી લોખંડ અને અગ્નિની જેમ એકમેક હોવા છતાં તેને અળગોનિરાળો અનુભવવો તે સંયમજીવનનું સાધ્ય એટલે પોતે દેહમાં હોવા છતાં તેની નજર દેહ આદિને ઓળંગીને એ બધા પુદ્ગલ જગતની પેલે પાર જે કદી ન ઓલવાય તેવું અજવાળું છે તેનો અનુભવ કરવો. તેને માટે પ્રભુએ સંયમજીવન બતાવ્યું છે અને શુદ્ધસંયમ જ્યારે પળાય છે ત્યારે એ જે જે જીવોને અભય આપીને અહિંસા આચરીને મિત્ર બનાવ્યા તે બધાં આ કાર્યમાં સહાયક બની જાય. લોભાદિ કષાયોની પકડ ઢીલી પડી જાય. આત્મા તરફનું આકર્ષણ જાગી ગયા પછી તેનાથી ઈતર તમામ અનાત્મજગત તુચ્છ ને એંઠવાડ લાગે તેથી તેનું આકર્ષણ લેશમાત્ર ન રહે એમ તેની સહજ સાધના ચાલતી રહે અને આત્માના દર્શન Page #90 -------------------------------------------------------------------------- ________________ કરીને જ વિરમે. આવી બધી વાતોનો અણસાર પં. પદ્મવિજયજી મહારાજે નવપદની પૂજામાં સમ્યગદર્શનપદની પૂજાની કડીમાં આપ્યો છે : આત્મજ્ઞાન કો અનુભવ દશર્ન સરસ સુધારસ પીજીએ -પ્રભુ નિર્મલ દરિસણ કીજીએ.” આમ દેહાદિથી જુદો આત્મા અનુભવવો તે ભેદજ્ઞાનની ભૂમિકા છે જ્યારે સમગ્ર જીવો સાથે અભેદનો અનુભવ તે અભેદજ્ઞાનની ભૂમિકા છે. બે માંથી જે રસ્તે વિર્ય ઉલ્લાસ વધે તે માર્ગે ગમન- નિગમને તે સંયમજીવનનું લક્ષ્ય સાધ્ય પ્રયોજન ગણાય. આ આજકાલના વાતાવરણમાં અશક્ય પ્રાયઃ લાગે પણ પ્રભુ મહાવીર મહારાજાના શ્રમણ થનાર તમામને આ જ લક્ષ્યથી સાધનાની પ્રીતિ-ગતિ અને સ્થિતિ હતી અને તે જ લોકોત્તર જીવન છે. જેમ જેમ અનાત્મરતિની અસર વધી તેમ-તેમ શ્રમણજીવન પણ લૌકિક બનતું ચાલ્યું. આત્મરતિ સાધકને લોકસંપર્ક તો બાધક જ લાગે. ભરવાડ જેમ દૂધના પ્રયોજને જ બકરી પાસે જાય, જે ક્ષણે પ્રયોજન પૂર્ણ થયું તેની બીજી ક્ષણે ત્યાં ન હોય, તેમ આહારાદિ પૂરતું તે ગૃહસ્થને ત્યાં જાય. તે સિવાય તે અનુપ્રેક્ષાથી આત્માનો ખોજી બની રહે તે માટેનો જ તેને ખપ રહે. માટે તેનો ખપી અને તે માટે ખાખી બનવું હોય તો તે માટે પણ તૈયાર. શ્રમણ આત્મ ખોજી તે માટે સંયમખપી અને આહારાદિ માટે ખાખી બની રહે તો તે ભવ બદલતાં પહેલાં અલપઝલપ એ ઝાંખી થાય તો થાય. પણ એ માર્ગે ચાલનાર તો આત્માના માર્ગે ચાલ્યો જ કહેવાય જ કહેવાય અને એકવાર આત્મદર્શનની રઢ લાગી જાય તો આત્મતર જગતમાંથી તેની પ્રીતિ-રતિ સૂકાઈ જાય તે સતત ઘન્દાતીત થવા મથતો રહે. આવા બધા વિચારો મનમાં ઘોળાય છે. સંયમ જીવનમાં આવી એકદ ક્ષણ લાવી જાય તો કેવું સારું! જો કે તેને માટેના દેદાર નથી પણ ગમે છે તો એ જ. . CE - Page #91 -------------------------------------------------------------------------- ________________ GO नंदी सया संजमे સંયમમાં સદાને માટે આનંદ છે. | ૨ આનંદની ઝંખના માણસમાં સતત રહી છે. આનંદ મળવાનું ખરું મુખ્ય સ્થાન - ઠેકાણું મળતું નથી તેથી તે આડા અવળા ઉપાય અજમાવતો રહે છે. પરિણામે નિરાશા અને હતાશ થઈ પાછો પડે છે. આનંદની આ શોધનો સુખદ અંત લાવનારું આ વાક્ય છે : મંત્રી સત્ય સંગમે --સંયમમાં આનંદ છે. આનંદનું ઉત્પત્તિ સ્થળ સંયમ છે. વળી પ્રશ્ન થશે કે આ સંયમ શું છે? એનો ઉત્તર છે. ચિત્તમાં જે વિચારો, વિકારો અને વૃત્તિઓ ઊગે છે તેનું જે સમાજના પ્રભાવે સંવરણ તે સંયમ. વૃત્તિઓ વકરે અને બહેકે તેવામાં તો નકરૂં નુકશાન છે, દુઃખ છે, આપદા છે. અંદર ઊઠતી વૃત્તિઓનું દમન નહીં પણ શમન...અરે ! શમન પણ નહીં, માત્ર સંવરણ કરો કે તરત જ સુખ નામના પ્રદેશની શરૂઆત થાય છે. પદાર્થ સાથેનું તાદાભ્ય તૂટે કે તરત જ વૃત્તિઓનું સંવરણ થવા લાગે છે. આ માટે મને શ્રી નમિરાજાની વાત ઘણી ઉપયોગી જણાય છે. નામે નમિરાજા... શરીરમાં દાહની અપાર વેદના...એ દાહ શમાવવા થતો ચંદનનો લેપ...એ લેપ માટે ઘસાતું ચંદન... | સુખદ આશ્ચર્ય તો એ કે એ ચંદનના લેપ તૈયાર કરવા લીલો લીટિ લીગી માટે રાજ્યાશ્રિત માણસો નહીં પરંતુ ખુદ રાજાની રાણીઓ સુખદ આશ્ચર્ય તો એ કે એ ચંદનના લેપ તૈયાર કરવા માટે એ ચંદનનો ઘસારો ઊતારી રહી છે. રાજ્યાશ્રિત માણસો નહીં પરંતુ ખુદ રાજાની રાણીઓ એ છે તનની વેદના સાથે રાજાના મનની વેદના પણ એવી ચંદનનો ઘસારો ઊતારી રહી છે. તીવ્ર હતી કે જરા જેટલો અવાજ પણ ગમતો નથી. અહીં Page #92 -------------------------------------------------------------------------- ________________ તો બધી રાણીઓનાં બન્ને હાથનાં કંગનો ઘસારાના લયમાં રણકી રહ્યાં છે. એ સૌભાગ્યના ચિહ્ન આજે દુર્ભાગ્ય સરજી રહ્યાં હતાં ! કંગનનો એ રણકાર રાજાથી ખમાતો ન હતો. કાર્યરત રાણીઓ અને મહાલયના સર્વે સેવકો રાજાની આજ્ઞા પાળવા આતુર હતા. રાજાએ સેવકોને કહ્યું, એ અવાજ ખમાતો નથી; બંધ કરાવો.” પળવારમાં તો બધી રાણીઓએ એક જ સૌભાગ્ય ચિહ્ન રાખી બાકીના કંકણ દૂર કર્યા. રાજાને કાને અવાજ આવતો બંધ થયો. રાજાએ પૂછ્યું: “શું ચંદન ઘસવું બંધ કર્યું?” સેવકોએ કહ્યું, “ના, ના, ચંદન ઊતરે જ છે જુઓ આ વાટકો ભરાઈને આવ્યો.” ‘તો અવાજ કાં નથી આવતો?” એક સૌભાગ્ય-કંકણ રાખીને, બાકીના અળગાં કર્યા છે.” એમ ! એક હોય તો અવાજ આવતો નથી!” આમ આવા સાદા વાક્યથી રાજા જાગી ગયા. પદાર્થ સાથેનું તાદાભ્ય તોડ્યું અને અવિનશ્વર આત્મા સાથેનું તાદામ્ય જોડ્યું. આ જાગૃતિ કાયમના લેવલે ઊભી થઈ. એક છે ત્યાં અવાજ નથી, કોલાહલ નથી. આ સુદ્દઢ નિર્ણય એવો થયો કે આહાર ઉપધિ તો છૂટ્યા જ છૂટ્યા, પણ યાવતુ દેહ પણ અળગો થયો. મમતા ગઈ. બધું સ્પષ્ટ થયું. મારું શું? પરાયું શું? અંદરથી ઊઠતી વૃત્તિઓનું નિરીક્ષણ-પરીક્ષણ બરાબર થયું. આહાર ઉપધિ દેહની સાથે જોડાયેલી વૃત્તિઓ મન સાથે ચોંટેલી હતી. તેને ઉખેડી નાખી. ઊતરડવી ન પડી. વિસર મને સંન નં અર્થ? મને સંયમમાં આનંદ દેખાડો આપણી વૃત્તિ પર જો કાબૂ રહે તો ઘણી સુખદ ક્ષણો આપણને મળતી રહે. મનને કેમ કેળવવું તે જ આપણા માટે અઘરું પેપર છે. છતાં કરતા કરતા કરતઅભ્યાસ જન જડમતિ હોત સુજાના એ ન્યાયે રોજના જીવનમાં ટેવ પાડવામાં આવે તો દુઃશક્ય પણ શક્ય બની જાય. વૃત્તિને નાથવાનું કામ ભલે કપરું છે પણ સાધ્ય બને ત્યારે આનંદનો અનુભવ થાય છે. કહ્યું છેને? પહેલા પીડા પ્રસૂતિની, પછી પુત્ર વધામણી. | ૯૧ Page #93 -------------------------------------------------------------------------- ________________ વિહાર વાર્તા એક અભિરામ સ્થળે.. (UTUદાળા ગ્રન્થ ર | 8 વિ.સં. ૨૦૬૩ના પોષ વદિના પહેલા સપ્તાહના દિવસો હતા. સૌરાષ્ટ્રનો બગીચો ગણાય એવા મહુવા પંથકના નજીકના ગામ કુંભણથી કાચે રસ્તે વિહાર કર્યો. પ્રભુજીના દર્શન કરીને નીકળતાં ભળભાંખળું થઈ ગયું હતું. પૂર્વમાં મોં-સૂઝણું થવામાં હતું. વદિમાં તો પાછલી રાતે ચાંદની રેલાતી હોય છે. કવિ નાનાલાલ મોટે પરોઢિયે સાંઢણી પર કરેલી પંચાસરની મુસાફરી દરમિયાન રચેલી પંક્તિ યાદ આવી : ‘પાછલી રાતનાં અજવાળિયાં... રે; ચાંદનીથી ચીતર્યા સખી...' આમ તેજ-છાયાની અજબ ગુંથણી થઈ હતી. અમારે ગોરસ થઈને મોટા ખુંટવડા જવાનું હતું. કુંભણનો સીમાડો છોડ્યા પછી અને ગોરસનો સીમાડો શરુ થાય એવા અડધો કિલો મીટર જેટલા વિસ્તારમાં પગ મૂકતાં જ મન ઠરી ગયું. નીરવ સીમની ચતુઃસીમાને પોતાના મધુર કલરવથી ભરી દેતું પંખીઓનું એ ટોળું હજુ આંખ સામે દેખાય છે. એનો મીઠો અવાજ અત્યારે પણ કાનમાં ગૂંજી રહ્યો છે ! Page #94 -------------------------------------------------------------------------- ________________ સ્થળ તો સાવ સાદુ અને વિજન હતું. વૃક્ષ કે વનરાજિ પણ સામાન્ય હતા. પણ એની ઉણપ કે ગેરહાજરી જણાતી ન હતી. બસ! એ સ્થળ સ્વયં પર્યાપ્ત હતું. એનું નિરાભરણ સૌંદર્ય મનમાં સદાકાળ સ્મૃતિ અંકિત કરી ગયું છે! એ સાદી લાગતી જગ્યા જ મનને એવી તો ખેંચવા લાગી.. હજી પણ એ રમણીયતાને શબ્દનો આકાર આપી શકાતો નથી! થોડાં ખેતરોની થોરીયાની વાત હતી એ ઢાળ હતો તે ઉતર્યા ત્યાં ૧૦-૨૦ જેટલા બેડાં ભરાય એટલું નિર્મળ સ્વચ્છ પાણી હતું. એની આજુબાજુની ધૂળ પણ રેતી જેવી સ્વચ્છ હતી. ઠંડો શિયાળુ પવન વાતો હતો. વદિનો ચંદ્ર હજુ પણ ઉજાસ વેરી રહ્યો હતો. આ સમગ્ર પ્રદેશ અને એની જમીન અબોટ હોય એવી મનોહારી લાગી. પ્રદુષણ તો અહીંથી દસ ગાઉ છેટે હોય એવું જણાતું હતું. અહીં અમને કશાં અદીઠ શુભ તત્ત્વની હાજરી અનુભવાતી હતી ! પૂર્વદિશાનું અજવાળું હવે થોડી વારમાં સૂર્યના રતુંબડા કિરણો જમીન પર પથરાશે એનો અણસાર આપતું હતું. પેલો શિયાળુ પવન હવે વાતાવરણમાં હલ્કી હલ્કી ગુલાબી ઠંડક ફેલાવી રહ્યો હતો. આવી સભર અને શાતાદાયક જગ્યા જાણે પહેલી વાર જ જોવા મળી હોય એવી પ્રસન્નતા મનમાં છવાઈ ગઈ. બધું ભૂલી અમે અધઘડી આ અબોટ માટી સાથે તન-મનથી એકાકાર થઈ સ્વર્ગીય અનુભવ માણી રહ્યા. કશું જ બોલવાનું મન ન થાય; માત્ર ને માત્ર આપણે હૃદયથી ભરાતાં જ જઈએ. મનની કોરી સીલેટ ઉપર તે સ્થળની છબી કાયમ માટે અંકિત થઈ ગઈ. આ લખતાં લખતાં પણ આંખ સિંચાઈ જાય છે અને સહસા એ મનભાવન સ્થળ એ શાન્ત રમણીયતા એ નિર્મળ આકાશ સ્મૃતિપટમાંથી સાકાર થઈ ઊઠે છે. એ ક્ષણ પુનઃ પુનઃ અનુભવાય છે. જાણે કે હું ત્યાં જ છું! ઘરવ ન થાય એવી મજાની આ નામ-ઠામ-સરનામા વિનાની જગ્યા છે ! હૈયું ખૂલી જાય એવો આ જગ્યાનો પ્રભાવ છે. એ આનંદને કલમ દ્વારા કાગળ પર અંકિત કરતાં કરતાં એ દ્વિગુણીત થતો રહે છે, બેવડાતો રહે છે. " ૯૩ Page #95 -------------------------------------------------------------------------- ________________ 68 સુભાષિતમ (શિવળિ) मनोभूमौ जाता प्रकृतिचपलायां विधिवशात् સજજનો સાથેનો સંગ એ सखे ! संस्मर्तय्या प्रचुरगुणपुष्पप्रसविनी। આ અવનિનું અમૃત છે. तथा संसेक्तव्या स्मरणसलिलेनानुदिवसम् અમૃત એમ ને એમ મળતું નથી. સજ્જનો यथे नोयं म्लानिं व्रजति सहसा स्नेहलतिका॥ સવિચારની ગંગોત્રી જેવા હોય છે. સવિચાર વિવિએ જે જન્મી ચપળ મનની ભૂમિ મહીં જે તો શરમાળ રાજકુમાર સદા એ સાંભળો ગુણરૂપી પુષ્પો ખીલવતી, જેવા છે. વારંવારની અને સિંચો નિત્યે સ્મરણ સલિલ જેથી જરીયે ન એ પામે ગ્લાનિ સુહૃદ ! સહસા સ્નેહલતિકા વિનંતિથી માંડ માંડ માને, આવે. પછી પણ તમારે તેમની કાળજી લેવી જોઈએ. બે વાત અહીં છે. વિધિ સંયોગથી આવા પુરુષો સાથે તમારે મનમેળ થયો છે, હવે તેને જાળવવા તે સાચવવા તેઓને યાદ રાખવા અવસરે અવસરે મળવું, સંભાળવું ભળવું આવું કરતાં રહેવું પડે જેથી એ મૈત્રીની વેલડી કરમાઇ ન જાય અને પ્રત્યુત ફળ આપનારી બની રહે. શ્રી કુલીનચન્દ્ર યાજ્ઞિકના પદ્યાનુવાદથી અર્થ- ભાવાર્થ સ્પષ્ટ સમજાય તેમ છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ આપણને આર્તધ્યાન ન શોભે તત્ર મુનિરાજ શ્રી ................... આદિ યોગ્ય અનુવન્દના - વન્દના - સુખશાતા. એક વિચાર મનમાં ઘૂમરાય છે તે તમારી સાથે વહેંચુ છું. સ્વ. આચાર્ય શ્રી જિતેન્દ્રસૂરિ મહારાજે છેલ્લા ચોમાસામાં સુરત ભટાર રોડમાં એવું કહ્યું હતું કે, મારા ત્રેપન વર્ષના દીક્ષા પર્યાયમાં ત્રેપન મિનિટ પણ આર્તધ્યાન થયું નથી.' આપણી વચ્ચે ફરતાં ફરતાં સાધુના આ ઉદ્દગાર છે જે આપણા વર્તમાનનાં શ્રમણોની આંખ ઉઘાડવા માટે પૂરતાં છે. ત્રેપન વર્ષ જેટલા વિશાળ જીવનપટમાં શું એમને આર્તધ્યાન માટેના નિમિત્તો નહીં મળ્યા હોય! મળ્યા જ હશે! તમે તો જોયા પણ હશે. અમે તો એ મહાત્માને નજીકથી જોયા છે, જાણ્યા છે. ભેરુતારકના પ્રભુજીના અંજન-પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સાથે રહેવાનું થયું હતું ત્યારે નજીકથી જોયા. ચારેક વાર મળવાનું થયું છે. સાવ ખાખી મહારાજ લાગ્યા. ખપી પણ એવા જ! ભેરુતારકમાં પૂજ્ય આચાર્ય શ્રી યશોવિજયજી મહારાજ તથા અમારી વાચના ચાલતી હતી. એ સાંભળવા માટે ઘણાં સાધુ-સાધ્વીજી ભેગા થઈ જતાં ત્યારે તેઓશ્રી સામેથી આવીને બેસી જતા; કહે, “અમને મેવાડમાં ક્યાં સાંભળવા મળવાનું છે ?” વળી જ્યાં જ્યાં પૂરક જણાય ત્યાં બે-ચાર વાક્ય બોલતા પણ ખરા! જ્ઞાનના એવા અઠંગ ગવેષક કે જ્યાંથી મળે ત્યાંથી મેળવે ખોજી કેવા હોય એમ કોઈ પૂછે તો ઉદાહરણરૂપે બતાવી શકાય તેવા ખોજી હતા. ૯૫ = Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯૬ કેટલાક શુભ સંસ્કારો તેઓશ્રીએ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી પ્રેમસૂરિ મહારાજના ઝીલેલા. પ્રતિક્રમણ તો ઊભા ઊભા જ કરે ! અરે ! ત્રીસ-પાંત્રીસ કિલોમીટરનો વિહાર કર્યો હોય તો પણ સાંજે તો પ્રતિક્રમણમાં ઊભા જ હોય! સાથેના સાધુ એમ પણ કહે કે અમે થાકીને અધમૂઆ થઈ ગયા હોઈએ, બોલવાની હોંશ ન રહી હોય ત્યારે, તેઓશ્રી ઊભા થાય અમારે પણ ઊભા થવું પડે; ખેંચાવું જ પડે. આપણને થાય કે એવી સ્થિતિમાં તેઓ પ્રસન્ન કેમ કરીને રહેતા હશે! એનો જવાબ છેઃ તેઓશ્રીની દષ્ટિ દેહને તો ઓળંગી ગયેલી જ, સાથે સાથે મનની વૃત્તિઓને પણ પૂરી વશ કરી લીધેલી. સીધા જ આત્માને નિરંતર જોતાં હોય તો જ આ સ્થિતિ આવે. ના દેહ તણી દરકાર કરે, અઘરા તપને આચરતાં. પ્રવીણ દેસાઈ) એ પંક્તિ સાંભળેલી ખરી પણ જ્યારે તેમની સાથે વાતો માંડી ત્યારે તેઓશ્રી કેવા તપોમય છે તે જાણ્યું અને સંયમ શબ્દનો અર્થ વધુ ને વધુ સ્પષ્ટ રીતે સમજાયો. આ બધાં આત્મબળ સાધક પરિબળોના સરવાળે પ્રાપ્ત થાય તેમ લાગે છે. ત્રેપન મિનિટ પણ આર્તધ્યાન નહીં.' વળી કારણ કે આર્તધ્યાનના ઉત્પત્તિ સ્થાનરૂપ અશુભ ચિત્તવૃત્તિઓને જ કાબૂમાં લઈ લીધી હોય તો પછી ઉપશમ વિરોધી વૃત્તિ ઊગે જ ક્યાંથી? સામાન્ય રીતે આર્તધ્યાન ઈષ્ટ વિયોગ અને અનિષ્ટ સંયોગથી જન્મે છે. તેમની ૮૪ વર્ષની આવરદામાં અને ત્રેપન વર્ષના દીક્ષાપર્યાયમાં તો ૩૫ વર્ષ મેવાડમાં વીત્યા છે. મેવાડમાં તો ગામેગામ તેરાપંથી અને સ્થાનક સમુદાય દ્વારા થયેલા અપાર સંઘર્ષોમાંથી તેમને પસાર થવાનું બન્યું છે. ખમણોર જેવા ગામોમાં તો ચાતુર્માસ નક્કી થયા પછી ત્યાંના રહીશો તરફથી વિરોધ આવ્યો. આવું તો ઘણા ગામોમાં બન્યું હશે. અમને રૂબરૂમાં બે-ત્રણ ગામોની વાત કરી હતી. હિંમત અને વિશ્વાસ એ બે હલેસાંથી તેઓએ જિંદગીની આ નદીને પાર કરી છે. WWW.jainelibrary.org Page #98 -------------------------------------------------------------------------- ________________ આ દિવસોમાં માનસિક પરિતાપ તો વેઠવો પડ્યો જ હશે! આમાં એક સાથે બન્ને પરિબળો ઉપસ્થિત હતાં. ઇષ્ટનો વિયોગ હતો અને અનિષ્ટનો સંયોગ પણ હતો છતાં આર્તધ્યાનનું નામનિશાન નહીં. દેહની વેદનાનાં પ્રસંગો પણ ઘણીવાર બન્યા છે. પિંડવાડામાં તેમને જીવલેણ કૉલેરા થઈ આવ્યો હતો, એ દિવસોમાં પાણીની તરસ એટલે પાણીનું ટીપું પણ ક્યાંથી મળે ! ટીપું તો ટીપું! હિંદીનો એક શેર છે ને यार शोचो तो सही वे कितने प्यासे होंगे। शबनम का कतरा भी जिनको दरिया सा लगता है। (અર્થ દોસ્ત!જુઓ તો ખરા તેઓ કેવા તરસ્યા હશે કે ઝાકળના બિંદુ પણ તેઓને દરિયા જેવા લાગે છે !) ઘાણેરાવમાં એવા જ બિમાર પડ્યા હતા. આવા માનસિક અને શારીરિક યાતનાભર્યા પ્રસંગોમાં જ્યારે જીવ ગયો કે જશે એવી હાલત થઈ આવી હશે ત્યારે શું તેમને આર્તધ્યાન નહીં થયું હોય? ના, નહીં થયું હોય. કારણ કે તેમનું અનુસંધાન દેહભાવને વિંધીને મનને ઓળંગીને પેલે પાર જ્યાં તમામ વ્યાધિ અને વિકારોથી મુક્ત આત્મા છે, તેની સાથે હતું. વીતરાગના વચનોનું મજબૂત કવચ - બખ્તર સતત સાથે રહેતું જે તે નિમિત્તોતો આવે પણ તે બધાં હદ સુધી આવીને બુદ્ધાં બની જતાં. સ્વાધ્યાયના રંગથી પોતાના ચિત્તને સતત ભીનું રાખી એ બખ્તરથી સજ્જ રહેતા. એમની સાથેના સાથીદારોનું મન પણ એવા ભાવોથી સતત ભાવિત બનેલું રહે તે માટે તેઓએ કેટલાંક સૂત્રો બનાવી રાખ્યા હતા. એ સૂત્રોના શબ્દોની પારનો વિચાર જેવો ચિત્તમાં ઝબૂકી ઉઠે કે તરત જ આર્તધ્યાન વરાળ થઈને ઉડી જાય! એ સૂત્રો એવા ચોટદાર છે કે આપણા જીવનમાં પણ જ્યારે આત્માની નિર્મળતામાં બાધક કે ઘાતક પરિબળો આંધીની જેમ ચડી આવે ત્યારે ઉપકારક નીવડે. ચિત્તમાં સંઘરી રાખવા જેવાં આ સૂત્રો છે. ચિત્ત જ્યારે ભૌતિક સુખની ઇચ્છા કે આકાંક્ષા કરે, એ ન મળે ત્યારે ઉગ વ્યાપે તો દિમં તુચ્છમ્ આ ભવનું બધું તો તુચ્છ છે - ક્ષણિક છે - ક્ષુલ્લક છે એ વિચારનો પુરવઠો ચિત્તમાં દાખલ થાય એટલે ઉદાસીનતા રહી ન શકે. તો રહા ન પાક. ૯૧૭ WWW.jainelibrary.org Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૮ પરિસહો સહેવાનો અવસર હોય અને મન આનાકાની કરે ત્યારે ‘સહન કરે તે સાધુ' આ વિચાર દઢતા પકડે કે પ્રતિકૂળતાને સહેવામાં મનની શાંતિ ડહોળાતી હોય ત્યારે મન શાંત અને સ્થિર બની જાય. આપસ આપસમાં ઝગડાનું રૂપ થાય, ગૃહસ્થો આકરા વેણ બોલી જાય ત્યારે સમાધાનં હિ સ્વર્નમ્ આવા વચનોને રટવાથી સંઘર્ષનો અંત આવી જાય. ચિત્તની પ્રસન્નતા જે વિચારથી ડગુમગુ થઈ હોય તે વિચારની સામી બાજુનો વિચાર જોરશોરથી રજૂ થાય અને પેલો વિચાર દબાઈ જાય ! આર્તધ્યાનથી બચવા માટે જેમ જિતેન્દ્રસૂરિ મહારાજે નાનાં નાનાં સૂત્રો આપ્યાં તેથી મનને પજવતાં વિચારો દૂર થઈ જાય છે. તેવી રીતે જો અનુકૂળ આવે તો તે તે પરિસ્થિતિને અને મનઃસ્થિતિને સાનુકૂળ બનાવવા માટે પ્રભુએ બતાવેલી ભાવના પણ રામબાણ ઉપાય છે. જેમકે આપણને તાવ આવ્યો. હાલ તો શરીર અને આત્માને એક માનીને જીવીએ છીએ તેથી શરીરી પીડાના કારણે મન અશાન્ત બન્યું. આર્તધ્યાન શરુ થયું. પીડાના વિચારો આવવા માંડ્યા. આવે સમયે ત્રણ ભાવના કામયાબ નીવડે છે. જેવું જીવદળ. જીવદળમાં ત્રણ પ્રકારની ભૂમિકાવાળા જીવો હોય છે. ઉત્કૃષ્ટ ભૂમિકા છે તો અન્યત્વ ભાવના. શરીર આત્માથી જુદું છે. પીડા છે તે શરીરમાં છે. આત્મા તો રોગમુક્ત, પીડામુક્ત, સંપૂર્ણ આનંદમય છે જે જુદું જ છે. તેને તેની પીડા હોતી નથી. જે મધ્યમ છે તેને માટે સંસાર ભાવના. આ સંસારમાં જે પરિભ્રમણ ચાલે છે તે કર્મના પ્રભાવે છે. જે કર્મનો ઉદય પ્રવર્તે છે તે જવા માટે જ છે. જે આવે છે તે જરૂર એકવાર જવાનું છે, તો નાહકની હાયવોય કરીને નવાં કર્મ શા માટે બાંધવા ! આર્તધ્યાનથી નવાં કર્મ બંધાય છે. માટે હે જીવ! થોડો સમય શાન્તિથી પસાર કરી દે. આમ સમજ કેળવવાથી આર્તધ્યાનથી બચી જવાય છે. જેઓની ભૂમિકા સાવ સામાન્ય છે તે માટે સાવ સ્થૂળ ભાવના છે : અશુચિ ભાવના. એ વિચાર તાવને સહી લેવામાં ઉપયોગી છે. શરીર ગંદકીના ગાડવા જેવું છે. શરીરનો આ સ્વભાવ છે, કારણ કે તે પુદ્ગલ છે. અશુચિથી ભરેલું છે. ગમે તેવું તેને શણગારો કે એને પવિત્ર અને સુગંધી બનાવવા લાખ પ્રયત્ન કરો તો પણ એ તો એવું જ રહે છે. એમાં કાંઈ ને કાંઈ રોગ તો રહેવાના જ. Page #100 -------------------------------------------------------------------------- ________________ આમ ત્રણમાંથી કોઈ પણ ભાવના (વિચારણા)નું આલંબન લઈને મનને આર્તધ્યાનથી મુક્ત રાખી શકીએ. આપણે તો આવા પુરુષના જીવનપ્રસંગોનું આલંબન લઈને ચિત્તની ફરતે એક કિલ્લો રચવો છે અને કોઈ પણ ઉપાયે આર્તધ્યાનને મનમાં પ્રવેશવા દેવું નથી. આજે આપણે હવેથી એવું જીવન જીવવું કે આપણે જતાં પહેલાં એકવાર એવું કહી શકીએ કે આર્તધ્યાનના નિમિત્તોનો ખડકલો હોય તો પણ ચિત્તને સંકલેશથી - આર્તધ્યાનથી અળગું રાખ્યું છે. પૂજ્ય આચાર્ય શ્રી જિતેન્દ્રસૂરિ મહારાજ જિતેન્દ્રિય તો હતા પણ પેલી કહેવતમાં કહ્યું છે ને -ના નિતં વન ! મન ચેન ા. (સમગ્ર જગતને જીવું કોણે ! જેણે મનને જીત્યું તેણે.) તેમ મનને વશ કર્યું હતું. એમ યોગીરાજની અદાથી તેઓ શરીરને સાધન માનીને ઘણો કસ કાઢી લીધો. સાવ બાળવા જેવું નિઃસાર થઈ ગયું પછી ત્યજી દીધું ! મનને એવું જીત્યું કે તે મન આત્માના વિચારથી ભરાયેલું રહ્યું ને આર્તધ્યાન ફરક્યું જ નહીં. પેલી બે લીટી યાદ આવે છે તે લખીને કલમને વિરામ આપું. ઘેરી લીયે કંટક છો ગુલાબને, ન આંચ આવે કશી યે સુવાસને.’ . [[ [[ળ ગ્રન્થ ર | જી www.jainen Page #101 -------------------------------------------------------------------------- ________________ 100 प्रवज्यायाः प्रथम दिवसे... મેઘને વંદના હો ! વાત અત્યંત જાણીતી છે. કોઈને કહેવાની શરુઆત કરીએ અને જેવું નામ બોલીએ- “મેઘકુમાર..' તરત સાંભળનાર બોલી ઉઠશે કે, ખબર છે ! આવું “ખબર છે' એમ બોલનારની જીભને મ્યાન કરે તેવી વાત છે; ખૂબ રસાળ વાત છે. આપણે એ પ્રસંગમાંથી નિપજી આવતા બોધક સ્ફલિંગોને જોવા છે. સ્થળ છે મગધ દેશ. એ દેશની રાજગૃહી નગરી. શ્રેણિક રાજા. ઘારિણી દેવી. સુપુત્ર મેઘ. ગર્ભના પ્રતાપે માતા ધારિણી દેવીને જે સ્વપ્ન આવ્યું હતું તે મુજબ મેઘ નામ પાડવામાં આવ્યું હતું. સામે ચાલીને કરેલા નાના સુકૃતની તાકાત કેટલી? ક્યાં એ તિર્યંચનો ભવ અને ક્યાં આ, પ્રભુ મહાવીરનો સહજ સંપર્ક જ્યાં સુલભ છે તેવો રાજપુત્ર મેઘકુમારનો ભવ! ખરે ! સુકૃત તો ઊર્ધ્વગામી મંત્ર છે. યુવાન રાજપુત્ર મેઘને આઠ પત્નીઓ હતી. સુખ-સમૃદ્ધિ ભર્યા રાજમહેલમાં જીવન સરિતા સરળ વહેતી હતી.પરિસરમાં વિશાળ બગીચાઓ હતા. એના સુશોભિત લતા મંડપોમાં નાચગાન અને વાજિંત્રનાદ તો સતત ચાલતા રહેતા. મનને તરબતર રાખે તેવા સાધનોની ભરમાર હતી. આવા માહોલમાં બીજું કશું શું યાદ આવે ! પણ કહેવતમાં કહેનારાએ કહ્યું જ છે ને કે ભાગ્ય છૂપે નહીં ભભૂત લગાયે ! એ મુજબ, જે નસીબ હતું તેના કારણે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના દર્શન-વંદનનો યોગ મળ્યો. વીરની વાણી શ્રવણનો WWW.jainelibrary.org Page #102 -------------------------------------------------------------------------- ________________ સંયોગ થયો. રોજ-રોજ એ વાણીનું સેવન કરવું ખૂબ ગમ્યું. એ વાણીની વિશેષતાઓને એમના વિશાળ મુનિવૃન્દ્રોમાં ઘણાં-ઘણાં મુનિવરો સાથે મળીને મેઘકુમાર વાગોળતા હતા. પ્રભુએ વર્ણવેલી સંસારની નિર્ગુણતાનું, નિઃસારતાનું વર્ણન મનમાં પડઘાતું હતું ઃ સંસારમાં ચાર ગતિમાં, ચોવીસે દંડકમાં ચોર્યાસી લાખ જીવાયોનિમાં અને ચૌદરાજલોકમાં જીવો કેવાકેવા પ્રકારે સંકલેશવાળા પરિણામથી કર્મ બાંધે છે; ભોગવે છે અને ધર્મના પ્રભાવે કેવી રીતે તે કર્મથી મુક્ત થાય છે... --આ બધું કાનમારગ થઈને હૈયા સોંસરવું ઊતરી ગયું. રંગરાગની દુનિયા હવે અકારી લાગી. માતાને વાત કરી. માતાનું મન બાળકને પટાવે તેવા શબ્દો કહે છે ઃ સંસાર તો સુખથી ભરેલો છે. સંયમ તો દુઃખની ખાણ છે. વળી તારા અને તારા સ્વજનોના સંબંધો તો મીઠાં મધુરાં છે. તારી એક-એક પત્ની તારા માટે પોતાનો જાન કુરબાન કરવા તત્પર છે. આવી સુખભરી છોળ છોડીને -તરછોડીને જવાનું શાને વિચારો છો? : કુમાર મેઘે પ્રભુવાણીનું અંજન કર્યું હતું તેથી તેમની નજરને હવે સમગ્ર સંસાર તેના વાસ્તવિક રૂપમાં દેખાવા લાગ્યો હતો. માતાને એક-એક મુદ્દાના સચોટ ઉત્તર આપ્યા : સંસાર સોહામણો લાગે છે તે તો કોલસા ઉપરનો વરખ છે ત્યાં સુધી જ. જેવો વરખ ખસ્યો પછી તેનું સ્વરૂપ કેવું લાગે છે ! સંયમ દુઃખ ભર્યો છે તે એક પૂર્વગ્રહ ભરેલી માન્યતા છે. સુખ અને દુઃખ સાપેક્ષ જ હોય છે. ઉપરથી દેખાતાં દુઃખની નીચે કેવું છલોછલ સુખ ભર્યું છે તે તો નજરનું દાન મળે પછી જ સમજાય. હે માતા ! તમે કહો છો કે સ્વજનોનો સ્નેહ છે. મને એ તો કહો કે આયુની દૃષ્ટિએ તમે પહેલા જશો કે મારે પહેલાં જવાનું થશે એ જ્ઞાન કોની પાસે છે ? એટલે એ સ્નેહ પણ કેટલો બટકણો પાંગળો અને પોકળ છે તે અનુભવવાનો વિષય નથી પણ બધી રીતે સમજાઈ ચૂકેલી બાબત છે. મનુષ્યભવના આ દેહની સાર્થકતા, સકળજીવોને અભયદાન આપવામાં છે એટલે મેં સંયમનો નિર્ધાર કર્યો છે. માતાને ખાત્રી થઈ કે વૈરાગ્ય છે અને તે જ્ઞાનગર્ભિત છે. ઠાલો ઊભરો નથી. માતાએ સંમતિ આપી. આમેય રાજપુત્રની દીક્ષા અનેકને બોધિની પ્રાપ્તિ કરાવનાર બને. આ તો, મગધસમ્રાટ શ્રેણિક રાજા, ૧૦૧ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ જેઓ નિશ્ચલ સમકિતી છે, તેના પુત્ર. વળી શ્રમણ ભગવાન મહાવીર મહારાજા પાસે પ્રવજ્યા -દીક્ષા ગ્રહણ કરે તે પ્રસંગ તો અનેકના હૈયામાં સંવેગના દીપકને પ્રગટાવનારો બની રહ્યો. પ્રભુજીનો વરદ કર જેમ-જેમ મસ્તક ઉપર ફરી રહ્યો હતો તેમ-તેમ મેઘના હૃદય-વીણાના તાર રણઝણવા લાગ્યા. અમૃતનો સંચાર અનુભવવા લાગ્યા. મેઘ નવો અવતાર પામ્યા. જીવનની ધન્યતાનો અહેસાસ થયો. શ્રુતસ્થવિર મુનિવરને મેઘમુનિ પ્રથમ દિવસથી જ સોંપાયા. ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષાની તાલીમ શરુ કરવામાં આવી. મેઘમુનિની ગ્રહણશક્તિ અતિતીવ્ર હતી. ખૂબ જ જલદીથી તેઓ શિક્ષણ ગ્રહણ કરે છે તેવું સ્થવિર મુનિવરોને લાગ્યું. દિવસ તો ક્યાંય પૂરો થયો તેની ખબર ન રહી. રાત પડી. પ્રતિક્રમણ થયું. સંથારાપોરિસી ભણાવાઈ. સાધુગણના વ્યવસ્થાપક વૃષભ મુનિવરે બધી વ્યવસ્થા કરી, તેમાં મેઘનું સંથારાનું સ્થાન, નૂતન મુનિ હોઈ ઠેઠ બારણા પાસે આવ્યું. આજનો આ અનુભવ પહેલીવારનો જ હતો. સંથારો થયો. સૂતા, પણ નિદ્રા? નિદ્રા ન આવી! ક્યાંકથી અવાજ આવતો હતો. અલગ-અલગ જૂથમાં બેસી મુનિઓ સૂત્રવાચના, અર્થવાચના, પૃચ્છના, પરાવર્તનારૂપ સ્વાધ્યાય કરતા હતા. ભલે બધા ધીમેથી જ બોલતા હતા પણ જેમ રાત ઠરે તેમ અવાજ મોટો લાગતો. આ અવાજથી નિદ્રા વેરણ બની. અધુરામાં પૂરું જે મુનિઓ લઘુશંકાએ જાવ-આવ કરે તે બધાના પગ, કાં તો કોણીએ અડે, કાં પીઠને અડે, કાં પગ પર પડે. વારંવાર બેઠાં થઈ જવાતું. મન વિચારે તો ચડ્યું પણ પછી આહટ્ટ દોહટ્ટ ચિંતવવા લાગ્યું નબળા વિચારે ચડ્યું. અરે ! આ એ જ મુનિવરો છે જે મને પહેલાં બોલાવતા હતા, ધર્મચર્ચા કરતા હતા! આજે જાણે ઓળખતાં જ ન હોય તેમ, પગથી કોણીએ, પીઠમાં અને પગમાં તેઓ ઠેસ પહોંચાડે છે. મનમાં પણ એની ઠેસ લાગી. હું તો હવે સવાર પડે કે તરત પ્રભુ મહાવીરને પૂછી ઘેર ચાલ્યો જઈશ. રાત ક્યારે પૂરી થાય ને સવાર ક્યારે પડે! ઉપવાસ લાગ્યો હોય અને જેમ સવારની રાહ જુએ તેમ મેઘે જેમતેમ રાત પૂરી કરી. વહેલી સવારે પ્રભુ પાસે હાજર થયા. પ્રભુ કેટલા કરુણાવંત છે ! કહોને કે પ્રભુની કરુણાના કોઈ કિનારા જ નથી. પ્રભુએ મેઘને તો નબળી Page #104 -------------------------------------------------------------------------- ________________ વાત કહેવાનો મોકો જ ન આવવા દીધો ! મધુર અવાજે પ્રભુ વદ્યાઃ મેઘ ! શું રાત્રે ઊંઘ ન આવી ? સાધુઓના પગની ઠેસ વાગી ? ધૂળ અને રજથી શરીર અને સંથારો ભરાઈ ગયો ? વત્સ ! તમે તો ઉત્તમ કુળના છે. આટલું સહન કરવામાં કંટાળી ગયા ! ગયા ભવમાં તોતમે કેટ-કેટલું સહન કર્યું હતું ! આ તો મનુષ્યભવે છે. ત્યારે તો તમે હાથી હતા. વનમાં વારંવાર લાગતાં દાવાનળથી તમને ખૂબ જ ડર લાગતો. એથી બચવા માટે તમે જાત મહેનતથી એક વિશાળ માંડલું બનાવ્યું. એમાં એક પણ તણખલું ન રહે તે માટે ત્રણ-ત્રણ મહિને તમે સ્વચ્છ કરતાં. કાળને કરવું ને દવ લાગ્યો. ભયભીત થયેલાં વનનાં બધાં જ પશુ-પ્રાણીઓ ત્યાં તમારે આશરે આવી ગયા. સંકડાશ તો ખૂબ પડી પરંતુ તમારી ઉદારતાએ સહુનો સુખ-દુઃખે સમાવેશ થઈ ગયો. કોઈ હલી-ચલી શકે તેટલી પણ જગ્યા ન રહી. તેમાં તમારા એક પગને સહેજ ખજવાળવા એક પગ ઊંચો કર્યો. ખજવાળીને જેવો પગ પાછો જમીન પર મૂકવા ગયા ત્યાં પગ તળે પોચો-પોચો સ્પર્શ થયો. વળીને જોયું તો પગ મૂકવાની જગ્યાએ સસલું હતું! તમારા મનમાં શુભ વિચાર આવ્યો : ભલે રહ્યું! હમણાં દવ શમી જશે પછી તો પગ નીચે મૂકી દઈશ. અત્યારે તમે શું સહન કર્યું છે ! ગયા ભવમાં તે જે સહન કર્યું તે જાણ ! અઢી દિવસ પછી દવ શમ્યો. બધા પશુઓ વનમાં દોડી ગયા. ઊંચો રાખેલો પગ નીચે મૂકવા ગયો પણ જકડાયેલો પગ નીચે ન મૂકી શકાયો. ભારેખમ શરીર નીચે પટકાયું. ભૂખ્યો-તરસ્યો ત્યાં પડ્યો છતાં તારું મન ન દુઃખાયું. અહીં માત્ર એક રાતમાં તારા શરીરને આવા પરમ તપસ્વી મુનિવરોના ચરણ અડ્યા ને મન દુઃખાયું? | પ્રભુજીની પ્રશાંત વાણી સાંભળી; જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવ સમક્ષ દેખાયો! એ વાણી પર વિશ્વાસ વધ્યો. મન લજ્જિત થયું. બે હાથ જોડી, લલાટે લઇ જઈને કહેવા લાગ્યાપ્રભો ! આપે મહાઉપકાર કર્યો. મારા જીવનરથને ઉન્માર્ગે જતાં અટકાવીને સાચે રસ્તે વાળ્યો. રાતભરનો ઉદ્વેગ લઈને હું આપની પાસે સંયમનો Ĉ 104.16 No123h ૧૦ ૩ T/I II III www.jaine NEWBOTTER Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ત્યાગ કરવાનો વિચાર લઈ આવ્યો હતો. આપની કરુણાએ કમાલ કરી. સંયમત્યાગની વાત તો વિલાઈ ગઈ સાથે-સાથે દેહની મૂછ ત્યાગવા માટે મન તૈયાર થઈ ગયું આવા પવિત્ર મુનિવરોના ચરણ વડે કે કોઈના પણ વડે મારા શરીરને સ્પર્શ થાય કે ઠેબે ચડે ચગદ તો પણ મનમાં દુધ્ધન નહીં કરું કશી દરકાર નહીં કરું આવો અભિગ્રહ આપો! આજે આટલી કૃપા કરો! પ્રભુએ પ્રસન્નવદને પચ્ચકખાણ આપ્યા. પ્રભુના ઉપકારને વાગોળતા વાગોળતા મેઘમુનિ સ્થાને આવ્યા. ચિત્તવૃત્તિઓનું ગંગાસ્નાન થયું હતું! દીક્ષાની પહેલી જ રાત્રે થયેલા અનુભવથી મનમાં તુમુલ યુદ્ધ થયું, મન સંયમ ત્યજી દેવા સુધી પહોંચ્યું. આ કુવિકલ્પ આવ્યો એ સાચું પણ એ કાળા વાદળમાં રૂપેરી કોર એ હતી કે પ્રભુમાપુચ્છથ માવામિ (પ્રભુને પૂછીને ઘરે જઈશ) આવા કામમાં પણ પ્રભુને વચ્ચે રાખ્યા છે તેઓની ઉત્તમતા. તેથી તે બચ્યા. જીવનની બાજી હારવાના કિનારે પહોંચ્યાં હતા તેમાંથી આખી બાજી જીતી ગયા! જે દેહને કારણે સંયમમાં અપ્રીતિ થઈ હતી તે દેહને જ વોસિરાવ્યો. દેહની મમતાનું વિસર્જન કર્યું. શરીરને વિવિધ તપશ્ચર્યામાં ગાળી દીધું. પાપવૃત્તિઓ વિખરાઈ ગઈ. માત્ર બાર વર્ષનો સંયમ પર્યાય પાળી અનુત્તરમાં દેવ થયા. ત્યાંથી મહાવિદેહમાં જઈ સકલકર્મનો ક્ષય કરી મોક્ષમાં વિરાજમાન થશે. (મદાક્રાન્તા) પ્રવજ્યાના પ્રથમ દિવસે દેહને વોસિરાવ્યો. પ્રવજ્યાના પ્રથમ દિવસે હારને હાર દીધી. પ્રવજ્યાના પ્રથમ દિવસે જીતને જીતી લીધી. પ્રવજ્યાના પ્રથમ દિવસે જન્મને ધન્ય કીધો! ધન્ય હો એ સલુણા પ્રભાતને! ધન્ય હો એ દિવ્ય વાણીના ભવ્ય અક્ષરોને !! ધન્ય હો ધારિણીસુત શ્રી મેઘમુર્શીદને !!! આધાર : જ્ઞાતાધર્મ કથા અંગ સૂત્ર અને છ ઢાળની સઝાય WWW.jainelibrary.org Page #106 -------------------------------------------------------------------------- ________________ એક સ્ત્રીના વેણે તાંબુ બને છે સોનું આખા ઘરમાં આજે એક જ રંગ ચોતરફ રેલાયો છે. આવેલા તમામ સગા- સ્નેહી અને સ્વજનોની જીભમાં જ નહીં આંખમાં પણ માત્ર ભવદેવ જ દેખાય છે સાથેબીજું નામ નાગિલાનું ઉમેરાયું છે. પણ અત્યારે તો આદર્શ દંપતીના નામની જેમ નાગિલા ભવદેવમાં સમાઇ ગઇ છે. એકશેષ થઇ ગઇ છે. તેને શું જોઇએ છીએ ! તે શું કરે છે ! હજી ગઇ કાલે જ લગ્ન થયા છે. ચોળેલી પીઠીની હળદરની સુગંધ વાતાવરણમાં મહેકે છે. ઘર તો એનું એ જ છે પણ કોઇક નવી વ્યક્તિની હાજરીથી એ પણ નવું નવું લાગે છે. આવેલા સ્વજનોનો ઉમંગ અને ઉમળકો આગિયાની જેમ ચારે બાજુ ઉડાઉડ કરતો દેખાય છે. ભવદેવ તો કુળ અને દેશના રિવાજ મુજબ બંધ ઓરડામાં નવવધૂ નાગિલાને શણગારી રહ્યા છે. યક્ષકર્દમ કસ્તૂરી ગોરોચન અંબર જેવા સુગંધી દ્રવ્યોના દ્રાવણમાં મોરપીંછીના છેડા વડે નાગિલાના કપોલ પ્રદેશમાં પુષ્પવલ્લરીનું ચિત્રણ ચાલુ હતું. મુખ શોભા તો થઇ રહી હતી પણ એ ફુલવેલી ચિતરતાં ચિતરતાં જ નીચે ચિબુકની વચાળે જે લાલ તલ હતો તે ભવદેવને ખૂબ ગમતો હતો. તેના ફરતે ગોળ વલય રચવાનું મનમાં ગોઠવતા હતા. ત્યાં બહારના વરંડામાં કોલાહલ વધ્યો. ભવદેવના મોટાભાઇ ભવદત્તમુનિ બહારથી વિહાર કરીને પધાર્યા હતા. સગા-સ્નેહીના હૃદયનો ઉમળકો મુખરિત થઇ ઉઠ્યો. પધારો...પધારો...એવા આવકારના અવાજ ગૂંજવા લાગ્યા. કોક બોલ્યું પણ ખરું, બધા સગાં-સ્વજન આવી ગયા હતા. આ એક બાકી હતા તે પણ આવી ગયા. ચાલો સારું થયું. પણ ભવદત્તમુનિના કાન આ વાક્ય સાંભળવા ક્યાં તૈયાર હતા ! તેમની આંખો તો આતુર નજરે ભવદેવને શોધી રહી હતી. પૂછી જ લીધું. ભવદેવ ક્યાં છે ? ૧૦૫ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ઘરના સ્વજનોએ બંધ ઓરડાના બારણે ટકોરા દીધા અને કહ્યું કે, ભવદત્તમુનિ પધાર્યા છે તમને બોલાવે છે! નાગિલાએ જ કહ્યું કે, તમે જઈ આવો. ભવદેવનું મન અરધી શણગારેલી નાગિલાને એમને એમ મૂકીને જવા માટે માનતું ન હતું પણ નાગિલાએ હૈયાધારણ આપી, થોડીવાર માટે જઈ આવો, હું અહીં જ બેઠી છું. કચવાતે મને, મનને ત્યાં ઓરડામાં મૂકીને શરીરથી જ બહાર ગયા. ભવદત્તમુનિને પ્રણામ કર્યા. ભવદત્તમુનિએ ભવદેવના મુખ સામે અછડતું જ જોઈ લીધું. આજુબાજુ ઘેરાયેલા ટોળાને ટાળીને તરત જ ઘરના પગથીયા ઉતરવા લાગ્યા. તેમણે તો ભવદેવને પાતરું આપી દીધું, એ વહેલી આવે ઉપાશ્રયની વાટ...! ભવદેવની સામે જોયા વિના વાત જ માંડી દીધી... સ્વજનો તો શેરી સુધી... થોડા નજીકના જન પાદર સુધી વળાવવા આવ્યા. ભવદેવતો મન પેલા ઓરડામાં મૂકીને આવ્યા હતા છતાં ભાઈ મહારાજે આપેલું પાતરું તેઓ ન માંગે ત્યાં સુધી સામેથી કેમ અપાય! આ સુદાક્ષિણ્ય ગુણથી હૃદયરંગાયેલું હતું. મહારાજ તો એ નદી, એ આંબાવાડીયું,એ જેમાં પોંક પાડીને ખાધા હતા તે ખેતરની વાતો યાદ કરાવે છે. ભવદેવતો ‘હા' પાડવાની જગ્યાએ ‘ના’ પાડે છે અને “ના” પાડવાની જગ્યાએ હા' પાડે છે. મનમાં ગણત્રી સતત ચાલે છે. ઘરના પગથીયા ઉતરતાં આપેલા પાત્રા વખતે શેરીનો વળાંક એ સીમા હતી. આગળ ચાલ્યા ત્યારે ભાગોળ સુધી મનને વિસ્તાર્યુ. વળી આગળ વધ્યા ત્યારે ઉપાશ્રય સુધી લઈ જશે પછી તો તેઓ પાત્રુ લઈ લેશે અને તે પછી એ જ નાગિલાના શણગારમાં રમમાણ થઈશ. મનમાં નાગિલાના કુણાશભર્યા અંગોપાંગ રમે છે તેને શણગારવાના ઓરતા રચાય છે. લજ્જાથી શરમાળ બનેલું નમણું મુખ તેને અતિપ્રિય હતું. લજ્જાથી ઢળેલા નેત્રના પોપચાંની સુરખી તેને ટીકી ટીકીને જોવા જેવી લાગતી હતી. અત્યારે એ યાદમાં મન ખોવાયેલું હતું. ત્યાં અચાનક ભવદત્તમુનિ ઉપાશ્રયમાં પેસતા મોટે અવાજે નિસહી નિસીહી બોલ્યા અને ભવદેવનો રાગ તાંતણો તૂટ્યો. જ્યાં ગુરુ મહારાજ પાસે થઈને ભવદત્તમુનિ સમવયસ્કમુનિઓ બેઠા હતા ત્યાં પહોંચ્યા ત્યારે એક મજાકીયા મુનિવર બોલ્યા, જુઓ, ભવદત્તમુનિ પોતાના ભાઈને દીક્ષા આપવા લઈ આવ્યા છે! Page #108 -------------------------------------------------------------------------- ________________ ભવદત્તમુનિએ પહેલીવાર ભવદેવ સામે જોઇને પૂછ્યું, કેમ, દીક્ષા લેવી છે ને? આટલા બધા મુનિઓની સામે મારા મોટાભાઈ ખોટા પડે તેવું કેમ થવા દેવાય ! પેલી સીમા ઉપાશ્રય સુધીની હતી. તે ભવદત્તમુનિના જીવન સુધી લંબાવી દીધી અને ‘હા’ ભણાઈ ગઈ ! એ ‘હા’ કેવી હતી તે કોને જોવી હતી! અહીં તો ‘હા’ એ મુહૂર્ત! રાખ હાથમાં લીધી, નવકાર ભણ્યો, લોચ કર્યો, દીક્ષા થઈ ગઈ, સંયમ પાળે છે, સામાચારીનું પાલન થાય છે. માત્ર પચ્ચકખાણ પારતી વખતે દશવૈકાલિકની સત્તર ગાથાના પાઠ વખતે એક પદમાં જુદો પાઠ બોલે છે. મૂળમાં ન સ મ નો વિ મહું હિ તીરે' એવો પાઠ છે. ભવદેવમુનિ કહે કે, એમ ખોટું કેમ બોલાય! એ નાગિલા મારી છે અને હું તેનો છું! એવો જ પાઠ પોતે રોજ બોલે છે. પોતાના મનમંદિરમાં પધરાવેલી નાગિલાની ત્રિકાળ આરતી ઉતારાય છે. એના મનમાં તો ઓરડામાં બેઠેલી એ જ અર્ધશણગારેલી નાગિલા છે. એક દિવસ તો એ ઉગવાનો જ હતો. બાર વર્ષે એ દિવસ ઉગ્યો. ભવદત્તમુનિ સ્વર્ગવાસી બન્યા. ભવદેવમુનિ કોઈને કશું કહેવા પણ ન રોકાયા. સીધાં જ રાષ્ટ્રકૂટનગરના રસ્તે પડ્યા. પહોંચ્યા એ ગામના પાદરમાં! શુકન સારા થયા. પનીહારીઓએ ગામના પાદરના કૂવેથી પાણીની ગાગર ભરી માથે મૂકી ઘર ભણી ચાલતી હતી! ક્યારેક ત્રણ....ક્યારેક ચાર. સરખે સરખી ઉંમરની જતી હતી ત્યાં એક તરૂણી જેવી માથે ઘડો મૂકી ચાલવા લાગી ત્યાં જ ભવદેવમુનિએ પૂછ્યું, આ ગામમાં નાગિલા રહે છે, તેનું ઘર ક્યાં આવ્યું! તમે મારી પાછળને પાછળ ચાલ્યા આવો, હું એ ભણી જાઉં છું. ભવદેવને હૈયે ટાઢક થઈ. હાશ! હવે એ ઘર મળશે એ નાગિલા પણ મળશે ! એક વળાંક આવ્યો ત્યાં વળીને એક ખડકી આવી. આગળ પાણીહારીને પાછળ મુનિ! જેવા મુનિ ખડકીમાં પેઠા એટલે પાણીહારીએ ઘડો ઓટલે મૂકીને ખડકી અંદરથી વાસી. ભવદેવમુનિ જ્યાં ઉભા હતા ત્યાં આવી મુનિની ઢાળે જ ઉભા અને બોલ્યા, “હું જ નાગિલા છું, બોલો શું કામ છે!” મુનિ તો નાગિલાને પગના અંગૂઠાથી માથાની ઓઢણી સુધી નિરખી રહ્યા. પેલી મનમંદિરમાં વિરાજિત નાગિલાની મૂર્તિ ક્યાં અને પરમ તપસ્વિની મુદ્રામાં વિરાજતી નાગિલા ક્યાં! દેહ કાંતિથી દીપતો હતો પણ માંસ લોહી નહિવત્ હતા. બોલવાની શરૂઆત નાગિલાએ જ કરી તેણે મુનિને ઓળખતાં, મુનિના આશયને જાણતા વાર ન લાગી. WWW.jainelibrary.org Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ કેટલીક સ્ત્રીમાં સામી વ્યક્તિને માપવાની શક્તિ કુદરતે દીધી હોય છે, તેવી ભેટ નાગિલાને મળી હતી. તે પામી ગઈ. તેણે કહ્યું, “આ કાયામાં શું જુઓ છો? તમે તો સંસાર છોડ્યો, ઘર છોડ્યું, હજી મને વિસર્યા નથી? જે દિવસે તમે સંયમ સ્વીકાર્યું તે જાણ્યું તે દિવસથી મેં આયંબિલ માંડ્યા છે ! આજકાલ કરતાં બાર વર્ષની વસંત વીતી છે. મેં તો મનને વાળી લીધું. પરિસ્થિતિનો સ્વીકાર કરીને મનઃ સ્થિતિને ઘડીને અન્તર્મુખ બની રહી છું.” આમ વાર્તાલાપ ચાલતો હતો ત્યાં જ ખડકીનું બારણું ખખડ્યું. એક યુવાન બ્રાહ્મણ પુત્ર દાખલ થયો. નાગિલાના ઘરને અડીને જ બીજું ઘર હતું, ત્યાં બહાર ઓટલા પાસે ઉભા રહી પોતાની માને બોલાવીને કહે છે કે, “એક મોટી કથરોટ આપો, હું સુંદર ખીરનું ભોજન કરીને આવ્યો છું. તેને ઓકી કાઢવી છે, થોડી વધુ દક્ષિણા મળે તેમ છે. તેને ત્યાં થોડું જમીને પછી આ ખીર ખાઈ લઈશ.” મા કાંઈ જવાબ આપે તે પહેલાં જ ભવદેવમુનિ બોલ્યા, “અરે મૂર્ખ! આ કેવી વાત કરે છે, જે વમી દીધું છે તે ફરી ખાવા ઈચ્છે છે!' - નાગિલાએ તરત તક ઝડપી લીધી. મુનિને કહે, “એને વમેલું ન ખવાય તેમ કહો છો તો તમે શું કરવા આવ્યા છો? તમે મને એકવાર વમી દીધી ને હવે આ હાડ, ચામ, માંસની પૂતળીને મેળવવા આવ્યા છો?' ભવદેવમુનિ શરમિંદા બન્યા. વચનો સોંસરા વાગ્યા. અંદરનું મન વીંધાયું. મનની બધી જ વિચાર લહેરીઓ શાંત થઈ ગઈ! નાગિલા મનઃ પરિવર્તનને પળમાં પામી ગયા. કહે કે, “તમે કેવું સુંદર કામ કર્યું છે, હવે હીણું કામ કરવાના કોડ થયા છે !! મારામાંથી મન કાઢીને તરત પાછા વળો, ગુરુમહારાજના ચરણોમાં માથું મૂકીને બધા પાપ આલોવીને શુદ્ધ થઈને બાકીના વર્ષો સંયમ પાળીને આત્માનું કલ્યાણ સાધો, તમે તો ઉત્તમ કૂળના છો.' ભવદેવ મુનિને કશું જ બોલવા જેવું ન લાગ્યું. એના જેવા બોલ આ અગાઉ ભવદેવના કર્ણપટ પર આવ્યા હતા પણ ત્યાંથી જ પાછા ફર્યા હતા. જ્યારે આ શબ્દો તો સીધાં હૃદયને જ સ્વર્યા અને તેમની વૃત્તિઓ ઉર્ધ્વમુખી બની, તેઓ ગુરુ શરણે જઈ સંયમી બન્યા ! WWW.jainelibrary.org Page #110 -------------------------------------------------------------------------- ________________ મુનિવર પ્રેમવિજયજી મહારાજની ટીપ મુનિજીવનનો નકશો મુનિશ્રી પ્રેમવિજયજી પ્રત્યે આદર દર્શાવતો આ શિલાલેખ, શત્રુંજય ગિરિરાજ પર દાદાની ટૂંકમાં, પુંડરીકસ્વામી દેરાસરની જમણે, ચૌમુખજીના દેરાસરના બહારના થાંભલા ઉપર જોવા મળે છે, તે આ પ્રમાણે છે : 7६४६वर्ष मिदिमदालवा रमोम नपाल कमी मजाटायकत्रीही रविनयकारावर गुरूयो नमनातत्य बनाकर आना विनिटानको दातर कमोनमः तिनग के मोहो पायो विमेलहर्ष जयानमनिन सोच जानप्रेमचि नयनी जाजी ४१४ का पर दाए दीधारा उदरीनिपत जानाकीधा किलीपनाहर्ष गान नो नामति प्रेम विनयामाना। कस्याएन वी दीना संवत १६४८ वर्षे चैत्र सुदि १५ दनि वार सोमे तपगच्छ तलक समान भट्टारक श्री हीरविजयसूरिस्वरगुरुभ्यो नम :॥ तत्पट्टप्रभाकर आचार्ज श्री विजयसेनसूरिस्वरगुरभ्यो नम : । तत्गच्छे महोपाध्याय श्री विमलहर्षगुरुभ्यो नम:। तत्शिष्य मुनि प्रेमविजयजी जात्रा ४१४ कीधी परदक्षणा ४ दीधी डुंगरपाखतीउ दरीकिलि १० जात्रा कीधि ॥ पंडित श्री पूज्य हर्षगण श्री रत्नहर्षनो भाई मुनि प्रेमविजयजी जत्रा... कल्याणमस्तु सुभं...॥ --'अनुसंधान'भांथी. 10+16 novegh ૧૦૯ www.jainelibrary/orar Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ – વિશેષ દૂરના કાળની નહીંને બહુ નજીકના કાળની પણ નહીં એવી, આજથી લગભગ ચારસો વર્ષ પુરાણી આ ઘટના છે. સામાન્ય રીતે જૈન સાધુ-મુનિવરો પોતાની આરાધના તથા સાધનાને ગુપિત રાખે છે. આની પાછળ એવી વિચારણા પ્રવર્તે છે કે જે વૃક્ષનું મૂળ જેટલું ધરતીમાં ઊંડે ઊંડે પ્રસર્યું હોય તેટલું તે વૃક્ષ વધુ ફૂલે ફાલે. તે વધુ ને વધુ વિકસિત બને. સાધુના પણ આવા ગુણ હોય છે. સાધુ પોતાની જીવન પદ્ધતિની જાણ અન્યને ન કરે. કીર્તિથી પર રહેવાની સાધુની આ ભાવના છે. જેમ ધનની મૂછ જાય તો શ્રાવકપણું પ્રગટે તેમ દેહની મૂછ જાય એટલે સાધુપણું પ્રગટે. આ ઉક્તિ અનુસાર મુનિવર શ્રી પ્રેમવિજયજી મહારાજે શરીરથી મમતા અળગી કરી હતી. વળી તેમાં તેમની જડતા ન હતી પરંતુ દઢતા હતી. જગદગુરુ શ્રી હીરવિજયસૂરિજી મહારાજની પાટે આચાર્ય શ્રી વિજય સેન સૂરિ મહારાજ થયા. તેમના મુખ્ય શિષ્ય શ્રી વિમલ હર્ષ ઉપાધ્યાય થયા. તેમના આ શિષ્ય મુનિ પ્રેમવિજયજી થયા. તેમના ભાઈ પંડિત રત્નહર્ષ મહારાજ હતા. તેમના સાનિધ્યમાં તેઓ રહેતા હતા. તેમની રચનાઓ પણ મળે છે. | વિ.સં.૧૬ દરમાં તેઓએ આત્મશિક્ષા ભાવનાની (જે એકસો પંચ્યાસી દુહામય છે.) રચના કરી છે. તેમનું જીવન તપોમય હતું. સમ્યગુ દર્શનની શુદ્ધિ અને વૃદ્ધિ માટે તેઓએ વિ.સં.૧૬૪૮માં ગિરિરાજ શ્રી શત્રુંજય તીર્થની ચારસોચૌદ જાત્રા કરી. દોઢ ગાઉ, ત્રણ ગાઉ, છ ગાઉ અને બાર ગાઉની એમ ચાર પ્રદક્ષિણા કરી. મન તથા શરીરથી તેઓ કેવા ખડતલ હશે તેની કલ્પના કરી શકાય. સંયમ જીવનની પાલના માટે તેઓશ્રીએ વિ.સં.૧૬૩૯માં આસો સુદિ એકમના દિવસે, ગુરુવારે પીસ્તાલીસ નિયમો સ્વેચ્છાએ સ્વીકાર્યા. એમાં નોંધપાત્ર તો એ જણાય છે કે, એનિયમપાલનમાં જડતા નહીં પરંતુ દઢતા રાખવાની એવો વણલખ્યો નિયમ સર્વોપરિ હતો. સંયમ સિદ્ધિનો મંત્ર સ્વદેવિ રતિ સ્કૂદી (પોતાના શરીર પર મમતા નહીં) એ સિદ્ધ કર્યો હતો. સંયમજીવનમાં ક્યાંય દોષ ન લાગે અને તેનું સંવર્ધન થાય તેની કાળજી આ નિયમોમાં જોવા મળે છે. યોગધર્મનો મૂળ નિયમ છેઃ સતત જાગૃતિ. આ સતત જાગૃતિનું દર્શન પદે પદે થાય છે. આ નિયમોને જ્ઞાનાચાર આદિના ક્રમે જોઈએ: WWW.jainelibrary.org Page #112 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાચાર – ૧. (૧) એક પોથી, ઘોળાં પાઠાં બે, તે માટે કાપડનું વિટાણું એક. – એટલું જ રાખું. ૨૩ સામાન્ય રીતે જ્ઞાનના ક્ષેત્રે પોથી તો રાખે પણ આ મુનિવર તો એ પરિગ્રહ પણ ન રાખવો પડે તો સારું. એટલે એક જ પોથી તેની આજુબાજુની બે પાટલી તે પણ સુશોભન વિનાની સફેદ જ. તેને વીંટવાનું કાપડનું બંધન પણ એક જ. જો કે સાધુ મહારાજને વિહારમાં એક પોથી રાખવાનો રિવાજ હાલ પ્રવર્તે છે તેટલું જ. પરિગ્રહનો પણ ભાર નહીં. જીવન હળવું હળવું રાખવાનો સતત ખ્યાલ પ્રવર્તે છે. (૨) ઉઘાડે મોઢે બોલાય તો વીસ નવકાર ગણું અને વાપરતાં વાપરતાં એઠા મોંઢો - મોં ચોખ્ખું કર્યા વિના બોલાય તો એક નવકારવાળી ગણું. 80 સંયમજીવનમાં સતત ઉપયોગ એ પ્રાણ છે તે વાતની પ્રતીતિ થાય છે જાગરૂકતા રાખવાની તત્પરતાના દર્શન થાય છે. (૩) રોજ ત્રણ હજાર ગાથાનો સ્વાધ્યાય કરવો. પણ ઉપવાસના દિવસે, પારણાને દિવસે, વિહારના દિવસે, જોગ વગેરેના કામના દિવસે, કાંઈક ગ્રંથ વગેરો લખવાના દિવસે, કાંઇક બીજુ ભણવાના દિવસે, માંદા સાધુ મહારાજની સેવા કરવાના દિવસે દવા- ઔષધલેપ બનાવવાના / વાટવાના દિવસે, આલોચનાનો સ્વાધ્યાય કરવાનો હોય તે દિવસે, શરીરની નાદુરસ્તીના દિવસે, લોચ કરવાના દિવસે. આટલા દિવસે સ્વાધ્યાય (ત્રણ હજાર) ની જયણા આ મહત્ત્વના કારણ વિના એક હજાર સ્વાધ્યાય ન મૂકું જો તે દિવસે ન થાય તો વળતે દિવસે એટલો સ્વાધ્યાય કરી લઉં. ૧૩/૧ સ્વાધ્યાયની પ્રીતિ અને કરવાની તીવ્રતા છતાં સમજણપૂર્વકનો આ નિયમ લેવાયો છે. અગિયાર કારણો એવા છે કે જેમાં સ્વાધ્યાય અને તે તે કાર્યો તેમાં (પ્રાયોરિટી) અગ્રતાક્રમે તે તે કાર્યો કરવા જરૂરી છે. તેથી પહેલેથી તે તે બાબતનો ખ્યાલ આ નિયમમાં સમાવ્યો છે. જે તેમની જીવન વિષયક જાગૃતિને દર્શાવે છે. ૧૧૧ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૨. તાત્પર્ય એ છે કે સ્વાધ્યાય જેટલો જરૂરી છે તેટલાં જ સંયમજીવનના સમય પ્રાપ્ત કાર્યો પણ જરૂરી છે. ગચ્છવાસમાં રહેતા જે જે આવા કાર્યો આવે ત્યારે સ્વાધ્યાય સીદાય છે એ વાતને આગળ કરીને પેલા કાર્યોને ગૌણ ન કરવા. એ કાર્યો તો સ્વાધ્યાયના ફળ સ્વરૂપે છે. આવી સમજ આના વાચન ઉપરથી નીપજવી જોઇએ. દલાચાર – ૨ (૪) એક નવકારવાળી સૂતરની અથવા અક્કલબેરની એક રાખું ૨૪ સામાન્ય રીતે શ્રમણ જીવનમાં એક નવકારવાળી રાખવામાં આવે છે; છતાં ઘણાં પરવાળાની કે સ્ફટિકની, એવી એવી રાખતા હોય છે. આમાં માત્ર એકનો નિયમ જ કરવામાં આવ્યો છે. (૫) અવતરણિકા તેરમા બોલમાં આપણે સમજવા માટે બે વિભાગ કરીએ છીએ. પહેલા ભાગમાં સ્વાધ્યાયની વાત કરી અને તે પછીના ભાગમાં રોજિંદો જાપ કરતા હતા, તે પણ નિયમમાં સમાવ્યો છે. કુલ દશ માળા ગણતા હતા તે આ રીતે જણાવે છે. ૧. શ્રી શત્રુંજય તીર્થની ૨. શ્રી સીમંધર સ્વામીની ૩. શ્રી ગૌતમ સ્વામીની ૪. શ્રી આનંદવિમલ સૂરિ મહારાજની ૨. શ્રી વિજયદાનસૂરિ મહારાજની દ. શ્રી હીરવિજય સૂરિ મહારાજની ૭. શ્રી વિજયસેન સૂરિ મહારાજની ૮. શ્રી વિમલ હર્ષ ઉપાધ્યાયની ૯ પંડિત વાનરષિની ૧૦. સર્વ સાધુ મહારાજની WWW.jainelibrary.org Page #114 -------------------------------------------------------------------------- ________________ આ રીતે દશ માળા રોજ ગણવી. વિશેષ કારણે જયણો. ૧૩/ર પોતાના ઉપકારી પુરુષોનું નામ સ્મરણ નિત્ય કરવું એ એક ઉત્તમ પરિપાટી છે. શત્રુંજય તીર્થ તો શિરોમણિ છે; શ્રી સીમંધર ભગવાન વર્તમાનકાળે વિચરતા તીર્થકર છે; ગૌતમ મહારાજા ગુરુના પણ ગુરુ છે. પછી તેઓની પરંપરાના નામો છે. એક વાનર ઋષિ કદાચ દીક્ષા ગુરુ તરીકે ઉપકારી હોવા સંભવ છે. પછી સકળ સાધુ મહારાજાને નમસ્કાર...આ બધું સુયોગ્ય જ છે. આ નિયમ તેઓનો નિત્ય છે. (૬) હંમેશા ત્રણેય કાળ દેવવંદન કરવા. જો તે પ્રમાણે ન વાંધી શકાય તો બીજા દિવસે ઊભા ઊભા એક નવકારવાળી ગણી લઉ. ૧૨ પ્રભુ પ્રત્યેની પ્રગાઢ ભક્તિ પોષવાનો સતત યત્ન અને ક્યારેક કારણવશાત્ તેની દુષ્કરતા સ્વીકારીને પ્રાયશ્ચિત પણ દર્શાવ્યું છે. (૭) રોજ પ્રભુજીના દર્શન કરું ભૂલમાં કદાચ ન થઈ શકે તો બીજે દિવસે શાક દાળનો ત્યાગ. ૧૧ વિચારતાં લાગે કે આવું બને ! પણ પારદર્શક વ્યક્તિત્વ જેનું હોય તે તો સંભવિત તમામ ઘટનાને દૃષ્ટિમાં રાખીને વિચારે છે. ચારિત્રાચા૨ – 3 (૮) કાપડો, કામળી, સંથારો અને ચોલપટ્ટો --આ ચાર વસ્ત્ર સિવાય વધારે ન વાપણું. ૧ તીવ્ર મોક્ષાભિલાષ હોય ત્યારે અપરિગ્રહ પ્રત્યે અનુરાગ થાય અને જ્યારે મોક્ષ મેળવવાની તત્પરતા પ્રગટે ત્યારે દેહનું ભાન-ભાવ વિસરાતું જાય, ત્યારે આવો નિયમ લેવાતો હોય છે. ૯) ત્રણ પાત્રા, પાંચ પડલા, ત્રણ રસ્ત્રાણ (અન્નપટ) બે ઝોળી –-સિવાય પાત્રો ન વાપરું ? જે વાત વસ્ત્રની ઉપધિમાં છે તે જ વાત પાત્રા વગેરેમાં પણ ઝળહળતી અપરિગ્રહવૃત્તિના દર્શન થાય છે. માત્ર ગણત્રીના પાત્રામાં જ નિર્વાહ કરવાનો વિચાર તેમને ઉત્તમ શ્રમણ તરીકે એક આદર્શ સાધુ તરીકે પ્રસ્થાપિત કરે છે. ૧૧૩ _ __ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ (૧૦) સામાન્ય રીતે કોઈ દવા લેવી નહીં. બે આંખ માટે, સર્પદંશ થયો હોય, લૂ લાગી હોય, પડ્યાઆખડ્યા હોય ત્યારે દવા-ઔષધની જયણા. ૩ સાધુને દેહની દરકાર ન હોય. ચિકિત્સાને તે ઈચ્છે નહીં, એ વાત સ્વીકારીને પણ સર્પદંશ વગેરેમાં વિશેષ કારણમાં ઉપેક્ષા પણ નહીં. દઢતા અને જડતાનો ભેદ અહીં જાણી શકાય છે. (૧૧) શય્યાતરના ઘરનું ઘી, તળેલા દ્રવ્યો, ગોરસ અને મુખવાસ-આ ક્યારે પણ ન લેવા. હ્યસામાન્યતઃ જે સ્થાનમાં સાધુ મહારાજ રહ્યા હોય તે સ્થાનનાં માલિકના ઘરથી સાધુ મહારાજ ગૌચરીના આહાર દ્રવ્યોનો લાભ ન આપે. છતાં પણ તેવું જ પડે તેવા સંયોગ ઊભા થાય ત્યારે આ ચાર દ્રવ્યો તો ન જ લેવાં. ૧૪ આવો નિયમ પણ અનુકરણીય છે. (૧૨) આગાઢ કારણ વિના - ક્ષેત્રાતીત, કાલાતીત, માગતીત આહાર-પાણી ન લેવા; જે આહાર-પાણી લઈને નદી ઉતરીને આવે તે આહાર-પાણી પણ ન લેવા. અપવાદ સ્વરૂપે, વરસાદ ચાલુ હોય ત્યારે અને ત્રણ-ચાર કોશ દૂર જવાનું હોય અને ત્યાં અનુકૂળતાવાળું ગામ ન હોય તો ખપે. ૧૫ શ્રમણજીવનની વિશેષતાની લાંબી યાદી બનાવીએ તેમાં આ વાત નોંધવાની આવે. એક ગામથી વિહાર કરીએ તો બીજે ગામ જતાં સાત કીલોમીટર સુધીમાં સાથે રાખેલી ગોચરી વાપરી લેવી જોઈએ નહીંતર ક્ષેત્રાતીત દોષ લાગે તે જ પ્રમાણે સવારે જે ગોચરી કોઇના ઘેરથી વહોરી હોય તો બપોરના ત્રણ વાગ્યા સુધીમાં વાપરી લેવી જોઈએ નહીંતર કાલાતીત દોષ લાગે. માર્ગાતીત એટલે સૂર્ય ઉગ્યા પહેલાં વ્હોર્યુ હોય તો તે ન ખપે. એ આહાર પાણી માર્ગાતીત કહેવાય છે. પ્રવચન સારોદ્વારમાં ગાથા ૮૧૧-૮૧૨ -૮૧૩ માં આ ત્રણ ગણની વ્યાખ્યા આવે છે. આ બોલમાં ઉત્સર્ગ અને અપવાદનું સંતુલન બહુ સુંદર જણાય છે. (૧૩) દશવૈકાલિકની સત્તર ગાથા ગણ્યા પછી જ આહાર કરું. કદાચ ન ગણાયતો બીજે દિવસે એક નવકારવાળી ગણી લઉ. ૧૬ સાધુ જીવનની સમાચારમાં આ આવશ્યક જ ગણાય છે છતાં તેવી જાગૃતિ કેટલી બધી છે. હેજ પણ દોષ ન લાગે તે માટેની આ સભાનતા છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ (૧૪) દિવસે રોજ Úડિલ પડિલેહવા. જો ક્યારેક ન પડિલેહાય તો બીજે દિવસે નવી કરવી. ર૧ સાધુ જીવનની રોજની આ સમાચારી છે. સાંજે સૂર્યનું અજવાળું હોય ત્યાં જ નજીક,મધ્ય અને દૂરના લઘુ શંકા અને વડી શંકા માટે ચારે દિશામાં સામાન્ય સહન થાય ત્યારે, સહન ન થઈ શકે તેવી બાધા હોય ત્યારે એ માટે જીવરહિત ભૂમિ જોઈ લેવી જોઇએ, જેથી અંધારાના સમયે જીવાકુલ ભૂમિમાં પરઠવવાનો દોષ ન લાગે. (૧૫) ભૈરવ, સાલુ, મહિમદી, બહાદરો, ઝૂનો, ગીડીઓ, અટાણ, શ્રીબાપ તથા રેશમી વસ્ત્ર એવાં બધાં ન વાપરું. ૨૨ આ બધા તે વખતના બહુમૂલ્ય વસ્ત્રોની જાણીતી જાતિના નામ છે. સાધુને આવા મૂલ્યવાન વસ્ત્રોનો આમે નિષેધ છે, પણ જાપ વગેરેના નિમિત્તે પણ વિભૂષાવૃત્તિ ન પોષાવી જોઈએ તે માટે ખાસ પોતે આવો નિયમ લે છે તે અંતરંગ સહજ વૈરાગ્યની નિશાની છે. ૨૨ (૧૬) અણગળ પાણી વાપરું નહીં ભૂલથી વપરાઈ જાય તો એક નવકારવાળી ઊભા રહીને ગણી દઉં. ૨૫ આ નિયમમાં સાવધાની ભરી જાગૃતિનાં દર્શન થાય છે. (૧૭) રોજ બે સાધુ મહારાજની વિશ્રામણા ભક્તિ (રાત્રે સૂતાં પહેલાં પગ દબાવવા રૂપ ભકિત) કરવી. વિશેષ કારણ ન હોય તો કરવી. ૨૬ ગચ્છમાં રહેતાં જે લાભ છે તે અવશ્ય લેવો. મનને બહુમાન પૂર્વકની ભક્તિથી ભીનું રાખવાનો ભાવ અનુકરણીય છે. (૧૮) વ્હોરવા જાઉં ત્યારે જે ઘરે જાઉં ત્યાં જે છોરાવે તે હોરું સારું લેવું છે તેનો ખપ છે તેમ સમજીને ના ન કહું ૨૭ રસનેન્દ્રિય સંબંધી ઇચ્છાનો જય મેળવવા માટે કેવો સૂક્ષ્મ નિયમ કર્યો છે. કેટલીક માનવ સુલભ નબળાઈને જીતવાનો ખ્યાલ ઉત્તમ છે. (૧૯) છોરવાની વસ્તુ છૂટી નખાય અને કોઇએ છૂટી નાંખેલી વસ્તુ લેવાય તો એક નવકારવાળી ગણી ૧૧૫ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ દઉં. ૨૯ સામાન્ય રીતે કોઇ આવી તોછડી રીત ન અપનાવે છતાં ક્યારેક આવું થતું હોય છે. તે સંભાવના સ્વીકારીને આ વાત તેઓએ નોંધી છે તે અગત્યનું છે. (૨૦) કાજો લીધાં વિના બેસી જવાયું અને કાજો લઇ તેનાં જીવજંતુ – ક્લેવરને ઉદ્ધર્યા વિના બેસી જવાય તો એક નવકારવાળી ગણી દઉં. ૩૧ શ્રમણજીવનમાં રોજબરોજ બનતી આ ઘટના છે. તેમાં અણિશુદ્ધ સંયમ પૂર્ણ નિર્દોષ સંયમ પાળવાની તરફદારીનાં દર્શન થાય છે. અનુકરણ કરવા લાયક વાત છે. (૨૧) પડિલેહણ કરતાં અને પ્રતિક્રમણ કરતાં મૌન રાખું, ન બોલું. જો ગુરુ મહારાજ બોલાવે તો બોલું. બીજા સાથે બોલાઇ જાય તો એક નવકારવાળી ઊભા રહીને ગણી દઉં. ૩૨ પડિલેહણ-પ્રતિક્રમણ જેવી આવશ્યક ક્રિયામાં ચિત્તની એકાગ્રતા માટે મૌન જરૂરી છે. તે માટેની જાગૃતિ રાખવા માટે આ નિયમ છે. આ નિયમ તો દરેક સાધુ -સાધ્વીમાં હોવો જરૂરી છે. (૨૨) સૂતી વખતે સંથારો અને ઉતરપટા સિવાય કશું પાથરવું નહીં તેમજ માથે કશું મૂકવું નહીં (વીંટીયુ -કામળી વગેરે) ઓઢવાની જરૂરત હોય ત્યારે વધીને ત્રણ પડ ઓઢવા. ૩૩ શરીરની સુખશીલતાના ત્યાગના સંસ્કાર તથા ઋદ્ધિગારવ, રસગારવ અને સાતાગારવથી બચવા માટે આવા નિયમો આચરીને દેહની મૂર્છા ઉતારવા માટે સંયમજીવનમાં આ જરૂરી છે. આ નિયમથી દેહની આળપંપાળ ઘટે છે. (૨૩) મારા માટેનું લઘુ શંકા નિવારવાનું ઉપકરણ અણપડિલેહ્યું રહે તો એક નવકારવાળી ગણી દઉં. ૩૪ વાત સાવ નાની લાગે પણ પળનોય પ્રમાદ નહીં એ જે સંયમજીવનનાં પ્રાણ સ્વરૂપ નિયમ છે તે માટેની કાળજી આમાં દેખાય છે. (૨૪) યાવજ્જીવ સુધી લાવીને પાછા આપવા પડે તેવાં વસ્ત્ર કામળા-કામળી વાપરવા નહીં, કારણ હોય તો પણ ન વાપરવા. ૩૫ Page #118 -------------------------------------------------------------------------- ________________ આવા નિયમો લેવા અને તેને દઢપણે વળગી રહેવા માટે સબળ મનોબળ જોઇએ. સંયમનો પ્રગાઢ રાગ જોઇએ તો જ આ પાળી શકાય. આ નિયમનું પાલન અશક્ય નથી માત્ર સંયમનો પ્રેમ દઢ હોવો જોઇએ. (૨૫) મારા શરીરે તેલ આદિની માલિશ જાતે કદી ન કરું. કોઈ પરાણે એ પ્રમાણે તેલ વગેરેનું વિલેપન કરે તો બીજે દિવસે એક નવકારવાળી ગણી દઉં. ૩૭ શરીરની ચિકિત્સા જરૂરી ન લાગે તો તેના માટે જે કાંઇ પરિસ્થિતિ સર્જાય તે સ્વેચ્છાએ સહી લેવાની પૂર્ણ તૈયારી એ સાધુતાનું ભૂષણ છે. આમાં દંભનો પ્રવેશ ન થાય તે માટે પરાણે બીજા કોઇ કરે તો દંડ ભોગવવાની પણ તૈયારીથી શરીર પ્રત્યેની નિર્મમતા જણાય છે. સહ્ય હોય તો તે ટાળવી જોઇએ તેવો બોધ આમાંથી મળે છે. (૨૬) રાતે ઊંઘમાં પણ પડખું બદલતાં પૂંજ્યા પ્રમાર્જવામાં પ્રમાદ સેવાઇ જાય તો એક નવકારવાળી ગણી દઉં. ૩૮ નાની-નાની બાબતો દ્વારા સંયમમાં અશુદ્ધિ ન પ્રવેશી જાય પણ શુદ્ધ સંયમનું પાલન થતું રહે તે માટે આવો નિયમ નોંધપાત્ર જણાય. ઊંઘમાં પણ પ્રમાર્જનાનો સંસ્કાર દઢ કરવાની તીવ્રતા અંતરંગ જાગૃતિનું પ્રબળ અંગ બની રહે છે. (૨૭) મારા પોતાના જે ઉપકરણો છે તેમાં તે તે ઉપકરણની પડિલેહણા જેટલા બોલ વડે કરવાની કહી છે તેટલાં બોલથી એ પડિલેહણા કરું જેમ કે જોળીયું પચ્ચીસ બોલે, ઉપધિ- ઓધારિયું પચ્ચીસ બોલે, સ્થાપનાજી તેર બોલે, ડાંડો, ઠંડાસણ, કાનદોરો આ બધા દશ બોલે, પડિલેહણ કરવાનું છે. તેમાં વધારે ઓછા બોલ થાય તો પડિલેહણ દીઠ પાંચ પાંચ નવકાર ગણી દઉં. (વિશેષ કારણ ન હોય તો) ૩૯ રોજિંદી પડિલેહણ જેવી ક્રિયામાં પળે પળે મન પરોવીને રાખવું જો તેમાં ચૂકાઇ જવાય તો દંડ રાખવો. આવું કડક સંયમ તેમને પાળવાની તત્પરતા છે. બોલ બોલવાથી મન તે તે ક્રિયામાં દત્તચિત્ત રહે છે. તેથી ક્રિયા ફળવતી બને છે. અહીં કાનદોરો શબ્દ છે તેથી કાજો ભરતી વેળાએ, સ્થાપનાજી પલેવતી વખતે અને તાડપત્ર જેવી પોથી વાંચતી વખતે કાને બે દોરાવાળી મુહપત્તિને ઉપયોગમાં લેતા તે ઉપકરણ હોવું જોઇએ. (૨૮)સીકી (વધારાની ગૌચરી જે જોળીમાં બાંધીને ખીંટીએ મૂકવાની હોય તેને સીકી કહે છે), ઉપધિ, દાંડો જ્યારે જ્યારે લેવાનો-મૂકવાનો હોય ત્યારે પૂંજવાનું અને પ્રમાર્જવાનું કરવું. ન કરાય તો એક નવકારવાળી ગણી દઉં. ૪૦ ૧૧૭ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સંયમજીવનમાં જે સતત જયણાશીલ હોય છે તે આરાધક હોય છે તે મુજબ જયણાપૂર્વક જ લેવા- મૂકવાની ટેવ -આગ્રહ પાડવાં જ જોઇએ. તે માટેનો દંડ તેઓએ જાતે જ રાખ્યો છે. આ બધું મનમાં લેવાય તો સુકર છે. (૨૯) સાંજે શરીરની અકાલસંજ્ઞા થાય તો આયંબિલ કરી દઉં અને સવારે શય્યાતર ઘર પૂછ્યું, કહ્યું તે છતાં ખ્યાલ ન રહે અને ભાંગો લાગે તો આયંબિલ કરી દઉ. ૪૧ સૂર્યાસ્ત પછી વડી શંકા નિવારવા જવાનું થાય તેને અકાલસંજ્ઞા કહેવાય છે, તે દોષ છે. તેના પ્રાયશ્ચિત રૂપે એક આયંબિલ કરવાની વાત છે તેવી જ રીતે શય્યાતરના ઘરે ગૌચરી માટે ન જવાય છતાં ખ્યાલફેરથી જવાઈ જાય તો પ્રાયશ્ચિત રૂપે આયંબિલ કરી દેવાની વાત છે. આવા દોષ પણ ન લાગે તેની કાળજી દેખાય છે (૩૦) આહાર-પાણી કરતાં પહેલાં ઇરિયાવહી પડિક્કમું. જો ઇરિયાવહી કર્યા વિના આહાર-પાણી કરું તો પાંચ નવકાર ગણી દઉં. ૪ર આ નિયમમાં તેમની સંયમની વિશુદ્ધિનું પરિણામ દેખાય છે. (૩૧) ઘડો વગેરે માટીના વાસણ અથવા પાત્રા (?) મારા હાથે ભાંગે તો છઠ્ઠ કરું ન થાય તો આયંબિલનીવી કરીને અથવા ચાર હજાર સ્વાધ્યાય કરીને પણ છઠ્ઠ કરી દઉં. ૪૩ જેને નિરતિચાર સંયમ પાળવાની તીવ્રતા હોય તેને જ આવા દોષો પ્રત્યે જાગૃતિ સંભવી શકે. દંડ મોટો હોય તો જાગૃતિ રહે. (૩૨) લઘુ શંકા નિવારીને માત્ર પૂંજ્યા વિનાની ભૂમિમાં પરઠવું અને ઊભા ઊભા પરવું તો પાંચ નવકાર ગણી દઉ. ૪૪ પળેપળની તે તે ક્રિયામાં પ્રમાદ ન સેવાય જાય તે માટેની વાત આમાં છે. (૩૩) ૧.ગૌચરી વાપર્યા બાદ મારા મોંઢે ‘આ ખાટું છે, આ ખારું છે' તેવું મારા માટે ના કહું. ૨.કોઇ સાધુ મહારાજ પ્રત્યે અને કોઈ ગૃહસ્થ પ્રત્યે મારા મોંઢે કઠોર ભાષા બોલાઇ જાય તો દશ નવકારવાળી ગણી દઉં. ૪૫ આહારને વખાણવું નહીં અને વખોડવું નહીં એ નિયમ તો બધાંએ અપનાવવા જેવો છે અને કોઇના પણ પ્રત્યે કઠોર ભાષા ન વાપરવી એથી ‘ઉત્તમ મુખે મધુરી ભાષા’ સહજ બને છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ તપાચાર – ૪ - (૩૪) કોઈ પણ પાંચ વિગઈનો ત્યાગ ૪ વિરતિના ક્ષેત્રમાં ત્યાગનો ઉલ્લેખ થાય છે, ભોગનો થતો નથી; તેથી, કોઈ પણ એક વિગઈ વાપરું એવો નિયમ નથી રાખ્યો ! એકથી કામ ચાલે તો વધુ વિગઈ શા માટે ! આમ, વૃત્તિ સંક્ષેપ તપ પણ આરાધી લેવાની તત્પરતા દેખાય છે. (૩૫) લીલું નારિયેળ, આખો ગોળો, ટોપરાં, ખારેક, ખજૂર, દરાખ, લવિંગ, એલચી, સુંઠ, મરી-પીપર --આટલી વસ્તુઓનો ત્યાગ. ૫ આ દ્રવ્યો ભૂખ શમાવવા માટે ઉપયોગી કે જરૂરી નથી, તેથી તેનો ત્યાગ કર્યો. આહારના ક્ષેત્રમાં જીભને કોરાણે મૂકી, જરૂરિયાતની દૃષ્ટિએ વિચારીએ તો ઘણું બાદ થઈ જાય ! મુનિવરે આ જ દૃષ્ટિથી આ નિયમ કર્યો છે. આપણને સીધી રીતે નહીં પણ આડ રીતે બોધ મળે છે કે જે જરૂરી નથી તે ત્યજતા જવું. (૩૬) સાદું દૂધ અને નીવીયાતું દૂધ પણ ન વાપરું. આયુર્વેદમાં દૂધને સઘઃ શુક્રકર પયઃ। (દૂધ તરત જ વીર્યને કરનારું છે.) એમ પ્રમાણ્યું છે. સાધુ જીવનનું મુખ્ય લક્ષણ તેની મન-વચન-કાયાની નિર્વિકારતા છે. તે જાળવવા દૂધનો ત્યાગ જરૂરી છે. (૩૭) કઠોળના શાક સિવાયનાં તમામ લીલા શાક, દૂધી. પરવળ વગેરે તથા સુકવણી શાક કેર, કુમટિયા, સાંગરી વગેરે તથા મીઠાનો પુટ આપ્યા હોય તેવા કોઠીંબડા વગેરેનો ત્યાગ. જે કઠોળના શાક વાપરવાના હોય તે પણ આખા દિવસમાં વધીને ત્રણ જ વાપરું. ૭ મૂળથી અ-સ્વાદ વ્રતની સાધનામાં, સ્વાદ વિજયને અગ્રતા આપવામાં આવે છે. લીલા શાકભાજી સ્વાદિષ્ટ હોય છે. સ્વાદથી આસક્તિ થાય છે. આસક્તિ ત્યાં ઉત્પત્તિ એ નિયમ છે માટે તેનો ત્યાગ અને આહાર વાપરવા માટે કઠોળના શાકથી ચાલે; તેથી તે આવશ્યક છે તો વાપરવું જરૂરી નથી. માત્ર જીભ માટે છે ૧૧૯ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ તો તેનો ત્યાગ કરવો. (૩૮) ગંઠસી પચ્ચક્ખાણ કાયમ માટે સાચવું એમાં જો ગાંઠ છૂટી જાય તો તે જ ક્ષણે ચોવિહાર કરી લઉં. વહોરીને આવ્યા પછી ખ્યાલ આવે કે ગાંઠ છૂટી ગયેલ છે તો અન્ય સાધુ મહારાજને આપું તેમને વધે છતાં જો વાપરી જાય તો પચ્ચકખાણનો ભંગ ન થાય. જો તેઓ આહાર ન લઈ લે તો આહાર હું વાપરી જાઉ ને ચોવિહારના પચ્ચક્ખાણ કરી લઉ. તે દોષ નિવારવા એક હજાર ગાથાનો સ્વાધ્યાય ઊભા રહીને કરી લઉ.૮ જ્યારે જ્યારે મોંમાં પાણી અથવા આહાર -કશું પણ લેવું હોય તો તે પહેલાં જે ગાંઠ હોય તે છોડવી પડે તે છૂટે પછી જ મોંમાં કશું લઈ શકાય. આ નિયમ પણ સતત જાગૃતિરૂપ અપ્રમાદ ગુણને સિદ્ધ કરવા માટે છે. આવો નિયમ ઉપકારક છે. (૩૯) જાવજીવ સુધી બિયાસણનું (ઓછામાં ઓછું પચ્ચખાણ કરું. ૯ અનાદિકાળના સંસ્કારોને નાથવા માટે આહારસંજ્ઞા પર કાબૂ મેળવવો જરૂરી છે. તેના ટંક ઘટાડવા માટે આ નિયમ છે. “ઓછામાં ઓછું બિયાસણનું પચ્ચખાણ તો કરું જ આવો નિયમ કરવાથી આહારમાં નિયંત્રણ આવે છે. (૪૦) આહારમાં એક વિગઈ જે લેવાની હોય તે પાશેરથી વધારે ન લઉં. ગોચરીમાં - માંડલીમાં વધી જાય તો લઉ. ૧૭ ચારસો વરસ પહેલાંની આ વાત છે. વિગઈનું પ્રમાણ શરીરની તાસીર પ્રમાણે હોય છતાં તેનું પ્રમાણ નિશ્ચિત કરવું જરૂરી છે. આ નિયમ જડતાથી નહીં પરંતુ જરૂર પડે તો તેમાં ફેરફાર કરવો પડે તો કરવો. (૪૧) નીવી કરી હોય તે દિવસે ત્રણ ઘાણ કાઢ્યા પછીનું લઉં અને દાઝેલું ઘી હોય તો તે પણ લઉં. (ખપે) ૧૮ સામાન્ય રીતે નીવીમાં આ જ નિયમ હોય છે છતાં તેમાં રસની આસક્તિ ન આવે તે માટેનો આ નિયમ જણાય છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ અહંકાર ત્યાગ (૪૨) મારાથી (મારી વાણી અને વર્તનથી) કોઈને પણ અપ્રીતિ થાય તો બીજે દિવસે નીવી કરું. ૧૯ પ્રભુ મહાવીરે પ્રસ્થાપિત કરેલો આ નિયમ છે : ‘આપણાં વાણી-વર્તનથી બીજાને ઠેસ ન વાગવી જોઈએ.’ મુજબ આ નિયમ છે. બહિરંગ તપ-સંયમની સાથે અંતરંગ ધર્મની સાબિતી આના દ્વારા મળે છે. (૪૩) પારકાના અવગુણ બોલવા નહીં, ક્યારેક ભૂલથી પણ બોલાઈ જાય તો બીજા દિવસે શાક-દાળનો ત્યાગ કર્યું. ૨૦ તે અપ્રીતિની જેમ નિંદા ત્યાગ માટે સ્વયં જાગરુકતાના દર્શન થાય છે. ઘણીવાર બાહ્યતપ ઉત્કૃષ્ટ જોવા મળે પણ સાથે નિંદારસ પણ ટેવવશ જોવા મળે ત્યારે આવો દોષ દૂર કરવા આવા અવલંબન ખપમાં લેવા જોઈએ. ૨૦ (૪૪) કોઈપણ પ્રસંગે ગૃહસ્થ પાસે મારી નિશ્રા લખાવું નહીં. ૩૬ અહંકાર લગભગ ઓગળી ગયો હોય તો જ આ વિચાર જાગે. અહંકારની પ્રબળતા સંયમના ભાવપ્રાણને નિર્જીવ બનાવી દે છે. પછી માત્ર વેષ રહે છે, લઘુતા લાવવા માટે આવા નિયમ ખૂબ જ ઉપકારક નીવડે છે. હા ગ્રન્થ ૨ ૧૨૧ MIGAMOT www.jainelibjp so Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સમાધિના વિજયતિલકથી શોભતા આચાર્ય શ્રી ધુરન્ધરસૂરિ મહારાજ C 10216 Tonech વિ.સં. ૨૦૩૪ની સાલ. વૈશાખ મહિનો. વદ બારસની વાત છે. અમદાવાદ-રીલીફ રોડ-પાંજરાપોળની શ્રી વિજયનેમિસૂરિ જ્ઞાનશાળાના હૉલમાં પેસતાં જમણી બાજુની પાટ ઉપર આચાર્ય શ્રી ધર્મધુરન્ધરસૂરિ મહારાજ સૂતા છે. ઉંમર માત્ર ૬૦ વર્ષની છે. બહુ મોટી ઉંમર ન કહેવાય. વયના પરિપાકથી પ્રાપ્ત થયેલી મૂડીને વહેંચવાના દિવસો કહેવાય. ત્યારે જ તેઓએ પરલોકે પ્રયાણ કર્યું. જીવનને ગુણોની સુવાસથી મઘમઘતું બનાવ્યું હતું. જીવન-બાગને અનેક ઉત્તમ પુષ્પોથી જીવતો રાખ્યો હતો. જે નિયમો આજીવન પાળવાની ઇચ્છા રાખી હતી તે નિયમો છેલ્લા દિવસ સુધી પાળ્યા હતા જેમકે, પાંચ તિથિ પોરસીનો નિયમ હતો તો વૈશાખ વદિ આઠમે પોરસી કરી હતી. અરે ! બે ઓળીમાં એક-એક આયંબિલ કરવાનો નિયમ હતો એ વર્ષની ઓળીમાં કેન્સર જેવા મહાવ્યાધિ વચ્ચે પણ ચૈત્ર સુદિ આઠમે માત્ર બે દ્રવ્યનું આયંબિલ દસ મિનિટમાં કર્યું હતું. નિશ્ચયને વળગી રહેવાનો તેમનો સ્વભાવ બની ગયો હતો ! ડોળીમાં બેસવું નથી એ નિયમ પણ બરાબર પળાયો. પર્યુષણમાં પહેલોછેલ્લો ઉપવાસ, જ્ઞાનપાંચમ અને મૌન એકાદશીનો ઉપવાસ –આ બધું બરાબર અને અપવાદ વિના પળાયુ હતું. આ બધું બરાબર પળાય એ માટે તો ડૉકટરના પનારે ન પડતાં, આવા વ્યાધિમાં પણ વૈદ્યને શરણે જ Page #124 -------------------------------------------------------------------------- ________________ રહ્યા હતા. ઉપવાસની તો ના ન પાડે! જે ચિકિત્સક નક્કી કર્યા તે કહે તે બરાબર કરવાનું વિ.સં. ૨૦૩૧માં કેન્સર નિદાન થયું પછી અષાઢ મહિનામાં બાબુભાઈ વૈદ્ય મળ્યા. તેમણે ચીંધ્યા પ્રમાણે દવા-ઔષધઅનુપાન-પરેજી બધું સ્વીકાર્યું. ચિકિત્સા શરુ કર્યાના ચોથા કે પાંચમા દિવસે સાંજે વૈદ્યરાજે કહ્યું કે મહારાજ સાહેબ! આપ છીંકણી સુંઘો છો તે આપનાથી બંધ કરી શકાય! કરી શકાય તો સારું. મહારાજજીએ પૂછ્યું: તેમ કરવાથી આરોગ્યમાં ફાયદો થાય ! જવાબ મળ્યોઃ “હા.” બસ, આટલી જ વાત. વૈદ્યરાજ ગયા પછી રાત્રે સૂતાં પહેલાં ભગવાન આદીશ્વર દાદાને યાદ કરી છીંકણી મૂકી તે મૂકી. બે દિવસ પછી વૈદ્યરાજે પૂછ્યું કે ડબી ક્યાં? મહારાજજી કહે કે એ તો તમે કહ્યું તે જ વખતે સંકલ્પ થઈ ગયો. ગઈ તે ગઈ ! વર્ષોની ટેવ, પણ મનોબળ એવું કે “મેરુ ચળે પણ મનડાં ન ચળ’ એ લીટી યાદ આવી જાય.વૈદ્યરાજ જૈન હતા. ભક્તિવંત હતા. તેઓ કહે તે જ અને તેટલો જ આહાર લેતા. સારવાર પણ તેમની જ લેતા. વચ્ચે-વચ્ચે ડૉકટરોને બતાવવાનું રાખ્યું હતું એ તો અંધારામાં ન રહી જવાય એટલા પૂરતું જ. છેલ્લા દિવસોમાં કેન્સર નિષ્ણાત ડૉકટર ગવાડિયા કરીને હતા. તેમની દેખરેખમાં દવા-ઉપચાર ગોઠવાયાં હતાં. હૉસ્પિટલમાંથી ખાટલો લાવવામાં આવ્યો હતો. લૂકોઝ વ. ના બાટલા આપવાની સુવિધા રહે તે આશય હતો. વૈશાખ વદિ અગિયારસની સવારે શરીરમાં અતિશય શિથિલતા હતી તેથી પહેલી જ વાર પ્રભુજીની પ્રતિમા, દર્શન માટે ઉપાશ્રયે લવાઈ હતી. એ દિવસ તો ઠીક પસાર થયો, રાત્રે ખૂબ ગરમી લાગી. પવનનું નામ-નિશાન નહીં. રોગની ગરમી સાથે દવાની ગરમી. શરીરમાં દાહ-દાહ લાગતો હતો. રાત્રે પુષ્કળ પાણી એમના શરીર પર રેડતાં જ ગયા. સવારે પ્રભુજીને લઈને, પૂજારી જવ આવીયો, સૂરિએ હાથ મુદ્રાથી, આવતાં જ નિવારીયો. તૈયારી કરો એમ, કહ્યું તો મુનિઓ બધા; સાથે તેઓ મૂલેવાજી, દર્શને પધારીયા.. સવારે પ્રતિક્રમણ થયા પછી પડિલેહણ માટે તેઓને પાટ પરથી નીચેના આસન પર બેસાડતા હતા ત્યારે તેઓ કહે છે, “આપણે ત્યાં અઠ્ઠમના પારણે સાકરનું પાણી હોય છે તેવું પાણી મળે? ૧૨૩ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ હા, જરૂર મળે. નવકારશીનું પચ્ચખાણ આવે એટલે તૈયાર ! એટલામાં ગઈકાલની જેમ, પૂજારી એક થાળીમાં પ્રભુજીને અંગ લૂછણાના ધવલ વસ્ત્રથી ઢાંકીને લાવતો હતો, તેને પગથિયે રોકી, હાથના ઈશારે પરત મોકલ્યો અને સાધુઓને હાથનો ઈશારો કર્યો કે, “ચાલો, મૂલેવા પાર્શ્વનાથ ભગવાનનાં દર્શન કરવા જવું છે.” બોલવામાં ઘણું કષ્ટ પડતું હતું. મૂલેવા પાર્શ્વનાથ ભગવાન પ્રત્યે અથાગ શ્રદ્ધા હતી. માત્ર દર્શન કરવાં હોત તો શાન્તિનાથ પ્રભુજીનું દેરાસર તો હાથ-હેંત નજીક હતું. એક ખુરશીમાં બેસાડીને મૂલવા લઈ તો ગયા પણ શ્રમ એટલો બધો લાગ્યો કે દર્શન પછી ડોક ઢાળી દીધી. શરીર સફેદ પૂણી જેવું થઈ ગયું. સાથે રહેલા સાધુઓને તો પરસેવો છૂટી ગયો! અશક્તિ હતી ઘણી ત્યારે, જોઈને જલદી લાવીયા; વૈશાખ મહિનો, રાત્રી, દવાની વળી ઉષ્ણતા. દેહમાં દાહ વ્યાપ્યો'તો, પાણી પાણી થઈ રહ્યું અઠ્ઠમ પારણે જેવું શર્કરા જલ આવતું. તેવું મળે શું અત્યાર? થાય તો કરો તમે હા ! હા! કહી વળી શાતા, આપી રાજી થયાં ઘણાં. નવકારશીની વેળાએ શર્કરા જલે આવીયું સાત ચાલીસે જ્યારે, ડૉક્ટર જબ આવીયા. આ શું કર્યું? કર્યું કોણે? ઉપાલંભ ઘણાં વહયા; પ્રભુના દરશને ક્યારે, કષ્ટ ના અમને થતું.” ઉપાશ્રયે લાવી, નવકારશીનું પચ્ચખાણ આવ્યું. નવકારશી કરાવી, સાકરનું પાણી વપરાવ્યું. હાશ થઈ! થોડી વારે ડૉકટર ગવાડિયા આવ્યા. તપાસીને જોયું તો પલ્સ, બી.પી. વગેરેમાં ઠેકાણાં ન હતાં. પાટને બદલે પલંગ પર ફેરવાયા. “આમ કેમ થયું? એ પ્રશ્નના જવાબમાં જાણ્યું કે તેમને પોળ બહાર દર્શન કરાવવા લઈ ગયા હતા. આવું ડાપણ કોણે કરાવ્યું?” WWW.jainelibrary.org Page #126 -------------------------------------------------------------------------- ________________ આ સાંભળી બોલાતું ન હતું છતાં મહારાજજીએ કહ્યું: “ભગવાનનાં દર્શન કરવા અમારે માટે કષ્ટ નથી.' ડૉકટરની સૂચના પ્રમાણે દવા-ઉપચાર જલદી શરુ કરાયા. કેટલા વાગ્યા?” આવું દર દસ-પંદર મિનિટે પૂછતાં. સાંભળી બધાને કુતૂહલ થતું.સવા દસે સાધુ મહારાજ આવતા કહે: “અમારે કાંઈક સંભળાવવું છે.” મેં કહ્યું: “સંભળાવે?” કહેઃ “સંભળાવવું હોય તો ભલે. મારે જરૂર નથી. હું પૂર્ણ સજાગ છું” મેં કહ્યું: “બોલો.” એક પદ બોલવા લાગ્યા. એમાં બાલ જલે જેસી ઘાસકી પુલીયાં' --આવા શબ્દો આવ્યા એટલે મહારાજજીએ હાથથી, રોકાઈ જવા ઈશારો કર્યો. તેઓ ગયા. અઢી વાગ્યાથી સ્વરૂપ પલટાયું. છતાં કોઈને અણસાર ન હતો. જોત-જોતામાં સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકાથી હૉલ ભરાઈ ગયો. સહુ કોઈ સ્તવન-સઝાય-પદ ધીમે સાદે સંભળાવી રહ્યા હતા. એમના લલાટ પર તેજ વધતું હોય તેમ લાગે. વાચા સ્પષ્ટ હતી. સ્મૃતિ તેજ હતી. જરૂર જણાય ત્યારે અને તેટલું જ બોલતાં. સહુ સાધુગણ એમને વીંટળાઈ વળ્યો હતો. વાણી સૂરિ વહયા સર્વે સાંભળ્યું વિસ્મયે વયા; દેહ સૂતો હતો જ્યારે બેઠું'તું મન એકલું જગતો આતમા (એક) નિત્ય તેઓ અનુભવે કેન્સર વ્યાધિ ને બીજ, રોગ ટોળે વળી ગયા. (છતાં તે લેશ ના બીયા, “પાડોશી’ એમ જાણતાં) ઘણું સારું ઘણું સારું સારું છે મુજને ઘણું સાતા પૃચ્છા તણો તેવો; ઉત્તર આમ આપતા. વચ્ચે-વચ્ચે કેટલા વાગ્યા?’એ પ્રશ્ન તો પુછાતો જ રહ્યો! લૂકોઝના બાટલા તરફ એમણે ઈશારો કર્યો. હાથ ઘણો ભારે અને જાડો થઈ ગયો હતો. આંગળાં ફૂલી ગયાં હતાં. પેટ તંગ અને તગતગતું હતું, જલોદર કહેવાય તેવું હતું. આવી દશામાં પણ મોં પર દીનતાની એક પણ રેખા ન દેખાય. ફરિયાદનું તો નામ નહીં. ૧૨૫ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ જે આવે અને પૂછેઃ “શાતામાં છો!' તરત જવાબ આપેઃ “ઘણું સારું છે.” આ ઉત્તર મનને સામે રાખીને આપતા હોય તેમ જણાય છે કારણ કે એક વાર ત્રણેક મહિના પહેલાં જ્યારે બોલાતું ન હતું અને જવાબ લખીને આપતા હતા ત્યારે એક આચાર્ય મહારાજ ત્યાં પધાર્યા અને શાતાની પૃચ્છા કરી ત્યારે પાસે પડેલી એક ચબરખીમાં તેઓશ્રીએ લખેલું: “તન સૂતું છે. મન બેઠું છે અને આત્મા જાગતો છે.” આવ્યા પંડિતજી જ્યારે, ત્યારે તો કહ્યું તેમણે; બેઠા કરો, કર બેઠા, પંડિતજી કરતા હવા. બધાંએ તેમને વાર્તા એવું તો કરશો નહીં પંડિતજી તણો હાથ, હાથમાં લઈને કહ્યું. દેવેન્દ્ર સાગર સૂરિ, અત્યારે વિહરે ક્યહીં? સુરેન્દ્રનગર, ક્ષેત્ર તણો. નિર્ણય થઈ ગયો? સંઘની મનમાં ચિંતા, વ્યાપી'તી એટલી બધી; આત્મ પ્રયાણ સમયે, દીઠી'તી કોણે કોઈની. કુમાર રાજકુંવરીનું નિવેદન લખી તમે, ઘડીમાં ત્રણ ને ઉપર તો, ચાલીસ મિનિટો થઈ. પોણાચાર વાગવા આવ્યા હશે, ત્યાં પંડિત મફતલાલ આવ્યા. નજીક જઈ પૂછે છે: “કેમ સાહેબ! શાતામાં?' મહારાજજી કહેઃ “ઘણું સારું!” પછી તરત કહે, “મને બેઠા કરો.” આ પહેલાં પણ ત્રણેક જણાને કહેલું કે મને બેઠા કરો. પણ ઉપસ્થિત સાધુવર્ણ ઇશારાથી તે વ્યક્તિને મના કરી દે. મહારાજજીને એમ કે પંડિતજી કદાચ માનશે. પંડિતજી ટેકો આપી બેઠા કરવા જતા હતા ત્યાં એમને પણ હાથનો ઈશારો કરી મના કરવામાં આવી. મહારાજજીના મનમાં પદ્માસને જવાની ઈચ્છા હોય પરંતુ બધાને લાગ્યું, એવું જોખમ લેવું નથી. જ્યારે કોઈએ બેઠા થવામાં સહકાર ન આપ્યો ત્યારે મહારાજજીએ પંડિતજીને પોતાના મનમાં ઘોળાતી વાત પૂછવા માંડી. શરીર તો વીસેક મિનિટમાં છૂટી જવાનું છે છતાં મન ઉપર એ મૃત્યુનો ઓછાયો પણ ન હતો! Page #128 -------------------------------------------------------------------------- ________________ સંપૂર્ણ સ્વસ્થતા સાથે, પદ્માસને બિરાજીને પ્રયાણ કરવું એવું મનમાં રાખીયું હશે. નિયતી તણી ચિત્ત, ના એમ નિમવું'તું તથી સમાધિની સાથે સ્વર્ગની વાટ સંચર્યા. દેહને જીવ છે નોખાં, એવું શાસ્ત્ર કહ્યું ઘણું પ્રત્યક્ષ આજ તો દીઠું દેહથી જીવ ભિન્ન છે.” સ્વસ્થ હોય ને વાતચીત કરતા હોય એ રીતે પૂછ્યું. તે વખતે સુરેન્દ્રનગર માટે કોઈ સાધુનું ચોમાસું હજુ નક્કી થયું ન હતું. એટલે પૂછ્યું : “સુરેન્દ્રનગરનું શું થયું?” પછી, એ ક્ષેત્ર માટે આચાર્ય શ્રી દેવેન્દ્રસાગરસૂરિ મહારાજ લાગણી ધરાવે છે તેથી પૂછ્યું કે દેવેન્દ્ર સાગર સૂરિજી હાલ ક્યાં વિચરે છે? પંડિતજીએ જવાબ આપ્યો: ‘તપાસ કરીશ.” મનની સ્વસ્થતા પૂરેપૂરી હતી. બીજી વાત નીકળી. “નેમ-રાજુલની નૃત્ય નાટિકાનો વિરોધ છે તો, એ એક રાજકુમાર અને રાજકુમારી –એમ નામ આપ ભજવી શકાય. તેવું નિવેદન તમે લખીને બહાર પાડી દેજો.” સાંભળનારા સર્વે તાજુબ થઈ ગયા. છેલ્લે સમયે પોતાના શિષ્યો માટે કે કેસરિયાજીનગર માટે કે દોલતનગરની પેઢી માટે એક હરફ સુધ્ધાં ન ઉચાર્યો. શ્રી સંઘ માટેની ચિંતા એમના હૈયે કેવી રમતી હશે જેથી આવા વિચારો આવે ! સકલ સાધના કરો, સાર ને મર્મ એટલો; દેહ જીવ જુદા જાણ્યાં, તેણે જાણ્યું ઘણું બધું. ખીલેલા પુષ્પની જેવી (સોહતી) મુખની કળા; આદર્શ, જીવવા કેરો; મૌનથી આપતા ગયા. પિતા ને ગુરુઆણાને ઉથાપે ના કદિ ક્યહી; | પિતા-ગુરુ પૂજય પંન્યાસ શ્રી પુણ્યવિજયજી મહારાજ આ તેનું ફળ છે કે શું? આશીર્વાદ ફળ્યા ફળ્યા. ગુરુ : પૂજયપાદ આચાર્ય શ્રી અમૃતસૂરિ મહારાજ ૧૭. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સંયમ જીવનના પૂર્ણ સંતોષ સાથે પ્રયાણ થતું હોય તેવું તેમના મોં પર કળાતું હતું. એમની આસપાસ ઉપસ્થિત ચતુર્વિધ સંઘના મુખેથી શ્રી નવકાર મંત્રનું લયબદ્ધ ઉચ્ચારણ ચાલી રહ્યું હતું.. ...ચારને બાવીસે મહારાજજીની આંખ વિકસ્વર થઈ અને રોગથી ભરેલું ખોળિયું નિશ્ચેતન થઈ પડી રહ્યું અને એ ભવ્ય આત્મા ઉચ્ચ પંથે પ્રયાણ કરી ગયો! દેહ કાળધર્મ પામ્યો. વ્યાધિ અને સમાધિના કંઠમાં સમાધિનો વિજય થયો! સંપૂર્ણ નિષ્કલંક જીવન જીવીને અહીંથી વિદાય લીધી. ખુલ્લી કિતાબ જેવી જીવનલીલા સંકેલી લીધી. મનગમતાં કાર્યમાં તન-મન પરોવીને જીવનભર પ્રવૃત્ત રહીને છેવટે નિશ્ચિત મને પ્રસ્થાન કર્યું. ધન્ય હો! ધન્ય હો ! ધન્ય હો! એમની અંતરંગ જાગૃતિની છબી આપણા ચિત્ત આગળ નિરંતર રહેશે. એમના ઘેર્યનો એક અંશ આપણને મળો. એમના ગાંભીર્યનો એક કણ આપણને મળો. : સુભાષિતમ | ). અર્થ અને પુત્ર! તું મૃગનેત્રો રાત્રિમાં ભણ્યો નહીં તેથી | વિદ્વાનોની સભામાં મૂંઝાય છે. જેમ કાદવમાં ગાય ફસાઈ જાય - ?!?!પુત્રવ!ાથીd -મૂંઝાઈ જાય તેમ તું મૂંઝાય છે. मृगनेत्रासुरात्रिषु। વિશેષાર્થ : આ શ્લોક/સુભાષિતમાં મૃગનેત્રા શબ્દ મહત્વનો છે. એ तेन त्वं विदुषां मध्ये | શબ્દનો અર્થ મૃગશીર્ષ નક્ષત્ર જે રાત્રિના સંપૂર્ણ સમયમાં રહે છે તે पंके गौरिव सीदसि॥ માગસર મહિનાની લાંબી રાત્રિમાં ભણવાથી વિદ્યા સ્થિર થાય છે. मृगः नेता यस्यां रात्रौ सा मृगनेत्रा रात्रि । (અર્થ મૃગશીર્ષ નક્ષત્રનેતા સ્વરૂપે જે રાત્રિમાં રહે તે રાત્રિમૃગનેત્રા) આ અર્થના સમ્યગુ જ્ઞાતા જ ન હોય તેઓ મૃગના નેત્રો જેવી લાંબી રાત્રિ એવો અર્થ કરે છે પણ આ શબ્દની સિદ્ધિ માટે સિદ્ધહેમ વ્યાકરણમાં સ્વતંત્ર સૂત્ર છે. (ભાનૈતુઅધ્યાય સાતમો) Page #130 -------------------------------------------------------------------------- ________________ એ કન્યાને વરવા સજ્જ બનીએ પ્રાતઃ સ્મરણીય પુણ્યનામ શ્રી સિધ્ધર્ષિગણિ મહારાજ એક દષ્ટિસંપન ઉભટ વિદ્વાન હતા. તેમની પ્રજ્ઞા શબ્દને પેલે પાર પ્રતિષ્ઠિત થઈ હતી. શબ્દાતીત અવસ્થા શાશ્વત છે. સ્થળ-કાળની પેલે પારથી આવેલા ઘણા સંદેશા તેમણે ઝીલ્યા છે અને તે આપણા સુધી પહોંચાડ્યા છે. તેના ચમકારા ઉપમિતિ ભવ પ્રપંચ કથામાં વરતાય છે. જેવી રીતે સૂરિ પુરંદર આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજના ગ્રંથમાં કોઈ વાત મળે તો એવું ન પૂછાય કે આ વાત ક્યાંથી આવી! બરાબર એ જ રીતે શ્રીસિધ્ધર્ષિ મહારાજને ક્યારેય એવું ન પૂછાય કે આ ક્યાંથી લાવ્યા? જેમ કે અહીં પ્રસિદ્ધ યતિધર્મથી ચાર જુદા લીધા છે. પ્રચલિત ક્રમ અને નામ આ પ્રમાણે છેઃ खंति मद्दव अज्जव मुत्ति तव संजमे व बोधव्वे। सच्चं सोअं आकिंचणं च बंभं च जइधम्मो॥(नवतत्त्वप्रकरणम् ) અર્થ: ક્ષમા-માર્દવર-આર્જવ (સરળતા) મુક્તિ (આંતર ગ્રંથિથી મુક્ત)-તપ-સંયમ સત્ય-શૌચઅકિંચનતા અને બ્રહ્મ આ ગાથા અને ક્રમ પ્રસિદ્ધ છે. જ્યારે સિધ્ધર્ષિ મહારાજે ક્રમ બદલ્યો છે. તેઓશ્રીએ દયા - અચૌરતા -વિદ્યા અને નિરીહતા આ ચાર સ્વયં વિચાર્યા છે. એમ દશની સંખ્યા તો જાળવી જ છે. જ્ઞાનક્ષેત્રના ઊંડાણનાં દર્શન એ દશે યતિધર્મને કન્યાના રૂપકમાં અને તે વાસ્તવમાં આત્મિકધર્મની પ્રાપ્તિના ક્રમમાં થાય છે. જ્યારે તમે એ દશે કન્યાને પરણવા માટેની લાયકાત માટે જરૂરી વિધિ-નિષેધની વાત વાંચો છો તેમાં તેઓશ્રીના ચિત્તની અગાધતાના દર્શન થાય છે. અલૌકિક ભાષા પ્રભુત્વ, શાસ્ત્ર પરિણતિ, લોકોત્તર જ્ઞાન ગાંભીર્ય વગેરે તો આપણાં ચિત્તમાં પ્રતિબિંબિત થાય છે જ.પછી મુખ્ય વાત આવે છે આ દશે કન્યા સાથેના પરિણયની. તે માટે યોગ્યતા કેળવવાની છે. આત્માનાં ગુણોને જીવનનાં સ્તરે લાવવાનો છે. વ્યવહાર ધર્મથી જીવન જીવાય છે તે વાત સાચી પણ તેમાં ધ્યેય રૂપે નિશ્ચય ઘર્મ રાખવાનો છે. વ્યવહાર ઘર્મ તે સાધન છે. ૧૨૯ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ધર્માચરણ દ્વારા ગુણોને આત્મસાત્ કરવાના છે. આચરણ કામચલાઉ છે. ગુણો કાયમી છે. દાન દીધું તે ધર્માચરણ થયું પણ ઉદારતા નામના ગુણને સિદ્ધ કર્યો તે નિશ્ચય મૂડી બની. પછી ઉદારતા સાધન અને ભાવ ઉદારતા સાધ્ય બની રહેશે. તેથી દશ યતિ ધર્મને જીવનમાં વસાવવાનું ધ્યેય બનાવવાનું છે. એના પ્રયોજનથી જ બધી ધર્માચરણા કરવાની. આત્માના દર્શન કાજે દશે ધર્મનું સેવન કરવાનું છે. કાવ્યશાસ્ત્ર વિનોદેન... સુભાષિતમ્ વિ.સં.૧૯૯૯ની સાલનો પ્રસંગ છે. એ વર્ષે પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રી વિશાળ પરિવાર સાથે મહુવામાં ચાતુર્માસ બિરાજમાન હતા. પૂજ્યપાદ ઉદયસૂરિ મહારાજ અને શ્રી કુરન્ધરવિજયજી વચ્ચેનો પ્રસંગ છે. તેમાં પૂજ્યપાદ ઉદયસૂરિ મહારાજની પ્રતિભાના દર્શન થાય છે. મુનિ શ્રી ધુરન્ધરવિજયજી મહારાજે ઇન્દ્દ્ભૂત --જે ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજની લાલિત્યપૂર્ણ રચના છે. તેઓએ જોધપુરથી એક પત્ર સુરત મુકામે ચાતુર્માસ બિરાજમાન આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિ મહારાજ ઉપર લખ્યો છે. મંદાક્રાન્તા છંદમાં મેઘદૂતના અનુકરણ રૂપ આ રચના પણ સંસ્કૃત સાહિત્યનું ઘરેણું છે.તે ઇન્દુદૂત ઉપર સંસ્કૃતમાં એક વિવરણ મુનિ ઘુરન્દરવિજયજીએ બનાવ્યું છે જે પુસ્તકાકારે પ્રકાશિત પણ થયું છે. એ વિવરણનું સંપાદન કાર્ય ચાલતું હતું ત્યારે ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજના સમકાલીન અનેક પત્રો જોવાનું બન્યું હતું તેમાં તે સમયની ગુજરાતી ભાષામાં લખેલા પત્રોમાં લગભગ બધામાં એક દુહો આવતો ઃ भ र मज्जम्मि जे वसे आगल कन्न ठविज्ज । ए दोंइ अक्षर जोडी करी अम्ह उपर चिंतिज्ज ।। આ દુહાનો અર્થ સમજાતો ન હતો એટલે મુનિ શ્રી ઘુરન્ધર વિજયજીએ દુહાનો અર્થ પૂજ્ય આચાર્ય શ્રી ઉદયસૂરિ મહારાજને પૂછ્યો. તેઓએ કાગળ ઉપર કક્કો અને તેમાં ૫ વર્ગ અને અન્તઃસ્થ અક્ષરો લખવા કહ્યું. મ અને ય લખ્યું પછી કાનો બીજા અક્ષરમાં મૂકવાનો હતો. મયા એટલે દયા - કૃપા મારા ઉપર રાખજો એમ અર્થ થાય છે. પૂજ્યપાદ શ્રી ઉદયસૂરિ મહારાજની પ્રજ્ઞા તીક્ષ્ણ, તીવ્ર અને શીઘ્ર અર્થબોધક હતી અને વળી સૂક્ષ્મ અર્થને ગ્રહણ કરનારી હતી તેથી આ દુહાનો અર્થ કોઈ પાસેથી જાણ્યો ન હતો. સ્વયં પ્રજ્ઞાને કારણે તેઓને અવબોધ હતો. મુનિ શ્રી ઘુરન્ધરવિજયજી મહારાજને ત્રીસ વર્ષ થયા પછી પણ આ ઘટના એવી જ તાજી યાદ હતી. Page #132 -------------------------------------------------------------------------- ________________ Bahangilanz સુરતથી લી આણંદસાગર ne pon-sunnuga nagu me zelim મહેસાણા - મુનિરાજ શ્રી મણીવિજયજી યોગ્ય સુખશાતા વાંચશો. આપનો માં ક્ષય - વૈખન પત્ર ખોરે જ મન મÖt h૯૧ મરી જ છેમહુ પત્ર પોચ્યો. અમે પણ સંવતસરી પ્રતિક્રમણ સંઘ સમક્ષ આપને ખમાવ્યા છે. માતબ% માર્ગ ખખ બટ . તે કાનૂ બ હાઈજ નિતીવિજયજી માહરાજ સંબંધી મળેલી હકીકત નીચે મુજબ. +dh મથાળ+નાક કે . સુરત શહેરમાં શા. નારણદાસ ધરમચંદ જાતે દશા ઓસવાળ તેની સ્ત્રી -તે તે મા' રnt નાક ઉતર નિયમ એ જ જૈ દfટ જેવા ન તિ જા તમે તેના કુળ નીવA% સ. ૧ નાનન+ ચંદ નંદકોરની કુખથી નગીનભાઈ સવંત ૧૮ ના કારતક સુદ ૧ને રોજે જનમ્યા ન જ ન હતા- * * * * નમતે મતકુ વાદ્ધLA પ્રી નાં ધાર' હતા. નારણદાસ જાતે મસરૂવાલા વેપારીની ચાકરી કરતા હતા. તેમજ તાત તા- -૧૧ન છે પ૧ ધ લિન કt 1 4ખ yખાસ્ત નગીનભાઈ પણ કેવલ પટેલને ત્યાં પ્રથમ ગુમાસ્તા હતા. તે પછી ત્રીસેક તા - છે ? 1 17 4૮૪ ન તમ રખો ઘાના ખતf.+7 ' જૌ જ 9 વરસની ઉમ્મરે પોતાના પીતાના શેઠ ગુજરી જવાથી તે જે ધંધો કરતા તે પોતે & જ 44 ખેત ને હિંમડી ન જિ - 10/ન માટે ૨ ત ક "stઝે છે ઉપાડી લીધો. નગીનભાઈ સુરતમાં વીશેક વરસની ઉંમરે ગીરજા નામની સ્ત્રી મિર ન. દિ મા ભ નામના ૧/Liડે કg૧ ૬ ૧ ને રાંધતી ખr' રેરાન ન ક . C 10 ન ર જ હૉ74 જાન જ અધઃ ૨સ્ત્રી જોડે પરણ્યા હતા ને સંતતીમાં એક છોકરીને એક છોકરો થયા હતા. જે હાલ મા' ઉww.(૩ ખA: +9ed ૪ ઈબાનું જીનકા કારે વિધ્યમાન છે. ગૃહસ્થાવસ્થામાં ઉજમણ પણ કર્યું હતું. દેસાઇ પોળ ના1 શ્રી જી મૈ તન મ નાના ઈનટુ મજા tes- નાનk (ક વિનયવીજયજી મહારાજ પાસે શાસ્ત્રીય જ્ઞાન મેળવવા નાની ઉમરથી જ - મK MARG સર] ની - ૧ પા ખ ક kinj*મ કે મન-3, જતા હતા. નાનપણથી જ ધર્મ ઉપર પ્રિતિ સારી હતી. તે પોષધ પ્રતિક્રમણ મા" ભ લL (નાને અંતે ૧ મા" તમ . મ ત નામ ના સંજોગો સર કે વિગેરે ક્રીયામાં જાડાયેલા હતા. સુરતમાં ભાવવિમલ નામના સંવેગી સાધુ ૧૪૧ના રુસ મા ખ ધાર– જનતમે કઈ 1 & 2) વેળા - ૧૯૧૦ના અરસામાં પધાર્યા હતા. તેની પાસે ધર્મશ્રવણ કરતા. વૈરાગ્ય wnી . f બંને 19 ખાતખા'- ૧૨ વ ા પ ) ભ.૮૧ (vir Kht ('t -ની ખ ૦૧ ૮ મet &ા માસા જ જાતનુot જાગ્યો. ને સવંત ૧૯૧૩માં માસમાં બોહોતેરરાવજી પાસે ભાવનગરમાં +માત તા- કર૧મા” ૧Aઈમ જા મન માં દોરે જોઉં દિક્ષા ગ્રહણ કરી પછી બે ત્રણ ચોમાસા પાલીતાણા કર્યા હતા. સુરતમાં છે ના અખા તરી મા – જૈન ૧ બ ના જામ ) ૧૯૨૯માં ચોમાસુ ખપાટીયે ચકલે દેવસુરના અપાસરામાં કર્યુ હતું --તે મા જ “ી રહી ન ની ft + નન +1 Kતી . ૧ ના. વખતે બૈરાઓને વૃત વગેરે ઓચરાવી શાશનની સારી ઉન્નતી કરી હતી. 8t , તા ૬ ૧૪૮ ના ખજાની જે-૫૮ % તત! - એમના શીષ્ય સાધુ સાધવી મલીને ૪૦-૫૦ થયા હતા. હ7૧માં *.* #જ # મા* જૈનt ' સુરતમાં સવંત ૧૯૩૦ના સાલમાં શ્રાવકોમાં સ્વામી વાત્સલ્યમાં ભાતદાલ ભ0 ft « બદ૬લા + 1 $કા જા , ને અ માટે, ૧-૨ને - ઈ-મન કર ના તો ન જ હ બ હા + મ« જૈવ જાત રે ) જમાડવા કેનહી જમાડવા વીશેનો મોટો જઘડો ઉત્પન થયો હતો તેનો નીકાલ પણ સમાધાન કરીને એવણે કર્યો હતો. - હૈતન પાપીut } : વ.ના છાપના હોટ છે eth Rs જે તે દેet ૬. અત્રે ગોપીપરા તરફ હવાની ખરાબી હોવાથી હાલ વડેચૌટે રહીયે છીએ. જો - ભ - બ હત +5 10 11'તા રા ર GID૧ કોન 7 2 ) કે ઘણી ટુક મુદતમાં બાહાર લાઈન્સમાં જવાનો વિચાર છે. ઘર્મધ્યાન કરતા બિMKM૧૮ i wારજ}, ખ ન જ જન્મ - જ સંભારજો કામકાજ લખજો --એ જ (જોડણી મૂળ પત્ર મુજબ) પૂજ્ય સાગરજી મહારાજના હસ્તાક્ષરવાળો આ પત્ર આશરે સો વર્ષ પહેલાનો છે, માટે દુર્લભ ગણાય. [[ [[OI ગ્રન્થ ૨ ૧૩૧ www.jainelibramane Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ આ છે અણગાર અમારા... શ્રી નીતિવિજયજી દાદા અને તેમના શિષ્ય શ્રી મણિવિજયજી મહારાજ ચોમાસાની સાંજ ઊતરતી હતી. ભરૂચના ઉપાશ્રયના મુખ્ય કક્ષમાં દેવોને પણ જોવાનું મન થાય તેવું દશ્ય રચાયું છે. સાંજની ગૌચરીનો સમય થયો છે પરંતુ કોઈને તે યાદ આવતું નથી! અનુપચંદ મલકચંદ આદિ દશેક શ્રાવકો તથા આઠેક શ્રાવિકાઓને પન્નવણા સૂત્રની વાચના આપી રહ્યા છે. સાથે મુનિ શ્રી મણિવિજયજી મહારાજ, શ્રી બાપજી મહારાજ (તે સમયે શ્રી સિદ્ધિ વિજયજી મહારાજ) તથા અન્ય સાધુ વૃન્દ છે. વાચના દરમિયાન એક વાત એવી આવી કે તેનું અર્થઘટન ચર્ચાનું રૂપ થઈ પડ્યું. જુદા જુદા ગ્રંથના તે તે સંવાદિ પાઠોની આપ-લે થતી હતી ત્યારે શ્રી અનુપચંદ કહી રહ્યા હતા કે તત્ત્વાર્થાધિગમ ભાષ્યમાં જે અર્થ કર્યો છે તેના આધારે આવો અર્થ થાય છે. શ્રી મણિવિજયજી મહારાજનો મત જુદો પડે છે. તેઓ પોતાના મતના સમર્થનમાં દલીલો કરે છે. અનુપચંદ અને શ્રી મણિવિજય મહારાજ સિવાય બાકી બધા શ્રોતા છે. મહારાજશ્રીના કથિત અર્થને સ્વીકારવા અનુપચંદ તૈયાર નથી. અનુપચંદના મતને શ્રી મણિવિજયજી મહારાજ સ્વીકારતા નથી. નિર્ણય પર કોઈ પહોંચી શકતું નથી. અંતે અનુપચંદભાઈ એક રસ્તો સુઝાડે છેઃ “આપણાં શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાન જાગૃત છે. તેમના અધિષ્ઠાયક જરૂર નિર્ણય આપશે. બેમાંથી કયો અર્થ સુસંગત છે તેનો નિર્ણય કહેશે. કદાચ દુષ્કર લાગશે તો શ્રી સીમંધર સ્વામી ભગવાનને પૂછીને પણ આપણને સાચો અર્થ કહેશે. તેઓને આપણા સન્મુખ બનાવવા આપણે સામૂહિક અઠ્ઠમ કરીએ, જાપ કરીએ. જરૂર સંતોષકારક નિર્ણય મળશે. વિચારણા થઈ. સહુ સંમત થયા. અઠ્ઠમનો પ્રારંભ થયો. અનુપચંદભાઈ, તેમના સાતેક સહાધ્યાયીઓ, WWW.jainelibrary.org Page #134 -------------------------------------------------------------------------- ________________ પાંચેક બહેનો અને ચાર સાધુ મહારાજ અઠ્ઠમમાં અને જાપના ધ્યાનમાં પરોવાયાં. રોજ સ્નાત્રપૂજા, અષ્ટપ્રકારી પૂજા તથા દિવસભર મુનિસુવ્રત ભગવાનની ભક્તિમાં લીન થયા. ઉપાશ્રયની બાજુમાં એક ઓરડો હતો ત્યાં શ્રાવકો રાત્રિ સંથારો કરતા, સવારનું પ્રતિક્રમણ-જાપ-ધ્યાનસ્વાધ્યાય કરતા. બરાબર ચોથા દિવસના પરોઢિયે સાડાત્રણના સુમારે બધાને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં પંક્તિઓ સ્પષ્ટ દેખાઈ અને છેલ્લે અનુપચંદભાઈએ જે અર્થ કર્યો છે તે બરાબર છે, આટલું દર્શન થયું. મગનભાઈ કરીને એક શ્રાવક હતા, તેમણે અનુપચંદભાઈને કહ્યું કે, મને એમ સ્વપ્ન આવ્યું છે કે તમે જે અર્થ વટાવ્યો છે તે સાચો છે. મગનભાઈ વાત પૂરી કરે ત્યાં તો અન્ય શ્રાવકો પણ બોલી ઊઠ્યા અને મગનભાઈની વાતને ટેકો આપવા લાગ્યા! અનુપચંદભાઈએ કહ્યું કે મણિવિજયજી મહારાજને વંદન કરવા જઈએ ત્યારે કોઈએ સ્વપ્નની વાત કરવાની નથી. શ્રી મણિવિજયજી મહારાજ પાસે બધા રાબેતા મુજબ વંદન અને પચ્ચકખાણ માટે ગયા. માંગલિક કહી મહારાજશ્રી સ્વયં વદ્યાઃ અનુપચંદભાઈ ! તમે જે અર્થ કરો છો તે સાચો છે. મને વહેલી પરોઢે સ્વપ્ન આવ્યું છે. અનુપચંદભાઈ કહે આપની કૃપાથી ક્ષયોપશમ થયો. આ પ્રસંગ પછી તો મણિવિજયજી મહારાજને શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાન પર અપાર શ્રદ્ધા પ્રગટી. આ શ્રી મણિવિજયજી મહારાજ તે પૂજ્યપાદ શ્રી સાગરજી મહારાજના ભાઈ થાય. વર્તમાનમાં થઈ ગયેલા બે મણિવિજયજી મહારાજનો પરિચય ઘણાને છે. એક શ્રી મણિવિજયજી દાદા, જેઓ વર્તમાન તપાગચ્છના મોટા ભાગના સાધુ સમુદાયના મૂળ ગુરુ છે. બીજા શ્રી મણિવિજયજી સિહોરવાળા. અહીં જે વાત માંડી છે તે પૂજ્યપાદ શ્રી સાગરજી મહારાજના ભાઈ શ્રી મણિવિજયજી મહારાજની. તેઓના ગુરુનું નામ શ્રી નીતિવિજયજી દાદા. પ્રસિદ્ધ શ્રી નીતિસૂરિ મહારાજથી આ જુદા. ખંભાતમાં આ શ્રી નીતિ વિજયજી દાદાએ સ્થિરવાસ કરેલો. અત્યારે ખંભાતમાં શ્રી જીરાવલાજીનું જે મુખ્ય દેરાસર છે, ૧૩૩ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ જેમાં અઢાર દેરાસર ભેળવવામાં આવ્યા છે તે માટેનો મૂળ પ્રયાસ આ શ્રી નીતિવિજયજી મહારાજનો. જ્યારે પૂજ્યપાદશ્રી ખંભાત પધાર્યા ત્યારે આ શ્રી નીતિવિજયજી દાદાએ પૂજ્યપાદનો પ્રભાવ જોઈને કહ્યું હતું કે, આ શ્રાવકો માનતા નથી. તમે ધારો તો આ કામ કરાવી શકશો. અને પૂજ્યપાદશ્રીએ શ્રાવકોને સમજાવીને અઢાર દેરાસરનું એક દેરાસર કરાવડાવ્યું! આ નીતિવિજયજી દાદાનું બીજું નામ નિત્યવિજયજી પણ હતું. તેઓ શ્રી બુટેરાયજી મહારાજના શિષ્ય હતા. તેઓ મૂળ સુરતના ઝવેરી હતા, નામ નગીનદાસ હતું. જન્મ વિક્રમ સંવત ૧૮૭૬ના બેસતા વર્ષનો દિવસ. પિતાજીનું નામ નારણદાસ ધરમચંદ અને માતાનું નામ નંદકોર. તેમની દીક્ષા, સાડત્રીસ વર્ષની ઉંમરે, ભાવનગરમાં વિક્રમ સંવત ૧૯૧૩માં પૂજ્યપાદ શ્રી મૂલચંદજી મહારાજના હસ્તે થઈ. તેઓ શ્રી ચોત્રીસ વર્ષનો દીક્ષા પર્યાય પાળી, એકોતેર વર્ષની વયે, વિક્રમ સંવત ૧૯૪૭ના ભાદ્રપદ સુદ આઠમના દિવસે કાળધર્મ પામ્યા. તેઓ એવા વૈરાગી હતા કે, તેઓશ્રીના શિષ્ય શ્રી મણિવિજયજી પાસે પણ શ્રી નીતિવિજયજી દાદાના જીવનની માહિતી હતી નહીં તેથી તેઓ સુરતમાં બિરાજમાન પૂજ્યપાદ સાગરજી મહારાજને જીવનની વિગત પૂછાવે છે. અહીં પૂજ્યપાદ શ્રી સાગરજી મહારાજના હસ્તાક્ષરમાં લખાયેલો પત્ર આપ્યો છે. શ્રી મણિવિજયજી મહારાજ અંગ્રેજી ભાષા સારી રીતે જાણતા હતા. અંગ્રેજી પુસ્તકોનું વાચન પણ સારું હતું. તેઓ પૂજ્યપાદ શ્રી સાગરજી મહારાજના ભાઈ હતા, પરંતુ બન્નેના શરીરના બંધારણમાં ઘણો તફાવત હતો. સાગરજી મહારાજ બેઠી દડીના હતા જ્યારે શ્રી મણિવિજયજી મહારાજ ઠીક-ઠીક ઊંચા અને કદાવર હતા. તેઓની આંખે ચમા પણ હતા. સ્વાધ્યાયપ્રેમી હતા. પંચાશક અને પંચવસ્તુ (મૂળ) જેવા ગ્રંથો કંઠસ્થ કરવાનો અભિગ્રહ ધરાવતા હતા. તેઓનો કાળધર્મ તળાજા પાસેના ત્રાપજ ગામે થયો હતો. આચાર્ય શ્રી કુમુદસૂરિ મહારાજ, કોઠવાળા શ્રી કમળવિજયજી મહારાજ વગેરે તેઓના શિષ્ય પરિવારમાં હતા. આમ બન્ને ગુરુ-શિષ્ય, શ્રમણ જીવનનો એક આદર્શ મૂકી ગયા. વન્દના હો, તેઓશ્રીના ચરણોમાં! WWW.jainelibrary.org Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક 9 30 ોટી વાઘન પાળ ગિરિરાજ શત્રુંજયની યાત્રાએ શ્રી સંઘ ગાળો ગ્રન્થ ૨ ૧૩૫ WELCO Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ઓળીની આરાધનામાં, આયંબિલ શા માટે ? શાશ્વતી ઓળીની આરાધનાનો આદર્શ પુરુષ શ્રીપાળ અને આદર્શ નારી મયણાદેવી છે. તે છતાં પણ તેનું મૂળ હાર્દ સમજી લેવા જેવું છે. મૂળ આત્મિક ઉન્નતિનો લાભ અરિહંતાદિ નવપદના ધ્યાનથી જ થાય છે. ધ્યાન સુધી પહોંચવા માટે જાપ છે. જાપ સરળ સોપાન છે. પણ ધ્યાન સાધ્ય છે. જાપ અગર ધ્યાન થાય મન વડે. મન રહે છે શરીરની અંદર. શરીર બને છે આહાર દ્વારા. આહારમાં જે તમોગુણ, રજોગુણ અને સત્ત્વગુણના દ્રવ્યો હોય છે તેનાથી નિર્માણ પામેલું મન, તમ-રજ-સત્ત્વના ભાવનું જ સર્જન કરશે. તીખું, ખારું અને ખાટું તે તમોભાવજનક ગણાય છે. તેલ, શાક, ફળ જેવા પદાર્થો રજોગુણ વર્ધક ગણાય છે. માત્ર સત્ત્વ સંવર્ધક અન્ન, શરીરને ટકાવવા જરૂરી છે. કહેવાય છે મનં વૈ પ્રાWITદા માટે પ્રાણને સતેજ રાખવા અન્નની જરૂરત છે. દેહના વળાંકને આત્મા તરફ વાળવાનો છે. વાણીના વહેણને પણ આત્મા તરફ વાળવાનું છે. તેનું માધ્યમ મૌન છે. વાણી વિરમે, વિચાર વિરમે એટલે આત્મધ્યાન શરૂ થાય. ધ્યાનની વ્યાખ્યા છે ધ્યેયની સાથેની એકતા. ધ્યાને વૈાપ્રાસંવિત્તિ ધ્યેય નવપદજી છે. તેની સાથે એકતાનતા સધાય એટલે કાર્યસિદ્ધિ હાજર થાય. માપસરનું અને માફકસરનું જ આયંબિલમાં વપરાય તો મનોભાવ નિર્મળ રહે છે તેવો ઘણાંનો અનુભવ છે. WWW.jainelibrary.org Page #138 -------------------------------------------------------------------------- ________________ રાજા શ્રીપાળનાં ન્યારાં જીવન રહસ્યો જીવનને ઉત્તમ બનાવવા મથતી હરકોઈ વ્યક્તિને માટે શ્રીપાળ એક ઉત્તમ રોલ મૉડેલ છે'. કર્મને આપણે ઘણીવાર એટલું બધું પ્રાધાન્ય આપીએ છીએ કે પુરુષાર્થને વેગ આપવાને બદલે નિયતિને શરણે અને તે પણ અકાળે પહોંચી જઈએ છીએ. શ્રીપાળમાં ઉત્તમતા હતી જે પણ માત્ર તેના પરનું એક પાતળું આવરણ દૂર કરવાનું હતું, તે કામ થયું અને આપણે જોઈએ છીએ કે તેઓએ જીવનને કેવી રીતે જીવી જાણ્યું. નામ પણ ગમે, કામ પણ ગમે, પછી અરમાન પણ, તેના જેવા થવાના થાય, તેવું છે. ૧. મનોહર માળવાદેશની ઉજ્જયિની નગરીથી શ્રીપાળકુમાર ચાલ્યા. સુદિ તેરસની રાત્રિના પાછલા પહોરમાં વસુધાના વિસ્તરેલા વનસ્પતિના વગડાની સકલ ઔષધિમાં, અમૃતનો સંચાર કરનાર અને સિંચન કરનાર, ચન્દ્રની ધોળા દૂધ જેવી ચાંદની રેલાઈ રહી હતી. કાગડો પણ હંસમાં ખપી જાય એવી, ચાંદનીની સફેદ ચાદર બધેજ ફેલાઈ હતી. ઝાડ-પાન, છોડ અને વાડ --બધું જ રળિયામણું લાગતું હતું. આજ, પ્રયાણનો પહેલો દિવસ હતો. શ્રીપાળના મનમાં અપાર કૌતુક-રસ ભર્યો હતો. રસ્તે એક નાનકડી ટેકરી આવી. શ્રીપાળને મન થયું અને તે સડસડાટ ચડવા લાગ્યા. વહેલી સવારનો ઠંડો પવન હનુ-હળુ વાતો હતો. પંખી હમણાં જ જાગ્યાં હતાં. વાતાવરણમાં સ્નિગ્ધ શાંતિ રેલાતી હતી. શ્રીપાળ જેવા ટેકરી ચડ્યા તેવામાં, કોઈ યોગી બન્ને હાથ આકાશ તરફ ઊંચા રાખી, જાપ કરતા હોય તેવું દેખાયું.શ્રીપાળે કૌતુકથી જોયું. પગરવ સાંભળી, યોગીની નજર પણ શ્રીપાળના આજાનબાહુ શરીર પર પડી. પહેલી જ નજરે પારખ્યું કે કોઈ સૌભાગ્યવંત પુરુષ આ તરફ આવી રહ્યા છે; આજનો દિવસ સફળ થશે. પુણ્યશાળી પહોંચે તે પહેલાં તેની આભા ત્યાં પહોંચતી હોય છે. UTOEIC ૧૩૭ www.jainelibrary.com | // SI // Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ યોગીએ મનમાં વિચાર્યું કે, ગુરુએ આપેલી વિદ્યા સાધવામાં હજી કાર્યસિદ્ધિ થતી નથી. તેને સિદ્ધ કરવામાં આવા પુરુષનું સાન્નિધ્ય - ઉપસ્થિતિ જોઈએ તે આજે મળશે. આ પુરુષની છાયા, કામયાબ નીવડશે. જો તેઓ ઉત્તર-સાધક તરીકે રહે તો પણ મારું કાર્ય સિદ્ધ થાય. કેટલાય દિવસોની મહેનત પછી પણ, આ ધોળાનું પીળું થતું નથી. આવા પુરુષના અસ્તિત્વ-માત્રથી કાર્ય સિદ્ધિ જરૂર મળશે. શ્રીપાળ નજીક આવ્યા. ધાતુવાદી યોગીએ પોતાના અંતરના અવાજને અનુસરીને પ્રાર્થના કરી, ઉત્તરસાધક નર વિના, મન રહે નહીં ઠામ, વિણે તુમ એક કરું વિનતિ, અવધારિયે સ્વામ. પ્રાર્થના-ભંગભીર, સજ્જન શિરોમણિ શ્રીપાળે “વિનતિ' સ્વીકારી. ધાતુવાદીના ઉત્તર-સાધક તરીકે બેઠા. પુણ્યવંતને પગલે નિધાન હોય છે એ ન્યાયે, શ્રીપાળની નજર ફરતાં જ વિદનો પલાયન થઈ ગયા. કાર્યસિદ્ધિ ટુંકડી આવી. કાર્ય સિદ્ધ પણ થયું અને મબલખ સોનું બન્યું! ધાતુવાદી કહેઃ “આ બધું સોનું તમારી નજરના પ્રભાવે થયું છે. ' એહમાંથી પ્રભુ! લીજિયે, તુમહ જે મન ભાવ” સરળ શ્રીપાળનો પ્રતિભાવઃ “મારે જરૂર નથી.” કુંવર કહે મુજ ખપ નહીં કુણ ઊંચકે એ ભાર.” અહો! શ્રીપાળમાં કેવી સહજ નિઃસ્પૃહતા હતી! કહે છે કે, મારે ખપ નથી. આ ભાર કોણ ઊંચકે ! સોનું અને ભાર રૂપ લાગે છે. આ નિસ્પૃહતા એટલે, લોભને અંકુશમાં રાખવો તે. લોભ જય થયો તો લાભની પ્રાપ્તિ પ્રબળ બની. કહ્યું છે ને! જે જન અભિલશે રે, તે તો તેહથી નાસે, તૃણ સમ જે ગણે રે, હની નિત્ય રહે પાસે. ઉપમિતિમાં શ્રી સિદ્ધર્ષિ મહારાજે તો આ જ સ્થિતિની વાત એમની શૈલીમાં મૂકી છે : ધાતુવાદી તો શ્રીપાળની આ બેફિકરાઈથી સોના જેવી ચીજ માટે “આવો ભાર ઊંચકીને કોણ ચાલે!” --એ જવાબથી અચંબામાં પડી ગયો! WWW.jainelibrary.org Page #140 -------------------------------------------------------------------------- ________________ યોગીને આપવાનું શૂરાતન ઑર ચડ્યું. શ્રીપાળ “ના - ના કરતા રહ્યા અને પરાણે આગ્રહ કરીને પણ, અલ્પ તેણે અંચલ બાંધિયું કરી ઘણી મનોહાર. થોડું સોનું તો, તેના ખેસના છેડે બાંધી જ દીધું. પ્રયાણના પહેલા જ દિવસે શુભ શુકન થયું. હવે આગળ-આગળ સિદ્ધિનાં સોપાન સાંપડશે તે વિચારથી મનમાં ઉત્સાહ વધ્યો. પગમાં જોમ વધ્યું. ૨. આશ્ચર્ય તો એ વાતનું છે. સોનાની ચીજ માટે કુણ ઊંચકે! સોનાને ભાર કહેનાર વ્યક્તિને જ્યારે નર્મદાના કાંઠે ધવલશેઠે આમંત્રણ આપ્યું? તુમને મુહ-માંગ્યું દિઉં, આવો અમારી સાથ. આ આમંત્રણના જવાબમાં શ્રીપાળ કહે છે : કુંવર કહે હું એકલો, લેઉં સર્વનું મોલ. ધવલશેઠ એ દશ હજાર યોદ્ધાને વરસ દિવસે એક-એકને એક હજાર સોનૈયા આપતા હતા! બધાને આપો છે એટલે મને એકલાને આપો' શ્રીપાળે કહ્યું. લોકોત્તર પુરુષનાં ચરિત્રો કેવાં અતાગ હોય છે ! તેના ઊંડાણને કોણ માપી શક્યું છે ! કોણ જાણી શક્યું છે! તેની ઊંચાઈ પણ ઉત્તુંગ હિમાલય જેવી જ હોય છે. શ્રીપાળની નિઃસ્પૃહતા નોંધપાત્ર છે તો વ્યવહાર ચતુરાઈ પણ સરાહનીય છે. ૩. નિઃસ્પૃહતાની વાત જોયા પછી એમની નિર્લેપતાની એક વાત જોઈએ. મને આ પ્રસંગ બહુ સ્પર્શી ગયો છે. સમકિતી આત્મા, સંસારના પ્રસંગોમાં કેવો નિર્લેપ હોય! એનું રસાળ હૃદય, દયાથી અને કરુણાથી ભીનુ-ભીનું હોય, છતાં સંસારના ક્ષણજીવી પ્રસંગોમાં બેફિકરાઈથી અને નિર્લેપતાથી વર્તતા હોય છે. તેમની પરિણામદર્શિની બુદ્ધિ આવા પ્રસંગોમાં રોકાતી નથી. તેનાથી ઊંચી ભૂમિકાના રસાસ્વાદથી તેઓ ખૂબ તરબતર હોય છે સંસારમાં સામાન્ય ગણાય તેવા, અન્નમય કોશ, પ્રાણમય કોશ કે મનોમય કોશની ભૂમિકામાં ન અટવાતાં અને ન અટકતાં, આગળ ને આગળના વિજ્ઞાનમય કોશ અને આનંદમય કોશનાં શિખરો પરથી વહી આવતી મંદ-શીતળ અને સુગંધી સમીરને માણતા હોય છે. પછી, સામાન્ય ભૂમિકામાં શેનો રસ પડે? ૧૩૯ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ પ્રયાણના છેલ્લા દિવસનો અને પ્રવેશનો આ પ્રસંગ છે. અનેક રાજ્યો જીતીને શ્રીપાળ આવી રહ્યા છે, માળવા દેશની ઉજ્જયિની નગરીમાં આનંદની છોળ ઊછળે છે. આનંદમંગલ નિમિત્તે શ્રીપાળરાજાએ નાટક ભજવવા આદેશ કર્યો : સ્વજનવર્ગ સઘળો મિલ્યો, વરત્યો આણંદપૂર, નાટિકા કારણ આદિશે, શ્રી શ્રીપાળ સનૂર. રાજાનો આદેશ સ્વીકારી, નાટકમંડળીને તેડાવવામાં આવી. રંગમંચ પર પહેલી મંડળી આવી તો ખરી, પરંતુ મુખ્ય નટી પોતાના મોંને બે હાથે ઢાંકી-છુપાવીને ઢગલો થઈ, ધરણી પર ઢળી પડી. ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી. શે વાતે ય એનાં ડૂસકાં શમે નહીં. પ્રેક્ષકોની પહેલી હરોળમાં બેઠેલાં રાજા-રાણી તથા નવાંગતુક વિજેતા રાજા શ્રીપાળ પણ, વિમાસણમાં પડ્યાં ! બહુ મહેનતે નટીને શાંત કરી, છાની રાખી ઃ ઉઠાડી બહુ કષ્ટ પણ, ઉત્સાહ ન સા ધરે, હા ! હા ! કરી, સવિષાદ દુહો એક મુખ ઉચ્ચારે. નાચવાનો ઉત્સાહ ન હતો બલ્કે, ડૂમાને વાચા આપવા એક દુહો ગાવા લાગી : કિહાં માલવ, કહાં શંખપુર, કિહાં બબ્બર, કિહાં નટ્ટ, સુરસુંદરી નચાવિયે ધ્રુવે દલ્યો વિચરટ્ટ. પોતાની વીતક વ્યથા, આવા ઓછા શબ્દો દ્વારા જણાવીને પોતે આજે નાચવા તૈયાર નથી તે બતાવે છે. ‘હું સુરસુંદરી માલવનરેશની પુત્રી ! મને શંખપુરના રાજપુત્ર સાથે પરણાવી, ત્યાંથી હું નટીકુળમાં ગઈ અને ત્યાંથી બબ્બરકોટ (બિલિમોરા)ના મહાકાલ રાજાને ત્યાં ગઈ, ત્યાંથી જે નવ-નાટકશાળા, શ્રીપાળરાજાને ભેટમાં આપી તેમાં ગઈ. રોજ તો નાચતી હતી પણ આજે હવે મારાં જ માતા-પિતા સમક્ષ નાચવાનું આવ્યું ! કેમ નચાય ?’ માતા-પિતા મળ્યા. હવે નાચવાનું કેવું? પંડિત વીરવિજયજી મહારાજે ગાયું છે ઃ મયણાં ભઇણી ન રહે છાની, મળિયા માતપિતાજી, રાજા શ્રીપાળ પૂછે છે ‘કોણ છે આ નટી ? કેમ નૃત્ય શરૂ થતું નથી ?” મંત્રીને પૂછે છે, ‘કારણ જાણો, Page #142 -------------------------------------------------------------------------- ________________ નિવારણ કરો !” જ્યારે ખબર પડે છે કે આ તો મયણાસુંદરીના બહેન સુરસુંદરી છે અને આપણી જ નવ નાટકશાળામાં મુખ્ય નદી છે, ત્યારે શ્રીપાળ જે બોલે છે તે બોલ અર્થસૂચક છે. કહે છે, “એમ ! એ છે ! ભલે !” શ્રીપાળ રોજ રોજ નાટક જોવા બેસતા. નાટક એમની સામે જ, એમને પ્રસન્ન કરવા ભજવાતાં. છતાં આ કોણ નટી છે, તેનું નામ શું છે, તે ક્યાંના છે; આ નટ કોણ છે એવું કશું મનમાં આવતું નહીં, એવી બાબતો પરત્વે અનુત્સુક રહેતા. કૌતુકપ્રેર્યા પ્રશ્નો કે કુતુહલ જનિત જિજ્ઞાસા તેમના ચિત્તમાં ઊઠતાં જ નહીં. ઔસુક્ય વિરમણ વ્રત અને જિજ્ઞાસા પરિમાણવ્રત તેઓ જન્મજાત પાળતાં હોય તેમ લાગે છે. સંસારની આવી નિર્લેપતા, ચિત્તને રાગ-દ્વેષના કાદવથી દૂર-દૂર રાખે છે. ઊંચો સ્વાદ પામ્યા પછી તો બીજું બધું ફિક્યું જ લાગે ને! કોઈપણ સ્થિતિમાં શ્રીપાળ રાજાનું ચિત્ત, નવપદથી સતત લીંપાયેલું અને ભીંજાયેલું જ રહેતું હતું. તેમના ચિત્તની આ ખૂબી હતી. ઉપાધ્યાય મહારાજે તેમની નવપદ-લિપ્તતા આમ વર્ણવી છે : આરાધનનું મૂળ, જસ આતમભાવ અહ, | ‘તિણે નવપદ છે આતમા, નવપદ માંહે તેહ.” શ્રીપાળના તો આત્મા અને નવપદ બને અભેદ થઈ ગયા હતા. નવપદથી શ્રીપાળના મન અને આત્મા પૂરા રંગાઈ ગયા હતા. જગતમાં નવપદનું દર્શન અને નવપદમાં જગતનું દર્શન થતું હતું. આમ, સંભેદ પ્રણિધાન અને અભેદપ્રણિધાન બને શ્રીપાળે સિદ્ધ કર્યો હતાં. | શેનાથી નિર્લેપ રહેવું અને શેનાથી લેપાઈ જવું આ વિવેક એ જ શ્રીપાળરાજાના જીવનનું મુખ્ય રહસ્ય જણાય છે. આપણે ત્યાં દર છ મહિને થતાં તેમના ચરિત્ર શ્રવણથી ને સ્મરણથી આપણાં ચિત્તના વહેણને અને વલણને એ દિશામાં જ વાળીએ. VISI[GI[ ગ્રન્થ ૨ ૧૪૧ Page #143 -------------------------------------------------------------------------- ________________ / / ૧૪૨ માલવપતિપુત્રી મયણાં અતિગુણવંત ગ્રન્થ ૨ Hoteh શ્રીપાળના જીવનની ઉત્તમતાનો જે ઉઘાડ થયો, તેમાં નિમિત્ત બનનારા તો મયણાં સુંદરી છે. મયણાં એ જાજરમાન નારી છે. તેમના ચિત્ત-ઘડતરની ઓળખ કરાવનારા પ્રસંગોના વર્ણન શ્રીપાળ-રાસમાં મળે છે તે નેત્ર-દીપક છે. (૧. ભરસભામાં રાજા માલવપતિ, જેઓ પિતા પણ છે, તેમણે સમસ્યા પૂછીઃ પુણ્યથી આ મળે છે.” (પુહિં નમઠ્ઠા ) -- આ પદ છેલ્લે રાખીને, ત્રણ પદ રચવા માટે કહ્યું ! ત્યારે, નાની કહેવાય તેવી વયમાં, નીડરતા પૂર્વક ઉત્તર આપવો તે કામ સામાન્ય નથી. વળી, પરિણત પ્રજ્ઞાના પ્રભાવે જ જે વિચાર ક્રૂરે તે જ વિચાર રજૂ કર્યા ! શાસ્ત્ર ભણવાનું પ્રયોજન જ આ છે. ચિત્તને સત્યક્ષપાતી બનાવવું, વિવેકવાળું બનાવવું, ભયથી મુક્ત બનાવવું એટલે ભયજનિત ચંચળતાથી પણ મુક્ત બનાવવું. એના બળે, વિનયપૂર્વક પણ, જ્ઞાની પુરુષોના પ્રભાવે, શેહ-શરમને જીતીને કહી શકાય એવું જ મયણાંએ કહ્યું : મયણાં કહે મતિ ન્યાયની, શીલ શું નિર્મળ દેહ, સંગતિ ગુરુ-ગુણવંતની, પુણ્ય પામીજે હ. કુંવરી મયણાંની વાત તો સાચી જ હતી. છતાં, રાજાના હુંકારને ઠેસ લાગી. પિતા હવે રાજાના પાઠમાં બોલ્યા: ‘તું સુખી છે કે, જે કાંઈ છે તે મારા કારણે છે.”રાજાની વાત સાચી હતી. પણ, તેમનાં મોઢે આ શબ્દ શોભતાં ન હતાં. જ્યારે મયણાંની વાત સાચી હતી અને તે, બધાંના મોઢે શોભે તેવી હતી. રાજાએ મયણાંની વાતનો સ્વીકાર ન કર્યો, કહેઃ “જો તું પુણ્યને જ માનતી હોય તો જો, હું તારી શી દશા કરું છું.” - મયણાસુંદરી સ્વસ્થ છે. તેના વચનમાં અને વર્તનમાં પિતા પ્રત્યેના અવિનયની કે અનાદરની લેશ માત્ર ગંધ નથી. Page #144 -------------------------------------------------------------------------- ________________ પાઠશાળાના અધ્યાપકની ભણાવવાની શૈલી પ્રમાણે ભણ્યા હતા. તેની ભણાવવાની રીત પણ નિરાળી હતી. સામાન્યપણે અંકશાસ્ત્ર શીખવવાનું હોય તો એકડો, બગડો જ ભણાવવામાં આવે છે. પણ આ અધ્યાપક તો તત્ત્વજ્ઞાનનો બોધ થાય તે રીતે શીખવતા હતા. જેમકે -- ૧. એક - એટલે આત્મા અનંત સુખના ભંડાર જેવો આત્મા એક છે. ૨. બે - એટલે રાગ-દ્વેષ આવા આત્માને સંસારમાં પરિભ્રમણ કરાવનાર, રાગ અને દ્વેષ એ બા જ કારણ છે. ૩. ત્રણ - એટલે જ્ઞાન-દર્શન-ચારિત્ર આ આત્માને રાગ-દ્વેષની પકડમાંથી છોડાવનાર આ ત્રણ છે. ૪. ચાર - એટલે દાન-શિયળ-તપ અને ભાવ. જ્યાં સુધી એ રત્નત્રય ન મળે ત્યાં સુધી, દાન-શિયળ-તપ-ભાવ આ ચાર પ્રકારનો ધર્મ આરાધવો જોઈએ. ૫. પાંચ - એટલે જ્ઞાનાચાર-દર્શનાચાર-ચારિત્રાચાર-તપાચાર-વર્યાચાર. આ ચાર પ્રકારના ધર્મને આરાધતો આરાધક પાંચ પ્રકારના આચારના પાલનથી શોભતો હોય છે. ૬. છ - એટલે પૃથ્વીકાય-અપકાય-તેઉકાય-વાયુકાય-વનસ્પતિકાય-ત્રસકાય. આ પંચાચારનું પાલન બરાબર કરે તે છએ જવનિકાયના જીવો પ્રત્યે દયાવાળો બની જાય છે. ૭. સાત - એટલે નૈગમ-સંગ્રહ-વ્યવહાર-સમભિરૂઢ-ઋજુ સૂત્ર અને એવંભૂત નય. આ સાત નય છએ પ્રકારના જીવો પ્રત્યેની દયાના પાલન દ્વારા કોઈપણ વાતને અને ઘટનાને જોવાના પ્રસિદ્ધ સાત દષ્ટિકોણને જાણનારો બને છે. ૭. આઠ - એટલે આઠ કર્મ, જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-મોહનીય-અંતરાય-નામ-ગોત્ર-વેદનીય-આયુષ્ય. સાત નયને જે બરાબર સમજી લે છે તેને આઠે કર્મનો ચીકણો કર્મબંધ ક્યારેય ન થાય. ૯. નવ - એટલે નવ તત્ત્વઃ જીવ-અજીવ-પુણ્ય-પાપ-આશ્રવ-સંવર-બંધ-નિર્જરા-મોક્ષ. કદાચ કર્મ બંધાઈ ગયા હોય તો ય આ નવતત્ત્વની શુદ્ધ સહણાથી તેની સમ્યક અનુપ્રેક્ષાથી કર્મ ખરે છે. ૧૩ ૧૦. દશ - એટલે ક્ષમા-માર્દવ-આર્જવ-મુક્તિ-તપ-સંયમ-સત્ય-શૌચ-આકિંચન્ય-બ્રહ્મ. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ દશ પ્રકારના યતિધર્મ, નવતત્ત્વની વિચારણામાં જે પરોવાયા તેના પ્રત્યે પ્રીતિ જાગી તેને આ દશે પ્રકારના યતિધર્મ ગમે જ ગમે. તેના પ્રભાવે પ્રાપ્તિ થાય અને પરંપરાએ સકલધર્મનો મોક્ષ થાય અને સ્વાધીન શાશ્વત સુખની પ્રાપ્તિ થાય. (આધાર ઃ સિરિસિરિવલકહા) પાઠશાળાના અધ્યાપકે જે નવતત્ત્વ ભણાવ્યાં, તેમાં પુણ્યતત્ત્વ ભણ્યાં અને હૃદયમાં ઉતાર્યું કે પુણ્યથી શું-શું મળે ! પુણ્યથી મળતાં ક્ષણિક માત્ર ભૌતિક સુખો તરફ ન જતાં, સ્થાયી અને આત્મિક સુખો તરફ દષ્ટિ રાખીને જવાબ વાળ્યો હતો. રાજા ચીડાઈને પણ, મયણાંના પુણ્યને અનુસારે જ કાર્ય કરતા હતા. જ્યારે કોઢિયાના હાથમાં મયણાંનો હાથ મૂકાયો ત્યારે પણ મયણાં તો મનથી દૂઢ છે. શરીર, ઈન્દ્રિય અને મનને પેલે પારના પ્રદેશમાં તેમની આવન-જાવન હોય છે એટલે, આ ક્ષણિક સુખ-દુઃખના લેખાજોખાં બહુમામૂલી લાગે, તુચ્છ અને ત્યાજ્ય લાગે છે. દુઃખ એટલે સત્ તત્ત્વ તરફથી ખસેડેલી નજર. જેવી એ નજર સત્ તત્વથી ખસીને બીજી બાજુ વળી કે દુઃખના અનુભવો શરૂ થઈ જાય છે. મયણાનાં મનમાં આવા ભૌતિક તોલ-માપ ન હતા. જીવનને જોખવાના ત્રાજવાં તેણીએ પ્રવૃત્તિમાંથી નહીં પણ વૃત્તિમાંથી નીપજાવ્યા હતા. તેનું મન, થોડાં દુઃખે અકળાઈ જાય કે થોડાં સુખે અંજાઈ જાય તેવું ન હતું. તેઓ શેને સુખ અને શેને દુઃખ માને છે તે જાણવું ખૂબ રસપ્રદ બની રહે છે. ૨. રાજા પ્રકુપિત થઈને મયણાના લગ્ન કોઢીયા રાજા સાથે કરાવે છે. પછી જ્યારે એકાંત મળે છે ત્યારે શ્રીપાળ પહેલ કરીને કહે છે: સુંદરી હજીય વિમાસજો, ઊંડો કરી આલોચ, કાજ વિચારી કીજિયે, જિમ ન પડે ફરી શોચ. સુંદરી! હજી વિચારો. કશું જ બગડ્યું નથી. મારી સોબતથી તમારી સોવન સરખી કાયા વિણસી જશે! સજ્જનની પહેલી વ્યાખ્યામાં આવે કે છે આવા વિપત્તિના પ્રસંગમાં બીજાનો વિચાર જ પહેલો આવે. મયણાં કહેઃ “આ બોલ્યાં!” માયણાં તસ વયણાં સુણી હિય દુઃખ ન માય, ઘળક-ઘળક આંસુડાં ઢળે વીનવે પ્રણમી પાય; Page #146 -------------------------------------------------------------------------- ________________ વચન વિચારી ઉચરો, તુમે છો ચતુર સુજાણ! હ વચન કિમ બોલિયે, ઈણે વચને જીવે જાય, જીવ જીવન તુમે વાલહા, અવર ન નામ ખમાય. રાસકાર કવિવરે કેવાં હૃદયસ્પર્શી શબ્દોમાં બયાન કર્યું છે ! મયણાંને કોઢી સાથેના લગ્નનું દુઃખ નથી પણ, શ્રીપાળે વેણ કહ્યાં તેનું દુઃખ છે. ૩સ્ત્રી હતાં છતાં સ્ત્રી-પ્રકૃતિની સામાન્ય એવી, સુલભ તુચ્છતા ગારવપ્રીતિ વગેરે નિર્બળતાને તેઓ ઓળંગી ગયાં હતાં. સામાન્યતાથી ઉપર ઊઠે છે તેને શિખરે મળતી સ્વચ્છ હવા મળે છે; નગરની રમ્ય શોભા અને હરિયાળા મેદાનો નીરખવા મળે છે. પછી, નીચેની બધી જ ક્રિયા-પ્રક્રિયા, રેતીમાં રમતાં બાળકોની હાર-જીત જેવી, માણીને ક્ષણમાં ભૂલી જવા જેવી લાગે છે. મનમંદિરમાં દીપક જિસ્યો, દીપે જાસ વિવેક. વિવેકનો આ રત્નદીપ પ્રગટ્યા પછી બહારનું અંધારું કે અજવાળું, કશું જ બાધક બનતું નથી. અને છતાં તેઓ સાવ જડ નથી હોતા. જ્યારે લગ્ન પછીના સમયમાં આચાર્યશ્રી મુનિચન્દ્ર સૂરિ મહારાજ પાસે ગયા છે ત્યારે આચાર્યશ્રીએ પૂછ્યું કે, આ સાથે છે તે કોણ છે ! ત્યારે મયણાંએ માંડીને વાત કરી અને જે બન્યું હતું તે નિવેદન-રૂપે કહ્યું: મનમાં નથી આવતું, અવર કિશું દુઃખ પૂજ્ય, પણ જિનશાસન-હેલના, સાલે લોક અબુઝ. પોતાનો વિચાર ન આવે પણ, પરનો વિચાર આવે તે ઉત્તમતાની નિશાની છે. આચાર્ય મહારાજે આપેલું આશ્વાસન પણ નોંધપાત્ર છેઃ ગુરુ કહે મન નવિ આણજો, ઓછું અંશ ન ભાવ, ચિતામણિ તજી કર ચડ્યો, ઘમે તણે ઘરભાવ. મયણાંની વિનતિ મનમાં ઘરી, ભાવિમાં ઘણા લાભનું કારણ જાણી શ્રી સિદ્ધચક્રની આરાધના બતાવે છે. ૧૪૫ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ નવપદની આરાધનાનું આલંબન તે બન્નેને જીવનભર ઉપકારક અને ઉપયોગી નીવડ્યું છે. તેઓ પણ સ્વનામવત્ તેને હૃદયમાં જડ્યું છે અને તે ફળ્યું છે. સાંજ ઢળતી હતી. સૂર્ય નારાયણ પશ્ચિમના પર્વતોના ખોળે જઈ બેઠાં. પંખીઓ પોતાના માળા શોધી ઠરીઠામ થતાં હતાં. વાછરડાંને પણ પોતાની માવડીની ભાળ મળી. એ ગાવડીઓ તો ગામનું પાદર આવ્યું ત્યાં ઠેકડા મારતી વાડામાં પેસી ગઈ. માને જોઈ ખીલે બાંધેલાં, ઘેલાં વાછરડાની આંખોમાંથી આતુરતાનો થાક ઊતરી ગયો. રૂંવાટી ખડી થઈ ગઈ ! ગાયોનાં ધણની ખરીને અડીને ઉડતી રજથી આકાશ ભરાઈ ગયું. એ આથમતા સૂરજની રતુંબડાં કિરણોની ઝાંયથી રંગાયેલી રજ, ઊડતા ગુલાલ જેવી લાગતી હતી. રામજી મંદિરમાં સંધ્યા-આરતીની ઝાલર બજતી હતી ત્યારે મયણાંએ અર્હત્ પ્રભુ સમક્ષ, મધુર તાલબદ્ધ ઘંટનાદ સાથે, પ્રદક્ષિણાવર્તે આરતી અને મંગળદીવો ધર્યો. એ આરતીના દીવાના ઝિલમિલ પ્રકાશમાં અને દીપમાલાની આછી રોશનીમાં પ્રભુજી ઑર સોહામણા લાગતા હતા. મયણાંની આંખોમાં રહેલી મીન જેવી ચંચળતા ચાલી ગઈ. ભ્રમર જેવી મલિનતા ભાગી ગઈ. નેત્ર તો દરવાજા બની ગયા; પ્રભુજી એ રસ્તે મનમંદિરમાં પધારી ગયા. વાતાવરણમાં દશાંગધૂપની પવિત્ર મહેક તરતી હતી. તદ્રુપતાથી શરૂ થયેલી એ ભાવયાત્રા, પ્રમોદભાવમાં પર્યવસાન પામી. સાસુજી કમલપ્રભા પાસે આવીને, સાંજના સમયે પ્રભુ સમક્ષની આરતી વખતે થયેલી અમૃતક્રિયાની વાત કરે છે. કહે છે કે આ અનુષ્ઠાનનું ફળ આજે, હમણાં અને અહીં મળશે. કુંવર આવશે ! આ શબ્દો સાંભળીને કમલપ્રભા જે મંગલ શબ્દો કહે છે તે યાદગાર છે ઃ કમલપ્રભા કહે વત્સ તાહરી, જીભે અમૃત વસે સદા, તાહરું વચન હોશે સુપ્રમાણ, ત્રિવિધ-પ્રત્યય તે સાધ્યો મુદ્દા મયણાં અને શ્રીપાળ બન્ને ક્યારે પણ સરખાવી ન શકાય, સરખામણી ન કરાય તેવા અનન્ય છે. ગુલાબને એનાં રૂપ-રંગ-કદ-સુગંધ નિરાળાં છે. તો, જૂઈના રૂપ-રંગ-સુગંધ પણ ન્યારાં છે. કોઈ-એકને પહેલો નંબર ન આપી શકાય ! રાસકાર શ્રી વિનયવિજયજી મહારાજના વચનની નીચે સહી કરીને આ ગુણગાનને અલ્પવિરામ કરીએ. ભાગ્યવંત મયણાં સમી, નારી ન 'કો સંસાર; જેણે બેઉ કુલ ઉદ્ધર્યા, સતી શિરોમણિ સાર. Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળરાજાના રાસની નિર્માણ કથા સુરત શહેરને સોનાની મૂરત કહેવાયું છે, તે સર્વથા સત્ય છે. ઈતિહાસ એની સાહેદી પૂરી શ્રીપાલ રાજાનો છે. એક કાળે સુરતના વહાણવટીઓ દુનિયાભરમાં પંકાતા. સુરતની નાણાવટ, તો છેક ૨ાસ દિલ્હીની રોનક સાચવતી હતી ! અનેક પરદેશી અને દેશી વહાણોમાં ભારે મૂલ્યવાન માલ આવતો અને સુરતમાં તેની મોટી બજાર ભરાતી. આ રંગીલા સુરતને ફિરંગીઓએ બબ્બે વાર આગથી તારાજ કરેલું; શિવાજીએ તો ભરપેટ લૂંટ્યું હતું. ખુદ તાપીએ સુરતને અનેકવાર ડુબાડ્યું હતું. છતાં, દરેક ધા પછી, શુદ્ધ કાંચનની જેમ તવાઈને, સુરત વધુ ને વધુ દેદિપ્યમાન થતું હતું. કોઈ પણ સંસ્કૃતિ, ધર્મ અને સંસ્કારના નક્કર પાયા પર જ ઊભી થઈ શકે અને ટકી શકે. ખમીરવંત સુરતીઓના પુરુષાર્થ અને ધર્મ-સંસ્કારનો આ પ્રભાવ હતો. આવા સુરતીઓએ સાહિત્ય અને કળાના ક્ષેત્રે પણ, અનન્ય ફાળો આપ્યો છે. સુરતની આ યશોગાથામાં એક નોંધપાત્ર ગાથા છે --શ્રીપાળરાજાના રાસની રચના. દર-સરતના શ્રી સંધના ભાઈ-બહેનોના આગ્રહથી આ રચના શક્ય બની. આ રાસ તો સંસ્કારની પ્રેરણા સમો છે, વર્ષમાં બે વાર તો એનું અચૂક અધ્યયન થાય છે. એ રચનાની ગુણ-ગાથા પૂજ્યશ્રીએ સવિસ્તાર કરી છે. આપણે એના રચયિતાઓ પ્રત્યેના અહોભાવથી, આ નિર્માણ કથાનું પણ અધ્યયન કરીએ. --સંપાદક Ĉ 1841€ loiesh વિવાહ પછી, વર-વધૂ પ્રણામ કરવા આવે ત્યારે તેને “અખંડ સૌભાગ્યવતી ભવ’ એવા આશીર્વાદ આપવામાં આવે છે, તે પ્રમાણે, પૂજ્યપાદ ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજને તેમની તમામ રચનાઓને આવા આશીર્વાદ, કોઈ સંયમધર વિદ્યાપુરુષ દ્વારા આપવામા આવ્યા હોય તેમ લાગે છે. તેઓશ્રીની સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતી ગદ્ય-પદ્ય એકસો જેટલી પૂર્ણ-રચનાઓ અતિજન પ્રિય અને સૌભાગ્યવંત છે. એમની સુગમ શબ્દાવલિ તો પાકી દ્રાક્ષ જેવી, પોચી-મીઠી-મધુરી છે જે પ્રથમ શ્રવણે જ ૧૪૭ www.jainelibrary Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ કંઠમાં માળો બાંધી દે અને જીભથી એનું રટણ થવા લાગે ! તે રચના “પુણ્ય પ્રકાશ'નું સ્તવન હોય, “શાન્ત સુધારસ” કાવ્ય હોય, કે, કલ્પસૂત્ર ઉપરની “સુબોધિકા’ નામની સંસ્કૃતવૃત્તિ હોય. એમનું ખૂબ જાણીતું સ્તવન સિદ્ધારકનારે નંદન વીનવું તો હરકોઈ બાળ-યુવાન-વૃદ્ધએ સાંભળ્યું જ હોય ! કોઈ વિદ્વાને “લોકપ્રકાશ' ગ્રંથ ન જોયો-સાંભળ્યો-વાંચ્યો હોય એવું ન જ બને. સિદ્ધહેમછ હજારી વ્યાકરણ કરવાની તૈયારી ન હોય તે શ્રી વિનયવિજયજી-રચિત હૈમ લઘુ પ્રક્રિયાના ટેકાથી જ વિષય-પ્રવેશ કરશે. પોતાની રચનાઓમાં, શ્રી વિનયવિજયજી મહારાજે, તેમના ગુરુ શ્રી કીર્તિવિજયજી મહારાજ, જેઓ જગદ્ગુરુ મહારાજ હીરવિજયજીના શિષ્ય છે, તેમને સંભારે તેનો આ ચમત્કૃતિ ભર્યો શ્લોક: श्री कीर्तिविजयान् सूते, श्री कीर्तिविजयः सदा। शतकृत्वोऽनुभूतोऽयं, मंत्रः सर्वार्थसिद्धये॥ અર્થ : શ્રી કીર્તિવિજયજી મહારાજનું નામ એ તો મંત્ર-સ્વરૂપ છે, તેવું મેં સેકડોવાર અનુભવ્યું છે. તેના દ્વારા શ્રીની પ્રાપ્તિ, કીર્તિની પ્રાપ્તિ અને વિજયની પ્રાપ્તિ થાય છે. YT8 TON +- -+ તેઓશ્રીની રચના શૈલી, સાદી, સરળ, સુગમ, નિરાડંબરી છતાં હૃદયસ્પર્શી હોવા ઉપરાંત રોચક અને માધુર્ય-ગુણમંડિત રહી છે. આવું તેમની બધી જ રચનાઓમાં જોવા મળે છે. તેમના સમકાલીનોમાં પણ, તેઓ આદરણીય રહ્યા છે. પૂજ્ય શ્રી યશોવિજયજી મહારાજ તેમના સમકાલીન હતા. દીક્ષા પર્યાયમાં નાના હતા, પણ જ્ઞાનમાં મહાન હતા તેનું પણ તેમને મન ગૌરવ છે. ઉપાધ્યાય મહારાજે થર્નપરીક્ષા નામક ગ્રંથની રચના કરી, તેમાં અન્ય અનેક ગ્રંથનાં અવતરણ આપવામાં આવ્યાં હતાં. રચના ચાલતી હતી ત્યારે સાથે-સાથે, પોતાની સ્મૃતિમંજૂષામાંથી અનેક સંવાદી પાઠ નોંધી લીધા હતા. તેઓશ્રીનો રચના-પ્રવાહ ચાલે ત્યારે તે એક ધસમસતી નદીના પ્રવાહની ઉપમા ધારણ કરી લે છે. તેથી તે-તે પાઠ ઉપાધ્યા પ ી વિનયવિજયજા યારાજ Page #150 -------------------------------------------------------------------------- ________________ મૂળ કયા ગ્રંથનો છે તે ગ્રંથોના નામ નક્કી કરવાનું કામ તથા મૂળમાં કેવા પ્રકારનું છે એ કામ શ્રી વિનયવિજયજી મહારાજને સાદર સોંપ્યું. આ કામ તેમણે ખૂબ કાળજીથી પાર પાડ્યું; એની સાનંદ નોંધ પણ પૂજ્ય ઉપાધ્યાય મહારાજે ધર્મપરીક્ષા ગ્રંથની પ્રશસ્તિમાં લીધી છે. આમ, પરસ્પર પ્રમોદપૂર્ણ પ્રીતિભાવ એ જ્ઞાન-સાધનાનો પરિપાક છે. શ્રી સંઘના લાડીલા એવા શ્રી વિનયવિજયજી મહારાજ પોતાના મધુર કંઠ તથા સરળ-સુગમ લોક ઢાળમાં રચના કરવાનું પોતાનું કૌશલ્ય, -- આ બધાને કારણે તેઓશ્રી જ્યાં-જ્યાં ચોમાસું કરતા ત્યાં-ત્યાં પ્રીતિપાત્ર બની રહેતા. વૃદ્ધાવસ્થામાં, જ્યારે તેઓશ્રીનું ચોમાસું, સુરત પાસેના રાંદેર ગામમાં હતું ત્યારે હલકદાર કંઠે જાત-જાતની રચનાઓ સાંભળતાં સંઘના ભાઈ-બહેનો નવાં-નવાં સ્તવનની માગણી કરતાં. મહારાજશ્રી આવી ભાવપૂર્ણ થયેલી માગણીનો સ્વીકાર કરતા. આવી ભાવ-ધારામાં સંઘ ભીંજાતો હતો તેમાં એક વાર બધાંએ ભેગાં થઈને એવી વિનંતિ કરી કે આટલું બધું રચીને આપે ઘણો ઉપકાર કર્યો છે, હવે વધુ એક ઉપકાર કરી, અમને શ્રીપાળ રાજાનો રાસ રચી આપો. આપની મીઠી-મધુરી કલમે; આવી એક પાકટ રચના સંઘને મળે તો શ્રી સંઘ હમેશાં માટે આપશ્રીનો ઓશિંગણ રહેશે. ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ આમ પ્રાર્થનાભંગ-ભીરુ હતા; ‘ના’ પાડવામાં નારાજ હતા. પણ, તેઓનો એક દ્દઢ સંકલ્પ હતો કે, કોઈ પણ રચનાનો આરંભ કરે તે પૂર્ણ થવી જોઈએ. આજ સુધી એમ બનતું પણ આવ્યું હતું, બધી જ રચના પરિપૂર્ણ થયેલી હતી; પરંતુ, આ વખતે અંતઃકરણ સાક્ષી પૂરતું ન હતું કે, આ રાસની રચનાનો આરંભ થશે તો તે પૂર્ણ થશે. મહાકવિ કાલિદાસે એક રચનામાં કહ્યું છે ઃ (શાળાન૧/૨૧) सतां हि संदेहपदेषु वस्तुषु, प्रमाणमन्तःकरणप्रवृत्तयः । અર્થ : સજ્જન-સંત પુરુષોને જ્યારે દ્વિધા થાય, ત્યારે તેમનું અંતઃકરણ જે રસ્તો બતાવે તે જ સાચો હોય છે, હિતકર હોય છે. એ ન્યાયે તેમને ભાસ થયેલો, તેથી તેઓ વિનંતિના ઉત્તરમાં કહેતા કે, તે પૂર્ણ નહીં થઈ શકે. મારી આ રચના પૂર્ણ થવી જોઈએ પણ તે થઈ શકે એમ નથી. સંઘે અત્યંત આગ્રહ કર્યો ત્યારે, સજ્જનને શોભે તે શૈલીમાં કહ્યું કે, જો ઉપાધ્યાય શ્રી પાળો ગ્રન્થ ૨ ૧૪૯ www.jaineligrajpg Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૫o યશોવિજયજી એ અધૂરો રહેલો રાસ પૂર્ણ કરી આપવાનું સ્વીકારે તો હું રાસ રચવાનું શરૂ કરું. તેઓના મનમાં એવી ગણતરી કે, દર્શનશાસ્ત્રના મહાન ગ્રંથો રચવામાં રાત-દિવસ ડૂબેલા તેઓ ગુજરાતી ભાષાના આ રાસ માટે ક્યાંથી સમ્મત થાય! એટલે આપોઆપ વાત ત્યાંજ રહેશે.પણ સંઘના હૃદયમાં ઊગેલી આ ભાવના હતી અને તેઓ બધાં શ્રાવિકા સમેત સંઘ ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજના ચરણોમાં બેઠો, ખૂબ જ સાચા દિલથી વિનંતી કરી, કરગરીને કહ્યું અને બધાના આશ્ચર્ય વચ્ચે તેઓશ્રીએ સ્વીકાર કર્યો. ‘ભલે શ્રી વિનયવિજયજીનો કરેલો શ્રીપાલનો રાસ જો અધૂરો રહેશે તો તે પછીની જવાબદારી મારી. અને પછી તો શ્રી વિનયવિજયજી મહારાજે શ્રીપાલ રાજાનો રાસ, ખંડ એક, ઢાળ એકથી શરૂ કરી પૂર્ણ પાકટ અનુભવ જ્ઞાન, રસઝરતી શૈલી, અને શ્રીપાલ અને મયણાંની વિવિધ આશ્ચર્યથી ભરપૂર જીવનકથા, પછી શું બાકી રહે ! ચાલ્યો રાસ આગળ ને આગળ, એક ખંડ બે ખંડ પૂર્ણ થયા અને ત્રીજા ખંડની પહેલી ઢાળના મંડાણ પણ થયાં. પ્રસંગો રસાળ શૈલીમાં રચાય છે, ગાવામાં બહુ જ આનંદ આવે છે, રોજે રોજની રચાતી ઢાળ ગવાય છે પણ તેની સાથે શરીરના આરોગ્યની સ્થિતિ પણ તાલ મિલાવતી રહી. આવા દેહાતીત મનોદશાના સ્વામી જેવા મહાપુરૂષોને દેહની મમતા ન હોવાથી મન ચાલે, વિચાર ચાલે, ધ્યાન ચાલે. આ બાજુ રાસમાં શ્રીપાલ વીણા વગાડવા સભામાં ગયા છે-ત્યાં “ત્રટ-ત્રટ તૂટે તાંત, ગમા જાયે ખસી, તે દેખીને સભા સઘળી હસી'આ કડી રચાય ત્યાં જ રચનાનો પ્રવાહ થંભી ગયો. વીણાની તાંત તૂટી તો તેની સાથે શરીરની નાડીઓ પણ તૂટી. સમાધિ-સહિત સ્વર્ગે પ્રયાણ કર્યું. કાળધર્મ પામ્યા. યશથી અમર થયા. હવે ૭૫૦ ગાથા થઈ. આગળનો ભાગ તો પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે વચન આપ્યું હતું તેથી એ બધી સામગ્રી તેઓશ્રીને સુપ્રત કરી. તેઓશ્રીએ અધૂરી કથાનો તંતુ આગળ લંબાવ્યો. પ્રયત્ન તો કર્યો જ શ્રી વિનયવિજયજીની શૈલીને પ્રામાણિકપણે અનુસરવાનો, પણ એ લાંબું ન ફાવ્યું, લાંબુ ન ચાલ્યું. શ્રી વિનયવિજયજી મહારાજ રસાળ કવિ હતા, શ્રી યશોવિજયજી તાત્ત્વિક કવિ હતા. તેઓ પણ પામી ગયા તેથી એ આગ્રહ મૂકી દીધો અને સમગ્ર ચોથો ખંડ પોતાની મૌલિક શૈલીમાં રચવાનો શરૂ કર્યો. રચાતો ગયો તેમ તેઓ વધુ ઊઘડતાં ગયાં. આજ દિન સુધી કરેલી ઝંખના આ રચનાના માધ્યમથી ફળીભૂત બની રહી. સ્વયં તૃપ્ત બન્યા અને ગાઈ ઊઠ્યા- “વાણી વાચક WWW.jainelibrary.org Page #152 -------------------------------------------------------------------------- ________________ જસ તણી, કોઈ નયે ન અધૂરી.”વળી તેમને જેની પ્રબળ ઝંખના હતી તે આત્માનુભૂતિની પળ પણ આ રાસની રચના કરતી વેળાએ જ લાવી, એ કૃતિનું કેવું પરમ સૌભાગ્ય કહેવાય! કલિકાલ સર્વજ્ઞના શિષ્ય કવિ કટારમલ્લ શ્રી રામચન્દ્રસૂરિની રચના માટે જે શબ્દપ્રયોગ થયો છે કે સ્વાદુ: સ્વા: પુર: પુર: તે બરાબર અક્ષરશઃ અહીં ચોથા ખંડની ઢાળો માટે સાચો છે. તેમાં પણ છેલ્લે કળશની ઢાળ અને પ્રશસ્તિની ઢાળ તો શિખર છે. અમર થવા માટે સર્જાયેલી ઢાળો છે તેમાં જ તેમનુ મુક્ત ગાન સંભળાય છે માહર તો ગુરૂચરણ પસાયે, અનુભવ દિલમાંહિ પેઠો, ઋદ્ધિ-વૃદ્ધિ પ્રગટી ઘટમાં આતમ-રતિ હુઈ બેઠો. મોહને જીતી લીધાની વાત પણ આ જ ઢાળમાં ગાઈ છે. વળી આ ઢાળમાં કેવી ચમત્કૃતિ સર્જાઈ છે કે સામાન્ય રીતે કવિઓ પોતાની કાવ્ય રચનામાં “ટ” વર્ગને ટાળતા હોય છે તેમાં કોઈ કોમળ વર્ણ નથી અને એ ટ” વર્ગમાં પણ ઠ' તો કઠોર છે. એ “ઠીને અહીં કેવી કેવી રીતે લઈ આવ્યા છે, એ દષ્ટિએ આ ઢાળ ખાસ જોવા જેવી છે પાસમાં જિમ વૃદ્ધિનું કારણ, ગોયમનો અંગૂઠો; જ્ઞાનમાંહિ અનુભવ, તિમ જાણો, તે વિણ, જ્ઞાન તે જૂઠો. આવી રીતે આ ઢાળ કાવ્યત્વના પણ ઊંચાં શિખર સર કરે છે. સ્વયં ઉપાધ્યાયજી કેવા કૃતજ્ઞ ને નિખાલસ છે કે કળશની ઢાળમાં આ રાસની રચનાની પૂર્વભૂમિકાનો નિર્દેશ કરતી વખતે તક ઝીલીને ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજનું વર્ણન કર્યું છે. બહુ જ ઓછા શબ્દોમાં પૂર્ણ કદનું શબ્દચિત્ર અહીં મળે છે વિદ્યા-વિનય-વિવેક-વિચક્ષણ, ૧૫૧ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ લક્ષણ લક્ષિત દહાજી; સોભાગી ગીતારથ સાથ, સંગત, સખર સનેહાજી. તેમના દેહ માટે પણ લક્ષણથી લક્ષિત એવો શબ્દ વાપરે છે. તેમની લોકપ્રિયતા માટેની વાત અને આ રાસ તેમણે કઈ સાલમાં કયા ગામમાં રચવાનો શરૂ કર્યો તે વાત પણ તેમણે કાવ્યમય બાનીમાં કહી છે. સંવત સત્તર અડત્રીસ વરસે. રહી રાંદેર ચોમાસે જી; સંઘ તણા આગ્રહથી માંડ્યો, રાસ અધિક ઉલ્લાસે જી. સાર્ધસપ્તશત ગાથા વિરચી, પહોતા તે સુરલોકે જી; તેના ગુણ ગાવે છે ગોરી, મિલી-મિલી થોકે થોકે જી. વિ.સં.૧૭૩૮માં રાંદેર ગામમાં ચાતુર્માસ બિરાજ્યા હતા ત્યાં સંઘના આગ્રહથી અધિક ઉલ્લાસ પૂર્વક આ રાસ શરૂ કર્યો પણ તેની ૭૫૦ ગાથા વિરચીને તેઓ દેવલોક પધાર્યા. રાંદેર સંઘની બધી શ્રાવિકા ભેગાં મળી-મળીને હજી પણ તેઓનાં ગુણગાન ગાયા કરે છે. પછી પોતાની વાત પણ સરસ શબ્દોમાં મૂકી છે તાસ વિશ્વાસભાજન તસ, પૂરણ પ્રેમપવિત્ર કહાયાજી; શ્રી નય વિજય વિબુધ પય, સેવક સુજસ વિજય ઉવજ્યાજી. ભાગ થાકતો પૂરણ કીધો, તાસ-વજન સંકેતેજી; તિણે વળી સમકિતદષ્ટિ જે. WWW.jainelibrary.org Page #154 -------------------------------------------------------------------------- ________________ નર તેહ-તણે હિત હેતેજી. વિનયવિજયજીના વિશ્વાસપાત્ર, પૂર્ણપ્રેમી, જસવિજયજીએ, તેમને વચન આપ્યું હતું તે કારણે અને જે સમકિતદષ્ટિ વ્યક્તિ છે તેમના હિત માટે તેમનાથી બાકી રહેલો ભાગ પૂર્ણ કર્યો છે. પછી છેલ્લી ઢાળની છેલ્લી બે ગાથામાં આ રાસના વાચક/પાઠકને શુભાશીર્વાદ પાઠવતાં મંગલવચનો ઉચ્ચારે છે જે અસરકારક અને સાચા પૂરવાર થયા છે. જે ભાવે એ ભણશે ગુણશે, તસ ઘર મંગળમાળાજી; બંધુર સિંધુર સુંદર મંદિર, મણિમય ઝાકઝમાળાજી. દહ સબળ સંસહ પરિચ્છદ, રંગ અભંગ રસાળાજી; અનુક્રમે તેહ મહોદય, પદવી લહેશે જ્ઞાન વિશાળાજી. આ બે કડીમાં જે આશીર્વાદ પાઠવ્યા છે તે અક્ષરશઃ અનેક ઘરમાં સાચા પડ્યાં છે. દર ઓળીમાં જે ઘરમાં આ રાસનો પાઠ થાય છે તે ઘરમાં છ મહિના સુધી “મંગળમાળા' વર્તે છે. એટલે ઘણાં ઘરોમાં આ પ્રેરણા કરવા જેવી છે કે, આ રાસ મૂળ-માત્ર, ઘરમાંથી કોઈ પણ વ્યક્તિ, વારાફરતી પણ જો નવ દિવસમાં પૂર્ણપણે પાઠ કરે તો એ ઘરમાં આરાસના શબ્દ-પરમાણુ પ્રસરવાથી મંગળમાળા પ્રવર્તે છે, આરોગ્ય અને આરાધના ઉલ્લાસપૂર્વક પ્રવર્તે છે. આ પણ આ રાસનું ફળ” છે. એક કૃતિ હોય અને તેના બે કર્તા હોય તેવી આ સૌભાગ્યવંતી કૃતિ ચિરકાળ જયવંતી વર્તો. ૧૫૩ Page #155 -------------------------------------------------------------------------- ________________ | / /}} ૧૫૪ સુભાષિતમ્ गेण्हह पलोअह इमं पहसिय वयणा पइस्स अप्पेड़ । | નાથા મુઝ પઢમુમUUTહંત ગુમાસ્નેચિં વોરં .. (થાસહર્ષા) DISTOા ગ્રન્થ ર અનંતત્રિપુટી – ચિત્રકાર : બંસીલાલ વર્મા લ્યો આ જુઓ ! રે! વદતી (મંજુલ બોલ, એના વર્ષે વર્ષે હાસ્યના અંકોર) પુલકિત પત્ની પતિ સંમુખ ધરતી એક પાકું બોર જેની પર ભદ્રા પ્રથમ શિશુની હેલી બે દંતૂડી કેરી હળવી મુદ્રા (મુક્ત અનુવાદ : હરિવલ્લભ ભાયાણી) શિયાળાની નમેલી સાંજ છે. પતિ-પત્ની બેઠાં છે. હળવાશ ભર્યું વાતાવરણ છે. પત્નીએ પતિ પાસે જઈને, હાથમાં રહેલું એક પાકું લાલ ચટ્ટક બોર બતાવ્યું; પતિ નિરખી રહ્યા, મોંઢા પર કોઈ વિસ્મય ભાવ ન આવ્યો, પણ પ્રશ્નાર્થ આવ્યો ! એ જોઈ પત્નીએ પૂછ્યું કે, તમને આમાં કશું દેખાય છે ? પહેલી નજરે તો પતિને એમાં કશું જોવા જેવું ન દેખાયું તેથી મૂંઝવણ અનુભવી ! - ત્યારે પત્ની ખિલખિલાટ હસીને કહે છે : - આ તો તમારા લાડલાના નાજુક-નાના દૂધિયા દાંતની પહેલી છાપ છે ! જુઓ ! એ જોઈને પતિના હૈયે હેત-પ્રીત ઊભરાયાં અને બંનેના મોં કમળ સમા ખીલી ઊઠ્યાં! સ્મિત પરાગથી ઘરનું વાતાવરણ મહેકી રહ્યું ! Page #156 -------------------------------------------------------------------------- ________________ સંવાદ Tollesin ગ્રન્થ ર ૧૫૫ www.jainelibrary 009/ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ વીર પ્રભુના જન્મશ્રવણની ખુશાલી : શ્રીફળની શેષ વરસ તો નહીં પણ કેટલાક મહિનાઓથી મનમાં એક વાત ઘોળાયા કરે છે. એનું હાર્દ જાણવા મળે નહીં ત્યાં સુધી મનની મૂંઝવણ દૂર નહીં થાય. છતે ગુરુએ મૂંઝાતા રહેવું એ પણ ઠીક નહીં તેથી આજે પૂછું છું. ક્ષમા કરજો. હે ગુરુ મહારાજ ! જોસણના દિવસોમાં લીલોતરી ખવાય નહીં એ બરાબર પણ મહાવીર ભગવાનનો જનમ વંચાય – મારા પ્રભુ જનમ્યા એ સાંભળું ત્યારે તેના હરખથી હૈયું ભરાઈ જાય અને તેની ખુશાલીમાં આ શ્રીફળ વધેરું તો પાપ લાગે? હમણાં જ થોડા દિવસો પહેલાં એક મુનિ મહાત્માએ પ્રવચનમાં આમ કહ્યું હતું. હવે તમે હાચું કહેજો. તમે ના કહેશો તો માંડી વાળીશું પુણ્ય કરતાં પાપ નથી કરવું. વળી હમણાં જ સાંભળ્યું કે પુણ્યનું પોષણ પાપનું શોષણ.” - એટલે સાચી વાત જાણવા મળે એ જ માર્ગો ઈરાદો છે. ઉત્તરઃ તમારી મૂંઝવણ સાચી છે. ઘણાના મનમાં આવું થાય પણ વરસના આઠ દિવસ જ અહીં આવનારા આવી તરખટમાં પડતા નથી. સુધર્માસ્વામીની પાટ પર બેસીને મુનિ મહારાજ જે કહે તે આપણાં ભગવાન બોલ્યા! -- એવી શ્રદ્ધા ધરાવનારને પણ આવું સાંભળે એટલે મનમાં પ્રશ્ન તો થાય જ. મારી સમજ પ્રમાણે જે રીતની વાત છે તે તમારી સમક્ષ મૂકું છું. એમાં ફેરફાર કે નવો પ્રશ્ન જાગે તો જણાવજો. વાત આમ છેઃ આ પ્રથા આજકાલની નથી. અઢીસો-ત્રણસો વર્ષ પહેજે થયા હશે. ચોક્કસ સંશોધન તો બાકી છે, આ તો હું બીતાં-બીતાં કહું છું. આ પ્રથાના મૂળ શોધવાનું કરીએ તો કદાચ જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજના સમય સુધી પહોંચી જઈએ. સુપનાના દર્શનની પ્રથા પણ એટલી જ જૂની હોઈ શકે. WWW.jainelibrary.org Page #158 -------------------------------------------------------------------------- ________________ પ્રસંગ તો શુભ મંગલ સમાચારની વધાઈ છે. એ હરખમાં શ્રીફળ વધેરવું, શેષ લેવી -- આ પ્રથા મૂળ આમ હોવી જોઈએ. પછી તેમાં ક્યાંક-ક્યાંક સાકર-પૌઆ અને એવું એવું ઉમેરાતું ચાલ્યું. આમે ય કોઈ પ્રણાલિકાને વરસો વીતે અને પ્રસાર પામે તેમાં ઉમેરો પણ થતો રહે; એમાં ઘસારો પણ લાગે. એદિવસોમાં સમસ્ત શ્રાવક-શ્રાવિકા સંઘના હૃદયમાં આનંદની, હરખની છોળો ઉછળતી હોય. શ્રી કલ્પસૂત્ર નિજ ગૃહે પધરાવી, રાત્રિ-જાગરણ રાખી ધૂપ-દીપની સુવાસ ફેલાવતા પવિત્ર વાતાવરણમાં સંગીતની સૂરાવલિઓ સાથે મંગલ ગીતો ભક્તિ પૂર્વક ગવાતા હોય તે દ્રશ્ય કેવું હૃદયંગમ લાગે ! આગમ ગ્રંથનું કેવું રૂડું બહુમાન થતું અનુભવાય! લોકો ગૌરવથી કહે “અમારે ઘેર શ્રી કલ્પસૂત્ર પધરાવવાનું છે!' –આવા પ્રસંગોનો અનુભવ થતો અને એ જીવનનું યાદગાર ભાથું બની રહેતું. શ્રી કલ્પસૂત્રના ચોથા વ્યાખ્યાનમાં કુલ જે સૂત્રો છે તેમાં ૬૯મું સૂત્ર ધ્યાનથી સાંભળવા જેવું છે. એમાં માતા ત્રિશલાને ચૌદ મહાસ્વપ્ન દેખાયાં તેનું વર્ણન છે. એ સ્વપ્નનાં ફળ જાણવા માટે સ્વપ્ન-લક્ષણ-પાઠકને તેડાવ્યા. તેમનો યોગ્ય આદર થયો. સત્કાર અને સન્માન કરીને યોગ્ય સ્થાને બેસાડ્યા. પછી સિદ્ધાર્થ મહારાજા તેઓની સામે પુષ્ટ પત્ત પરિપુOUT જે પુષ્પ-ફળથી ખોબો ભરીને બેઠાં. અહીં જે ફળ શબ્દ છે તે પરથી શ્રીફળ સમજાય છે. દેવ-ગુરુ અને નૈમિત્તિક પાસેથી ફળ મેળવવું છે માટે તેમને ફળ ધરવું. આ નીતિશાસ્ત્રના નિયમના અનુસાર ફળ રાખ્યું તેના અનુકરણ રૂપે આ પ્રથા આવી હોય તેમ લાગે છે. પહેલા-પહેલા ગ્રામના નગરશેઠ હાથમાં ફળ રાખી બેસતાં હોય. પછી વધતાં, નાતના શેઠ, પછી વહીવટદારો અને પછી ક્રમશઃ... શ્રવણ કરતાં હોય તે બધા જ આમ શ્રીફળ લઈને જન્મ-પ્રસંગનું વર્ણન સાંભળતાં હશે. વાત આમ બની હશે. પછી એ શ્રીફળ કાં તો પુરોહિત બ્રાહ્મણોને આપે અથવા તો જે કોઈ અજૈન સામે મળે તેને પ્રભુજીનો જનમ થયાની ખુશાલીની પ્રસાદી તરીકે વહેંચતા હશે. અજૈનો એ પ્રસાદી લઈને, જેનો કેવા સારા છે !” એવી અનુમોદના કરે. ૧પ૭. WWW.jainelibrary.org Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ આવા વાતાવરણમાં ક્યારેક, સાથે આવેલા નાનાં બાળકોએ બાળ-સહજ જીદ કરી હોય, ‘મને આપો, મને આપો.” અને..એમ બાળકોથી શેષ લેવાનું શરુ થયું હોઈ શકે જે ક્રમે-ક્રમે સહુએ અપનાવી હોય એમ બને. આ પ્રણાલિકા એકદમ બંધ કરવા જેવી નથી. અમે તો શ્રી સંઘમાં ચાલી આવતી કોઈ પણ પ્રથાનો નિષેધ નથી કરતાં. જેનો વિકલ્પ હોય તેનો જ વિરોધ કરીએ. હા! એ પ્રથામાં કાળક્રમે જે દૂષણ પેસી ગયા હોય તે અટકાવવા ભરપૂર પ્રયાસ કરીએ. વળી અમે તો ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની શીખ બરાબર ગાંઠે બાંધી છે જ. એ મૂળ પાઠ તમને જણાવું અને પછી તેનો સરળ અનુવાદ પણ રજુ કરું? ये तु गीतार्थाज्ञा निरपेक्षा, विध्यभिमानिनः, इदानींतन व्यवहारमुत्सृजन्ति, अन्यं च विशुद्धं व्यवहारं संपादयितुं न शक्नुवंति ते बीजमात्रमुच्छिन्दन्तो महादोषभाजो भवन्ति । विधिसंपादकानां विधिव्यवस्थापकानां च दर्शनमपि प्रत्यूह व्यूह विनाशमिति वयं वदामः॥ *" (જોrfહશિયા ગાથા ૧૩ ની વૃત્તિનો અંત ભાગ ) – અર્થ : જે વ્યક્તિ ગીતાર્થ પુરુષની આજ્ઞા પ્રત્યે બેદરકાર હોય અને વિધિ માટે આગ્રહી છીએ એવું અભિમાન ધારણ કરતાં હોય તેઓ વર્તમાનમાં પ્રવર્તમાન વ્યવહારને ત્યજે છે (ત્યજાવે છે) અને બીજા વિશુદ્ધ (દોષરહિત) વ્યવહારને સ્થાપિત કરવા માટે સમર્થ નથી તે બીજમાત્રનું ઉચ્છેદન કરનારા મોટા દોષના ભાગીદાર બને છે. (બાકી અમે તો) વિધિના સ્થાપનારાનું અને વિધિને વ્યવસ્થિત કરનારાનું દર્શન પણ મંગળને કરનારું, વિદનોના સમુહનો નાશ કરનારું છે. – એવું અમે કહીએ છીએ.” આમ, શ્રી સંઘમાં પ્રવર્તમાન જે કોઈ રીત-રિવાજ કે પ્રણાલિકા હોય તેના મૂળની વિચારણા કરવી. શ્રી સંઘના બુઝર્ગ માણસો સાથે ચર્ચા-વિચારણા કરવી. પછી તેમાં પેસી ગયેલા દૂષણ કેમ દૂર થાય તેની વ્યુહરચના વિચારવી. આ રીતે પ્રભુના શાસનમાં અવિધિ નિષેધ અને વિધિ-સ્થાપનનો માર્ગ છે એવું હું સમજ્યો છું. તમે અન્ય ગીતાર્થ મહાપુરુષોનો પણ સંપર્ક કરજો. – આશા છે કે તમારી મૂંઝવણ હળવી થઈ હશે. . Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંઘ સમક્ષ કેટલાક વિચારો શ્રી સંઘ પ્રત્યેના મમત્વના નાતે, તેની આબાદી ઝાંખી ન પડવી જોઈએ તેવું મનમાં રમ્યા કરે તેથી મિત્રો પાસે બળાપો કાઢું. એક દિવસ વંદન કરવા આવેલા બે-એક મિત્રો એકી સાથે પૂછવા માંડ્યા ! માનો કે તમારું મંતવ્ય માંગવામાં આવે અને જે માંગે તેનો તેઓ અમલ કરવા તત્પર હોય તો તમે કઈ કઈ વાતોને અગ્રતા ક્રમે કરવાનું કહો ? મને તો જાણે દોડવું હતું ને ઢાળ મળ્યો ! શ્રી સંઘ સમક્ષ થોડા વિચારો મૂકું છું. સજ્જનો તેને જુએ, વિચારે. ૧. વ્યાપારમાં ધર્મ લઈ જવો, પરંતુ ધર્મમાં વ્યાપાર ન કરવો. જેમ કે; સંઘજમણ થયું. છેલ્લે ૨૫ કીલો જેટલા લાડવા વધ્યા. વહીવટદારો તરત જ એનો ખર્ચ ગણી બોર્ડ પર લખાવી દેશે : કીલોનો ભાવ રૂ.૧૨૦, લાડવા જોઈએ તેઓએ લઈ જવા. બે કીલો લાડવા પોતાને ઘેર મોકલી દે. પૈસા ભરી દે. આ ધર્મમાં વ્યાપાર થયો. આ ન કરાય. પછી પ્રશ્ન થશે ઃ તો શું કરાય ? એ જ કરાય કે ઉપાશ્રય, દેરાસરની આજુબાજુ જે અજૈનોના ઘર કે દુકાન હોય તે બધાને ઘર દીઠ એક કે બે લાડુ ખેંચવા. ‘અમારા ભગવાનની પ્રસાદી છે.’ -એમ કહી તેઓને આપવા. આ કાર્ય કરવું બહુ જરૂરી છે. અજૈનોને જૈન સાધુ-સાધ્વીજી મહારાજ પ્રત્યે જે અણગમાનો ભાવ આવે છે તે નહીં આવે. જૈનો કેટલા સારા છે ! -તેવો ભાવ આવશે. વળી કોઈકવાર અજાણ્યા વિસ્તારમાં જતાં, સાધુ-સાધ્વીજી રસ્તો ભૂલ્યા હોય, તેમ માલુમ પડશે તો તેઓ રસ્તો બતાવવા આગળ આવશે. કહેશે, અમે દેરાસરની નજીક રહીએ છીએ. ચાલો હું તમને જ્યાં ૧૫૯ Page #161 -------------------------------------------------------------------------- ________________ - જવું છે ત્યાં લઈ જાઉ. આ લાભ છે. - ૧૬ 0 માત્ર પૈસા ઉપજાવવાનું ધ્યેય ધર્મમાં ન રાખવું ઘટે. માટે ધર્મમાં વ્યાપાર ન લાવવો પણ વ્યાપાર ચાલુ હોય તેમાં ધર્મ લાવવો. એનો પણ એક દાખલો જોઈએ. તમે કોઈ સાડી કે કાપડની ખરીદી કરવા ગયા છો. દુકાનદારને પ્રથમ કહો કે મને પહેલાં પાંચ મીટર મલમલનું કાપડ આપો. મારા પ્રભુજીના અંગલુછણા માટે જોઈએ છે. આને વ્યાપારમાં ધર્મ લાવ્યા કહેવાય. આની અસર પણ એ દુકાનદાર પર બહુ સારી પડે છે. એ પણ ધર્મ પ્રત્યે શ્રદ્ધાવાળો બને છે. ૨જ્યારે જ્યારે પ્રભુજીની રથયાત્રા હોય, જળયાત્રા હોય, ગુરુમહારાજનું સામૈયું હોય, ચૈત્ય પરિપાટી માટે ગુરુ મહારાજની સાથે જવાનું હોય, તેવે તેવે વખતે દેવાધિદેવ અને ગુરુમહારાજની સાથે જયારે શ્રાવક-શ્રાવિકાને ચાલવાનું હોય ત્યારે તેઓએ પગરખાં પહેર્યા વિના જ ચાલવું જોઈએ. વળી જ્યારે જ્યારે રથયાત્રા, જળયાત્રાના વરઘોડા હોય ત્યારે એ જે રસ્તેથી પસાર થવાના હોય તે રસ્તામાં જે જે અન્ય ધર્મસ્થાનક જેવા કે, રામજી મંદિર, મહાદેવ મંદિર, મેલડી માતાની દેરી, પીરની દરગાહ વગેરે આવે ત્યાં ત્યાં શ્રીફળ, ચૂંદડી, ચાદર વગેરે શ્રીસંઘ તરફથી ચઢાવવા જોઈએ. આ બધા ગામના ક્ષેત્રપાળ છે. તેઓનું માન સચવાય અને ખુશ રહે. પ્રયન્તામ્ પ્રયન્તામ્ ની આ વાત છે. ડ, ધર્મના ભોગે ધર્મ નહીં કરવાનો. શ્રીસંઘ જમણ હોય ત્યારે તે માટેની રસોઈ આગલી અડધી રાતે રસોઈઆઓ માંડે એ ઘણું અનુચિત છે. જરૂર પડે, સંખ્યા ઘણી હોય ત્યારે કોરડ રાખવું. અત્યારની ભાષામાં જેને અલ્પાહાર કહે છે તેમ, બેથી ત્રણ દ્રવ્યો હોય, દાળ-ભાત ન હોય. ચોમાસાના દિવસોમાં તો એ લાઈટોમાં જુદા, પતંગિયા વગેરેની વિરાધના બેસુમાર થાય છે. વળી વધારામાં ધર્મમાંથી જ જો જયણા બકાત હોય તો તે ધર્મ કહેવાય જ કેમ? WWW.jainelibrary.org Page #162 -------------------------------------------------------------------------- ________________ - 0• ઘર્મમાં વ્યાપારી મનોવૃત્તિ દાખલ થઈ, એટલે મંડળના વહીવટદારો રાત્રે ૧૨ વાગ્યે યાત્રા માટેની બસ ઉપાડે! એમ એ બીજા દિવસમાં ગણાય ને! વળી અમુક કિલોમિટર પૂરા કરવાના હોય તેથી ઘણી વાર રાત્રે દશ વાગે જ પાલિતાણામાં યાત્રિકોને ઉતારે. આ યાત્રીઓ ધર્મશાળામાં જતાં પહેલાં જ બહાર લારીએ વીંટળાઈ વળે. કાંઈ ને કાંઈ ખાય આવ્યા છે તીર્થની યાત્રા કરવા માટે અને ત્યાં રાત્રિભોજન કરે તો તેને યાત્રા કેમ કહેવાય? એ તો પિકનીક-પ્રવાસ થયો. તીર્થોની યાત્રા તો તમને અને મનને પવિત્ર કરવા માટે, અંતરના પાપ ધોવા માટે કરવાની છે. એ આશય તો નંદવાઈ જ ગયો! એટલે, ઓછા તીર્થની સ્પર્શના કરવી અને તે પણ દિવસ છતાં જ કરવી. તે તે સ્થળોના પ્રભુજીના દર્શન “આંખ બંધ કરીએ તો પણ દેખાય એ રીતે કરવા! ૫. વિરતિવંતને વન્દના કરવાનું વિધાન મહત્ત્વનું છે. વન્દના કરવાથી સામેની વ્યક્તિમાં જે ગુણસંપદા છે તેનો વિનિયોગ આપણામાં થાય છે. જ્યારે કોઈ પચ્ચકખાણ કરવાના હોય ત્યારે અવશ્ય ગુરુને વન્દના કરીને પચ્ચખાણ કરવું જોઈએ. એ સામાચારી વ્યવસ્થા છે. વળી જેમને વન્દના કરવાની હોય તે વ્યક્તિ આસન પર વિરાજમાન હોય, સન્મુખ હોય, પ્રસન્ન હોય ત્યારે રજા/આજ્ઞા લઈને વન્દના કરવાની હોય છે. હવે સમજાશે કે રસ્તા વચ્ચે ઉભાં ઉભા આયંબિલ વગેરેના પચ્ચકખાણની માંગણી તે અવિનય ઠરે છે. એ જ રીતે ગુરુમહારાજને ઉભા રાખી, ચોખાની ગહુલી કાઢી વન્દના કરવી તે અવિનય છે. પ્રભુજીના વરઘોડામાં પણ આવો આગ્રહ રાખવામાં આવે છે એ અવિનય છે. સામૈયામાં રસ્તા વચ્ચે ઉભા રાખીને ગહેલી કાઢવા પૂર્વક ગુરુમહારાજને વન્દના કરવાની વાત પણ અહેતુના ઘર્મને અનુરૂપ નથી જણાતી. એ કરતાં તો હાથમાં અક્ષત લઈને, બે હાથે વધાવતાં વધાવતાં સૌમ્ય મુદિત સ્વરે પધારો, પધારો. મત્થણ વન્દામિ, સુખશાતામાં છો !” એમ ઉચ્ચારવું વધારે સંગત જણાય છે. અન્યથા, રસ્તા વચ્ચે ઉભા રાખી અશાતા ઉપજાવી શાતા પૂછવા જેવું થશે! આધાર ગ્રંથ રૂપે ગુરુવન્દનભાષ્ય છે જ. ૧૬૧ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ૪પ્રભુનો ધર્મ સર્વના ઉત્થાન માટેનો છે. તે ધર્મની કોઈ પ્રવૃત્તિ અન્યને ધર્મ પ્રત્યે અપ્રીતિનું કારણ ન બનવી જોઈએ. આ કાળમાં તો દેરાસરમાં ક્યારેક રાત્રે ભાવનામાં અને દિવસે પૂજનમાં માઈક દ્વારા આજુબાજુના પરિસરમાં અવાજનું ભારે પ્રદૂષણ ફેલાય છે. ઘરડાઓને નિંદરમાં વિક્ષેપ પડે, ત્રાસ થાય; ભણતાં વિદ્યાર્થીઓને પણ અભ્યાસમાં ખલેલ પડે. તેથી અજૈનો અને હવે તો આધુનિક જૈનો પણ મનમાં કચવાય છે, અપ્રીતિ ઘારે છે. ક્યારેક આવા પ્રશ્ન બોલાચાલી થાય છે અને ઝગડાના રૂપ સુધી પહોંચે છે. આવા અનુભવો બધાને થાય છે. મને તો ડર છે કે અપ્રીતિ ઘટ્ટ થતાં દુર્લભબોધિપણામાં જ નિમિત્ત બની જાય છે. તેથી દેરાસરમાં માઈક જ નહિં તેવું કરવામાં આવે તો, લોકો, સંગીતકારો અને વિધિકારો સમજીને જ આવે. ઉપાશ્રયની બાબતમાં તો અમદાવાદ જેવા શહેરમાં, આજુબાજુમાં વસતા જૈન સુદ્ધાં, એવી જાતનો પ્રબળ અને પ્રગટ વિરોધ કરતા હોય છે ત્યારે મનમાં એમ થાય કે આ જીવો બોધિદુર્લભ તો નહીં બની જાય ને! આવી આશંકા જાગે તેવા સંજોગોમાં ધર્મીજીવોની જવાબદારી વધી જાય છે. તેવા સંયોગોમાં આપણે બોલવામાં ઘણો સંયમ કેળવવો જરૂરી છે. જો ધર્મ પ્રત્યે અપ્રીતિ થાય તો એ આગળ વધીને ધર્મ પ્રત્યે અપ્રીતિ કરાવે જ. એવું બને ત્યારે જીવ હારી જાય. પ્રભુ મહાવીર મહારાજાએ કહ્યું હતું કે, પ્રતિમાદેવા ન વર્તવ્ય દેરાસરમાંથી માઈક, લાઈટ નીકળે અને સંયમીઓનો વ્યવહાર ઔચિત્યપૂર્ણ બને તો આ પ્રશ્ન ઉકેલી શકાય. છે. સિદ્ધચક્રપૂજનની વિધિમાં લખ્યું છે કે જેને પૂજન ભણાવવાનું હોય, જે પૂજનમાં બેસનારા હોય તે બધાં - કુલ ચાર જણાં - માંડલામાં એક, યંત્ર ઉપર બે અને વિધિકારક એમ ચાર જણાએ ખીરના ત્રણ એકાસણા કરવા પૂર્વક આ પૂજન ભણાવવું. આ વાત અત્યારના ભણાવાતાં તમામ પૂજનો માટે પણ વિચારી શકાય. તે તે પૂજન ભણાવવાથી નીપજતાં ફળને મેળવવું હોય તો, આ વિધિ મહત્તમ અંશે જરૂરી ગણાવી જોઈએ. ૮પૂજન, શાંતિસ્નાત્ર, અષ્ટોત્તરી સ્નાત્ર વગેરે ભણાવાયા પછી તેના શાંતિ જળની ગામ ફરતે ધારાવાડી દેવાની પ્રથામાં સુધારો કરવો જરૂરી છે. દિવસ છતાં છતાં જ તેના લાભ લેનારાએ એ સ્નાત્રનું Page #164 -------------------------------------------------------------------------- ________________ શાંતિજળ બહુમાનપૂર્વક સાથે રાખીને ગામ ફરતી તેની ધારા કરવી જોઈએ. શ્રીસંઘે આ વિધાનને પ્રતિષ્ઠા આપવી જરૂરી છે. ૯. આજકાલ પર્વાધિરાજ પર્યુષણમાં કાંઈ ને કાંઈ તપસ્યા કરવાનું ચાલે છે. શહેરમાં તો આવા તપ ઘણી મોટી સંખ્યામાં થાય છે. આ બધું સારું છે. તપોધર્મનો પ્રસાર એ આનંદની ઘટના છે. હવે તેમાં એક ડગલું આગળ વધવાનું છે. અઠ્ઠાઈ વગેરે જે તપસ્યા થાય તે પછી, જેટલા દિવસનું એ તપ થયું હોય તેટલા દિવસ તેઓ રાત્રિભોજનનો ત્યાગ કરે એમ થવું જોઈએ. અન્યથા, સિદ્ધિતપના પારણાં પછીના દિવસે તપસ્વીને રાત્રે શાતા પૂછવા આવનારને, એ જ તપસ્વી રાત્રે જમતાં જોવા મળે છે જે તપસ્વીને શોભતું નથી. માટે તપ પૂરું થાય ત્યારે તપના જેટલા દિવસો તેટલા દિવસ તો ઓછામાં ઓછું રાત્રિભોજન ત્યજવું જોઈએ. O, પ્રભુજીને દેવાધિદેવને વીતરાગ પરમાત્માને જે લોકો રૂની, રંગબેરંગી ઊનની, સુતરના રંગીન દોરાની, મૂલ્યહીન પ્લાસ્ટીકના ઈમિટેશન નંગની અંગરચના કરે છે તે અથવા એવી કરેલી આંગી જોવા મળે છે ત્યારે અનુપમ ઐશ્વર્યથી શોભતા પ્રભુને આવી તુચ્છ વસ્તુઓ શા માટે ચઢાવતા હશે, શું જરૂર છે એવા એવા પ્રશ્નો મનને ડહોળે છે. અલંકાર રહિત પ્રભુજી સ્વયં પણ સુશોભિત અને મનોહારી લાગે છે. કરવી જ હોય તો પાર્થિવ જગતની મૂલ્યવાન ચીજોથી શણગારો, કાં તો માત્ર વિવિધરંગી પુષ્પોથી પ્રભુજીને વિભૂષિત કરો; સાચા હીરા-માણેક-મોતીથી સોનેરી વરખથી અંગરચના કરો. પરંતુ હલકી નિર્માલ્ય ચીજનો તો પ્રભુને સ્પર્શ પણ નિષિદ્ધ ગણવો જોઈએ. મારાં મનના થોડા વિચારો અહીં જણાવ્યા. રુચે તો આના ઉપર સુજ્ઞ વ્યક્તિઓ વિચાર કરે. આમાં ક્ષતિ હોય તો ધ્યાન દોરે એવી વિનંતિ છે. આવા બીજા વિચારોનાં મંથન પણ થયા કરે છે. અન્ય અવસરે એ શોભશે. હાલ આટલા વિચારો શ્રીસંઘ સમક્ષ મૂક્યા છે. . ૧૬૩. Page #165 -------------------------------------------------------------------------- ________________ }}} || # or fo@b એક પત્ર મહેસાણા પાઠશાળાના શિક્ષકો અધ્યાપક બંધુઓ ! સ્નેહભીનાં ધર્મલાભ મારે તો આજે પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજનો એક મેસેજ કન્વે કરવાનો --સંદેશ પહોંચાડવાનો છે. તમે અધ્યયન અને અધ્યાપનનું એક સુંદર કામ કરી રહ્યા છો. વિદ્યાને વરેલી સંસ્થા તમારી ઓળખ બની ગઈ છે. ખરેખર ! તમે ભાગ્યવાન છો કે નાની વયમાં તમને પ્રભુ મહાવીરે પ્રબોધેલા શાસ્ત્ર વચનો ભણવા અને અન્યને ભણાવવાનો જે ભવદુઃખ નાશક મોકો મળ્યો છે તે તમારી જાતને ધન્યતાનું બિરુદ અપાવે છે. તમે જે પ્રારંભિક ધોરણે પંચપ્રતિક્રમણ અર્થ સાથે તથા ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ તથા ક્ષેત્રસમાસ અને સંગ્રહણી આટલું ધાર્મિક ભણ્યા બાદ સંસ્કૃતભાષાના ગ્રંથોમાં પ્રવેશ સુગમતાથી થાય તે માટે સંસ્કૃત પાઠ્યપુસ્તક (ભાંડારકર અથવા પંડિત શિવલાલભાઈની) જો ક્ષયોપશમ હોય અને વીર્યોલ્લાસ સાથ-સહકાર આપે તો છ હજારી સિદ્ધ હેમ વ્યાકરણ પણ કર્યું અને વાંચનમાં પણ ચરિત્રોથી શુભ શરુઆત કરી હશે. ઉપાધ્યાયજી મહારાજનો સંદેશો એ છે કે તમારી બુદ્ધિને સાર્થક કરવી હોય તો તમે ‘સાત નય, સપ્તભંગી, ચાર નિક્ષેપ અને ચાર પ્રમાણ’ આ બધા સ્યાદ્વાદ શૈલીના વિષયોને આત્મસાત્ કરવા પ્રયત્ન કરજો અને તે માટે ઉપાધ્યાયજી મહારાજના જ ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ’થી શરુ કરી ‘નયોપવેશ, નયરહસ્ય, જ્ઞાનબિંદુ' વગેરે ગ્રન્થો ભણતાં ભણતાં કદાચ પ્રજ્ઞામાં એ ગ્રન્થગત ભાવો સારી રીતે પ્રતિબિંબિત ન થતા હોય તો શ્રી નવિનય વિનુષ યસેવા શ્રી યશોવિનયાય નમઃ। આ પદની માળા ગણીને ગ્રન્થ સમજવા પ્રયત્ન કરશો તો કઠિનમાં કઠિન જણાતો એ પદાર્થ તરત સમજાઈ જશે. આ વાત ખાત્રીવાળી છે. આના એકથી વધુ પુરાવા છે. ખુદ પોતે એક સ્થાને લખે છે : નો જોડું મનિરપેક્ષ થોડે પળ ક્ષયોપશમે વર્તે મહાશાસ્ત્રનો અભ્યાસ નવા ચાહે તેદને મેં તર્કસિદ્ધાંતશાસ્ત્રરો વાન ઘાં, તિળયુ મારે હ્રાન્ત સ્નેહ્ન છે તે પ્રીછનો। (જેસલમેરના શ્રાવકો ઉપરના વલસાડ ચૈત્ર સુદ ૫ - શુક્ર Page #166 -------------------------------------------------------------------------- ________________ પત્રમાંથી.) અને આજે પણ કોઈ તેના પ્રત્યે બહુમાનભરી પ્રાર્થના કરે છે તો તે વ્યક્તિનો ક્ષયોપશમ ખીલે છે. આવો રોમાંચભર્યો અનુભવ લખવા મન થાય છે. જ્યારે ઉપાધ્યાયજી મહારાજને ત્રણસો વર્ષ પૂર્ણ થયા હતા (વિ.સં. ૨૦૪૩) ત્યારે મેં ડભોઈના સમાધિસ્થળે લાગલાગટ પચીસ યાત્રા કરી હતી. ચૈત્રી ઓળીના દિવસોમાં અમે ડભોઈ પહોંચ્યા હતા અને અખાત્રીજે સાંજે ત્યાંથી વિહાર કર્યો હતો. ચૈત્રીપૂનમની અને અખાત્રીજની બે-બે યાત્રા કરી હતી. આ ભાવભરી યાત્રાના ફળસ્વરૂપે કવિત્વશક્તિની ભેટ મળી. એક જ દિવસમાં પ્રકૃતભાષામાં ત્રેવીસ ગાથા રચી હતી. આજનું વિજ્ઞાન તેને ટ્રાંસમિશન કહે છે. તેમને ઊંડા અભ્યાસની પ્રીતિ હતી આપણે ત્યાં જે ત્રણ પ્રકારના જ્ઞાનની વાત આવે છે તેનો ખ્યાલ હશે. શ્રી હરિભદ્રસૂરિ મહારાજ રચિત ષોડશક પ્રકરણમાં આવે છે, વળી યો શતવૃત્તિ માં પણ આવે છે, તે શ્રુત, ચિંતા અને ભાવના જ્ઞાન ઉપર ઉપાધ્યાયજી મહારાજે નિજ-ચિંતનના બળે તેના ફળ સુધી દષ્ટિ લંબાવી. આ બધું ક્રમ ૧. ૨. ૩. નામ શ્રુત જ્ઞાન ચિંતા જ્ઞાન ભાવના જ્ઞાન ઉપમા પાણી જેવું દૂધ જેવું અમૃત જેવું ફળ વાદવિવાદ-મતાવેશ માધ્યસ્થ સર્વત્ર હિતદર્શન શ્રુતજ્ઞાનથી વિવાદ થાય અને મતાવેશ પણ થાય. આ વાત તેમણે સ્વરચિત સ્ત્વતતા ગ્રંથના નવમા સ્તવળ માં કહી છે. વળી અધ્યાત્મોપનિષત્ પ્રન્થ માં પણ કહી છે. શ્રુત જ્ઞાન એટલે માત્ર ગાથા ગોખવી - કર્મની પ્રકૃતિઓ ગણવી. જેને આપણે ત્યાં સૂત્રવાચના કહેવામાં આવે છે તે. માત્ર એ રીતે જો ભણે તો અહંકાર પુષ્ટ થાય. તેથી માત્ર શ્રુતમાં અટકવું નહીં. એઓ તો ચિંતાજ્ઞાનમાં અટક્યા વિના ભાવનાજ્ઞાનમાં જ ઠરવાનું કહે છે. તેઓશ્રીને શ્રુતજ્ઞાનમાં અટકવું પસંદ નથી જ નથી પણ Nollseth ગ્રન્થ ર ૧૬૫ WIESEL CON www.jainelib/ary.org Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ચિંતાજ્ઞાનથી આગળ જવાનું કહે છે. કારણકે શ્રુતજ્ઞાન પાણી જેવું છે જે તૃષા - તરસ છીપાવે. પાણી પીવાથી પીનારની તરસ છીપે. ચિંતાજ્ઞાનને દૂધ જેવું કહ્યું છે. દૂધથી ક્ષુધા - ભૂખ શમે છે. દૂધ પૂર્ણ આહાર ગણાય છે. જ્યારે અમૃત તો મૃત્યુને તરી જવામાં સહાયક છે. આ ત્રણે જ્ઞાનને ઉત્તરોત્તર ઉત્તમ રીડે સમજવા માટે આ પાણી-દૂધ-અમૃતની ઉપમા ખૂબ જ સમજ ભરેલી છે. તેઓના પ્રસિદ્ધ ગ્રન્થ જ્ઞાનસાર ઉપરના સ્વોપજ્ઞ બાલાવબોધમાં એક સ્થાને લખે છે એ શ્લોક તો આપણા સંઘમાં ખૂબ જાણીતો છે. તેના નિષ્કર્ષમાં આ શબ્દો છે निर्वाणपदमप्येकं भाव्यते यन्मुहुर्मुहुः । तदेव ज्ञानमुत्कृष्टं निर्बन्धो नास्ति भूयसा ॥ ५-२ ॥ ज्ञानाष्टकम् મૂળ શ્લોકનો અર્થ તો બરાબર કર્યો છે પછી છેલ્લે એક જ લીટી મહત્ત્વની લખી છે. તે જોઈએ ઃ भावनाज्ञानई थोडुइ घणुं, ते विना घणुं ते शुकपाठ । ભાવનાજ્ઞાન ઘણી મહત્ત્વની અભ્યાસ પદ્ધતિ છે. તેમાં શબ્દ પછી તેના અર્થનો બોધ પછી તાત્પર્ય - જે અનુપ્રેક્ષાથી પ્રાપ્ત થાય છે તે પૂર્વકનું જ્ઞાન ભલે થોડું હોય તો પણ લાભ કરે. ઉપવેશ પવૃત્તિ માં એક અગત્યની પંક્તિ છે : सम्यग् भावनाज्ञानाधिगतानां भावतोऽधिगमत्वसंभवात् । उपदेशपदवृत्ति : गाथा - १६५ જ્યારે ભાવના વડે ભણવામાં આવે તો સમ્યગ્દર્શન પ્રાપ્તિના જે બે પ્રકાર છે ઃ નિસર્ગ અને અધિગમ - તેમાં દ્રવ્ય અધિગમ અને ભાવ અધિગમ. તેમાં ભાવ અધિગમની પ્રાપ્તિ આ ભાવનાજ્ઞાન દ્વારા પ્રાપ્ત થાય છે. માત્ર શ્રુતજ્ઞાન માટે જેમ અહીં શુકપાઠ શબ્દ છે તેવો જ શબ્દ શ્રીપાળ રાસ ખંડઃ ૪ - ઢાળઃ ૧૩માં સાતમી કડીમાં મૂક્યો છે ઃ ગ્રન્થજ્ઞાન અનુભવ વિણ તેહવું શુક જિસ્યો શ્રુતપાઠો - ૭ આમ તો શ્રુતમાંથી ચિંતામાં થઈને ભાવનાજ્ઞાનમાં જવાનું અઘરું નથી પણ લક્ષમાં રાખીને ઉદ્યમ કરવામાં આવે લક્ષ્ય સુધી પહોંચાય છે. માત્ર એ દષ્ટિએ વાંચવા - ભણવાનું થાય તો ફળ મળે. જેમ કે તમારા બધામાં ત્રિષષ્ટિ૦ ના દસમાં પર્વનું પઠન - પાઠન થતું જ રહે છે. તેમાં ચંદનબાળાજીનો == Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્રસંગ આવે છે. શ્રી સંઘમાં આ કથા પ્રસંગ ખૂબ જાણીતો છે. તમે બધાએ એકથી વધારે વાર વાંચ્યો અને વંચાવ્યો હશે. તેની વાત ભાવનાજ્ઞાનનાં સંદર્ભમાં જોઈએ. ત્રિષષ્ટિ૦ પર્વઃ ૧૦ - શ્લોકાંકઃ૫૬૦ થી આગળ વાત ચાલે છે. ત્યાં ત્રણ મુદ્દા ધ્યાનથી જોવા જેવા છે. હું મૂળ શ્લોક ઉતારું છું. પછી તેનું તારણ વિચારીએ. तत्रच क्षुत्पिपासातदवस्पृष्टां लतामिव । निगडै र्यन्त्रितामंहूयो नवात्तां करिणीमिव ॥ ॥ ५६५ ॥ परिमुण्डितमुण्डां च भिक्षुकीमिव चन्दनाम् । अश्रुपूरितनेत्राब्जा मीक्षाञ्चक्रे धनवाहः ॥ ॥ ५६६ ॥ युग्मम् षष्ठस्य पारणायामीति कुल्माषाः सन्ति संप्रति । यद्यायात्यतिथिस्तस्मै दत्वा भुजेऽन्यथा न हि ॥ ॥ ५७२ ॥ द्रव्यादिभेदसंशुद्धं ज्ञात्वा पूर्णमभिग्रहम् । तस्यै कुल्माषभिक्षायै स्वामी प्रासारयत् करम् ॥ ॥ ५७८ ॥ અહીં ત્રણ મુદ્દા ભાવનાજ્ઞાનથી આપણે વિચારવાના છે. ૧. પ્રભુ પધાર્યા ત્યારે ચંદનાની આંખમાં આંસુ હતા જ. ૨. ચંદનબાળાને છઠ્ઠ જ થયો છે. ત્રીજે દિવસે તો અડદના બાકળા પ્રભુને વ્હોરાવ્યા છે. પારણું કર્યું છે. ૩. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ એમ ચારે પ્રકારના અભિગ્રહ પૂર્ણ થયા છે તે જાણીને અડદના બાકળા વ્હોરવા પ્રભુએ હાથ પ્રસાર્યો. હવે સાદી રીતે તો આ શ્લોકો વાંચ્યા પછી, અર્થ કર્યા જ હશે. પણ વર્તમાનમાં જે પ્રચલિત માન્યતા પ્રવર્તે છે તેમાં આ કલિકાલ સર્વજ્ઞ શું લખે છે તે આપણે જોવાનું છે. પ્રચલિત માન્યતા આ છે ઃ ૧. પ્રભુ મહાવીર પધાર્યા અને ચંદનાની આંખમાં આંસુ ન દીઠાં તેથી પાછા ફર્યા. જ્યારે આમાં એવી કોઈ વાત જ નથી. બલ્કે અહીં તો અક્ષુવૃતિનેત્રજ્ઞા એવું સ્પષ્ટ લખેલું છે. શાળા ગ્રન્થ ૨ ૧૬૭ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ૨. અત્યારે શ્રી સંઘમાં ચંદનબાળાએ અઠ્ઠમ કર્યો હતો એમ પ્રચલિત છે. જ્યારે આમાં છઠ્ઠની વાત છે. અઠ્ઠમની વાતને કેટલું વજન આપવું તે વિચારવા જોગ છે. ૩. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ એમ બધા જ અભિગ્રહ પૂર્ણ થયા છે. પાછા જવાનું બનતું જ નથી. આ રીતે ઉહાપોહપૂર્વક વાચન થાય તો વધુ લાભ થાય. શ્રમણ મહાવીરને પાંચ માસ અને પચીસ દિવસ થયા એટલે માગસર વદિ એકમના દિવસે અભિગ્રહ શરુ થયો અને જેઠ સુદિ દસમના દિવસે અભિગ્રહ પૂર્ણ થયો છે. આ રીતે એક અન્ય પ્રસંગ પણ ત્રિષષ્ટિના પહેલા પર્વમાં ધ્યાનથી વાંચવા જોગ છે. જો કે તમે તે શ્રુતની સપાટીથી વાંચ્યો હશે. હવે તેને ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાનની ભૂમિકાથી વાંચજો. મૂળ શ્લોક આ પ્રમાણે છે: स्वामिदर्शनहृष्टानां स्वेडानादो दिवौकसाम्। स्तनितं स्तनयित्नूनामिवैष श्रूयते दिवि॥ ॥ ५२५॥ शृण्वत्यास्तत् देव्या मरुदेव्या व्यलीयत। आनन्दाश्रुपयः पूरैः पङकवत् नीलिका इशोः॥ ॥ ५२७॥ साऽपश्यत् तीर्थकृतल्लक्ष्मीं सूनोरतिशयान्विताम्। तस्यास्तद् दर्शनानन्दात् तन्मयत्वमजायत॥ ॥५२८॥ साऽऽरुह्य क्षपकश्रेणिमपूर्वकरणक्रमात्। क्षीणाष्टकर्मा युगपत् केवलज्ञानमासदत्॥ ॥५२९॥ આ શ્લોકોને ધ્યાનથી જો વાંચશો, શ્રુતજ્ઞાનથી ઉપર ઊઠીને ચિંતાજ્ઞાન સુધી અને પછી ભાવનાજ્ઞાન સુધી પહોંચીને વિચારશો તો વર્તમાનમાં પ્રચલિત માન્યતા છે કે જે સ્તવનો જે સઝાયોમાં વર્ણવી છે તે વર્ણનને આની સાથે કોઈ સંબંધ છે? આપણે ત્યાં મરુદેવા માતાને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે તેની પૂર્વભૂમિકામાં માતા પુત્રના સંબંધ, માતાની પુત્ર તરફની અપેક્ષા વગેરે સાવ લૌકિક પ્રત્યાઘાતવાળી વાત કરવામાં આવે છે જ્યારે ત્રિષષ્ટિગત વાત લોકોત્તર સંસ્પર્શવાળી છે. એટલે આપણે આ ત્રિષષ્ટિના જોરે પ્રચલિત માન્યતાને પાયા વિનાની ઠેરવી શકીએ. આ મજબૂત પ્રમાણ આપણી પાસે છે જ. WWW.jainelibrary.org Page #170 -------------------------------------------------------------------------- ________________ ચિંતાજ્ઞાન નય પ્રેરિત છે. જ્યારે ભાવનાજ્ઞાન વડે પોતાના આત્માને આ દષ્ટાંત વડે કાંઈ બોધ લેવાનો હોય તો તરત લેવાવો જોઈએ. જેમ કે મરુદેવા માતાને આદીશ્વર પ્રભુના પ્રથમ દર્શને દર્શનાનન્ધયોગ સધાયો. તે રીતે આપણે જ્યારે પ્રભુના દર્શન કરીએ છીએ ત્યારે આપણા ચિત્તમાં એવો આનદયોગ ઉપજે છે! વર્તમાનમાં પ્રચલિત અનિત્યભાવનાવાળી વાતમાં વિવાદ નથી કરવી. આપણો મત સાચો અને આ જૂનો મત ખોટો એવો મતાવેશ પણ નથી કરવો. આપણે તો આપણી ખોજ કરવી છે. જો એ અનિત્યભાવનાના એંગલથી વિચારવામાં કોઈક નક્કર બોધ મળવાનો હોય તો એ રીતે વિચારવાનું હિતકારક ગણાય. આ થઈ નય પ્રેરિત વિચારણા જેને ચિંતાજ્ઞાન ગણી શકાય. ષોડશકમાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજે શ્રુતજ્ઞાનને પાણી જેવું કહ્યું છે તે વાત પણ સમજાય છે. આપણે જ વિચારવાની પ્રક્રિયાથી પાણીથી અમૃત સુધી પહોંચવાનું છે. લક્ષ્ય અમૃતનું રાખવાનું છે. તૃષાનિવૃત્તિ- સુધાનિવૃત્તિ અને મૃત્યુનિવૃત્તિ સાધવાની છે. કથાની રીતે કથા જોઈએ તો તે સુક્યરસને પોષનારી કથા જ છે. પણ જ્યારે તેનો યોગ આપણા જીવન સાથે કરીએ ત્યારે તે કથાનુયોગ બને છે. અહંતુ શાસનને તે અનુયોગ ઈષ્ટ છે. થોડામાં ઘણું માનજો અને પ્રત્યેક અક્ષરને ભાવનાજ્ઞાન સુધી પહોંચાડવા પ્રયત્ન કરજો. તમારા બધાની અંતરંગ યોગ્યતા જાણીને કરુણા દષ્ટિથી એમ થયું કે ઉપાધ્યાયજી મહારાજ જેમ આવા વિદ્યાપ્રેમી પ્રત્યે સ્નેહ રાખે છે તો આપણે પણ રાખવો જોઈએ તેથી પ્રેરિત થઈ આ શ્રુત-ચિંતા અને ભાવનાની વાત તમને જણાવી છે. આપણને જ્ઞાનનો ખપ છે. જ્ઞાન એ અજવાળું છે. અજ્ઞાન અંધારું છે. અંધારા માટે સંસ્કૃતમાં તમ છે. તમે માંથી ઉગરીને જ્યોતિ માં જવું છે. પ્રભુની કૃપા થાય તો અંધારામાંથી અજવાળામાં જવાનું અને આપણાં જીવનમાં જ્યોતિ પથરાય તે માટે આપણી મહેનત છે. અમે મુંબઈ તરફના વિહારમાં છીએ. જો અનુકૂળતા હોય અને પ્રતિભાવ જણાવવાની ઇચ્છા થાય તો આ પાઠશાળાના સરનામે પત્ર મોકલજો. અમને મળી જશે. પ્રભુનું શાસન - પ્રભુનો ધર્મ અને પ્રભુનો સંઘ મળ્યાના આનંદથી મનને ભીનું ભીનું રાખજો. -- એ જ ૧૬૯ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧છo વિનય વડો સંસારમાં.. હમણાં અમારા સંઘમાં એક નવા ઉપાશ્રયનું નિર્માણ થયું. તે આરાધના કરવા/કરાવવા માટે ખુલ્લુ મૂકવાનું હતું અહીં ઉપાશ્રયમાં બિરાજમાન પૂજ્ય આચાર્ય મહારાજને વિનંતિ કરી હતી. તેઓશ્રી પધાર્યા હતા. સાધ્વીજી મહારાજ પણ મોટી સંખ્યામાં વિરાજિત હતાં. ઉપાશ્રય જાહેરમાર્ગના કિનારે હતો તેથી એક નેતા જે ગાંધીનગરથી અહીંના રસ્તે પસાર થતા હતા તેમણે એક સાથે ઘણા બધા વાહન જોયાં, તોરણથી શણગારાયેલ રસ્તાઓ જોયા. સાથેના કાર્યકર્તાને જણાવ્યું કે જેનોનો પ્રસંગ છે, ઊભા ઊભા જઈ આવીએ. તેઓ આવ્યા. એમને જોઈ આપણા ભાઈઓ તો ગાંડાઘેલા થઈ ગયા! આવનાર, શિષ્ટચાર મુજબ પૂજ્ય મહારાજ સાહેબને વંદના કરી ન કરી ત્યાં તો તેઓશ્રીનું સન્માન-બહુમાન કરવા, શાલ-શ્રીફળ અને હાર પહેરાવવા માટે સંઘના અગ્રણીઓ વચ્ચે હુંસાતુંસી થઈ ! જેવી એ સાલ વિધિ થઈ કે તરત જ આવનાર નેતા ચાલી ગયા. ગુરુ મહારાજ પાટ પર બેઠા જ રહ્યા. તેઓશ્રી વાસક્ષેપ હાથમાં લઈને બેઠા હતા. રાત્રે બીજો પ્રસંગ બન્યો. સ્ટેડિયમમાં શ્રી શ્રી રવિશંકરની ઉપસ્થિતિમાં પ્રસંગ હતો. તેઓના અનુયાયીઓ સારી સંખ્યામાં હાજર હતા. સ્ટેડિયમ ચિક્કાર ભરેલું હતું. સવાર જેવું જ અહીં બન્યું. અહીં નેતા નરેન્દ્ર મોદીની હાજરી હતી. તેઓ આવે છે તે જાણ્યા પછી ત્રણ-ચાર કાર્યકર્તાઓ તેમને લેવા ગયા. તેમણે આવીને શ્રી શ્રી રવિશંકરજીને પ્રણામ કર્યા. કાર્યકર્તાઓએ મોટો જાડો પુષ્પહાર આપ્યો અને નરેન્દ્ર મોદીએ શ્રી શ્રી રવિશંકરજીને પહેરાવ્યો. તે પછી શ્રી મોદીને અન્ય મીટિંગ હોવાથી રવાના થયા. આ બધું જોઈને મારા મનમાં અવઢવ થઈ છે. આમ કેમ ! મનને શાંતિ વળે તેવું આશ્વાસન ફરમાવજો. Page #172 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર : વાત તમારી સાચી છે. આવું જોઈને સમજુ અને વિવેકી ધર્મરાગીને દુઃખ થાય. તેનું ચિત્ત અવઢવમાં પડી જાય. મને પણ આવું અજુગતું જોઈ ઘણા વિચાર આવે છે પણ આપણે સાંભળે કોણ? વાત વિચારવા જેવી તો છે જ. લોકોત્તર ઉપર લૌકિકતાનું આ આક્રમણ છે. લોકોત્તરતા પરાજય પામે છે અને લૌકિકતા સર્વત્ર છવાઈ જાય છે. - વિરતિવંતની હાજરીમાં અવિરતિવંતનું સન્માન કેટલે અંશે વ્યાજબી ગણાય! તમને ખબર હશે, આપણે ત્યાં દીક્ષાર્થીનું બહુમાન કરવા, તેનો મેળાવડો રાત્રે રાખવાનો રિવાજ હતો. વળી દીક્ષાર્થીનો વરસીદાનનો વરઘોડો ફરે તેમાં સાધુ-સાધ્વીજી મહારાજ ન જાય, ન'તા જતાં. પરંતુ દીક્ષાર્થીના પરિવારનો ઘેલછાભર્યો આગ્રહ થયો. સાધુ ભગવંતોએ કહ્યું માત્ર દીક્ષાર્થી અને અમે. એમ અમારાથી ન અવાય. પ્રભુજી હોય તો જ અવાય. એમ છે ! તો ચાલો પ્રભુજીનો રથ સાથે લાવીએ તો આવશો ને! હા, આમ એ વરઘોડામાં મર્યાદાને બાજુ પર મૂકીને એ પ્રવૃત્તિ સરેઆમ ચાલે છે. દીક્ષાર્થી ત્યાગના પંથે જઈ રહ્યા છે તેથી બધું દાન કરે છે તેમાં સાધુ મહારાજની હાજરીની જરૂર ક્યાં રહી? આમ બધું ચાલ્યું. અરે ! પરમાત્માની હાજરીમાં વિરતિવંતને વંદના કરવાની હોય છે ત્યારે પણ પડદો કરવાની પ્રથા પ્રચલિત છે. તેઓની હાજરીમાં એ પણ નહીં. જ્યારે અહીં તો ઉપધાન આદિ પ્રસંગોમાં રસોઈઆ જેવાનું પણ સન્માન વિરતિવંતની હાજરીમાં કરવામાં આવે છે! મનમાં થાય કે રડવું કે હસવું? આપણાં ગૃહસ્થ પણ એવા કે રાજકરણીઓની હાજરીમાં હરખપદુડા થઈ જાય અને આવો હડહડતો અવિનય કરવા તૈયાર થઈ જાય. શ્રી શ્રી રવિશંકરના અનુયાયીઓએ જે કર્યું તે જ સાચી વિધિ છે. આગંતુકના હાથે મુખ્ય વિરતિધરનું સન્માન હોય. આવનારને તો આવકાર આપ્યો એ જ એનું સન્માન છે. ૧૭૧ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ પણ અમારા કેટલાક ભાઈઓ જ આવા ગૃહસ્થોમાં ભળે છે. તેઓ જ ક્યારેક આ બધું સ્વાર્થવશ કરાવે છે અને તેઓ જ આ વેષનું ‘ડીવેલ્યુએશન’ થાય તેવું કરે છે અને કરાવે છે. આનું કારણ એ છે કે તેઓએ લોકસંપર્ક વધાર્યો પણ શ્લોકસંપર્ક ઘટાડ્યો છે ! એક પ્રતિષ્ઠિત આચાર્ય મહારાજે મને પૂછ્યું કે ‘શું વાંચો છો ?’ મેં કહ્યું, ‘બૃહત્કલ્પભાષ્ય સવૃત્તિ છે તે ચાલે છે, ત્રીજો ઉદ્દેશો હમણાં શરુ થયો છે.’ કહે, ‘શું તે ગ્રંથ છપાઈ ગયો છે !’ ‘હા, છપાઈ ગયે ખાસ્સા વર્ષો વિત્યાં છે.’ ‘તેમાં શું આવે છે ?’ મેં કહ્યું, ‘શ્રમણજીવનની ઉત્સર્ગ-અપવાદની પ્રાયશ્ચિતની ઘણી મહત્ત્વની વાતો આવે છે.' આ પછી મનમાં થયું કે સતત લોકસંપર્કમાં રચ્યાપચ્યા રહે તો આવા ગ્રંથો વાંચવાનો સમય ક્યાંથી મળે ? એમાં રસ પણ ક્યાંથી પડે ? રોજ બોલવામાં આવે કે, નિત્યં સ્વાધ્યાય સંયમ રતાનામ્। પણ હવે તે પદ બદલવું પડશે ! આ તો ન જ થવું જોઈએ. નીચે ઊતરવું હજી ય ક્ષમ્ય છે પણ આટલી હદે કે લોકોત્તરતાના ચિહ્ન પણ ન રહે તેવી લૌકિકતા તો આપણને મંજૂર ન જ હોવી જોઈએ. દ્રવ્યથી લોકોત્તર અને ભાવથી સંપૂર્ણ લૌકિક એવું અત્યારે ચાલે છે; એનું જ સામ્રાજ્ય પ્રવર્તે છે. હવે તો પરમાત્માને એવી પ્રાર્થના કરવાનું મન થાય કે : સર્વ સજ્જનોને સમકાલે સદ્દબુદ્ધિ પ્રકાશિત થાઓ ! થોડું લખ્યું ઝાઝું કરી જાણજો. આ તો ઘરની વાત છે, કેટલી લખાય. મનમાં સમજવી જ રહી. તમને આશ્વાસન મળ્યું હશે ! અલ Page #174 -------------------------------------------------------------------------- ________________ લકી ડ્રો લૌકિક છે, આપણો ધર્મ લોકોત્તર છે બહુ જીવો ધરમ પામે તેવા શુભઆશયથી લકી ડ્રો તથા ભાગ્યભક્તિ જેવા પ્રલોભનો રાખવામાં શું નુકશાન છે, શું દોષ છે? ઉત્તર : પ્રશ્ન જિજ્ઞાસાથી પૂછાયો છે તેથી તે વિષે કાંઈક ક્ષયોપશમ પ્રમાણે કહેવું પ્રાપ્ત છે. જુઓ મને તો આ પદ્ધતિ અહેતુ શાસન સાથે કોઈ પણ રીતે બંધ બેસતી લાગતી નથી. પૂર્ણ રીતે લૌકિક છે, લોકોત્તર નથી. લૌકિક પણ આપણે ત્યાં માન્ય ગયું છે. પણ જે લોકોત્તરમાં નિમિત્ત બન્યું હોય, બને તેમ હોય તે લૌકિક આદરણીય ગણાયું. પણ જેનો રસ્તો લોકોત્તર ભણી ન જતો હોય તે લૌકિક માત્ર ત્યાજ્ય ગણાયું. વળી તમે તો સંખ્યાવૃદ્ધિ માટે ધનને માધ્યમ બનાવો છો! સાવ અજૈનને જિનધર્મ સંમુખ બનાવવાની વાત હોય અને તે પણ ઉંમરથી બાળ અને ગૃહસ્થ દશામાં દરિદ્ર હોય તેવા, આ બાજુ વળે તેવું આશ્વાસન લઈ શકાય. જો કે તેને પણ, તમે બધાએ ગયા જનમમાં આવા ભગવાનની સેવા નથી કરી માટે આ ભવમાં શ્રેષ્ઠ દશાને પામ્યા નથી. આ ભવમાં ભગવાનને બરાબર ભજો તો વખતે તમારી સ્થિતિ આ ભવમાં સારી થઈ શકે. --આના માધ્યમથી વાત થઈ શકે. અને તે કારણે જેનો હાથ ઉપર જ રહેતો હોય તેને લેનાર બનાવીને, લાલચુ બનાવીને તેનું શું કલ્યાણ તમે કરવાના? પ્રભુનાં શાસનમાં તો માર્ગ શુદ્ધ કહેવાનું કહ્યું છે. વાચક જશની વાણી છે તે સાંભળોઃ જનમેલનની નહીં ઈહા, મુનિ ભાખે મારગ નિરીહા; જો બહુજન સુણવા આવે તો લાભ ધરમનો પાવે. (ઢાળઃ ૪, કડીઃ ૭ –– ૩૫૦ ગાથાનું સ્તવન) વળી આ બધાં કાર્યો તો ગૃહસ્થના પક્ષના આવે. આવી વાતો હજી ઉપદેશકાળમાં ઉપદેશરૂપે કહી શકાય પણ ક્રિયાકાળમાં કશું ન કહેવાય. આવા ક્ષણિક, ક્ષુલ્લક આ ભવ પૂરતાં ભૌતિક લાભોને આગળ કરીને થતા ધર્મને લૌકિક કહ્યો છે. શ્રીપાળ રાસના ચોથા ખંડમાં ક્ષમાધર્મને ઉપકાર, અપકાર ને વિપાક એ ત્રણ હેતુને લૌકિક કહ્યા છે. જ્યારે વચન અને ધર્મને લોકોત્તર કહ્યા છે. ત્રણ ત્યજવાના અને બેને આદરવાના કહ્યા છે તે પણ આવા પ્રસંગે વિચારવા જોગ છે. • ૧૭૩ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ અક્ષરસનું પાન કર્યું છે સ્નાન નથી કર્યું આજે અખાત્રીજ છે. આજે દેરાસર પૂજા-દર્શન માટે ગયા તો ત્યાં આદીશ્વર પ્રભુને શેરડીના રસના પ્રક્ષાલનો ચડાવો બોલાતો હતો. મેં પૂછ્યું: આપણે ત્યાં તો મૂળનાયક પ્રભુ તો પાર્શ્વનાથ ભગવાન છે ! જવાબ મળ્યો કે એક ગોખમાં આદીશ્વર ભગવાન છે તેના પ્રક્ષાલ માટે આ ચડાવો બોલાય છે. મને થયું કે પાલીતાણામાં મૂળનાયક આદીશ્વર દાદા છે તેમને શેરડીના રસનો પ્રક્ષાલ જામ્યો છે, આ નવું લાગે છે ! આ બરાબર છે ? પ્રકાશ પાડવા વિનંતિ. ઉત્તર :-- તમારી જિજ્ઞાસા વ્યાજબી છે. એક વાત બરાબર સમજી લેજો. આજના દિવસનો મહિમા શેના કારણે છે ! પ્રભુ આદીશ્વર ભગવાને દિક્ષા લીધી ત્યારે તેમને અઠ્ઠમનું તપ હતું. પારણાના દિવસે ગૌચરી માટે પધાર્યા. એ સમયની પ્રજા તો યુગલીયા સ્વરૂપ હતી. એમને આવા સુપાત્ર દાનના વ્યવહારની કશી ગતાગમ ન હતી તેથી : કોઈક કનકના ભૂષણ આપે, આપે કન્યા કોય; દેવાનો વ્યવહાર ન જાણે, તેમાં તે શું હોય! લ્યોને લ્યોને આ ભિક્ષા ભાવે ઋષભદેવ ભગવાન. Page #176 -------------------------------------------------------------------------- ________________ કદી સાધુને જોયા જ ન હોય તેઓને ગોચરી વહોરાવવાનો પ્રસંગ ક્યાંથી સમજાય? તેઓ કરે પણ શું? આ સ્થિતિમાં ઋષભ મુનિશ્વર આંગણે આવીને ઊભાં હોય તેમને આહાર કેખાદ્ય પદાર્થ થોડાં અપાય? આ તો આપણાં રાજા! તેમને તો સુવર્ણાલંકાર, ષોડશી કન્યા અપાય! અને આમ મુનિશ્વરનું પારણું લંબાતું જ ગયું અધિક વર્ષ વિત્યું એ રીતે શ્રેયાંસ કુમાર અક્ષય તૃતીયાને દિવસે પારણું પ્રભુએ કીધું પંચ દિવ્ય પ્રગટ્યા, શ્રેયાંસે દાન પ્રથમ તિહાં દીવું. (રચનાઃ શ્રી ધુરન્ધરસૂરિ આદિજિનકલ્યાણકપૂજા) છેવટે પ્રથમ દાન દેવાનો યશ શ્રેયાંસકુમારને મળ્યો; પ્રભુજીને ઇક્ષુ રસથી પારણું કરાવ્યું. પ્રભુએ ત્યાંસી લાખ પૂરવ વર્ષ સુધી તો દેવકુરુ અને ઉત્તરકુરના ફળોનું જ ભોજન કર્યું હતું. અહીંના દ્રવ્ય તરીકે તો સર્વપ્રથમ આ ઈશુ રસનું જ પાન કર્યું. તેમની પાંચસો ધનુષની કાયા અને વર્ષ ઉપરાંતના ઉપવાસ ! તેથી જ ૧૦૮ ઘડાના રસનું પાન કર્યું હતું! હા! તો તેમણે રસપાન કર્યું હતું પણ સ્નાન નથી કર્યું! આપણે ત્યાં ઈશુ રસના સ્નાનની પ્રથા કેમ અને ક્યારથી શરૂ થઈ તે ઊંડા ઉતરીને જાણવું જોઈએ. એ દિવસ અખાત્રીજનો હતો તેથી આદીશ્વર પ્રભુ સમક્ષ નૈવેદ્ય ધરીએ છીએ તે મુજબ એક લીટર કે એથી જરા વધારે ઈસુ રસ પ્રત્યેક તપસ્વી ધરે એ ઉચિત જણાય છે. પ્રભુજીની પ્રતિમાને આટલા બધા ઈશુ રસથી અભિષેક થાય તેની ચીકાસ કાઢવા માટે તેથી ખૂબ વધુ પાણી વાપરવાનું થાય. એ જળ જ્યાં પરઠાવવામાં આવે ત્યાં કીડી-મકોડા જેવા જંતુની વિરાધના ન થાય તેવી જયણાનો પણ ખ્યાલ રાખવો જરૂરી છે. પણ ક્યાં, કોણ આ બધી કાળજી લ્ય છે? માટે મને તો પાનને મહત્ત્વ આપીને, નૈવેદ્ય રૂપે અગ્રપૂજામાં તેને સ્થાન આપવું હિતાવહ લાગે છે. આશા છે કે તમારા મનનું સમાધાન થયું હશે. તમને જચે તો સંઘમાં આરાધકોને અને આગેવાનોને 5 ૧૭૫ સમજાવજો. આપણે આટલું કરી શકીએ, પછીનું ભાવિ ઉપર છોડી દઈએ.. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ઋષભ ચરણ અંગૂઠડે... અષ્ટ પ્રકારી : વિવેકભરી વિચારણા મારા મનમાં એક સમસ્યા સર્જાઈ છે. સમાધાન જોઈએ છે. હું રોજ પ્રભુજીની અષ્ટપ્રકારી પૂજા કરું છું. પણ હમણાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી રોજ એવું બને છે કે જ્યારે જ્યારે જિનાલયમાં જાઉં ત્યારે જે પ્રભુજીની કાયમી અષ્ટપ્રકારી પૂજા કરું છું, પૂજા કરીને આંગી રચું છું. તે પ્રભુજીને કોઈકે અગાઉથી આવીને સુંદર અંગરચના કરી હોય છે ! હવે મારે શું કરવું? અંગરચના એવી તો સુંદર અને આલ્હાદક રચાઈ હોય છે કે તે રદ કરવાનો જીવ ચાલતો નથી. બીજી બાજુએ મારા નિયમને પાળવાની ચટપટી હોય છે. મૂંઝાઉં છું. કોઈક સમાધાન મેળવવા આપના ચરણોમાં આવ્યો છું. ઉત્તરઃ તમારી સમસ્યા બિલકુલ વ્યાજબી છે. આવી સ્થિતિમાં સમજુ અને ધર્માભિમુખ વ્યક્તિને આવું ન થાય તો નવાઈ લાગે. મને પણ થોડી મૂંઝવણ છે કે કેમ કરીને ઉકેલ આપે જેથી તમારા મનનું સમાધાન થાય. આ પ્રશ્નના યોગ્ય સમાધાન માટે એક સાચુકલો પ્રસંગ આપણે જોઈએ. તમારા જેવાને તો કદાચ તેમાંથી જ સામધાન મળી રહેશે. છતાં તે પ્રસંગ પછી થોડી વિચારણા પણ કરીશું. પ્રસંગ આવો છે? ...આજે અષભકુમાર રાજા બનવાના છે. ઋષભકુમારનો રાજયભિષેક છે. અયોધ્યાનગરીના બાહિર ભાગમાં તડામાર તૈયારીઓ ચાલે છે. મંડપને સજીધજીને શણગાર્યો છે. સોનાનું સિંહાસન રચાઈ ગયું છે. પિતા નાભિના મોં પર પણ ઉલ્લાસ છલકાય છે. પ્રજારૂપ યુગલીયાઓ, પોતાને ત્યાં રાજાનો અભિષેક છે એ એક અવસર છે માટે આપણાથી થઈ શકે તે કરવા થનગનવા લાગ્યા છે. પહેલીવારનો જ આવો પ્રસંગ છે. હાજર રહેલા દેવોને યુગલીયાઓ પૂછે છે: શું શું કરવાનું હોય ! શું શું જોઈએ? ખબર પડી કે આજે અભિષેક થશે એટલે સહુ સાથે મળીને અભિષેકનું જળ લેવા ઉપડ્યા. અંભોજિની (કમલિની)ના મોટા પાંદડાંઓના પડીયા બનાવી, નિર્મળ જળથી ભરેલા તળાવના પાણીથી એ પડીયા ભર્યા અને ઉછળતા ઉત્સાહથી મંડપ ભણી ચાલ્યા... Page #178 -------------------------------------------------------------------------- ________________ જલ્દી જલ્દી ઉતાવળે ચાલ્યા પણ મંડપમાં આવી જુએ છે તો 2ષભકુમારને તો સ્નાન-વિલેપન કરાવીને ઉત્તમ વસ્ત્રાલંકાર પહેરાવીને સિંહાસન પર વિરાજમાન કરી દીધાં હતા! યુગલીયાઓ જેવા અભિષેક જળ લેવા ગયા કે સહસા ઈદ્રાસન કંપ્યું અને ઈદ્રમહારાજા અને દેવોએ મળી તીર્થજળથી અભિષેક કરી, દિવ્ય વસ્ત્રો ધારણ કરાવી મુગટ વગેરે રત્નાલંકારો ધારણ કરાવ્યા. દેવોને આ બધું કરતાં શી વાર ! યુગલીયાઓને મનમાં ઘણી હોંશ હતીઃ આજે આપણે આપણા લાવેલા જળથી અભિષેક કરીશું પછી તેને વસ્ત્ર અલંકારથી સજ્જ કરીશું.” પણ અહીંનું દશ્ય તો જુદુ હતું. હવે? બધા યુગલીયાઓ અખિન્ન હૃદયે ત્યાં જ ઉભા રહ્યા. ઈદ્રો અને દેવોનું આવાગમન ચાલુ જ હતું. સહેજ પણ છોભીલા પડ્યા વિના, ઋષભકુમારના પગનો એક અંગૂઠો દેખાતો હતો ત્યાં પોતાના પડીયાના જળ વડે, આચાર સાચવવા અભિષેક કર્યો! સંતોષ માન્યો. અભિનવ ઋષભકુમાર પ્રસન્ન પ્રસન્ન થઈ ગયા. મુખમાંથી સહસા ઉદ્ગાર સરી પડ્યાઃ મેદો વિનીતા તો (અહો! આ બધા કેટલા વિનયવંત છે !) ઈદ્રમહારાજા પણ આ ઘટનાથી ખૂબ પ્રભાવિત થયા. નૂતન રાજાના મુખમાંથી નીકળેલા શબ્દોને કાયમી બનાવવા માટે જાહેર ઉઘોષણા કરી કે, “આ ઘટનાની સ્મૃતિને ચિરંજીવિની બનાવવા અહીં આ સ્થળે એક નગરી વસાવવામાં આવશે અને તેનું નામાભિધાન વિનીતા રાખવામાં આવશે.” યુગલીયાઓ રાજી રાજી થઈ ગયા. આપણે આ ઉપરથી એક કાયમી બોધ તારવવાનો છે. યુગલીયાઓએ શું કર્યું? આપણે શું કરવું જોઈએ? આ રીતે રોજીંદી ઘટના પાછળનો આશય અને પ્રક્રિયા બદલવાના છે. તમારે પ્રભુજીની અષ્ટપ્રકારી પૂજા કરવાનો ભાવ છે. નિયમ છે. તમે જે પ્રભુજીને રોજ અષ્ટપ્રકારી પૂજા કરો છો તે જ પ્રભુજીને તમે આવ્યા તે પહેલા પૂજા થઈ ગઈ છે. અરે ! કોઈએ ખૂબ ભાવથી વિવિધ પુષ્પો વડે અલંકાર યુક્ત અંગરચના પણ કરી દીધી છે. તો, તમને એક મૂંઝવણ એ થવાની કે સાત પ્રકારની પૂજા તો થઈ શકશે પરંતુ પહેલી, જળ વડે અભિષેક કરવાની પૂજા તો બાકી જ રહેશે તેનું શું? ૧૭૭. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧ ૭ ૮ ,2 . . . ... એ પ્રશ્નનો ઉત્તર શોધવા માટે તમારે આગળના યુગમાં જવું પડશે. તમે ચાતુર્માસિક પ્રવચનમાં નિયમિત શ્રોતા છો. છેલ્લા એકાદ બે વર્ષમાં જ તમે, પ્રવચનમાં મારારોપદેશ નામના ગ્રંથના પ્રવચનોનું શ્રવણ કર્યું હશે. તેમાં શ્રાવકના, દિવસના કર્તવ્યમાં જિનાલયમાં જિનેશ્વરની સમક્ષ અષ્ટપ્રકારી પૂજાનો ક્રમ અને તેના પ્રત્યેકના શ્લોક આવે છે. (બીજો વર્ગ = પંદરથી બાવીસ શ્લોક) તેનું ધ્યાનપૂર્વક શ્રવણ કર્યું હશે. તેમાં તમે જોયું હશે કે ગનપૂના આઠમી છે, --છેલ્લી છે. વળી જળપૂજામાં નિર્મળજળથી ભરેલા કળશની સ્થાપનાની વાત છે. જળના અભિષેકની વાત જુદી છે અને જળપૂજાની વાત જુદી છે. અભિષેક(પ્રક્ષાલ)ને પૂજા નથી ગણી; નિર્મળ જળથી ભરેલા કળશની સ્થાપના તેને જળપૂજા કહી છે. આ બાબતમાં તમારી શ્રદ્ધાને સ્થિર કરવા માટે શાસ્ત્રપાઠ જોઈએ તો આચાર્યશ્રી દેવેન્દ્રસૂરિ મહારાજ રચિત શ્રીનિત્ય ગ્રંથમાં ઉલ્લેખ છે. આચાર્યશ્રી ગુણચન્દ્રસૂરિ મહારાજ કૃત મહાવીર સ્વરિય માં પણ આઠમી પૂજા રૂપે ગત્રપૂકા ની જ વાત આવે છે. તેથી તમે સાત પ્રકારની પૂજા પ્રભુજી ઉપર કરીને અગ્રપૂજામાં જ્યારે અક્ષતપૂજા -નૈવેદ્યપૂજા અને ફલપૂજા કરો ત્યારે પાટલા ઉપર જ નિર્મળજળથી ભરેલો કળશ સ્થાપન કરો તેમાં તમે આઠમી પૂજા કરી ગણાય. આમ કરવાથી તમારો અષ્ટપ્રકારી પૂજાનો નિયમ સચવાઈ જશે. તમારી આઠમી પૂજાને માટે કોઈએ ભાવથી કરેલી અંગરચના વખી નાખતા નહીં. બને તો એવી કરેલી અંગરચના જોઈ રાજી રાજી થજો. એક સ્થાને એવું બન્યું હતું કે અંગરચના કરનાર બહેન એ જ પ્રભુ સમક્ષ ચૈત્યવંદન કરતાં હતા અને એ જ સમયે, તેમણે બહુ ભાવ-બહુમાનથી કરેલી અંગરચનાને અન્ય કોઈએ નહણજળમાં પધરાવતા જોઈ આંખમાં આંસુ ધસી આવ્યા હતા. બીજા એક પ્રસંગે, દસ વરસના એક બાળકે પોતે દોઢ કલાક સુધી તન્મય બનીને કરેલી અંગરચના પોતાની મમ્મીને બતાવવા હોંશે હોંશે લઈને આવ્યો પણ એ આંગીવાળા ભગવાન ઘણા ગોત્યા પણ આંગી રહી હોય તો મળે ને! બાળકે દોડાદોડ કરી પૂજારીને બોલાવી પૂછ્યું ત્યારે ખબર પડી કે બીજા એક બહેનને કરવાની હતી તે પ્રભુજીને પ્રક્ષાલ કર્યો પણ એ બહેન પણ ન કરી શક્યા ! એ બાળકનું હૈયું નંદવાઈ ગયું! આવું તમે તો નહીં જ કરો! પ્રભુજીના દર્શન કરી રાજી થવું એ પણ એક પૂજા છે તેમ માનજો. આશા છે કે તમને સમાધાન મળી ગયું હશે. . Page #180 -------------------------------------------------------------------------- ________________ સુભાષિતમ્ દિવસોશિયાળાના હતા. ઘારા નગરીના રાજા ભોજ એકદિવસ નગરચર્યાએ નીકળ્યા હતા. રાજા ભોજ જેવો વિદ્યાપ્રેમી રાજા બીજો કોઈ થયો નથી. રસ્તે ચાલતાં એક માણસ મળ્યો. કૌતુકથી એને પૂછ્યું: “ભાઈ ! ઠંડી તો બહુ પડે છે. ઠંડીથી બચવા તમે શું કરો છો?' ધારા જેનું નામ ! એ નગરમાં એવું કોઈ હોય ખરું કે જે સંસ્કૃત ન જાણતું હોય? એ ભાઈએ જવાબ આપ્યોઃ રાત્રી નાનુ તિવા માનુ અર્થઃ રાત્રટૂંટીયું વાળીને સૂઈ રહું છું. દિવસે વરુણનુ થયોયો તો સૂરજદાદા છે જ. તેને જોઈ ઠંડી જાય રાજન ! શીતં મથા નિીત ભાગી ! અને સવાર-સાંજ તો મીઠું-મીઠું નાનુ માનુ વાનમઃ તાપણું કરેલું હોય છે તેથી ઠંડી ઉડાડું છું. શ્લોકમાં દેવભાષા સંસ્કૃતની ખૂબી સરસ ઊતરી છે. જાનુ-ભાનુ-કૃશાનુ શબ્દમાં પ્રાસ છે અને વર્ણ સગાઈ છે. આગળ વાત એવી છે કે રાજાએ શ્લોકના રચયિતાને પુષ્કળ દાન આપ્યું. સાચો વિદ્યારસિકખુશ થઈ જાય તો આપ્યા વિના ન રહે. આપણે પણ સારું સારું સાંભળતા હોઈએ છીએ. આપણને પણ પ્રશંસાનાં પુષ્પો વેરવાનું મન થઈ આવે. એને જ તો પ્રીતિ’ કહેવાય ને! ૧૭૯ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ જ્ઞાન માર્ગ કઠિન છે, ક્રિયા માર્ગ સહેલો છે અહીં આપના પ્રવચનમાં રોજ આવતો હતો. આપે જે રીતે જ્ઞાન-માર્ગ પર ભાર મૂક્યો તે પછી લાગ્યું કે જ્ઞાનની ઉપાસના તો કરવી જ જોઈએ અને કરાવવી જોઈએ. અમારા સંઘમાં ગાથા ગોખવા માટેની જાહેરાત કરી, તેમાં રોજ એક ગાથા કંઠસ્થ ન થાય તો પાંચ રૂપિયા દંડ રૂપે રાખ્યા. ઘણી વ્યક્તિઓએ આ દંડ ભરી દીધો; જાણે કે આ સહેલું લાગ્યું! એમ કેમ? પછી તો દંડ રૂપે એક એક આયંબિલ રાખ્યા તો તે પણ કર્યા પણ ગાથા કરવા માટે તત્પરતા જણાઈ નહીં! આનું કારણ શું છે ? ઉત્તર પ્રશ્ન બહુ મહત્ત્વનો છે. શ્રી સંઘમાં જ્ઞાનક્ષેત્રે જે ઉપેક્ષા થઈ રહી છે તે જોઈને મને પણ ઘણી અકળામણ થાય છે. બહુ વિચાર કરતાં મને આવું કાંઈક કારણ જણાય છે: કાયા દ્વારા કે વચન દ્વારા થતી કોઈ પણ ક્રિયાની સફળતાનો આધાર, તે ક્રિયામાં મન પરોવાય તેના ઉપર છે. આ સહુનો અનુભવ છે. સામાન્ય રીતે બધા જ કાળમાં અને વિશેષ વર્તમાનકાળમાં, શ્રી સંઘમાં તમે જણાવો છો તેમ, જે પાંચ યોગમાં પ્રવૃત્તિ ચાલે છે તેમાં ચાર યોગમાં બહુ બધા જીવ જોડાય છે, જોડાયેલા જોવા મળે છે. એક યોગમાં, પ્રમાણમાં ઓછા જોડાતા જોવા મળે છે. આનું કારણ શું? તમે આ જ જાણવા માંગો છો ને? આ વાત થોડી વિગતે જોઈએ. સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સહુમાં, તપોયોગ, ક્રિયાયોગ, દાનયોગ, ભક્તિયોગ -આ ચારેય માં ખૂબ ખૂબ પ્રવૃત્તિઓ ચાલે છે. થોડી પ્રેરણા મળી, થોડું આલંબન મળ્યું, યોગ્ય વાતાવરણ મળ્યું કે સંખ્યાબંધ ભાવિકો આમાં જોડાઈ જશે. ઓછી મહેનતે આ બધામાં તેમની પ્રવૃત્તિ પૂરબહારમાં ચાલે છે. જ્યારે, જ્ઞાનયોગમાં જોડાયેલા રોજ નવી-નવી ગાથા કંઠસ્થ કરવા માટે બહુ ઓછા જોડાય છે. એમાં મનોયોગની સતત હાજરી જરૂરી છે. WWW.jainelibrary.org Page #182 -------------------------------------------------------------------------- ________________ એ અઘરું છે. બાકી ચાર યોગમાં -ક્રિયા-તપ-ભક્તિ યોગમાં નિર્ણયના તકક્કે મનોયોગ હોય તો એટલું બસ થઈ રહે છે; પછી સતત એની જરૂર પડતી નથી. સામાયિક લીધું, લેવાઈ ગયું. બસ, પછી મનને રખડવાની સંપૂર્ણ સગવડ મળી ગઈ! આયંબિલ કર્યું, રસેન્દ્રિયના સંયમનો પ્રશ્ન આવ્યો, સ્વીકાર્યો. પણ મન? એને તો વિહરવાની છૂટ છે જ! જ્યારે જ્ઞાનયોગ શરુ કર્યો, “ગાથા” કંઠસ્થ કરવાનું શરૂ કરવા માટે મનને તેમાં સતત પરોવાયેલું રાખવું પડે. મનની હાજરી વિના ગાથા કરવા બેઠા તો, સાપડો અને ચોપડી સામે રહી જશે; ગાથા કંઠસ્થ થયા વિનાની ગ્રંથસ્થ જ રહેશે! મન પરોવાયું હશે તો જ દશ-બાર મિનિટમાં એક “ગાથા કંઠસ્થ થશે. આમ, જ્ઞાનની સાધનામાં, મનોયોગની હાજરી સતત જરૂરી બને છે. આ દષ્ટિએ જ્ઞાનયોગ મુશ્કેલ છે. તેમાં પ્રવૃત્તિ કરનારા ઓછા મળે છે. જ્ઞાનયોગમાં ક્ષણે-ક્ષણે નિર્જરા કહી છે તે આ દષ્ટિએ કહી હશે. જ્ઞાન એ સીધો આત્માનો ગુણ છે. તેના ઉઘાડ માટે “સ્વાધ્યાય છે, તેમાં મનોયોગ જોઈએ જે જોઈએ જ. પાણીને બાંધવાનું કામ જેમ ઘડો કરે છે તેમ, મનને બાંધવાનું કામ જ્ઞાન કરે છે. મનની હાજરીથી જ તેનો યોગ સફળતાને વરે. ક્રિયાયોગ-તપોયોગ વગેરે જરૂર સેવીએ પરંતુ એની સફળતા માટેની આધારશિલા તો નિર્મળ મનોયોગ જ છે. મનની નિર્મળતા માટે, સ્થિરતા માટે તો સ્વાધ્યાયને જ મહત્ત્વ આપીએ. મનોયોગ વિના થતાં ધર્માનુષ્ઠાન કેવાં હોય એ સોય-દોરાના રૂપક દ્વારા સમજાશે. ફાટેલા વસ્ત્રને સાંધવા માટે સોયમાં થોડો દોરો પરોવાયેલો હોય છે. સાંધતાં સાંધતાં દોરો ખૂટે છે અને સોય ચાલતી રહે છે. ખ્યાલ રહેતો નથી. ફક્ત સોય ચાલતી રહે એટલે સાંધવાની વાત તો દૂર રહી, પણ નવાં-નવાં કાણાં પડે! અહીં, જ્ઞાન, દોરાના સ્થાને છે અને સોય, ક્રિયાના સ્થાને છે. કાયાયોગ-વચનયોગનો દોરો છે કે નહીં તે સતત જોતાં રહેવું જોઈએ. જ્યાં મનોયોગનો દોરો છે ત્યાં વસ્ત્ર જરૂર સંધાઈ જાય છે. આશા છે કે મનના સંશયનું નિરાકરણ થયું હશે. ગળે ઉતર્યું હોય તો બીજાઓને સમજાવજો. .. ૧૮૧ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ લૌકિક શબ્દોના લોકોત્તર અર્થ શબ્દકોશની પરંપરા બહુ પુરાણી છે પણ એ શબ્દોના અર્થો તારવવાની પદ્ધતિ નિતનવી ને નિતનિરાળી છે. આમ તો સૈકે-સૈકે શબ્દના અર્થ બદલાતા રહે છે. ક્યારેક પ્રદેશ પ્રમાણે પણ બદલાય છે. એટલે એ શબ્દની પાંખે અર્થના આકાશમાં ઉડ્ડયન શરુ કરો તો કલ્પનાશક્તિ પાછી પડે તેટલા નવા અર્થ ઉઘડી આવે. જેમ કે સ્નાન શબ્દ. ગુજરાતભરમાં જે એ શબ્દનો અર્થ પ્રસિદ્ધ છે તેનાથી સાવ જુદા જ અર્થમાં એ શબ્દ મેવાડમાં પ્રચલિત છે. કોઇ સ્વર્ગવાસી થાય ત્યારે જે કરાય તે ‘સ્નાન’. રોજીંદા ‘સ્નાન’ માટે ‘ઝીલવું’ વપરાય છે. ભૌતિક જગતમાં પણ મૂળ શબ્દનો પ્રયોગ થાય, પણ અર્થ ! અર્થ તો તદ્દન નિરાળો જ થાય. જેમ કે ‘આની પાસે હમણાં હમણાં બે પૈસા થયા છે, બાકી તો અન્ન અને દાંતને વેર હતું.’ હવે આમાં જે બે પૈસાનો અર્થ છે, તેણે કેટલો વિસ્તાર સાધ્યો છે ! ‘પવાલું પાણી પીવરાવવું છે, નો અર્થ પાંચ પકવાન સાથેનો જમણવાર થાય છે’. સંસ્કૃતમાં વિજળી શબ્દના કોશગત અર્થથી જુદો જ અર્થ રાજકારણમાં થાય છે. એ પ્રમાણે સંસારની ખૂબ જ દુ:ખદાયિની ઘટનાનો અર્થ જુદો જ થાય છે. પત્નીના અવસાનથી શોકગ્રસ્ત થવાને બદલે ‘ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજશું શ્રીગોપાળ' એ પ્રસિદ્ધ પંક્તિ જુદા જ અર્થને આપે છે. એ જ રીતે આજે અઢાર વર્ષના મહેમાનને વળાવવા ગયો હતો તેથી આવવામાં વિલંબ થયો છે.' આ વાક્ય દ્વારા પોતાના અઢાર વર્ષના દીકરાના અવસાનની વાત કહેવાય છે. આ બધી વાતો લૌકિક અર્થાન્તરની થઇ. હવે આપણે લૌકિક શબ્દના લોકોત્તર અર્થના પ્રદેશમાં જઇએ. સુખ-દુઃખ શબ્દ લૌકિકમાં તો ભૌતિકની સીમામાં જ બદ્ધ છે, પણ તે જ્યારે ચોક્કસ વ્યક્તિ અમુક પ્રકારના દુઃખના દરિયાની વચ્ચે હોય ત્યારે એ Page #184 -------------------------------------------------------------------------- ________________ દુઃખઅને ‘સુખ’ શબ્દને જુદા જ અર્થમાં વાપરે ત્યારે કેવી રીતે જાણી શકાય કે શબ્દના મૂળ અર્થને ગોપવીને આ નવા જ અને સામા છેડાના અર્થને પ્રકટ કરે છે ! જેમ કે મયણાંને ગળતાં કોઢના રોગીને પતિ તરીકે સ્વીકારતાં દુઃખ ન લાગ્યું પણ જ્યારે પતિએ કહ્યું કે, ‘સુન્દરી, હજી યે વિમાસીએ !” ત્યારે મયણાંને એ વચન કારમા લાગ્યા અને કહ્યું કે ઇણ વચને જીવ જાય” આ દુઃખ આકરું લાગ્યું. - અહીં સુખ-દુઃખની વ્યાખ્યા જ જૂજવા રૂપે આપણી સામે આવે છે. જો કે તેમાં પરિસ્થિતિને મૂલવવાની, જોવાની નજર જ કારણભૂત છે. એવી જ વાત ચંદનાની છે. મૂલા શેઠાણી જેને ચંદનાના જીવનને દુનિયાના નકશામાંથી ભૂંસી નાખવા સુધીના પ્રયત્ન કર્યા હતા, તે મૂલાને પોતાની માતા ગણવા સુધી ચંદના જાય છે. આ દુઃખ અને દુઃખ દેનારી પ્રત્યે કયા શબ્દોને પોતે વાપરે છે! “મૂલા અમારી માય.’ આમાં શબ્દોના અર્થ બદલાયા જણાય છે. આમ જોતાં - શબ્દો લૌકિક જ હોય છે પણ તેના અર્થ લોકોત્તર થાય છે. કારણ એવું લાગે છે કે તે વ્યક્તિઓ લોકોત્તર પર્વતની એ ઊંચાઈને સ્પર્યા હોય છે. તેમની પરિસ્થિતિ જુદી નિર્માયેલી હોય છે. QI[ MI ગ્રન્થ રે ૧૮૩ www.jainelibrary orde Page #185 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્પસૂત્રનું પ્રથમ શ્રવણ ક્યાં થયું હતું ? આજે અહીં બિરાજમાન પૂજ્ય આચાર્ય મહારાજના પ્રવચનમાં જવાનું થયું. વળતાં શરદભાઈ પાસેથી જાણવા મળ્યું કે આપ વલ્લભીપુર પધાર્યા છો. વલ્લભીપુર અમારું વતન છે. આપે પર્યુષણના એક પ્રવચનમાં કહ્યું હતું કે શ્રી કલ્પસૂત્ર (મૂળ) તમારા ગામ પાસેના વલ્લભીપુરના પરામાં, આનંદપુરમાં ધ્રુવસેન ત્રીજાના મરણના શોકને દૂર કરવા સભા સમક્ષ સંભળાવવામાં આવ્યું ત્યારે વીર પ્રભુના નિવણને ૯૯૩ વર્ષ થયા હતા.” એ આનંદપુરનું સંશોધન આપ કરવાના હતા. આપ એ તરફ પધાર્યા છો તો એ કામ કરવાનું રાખજો જેથી અમને એ વિષે જાણવાનું મળે ઉત્તર : તમે સારું સંભારી આપ્યું. મનમાં તો હતું જ. થોડી બારીકાઈથી પૂછપરછ કરી. સારો પ્રકાશ મળ્યો. વાત આમ છે. મને સ્પષ્ટ સમજાય છે કે આ શહેર, વલ્લભીપુર, એક વખત ધીકતું બંદર હતું. જો કે એ વાત ઘણાં વર્ષો પહેલાંની છે. પણ તે પછી આ નગર વિદ્યાની મોટી પરબ રૂપે વખણાઈ હતી. જેમાં નાલંદા તક્ષશિલા વિદ્યાપીઠ તરીકે જ્યાં દશ-દશ હજાર વિદ્યાર્થીઓ ભણતાં હતાં તેવી જ આ વલ્લભી વિદ્યાપીઠ હતી. અહીં જેનો અને બૌદ્ધો પુષ્કળ મોટી સંખ્યામાં હતા. અરે!રાજરાણીના દીકરા મલ્લ જમલવાદી રૂપે જૈન સંઘમાં સુપ્રસિદ્ધ છે. વિદ્યાના ખૂબ ખીલેલા વાતાવરણના કારણે જ અહીં શ્રી દેવર્ધિગણી ક્ષમાશ્રમણની આગેવાની હેઠળ આગમાં ગ્રંથો પુસ્તકારૂઢ થયા. જો કે તેની સમય મર્યાદા તેર વર્ષની છે. નવસોને એસી (વીર સંવત)માં કાર્ય શરુ થયું અને નવસો ત્રાણુંમાં પૂર્ણ થઈ શક્યું. અઅમ તેર તેર વર્ષ સુધી એક શાસ્ત્રલેખનનો મહાયજ્ઞ ચાલે તે કેવી આનંદ પ્રેરક ઘટના ગણાય. શ્રાવકોની ભક્તિ, સાધુ સમુદાયની ધૈર્ય શક્તિ દાદ માગી લે તેવી ઐતિહાસિક ઘટના ગણાય. આટલા સમયગાળા પછી શ્રાવક પોતાના રાજાને શોકમુક્ત કરવાની માંગણી કરે અને તેનો સ્વીકાર થાય તે ખૂબ યુગાનુકૂલ પ્રવૃત્તિ ગણાય. એ પુત્રના વિયોગથી વ્યથિત મનવાળો રાજા એ જ વલ્લભીપુરના એક પરાના મહેલમાં રહેતો હોય તે સમજી શકાય તેમ છે. વળી એ આનંદપુર દરિયાની નજીક જ હોવાથી રાજાનો મહેલ Page #186 -------------------------------------------------------------------------- ________________ ત્યાં હોય તે પણ સંભવી શકે. આવા ઉત્કૃષ્ટ સંયમધર મહાપુરુષના શ્રીમુખેથી શ્રી કલ્પસૂત્રના મંત્રાક્ષરમય શબ્દો રાજાના કાને પડે તો ચોક્કસ તેના હૃદયમાંથી શોક ચાલ્યો જ જાય. આ બધું સમજાય તેવું છે. માત્ર ગરબડ ક્યાં થઈ! ઉત્તર ગુજરાતમાં વીસનગર પાસેનું વડનગર છે તેનું પણ એક પુરાણું નામ આનન્દપુર છે. આ વલ્લભીપુરનો વિભાગ આનંદપુર એટલો પ્રસિદ્ધ ન હોય જેટલું વડનગર પ્રસિદ્ધ હોય. બીજો ગોટાળો એ પણ પ્રવર્તે છે. આ આનંદપુર પાલિતાણાની શત્રુંજયની તળેટી સંભવી શકે. પણ નામના સરખાપણાને કારણે સિદ્ધાચલની તળેટી તરીકે પણ વડનગરને પ્રસિદ્ધિ મળી. આ આનંદપુર તો ખૂબ ઓછું જાણીતું સ્થાન અને નામ છે. આ બન્ને શંકાનું સમાધાન થઈ ગયું હશે એમ માનું છું. સમગ્ર સંઘના લેવલે આવી બધી અધકચરી માન્યતાને ચકાસીને મૂળમાં જઈને તેને પરિશુદ્ધ કક્ષામાં સ્થિર કરવી જોઈએ. નવાં નવાં સાધનોનો ઉપયોગ કરીને જ એ કરવું જોઈએ. શ્રી શ્રમણ સંઘમાં પ્રવૃત્ત થાય તો ચોક્કસ સુકૃત નીપજી આવે. पुरा यत्र स्रोत: पुलिनमधुना तत्र सरिता विपर्यासं यातो धनविरलभावः क्षितिरुहाम्। बहो दृष्टं कालादपरमिव मन्ये वनमिदं निवेश: शैलानां तदिदमिति बुद्धिं दृढ्यति ।। સુભાષિતમ્ પહેલા હતો જ્યાં જળનો પ્રવાહ રેતી જ રેતી બસ આજ ત્યાં છે ગાઢાં હતા જંગલ વૃક્ષનાં જ્યાં આછાં દીસે ત્યાં તરુઓ જ આજે દીઠું ઘણાં કાળ પછી શું તેથી સાચે જ બીજું વન આ દીસે છે છે પર્વતો જેમના તેમ તેથી છે આ જ નિશ્વ વન એમ લાગે. સંસ્કૃતના કવિ ભવભૂતિની ઉત્તમ ગણાતી કૃતિ ઉત્તર-રામચરિત ના આ પ્રસિદ્ધ શ્લોકમાં માણસના અનુભવને વાચા આપવામાં આવી છે. પ્રવાસમાં બાર-પંદર વર્ષ પછી એ જ સ્થળેથી પસાર થાઓ તો જંગલમાં ઘણું બદલાયેલું લાગે! આવા અનુભવથી થતી રમણીય અનુભૂતિ આ શ્લોકમાં રજૂ થઈ છે. અરે ! હવે તો શહેરમાં પણ ઘણા સમય પછી તમે જાઓ તો ભૂલા પડી જાઓ! થાય છે ને એવું? ૧૮૫ Page #187 -------------------------------------------------------------------------- ________________ તપ ચિંતવણી કાઉસગ્ગ : એક વિચારણા ૧૮૬ પર્યુષણના દિવસોમાં સત્તર પ્રતિક્રમણ કરવાનું આપે ભારપૂર્વક સમજાવ્યું હતું તે મુજબ આ વખતે બરાબર ચીવટથી સત્તર પ્રતિક્રમણ કર્યા તેમાં સવારના રાઇ પ્રતિક્રમણમાં આયરિય ઉવજઝાય પછી જે મોટો કાઉસ્સગ્ન આવ્યો ત્યારે તપ ચિંતવણીનો કાઉસ્સગ્ન કરવાનું કહ્યું. મને થયું કે આપણે ત્યાં તો કાઉસ્સગ્ગ કાં તો નવકારનો અને કાં તો લોગસ્સનો હોય છે. જ્યારે આ તો ચિંતવણીનો કહેતા હતા તો આ બધું શું છે ! કાંઈ સમજ પડે તેમ જણાવજો. ઉત્તરઃ તમે પ્રબુદ્ધ શ્રાવક છો તેથી તમને આવી જિજ્ઞાસા થઈ તે શુભ લક્ષણ છે. પહેલાં તમને કાઉસ્સગ્ન શબ્દ સમજાવું. કાયોત્સર્ગ શબ્દ છે. કાયાનો દેહભાવનો ઉત્સર્ગ એટલે ત્યાગ. માત્ર આત્મભાવમાં રમણતા લાવવી એટલે કાયોત્સર્ગ. આમ આવા ભાવ લાવવા માટેની મુદ્રા પણ એને અનુરૂપ હોવી જોઇએ. તેથી સ્વસ્થ શાંત મુદ્રામાં કરોડરજ્જુ સરખી રાખીને અર્ધનિમીલિત નેત્રને નાસિકાના અગ્રભાગે ઠેરવીને અંદર જવાનું છે. હવે જે આત્મભાવમાંથી પુદ્ગલભાવમાં જવાનું થયું એટલે અનાત્મભાવમાં જવાનું થયું ત્યાં જે કર્મની રજ લાગી તેને ખંખેરવાની છે તે માટે એક ધ્યાન માત્ર ઉપાય છે. હવે એ ધ્યાન કેટલા સમયનું કરવું તે માટે સમય મર્યાદા નિશ્ચિત કરવી જોઇએ. તેનું સબળ સાધન શ્વાસ છે. પ્રત્યેક સાધના પદ્ધતિમાં શ્વાસની વાત આવે જ છે તેમ અહીં પણ છે. અમુક જીવ-વિરાધના વગેરેના પાપોના પ્રાયશ્ચિતમાં પચ્ચીસ અથવા સત્યાવીસ શ્વાસ પ્રમાણ ધ્યાન ! કાયાને સ્થાનથી, વાણીને મૌનથી, અને મનને ધ્યાનથી વિરમીને કરવાની વાત તો તેની પ્રતિજ્ઞામાં જ આવે છે. તેટલા સમય સુધી મન નિર્વિચાર રહે તો પેલું વિરાધના વિષયક પાપ ખરી પડે છે. હવે જ્યારે આવી સૂમ વાત ન પકડાઈ માત્ર સ્થૂલતામાં જ માંડ પહોંચ્યા હોય તેવા જીવો આવ્યા તેના પ્રત્યેની કરુણાબુદ્ધિના કારણે તેને અવેજી રૂપે લોગસ્સ આપવામાં આવ્યા. તેને ચંદસુનિમ્મલયા. સાગરવરગંભીરા એમ શ્વાસની સંખ્યા જોડે આબદ્ધ કરવામાં આવ્યા. જ્યારે એવા પણ જીવો આવ્યા કે લોગસ્સ પણ નથી આવડતો ત્યારે લોગસ્સની અવેજીમાં તેમને નવકાર આપવામાં આવ્યો. WWW.jainelibrary.org Page #188 -------------------------------------------------------------------------- ________________ તમને ખ્યાલ આવી જ ગયો હશે કે ઉત્તરોત્તર સૂમમાંથી સ્થૂળતા તરફની યાત્રા બની રહી. તેથી નવકાર જેમ લોગસ્સની અવેજીમાં છે તે જ રીતે લોગસ્સ પણ ધ્યાનની અવેજીમાં છે. હવે જે આરાધનાનાં કાઉસ્સગ્ગ આવશે તે શ્વાસ સાથે સંકળાયેલા નથી માટે તેને પૂર્ણ ગણવાના છે. વળી આપણે ત્યાં તો ઘણી બાબતમાં આ કાઉસ્સગ્નની મુદ્રાને ખપમાં લેવામાં આવી છે. જ્યારે શાંત ચિત્તે વિચારણા કરવી જરૂરી હોય ત્યારે આ કાઉસ્સગ્ગ શબ્દ માત્ર સ્થિર કાયા-મન- વચનના અર્થમાં લેવાનો છે. ત્રણે યોગની ચંચળતાના ત્યાગ રૂપ એવું કરીને મનથી ચિંતવવાનું અને એમ ચિંતવવું ઘણું સુકર પડે છે. કોઈપણ જાતની ખલેલ વિના એકાગ્રતાથી એ ચિંત્વન થઈ શકે છે. જેમ કે રાઈ પ્રતિક્રમણમાં જ એવી બે વખત વાત આવે છે શુસુવિI સુકિ ના કાઉસ્સગ્ન વખતે રાત્રિશયન દરમ્યાન કુસ્વપ્ન અથવા દુઃસ્વપ્ન આવ્યા હોય તેની અસરથી મુક્ત થવા તે સ્વપ્નનું ચિંત્વન કરી તેને ખંખેરીને મુક્ત થવાનું છે. તેવું જ તમે લખો છો. તે તપની ચિંતવણી કરવા માટે પણ એ જ મુદ્રા ઉપકારક છે માટે તેમાં પણ ભગવાન મહાવીર મહારાજાએ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ છ મહિનાનું કર્યું ત્યાંથી શરૂઆત કરીને પાંચ વખત મહિના સ્વરૂપે અને છઠ્ઠા મહિનામાં દિવસ સ્વરૂપે ચિતવતાં ચિંતવતાં કરેલા તપ વખતે શક્તિ છે પરિણામ નથી. અને કર્યું છે અને આજે કરવું છે તેમાં શક્તિ છે અને પરિણામ છે. જ્યારે નવું તપ માંડવું છે ત્યાં શક્તિ નથી પરિણામ છે તેમ વિચારીને ત્યાં અટકીને કાઉસ્સગ્ગ પારવાનો છે. એ જ રીતે જ્ઞાનાચાર વગેરે પાંચ આચારના અતિચારનું ચિંત્વન કરવા માટે કયા કયા અતિચાર લાગ્યા તે વિચારવાની સુગમતા રહે તે માટે ના મિ. ની આઠ ગાથા ખપમાં લેવાની છે. અને તે પણ કાઉસ્સગ્નમાં જ વિચારવાનું છે. સાધુ મહારાજાની આચરણામાં તમે નજર માંડશો તો ગોચરી આલોવવા માટે ક્રમ વિચારવો પડે, દ્રવ્ય વિચારવા પડે, તે કાર્ય સારી રીતે કાઉસગ્ગ મુદ્રામાં જ થઈ શકે માટે તેનો કાઉસ્સગ્ન કરવાનો હોય છે. તે માટે સવારે ઉપયોગનો કાઉસ્સગ્ન કરવાનો હોય છે. તેમાં પણ કોણ કોણ વાપરનારા છે શું શું લાવવાનું છે. ગ્લાન પ્રાયોગ્ય, વૃદ્ધ પ્રાયોગ્ય વગેરેની વિચારણા કરવાની છે અને તેમાં પણ જે લબ્ધિવંત હોય તેને પહેલો કાઉસ્સગ્ગ પારવાનો છે વગેરે વાતો શાસ્ત્રમાં છે જ! માત્ર અહંતનાં શાસનની કોઈપણ વાત ખૂબ ઊંડી અને રહસ્યમય હોય છે. એ વાત તમે સમજ્યા હશો. આશા છે કે તમને સંતોષ થયો હશે. .. १८७ WWW.jainelibrary.org Page #189 -------------------------------------------------------------------------- ________________ - ૧૮૮ સુભાષિતમ્ સંસ્કૃત સાહિત્યમાં આ પ્રકારના કાવ્યને અન્યોક્તિ કહેવાય છે. આ શ્લોકમાં માર્મિક વાત મૂકી છે. યથાર્થ દષ્ટાંત આપીને હાર્દ સમજાવ્યું છે. રજુઆત સરળ છે. એનો મર્મ માણીએઃ કેટલીક ચીજની મૂલવણી સ્થાન ઉપર આધારિત હોય છે. છે તો કાગડો. એ બોલે તો પણ કાનને પીડા થાય! એને સંબોધીને કહે છે: હે કાગ ! અત્યારે વૈશાખ મહિનો ચાલે છે. તું બોલવાનું બંધ કરીને, માંજરથી લદાયેલા આ આંબાની ઘટામાં જઈને બેસ; અમે તને ચોક્કસ કોયલ માનીશું. નેપાળના રાજા હોય અને લલાટમાં કદાચ કાદવનું તિલક કર્યું હોય તો પણ કોઈ એ માનવા તૈયાર ન થાય. કહેશે, હોતું હશે? નેપાળના રાજા તો કસ્તૂરીનું જ તિલક કરેને! સ્થાનથી વસ્તુનો મહિમા ગવાયો છે. कर्णारुन्तुदमन्तरेण भणितं गाहस्व काक स्वयं माकन्दं मकरन्दशालिनमिहत्वां मन्महे कोकिलम्। બન્યાનિર્વજવેન તિવિદ્યાનિકૂલિ नेपालक्षितिपाल भालतिलके पडकेऽथ शडकेत कः॥ છાંડી કર્કશ વાણી કર્ણ પીડતી જા આમ્રકુંજે જ્યહીં, મહેકે મંજરી કાગ માની લઈશું હેજે તને કોકિલ; થાયે સ્થાનથી વસ્તુ ધન્ય તિલકે માને સહુ કસ્તૂરી, નેપાળી નૃપના લલાટ પર કો શંકા કરે પંકની. પદ્યાનુવાદ: કુલિનચન્દ્ર યાજ્ઞિક Page #190 -------------------------------------------------------------------------- ________________ કાવ્ય Ĉ Doule molech ૧૮૯ www.jainelibraryong Page #191 -------------------------------------------------------------------------- ________________ usemen ///// MARICAL ૧૯૦ 218-70 Tolle olh મયણાંસુંદરી (રુચિરા છંદ : સવૈયા) ઉલ્કાપાત-સમું જીવન તેં મલયાચલ માની માણ્યું, મયણાં બેની ! અમરતને તેં પીધું ને પાઈ જાણ્યું ! એક વાર ભલભલા ભૂપને, થરથરાવી દઈ તારી હાક ! અને રાજસભામાં સભાજનોને, મુગ્ધ કરી ગઈ તારી હાક. સિદ્ધાંતોના સ્પષ્ટ જવાબો આપીને, તે ગજવી હાક નાસ્તિકોના ને રાજાના હૈયે, સર્જાવી ગઈ હોળી એ હાક! સાહસ સ્મિત ભેર કરી પરિણામને જાણ્યું. મયણાં બેની ! અમરતને તેં પીધું ને પાઈ-જાણ્યું ! -૧ હાર-જીતની નો'તી કલ્પના, કરવું'તું મદનું ખંડન, સદા રહે ઝળહળતી જ્યોતિ, કરવું'તું જિન-મતનું મંડન; સતત વહાવી જ્ઞાનની ધારા, કર્યું તેં મિથ્યા-મત ભંડન હતું ભવ્ય ને દિવ્ય એક ચમત્કૃતિ ભર ઉ૨-સ્પંદન. તિરસ્કારના જલથી તે તો, શાંતિથી નાહી લીધું, મયણાં બેની ! અમરતને તેં પીધું ને પાઈ જાણ્યું ! -૨ Page #192 -------------------------------------------------------------------------- ________________ વંટોળાનાં તાંડવ સાથે હતો નિરંતર તારો પ્યાર હતો શ્રદ્ધાનો-ક્ષત્રિયવટનો સપ્તરંગી શણગાર હૃદયે ઋષભ, મનમાં મુનિવર, હતી તારી બલિહાર ભક્તિની શકિતથી પામી'તી તું પ્રભુનો પ્યાર જવાંમર્દીના જંગમાં દેવી ! તેં રંગે રંગાઈ જાણ્યું. મયણાં બેની ! અમરતને તેં પીધું ને પાઈ જાણ્ય! -૩ તે હૈયામાં રુદન ભરીને, ચહેરે નિત પાથર્યા હાસ, અંધકારમાં માર્ગ શોધવા, પહોંચી તું સદ્દગુરુની પાસ. અણિશુદ્ધ સતીવ્રત અદાથી, સાચવિયો અણનમ ઉલ્લાસ જરૂર પડી ત્યાં ઝેર પીધાં તે, હતી હૈયે અમૃતની આશ. તે સંસારની શરશય્યા પર મુકિતગીત ગાઈ જાણ્યું. મયણાં બેની ! અમરતને તેં પીધું ને પાઈ જાણ્યું ! -૪ કવિ શ્રી પ્રિયદર્શન આસ્વાદ મયણાં બેની ! અમરતને તેં પીધું ને પાઈ જાણ્યું! નારીરત્ન મયણાંનાં જીવન-પ્રસંગોમાં ભરપૂર કાવ્ય સામગ્રી છે. કવિએ અહીં મયણાંને અમૃત પીનારી અને અમૃત પાનારી બતાવી છે. દષ્ટિનો પ્રશ્ન છે. મયણાંના જીવનનાં એક-એક પ્રસંગ, કે જે દુનિયાની નજરે દુઃખ દેનારા ગણાયા છે; તેને મયણાંએ નવી નજરે નિહાળ્યા છે, તેની વાત કવિએ માંડી છે. કવિ તો મયણાંને જ કહે છે બહેન! તેં તો અમૃતને પીધું પણ ખરું અને શ્રીપાળને પીવરાવી પણ જાણ્યું. ૧૧ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ મયણાસુંદરીના જીવનનો પહેલો પ્રસંગ; કવિએ સરસ રીતે તીર તાંકીને પહેલી જ કડીમાં કંડાર્યું છે. તીર સરસ રીતે તાક્યું છે. ભરી સભામાં હાક ગજવી તે વાત મૂકી છે. જીવનના પ્રારંભમાં એક નજરે અવળી બાજી લાગે તેને રજૂ કરવા માટે “ઉલ્કાપાત” શબ્દ વાપર્યો છે. સામે છેડે મલયાચલ' શબ્દ દ્વારા મયણાંના મનની સ્થિતિ દર્શાવી છે. પુણ્યથી શું મળે?' --આ પ્રશ્ન પિતા પૂછે છે. ભરી સભામાં પૂછે છે; મયણાને પૂછે છે. એ પ્રશ્નનો ઉત્તર, સિદ્ધાંતને આધારે સ્પષ્ટતાથી, નિર્ભીકપણે આપ્યો! મયણાંએ જે ઉત્તર આપ્યો તે સાહસ હતું. એણે એ સ્મિતભેર કર્યું! પિતા હાર્યા અને પોતે જીત્યા --આવી કોઈ ગણતરી ન હતી. પણ, “પિતાજી મ કરો જૂઠ ગુમાન.” આમ, અભિમાનને અળગું કરવાની વાત છે, અને એવું કહીને સરવાળે તેને સત્યની સ્થાપના કરવાનું જ કામ હતું. એમ કરવા જતાં ભલે તિરસ્કાર-જળથી નહાવું પડે, તો તે પણ શાંતિથી નહાઈ લીધું. રાજસભામાં, પાદપૂર્તિ કરવાના નિમિત્તે જે કાંઈ બન્યું તેની નોંધ લીધા પછી, મયણાં ઋષભદેવ ભગવાનને ભજે છે, મુનિચન્દ્ર મહારાજની પાસે જાય છે, તેણે દેવ અને ગુરુ પ્રત્યેની ભક્તિથી અંતરને રંગી દીધું છે તેની વાત સુંદર શબ્દોમાં મૂકી છે. આગળ, ચોથી કડીમાં તેના સમગ્ર જીવનને એક નજરમાં ભરી લઈને શબ્દો દ્વારા તેનું બયાન કર્યું છે. હૈયામાં રુદન હોય અને હોઠ ઉપર હાસ્ય હોય તેવું તે જીવી બતાવ્યું. સતી વ્રત પાળતાં-પાળતાં તે નરદમ અને અણનમ ઉલ્લાસ સાચવી જાણ્યો. જરૂર પડી ત્યાં ઝેર પણ પીવું પડ્યું અને તેણે તે પચાવી જાણ્યું. અને, તેવી સ્થિતિમાં હૈયામાં તો અમૃતની આશા રાખી હતી. સંસારની શરશય્યામાં મુક્તિનું ગાન ફૂટે તે તો મયણાસુંદરીના જીવનમાં જ બને! આવા મયણાસુંદરી માટેનું આ એક યાદગાર ગીત છે. કવિ તો, જાણીતા આચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરિ મહારાજ છે. " WWW.jainelibrary.org Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મનાથ જિન સ્તવન (બેડલે ભાર ઘણો છે રાજ, વાતાં કેમ કરો છો -એ દેશી) થાં શું પ્રેમ બન્યો છે રાજ, નિરવ હસ્યો તો લેખે; મે રાગી પ્રભુ થે છો નિરાગી, અણજુગતે હોએ હાંસી; એકપખો જે નેહ નિરવહવો, તેમાંકી શાબાશી.. થાં શું - ૧ નિરાગી સંવે કાંઈ હોવ, ઈમ મનમે નવિ આણ્યું; ફળે અચેતન પણ જિમ સુરમણિ, તિમ તુમ ભક્તિ પ્રમાણું થાંશું-૨ ચંદન શીતલતા ઉપજાવે, અગ્નિ તે શીત મિટાવે; સેવકનાં તિમ દુઃખ ગમાવે. પ્રભુ ગુણ પ્રેમ સ્વભાવે..થાં શું-૩ વ્યસન ઉદય જિમ જલધિ અનુહરે, શશિ ને નેહ સંબંધે; અણસંબંધે કુમુદ અનુ હરે, શુદ્ધ સ્વભાવ પ્રબંધે..થાં શું-૪ દેવ અનેરા તુમસે છેટા, થૈ જગમેં અધિકેરા; જશ કહે ધર્મ જિણેસર થાં શું, દિલ માન્યા હે મેરા..થાં શું-પ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની પ્રતિભાના સ્પર્શથી પુલકિત આ નાનીશી ગુજરાતી પદ્યરચનામાં સાહિત્યનું ઊંડાણ સમાયું છે. તેમની સંસ્કૃત રચનાઓ ગૂઢ અને ગહન હોય છે તેને મુકાબલે ગુજરાતી રચનાઓ સરળ અને સુગમ હોય છે. તેમની પ્રતિભા વર્ણવતા બહુમુખી શબ્દ નાનો લાગે; શતમુખી પણ નહીં, એને તો સહસ્ત્રમુખી જ કહેવાય ! આ નાનકડી રચના જ જુઓને! તેમણે વિકસાવેલી ઉપમા શૈલીના અહીં દર્શન થાય છે. સ્વરૂપ ભલે નાનું લાગે, રજુઆત ભલે સરળ લાગે, આમાં વણાયેલો વિષય ગંભીર છે. ૧૯૩ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ જૈન દર્શનમાં ચાલી આવતી રૂઢ માન્યતાને પડકારરૂપ વાત આ કાવ્યમાં છે. વાત છેઃ સૃષ્ટિના સર્જક પ્રભુ છે કે નહીં? પ્રભુ રાગ-દ્વેષ રહિત છે તો તેને ભક્તોને તે સુખ કે દુઃખ કેવી રીતે આપી શકે? જો તેની સ્તુતિ સુખ ન આપી શકે કે તેની નિંદા દુઃખ ન આપે તો તેને પૂજવાનો કે ભજવાનો સવાલ જ થતો નથી. જો સુખ-દુઃખ આવે છે તો રાગ-દ્વેષ પણ છે. રાગ-દ્વેષ આપણામાં પણ છે, તો તે પૂજવા યોગ્ય રહેતા નથી. આવી બધી ઘડભાંજ બુદ્ધિવાદીના મનમાં સતત ચાલતી હોય છે. જેનોને નિરીશ્વરવાદીની છાપ આવા અધકચરા વિચારને કારણે મળી છે. આ વિચાર વંટોળમાં આ સ્તવન પ્રકાશ પાડે છે. શ્રી યશોવિજયજી મહારાજ સર્વ પ્રથમ ભક્ત છે; પછી તાર્કિક છે; પછી કવિ છે. એમની આ ત્રણેય વિશેષતાઓ આ સ્તવનમાં જોવા-જાણવા મળે છે. માત્ર પાંચ કડીમાં કહેવાની વાત બરાબર કહેવાઈ છે. સ્તવનનો ઉપાડ કેવો સુંદર છે ! પ્રભુ! તમારા પ્રત્યે પ્રેમ પ્રગટ્યો છે. આપ એ પ્રેમને નભાવો તો મારો સ્નેહ લેખે લાગે. અલબત્ત મારો આ તર્ક મુશ્કેલ છે. હું તો રાગી છું અને આપ નિરાગી છો. રાગી-નિરાગીનો મેળ કેમ મળે? લોક પણ આને અજુગતું કહેશે. અરે! લોક તો મશ્કરી કરશે. એક તરફી સ્નેહ નિભાવવો એમાં શું શાબાશી? તમે નિરાગી છો. તમને ભજવાથી, સેવવાથી શું લાભ એવું હું મનમાં આણતો નથી. કારણ કે મને ખબર છે કે ચિન્તામણિ જેવા અચેતન મણિની ભક્તિથી કરેલી આરાધના ફળે છે તો, તમે તો સચેતન છો; આપની ભક્તિથી આરાધના કરું તો તમે પણ ફળ આપવાના જ છો. --આવા તર્કથી માંડણી કરી કવિ કવિતાનો પ્રારંભ કરે છે. પુષ્ટિ માટે એક પછી એક ઉપમાઓ આપે છે. ઉપાધ્યાયજી મૂળ વાત એ કરે છે કે પ્રભુ પોતાના ભક્તના દુઃખ દૂર કરે? હા, એ ચોક્કસ દૂર કરે છે. કેવી રીતે? અહીં પણ તક મદદે આવે છે. જેમ ચંદનનો ઘસારો શરીરમાં શીતળતા જન્માવે છે; જેમ અગ્નિ ટાઢને દૂર કરે છે એમ. ચંદનનો સ્વભાવ શીતળતાનું દાન કરવાનો છે અને અગ્નિનો સ્વભાવ ઉષ્મા અને હૂંફ આપવાનો છે તેમ પ્રભુના જે ગુણો છે તેના પ્રત્યેનો જે રાગ-અનુરાગ છે તે પ્રભુ પ્રત્યેના ગુણરાગનો સ્વભાવ ભક્તોના દુઃખ દૂર કરવાનો છે. પ્રભુમાં WWW.jainelibrary.org Page #196 -------------------------------------------------------------------------- ________________ દુઃખ દૂર કરવાનું કર્તુત્વ નથી પણ પ્રભુના ગુણોના નિમિત્તને પામીને તમારા મનમાં, આત્મામાં જે રાગ ઉત્પન્ન થયો છે એ રાગમાં દુઃખ દૂર કરવાનું કૌવત છે, કર્તુત્વ છે. જેમ-જેમ પ્રભુના ગુણો પ્રત્યે આદર-ભક્તિઅહોભાવ-બહુમાન વધે તેમ-તેમ દુઃખ દૂર થાય. પ્રભુ ગુણો પ્રત્યેના પ્રેમનો આ જ સ્વભાવ છે. આ માટે એક તર્કપૂર્ણ દૃષ્ટાંત આપે છે : ચન્દ્ર પ્રત્યેના સ્નેહ સંબંધને કારણે જ સમુદ્ર, ચન્દ્રના ઉદય-અસ્તને અનુસરે છે. સમુદ્રના ભરતી-ઓટ ચન્દ્રના ઉદય-અસ્ત પ્રમાણે ગોઠવાયા છે. એ જ પ્રમાણે ચન્દ્રના ઉદય પ્રમાણે ઉગવું, ખીલવું અને તે આથમે ત્યારે બીડાઈ જવું આ કુમુદ (ચન્દ્ર-વિકાસી શ્વેત કમળ) પોયણા અનુસરે છે. આમાં સંબંધ જવાબદાર નથી; સ્વભાવ જવાબદાર છે. સ્વભાવ કારણની અપેક્ષા રાખતો નથી. એ પ્રમાણે પ્રભુના ગુણોનો પક્ષપાત સુખી કરે છે અને તિરસ્કાર દુઃખી કરે છે. આ નિયમથી પ્રભુમાં કર્તૃત્વ આરોપિત થઈ શકે છે. મૂળભૂત રીતે તો આ પદાર્થ લોગસ્સસૂત્રના તિત્થર પરીવંત અને સિદ્ધિસિદ્ધિ મમ વિલંતુ ૦ આ પદના વિવરણમાં આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજે આ જ દષ્ટાંતો આપી સમર્થન કર્યું છે. ( જાવ. નિ. ૧૦૯૭ ગાથા વિવરણ) પણ એ શાસ્ત્રીય ગહન પદાર્થની આવી સરળ ગુજરાતીમાં અભિવ્યક્તિ બીજે નહીં મળે. આવું સ્તવન કંઠસ્થ કરી, વારંવાર વાગોળી, એનો મધ્યવર્તિ વિચાર પ્રભુ ગુણ પ્રેમ સ્વભાવે જો સમજાઈ જાય તો જેનો જ્યારે-જ્યારે નિરીશ્વરવાદી તરીકે, જૈનો ઈશ્વરને માનતા નથી એવી અણસમજુ વાત આવે ત્યારે, આ સ્તવનના સહારે સમજાવી શકાય. છેલ્લી કડીમાં સ્પષ્ટ સમજાય છે. દુનિયામાં દેવ ઘણા છે પણ તે બધા આપનાથી નાના છે. આપ સંપૂર્ણ રાગ-દ્વેષ રહિત હોવાના કારણે મોટા છો. મારું દિલ તમને માને છે; તમારા પ્રત્યે રાગવાળું બન્યું છે. હે ધર્મ જિનેશ્વર ! મને તો તમે ખૂબ ગમો છો! --આવું વાચક જસ કહે છે. પંદરમા જિન શ્રી ધર્મનાથ સ્વામીને ઉદ્દેશીને રચાયેલું આ સ્તવનનું ગાન કોઈ પણ અરિહંત પરમાત્મા સમક્ષ કરી શકાય. એની અસલ ઢાળમાં એ જ દેશમાં ગાન થવું શોભે; તો જ કર્તાના મનોગત ભાવ આ શબ્દ અને લયના માધ્યમથી આપણા તન-મનને ભીંજવે. ભાવથી હર્યાભર્યા આ સ્તવનને આપણા કંઠની શોભા વધારનાર બનાવીએ. . ૧૯૫ WWW.jainelibrary.org Page #197 -------------------------------------------------------------------------- ________________ હંસને માનસસરના કોડ શાળા મચ ૨ & હંસને માનસસરના કોડ, કરતો એ દોડાદોડ.. નિર્મળ નીર જ્યાં છલોછલ ભરીયા, ધીર ગંભીર વિશાળ; સહસ્રદલે જ્યાં કમળો વિકસે, મધુકર કરે ઝંકાર... હંસને મણિ-માણેકની પાળે કિન્નર, ગાવે ગીત રસાળ; સુરભિ સમીર જ્યાં વહેતો ધીરે, શીતલ શાંત ઉદાર... હંસને મુકતાફલનો ચારો ચરે જ્યાં રૂડા રાજ મરાલ; એનાં અનુપમ સંગે રંગ; વિસરે જગજંજાલ... હંસને ક્યારેક હંસો નર્મ કરે સરવરમાં ક્રીડન વશ અવિકાર; કમલદલ જલશીકર નીરખી, માને મુકાહાર... હંસને ક્ષીરનીર વિવેક વિલાસ; સુકૃત ભારોભાર; ધર્મધુરંધર સોહંસોહં નિન, ઉચ્ચપળે પળનાર... હંસને. સહસ્ત્રદલ= હજાર પાંખડીવાળું કમળ / કિન્નર=દેવની એક જાતિ - જેને ગાયન પ્રિય હોય/સુરભિ સુગંધ સમીર=પવન / રાજમરાલ હંસ / નર્મ=મજાક-રમૂજ/જલ શીકર=પાણીના ટીપાં/ક્ષીરનીર વિવેક=દૂધ અને પાણી છૂટાં પાડવા તે / નિદેનિનાદ શબ્દ છે અવાજ કરવો, બોલવું તે. Page #198 -------------------------------------------------------------------------- ________________ કાવ્ય આસ્વાદ શ્રી ધુરન્ધર સૂરિ મહારાજ કવિ હતા. સારા કવિ હતા. સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં તેમણે હજારો શ્લોકોની રચના કરી છે, તેમજ ગુજરાતીમાં પણ સેંકડો પદરચ્યાં છે. તેઓની જાણીતી કૃતિ આદિ જિન પંચકલ્યાણક પૂજા જેમણે જોઈ કે ગાઈ હશે તેમને રસાળ કવિત્વનો પરિચય થયો હશે. પ્રસ્તુત કાવ્યમાં માનસ સરોવરનું વર્ણન છે. શબ્દ-પ્રાસ સહજ છે. શબ્દ પસંદગી પણ સંસ્કૃતિની છાંટવાળી અને રસાળ છે. હંસ કોઈ અગમ્ય કારણે અહીંના કોઈ તળાવમાં આવી ચડ્યો છે. તેની ઇચ્છા, તેના કોડ તો માનસ સરોવરના જ છે. એ સરવર એવું તે કેવું છે કે મન ત્યાં જવા ઝંખે છે? સરોવર કીધું એટલે પાણી તો હોય જ. અહીં પાણી તો છે અને તે નિર્મળ છે. વળી તે છીછરું નહીં પણ ગભીર. (ગંભીર જેવો જ આ શબ્દ છે.) સરોવર વિશાળ છે. એ છલોછલ છે. આ સરવરમાં કમળો ખીલ્યાં છે. આ કમળ પણ હજાર-હજાર પાંખડીવાળાં છે જે લક્ષ્મી-કમળ કહેવાય છે. (અમદાવાદમાં ભદ્રકાળીના મંદિરે વર્ષમાં એકવાર ચડાવાય છે તે) આ કમળની પરાગરજથી આકર્ષાઈને મધુક મરા આવે જ. તેના મીઠા મધુર ઝંકાર અને ગુંજારવ ચારે બાજુ ફેલાય છે. આ સરવરની પાળ મણિ-માણેકથી બાંધેલી છે. એની આ પાળ પર વિહરતા કિન્નરો રસાળ ગીતો ગાય છે. અહીં વાતો પવન શીતલ અને શાંત વહે છે. આપણને અહીં બેઠાં પણ આ સુંદર વાતાવરણની આભા અડી જાય છે ને! આવા રમણીય માનસ સરોવરમાં રૂડા રાજહંસ મોતીચારો ચરી રહ્યા છે અને એવાની સોબતે જે હોય છે તે આ દુનિયાની જંજાળ ભૂલી જાય છે અને કોઈ અન્ય દુનિયામાં ખોવાઈ જાય છે. અહીં ભેળા થયેલા હંસરાજ ક્યારેક મજાક-મશ્કરી કરતા હોય છે. એ મજાક પણ વિકાર રહિત હોય છે. કેવી મજાક હોય છે એ? કમળ-દંડ પર પાણીનું બુંદ છે. જુઓ જુઓ કેવું સોહામણું લાગે છે ! ભેળા થયેલા હંસ દોડીને આ જોવા ભેગા થાય ત્યાં તો એ બુંદ દદડે છે અને સરવર જળમાં ભળી જાય છે. બધા હંસ હસી પડે છે! દુધ અને પાણી ભેગાં હોય એને જુદાં કરવા એ હંસનું સુકન્ય ગણાય છે. વળી એના અવાજમાં સોહં સોહંશબ્દ સંભળાતા રહે છે. આ ખૂબ ઊંચો મંત્ર છે. અર્થાત્ તેઓ ઉચ્ચ ગતિને પામનારા છે. આમ, પાંચ કડીના આ ગીતમાં માનસ સરોવરનું અને હંસોનું રસિક વર્ણન છે. રચના પણ સાદી અને ગેય છે. કંઠને શોભાવે તેવી છે. ૧૭ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ નિરહંકારી ચેતનાની માવજત Ĉ 18 Iloilesih પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ધર્મધુરન્ધરસૂરિ મહારાજની અન્તરંગ મનોવૃત્તિના ઇશારા મળતા ત્યારે ચિત્ત અહોભાવથી છલકાઈ જતું. પ્રસંગ એવો બન્યો કે એકવાર મારી આપેલી ડાયરીમાં તેઓશ્રી અક્ષર પાડે તો સારું એવા ભાવ મારા મનમાં રમતા હતા. યોગ્ય સમયે એક ડાયરી મેં એમને અર્પણ કરી. અર્પણ વેળાં બે શબ્દ લખવાનું મન થયું તે લખી દીધા ! આવ્યો કો'તવ હાથ સ્નિગ્ધ પથરો બેડોળ ને કદરૂપો, શિલ્પીરૂપ ઘાટ નૂર અરપી, ચૈતન્યવંતો કર્યો ! આઠેક દિવસ પછી ફરીથી તેમની પાસે જવાનું થયું ત્યારે મનમાં અપાર કુતૂહલ હતું કે એ ડાયરીમાં શું શું લખાયું હશે! અને સુખદ આશ્ચર્ય વચ્ચે જ્યારે ડાયરી હાથમાં લીધી ત્યારે દેહ રોમાંચિત બન્યો! પહેલા પાનાં ઉપર નજર પડી તેવી ત્યાં ચોંટી ગઈ ! આંખો પહોળી થઈ ગઈ. વ્યાસ સ્થિર થઈ ગયો. આ શું વાંચું છું હું? અર્પણ પંક્તિમાં બે શબ્દમાં વિકલ્પરૂપે નીચે લખ્યું હતું. સ્નિગ્ધની નીચે મુગ્ધ લખ્યું હતું અને કદરૂપો એ શબ્દની નીચે કર્કરો એમ લખ્યું હતું. તે તો બરાબર પણ એ પંક્તિની નીચે તેઓશ્રીએ લખ્યું હતું? જે ચૈતન્ય વસે સ્વયં સહજ ભૂ તેને નિમિત્તો મળે; થાએ જાગૃત અન્યથા નવી ફળે યત્નો હજાર ભલે. આ પંક્તિ વાંચી આંખો ભીની થઈ આવી! આ શું? મેં તેઓશ્રીમાં કતૃત્વ સ્થાપ્યું. તેમણે એ કતૃત્વનો છેદ ઉડાડ્યો! નિમિત્ત કરતાં ઉપાદાનને આગળ કર્યું. આમ તેઓની અંતરંગ મનોવૃત્તિના દર્શન થયા. આવી બધી પ્રવૃત્તિ વખતે તેનું મૂલ્યાંકન કેવું કરતાં! વળી એ રીતે પોતાની નિરહંકારી ચેતનાની માવજત અને સાક્ષીભાવને પુષ્ટ કરતા હતા તે જાણી શકાય છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ બાઁશિર ઉઠે છે બાજિ ગીત (બંગાળી) કી પાઇનિ તારિ હિસાબ મિલાતે મન મોર નહે રાજિ. આજ હૃદયેર છાયાતે આલોતે બાઁશરિ ઉઠેછે બાજિ. ભાલોબેસે છિનુ એઇ ધરણીરે સેઇ સ્મૃતિ મને આસે ફિરે ફિરે, કત વસંતે દખિન સમીરે ભરેછે આમારિ સાજિ, નયનેર જલ ગભિર ગહને આછે હ્રદયેર સ્તરે, વેદનાર રસે ગોપને સાધના સફલ કરે. માઝે માઝે બટે છિંડેછિલ તાર, તાઇ નિયે કેવા કરે હાહાકાર સુર તબુ લેગેછિલ બારે બારે મને પડેતાઇ આજિ. Rabindranath Tagore શું પામ્યો નથી એનો હિસાબ મેળવવા મારું મન રાજી નથી. આજે હૃદયની છાયામાં ને પ્રકાશમાં બંસી બજી ઉઠે છે. મેં આ ધરણીને ચાહી હતી એ જ સ્મૃતિ ફરી ફરીને મારા મનમાં જાગે છે. કેટલીય વસંતે દક્ષિણાનિલે મારી છાબ ભરી દીધી છે. નયનનાં જલ ઊંડે, હૃદયના ગહન સ્તરે રહ્યાં છે. વેદનાના રસથી ગુપ્ત રીતે સાધનાને સફળ કરે છે. કદી કદી તાર તૂટ્યા હતા ખરા, એટલા સારું કોણ હાહાકાર કરે ! તો યે સૂર વારે વારે સધાયો હતો તે જ આજ યાદ આવે છે. અનુવાદ : સુરેશ જોષી Nolem ગ્રન્થ ર ૧૯૯ www.jainelibrary (9 SIRESTON Page #201 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ આસ્વાદ જીવનના ઉત્તરાર્ધમાં કવિવર ટાગોરે રચેલી આ કૃતિ એ ઢળતા દિવસોમાં પાછળ નજરથી કરેલું સહજ પ્રાપ્ત અવલોકન છે. આ ગીતને સિદ્ધહસ્ત સાહિત્યકાર સુરેશ જોષીએ એવી જ ઉત્તમ રજુઆત દ્વારા ગુજરાતીમાં ઉતાર્યું છે. કવિની દૃષ્ટિને તત્ત્વજ્ઞાનીની દૃષ્ટિથી પણ ચઢિયાતી કહી છે. કવિ જુએ તે દર્શન અને પૃથગુજન જુએ તે દર્શનમાં આભ-જમીનનું અંતર રહેલું હોય છે. એ તો રહેવાનું જ! - કવિ હંમેશા વિધેયાત્મક દષ્ટિવંત હોય છે. તેની નજર “નથી ઉપર નથી કરતી. માત્ર “છ” ઉપર જ ઠરે છે. માણસનું જીવન છે, તેમાં તો બધું જ બનવાનું! સારું અને નરસું! બધી મનોવાંછિત પરિસ્થિતિ મળે, પ્રિય અને મનગમતી વ્યક્તિઓ જ મળે, અનુકૂળ સંયોગો જ મળે આવું બધું કોને મળ્યું છે? અને મળે તો પણ તેવા એકધાર્યા જીવનને જીવવાની મજા શી આવે? જીવન તો બધી જ જાતના રસથી હર્યુંભર્યું હોવું જોઈએ. માત્ર કેરીનો રસ નહીં. માત્ર કારેલાં પણ નહીં. ષટ્રસ હોય તો જ સ્વાદ આવે. વળી કારેલાં છે તો કેરીના રસની મહત્તા સમજાય. આને જ બેલેન્સ કહીશું ને! હાં! તો કવિએ “નથી પામ્યા'ની યાદી પર નજર માંડી નથી. એ છે તો ખરી. છતાં કવિ શું શું નથી મળ્યું તેની પર નજર માંડતા નથી; તેનો હિસાબ માંડતા નથી. એ તો આનંદની ક્ષણોને જ સંભારે છે. હૃદયનો પ્રકાશ તે રાજીપો પણ છે, અંધારું નહીં. છાયા-છાંયડો તે અવસાદ છે તેમાં બંસી બજી ઉઠે છે. આ બંસી આનંદગાનના પ્રતીકરૂપે છે. પ્રીતિથી રસતરબોળ હોય તે કવિ! સાથે સાથે શ્રોતાને, વાચકને ય રસતરબોળ બનાવે! અહીં કવિ કહે છે, આ ધરણીને ધરણીના સમગ્ર જાયાને ચાહ્યા છે એ વાત સ્મૃતિરૂપે ફરી ફરીને મનમાં રમે છે. WWW.jainelibrary.org Page #202 -------------------------------------------------------------------------- ________________ વળી બીજું સ્મરણ પણ મનમાં ઝબકે છે ઃ ઋતુરાજ વસંતના દિવસોમાં દખ્ખણાદા વાયરાએ મારા તનબદનની છાબને ભરી દીધી છે. આ હર્ષ અને આનંદ અનેરો છે. દુઃખ વિષાદપ્રદ છે, નયનમાં પાણી લાવે તેવાં પણ છે. છતાં તે તો હૃદયના ઊંડા થરની ભીતર છે, વિઘ્નરૂપ નથી. બલ્કે એ વેદના તો નિજીરસથી સાધનાને સફળ કરે છે. દુઃખ નથી એવું નથી. પણ તે તો ઉપરની સપાટીએ તરતાં હોય તેવાં નથી; ઊંડાણમાં છે. પૂર્ણ વિધેયાત્મક દૃષ્ટિથી જોતાં, સાધના સફળ કરવામાં થયેલા તેના યોગદાનને કવિ સંભારે છે. વળી વેદના-સ્મૃતિ ઝબકી કે કવિ સહસા સમગ્રતાના પરિપેક્ષ્યમાં મૂલવતાં અને અનર્ગળ આનંદની પડછે જોતાં કહી ઉઠે છે : એટલા સારું હાહાકાર કોણ કરે ! અને એમ એ વેદના વિસરાઈ હતી અને અંતરંગ પ્રેમસૃષ્ટિ સાથેનો પ્રેમ-તાંતણો બંધાયો હતો, સ્નેહનો સૂર સધાયો હતો. આજે જીવનના ઉત્તરાર્ધમાં બેસીને પાછળ નજર માંડતાં યાદ કરે છે. એ જ તો યાદ રાખવા જેવી વાત-મૂડી છે. જે છાલથી ફળ સુરક્ષિત રહ્યું તે છાલને હવે શું પકડી રાખવાની હોય ? હવે તો તેનો છાલ છોડવાનો હોય ! કવિ ફળને સાચવી લઈ છાલને દૃષ્ટિથી પણ દૂર કરે છે. કવિનો આ અભિગમ ફક્ત કાગળ પરનો ન હતો. શરીરના અંગ સમા સ્નેહીજનોએ એક પછી એક વિદાય લીધી ત્યારે એ કરુણ પળો કરુણામાં ફોરી ઉઠી હતી ! બાહ્યજીવન પરત્વેની અલિપ્તતા તો એવી કેળવાઈ હતી કે કવિવરને જ્યારે નોબેલ પુરસ્કાર મળ્યો ત્યારે પૂર્ણ અંતર્મુખી થઈ ગાઈ ઉઠે છે ઃ ‘એ મણિહાર આમાય નાહિ સાજે’ -‘આ મણિહાર મને શોભતો નથી’ મહાકવિ રવીન્દ્રનાથ ટાગોર એમની કવિતાઓના શબ્દેશબ્દ પ્રમાણે જ જીવ્યા હતા ! આજે પણ કવિ એકેએક બંગાળીના હૃદયસ્વામી છે; પ્રત્યેક ભારતીયના આદર્શ છે; સાહિત્યસ્વામી તરીકે દુનિયાભરમાં પંકાયા છે. કવિના શબ્દોને ‘આમિ અવાક્ હયે શુનિ, કેવલ અવાક્ હયે શુનિ...’ --આપણે કેવળ સાંભળતા જ રહીએ અને જીવનની ઊજળી બાજુ તરફ જોવાનું રાખીએ. ૨૦૧ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ સુખની આખી અનુક્રમણિકા ગ્રન્થ ર Imali ગીત સુખની આખી અનુક્રમણિકા, અંદર દુઃખના પ્રકરણ તમે જિંદગી વાંચી છે ? તો પડશે સમજણ પૂંઠા વચ્ચે પાનાં બાંધ્યા, જેમ ડચૂરો બાઝ આંસુનાં ચશમાં પહેરીને, પાને પાનાં વાંચે પથ્થરના વરસાદ વચાળ કેમ બચાવો દર્પણ હશે કોઈ પ્રકરણ એવું કે, ખરે વાંચવા લાયક તમે ફેરવો પાનાં આ પુસ્તકમાંથી ગાયબ ફાટેલા પાનાંઓ જોવા ફાટી જાતા સગપણ આસ્વાદ આ લેખક પણ કેવો, એન દાદ આપવી પડશે લખે કિતાબો લાખો પણ ના નામ છપાવે કશે કવિની નજર એટલે કવિની નજર. કવિ હશે કદાચિત લેખકજીને પીડા નામે વળગણ કાવ્યને કેટ-કેટલા વિષયોથી મઢે છે, એને મુકેશ જોષી કેવા-કેવા ઓપ આપે છે! કવિ મુકેશ જોષી અચ્છા ગીતકાર છે, આગવી કલ્પના-સૂઝ છે, શબ્દ પસંદગી નિરાળી છે. ગુજરાતી કાવ્યાકાશમાં ધ્યાનાકર્ષક ઝબકાર ફેલાવનારા નક્ષત્રોમાંના પહેલી હરોળના કવિ છે. યાદ છે ને ગયે વખતે કવિ આપણને ઝાડની ખબર કાઢવા લઈ ગયેલા! હવે એ વાત માણસની જિંદગીની કરે છે અને એને જુએ પુસ્તકની નજરે. પુસ્તકોની ભાત, જાત, રૂપ જૂજવાં તેવું માણસની જિંદગીનું પણ! WWW.jainelibrary.org Page #204 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક કીધું એટલે તેમાં અનુક્રમણિકા હોવાની જ. અહીં દરેકેદરેક માણસે પોતાની ઝંખના અને આકાંક્ષાના બળે ક્રમવાર સુખોની કલ્પના જ ગોઠવી હોય એ સુખની અનુક્રમણિકા પછી જે પ્રકરણો શરુ થાય તે તો સુખનાં નથી હોતા પણ દુઃખનાં હોય છે. આ બધી સમજ કોને પડે? ખબર તો પડે, પણ સમજ? સમજમાં ઊંડાણ જોઈએ જ્યારે ખબર તો છીછરી હોય ! સમજ મેળવવા અને કેળવવા માટે તો જિંદગી વાંચવી પડે. તળેથી ઉપર અને ઉપરથી તળ સુધી વિચારવી પડે, તાગવી પડે, ત્યારે સમજણ પડે.જિંદગીને પુસ્તક કહ્યું છે ને! પુસ્તક વાંચવાનું હોય. એટલે કવિ કહે છે : જિંદગી વાંચી છે ! વાંચો તો પડશે સમજણ. પુસ્તકને બન્ને બાજુ પૂઠાં હોય છે. બે પૂઠાં વચ્ચે પુસ્તક બંધાયું હોય છે. બાંધણી પાકી હોય તો સારું કહેવાય ! અહીં જિંદગીના પૂઠાં વચ્ચે માપસરની કાટ-છાંટથી નહીં પરંતુ ગળે ડચૂરો બાઝે તેમ બાંધ્યા છે પાનાં! - પાનાં વાંચતાં, જિંદગીના વરસોને જીવતાં, તો આંખો આંસુથી ઊભરાઈ જાય એમ બને છે. અહીં તો વગર વયે વાંચવાનાં ચશ્માં આવી જાય તેવું છે. અણગમતાં બનાવોનો, પથ્થરોના વરસાદ જેવો, વરસાદ પડતો હોય ત્યારે આત્મ નિરીક્ષણ કરવા રાખેલા દર્પણને કેમ કરી સાચવવું? જિંદગીના પુસ્તકમાં સુખની ક્ષણો લખાઈ હશે પણ એ પળ જીવવાની આવે ત્યારે, ભીની સ્લેટની બાષ્પીભવન થતી ભીનાશની જેમ, સુખનું એ પ્રકરણ ગાયબ થયેલું ભાસે છે ! એને શોધવાના ખાંખાખોળાંની મથામણમાં એનાં પાનાં ફાટી જાય છે ! સગપણ જેવાં સગપણ પણ અહીં ફાટી જાય છે ! “સગપણ' શબ્દની ઓથે કુમુદબહેન પટવાની લખેલી પંક્તિ મનમાં ઝબકી જાય છે : આંસુના પણ પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે ! કહ્યા વિના એ સઘળું સમજે એવા સગપણ ક્યાં છે ! જિંદગીની જ વાત છે ને? કવિ મુકેશે પ્રયોજેલાં “સગપણ’ અને ‘દર્પણ' અહીંયા હાજર છે.આ જિંદગીના પુસ્તકનો અદષ્ટ લેખક નિરાળો છે. " [SI[QI[ ગ્રન્થ ૨ ૨૦૩ www.jaine local Page #205 -------------------------------------------------------------------------- ________________ २०४ કોશિશ કરનેવાલોં કી હાર નહીં હોતી लहरों से डरकर नौका पार नहीं होती, हिंमत करनेवालों की हार नहीं होती। नन्हीं चींटी जब दाना ले कर चलती है, चढती दीवारों पर, सो बार फिसलती है, मन का विश्वास रगो में साहस भरता है, चढके गिरना, गिरकर चढना न अखरता है, आखिर उसकी मेहनत बेकार नहीं होती, हिंमत करनेवालों की हार नहीं होती। डुबकियाँ सिंधु में गोताखोर लगाता है, जा-जाकर खाली हाथ लौटकर आता है, मिलते न सहज ही मोती गहरे पानी में, बढता दूना उत्साह ईसी हैरानी में, मुठ्ठी उसकी खाली हरबार नहीं होती, . हिंमत करनेवालों की हार नहीं होती। असफलता एक चुनौती है, स्वीकार करो, क्या कमी रह गई, देखो और सुधार करो, जब तक न सफल हो, नींद चैन की त्यागो तुम, संघर्षो का मैदान छोड मत भागो तुम, कुछ किये बिना ही जय-जयकार नहीं होती।। - हिंमत करनेवालों की हार नहीं होती। कोशिश करनेवालों की हार नहीं होती। सावित नोवेल.छ... આજનું માનવ જીવન સંઘર્ષ શબ્દનો પર્યાય હોય એમ લાગે છે. જે જીવન જીવાય છે તે તો સાધનોની ભરમારથી સંકુલ છે; તેમાં સાધના શોધી જડતી નથી. સંઘર્ષ એટલે યુદ્ધ. યુદ્ધમાં આયુધો કે ઓજારો બીજે નંબરે આવે છે. પહેલાં તો અંદરની હિંમત જોઈએ. એ ભાવ ચિત્તમાં જાગે છે. હારના વિચાર કરવાથી હાર નિશ્ચિત બને છે એવું તો ઘણી વાર જોયું છે. તો, જીતના વિચાર કરવાથી જીત પામે છે. વિચાર ખૂબ જ સબળ પ્રાણવાયુ છે. આ વિચારની સાથે સાથે હિંમત ખૂબ જ જરૂરી છે. હિંમતના સામા પક્ષે નિરાશા આવે છે. કોઈ પણ કામમાં નિષ્ફળતા મળે, પછી મન એ વૃત્તિમાંથી એક તરફ ફંટાય છે. જો હિંમત હોય તો આશાવાદી બની રહે અન્યથા નિષ્ફળતા તો નિરાશાને જ જન્મ આપનારી જનની બને છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ મને એક કવિતા યાદ આવે છે. ત્રીજા કે ચોથા ધોરણમાં રમણલાલ સોની રચિત કવિતા ભણવામાં આવતી હતી. અમને એ કવિતા ખૂબ ઊંચા સ્વરે ગવરાવાતી હતી. ખૂબ યાદ રહી ગઈ છે. હિંમતનો મહિમા ખૂબ ગાયો છે. એનું રૂપક જોમદાર છે? એક ઈડરનો વાણીયો, ધૂળો એનું નામ, સમી સાંજનો નીકળ્યો, જવા કોથળે ગામ. રસ્ત અંધારું થયું, ચડિયો બીજી વાટ, જંગલમાં ભૂલો પડ્યો, દિલમાં થયો ઉચાટ. ત્યાં તો ઝાડી સળવળી, ચમક્યાં ચોરો ચાર, ખબરદાર! જે હોય તે, આપી દે આ વાર.” અલ્યા નથી હું એકલો, સાથી મારે બાર, 00 00 00 00 00 સાચાં સાથી બે ખરાં, હિંમત ને વિશ્વાસ, તે વિના બાકી બધાં, થાય નકામા ખાસ. આ બાળ-કવિતાનો ધૂળો વેપારી ચાર ચોરને પૂરો પડે છે તેમાં એની કિંમતનો ફાળો જ મુખ્ય છે. અહીં પ્રસ્તુત હિંદી કવિતાએ હિંમતનો મહા-મહિમા કર્યો છે. ભલભલાની નિરાશા ખંખેરાઈ જાય અને મન આશાથી તરબતર બને એવો ઉઠાવે છે. રોજ જોવા મળે એવા ઘરેલુ દષ્ટાંતથી કવિતાને મઢી છે. પહેલો પરિચય જેનો છે તે છે કીડી, રોજ ઘરમાં અહીં-તહીં વેગે દોડતી કીડી. આ કીડી દાણો લઈને દીવાલની ઉપર ચડતી હોય છે પરંતુ એ દીવાલ લીસી છે તેથી તે નીચે પડે છે. વળી ચડવાની કોશિશ કરે છે, પડે છે. ફરી ચડે છે. આમ સતત યત્ન કરતી છેવટે એ પહોંચે છે જ. આ ૨૦૫ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ બીજું દષ્ટાંત છે મરજીવાનું. મરીને જીવે એ મરજીવો ! કેવું યથાર્થ નામ મળ્યું છે એને! ડૂબકી દઈને મહેરામણના તળિયે મોતી ગોતવા આ ગોતાખોર જાય છે ત્યારે કેટલીયે વાર એ ખાલી હાથે પાછો ફરતો હોય છે. પરંતુ એ બમણા જોશથી ફરી ફરી ડૂબકી દે છે અને છેવટે મુઠ્ઠી ભરી ભરીને ચમકતાં રૂપાળાં મોતી લઈ આવે છે. શૌર્યગીત જેવી આ હિંદી રચનાની છેલ્લી કડી જ નોળવેલ જેવી છે! નિષ્ફળતા મળી? આત્મનિરીક્ષણ કરો. પરીક્ષણ કરો. પ્રયત્ન કરો. નિષ્ફળતા' શબ્દ જ જેની ડિક્ષનેરીમાં નથી એવી વિભૂતિઓને યાદ કરો. આ પંક્તિઓ સાપ-નોળિયાની લડાઈની યાદ અપાવે છે. સામાન્યતઃ સાપ અને નોળિયાના સંબંધો જાતિવૈરવાળા કહેવાય છે. દીઠે ન બને! એક બીજાને જુએ કે લડે. એ લડાઈમાં સાપ ડંખ દઈ દઈને નોળિયાને અધમૂઓ કરી નાખે ત્યારે આ દશ્ય ત્યાં ઊભેલી નોળી (માદા) જોતી રહેતી હોય છે. એ નોળી એક નોળવેલ લઈને આવીને નોળિયાને સૂંઘાડે છે. આ નોળવેલના પ્રભાવે નોળિયો ફરી તાજો માજો થઈને લડવા સજ્જ થાય છે. એ જ પ્રમાણે આ કવિતા હારેલા ને હતાશ થયેલાને હિંમતના પાઠ ભણાવી ચેતનવંત કરે છે, નવું જોમ પુરું પાડે છે. ફરી ફરી વાંચવા જેવી અને ગણગણવા જેવી આ કવિતા છે. એનો નારો છે -- हिंमत करनेवालों की हार नहीं होती। कोशिश करनेवालों की हार नहीं होती। આપણાં મોટા ભાગના દુઃખો મનનાં દુઃખો હોય છે. મનમાં ઘણાં જૂના કાળથી નકારાત્મકતા ભરી હોય છે. આપણને તે નકારાત્મકતા સુખી થવા દેતી નથી. તેને દૂર કરીને ઉપરનું પડખસેડીને અંદર પડેલા આત્મવિશ્વાસ અને હિંમત જેવા ઉર્ધ્વગામી ભાવો બહાર લાવવાના છે. પોતાની મર્યાદાનું ભાન થઈ જાય તો તે રાજા છે. આ ભાન માટે જ આવી કવિતાથી ભાવિત થવાનું હોય છે. : WWW.jainelibrary.org Page #208 -------------------------------------------------------------------------- ________________ કાવ્યઆસ્વાદ ચિત્રકાર : ૨.મ.રાવળ કાવ્યાત્મકઆત્મપરિચય – બ્યો\ ટ છે (૧૯૦૧-૧૯૮૦) પ્રાસ્તાવિકમ હાસ્યસૂઝનો આગવો પરિચય વિવિધ વિષયોનાં નીવડેલાં લેખકોને ગુજરાત સાહિત્ય સભા સુવર્ણચન્દ્રક એનાયત કરે છે. એ ચન્દ્રક સાથે રણજીતરામનું નામ જોડાયેલું છે. ઇસ્વીસન ૧૯૪૧માં રણજીતરામ સુવર્ણચન્દ્રક, હાસ્યાવતાર શ્રી જ્યોતીન્દ્ર હરિશંકર દવેને અર્પણ કરવાનો ગુજરાત સાહિત્ય સભાએ નિર્ણય કર્યો સામાન્યતઃ આપણા દેશની આર્ય પરંપરામાં વ્યક્તિ પોતાનું નામ પણ પોતે ન બોલે. નીતિશાસ્ત્રમાં આ વિધાન આ પ્રમાણે છે : અર્થ : आत्मनाम गुरोर्नाम પોતાનું ને ગુરુજીનું અતિકંજૂસનું વળી नामातिकृपणस्य च। કલ્યાણવાંછુએ ક્યારે નામ ઉચ્ચરવું નહીં. श्रेयस्कामो न गृह्णीयात् મોટા પુત્ર અને પત્નીનું નામ કહેવું નહીં. ज्येष्ठापत्यकलत्रयोः॥१॥ મામ/ના ના એક પ્રસંગમાં આવે છે કે તેઓ એકાકી હતા ત્યારે એમનું નામ પૂછવામાં આવ્યું ત્યારે, ધૂળમાં સરકડી વડે મન એવું લખીને જાણ કરી, પણ પોતાના મુખથી ન બોલ્યા! આ આપણા દેશની પરંપરા છે. પશ્ચિમના દેશોમાં તો પોતાનો પરિચય વ્યક્તિ સ્વયં આપે એવો નિયમ છે. ગુજરાત સાહિત્ય સભાએ જ્યોતીન્દ્ર દવે પાસે એમનો બાયોડેટા - પરિચય મંગાવ્યો. 10129h ૨૦૭ www.jainelibrary Page #209 -------------------------------------------------------------------------- ________________ WORICAL २०८ e are offe આ તો જ્યોતીન્દ્ર ! જન્મજાત હાસ્યકાર ! નખશીખ હાસ્યકાર ! એમ કાંઈ સીધેસીધો પરિચય આપે ? જવાબ તો વાળ્યો; ગુજરાત સાહિત્ય સભાનો અનાદર પણ શેં કરાય ? હાસ્યકારે આત્મ પરિચય કાવ્યના સ્વરૂપમાં લખ્યો ! પચીસ કડીનું પરિચયાત્મક કાવ્ય લાજવાબ બન્યું ! ગુજરાતી સાહિત્યમાં ચિરકાળ પર્યંત યાદગાર રહેશે. જાતના પરિચયની વાતને અધ્યાત્મના સંદર્ભમાં વિચારે છે. જ્યોતીન્દ્ર હાસ્યકાર તો છે જ. સાહિત્યના પણ અચ્છા વિદ્વાન છે અને વેદાંત દર્શનના પણ મર્મજ્ઞ છે. એમની આ ત્રણેય ખૂબીનો લાભ આ આત્મ પરિચય કાવ્યને મળ્યો છે. કાવ્યની પ્રસ્તાવના જ જુઓને ! ઉપાડ કેવો સરસ છે ! તમે જાતનો પરિચય પૂછાવ્યો. જાતને કોણ જાણે છે ? તે જે જાણે તે પરિચય આપી શકે. વળી જેણે જાતને જાણી છે તે અન્યને જણાવી શકતો નથી. છતાં મિત્ર પૂછાવે અને જવાબ ન આપવો તે તો ઔચિત્યભંગ કહેવાય. તેથી મિત્રનું માન રાખવા માટે, જાતને જે રીતે જાણું છું તે રીતે જણાવવા મથું છું. (અનુષ્ટુપ) તમારી જાતનો આપો તમે જાતે પરિચય’ તમારું વાક્ય એ વાંચી મને આશ્ચર્ય ઉપજે, જાતને જાણી છે કોણે કે હું જાણી શકું, સખે! જાણે જે જાતને તે યે જણાવે નહિ અન્યને. તથાપિ પૂછતા ત્યારે મિત્રનું મન રાખવા; જાણું-ના જાણું હું તો યે મથું ‘જાત જણાવવા’ }}} (6) Page #210 -------------------------------------------------------------------------- ________________ પરિચયનો પ્રારંભ જન્મની ઘોષણાની થાળી પીટાય ત્યારથી કરાય. ભારતીય પરંપરામાં જે વર્ણવ્યવસ્થા છે તેને સાંકળી લીધી. આમે પોતે બ્રાહ્મણ હતા, દવે હતા. અને વળનાં બ્રાહ્મળ: શ્રેષ્ઠ:। એ ન્યાયે પહેલો નંબર બ્રાહ્મણનો આવે એટલે જન્મથી હું બ્રાહ્મણ છું.(જન્મ સન-૧૯૦૧) પછી હાસ્યને મઢી દેતાં કહે છેઃ વૃત્તિએ એટલે આજીવિકાથી વૈશ્ય એટલે વ્યાપારી છું, મારી પ્રવૃત્તિ શુદ્ર જેવી છે. તો હવે બાકી વર્ણ એક રહ્યો તે ક્ષત્રિય. એટલે કહે છે, કલ્પનામાં ક્ષત્રિય બની જાઉં છું. કલ્પના- યુદ્ધ કરવામાં, રક્ષણ કરવામાં ક્ષત્રિય છું. આમ ચાર વર્ણની વાત કર્યા પછી ચાર આશ્રમની વાત કરે છે. તેમાં પહેલો આશ્રમ બ્રહ્મચર્યાશ્રમ આવે તે વર્ણવતાં બાલ્યવસ્થામાં નિશાળમાં ભણતો હતો અને રમતો હતો ત્યારે પ્રથમ આશ્રમમાં મારી સ્થિતિ હતી. પછી બીજો આશ્રમ ગૃહસ્થાશ્રમ, તેનું કથન કરતાં તેમને શાળા શબ્દનો શ્લેષ કર્યો છે. શાળા એટલે નિશાળ અને શાળાની બહેન એટલે પત્ની. કરસુખ બહેનને વર્યા, લગ્ન કર્યા. અને બે સંતાન પ્રદીપભાઇ, અસિતભાઇ થયા. આમ ગૃહસ્થાશ્રમ પછી વાનપ્રસ્થાશ્રમ. દિવસનાં કાર્યો કરી લીધા પછી નિષ્ક્રિય બની રહું. અને વળી હાસ્ય લાવ્યા. બીજાનાં કાર્ય કરવાના આવે ત્યારે સંન્યાસી બનું. એટલે ‘ના ભાઇ, મારાથી એ નહીં બને. ’ એમ કહ્યું. અહીં આ રીતે વર્ણાશ્રમની વ્યવસ્થાને અનુસરીને આર્યસંસ્કૃતિના વારસાને જાળવવા મથું છું. આર્ય સંસ્કૃતિનો વારસો જન્મે બ્રાહ્મણ, વૃત્તિએ વૈશ્ય ને હું પ્રવૃત્તિએ શૂદ્ર છું : કલ્પના માંહે ક્ષત્રિય હું બનું વળી ! શૈશવે ખેલતો ખેલો, શાળામાં ભણતો વળી, બ્રહ્મચર્યાશ્રમે ત્યારે સ્થિતિ મારી ગણી હતી. શાળાને છોડીને જ્યારે ‘શાળાની બહેન'ને વર્યો, ૨૦૯ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ગાર્હ આશ્રમે જ્યેષ્ઠ તદા પ્રેમે હું સંચર્યો. પ્રભુતામાં ધર્યા પાદ; પૃથ્વીને રસ- પાટલે; પયગમ્બર પ્રભુ કેરા પધાર્યા બે પછી ગૃહે. દિનનાં કાર્ય આટોપી વાનપ્રસ્થ અનુભવું, પારકાં કામ આવે ત્યાં સંન્યાસી હું બની રહ્યું ! વર્ણાશ્રમતણા આમ બધા હું ધર્મ પાળતો, જાળવવા મથું નિત્યે આર્ય- સંસ્કૃતિ-વારસો. વર્ણાશ્રમની વાત કર્યા પછી હવે પહેલું વર્ણન પોતાના શરીરનું કરે છે. તેમનું શરીર સાવ એકવડું અને માંદુ રહેતું, પણ તે બન્ને પાસાંને તેઓ સહજ હાસ્યના સહારે વર્ણવે છે. શરીર એવું છે કે શત્રુ એને જોઇને ખુશ થાય છે. અને વૈદ્યને રોજને રોજ ધન મળે છે. પણ જે વહાલપભર્યા સ્વજનો છે તેને ચિંતા રહે છે, અને આવા દુર્બળ શરીરથી મને પીડા રહેતી, વજનમાં એવું હળવું કે પૃથ્વીને સહેજે ભાર ન લાગે. આવું શરીર મને મળ્યું છે ! માંદગી તેમના શરીરે કાયમી વસવાટ કરતી, તેથી તેઓ વર્ણવે છે કે રોગ અને સ્વાસ્થ્ય- નિરોગીપણું - આ બન્ને રણભૂમિ બની રહેતું. શરીરનું ઘડતર દવાથી જ વધારે થયું છે. છતાં ‘મારી વ્યાયામ સાધના’ નામના પ્રસિદ્ધ લેખમાં એક પ્રસંગે એક અખાડાવીરને માટે મનોમન કહે છે તે શરીરના દાવપેચ જાણતો હશે, હું બુદ્ધિના જાણું છું.' આમ બળ કરતાં કળમાં વધારે હતા. અરિને મોદ અર્પનું, દ્રવ્ય અર્પનું વૈધને વહાલાને અર્પનું ચિંતા, મને પીડા સમર્પ, પૃથ્વીયે ખેંચતી જેને બહુ જોર થકી નહિભારહીણું મને એવું ઈશે શરીર આપિયું, Page #212 -------------------------------------------------------------------------- ________________ રોગને સ્વાસ્થની નિત્યે રણભૂમિ બની રહ્યું. એવું શરીર આ મારું દવાઓથી ઘડાયેલું! જ્યોતીન્દ્ર શરીરનું વર્ણન કરીને નિશાળમાં વિદ્યા અર્જન કરવા ગયા, ત્યાં તે જમાનાના સૂત્ર સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ધમધમ’ મુજબ તેમને સોટીની વેદના અને વિદ્યા બન્ને સાથે મળ્યા. નિશાળમાં ભણવા માટે મનની એકાગ્રતા જોઈએ પણ, મન તો ચંચળ છે તેથી દેહને તો વિદ્યાલયમાં પૂર્યો, પૂરી શકાય, પણ મન! મન તો બ્રહ્માંડો ભટકી વળ્યું. હવે વિદ્યા ભણવા માટે પહેલાં પૈસાનો વ્યય કર્યો અને પછી શિક્ષક | અધ્યાપક તરીકે પૈસાને માટે એટલે કે પગાર લેવા પૂર્વક વિદ્યાનું દાન કર્યું. સામાન્ય રીતે બ્રાહ્મણ પરંપરામાં ધર્માર્થે જ વિદ્યાનું દાન થતું હતું. સોટી ને શિક્ષકો કેરા શાળા માંહે સમાગમે વિઘા ને વેદના બે મેં એક સાથે જ મેળવ્યાં. મન કેળવવા માટે દેહ વિદ્યાલયે પૂર્યો. મન કિન્તુ રહ્યું ના ત્યાં બ્રહ્માંડો ભટકી વળ્યું! વિધાને પામવા પહેલાં, અર્થનો વ્યય મેં કર્યો પછીથી અર્થને કાજે વિદ્યાવિક્રય આદર્યો. અભ્યાસની વાત પછી સાહિત્ય સંગીતની વાત કરવી છે પણ તે પહેલાં હાસ્યકાર પોતાની ચિત્તવૃત્તિની વિચિત્રતા વર્ણવે છે. જ્યારે ઘરમાં કાંઈ ન હોય ત્યારે મને ભૂખ લાગતી અને જેમ કેરી પાકે ત્યારે પોપટની ચાંચ પાકે એવી કહેવત છે તે મુજબ ભર્યુ ભાણું મળે તો તે દેખીને મારી ભૂખ મરી જતી. - ૨૧૧ Page #213 -------------------------------------------------------------------------- ________________ કોને ખબર મારી મનોવૃત્તિ જ એવી છે કે જે હોય તે ન ઈચ્છે, ન હોય તેની જ માંગ કરે અને કદાચ ૨૧૨ = જે માગ્યું હોય તે મળી જાય તો તે ન ગમે ! આવી વિચિત્ર મનોવૃત્તિ મારી છે. ઘરમાં હોય ના કાંઈ, સુધા ત્યારે સતાવતી. ભર્યું ભાણું નિહાળીને ભૂખ મારી મરી જતી. વૃત્તિ મારી સદા એવી હોય તે ન ચાહે કદી, હોય ના તે સદા માંગે, મળે, માંગ્યું ય ના ગમે! આટલે પહોંચ્યા પછી સંગીત-નૃત્ય અને કાવ્ય સાહિત્યની કળા વિષે પોતાની કેફિયત રજૂ કરે છે. પહેલી વાત સંગીતકળાની લે છે. સંગીતકળામાં મેં રસ કેળવ્યો પણ સિદ્ધિ સુધી ન પહોંચ્યો. ગાવાનું મને મન થાય, પણ હું ગાતો નથી કારણ કે મને સાંભળનારનાં કાનની દયા આવે છે કે તેને આ બે સુરું સાંભળીને કષ્ટ થશે. પછી જણાવે છે કેઃ નૃત્ય! નૃત્ય તો મેં એક જ વાર કર્યું છે. આ વાત એવી બની કે ઉઘાડા પગે રસ્તે હું ચાલતો હતો. તે રસ્તા ઉપર કોઈક મૂર્ખ માણસે અરધી બળેલી બીડી એમ જ ફેંકી હતી તેના ઉપર મારો પગ આવ્યો. જેવી એ બળતી બીડી મારા ખુલ્લા પગ નીચે આવી કે તુર્ત હું નાચી ઉઠ્યો. બસ પહેલી અને છેલ્લી વખત એ નૃત્ય કર્યું તે કર્યું અને આવું નૃત્ય હજી સુધી કોઇએ કર્યું નથી જોયું. નૃત્યને વર્ણવવામાં કેવું હાસ્ય પ્રયોજ્યુ. હવે ત્રીજી વાત સાહિત્યની કરે છે. સાહિત્યના ઘણાં પ્રકાર છે. તેમાં કાવ્ય પ્રકારનો નંબર પહેલો છે. સાહિત્યમાં પ્રવેશવા માટે કાંટાની વાડ ભેદવી પડે તે ભેદીને એટલે કે થોડાં કાવ્ય રચીને જેમ કે નવવરવધૂની શુભકામના નિમિત્તે મંગલાષ્ટક રચ્યા છે, જેમાં દરેક પદ્યમાં છેલ્લે કુર્યાત્ સદા મંગલમ એવું પદ આવે તેવા ગુજરાતીમાં શાર્દૂલવિક્રીડિતમ્ છંદમાં જ્યોતિન્દ્ર દવેએ એકથી વધારે રચ્યા છે. એ રચ્યા, એ રચ્યા બસ પછી કાવ્ય કહેવાય તેવી રચના કરવાનો આ પ્રસંગ ઘણાં વર્ષે આવ્યો. આ ચાર પદ્ય ઉપજાતિ છંદમાં સુંદર છે. WWW.jainelibrary.org Page #214 -------------------------------------------------------------------------- ________________ (ઉપજાતિ) સાહિત્ય સંગીત કલા વિષે મેં ધરી રુચિ, કિન્તુ ન સિદ્ધિ આવી. ગાઉં ન હું કારણ માત્ર તેનું આવે દયા કે સૂણનાર કાનની કર્યું હતું એક જ વેળ જીવને અપૂર્વ મે નૃત્ય વિના પ્રયાસે. હું એકદા માર્ગ પર નિરાંતે, ઉઘાડપાદે ફરતો હતો ત્યાં અર્ધી બળેલી બીડી કોક મૂર્ખ ફેંકી હતી તે પર પાદ મૂક્યો. અને પછી નૃત્ય કરી ઉક્યો છે તેવું હજી નૃત્ય કર્યું ન કોઈએ! સાહિત્યની કંટકવાડ ભેદવા કરે ગ્રહી કાતર કાવ્ય કેરી, પાડી છડું નાનકું એક ત્યાં હું બૂણો ઊભો; કાતર ફેંકી દીધી ! હવે પછીના છેલ્લા ચાર પદ્ય જેમાં બે અનુષુપ છે અને બે શાર્દૂલવિક્રીડિત છંદમાં વેદાન્ત દર્શનની દષ્ટિએ એક તત્ત્વજ્ઞાનીની રીતે ફિલોસોફી રજૂ કરી છે. ભલે મારો દેહ દાતણ જેવો દૂબળો પાતળો છે, મન માંકડાં જેવું છે, પણ આત્મા! આત્મા તો બ્રહ્માંડ જેવો મોટો છે. આ બ્રહ્માંડમાં જે કાંઈ થાય છે, દેખાય છે, સંભળાય છે તે બધું મારા થકી જ થાય છે. અનેકરૂપ ધારણ કરીને માયામથી આ સમગ્ર સૃષ્ટિને હું જ ખીલવું છું. હું જ ચૈતન્ય ચૂડામણિ છું. દિશા અને કાળના દડા વડે આ જગમાં ખેલ ખેલી રહ્યો છું. આ અભેદ દર્શનને આગળ લંબાવતા કહે છે કે આમ્રકુંજમાં કોયલ જે રીતે મીઠું પૂજન કરે છે તે કલરવ પણ મારો છે અને આવેલી મીઠી નિદ્રાનો ભંગ કરનારા કૂતરાનું ભસવું તે પણ ક્રિયા મારી છે. આ સુવર્ણચન્દ્રક જે અપાય છે તે આપનારો પણ હું છું અને લેનાર પણ હું જ છું. હે મિત્ર ! મારાથી કશું જ ભિન્ન-જુદું નથી. જેવી રીતે દોરડામાં સાપની ભ્રમણા થાય છે તેમ મને આ જ્યોતીન્દ્ર દવેમાં મહાજ્યોતિ 813 Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ TUDIES DIAL, પરબ્રહ્મના દર્શન થાય છે. એમ છેલ્લા પચીસમાં પદ્યમાં સમાપન કરીને છેલ્લે પોતાની સહી ગૂંથી લીધી છે. આ રીતે આપણને નવી જ શૈલીમાં આત્મપરિચય કરાવ્યો છે. પદ્યમાં સાહજિક કાવ્ય રેલાય છે. શબ્દ ભંડોળ અને છંદને બિલકુલ અનુરૂપ શબ્દ પસંદગી, તેમને કવિ તરીકે પણ ઠેરવે છે. આમ ગુજરાતી સાહિત્યને એક યાદગાર કાવ્ય મળ્યું છે. | (અનુષ્ટ્રપ ). દેહ દાતણના જેવો, મન મર્કટના સમું આત્મા કિન્તુ ગણું મારો વડો બ્રહ્માંડ જેવડો | (શાર્દૂલ). નાના રૂપ ધરી હું એમ ખિલવું માયામયી સૃષ્ટિને, ખેલું ખેલ અનન્ત શાન્ત જગમાં દિક્કાલને કહ્યું કે, સુરતના હું ચૈતન્ય ચૂડામણિ સકલ આ બ્રહ્માંડ વ્યાપી રહ્યો, આમલીરાનના ખાંચામાં આવેલ જે દેખાય, સુણાય, થાય જગમાં, તે સર્વ મારા થકી. પૈતૃકે ઘરમાં કુંજે કોકિલ ક્રૂજતી કલરવે તે નાદ મારો નકી. ૧૯૦૧ની એકવીસમી નિદ્રા ભંગ કરંત શ્વાન ભસતાં, તે યે ક્રિયા માહરી. ઑકટોબરે જ્યોતીન્દ્ર દાતા હું જ સુવર્ણચન્દ્રક તણો, લેનાર યે હું જ છું દવેનો જન્મ થયો અને ૧૯૮૦ની હું કૂટસ્થ, અનન્ત બ્રહ્મ, મુજથી ના ભિન્ન લેશે કશું. અગીયારમી | (અનુષ્ટ્રપ) સપ્ટેમ્બરે તેમણે રજજુમાં સર્પની ભ્રાન્તિ થાય, તેમ તને સખે, જીવનહાસ્યલીલા સંકેલી લીધી. મહાજ્યોતિ પરબ્રહ્મ દીસે જ્યોતીન્દ્ર હ. દવે Page #216 -------------------------------------------------------------------------- ________________ ...And miles to go Whose woods these are I think I know His house is in the village, though: He will not see me stopping here To watch his woods fill up with snow. My little horse must think it queer To stop without a farmhouse near, Between the woods and frozen lake The darkest evening of the year. He gives his harness bell a shake To ask if there is some mistake, The only other sound's sweep Of easy wind and downy flake. The woods are lovely, dark and deep, But I have promises to keep. And miles to go before I sleep, And miles to go before I sleep. Robert Frost (1874-1963) શાળા ગ્રન્થ ૨ ૨૧૫ www.jainelibraryon Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ (USI[O[ ગ્રન્થ ર foo S. વચનો પાળવાનાં કવિ રોબર્ટ ફ્રોસ્ટના કાવ્યનો કુલીનચંદ્ર યાજ્ઞિક દ્વારા ગુજરાતી અનુવાદ | (મંદાક્રાંતા) કોનાં છે આ મનહર વનો, જાણું તે હું પરંતુ, તેનું રૂડું સદન દૂર કૈ ગામના અંતરાલે. ને હું થોથું વન નીરખવા ઝીલતાં હિમવર્ષા, રોકાતો ત્યાં સફર વચમાં તે મને ભાળશે ના. આવી સાંજે, વરસભરમાં સૌથી અંધારઘેરી, થીજેલા આ સરવર અને જંગલોની વચાળે. જ્યાં ના એકે સદન સમીપે શા મિષે થોભવાનું? કેવું છે આ અકળ, મુજનો અશ્વ પ્યારો વિમાસે. The woods an lorunits teep કંઠે એને રણકતી મીઠી ઘંટડી એ ઝુલાવે જાણે પૂછે, વિનયી સૂરમાં, ચૂકતો મેં નથી ને? બીજો કોઈ રવ નથી અહીં માત્ર આ માતરિશ્વા 4 »* TQM મંજુ ગુંજે સુરીલી બજવે ઝાંઝરી હિમવર્ષા! કાત્તારો આ કમનીય, શીળાં, શાંત, ઘેરાં, ગભીરાં, મારે કિધુ કંઈક વચનો શેષ છે પાળવાનાં ને ઝાઝેરા, શયન પૂરવે, જોજનો કાપવાના, જોજનો કાપવાના ! The woods an lovely dark and deep. Jhate hor And mills to go before sleep And nicks logo before Isleep. ને Page #218 -------------------------------------------------------------------------- ________________ રોબર્ટ ફ્રોસ્ટ કવિ છે. કવિને દેશના, કાળના કે ભાષાના સીમાડા નડતા નથી. કવિ જે શબ્દ પ્રયોજે છે તે શબ્દ શબ્દકોશની બહારના અર્થથી છલકાતા હોય છે. કવિતા માટે કવિએ સ્વયં લખ્યું છે A poem should begin in deligfit and end in arisdom. આ કાવ્ય આમ તો સાહિત્યજગતમાં સુપ્રસિદ્ધ છે. સીધીસાદી ભાષામાં કવિએ શ્રેય અને પ્રેયના ધંધની વાત વણી છે. મનને ગમતી પ્રવૃત્તિ તે પ્રેય અને જે ફરજ બજાવવાની છે તે શ્રેય. જીવનમાં ડગલે ને પગલે આવી દ્વિધા સર્જાતી હોય છે. મજા તો એ છે કે અંતે શ્રેયની જીત થાય છે. એ જ તો જીતવા લાયક છે. મનને પ્રેયની પકડમાંથી છોડાવીને શ્રેયના માર્ગે આગળ ધપવાનું બળ જોઈતું હોય છે. તે આ કવિતા પૂરું પાડે છે. મન તો સ્વયં પાંગળું છે જ. તેને નીચે જવા માટે પ્રેરણાની જરૂર નથી પણ ઊંચે ચડવા માટે આલંબનની સીડીની જરૂર પડે છે. આ કાવ્યની પંક્તિઓમાંથી એ આલંબન સાંપડે છે. પહેલાં આપણે કવિને ઓળખીએ. અમેરિકાના આ લાડકા કવિ રોબર્ટ ફ્રોસ્ટ ધંધે ખેડૂત છે. તેમની કવિતા દેખાવમાં સાદી હોય છે અને અર્થમાં ગહન ! કાવ્યનો ધ્વનિ કોઈ એક ચોક્કસ ઈગિતને તાકે છે.... ...વાત એમ બની છે કે કવિ àજગાડી લઈને બહાર ગયા છે. વળતાં સાંજ પડી ગઈ છે. આકાશમાંથી બરફની વર્ષા શરૂ થઈ ગઈ છે. થાક્યો કવિ એક વાડી પાસે થોભે છે. કવિને ખાસ્સીવાર અહીં થોભેલો જોઈ એનો સાથીદાર, જાતવાન અશ્વ વિચારે છેઃ અસવાર કેમ થોભ્યા? ફરફર વરસતા બરફથી વન આચ્છાદિત થયું છે. પાસેનું તળાવ પણ થીજી ગયું છે. રાત ટૂકડી છે. ઘર તરફ આગળ વધવાને બદલે માલિક અહીં કેમ રોકાયા છે ! ગળાની ઘંટડીઓ હલાવીને જાણે કે પૂછતો ન હોય! કાંઈ ભૂલ તો થતી નથી ને? ફક્ત પવનનો અને બરફના કણ પડવાના મંદ રવ સંભળાય છે. બાકી સર્વત્ર પ્રગાઢ શાન્તિ છવાઈ છે. હવે પછી છેલ્લી જે ચાર લીટી છે તે કાવ્યનો પ્રાણ છે, કવિએ કહ્યું તેમ વિઝુડમ છે. સૂચક ઘંટડીઓના ઇશારાથી જાગી ઉઠેલો અસવાર ચોતરફ જોઈ વિચારે છે, નિર્ધાર કરે છે? આ વાડી-ઝાડી કેવા મજાના, અહીં રહી જવાનું મન થાય એવા ઘટાદાર છે! વળી મોસમ પણ મસ્ત છે. પણ મારે આપેલા વચન પાળવાનાં છે. માટે હું માઈલો સુધી જઈશ..વચન પાળીશ...પછી શાન્તિપૂર્વક આ બધું માણીશ. પછી જ નિરાંતે સૂઈશ. નિરાંતે સૂઈશ. જે સુંદર લાગતું હતું, જેનું ખેંચાણ હતું તેનો મોહ જતો કરે છે અને કર્તવ્યને આગળ કરે છે. ગાંઠ 9. ગા૮િ બાંધવા જેવો બોધ છે. . ૨૧૭ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ સંવેદનભીનાં થઈએ કોઈને કૈ પડી છે જ ક્યાં સાવ છાના પગે પાનખર ઘર કરી જાય છે, કોઈને કૈ પડી છે જ ક્યાં. રાત દિ હરપળે લીલાં પાન ખરી જાય છે, કોઈને કે પડી છે જ ક્યાં ફાગણી મરમરો- શ્રાવણી ઝરમરો, કોઈને કૈ અસર ક્યાં કરે છે હવે, આંખથી વિસ્મય દશ્ય માફક સરી જાય છે. કોઈને પડી છે જ ક્યાં. કોણે પ્રગટાવિયો - વાટ કોણે મૂકી, તેલ કોણે પૂછ્યું કોઈને ક્યાં ખબર કે સદીનો અખંડ દીપ આજે ઠરી જાય છેકોઈને કે પડી છે જ ક્યાં. આપણે ખોઈ ચૂક્યા છીએ આંસુઓ, ને ગુમાવી દીધી છે ભીની વેદના આપણી માલમત્તા સમય પરહરી જાય છે, કોઈને કૈ પડી છે જ ક્યાં. ખળભળે પથ્થરો - ખડખડે બારીઓ, ને પડું રે પડું થઈ રહ્યાં બારણાં રોજ લાખો ઊધઈ ભીંતને ખોતરી ખાય છે. કોઈને કૅપડી છે જ ક્યાં. કવિ શ્રી મનોજ ખંડેરિયા ગઝલકાર તરીકે ગુજરાતી સાહિત્યમાં સુપ્રતિષ્ઠિત છે જ. સંવેદનશીલ માણસ તરીકેની પણ તેમની ઓળખ એમની સંવેદનાઓથી ભરપૂર એવી રચનાઓથી યથાર્થ છે. એવી એક ગઝલ “કોઈને કૅપડી છે જ ક્યાં આપણે જોઈશું. માણસજાતમાં કુદરતે સહજ સંવેદનશીલતા આપી હતી તેમાં હવે તો ચિંતા થઈ આવે એટલો બધો ઘટાડો થઈ રહ્યો છે. અરે ! આ વાત પ્રત્યેની સભાનતા પણ બહુ ઓછી વ્યક્તિમાં જોવા મળે છે. અને તે વાત કવિએ આ ગઝલમાં કરી છે. WWW.jainelibrary.org Page #220 -------------------------------------------------------------------------- ________________ તે સંવેદનશીલતાનો હ્રાસ કેમ અટકાવવો તે વિચાર તો દૂર રહ્યો પણ આજના માણસમાંથી સંવેદનાઓ લગભગ નાશ પામવાના આરે છે તેના પ્રત્યે આપણે સભાન હોઈએ તો પણ ઘણું છે. શ્રી મનોજનાં કાવ્યોમાં આ સૂર સતત સંભળાયા કરે છે. તેઓ અત્યંત સંવેદનશીલ હતા. કવિ હતા ને! અન્યની સંવેદનહીનતા તેમને ખૂબ ખૂંચતી હતી. જ્ઞાનનું તો અત્યંત મહત્ત્વ ગવાયું છે. આ જ્ઞાનને બાજુએ મૂકીને વિજ્ઞાનનાં ઉપકરણોમાં જ જીવતરની સફળતા સમજનાર લોકો તરફ આંગળી ચિંધાઈ છે. એમાં યે સિનેસૃષ્ટિનું જે સામ્રાજ્ય આપણી ફરતે ઘેરી વળ્યું તેને પગલે હવે તો ટી.વી. ઘર-ઘરમાં ઘૂસ્યાં અને ઘર મટી થિએટર બન્યાં, સિરીયલોનું તો ભારે ચલણ વધ્યું. આ સિરીયલોએ ચોવીસે કલાકો એ વરવા દશ્યો અને વરવા વિચારો રજૂ કરી ભરમાવ્યા. એ દશ્યો કુટુંબ અને પરિવારોએ ભેગા મળીને જોયા કર્યા. આનાથી હૃદયમાં એક જાતની બહેરાશ આવી. બુદ્ધિ તો વધુ ને વધુ ધાર કાઢવા લાગી પણ હૃદય? હૃદયે તો પોતાની જીવંતતા ગુમાવી, જીવન ગુમાવ્યું અને એના બદલામાં જડતા પ્રવેશી. ટી.વી.માં જોયેલી ઘટનાઓ જ્યારે નજર સામે સાચોસાચ બનતી જોવાની આવે ત્યારે રૂંવાડું યે ફરકે નહીં. હા, અભણ માણસ, જેણે શિક્ષણ ન લીધું હોય એવા માણસનું હદય દ્રવી ઊઠશે અને કાંઈક કરવા પ્રેરાશે, થનગની ઊઠશે. પણ જે ભણ્યો છે તે માનવમનના અતલ ઊંડાણોને તાગવાને બદલે બુદ્ધિના ચમકારાથી અંજાઈને બુદ્ધિનો જ મહિમા કરશે. આ બુદ્ધિધનની પાસે છેતરવાની કળા છે. તેની પાસે વિધાયક માર્ગ નથી. બુદ્ધિને ભરોસે જીવનન જીવાય. આ કારોબારમાં જે ફસાયો છે તેની સંવેદનશીલતા બુઠ્ઠી બની ચૂકી હોય છે. હૃદયની ખીલવણી જ જીવનને આસ્વાદ્ય બનાવે, સંતર્પક બનાવે. સંબંધોમાં મીઠાશ ઉમેરવાનું કામ હૃદય કરે છે. બુદ્ધિ તો સંબંધોને ગણિતમાં ઢાળે છે. બુદ્ધિની વેતરણ તો વટાવી ખાવાની જ હોય! ૨૧૯ WWW.jainelibrary.org Page #221 -------------------------------------------------------------------------- ________________ આટલી વાત પછી હવે આપણે કવિ મનોજ ખંડેરિયાની આ ગઝલ તરફ નજર નાખીએ. શિશુદેહનો ૨૨૦ વિકાસ માતાના ગર્ભમાં જ શક્ય છે તેમ માનવમનનો ઉછેર કુદરતના ગર્ભમાં જ શક્ય છે. કવિએ આ જ વિચારથી પાનખરની વાતથી ગઝલનાં મંડાણ કર્યા છે.(નવી પેઢીને તો પાનખર શબ્દનો અર્થ પણ સમજાવવો પડે એવા દિવસો આવ્યા છે.) પાનખર તો વસંત પછીની ઋતુ છે, એ તો ક્રમ ગણાય. પણ આ તો “ઘર કરી જાય છે એટલે પાનખર સિવાયની બીજી ઋતુની તો આવન-જાવન રહે છે. સ્થાયી તો પાનખર છે. સૂકાં-પીળાં પાન ખરે એ તો સર્વદા સ્વીકાર્ય ઘટના છે. અહીં તો રાત દિ “લીલાં પાન” ખરી જાય છે છતાં કોઈને કાંઈ થતું નથી તેની બળતરા કવિને થાય છે. ફાગણમાં નવો ફાલ આવે ત્યારે જે પવન શરુ થાય છે અને શ્રાવણમાં જે ઝરમરિયાં આવે છે. આ વાત આવે ત્યારે કવિ બાલમુકુંદ દવેનું પેલું જાણીતું ગીત મનમાં રમવા માંડે : આ શ્રાવણ તર્યો સરવડે કોઈ ઝીલોજી બાલમુકુંદનું આનંદગાન છે. અહીં કવિ મનોજની ગઝલમાં પ્રજા આવી સુંદર ચીજને માણતી નથી તેનો રાવ છે. શ્રાવણી ઝરમર જેવી મસ્ત મદમાતી ચીજ કોઈને અસર ક્યાં કરે છે ! ભલભલાની ઉદાસી ઊડી જાય અને ઉલ્લાસ છવાઈ જાય એવી એ શ્રાવણી ઝરમર હોય છે! આકાશમાંથી થતી અનહદ અપાર સ્નેહવર્ષનો વિસ્મય શિશુની આંખમાં ઝળકતો હોત તેવો નિર્દોષ! એ તો વિસ્મય જગાડ્યા વિના કેમ રહે? હવે કવિનું ફોકસ કુદરતી દશ્યો પરથી ઊડીને લોપ થઈ ગયેલી પરંપરા તરફ મંડાય છે. એનો ખેદ પણ છે. અખંડદીવાના પ્રતીક લઈને કવિ સુંદર શબ્દાવલિ રચે છે. આપણી પરંપરાઓ પણ કેવી કાવ્યમય હતી! દિવાળી - ચોપડાપૂજન જેવા સેંકડો વર્ષોથી ચાલ્યા આવતા રીતરીવાજો જાણે ભૂંસાઈ રહ્યા છે. એના લીસોટા પણ રહ્યા નથી. આ માટે ચિંતા પણ કોણ સેવે છે? WWW.jainelibrary.org Page #222 -------------------------------------------------------------------------- ________________ સોમાલાલ શાહ જે વાત ગઝલમાં વણી છે તેનો હવે ક્લાઈમેક્સ...કેવા કેવા જડ અને બધિર બની ગયા છીએ આપણે ? સંવેદનાના પ્રતિક સમા, આંતર મૂડી જેવા આંખના આંસુ પણ હવે ક્યાં ? અરે આપણી સઘળી માલમત્તા આ કાળ લૂંટી લઈ ચાલ્યો એની પણ કોઈને ક્યાં પડી છે ? છેલ્લે, પડ્યું તેનું બધું યે પડ્યું એ કહેતીનું સરસ રીતે ચિત્રાંકન કર્યું છે : કૌટુંબિક જીવનના વિશાળ મહેલના પથ્થરો હવે ખળભળી ગયા છે. બારીઓ ખખડી ગઈ છે. બારણાં જાણે હમણાં પડ્યાં કે પડશે ! ઊંચા મહેલને ટકાવી રાખનારી ભીંતોને તો લાખ્ખો ઊધઈ ખોતરી ખોતરીને ખોખરી બનાવી ચૂકી છે. આજે સંગેમરમર મઢેલા ને ગ્રેનાઈટના રંગોથી ‘શોભતાં દેખાતાં' કુટુંબો છિન્નભિન્ન થઈ રહ્યાં છે તે પરિસ્થિતિની આલોચના કોણ કરે છે ? મહાન વિરાસત રફે-દફે થઈ રહી છે તે માટે કોણ સચિંત છે ? આમ, સામાન્ય ૠતુજન્ય મંગલ સુંદર તત્ત્વોથી મનને આનંદિત કરતી સંવેદનશીલતાથી શરુ કરીને સમગ્ર જીવનના અસ્તિત્વને હચમચાવતી પરિસ્થિતિ તરફ કવિની આંગળી ફરી વળે છે. સમગ્ર ગઝલનો એકમાત્ર સૂર ‘કોને કૈ પડી છે’ એ એકતારાની જેમ સતત ઝણઝણ્યા કરે છે. આપણે આમાંથી પસાર થઈએ છીએ ત્યારે જાત-તપાસનો એક મોકો મળે છે. આપણે આટલી હદે તો સંવેદનહીન નથી થયા ને ? જો ઉત્તર ‘હા’ મળે તો ફરી પાછા ધબકતા હૈયાને ખીલવીને સંવેદનશીલ બની રહીએ. E Tolle olh ગ્રન્થ ૨ ૨૨૧ www.jainlibrary d Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ કાવ્ય અને આસ્વાદ વિવિધ કાવ્યો જે ગુજરાતી ભાષાના હતા તે અને તેનો આસ્વાદ આપણે માણ્યો. આજે સંસ્કૃત ભાષાનો એક વિલક્ષણ કાવ્ય પ્રકાર જે “અન્યોક્તિ' નામે પ્રચલિત છે તે માણીએ. સંવાદ સ્વરૂપ ચાર શ્લોક અને તેના, શ્રી કુલીનચન્દ્ર યાજ્ઞિકે કરેલા પદ્યાનુવાદ વત્તા પ્રસંગ, એમ એ બધુ રસાળ છે. જોઈએ: વાત એવી છે કે પિતાએ પુત્રને વિદ્યાભ્યાસ માટે ગુરુકુળમાં તપોમય ઉપવનમાં દૂર દૂર મૂક્યો છે. જતાં આવતાં વટેમાર્ગ દ્વારા પુત્રના કુશળ સમાચાર મળતાં રહે છે. એકવાર એવા ખબર મળ્યા કે પુત્રની જીવનચર્યા બરાબર નથી, યૌવન સુલભ ચંચળતા વધી છે. આ જાણી પિતાનું મન ઉદ્વેગમાં આવ્યું. પુત્ર આમ તો પ્રબુદ્ધ હતો. સમજુને તો ઇશારો જ બસ હોય! સુબુદ્ધ પિતા સુંદર અન્યોક્તિપૂર્ણ શ્લોક દ્વારા પુત્રને જણાવે છેઃ वृत्त-शार्दूलविक्रीडितम् સમશ્લોકી પદ્યાનુવાદ शैत्यं नाम गुणस्तवैव सहजो स्वाभाविकी स्वच्छता। હેજે સગુણ તાહરી શીતળતાને સ્વચ્છતા પ્રાકૃતી, किं ब्रुमः शुचितां प्रयान्त्य शुचयः त्वत्संगतोऽन्येप्यतः॥ શું ફહેવું અપવિત્ર થાય શુચિસૌ સત્સંગથી તારાં વિં વાતઃ પરમતિજો સ્તુતિ પર્વ વં નવન દિનામ્ તું હી સહુનું જ છે જીવન શી તેથી વડેરી સુતી, વં વેની પથેનચ્છપિયઃવસ્વ નિરોતું ક્ષમ: તું જો નીચ પળે પળે જળ તને ફહે કોણ રોકી શકે? અન્યોક્તિ શબ્દનો અર્થ એ થાય કે જે વાત કહેવાની હોય તે એને મળતી વાતને બહાનું બનાવીને કહેવાય. અન્ય એટલે બીજી વસ્તુ. તેના પ્રત્યેની ઉક્તિ એટલે કથન. અહીં દૃષ્ટાંતથી સુપેરે સમજી શકાશે. અહીં જળને ઉદેશીને કથન શરૂ કરે છે, જે પોતાના સુપુત્રને બરાબર બંધ બેસે છે. પાણીનો પહેલા નંબરનો ગુણ છે શીતળતા. વળી પાણી સ્વયં સ્વચ્છ છે અને બીજા જે કાંઈ પદાર્થ અસ્વચ્છ હોય તે પણ તેની સોબતથી WWW.jainelibrary.org Page #224 -------------------------------------------------------------------------- ________________ સ્વચ્છ બને છે. જળ એ જીવન છે. એને ઉદેશીને કહે છે: હે જળ! જો તું, ઉત્તમ ન ગણાય એવા નીચ માર્ગે જઈશ તો તને કોણ રોકી શકશે?' वृत्त-शार्दूलविक्रीडितम् સમશ્લોકી પદ્યાનુવાદ તારો નાપતિ તુષા વષ થતા ન ધૂનિસ્તનો ના સંતાપ શમ્યો છીપી નહીંતૃષા ધોયો નહીં મેલને, ન સ્વછન્મવરિ દ્વ નૈઃ 1 નામ ની થા. વલ્ય ના હું યથેચ્છ ઉત્પલદલે શી વાત કીડા તણી; તૂરોમુવત્ત રેખા દત્ત UિT પુષ્ટ ન વા વિનn હસ્તીએ નવ સ્પર્શી એ કમલિની લંબાવીને સુંઢ ત્યાં, પ્રારથી પાર પદો તાદત્તઃ આરંભે ભમરા અકારણ ખરે! શો ઘોષ ગુંજારવે! પુત્ર પણ ખૂબ જ ચતુર છે. પિતાનો ઈશારો સમજી ગયો અને એનો મર્મ પામી, સામો ઉત્તર પણ એવો જ આપ્યોઃ “અરે, અરે ! પાણી પાસે ગયો હતો પણ હજી તેના વડે મારા તનનો તાપ શમાવ્યો નથી. શરીર પરની ધૂળ પણ ધોઈ નથી. એ જ તળાવમાં ઊગેલા કમળના કંદને પણ અડક્યો નથી તો એ જળક્રીડાની વાત જ શી કરવી? કમલિનીને દૂરથી પણ હસ્તીનીએ સ્પર્ધો નથી ત્યાં તો ભમરાઓએ આવીને નકામી ધમાલ મચાવી દીધી; કોલાહલ શરૂ કરી દીધો.” वृत्त-शिखरीणी સમશ્લોકી પદ્યાનુવાદ परीवादस्तथ्यो भवतु वितयो वापि महताम्। મહાત્માની ખોટી ખરી ય નિંદા થતી રહે, तथाप्युच्चैर्धाम् नां हरति महिमानंजनरवः॥ છતાં નિશ્ચ વામે જનમત મહીમા સુજનનો; तुलोत्तीर्णस्यापि प्रकट निहता शेष तमसो। હણે જે અંધારું પૂરું પણ તુલાથી નીસરીને, रवेस्तादृग्तेजो भवति न हि कन्यां गतवतः॥ ન તેનું કન્યામાં ઝળહળી રહે તેજ રવિનું પિતાજી એમ ચૂપ થાય તેવા નહતા. વળતો જવાબ એટલો જ સમજદારી ભર્યો પાઠવ્યો! એમની આ વાતને આપણે પણ ગંભીરતાથી સમજવાની છે. સાથે સાથે આપણી બુદ્ધિનું માપ પણ નીકળી જશે! પુત્રે બીજા ૨૨૩ WWW.jainelibrary.org Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શ્લોકનો ઉત્તર આપ્યો, પછી કહેવાનું શું બાકી રહે છે? પ્રબુદ્ધ પિતા ! એ તો વાતના તંતુને સુંદર રીતે આગળ લંબાવે છે: “તારા માટે સાચી કે ખોટી આવી અફવાસ્વરૂપ વાત થાય એ જ ખોટું છે; તેથી નુકશાન છે. લોકો નહીં જેવી નિંદા કરે તેથી આપણી પ્રતિભા ખરડાય છે, ઝાંખી પડે છે. આ બાબતમાં છૂપાયેલા સત્યને પ્રગટ કરવા એક સચોટ દષ્ટાંત મૂક્યું છે. સૂર્ય તો કેવો તેજસ્વી છે! તેનાં અજવાળા પણ ચારેકોર ફેલાતાં રેલાતાં હોય છે. એ સહસ્ર કિરણવાળો સૂર્ય તુલા રાશીમાં આવ્યો, ત્યાંથી આગળ વધ્યો અને કન્યા રાશીમાં આવીને બહાર નીકળ્યો ત્યાં જ તેનું તેજ મંદ પડી ગયું! જો સૂર્યની આવી વલે થાય તો આપણે તો કેવી દશામાં મૂકાઈ જઈએ ! આપણને તો થોડી નિંદા પણ ન પરવડે. वृत्त-शिखरीणी સમશ્લોકી પદ્યાનુવાદ सुधांशोर्जातेयं कथमपि कलंकस्य कणिका, સિતાંશુને લાગ્યું કંઈ પણ મિષે લાંછન ભલે, विधातुर्दोषोऽयं नहि गुणवतः कस्य किमपि। ક્ષતિ તેમાં ના કે ગુણિજન વિધાતાની નહીં છે; स किं नात्रेः पुत्रः किमु न हर चूडार्चन मणिः, ન શું તે અત્રિનો સુત હર શિરે શું ન દીપતો, ન વા નિ પ્લાનાં બહુપરિ વિવા ન વતિ હણે ન અંધારું ન શું જગતની ઉપર વસે. વડ જેવા ટેટા હોય તો પછી બાપ તેવા બેટા હોય જ ને! હવે જવાબ આપવાની જવાબદારી પુત્રની આવી. આપણને થાય કે પુત્ર ક્ષતિ સ્વીકારી લેશે અને કહેશે કેઃ ભલે! બાપુ, હવે ધ્યાન રાખીશું. પણ ના. દીકરો બાપથી સવાયો જ નીકળ્યો. એનો જવાબ પણ સવાયો! પિતાએ સૂર્યની વાત કરી તો દીકરો ચન્દ્રની વાત કહે છે. વાતમાં ચમત્કૃતિ આણે છે. “ચન્દ્રમાં કલંક છે તે તો જગજાહેર છે. તો પણ એ જગતુની ઉપર નથી રહેતો? શું તે કાળી ડિબાંગ રાત્રીના અંધારા ઉચેલતો નથી? શું તે અત્રિ ઋષિનો પુત્ર નથી? શું તે મહાદેવના મસ્તક પર બિરાજમાન નથી?' જવાબમાં બધે જ “હા” કહેવી પડશે ને? પિતા-પુત્રની આત્મિયતા વધારતા આ મર્માળા સંવાદની મહેક મજાની છે. જાણે તે માણે અને માણે તે જાણે એવા ચાતુરાઈભર્યા આ સંવાદના રચયિતા બપ્પભટ્ટસૂરિજી અને આમ રાજાના નામે પણ પ્રબંધમાં નોંધાયો છે. WWW.jainelibrary.org Page #226 -------------------------------------------------------------------------- ________________ કાવ્ય શાસ્ત્ર વિનોદની વાત સંસ્કૃતના પ્રકાંડ પંડિત રઘુનાથ શિરોમણિ વિદ્યાર્થી હતા તે સમયની વાત છે. અધ્યાપક મહાશય પાસે સંસ્કૃતમાં મીમાંસાદર્શનનો પાઠ ચાલતો હતો. એક પદાર્થ બે વાર સમજાવ્યો પણ મગજમાં ન ઉતર્યો. અધ્યાપક ચીડાયા. બોલ્યાઃ ગૌસ્વમ્ તું બળદીયો છે.) કહેતા કહેવાઈ ગયું. જવાબ આપવાનો વારો વિદ્યાર્થીનો હતો. વિદ્યાર્થીમાં વિદ્વત્તા અને પ્રતિભાનો સંગમ હતો. એણે તરત જ જવાબ સંભળાવ્યોઃ किं गविगोत्व मुताऽगवि गोत्वं, चेद्गविगोत्वमनर्थकमेतत्। भवदभिलषितमगोरपि गोत्वं भवतु भवत्यपि संप्रति गोत्वम्॥ પદ્યાનુવાદ : શું ગાયમાં એ ગોત્વ છે કે ગાય વિણ પણ ગોત્વ છે ! જો ગાય વિણ પણ ગોત્વ છે તો વાત ઘણી બેહુદી બને; જો ગાય વિણ પણ ગોત્વમાંહી આપ સંમત છો જ જો તો આપમાં એ ગોત્વનો વિનિયોગ સંભવિત બને વિદ્યાર્થીએ કહ્યું કે આપ પણ જ છો. આમાં તત્કાલ ફુરણાનું મહત્ત્વ છે. પ્રતિભાશાળી પ્રજ્ઞા અનાકુલપણે પ્રવર્તતી હોય ત્યારે જ આવી ફુરણા થાય છે. આમાં નરવા વિનોદનો પણ આશય જણાય છે. અધ્યયન-અધ્યાપન વેળાએ થયેલાં આવા વિનોદને નોંધવામાં નથી આવ્યા. મુખ પરંપરાથી સચવાયેલા જ રહેતા, શિષ્યો સુધી પહોંચતા. તેમાં જ્ઞાન તો જાણવા મળે જ છે પણ અધ્યાપક અને અધ્યેતાના નિર્મળ સંબંધોનો પણ મહિમા જણાય છે. આમાં તર્કશાસ્ત્રની ઉત્પત્તિકથાના અણસાર મળે છે. ૨૨૫ WWW.jainelibrary.org Page #227 -------------------------------------------------------------------------- ________________ /// //// WISE // /////// ૨૨૬ [[ ગ્રન્થ ર USી સુભાષિતમ્ | (છંદ: મન્દાક્રાંતા) पिकः कृष्णस्तावत् परमरुणयो पश्यति दशा। નર્યો શ્યામ સ્વાંગે પણ રતુમડાં લોચન ધરે परापत्यद्वेषी स्वसुतमपिनी पालयति यः॥ ન સંતાનો પાળે નિજ, અવરનો જ કરશે. तथाप्येषोऽमीषां सकलजगतां वल्लभतमो - છતાં પ્રીતિ પામે સકલજગની કોકિલ ખરે न दोषा गण्यन्ते खलु मधुर वाचां क्वचिदपि। ન કોઈ આરોપ દૂષણ મધુભાષી નર પરે. અનુવાદ : કુલીનચન્દ્ર યાજ્ઞિક આ સુભાષિતનો મર્મ મજાનો છે. કવિએ એક સનાતન સત્યને સ-દષ્ટાંત આમ મૂકી આપ્યું છે. જે કોઈ મીઠાબોલા હોય છે તેના દોષો હોય તો પણ ગણાતા નથી. આ સમજવા માટે દાખલો આપણી સમક્ષ જ છે ઃ કોયલ કાળી છે અને તેની આંખ હંમેશા લાલ જ રહે છે. વળી કોયલ પોતાના બચ્ચાને ઉછેરતી નથી, પાળતી નથી. એ તો ચોરી છૂપીથી કાગડીના માળામાં જઈ કાગડીએ મૂકેલા ઈડા ખેરવી નાખીને એની જગ્યાએ પોતાના ઈડા સાવધાનીથી મૂકી દે છે. કાગડીમાં કાંઈ સમજ નથી. એ તો કોયલના મૂકેલા ઈડા પોતાના સમજી તેને સેવે છે, તેનું જતન કરે છે, ઉછેર છે. પોતાના જ બચ્ચાને માટે ખોરાક શોધી લાવે તેમ ખોરાક લાવી (ચિત્ર મુજબ) કોયલના બચ્ચાનાં મોઢામાં મૂકે છે. છતાં દુનિયામાં કોયલનાં વખાણ થાય છે ! કારણ? કારણ કે તેને મીઠું મીઠું બોલતાં ટહૂકતાં સારી પેઠે આવડે છે. આ માટે એક સુંદર પંક્તિ છેઃ મીઠાશથી સહજ જનનાં દોષ સર્વે છૂપાતાં.' આમ, જેઓ માત્ર મીઠું મીઠું બોલી જાણે છે તેના પણ, લોકો વખાણ કરે છે. છબીકાર : ભવાનીસિહ મોરી Page #228 -------------------------------------------------------------------------- ________________ કથા [GI[D[ ગ્રન્થ ૨ કનુ દેસાઈ ૨૨૭ www.jainel/bilalaro Page #229 -------------------------------------------------------------------------- ________________ // // /////// ///// ૨૨૮ દર્શન કરવા ન ગયા છતાં શ્રેષ્ઠ ગણાયા [[ ગ્રન્થ રા WI વીર વિભુની વિશેષતાઓ તો આકાશના તારા અને નક્ષત્ર કરતાં પણ વધારે છે. પ્રભુનું જ્ઞાન તો અસીમ હતું પરંતુ એમની કરુણતાના તો કોઈ કિનારા જ ન હતા. બુદ્ધિથી અગમ્ય પુરુષનું બધું જ અગમ્ય હતું. અંબડ પરિવ્રાજક પ્રભુ મહાવીરના અઠંગ ભક્ત હતા. પ્રભુથી વિદાય લેતી વેળાએ પ્રસ્થાન સમયે પ્રભુ મહાવીરને પૂછે છે : “રાજગૃહી તરફની કાર્યસેવા ફરમાવો!” મહાવીર પ્રભુએ કહ્યું: ‘ત્યાં સુલસા શ્રાવિકાને ધર્મલાભ કહેજો.” મહાવીર ભગવાનનું કહેણ તો યાદ રાખીને અમલમાં મૂકવાનું જ હોય ! પરિવ્રાજક સંબડે બરાબર વિચાર્યું. રાજગૃહીમાં તો પ્રભુ મહાવીરના ધર્મના રાણી અને ઉપાસક તો ઘણાં બધાં છે, તે છતાં સુલસામાં એવું તે શું વિશેષ છે કે તેને જ ધર્મલાભ પાઠવ્યા છે ! | મારે જાણવું પડશે. આ કામ માટે જીભને વાપરતાં પહેલાં મારે મનને વાપરવું જોઈએ; એમ વિચારી અંબડે પોતાની વિદ્યાના બળે, વારાફરતી ત્રણ દરવાજેથી, બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવના સ્વરૂપે નગર પ્રવેશ કર્યો ! ભલભલાંને કૌતુક અને કુતુહલ થાય તેવું જોણું બન્યું. રાજગૃહી ઉપર-તળે થઈ ગયું. નગર આખું ઉમટ્યું. ઘરડાબુઢ્ઢા ને નાના બાળકો પણ, સ્ત્રી અને પુરુષ, શેઠ અને વાણોતર, સહુ કોઈ આ સ્વરૂપને દર્શને આવ્યાં. અંબાની આંખો આ બધામાં સુલતાને શોધતી હતી. સુલસા એમ થોડી દોડી આવે? હાર્યો બમણું રમે તેમ, ચોથે દિવસે, આંબડે હવે તો સ્વયં પ્રભુ મહાવીરનું રૂપ કાઢ્યું ! સમવસરણ પણ Page #230 -------------------------------------------------------------------------- ________________ રચ્યું. પ્રભુ મહાવીરના દર્શને તો તુલસા આવે જ ને? અંબડની આવી ગણતરી કાચી નીકળી. સુલસાના મનની ઉંચાઈને અબડની મનછા આંબી ન શકી. બહુરૂપી આખરે તો બહુરૂપી જ હોય ! અને સુલસામાં “સ્ત્રી' જીવતી હોત તો એ વાજિંત્રોના નાદથી ખેંચાઈ આવી હોત. એવા એના લક્ષણ હોત તો પ્રભુ મહાવીરના મુખમાં એનું નામ ક્યાંથી હોત? સ્ત્રી’ની બધી જ મર્યાદાને ઓળંગી, માતૃત્વના સઘળા અંશો વિકસાવી સુલસા તો માત્ર પ્રભુમય બની ગઈ હતી. એના મુખ પર પ્રભુત્વના તેજ વિલસતાં હતાં. લોકોએ કહ્યું પણ ખરું: “આવવું છે ને! ઉદ્યાનમાં પ્રભુ મહાવીર પધાર્યા છે !” સુલસા કોનું નામ! મહાવીર અને મહાવીરની આભા! અસલ અને નકલ! ભ્રમરને પણ ખબર હોય કે આ અસલ પુષ્પ નથી! સુલસા એનું નામ! “મારા મહાવીર તો અહીં છે. હજરાહજૂર છે. તમારે જવું હોય તો જાઓ.” સુલસા ન ગયા......અને...અને...પાંચમે દિવસે પરાસ્ત થઈ અંબડને જ સુલતાનું ઘર પૂછતાં આવવું પડ્યું! સહધર્માચારકને આવકાર આપી, અભિવાદન કરી, તુલસાએ અંબડને શ્રેષ્ઠ આસને બિરાજમાન કર્યા. અંબડમાં પણ પરિવર્તન આવ્યું હતું. પ્રેમ અને બહુમાનપૂર્વક કરબદ્ધ અંજલિ સાથે પ્રભુ મહાવીરના સંદેશાને ‘ધર્મલાભ કહેવરાવ્યો તેમ કહ્યું. સાંભળતાં જ સુલસાના નેત્રો અશ્રુધારથી છલકાઈ રહ્યા; રોમરાજી વિકસ્વર થઈ. મુખ-કમળ પ્રફુલ્લિત થયું. જાતને કૃતકૃત્ય અને ધન્ય માની. પ્રભુના અનર્ગળ ઉપકાર માથે ચડાવ્યા. અંબડ પરિવ્રાજકની હૃદયના ઉમળકાભેર અશન-પાન-ખાદિમદ્રવ્યો વડે ભક્તિ કરી. સન્માન સાથે પ્રભુના અને પરિવારના કુશળ પૂછ્યા. સુલસાની અસાધારણતા જણાઈ આવી! પ્રભુ મહાવીરના ધર્મલાભને લાયક કોણ હોય, કેવા હોય તે સમજાયું. પોતે આવા સંદેશાવાહક બનવા બદલ અંબડે ધન્યતા અનુભવી! 1 ૨૨૯ Page #231 -------------------------------------------------------------------------- ________________ પર | / / ૨૩૦ ન નમ્યા તો તરી ગયા ! WI[ CI[D[ ગ્રન્થ ૨ શીર્ષક વાંચીને તમે વિમાસણ અનુભવતા હશો ! ખરું? નમે તેના કર્મ ખપે એ સમજાય એવું છે. બાહુબલિ નમ્યા તો તરી ગયા, કેવળજ્ઞાન પામી ગયા. આ વાત છે ન નમ્યા તો પણ તરી ગયા! કેવળજ્ઞાન પણ પામ્યા ! કાંઈ સમજાય તેવું નથી. સમજીએ. વાત આમ છે. ચક્રવર્તિ ભરત મહારાજા. આ અવસર્પિણીકાળનાં સર્વ પ્રથમ ચક્રવર્તી. દુન્યવી ભૌતિક ભોગ-સામગ્રી તો પાર વિનાની એમના ચરણોમાં આળોટતી હતી. બોત્તેર હજાર પાદરના ધણી અને બત્રીસ હજાર રાજાઓ તેમની તહેનાતમાં હાજર હોય તેને શી વાતની કમીના હોય! વસ્ત્રઅલંકારથી સજ્જ થવા માટે સ્વતંત્ર એવું આરીસાભવન નિર્માણ થયેલું. મોટા-મોટા કક્ષ અને દરેક કક્ષની ભીંત પર દર્પણ...દર્પણ. ચારે બાજુ અરીસા જ અરીસા ! એક દિવસ સોહામણો ઊગ્યો ! જ્યારે સ્નાનવિધિથી પરવારી વસ્ત્રાલંકારોથી સજ્જ થવા અરીસાભવનમાં ગયા, ઉત્તમ વસ્ત્ર પરિધાન કર્યા. હવે અલંકારથી દેહની શોભા વધારવા સજ્જ થયા. હાર, બાજુબંધ, કુંડળ, મુગટ પહેરી દેહને દેદીપ્યમાન બનાવ્યો. હવે હાથની આંગળીને શોભાવવા ઝગારા મારતા ઝવેરાતજડિત એકએક વીંટી તેજના સરોવર સમી હતી. હીરા, પોખરાજ, નીલમ, માણેક, પન્ના - -આવા વિવિધ રત્નોથી જડિત વીંટીઓનો થાળ ભર્યો હતો. લઈ લઈને આંગળીઓમાં Page #232 -------------------------------------------------------------------------- ________________ પરોવાતીવીંટીઓથી શોભા અનેરી વધતી હતી. આવી ઉત્તમ જગ્યા મળવાથી ઝવેરાતની શોભા પણ અનેકગણી વધતી. એવામાં એક હાથની વચલી આંગળી પરથી વીંટી સરી પડી. વાત તો સહજ અને સામાન્ય હતી. પરંતુ મહારાજા ભરત ચક્રવર્તીની મેધા લૌકિકતાથી પર હતી. ફરસ પર પડેલી વીંટી ઊંચકી લેવા તેઓ નીચે ન નમ્યા! એને બદલે હવે અડવી લાગતી આંગળીને જોયા કરી! અરે ! વીંટી વિના આ આંગળી કેવી કદરૂપી લાગે છે? બીજી આંગળીઓ પરથી પણ વીંટી ઊતારીને જોઉં! એ વિચારે બધી આંગળીઓ એક પછી એક વટી વિનાની કરી. એમની દષ્ટિ હવે ફક્ત ચામડી મઢેલી આંગળીઓ જોતી રહી. મન તો આગળ આગળ વહેતું હતું. જરા રહી શરીર પરના એક એક અલંકારો, ક્રમશઃ મુગટ, બાજુબંધ... બધાં જ અલંકારો અળગાં કર્યાં. અહો ! આ બધી શોભા તો પરાઈ છે! ઉછીની છે! થોડા સમય માટેની જ છે. આમ, સંસારના સમસ્ત પદાર્થોની સુંદરતા ક્ષણિક છે. આવી અનિત્ય ભાવનાથી મન અને બુદ્ધિ એવા તો રસાઈ ગયા કે ભાવનાની પરાકાષ્ઠાએ મોહનીય કર્મ સંપૂર્ણપણે ખરી પડ્યાં! મોહ ગયો એટલે તેની સાથે જ્ઞાનાવરણીય અને બાકીના ઘાતી કર્મો પણ ખરી પડ્યાં. આત્મામાં રહેલું કેવળજ્ઞાન પ્રગટ થયું. ઝવેરાતથી પણ સહસ્રગણો પ્રકાશ પથરાઈ ગયો! માનવું પડશેને કે વીંટી લેવા ન નમ્યા તો કેવા તરી ગયા, ઊગરી ગયા, અમર થઈ ગયા! હવે હાથમાંથી એકાદ સિક્કો પડી જાય તો રસ્તા વચ્ચે પણ વાંકા વળી ઊંચકી લેતાં પહેલાં આ ભવ્ય પ્રસંગ યાદ આવી જશે જ ! ૨૩૧ WWW.jainelibrary.org Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શેરડીનો સાંઠો ચિતોડના મહારાણા કરણસિંહને આજે ઘેરી ચિન્તા ઘેરી વળી છે. ગુજરાતની રાજધાની પાટણથી સમાચાર આવ્યા છે કે રાજા ભીમને કોઈ મહા રોગ થયો છે, તે જીવલેણ છે. બધા જ કુશળ વૈદ્યોએ આ રોગનો, “અમારી પાસે કોઈ ઈલાજ નથી' એમ કહી દીધું છે. રાજા અને પ્રજા એકમેક થઈને જીવતા હતા. પ્રજાના વ્યાપકપણે સુખચેન હરામ થઈ ગયા છે. રાજાને હવે મરણ એ જ શરણ છે; એ મરણને નોંતરવું કઈ રીતે તેની મથામણ ચાલે છે. ઘણાં ધર્માનુરાગીજનોની પણ સલાહ લેવામાં આવી. રાજા જીવવા માંગતા નથી, જીવવામાં રસ નથી. જીવનનો અંત લાવનારા જે રસ્તા છે જો કે તેને રસ્તા ન કહેવાય, પણ છેવટે બધાને સંમત થવું પડ્યું છે કારણકે સ્વજનોથી રાજાની વેદના-પીડા જોવાતી નથી. ક્ષણે-ક્ષણે માથામાં ભાલા ભોંકાતા હોય અને છરી ફરતી હોય તેમ લાગતું હતું. ચિત્તોડના મહારાણાને ગુજરાતના રાજા ભીમ પર અપાર વહાલ હતું. તેમના રાજ્યમાં ગોવિંદ નામના, જન્મથી વૈદ્ય હોય તેવા એક રાજવૈદ્ય હતા. મહારાણાએ તેમને બોલાવી પડકારની ભાષામાં કહ્યું કે, તમારા સુશ્રુત, વાગ્ભટ્ટ અને ચરક જેવા વૈદ્યોના મહાગ્રંથના પાનાંમાંથી રાજા ભીમની વેદના શમાવે તેવા ઔષધો શોધી કાઢો. રાજા ભીમનો વ્યાધિ કોઈ પણ ઉપાયે મટવો જોઈએ. તમે તમારી ઔષધ-મંજૂષા લઈને પાટણ જાઓ, ત્યાં રહીને તેમનો ઉપચાર કરો. ઔષધોનું સંયોજન કરો અને મારા મિત્ર રાજા ભીમને સાજા-નરવા કરો તો તમારું વૈદકનું જ્ઞાન અને તે માટે વેઠેલો પરિશ્રમ લેખે લાગશે. તમે જલદી જાઓ.રાજવૈદ્ય બધી સામગ્રી લઈને રસાલા સાથે પાટણ પહોંચ્યા. એમના પ્રવેશ સાથે જ પાટણ રાજ્યમાં એક આનંદ-લહર ફરી વળી. આશાના તોરણ બંધાયા. વૈદ્યની ખ્યાતિ વિખ્યાત હતી. ગોવિંદ વૈદ્ય આકૃતિથી પ્રભાવશાળી હતા અને પ્રકૃતિથી કુશળ હતા. સારા ભાવથી Page #234 -------------------------------------------------------------------------- ________________ તેમણે રાજાના વ્યાધિને જોયો, ચિકિત્સા માટે કયું ઔષધ કામયાબ નીવડશે તેની દિવસ-રાત મથામણ કરી. પણ તેનો ઉપાય શું? દિવસે તપાસે. વળી રાતે પણ તપાસે. એમ તપાસતાં રહ્યા! રોગ જ એવો વિચિત્ર હતો કે સૂર્યાસ્ત થાય ને જીવડાં રોમરાજીની નજીક આવી જાય. હવળ-હવળ થાય. અકળામણ તો એવી થાય કે ક્ષણ માત્ર ઉંઘ ન આવે. ચિત્ત બેચેન બને. સાથે અનુભવી વિદ્યાર્થીઓને લઈ આવ્યા હતા તે બધાની સાથે રોગની ચર્ચા વિચારણા કરે. રોગ પકડાયો. નિદાન થયું. અટંગહૃદય અને ચરકસંહિતામાંથી પાઠ મળ્યો. ગ્રંથમાં જેવું વર્ણન હતું એવા જ લક્ષણો રાજાના રોગમાં જોવા મળ્યા. પણ.. નિવારણ માટે ઔષધ, પથ્ય, અનુપાન વગેરેની વિચારણા કરતાં જ કુશળ ચિકિત્સક મૌન થઈ ગયા! એક શબ્દ પણ કેમ કરી ઉચ્ચારવો? છેવટે તો રાજાને ન ગમતી વાત તો કહેવી જ પડશે. આનો કોઈ વિકલ્પ જ નથી. પહેલા રાજાના તંત્રીમંડળને અને પછી રાજાસાહેબને, મન કઠણ કરી કહી દીધું કે આ મહારોગનો ઉપચાર અમારી પાસે નથી તેથી અમે જઈએ છીએ. વૈદ્યરાજ તો ચિત્તોડથી જેવા આવ્યા હતા તેવા, પાલખીમાં બેસી પુનઃ પાટણથી ચિત્તોડ પહોંચી ગયા. ચિત્તોડના મહારાણા કરણસિંહ વાટ જોઈને જ બેઠાં હતા. એમને વિશ્વાસ હતો. રાજવૈદ્ય તો વૈદ્યકળામાં નિપુણ અને નિષ્ણાત છે. મિત્રરાજાને જરૂર સાજા-નરવા કરી દીધા હશે એવા ખ્વાબમાં જ હતા!પણ રે દૈવ! વૈદ્યરાજે આવીને કહ્યું એ મહારોગ છે. તેનો ઉપાય અમારી પાસે નથી. જે ચીજ અશક્ય હોય તે તેના સ્વરૂપે કહેવી પડે જ. આ બાજુ સ્વજનવર્ગ, મંત્રીમંડળ, રાજ્યના વરિષ્ઠ શ્રેષ્ઠીઓ સાથેની મસલતના અંતે નક્કી કરવામાં આવ્યું કે પાટણથી નજીક સિદ્ધપુર છે. સિદ્ધપુરના કાંઠે સરસ્વતી જેવી પવિત્ર સરિતા વહે છે. નદીતો લોકમાતા છે. ત્યાં જઈ દેહ ગાળી દેવો. લાવલશ્કર સાથે રાજા સિદ્ધપુર જવા ઉપડ્યા. નગર આખું ડૂસકે ચડ્યું છે. રાજાના અંતઃપુરની રાણીઓનાં ૨૩૩ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ તો આંસુ સૂકાતા નથી. કેવું બની ગયું! રાજ્ય રાજા વિહોણું બનશે. આ તે શું થયું ! રોગ હોય તો તેના કારણ પણ હોય. તેના નિવારણ પણ હોય. શું આ રોગનું કોઈ નિવારણ જ નહીં! મંત્ર-તંત્ર-ટૂચકા કશું જ કામ નહીં આવે? લાખ મરજો પણ લાખોના પાલણહાર જીવજો એવું લોકજીભે બોલાતું હતું. પાટણ નગરીની સરળ અને પવિત્ર હૃદયી પ્રજાએ બધી બાધા આખડી રાખી. દુવા ગુજારી. પણ એ કાંઈ કામયાબ નીવડે તેમ ન જણાતા, સિદ્ધપુરના રસ્તે પ્રયાણ શરુ થયું. માર્ગમાં એક ચોંકાવનારી ઘટના બની. હાથીના ઊંચા હોદ્દે બેસી રાજસવારી જે ચીલેથી પસાર થઈ રહી હતી ત્યાં તેમની આગળ એક ગાડું જઈ રહ્યું હતું. એમાં શેરડીના સાંઠા ભર્યા હતા. રાજાની નજર એ શેરડીના ભારા પર પડી તેમાં જે ભારો બધાથી ઉપર હતો તે શેરડી ખાવાની પ્રબળ ઇચ્છા થઈ. રસાલો ત્યાં અટક્યો. ગાડું પણ થંભાવ્યું. રાજાએ સૌથી ઉપર હતો તે ભારો બતાવ્યો. ગાડાવાળો તો રાજી રાજી થઈ ગયો. એ ભારામાંથી શેરડી લઈ એને છોલી, ગડેરીના નાના નાના ટૂકડાઓ રાજાને આપવામાં આવ્યા. રાજા તેને ચૂસે છે. પણ અહા ! આ છે? કોઈ ચમત્કાર થઈ રહ્યો છે? શું આ અમૃત હશે ! અમૃત આવું જ હશે? એક પછી એક એમ સાત-આઠ ટૂકડા ચૂસી લીધા. શેરડી ખૂબ ભાવી. હાશ થઈ! પડાવ પર જઈને રાજા તો ઘસઘસાટ ઊંઘી ગયા. કેટલાયે મહિનાઓ વિત્યા હશે, આવી નિંદર આવી નથી! આંખ જ મીંચાતી ન હતી. તેના બદલે ગાઢ નિંદર આવી હતી. જાગ્યા ત્યારે તન-મનમાં અજબની હળવાશ અને ફૂર્તિ અનુભવ્યા, જાણે કે રોગ ક્યાંય ગાયબ થઈ ગયો! રોગમુક્ત થયાની ખુશાલીમાં રાજાએ મન મુકીને દાન દીધા. રાજધાનીમાં પણ આ ખુશ ખબર પળવારમાં પહોંચ્યા. પ્રજાએ થનગનતા હૈયે રાજાના પ્રવેશના ઉત્સવની ભારે તૈયારીઓ કરી. દીર્ધાયુ રાજા સાહેબ પધાર્યા! હૈયામાં આનંદનો પાર નથી. રાજા સાજા થયા એનો આનંદ અપાર છે. કેમ થયું? કઈ દવાથી રાજા નીરોગી થયા તે જાણવામાં કોઈને રસ નથી. મોલ તો તલવારનો જ થાય ને! મ્યાન તો ભલે પડી રહે. ઉલ્લાસની ઉછળતી છોળ વચ્ચે રાજાનો નગર પ્રવેશ થયો. Page #236 -------------------------------------------------------------------------- ________________ રાજાનો રોગ ગયો છે. રાજા સાજા થઈ ગયા છે. આ વાત હરખભેર રાજ્યના ખૂણે ખૂણે પહોંચી ગઈ. પ્રજામાં હવે ચેતન આવ્યું. હોંશે હોંશે એક બીજા સાથે આ જ વાતો કરતા રહે છે. એ વાત ચિત્તોડના મહારાણા કરણસિંહને કાને પહોંચી. ખુશ ખુશ થયા. નવાઈ પણ લાગી. પોતાના નિષ્ફળ નીવડેલા વૈદ્યને બોલાવ્યા. “આ શું? તમે તો કહેતા હતા કે આ મહારોગનો કોઈ ઈલાજ નથી!” વૈદ્યરાજે શાંત ચિત્તે કહ્યું કે, કૃપાળુ! તપાસ કરાવવી પડશે. આયુર્વેદ ગ્રંથોમાં જે ઉપાય દર્શાવ્યો છે તેનાથી જ મચ્યું હોય ! રાણાએ કહ્યું, “શું વાત કરો છો?” મહારાણાએ તપાસ કરાવી. કયા ગામના સીમાડામાં આ ઘટના બની, ગાડું ભરી જનાર ખેડૂતનું ખેતર ક્યાં હતું...આ બધી તપાસના અંતે જાણવા મળ્યું કે આયુર્વેદમાં જે ઉપચાર વર્ણવ્યો છે તે મુજબ જ બન્યું છે... એ શેરડી જ્યાં ઉગી હતી તેના મૂળમાં એક સાપણ વયાઈ હતી. તેની પ્રસુતિ એ શેરડીના મૂળમાં થઈ હતી. તે જ શેરડીના ભારા પર રાજાની નજર પડી હતી. તે જ શેરડી રાજાએ ચૂસી હતી અને તેનાથી રોગ ગયો હતો. પાટણથી જ્યારે આ વાત આવી ત્યારે ગોવિંદ વૈદ્યરાજે ચરક ગ્રંથમાંથી આ પાઠ બતાવ્યો. મહારાણા ખુશ થયા અને ભરી સભામાં વૈદ્યરાજ ગોવિંદનું સન્માન કરવામાં આવ્યું. આયુર્વેદના ગ્રંથો પર રાજાના અને મહારાણાના ભાવ અને વિશ્વાસ ખૂબ વધી ગયા. ઘટના બનવાની હોય છે ત્યારે તે ગમે ત્યાંથી બનીને જ રહે છે. આવા કિસ્સા પરથી તે માન્યતા ફલિત થાય છે. વાત ઈતિહાસની છે પણ તે એવી પ્રચલિત કે જાણીતી નથી. દુનિયામાં આવું બને છે, બની શકે છે. તેમાં પ્રબળ કારણ ભવિતવ્યતા છે. અલબત્ત, કોઈપણ કાર્ય બને છે તેમાં કાળ-સ્વભાવ-ભવિતવ્યતા-પૂર્વકર્મપુરુષાર્થ આ પાંચ કારણ હોય છે. તેમાં પણ ગૌણ અને મુખ્ય વિભાગ હોય છે. આ પ્રસંગમાં ભવિતવ્યતા મુખ્ય ગણાય છે. ૨૩૫ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ કરુણાજનનીના જાયાને સલામ જેસિંગભાઈની વાત પેલી ઘી કાંટા પાસે વાડી છે એ જેસિંગભાઈની....હા.... એ જેસિંગભાઈની વાત છે. બન્યું એવું કે ગાયકવાડ સરકારે વડોદરા જીલ્લાના તમામ ગામોની ગોચર ભૂમિમાં તે તે ગામના ઢોર-ઢાંખરને ચરવાનું બંધ કરાવ્યું. ત્યાં માત્ર ગાયકવાડ સરકારના પશુઓને ચરવાનું. આમ ચરિયાણ બંધ થતાં મહાજન જેસિંગભાઈ પાસે આવ્યું અને કહ્યું કેઃ કાંઈક કરો.... ગામના ઢોર જાય ક્યાં? ચરિયાણ તો ગામનું છે. ગાયકવાડ સરકારની માતા તીરથ કરે છે તે જાણી જેસિંગભાઈ સાથે થઇ ગયા. જે ગામ જાય ત્યાંનો જમણવાર જેસિંગભાઈ તરફથી થાય. માતા કહેઃ આ શું! જાત્રા હું કરું અને જમણવાર તમારા તરફથી ! જેસિંગભાઈ કહેઃ મા, આ બધું એક જ છે ને! મા પ્રસન્ન થયા, કહેઃ શું જોઈએ છે? જેસિંગભાઈ કહેઃ વડોદરા જીલ્લાના ગામોના ચરિયાણ છૂટા કરાવી દ્યો..બસ, આટલું જોઈએ છે ! રાજમાતા કહેઃ માંગી માંગીને આ શું માંગ્યું ? પછી કહેઃ ભલે! હા, રાજાને કહેવડાવી તરત તમામ ગામોની ગોચર જમીન ગામ માટે છૂટી કરાવી. મહાજનો ભેગા થઈ આભાર માનવા આવ્યા તો કહે : આ તો મારો આભાર મારે માનવોનો થયો ! દયાના કામ તો સામે ચાલીને કરવાં જોઈએ.. પુણ્ય કમાવાની તક મળી ગણાય. મારે તો તમારો ઉપકાર માનવાનો થયો. આ લક્ષ્મી મૂંગા અબોલ જીવો માટે ખપમાં નહીં આવે કક્કો તો ક્યારે આવશે? જેસિંગભાઈના હૃદયમાં દયાનો ઝરો ચાલુ જ રહ્યો. એ વહેણ સતત વહેતું રહે તે માટે આપણે પણ નાનામોટા દયાનાં કામ કરતાં રહેવું જોઇએ. જૈનોના વૈભવ, ઐશ્વર્ય અને અમીરીનું મૂળ આ લોકોપકારમૂલક જીવદયા છે. મૂંગા અબોલ પ્રાણીની આંતરડી ઠરે અને તેમાંથી જે શુભાશીર્વાદ આવે તે ઐશ્વર્યને સ્થિર કરે છે. WWW.jainelibrary.org Page #238 -------------------------------------------------------------------------- ________________ સંવેદનહીનતાની સજા રાજકુમારી સુદર્શનાને મનમાં એવો મનોરથ થયો કે હું તીર્થની યાત્રા કરવા જાઉં. રાજપુત્રી હતાં. માત્ર ઇચ્છા પ્રગટ કરે એટલી જ વાર ! બધો રસાલો તૈયાર થઈ ગયો. નોકર, ચાકર, રસોઈયા અને એવા અનેક સેવકો તૈનાતમાં હાજર હતા જ. લાવલશ્કર સાથે એક પછી એક તીર્થ થવા લાગ્યાં.એક વાર એક ઘટના બની. સુદર્શન કુમારી રથમાં બેસતાં હતાં. દષ્ટિ માર્ગ પર રહે તે રીતે રથમાં બેઠક ગોઠવી હતી. એક તીર્થ છોડી બીજે તીર્થ જવાની તૈયારી થઈ હતી. એક પછી એક એમ ગામો આવતાં ગયાં. એવા એક ગામની ભાગળ બહારથી જ જે તીર્થે જવાનું હતું તે રસ્તે રસાલો ચાલ્યો. રસ્તા વચ્ચેથી એક નાગરાજ પસાર થતા હતા. એમની ગતિ સ્થિર અને સીધી હતી. પણ માણસની જાત. પોતાના ભયનો પડઘો એને સાપમાં દેખાયો. રે ! માણસ ! રસાલાની આગળ ચાલતા માણસોએ ડાંગ ઉગામી. બે-ત્રણ ફટકે તો નાગરાજને યમસદને પહોંચાડી દીધા. સુદર્શના રાજકુમારીની નજરમાં આ ઘટના બની. તેઓ જોતાં હતાં અને તેમના કર્મચારીઓએ નાગરાજની હિંસા કરી. રથના આગળના ભાગે રાજકુમારી બેઠાં હતાં. તેમની નજર માર્ગ પર હતી ને આ ઘટના બની. જોયું છતાં તેઓ કાંઈ ન બોલ્યાં. માણસોએ ડાંગ વડે ઘા કર્યા ત્યારે પણ ‘આવું ન કરાય’એટલું ય ન બોલ્યાં. આ ઘટના બની ત્યારે સુદર્શના કુમારીના આત્માએ પછીના ભવની ગતિ કરી અને આયુષ્યનો બંધ પડ્યો ! અને તે સમળીનો ભવ પામ્યાં. ભવિતવ્યતા સારી કે સમળીને પારઘીએ તીર માર્યું અને તે તરફડતી દેરાસરના પગથીઆ પર પડી. એ સમળીને તરફડતી જોઈને કરુણાવશ મુનિ મહારાજે નવકાર મંત્ર સંભળાવ્યો. નવકાર મંત્ર સાંભળતાં સાંભળતાં નવા ભવના આયુષ્યનો બંધ પડ્યો તેમાં મંત્રના શબ્દના પ્રભાવે મનુષ્યનો ભવ પડ્યો. એટલે, વચ્ચે જે તિર્યંચ - સમળી - તરીકેના ભવનું કારણ, જ્યારે નાગની હત્યા થઈ રહી હતી ત્યારે તે મૌન રહ્યાં તે છે. યાદ રાખી લેવા જેવો પ્રસંગ છે અને ઉપદેશ છે. હિંસા કે આતંક નજરે દેખાય ત્યારે, ‘ ભાઈઓ ! આ શું કરો છે ? આવું ન કરાય !’ એટલું તો અવશ્ય કહેવું જોઈએ. આવા સમયે મૌન રહેવું એ પણ સંમતિ સૂચક છે એમ ઉપરના પ્રસંગથી પ્રમાણ થાય છે. એવું ન થાય અને હિંસા અટકે એવી ભાવના હશે તો જ સંવેદના જીવતી રહેશે. ૨૩૭ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ હઠીભાઈનો રોટલો ઓલદોલ જીવની વાત જ નિરાળી છે. જેસર પરગણામાં હઠીભાઈ લાખેણો માણસ. વેપારી માણસ, પણ એના જેવો જીવ, આ મનખના મેળામાં મળવો દોહ્યલો ન હોય તેવું તો કેમ કહેવાય! ખવરાવવા - જમાડવાની બાબતમાં તો તેમને ક્યારેય ધરવ ન થાય! એક ઉર્દૂ શાયરની પંક્તિ છે ને! - -વો મા હિન કરે છે, વોર્ડ માથે તવ કિમો એ એમનું મન અને એ એમનું જીવન! એમનો રોજનો નિયમ. બપોર થાય ને જમવા ટાણે બજારેથી ઘરે જતાં, રસ્તામાં જે નજરે ચડે તેનો પ્રેમથી હાથ પકડીને ઘેર લઈ જ જાય! ઘરવાળા પણ એવા જ પુણ્યશાળી. રસોડામાં ગરવું રોટલીથી ઉભરાતું હોય! એ ઉપરાંત થીજેલાં ઘી લગાડેલા રોટલાની થપ્પી તો જુદી જ! હઠીભાઈને ખબર હતી કે શિરામણમાં કે વાળુ વખતે તો બહુ જ ઓછા હોય; પણ જમતી વેળાએ તો મલક આખાને નોંતરે. રોજ રોજ પચ્ચીસ-ત્રીસ મહેમાનની પંગત હોય જઃ ક્યાંથી આવો છો? કયે ગામ રહેવું? જેસરમાં શું આવ્યા છો ?” --આવી કોઈ પડપૂછ નહીં. અઢારે આલમને આવકાર. હઠીભાઈ માટે તો અન્નદાન તે મોટું દાન! કોણ આવ્યું કોણ ગયું –-એ જાણવાની તે શી જરૂર? જમવામાં પણ વેરો-આંતરો નહીં. એક જ પંગતે બેસાવાનું. બધાના ભાણાંમાં એક સરખું પીરસાય. પેટ ભરીને જમાડે. જમ્યા પછી રોટલાં ને છાસ તો આગ્રહ કરી કરીને જમાડે. તો જ હઠીભાઈને ચેન પડે! એકવાર બપોરાં કરી-કરાવીને ગામતરે નીકળ્યા હતા. ઉઘરાણી કરી ગામ પાછા વળતાં સાંજ પડી ગઈ હતી; શિયાળાની સાંજ. રાત જેવું અંધારું થઈ ગયું હતું. ઘોડો હોંશિયાર અને રસ્તાનો જાણકાર. મોડું તો ખાસ્સે થયું હતું. હઠીભાઈ બેફિકરાઈથી ઘરભણી આગળ ધપી રહ્યા હતા. સનાળાના પાદરે પહોંચે તે પહેલાં તો ચાર લૂંટારાએ આંતર્યા. ઘોડો અટક્યો નહીં ધીરે ધીરે ચાલતો રહ્યો તેથી કરડાકીભર્યો અવાજ આવ્યોઃ “અલ્યા કોણ છે ? થોભી જાવ!' નજીક આવીને જુએ છે ત્યાં મોં-કળા જોઈ એક બોલી ઉઠ્યોઃ “આ તો હઠીભાઈ કામદાર !” નામ સાંભળતાંવેંત બાકીના ત્રણેય એકી સાથે બોલી ઉઠયાઃ “અલ્યા ભેરુ, એને નવતાવાય ! બે જણા સાથે રહીને એમને જેસર સુધી વળાવી આવો. જો, જો, કોઈ અડપલું ન કરે. હકીભાઈનો રોટલો તો હજુ દાઢમાં છે.' WWW.jainelibrary.org Page #240 -------------------------------------------------------------------------- ________________ બન્ને સ્થિતિમાં મઝા જ મઝા ન મતલાલ વેગો વિશાળ વનરાજિથી વિંટળાયેલી ટેકરી ઉપર એક બાવાજી રહેતા હતા. સાત આઠ વિદ્યાર્થીને ભણાવતા હતા. વિદ્યાર્થીઓ જ જંગલમાંથી સૂકા લાકડા વીણી લાવી રસોઈ કરીને બધાને જમાડતા હતા. | એક દિવસ ભણનાર છોકરાઓએ આવીને સમાચાર આપ્યા કે, “ગુરુજી, ગુરુજી ! સાત-આઠ ગાય ક્યાંકથી ફરતી ફરતી આવી ગઇ છે.' ગુરુજીએ કહ્યું, ‘ભલે ! ત્યાં જ હેજ બાંધીને છાંયડો કરી દો. માતાજી સુખે સુખે ત્યાં રહી શકે.” તે પ્રમાણે છાંયો કર્યો. ગાયો નિરાંતે રહેવા લાગી. દૂધ મળવા લાગ્યું. દહીં, ઘી થવા લાગ્યા. બધો પરિવાર મઝામાં આવી ગયો. દિવસો સુખમાં વિતતા હતા. | ત્યાં એ જ છોકરાઓ ભેળાં થઈને આવ્યા. ગુરુજીને કહેવા લાગ્યા, “ગુરુજી, ગુરુજી ! એ બધી ગાયો ક્યાંક ચાલી ગઈ ! ગુરુજી કહે, “ચાલો સારું થયું, ગોબર સાફ કરવું પડ્યું.’ ભણતાં વિદ્યાર્થીઓએ કહ્યું, ‘ગાયો આવી ત્યારે આપે કહ્યું કે ગોરસ મળશે અને એનો માલિક એ બધી ગાયોને લઈ ગયો તો આપે કહ્યું કે ગોબર સાફ કરવું પડ્યું. તો બને અવસ્થામાં આપને સારું જ દેખાય છે? ગુરુજી કહે, ‘હા, ભણતરનો સાર જ આ છે ને. નજર એવી ટેવાઈ જાય કે સારું હોય તે જ નજરે ચઢે. અને જે જુએ તેમાંથી સારું શોધી કાઢે.' આપણને સારું જોવા જ આંખ મળી છે. તેની સાર્થકતા તેમાં છે. જોવું છે તો સારું જ જોવું. . હિ ૨૩૯ www.jalnelibrary.org // //CIR/ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ સોનું ઊંચામાં ઊંચું - રણકાર સાદો ખેમો દેદરાણી વર્ષો પહેલાંની વાત છે. હડાળા ગામની ભાગોળે થઇ મહાજનના ગાડા જતાં હતા. સવારનો સમય હતો. મોં સૂઝણું થયું હતું. ખેમો લોટે જઇને પાછો વળી રહ્યો હતો. દૂરથી ગાડા ભાળ્યા. બેઠેલા માણસોને જોયાં તો ઉજળાં વરણના લાગ્યા. પાસે જઇને જોયું તો મહાજનના શેઠીયાવ હતા. ‘જય જિનેન્દ્ર’ -કરીને કહ્યું કે, ‘આમ કેણીમેરથી ગાડા હાલ્યા આવે છે !’ ગાડા ખેડૂએ કહ્યું કે, ‘આમ પાંચાળથી આવવાનું થયું છે, ને આમ આઘે દૂર જવાનું છે.’ ખેમો કહે, ‘ગામમાં ઘર છે. એમ જ મહાજનનું ઘર ઓળંગીને મહાજનથી ન જવાય.' મહાજનમાંથી ઘરડા વડીલે પાઘડી ઊંચી કરીને કહ્યું કે, ‘અમે તો મહાજનના કામે નીકળ્યા છીએ. અંતરીયાળ આમ રોકાવું ન પાલવે.’ ખેમો કહે, ઘરે તો હાલો સૌ સારાં વાના થશે.' બધાંએ ખેમાના દીદાર જોયાંને મન કચવાયું પણ ખેમાની વાણીમાં બળ હતું. અંતરની વાણી ઠેલવી મુશ્કેલ હોય છે. આગ્રહ હતો પણ દિલથી હતો. આખરે ગાડા ખેમાના આંગણે છૂટ્યા. શિરામણની તૈયારી થઇ ગઇ. મહાજનને શિરામણની ઉતાવળ નથી પણ, ઉતાવળ ખરડામાં રકમ નોંધાવાની હતી. ખેમાએ ઠંડકથી કહ્યું, ‘આપ બધાં નિરાંતે શિરાવો, કારવો પછી તમ-તમારે જે કહેશો તે કરીશું !' ખેમાના બાપાએ આગ્રહ કરી કરીને નવકારશી પરાવી પછી સાવ સાદાં લાગતા ઘરમાં નજર ફેરવતાં મહાજનને નીચે ભોંયરામાં લઇ ગયા. સોના-રૂપા ઝર ઝવેરાતના કોથળા બતાવ્યા. ‘જે જોઇએ - જેટલું જોઇએ તેટલું લઇ લો આપનું જ છે !” આ આપણી પરંપરા છે. મહાજન તો જોઇને આખું જ બની ગયું. Page #242 -------------------------------------------------------------------------- ________________ બધાની જીભ બંધ, આંખો પહોળી, હૈયું હરખાવા લાગ્યું - મન ચકરાવે ચઢ્યું. એક એક જણ અંદર-અંદર વાત કરવા માંડ્યું. સ્વગત બોલતાં હોય તેમ જ બોલ્યા, એ તો કહે પણ એમ થોડું જ લેવાય છે! ધણી આપે તે લેવાય!' ખેમાના બાપે ખોબે ખોબા ઠાલવવા માંડ્યા. ખેસની ચાળ ફસકી જાય તેટલું દીધું. “બસ.. બસ.. ખમૈયા કરો!” બધાંએ એકી અવાજે કહ્યું ત્યારે ખેમો અને તેના બાપા થોભ્યા. મહાજને ગાડા હવે ગામ ભણી વાળ્યા. ખેમાએ બે મજબૂત વોળાવીયા આપ્યા. ચાંપાનેર પંથકનો દુકાળ સુખેથી ઓળંગી ગયા. જૈન શ્રાવકની દિલની દિલાવરી આવી હતી અને છે. માત્ર અવસરની રાહ હોય છે.. मणिना वलयं वलयेन मणिः मणिना वलयेन विभाति करः। पयसा कमलं कमलेन पयः पयसा कमलेन विभाति सरः। शशिना च निशा निशया च शशि शशिना निशया च विभाति नभः। भवता च सभा सभया च भवान् भवता सभया च विभाति नृपः। સુભાષિતમ્ મણિ વડે બંગડી અને બંગડી વડે મણિ શોભે છે. મણિ અને બંગડી વડે હાથ શોભે છે. પાણી વડે કમળ અને પાની કમળ વડે શોભે છે. પાણી અને કમળ વડે સરોવર શોભે છે. ચન્દ્ર વડે રાત્રિ અને રાત્રિ વડે ચન્દ્ર શોભે છે. રાત્રિ અને ચક્ર વડે આકાશ શોભે છે. (એ રીતે) આપના વડે સભા અને સભા વડે આપ શોભો છે. સમજૂતી - આમ જુઓ તો આ રીતે આ સુભાષિતમાં શબ્દ રમત દેખાય. તે તો છે જ. પણ આ કાવ્ય પાછળની દષ્ટિ પણ ખૂબ મજાની છે. માણવા જેવું સુભાષિત છે. ૨૪૧ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ નવું ફ્રોક ગામ નાનું હતું. ગામમાં નાની નિશાળ. નિશાળમાં બીજા ધોરણનો નાનો ઓરડો. સમય થયો એટલે ઘંટ વાગ્યો. ટ. ટનું.. સાંભળીને નાનાં-નાનાં બાળકો વર્ગમાં ગોઠવાયા. શિક્ષિકા બહેન પણ આવી ગયાં. વર્ગમાં પ્રવેશતાં જ એમણે સ્નેહભરી નજરે બાળકોને જોયાં. એક છેડેથી જોતાં-જોતાં એમની નજર એક બાળકી પર પડી અને અટકી. રોજની જેમ જ આજે પણ મેલું, ફાટેલું અને ટુંકું ફ્રોક પહેરીને એ બાળકી આવી હતી. રોજની જેમ આજે પણ શિક્ષિકા બહેન બોલ્યાં કેમ આવું મેલું દાટ ફ્રોક પહેરીને આવી છે? તારી મમ્મીને કહેજે, કાલે આવું ફ્રોક પહેરીને આવી છે તો વર્ગમાં પેસવા જ નહીં દઉં! છોકરી બિચારી આવા કડવા વેણ સાંભળી, નીમાણા મોઢે હીબકાં ભરી-ભરીને રોઈ પડી. આંખમાંથી દડ-દડ આંસુ વહેવા લાગ્યા. એની પાસે આંસુ લુછવા રૂમાલ કે કોરું કપડું પણ ન મળે! જેમ તેમ દિવસભર નિશાળમાં રહી અને વીલે મોઢે ઘેર ગઈ. મમ્મીની પાસે ફરી રોઈ પડી. બધી વાત કહી. મમ્મી પણ બિચારી શું કહે? બીજે દિવસે સમય થયો. આ નાની નિર્દોષ બાળકી પણ નિશાળે ગઈ. એ જ મેલું ફોક. બીજા બાળકો પણ પોત-પોતાની જગ્યાએ ગોઠવાયા. શિક્ષિકા બહેને એક પછી એક બાળકો ઉપર નેહ નીતરતી દષ્ટિનું પીંછું ફેરવ્યું. આ શું બન્યું? એ જ મેલું ફ્રોક પહેરીને આવેલી બાળકી પર નજર ઠેરવી, જરા અવાજ કરી એને પાસે બોલાવી. બધાંને થયું કે હવે આનું આવી બન્યું. પણ બધાની પહોળી નજર વચ્ચે કાંઈ જુદું જ બન્યું. સ્ટેજ બાજુ પર લઈ જઈ એ બાળકીને દીકરી જેવું વહાલ કરી, એનું જૂનું ફ્રોક ઊતરાવીને નવું નકોર ફ્રોક પહેરાવી દીધું! એનાં વાળ સરખાં કરી એની જગ્યાએ બેસાડી આવ્યાં. નવા ફ્રોકમાં તો એ બાળકી એવી શોભી ઊઠી કે વર્ગના બધાં જ એને ટીકી-ટીકીને જોવા લાગ્યા, જાણે ધરાતા જ ન હતા ! એને જૂએ અને વળી એક-બીજા સામે જૂએ! અરે ભાઈ! આ એ જ બાળકી છે. શું બદલાયું? અરે ! શું વાત કરો છો? Page #244 -------------------------------------------------------------------------- ________________ આ તો એ બાળકી જ જાણે બદલાઈ ગઈ. કેવી રૂડી-રૂપાળી લાગે છે ! પરાણે વહાલી લાગે એવી ખીલી ઊઠી છે. એને માથે-ગાલે હાથ ફેરવી લેવાનું મન થાય એવી સોહે છે! | નિશાળ છૂટી એટલે શિક્ષિકા બહેનને પગે લાગીને એ ઘરે ગઈ. ઘરમાં પ્રવેશતાં જ ઘર જાણે ઝળાં-ઝળાં થવા લાગ્યું. એની મમ્મીએ તો એને ઓળખી જ નહીં. પગથી માથા સુધી દીકરીની સામે જોયા જ કર્યું. વાહ ! વાહ! કોણે આવું સરસ ફ્રોક આપ્યું? દીકરીએ વાત કહી. મેડમે કેવું વહાલ કરી એને નવું ફ્રોક પહેરાવ્યું ! એ જેવી રસોડામાં જવા લાગી કે તરત જ એની મમ્મી બોલી : થોડી વાર થોભ દીકરી! જરા રસોડું સાફ-સુથરું કરી ચોખ્ખું કરું. આવી સારી ચોખ્ખી દીકરીનું ઘર આવું? આમ કેમ ચાલે? અને મમ્મીને ચાનક ચડી. જોત-જોતામાં તો એણે આખું ઘર ચોખ્ખું-ચણક કરી દીધું. બધી ચીજ-વસ્તુ ઠેકાણે ગોઠવી ઘર શોભે તેવું કરી દીધું. એટલામાં તો એના પપ્પા પણ આવ્યાં. અરે ! આ શું જોઈ રહ્યો છું હું ! ઘર જૂએ ને દીકરીને જૂએ. હૈયામાં હેત ઊભરાયું. દીકરીને ઊંચકી. હાથમાં લેતાં જ પોતાના મેલા હાથ તરફ ધ્યાન ગયું. આવી ચંદન જેવી દીકરીને ઊંચકવા માટેના હાથ પણ ચોખ્ખા હોવા જોઈએ. દીકરીને નીચે મૂકીને તરત હાથ ધોવા દોડી ગયા. પાડોશીને થયું: આવી ઠંડી-મીઠી સુગંધ ક્યાંથી આવી? આવીને જૂએ તો ઘર-આંગણું બધું જ સ્વચ્છ અને સુઘડ ! ધૂપ-દીપ પ્રગટાવવાનું મન થઈ આવે એવું! પાડોશણને થયું એનું ઘર ચોખ્યું હોય તો મારું પણ કે નહીં ? એણે પણ વાળી-ઝૂડીને ઘર ચોખ્ખું કર્યું. પછી તો આનો ચેપ આખી શેરીમાં લાગ્યો. ઘરઘરમાં જાણે દિવાળી આવી ન હોય! એ નાદ શેરીમાં જ ન રહેતાં બાજુના લત્તામાં અને આખા ગામમાં ફરી વળ્યો. ગામ આદર્શ ગામ બની ગયું. એના સારાં છાંટા બાજુના ગામમાં પણ પડ્યાં. તે ગામ પણ આંખે ઊડીને વળગે એવું રૂપાળું બની ગયું. એક નવા ફ્રોકની કેવી અસર ! WILD IOI ગ્રન્થ ર ૨૪૩ www.jaineliblar Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ઘડો ગ્રન્થ. આ ઘડો છે. જોયો ! તમે ઘડો જુઓ ત્યારે કશુંક યાદ આવે છે? આ ઘડાના કાંઠામાં ઘણા સ્મરણોની માળાના દર્શન થાય છે ! આ ઘડો જે દિવસથી પંકાયો એ દિવસ જંગ જાહેર થયો. લોકોએ કહ્યું કે ભાઈ ! હવે આ દિવસ કેવો છે તે માટે ટિપણું જોશો નહીં. એ દિવસ જોડે આ ઘડો જોડાઈ ગયો! એ દિવસ એટલે અક્ષયતૃતિયાનો દિવસ! એ ઘડો સૂકાયેલી માટીનો હોવા છતાં ચાર હાથના કોમળ-કોમળ સ્પર્શે ઝંકૃત થઈ ઉઠ્યો હતો. એના કણ-કણમાં નર્તન ચાલુ થઈ ગયું હતું. એ ઘડામાં મીઠો-મીઠો ઇક્ષ-રસ ભર્યો હતો. એના જેવા બીજા ઘણા ઘડા હતા. સો ઉપરાંત હશે. પણ, પહેલો ઘડો એટલે પહેલો ઘડો. તેને જ શેરડીના રસના ધારા પ્રવાહથી, પ્રભુજીના સુકુમાર હાથનો સ્પર્શ પામવાનું સૌભાગ્ય સાંપડ્યું હતું. વળી ઘડાને હૃદયના ઊંડાણમાંથી આવતી ઉછળતી ભાવધારાની ઝણઝણાટી, હજીએ તેના તળિયાના ભાગમાં સચવાઈ છે. તેનું પરમ સૌભાગ્ય કે તે ઘડો દાન દેવાની સાથે ને સાથે જ સંકળાઈ ગયો. વળી તેમાં જે શેરડીનો રસ હતો એ શેરડી, જ્યારે બાળઋષભ, પિતા નાભિરાજાના ખોળામાં બેઠાં હતા ત્યારે એક આગન્તુક જગતના તાતના હાથમાં એ શેરડીનો સાંઠો હતો, એ લેવા માટે નાનાં-નાનાં, ગુલાબની પાંદડી જેવા કોમળ હાથ લંબાયા હતા. એને કારણે તો વંશનું નામ ઈશ્વાકુ પડ્યું. એ શેરડી આજે પારણામાં, સંયમજીવનના શરુઆતના બારણાંમાં --કહોને સંયમના બાળપણમાં આ જ આવી ! પ્રભુએ ઘડાના રસનું પાન કર્યું. અરે ! ઘડાના માધ્યમથી વહી આવતાં રસ વડે શ્રેયાંસકુમારની ભાવધારાનું પાન કર્યું! એ ઘડાને ધન્ય! એ ઘડીને ધન્ય! અને એ ઘડા-ત્રીજને પણ ધન્ય! . Page #246 -------------------------------------------------------------------------- ________________ સૂપડું જુઓ આ સૂપડું છે ! હા, સૂપડું, નવું નામ લાગે છે ને! આ એક ઘર વપરાશનું સાધન છે. જુગજૂનું સાધન છે. આ સૂપડું તમારે મન તો, ઘરની સાંણસી, ચારણી, તવેથો, લોઢી જેવા રસોઈના સાધનો જેવું એક સાધન માત્ર હશે ! પણ... પણ, મારે --અમારે મન તો, આ એક દિવ્ય સાધન છે. આ સૂપડાને જ આપણે પૂછીએ. એ કહે તે કાન દઈને સાંભળીએ તો કેવી મજાની વાત આપણને મળે ! ચાલો સાંભળીએ! ખબર છે ! આ સૂપડું વચ્ચે હતું. અને કમળનું ફુલ પણ કઠણ લાગે એવા કોમળ-કોમળ બે હાથ આજુબાજુ હતા. આ સપડાંની સામેની બાજ પણ બીજા બે હાથ હતા. તે હાથ પણ કોમળ હતા. હાથની રેખાઓ પણ કોમળ હતી! તેની આંગળીઓ, આંગળીના વેઢાં, નખ --બધું કોમળ કોમળ.. સૂપડું ખાલી ન હતું. એમાં સૂકા અને લુખ્ખા લાગે એવા અડદના બાકળાં હતા. એવડા મોટા સૂપડાંમાં માંડ ખોબા જેટલાં હશે ! બાકળાં થોડાં અને સૂપડું મોટું. કૌશાંબી નગરીની શેરીઓ હલચલ વિનાની અને સૂની હતી. સમય શાંત હતો. ભિક્ષાચરો પણ ભિક્ષા મેળવીને ગામ બહાર, પોતાના ઓટલે કે કોઈ મોટા ઝાડ નીચે પહોંચી ગયા હતા. | આકાશમાં ગતિ કરનારા વિદ્યાધરો થંભી ગયા હતા. કોક જ વાર જોવા મળે તેવું એક દશ્ય હતું. અભૂતપૂર્વ દ્રશ્ય હતું. જેઠ સુદિ દશમનો દિવસ હતો. પાંચ માસ અને પચ્ચીસ દિવસથી જે દૃશ્યની ઝંખના હતી તે દૃશ્ય જોવાનો સૌથી પહેલો લાભ આ સૂપડાને મળ્યો હતો! તે વખતે હાજર રહ્યું હોય તો એક માત્ર આ સૂપડું ! | પછી તો ગામ આખું ભેગું થયું. આકાશ પરથી દેવો પણ કૌશાંબીમાં ઉતર્યા. લોકોએ તો આ બધું બેને બદલે ચાર આંખો કરી-કરીને જોયું ! ચો-તરફ આ એક જ વાત ! ગામ વાતે વળગ્યું; ટોળે મળ્યું. ચોમેર ખુશી છવાઈ ! અને આ મંગળ પ્રસંગની દુંદુભિ વાગી અને સાડા બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ થઈ તેને ગામ લોકોએ ચાર-હાથે એકઠી કરી. આ અદ્ભુત ઘટનાનાં પ્રથમ પ્રેક્ષક બનવાનો યશ આ એકલા સૂપડાને જ.. ધન્ય તે કૌશાંબી ગામ, ધન્ય તે વેળા. ધન્ય સૂપડાને કર-મેળા ! . DILI[[ ગ્રન્થ ૨૪૫ Page #247 -------------------------------------------------------------------------- ________________ ////// ૨૪૬ પ્રભુ દરિશન સુખ સંપદા TDIesh વિશાળ અને ગાઢ જંગલ હતું. ઘટાવાળા વૃક્ષોનો તો પાર નથી. એવા એક વૃક્ષની ડાળે માળો બાંધીને પોપટ અને પોપટી રહે છે. નાના-નાના ગરી ગયેલા ફળ આરોગે છે. જાંબુડાનાં ઊંચા ઊંચા વૃક્ષોના વચ્ચે આવેલા તળાવનું પાણી પીએ છે. આ પોપટ યુગલ તો ફરતારામ છે. એકબીજા સાથે પકડદાવ રમતાં હોય તેમ ઊડાઊડ કરતાં, એકવાર પાસેના જંગલમાં પહોંચ્યાં. ત્યાં મનોહર સરોવર હતું. એની પાળ પરની ઓટલી પર એક નાનકડી દેરી જોઈ. દેરીના બે કમાડ ખૂલ્લાં હતાં. થાકેલી પોપટી એ કમાડ પર જઈ બેઠી. દેરીના ગર્ભગૃહમાં આછું અજવાળું હતું. વચ્ચે પીઠિકા પર ભગવાન ઋષભદેવની સૌમ્ય મૂર્તિ હતી. પ્રતિમાના ચહેરા પરના મલકાટ પર પોપટીની નજર પડી. આમ અચાનક નજર પડી અને મન મોહી ઊડ્યું! અહો ! આ ભાઈ કેવા રૂપાળાં બેઠાં છે ! સહેજે હલતાં પણ નથી ! અને મોં તો કેવું મલકે છે ! સુંદર દશ્ય જોયા પછી એ બીજાને કહેવાય ત્યારે જ ચેન પડે ! હજી આમતેમ ઊડતાં પોપટને અહીં આવવા, અવાજ દીધોઃ જો ને! કેવું સરસ છે ! પોપટ આવી સામેના બીજા કમાડ પર બેઠોઃ સુંદર છે, પણ આ કમાડ પરથી દેખાય છે તેવું નહીં હોય ! પોપટીઃ આ કમાડ પરથી જોવામાં જ ખૂબી છે. કેવા સુંદર અને રળિયામણાં લાગે છે ! ઘણી વેળા થઈ. દર્શનની તૃપ્તિ માણી અને પોતાના માળામાં જઈ પોઢી ગયા, જાણે સ્વપ્નમાં પણ એ મૂર્તિ નિહાળી રહ્યાં! Page #248 -------------------------------------------------------------------------- ________________ વળી બીજે દિવસે એ દેરીના કમાડ પર જઈ બેઠાં. આજે તો ચાંચમાં આંબાની મંજરી લઈ આવ્યા હતાં ! પ્રભુ ખૂબ પ્યારાં લાગ્યાં હતાં ! નિયમ એવો છે કે જે ખૂબ પ્યારું લાગે તેને કશુંક આપવાનું મન થઈ આવે; ને આપે. સામો પક્ષ તે ગ્રહણ કરે ત્યારે તો મન રાજી-રાજી થઈ જાય ! આમ, રોજ-રોજ તળાવને કાંઠે આવવાનું. પાણી પીને આ મંદિરના કમાડની ટોચે ગોઠવાઈ જવાનું. ટિકીટિકીને પ્રભુને નિરખવાનું જાણે વ્યસન થઈ ગયું ! માત્ર પ્રભુ ગમી ગયા. પછી પ્રભુ જ ગમી ગયા ! અને છેલ્લે પ્રભુ સિવાય કશું જ ન ગમવા લાગ્યું. પ્રભુની પ્રસન્ન મુખ-મુદ્રા, શાંત-સ્વસ્થ ટટ્ટાર બેઠક, મરક-મરક હસતી મોં-ફાડ. વેરીનું વેર પણ શાંત થઈ જાય તેવું ચો-તરફ ફેલાયેલું પવિત્ર આવરણ --આ બધા સમેત, મનમોહક વાતાવરણે મનમાં માળો બાંધી દીધો. મન તેના પર ઓવારી ગયું. મનના ખૂણે ખૂણામાં પ્રભુ જ વસી ગયા. આ પોપટપોપટીના સાત ભવ થયા. બધે વખતે ઉન્નત સ્થિતિને પામ્યાં. પછી તો જનમના ફેરામાંથી જ છૂટકારો થઈ ગયો. ગમી ગયેલા પ્રભુએ કેવી કમાલ કરી ! આ પ્રભુ દરિશનનો પ્રભાવ છે ! " ભગવાન શ્રી ઋષભદેવ: ખજુરાહો DILI[LI[ ગ્રન્થ ર ૨૪૭ www.jaines Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ આગમ લેખન: એક બપોરે... વિ.સં. ૯૮૫ ની વાત છે. જેઠ મહિનાની પૂનમની વાત છે. બપોરના ત્રણ વાગ્યાના સુમાર છે. આગમ ગ્રન્થના લેખનનું કાર્ય મુનિ મહારાજાઓના સાંન્નિધ્યમાં ચાલી રહ્યું હતું. તાડપત્રમાંથી એક સરખા પાનાં બનાવેલા તૈયાર હતા. એમાં લહીયાઓ સાધુ મહારાજની સૂચનાઓ સમજીને શુદ્ધ લખાણ, કળામય અક્ષરોથી અંકિત કરી રહ્યા હતા. સાત આઠ અભ્યાસ રત સાધુ શાસ્ત્ર પઠન અને નિર્ણત પાઠને તાડપત્રમાં લખાવવા માટેનું કાર્ય કરી રહ્યા હતા. આમ તો જે જે તાડપત્રો લખાઈ રહ્યા હોય તેને દોરીથી બરાબર બાંધી કરીને, એક ભાવિક શ્રેષ્ઠિએ આપેલા વિશાળ આગારમાં મોટી મંજૂષામાં સંભાળપૂર્વક મૂકવામાં આવતા હતા. આકરી ગરમીના દિવસો હતા એટલે આ કાર્ય વલભીનગરની પાછળનો ભાગ, જે અત્યારે પચ્છેગામ છે તેનાથી વલભી તરફના રસ્તે એક ખેતરમાં ઘણી બધી વડવાઈઓથી વીંટળાયેલા વડની છાયામાં ખંતપૂર્વક ચાલી રહ્યું હતું. ગરમ ગરમ લૂની વચ્ચે આ વડનું શીતળ સાંનિધ્ય કામને યોગ્ય વેગ આપી રહ્યું હતું એવામાં જોર જોરથી પવન ફૂંકાવા લાગ્યો. એની ઝડપ વધવા લાગી અને આંધી જેવો ભારે વંટોળીયો ખેતરમાં પડેલા સૂકા તરણાં, ડાંખળા, પાંદડા અને નાની મોટી ચીજો ગોળ ગોળ ફૂદરડીના ચકરાવાના આકારમાં ઉડાડવા લાગ્યો. તાડપત્રોના પાનાં તો મોટી વડવાઈના આશ્રયમાં અહીં-તહીં છૂટા વેરવિખેર પડેલા. જાણે મોટી બિછાત ! આ બધું ભેગું પણ શું થાય? સાધુઓ વિચારમાં પડી ગયા. હવે શું થશે? કેટલો શ્રમ લઈ આ કામ હાથ ધર્યું હતું! પણ..અહીં કેવો ચમત્કાર સર્જાયો ! ગોળ ગોળ ફરતો વા-વંટોળ વડના વિસ્તારમાં આવે તે પહેલા જ એની દિશા બદલાઈ જતી! હમણાં આ વંટોળીયો વડની છાયામાં આવી બધા તાડપત્રો તણખલાની જેમ ક્યાંના ક્યાંય ઉડાડી મૂકશે એવી ભીતિ સહુને લાગતી. પણ વંટોળીયો વડ પાસે આવીને ફરી જતો અને શમી જતો! અહો! આશ્ચર્ય! આ ભગીરથ કાર્ય પ્રકૃતિને પણ મંજૂર હતું. આવા સંજોગોમાં કુદરત જ એની રક્ષા કરી રહી હતી. . Page #250 -------------------------------------------------------------------------- ________________ ગ્રીષ્મની એક બપોરે. કુંડગ્રામ નગર, ક્ષત્રિય પરિવારનો મહોલ્લો. સિદ્ધાર્થ મહારાજાનો મહેલ. મહેલના પહેલા માળના એક કક્ષમાં શ્રી વર્ધમાનકુમાર યશોદા વગેરે બેઠાં છે. જેઠ મહિનાના દિવસો છે. વાતાવરણનો બફારો અકળાવે તેવો છે. સત્યાવીસ વર્ષની વયના વર્ધમાનકુમાર પૂર્ણ ગંભીર અને સ્વસ્થ છે. યશોદા કહે છે: ગામ બહારના રાજ ઉદ્યાનમાં જઈએ. વર્ધમાનકુમાર મૌન રહ્યા. એટલામાં ત્રણ યુવક મળવા પધાર્યા. વિનમ્ર સ્વરે બોલ્યા : નગરના વયોવૃદ્ધ વીણાવાદક પોતાની કળા-સાધના દર્શાવવા આવ્યા છે. આવે? શ્રી વર્ધમાનકુમારની મૂક સંમતિ જાણીને પાકટ વયના વીણાવાદક પધાર્યા. વિશાળ જાજમ પર આસન જમાવ્યું. વીણાને આદરપૂર્વક પ્રણામ કરીને તાર મેળવ્યા...પછી ધીરે ધીરે ઉઘાડ થાય તેમ રાગ ભૂપાલીના સ્વર વાતાવરણમાં રેલાવા લાગ્યા. હજુ તો સૂરની જમાવટ થઈ રહી હતી ત્યાં તો વંટોળીયા સાથે વાદળોમાંથી વરસાદની ઝડી શરુ થઈ. નીચે ભોંયતળીયાના ઓરડાની ખુલ્લી બારીઓ બંધ થવા લાગી. માતા ત્રિશલા ત્રણેક સખીઓ સાથે વાતે વળગ્યા હતા ને ત્યાં બારીમાંથી વરસાદની વાછટ અને ફોરા અંદર આવવા લાગ્યા. સખીઓ ઊભી થઈ બારી બારણા આડા કરવા લાગી. કમાડ પણ આડા કર્યા. માતાને અચાનક યાદ આવ્યું. તે સખીઓ સાથે ઉપરના માળે પધાર્યા. વર્ધમાનકુમાર યશોદા સાથે જે ઓરડામાં હતા તેની બારીઓ ખુલ્લી હોય તો તે વાસવાના વિચાર સાથે એ ઓરડામાં પગ મૂક્યો. પણ આ શું? અહીં તો વીણાના મધુર સૂરો રેલાતાં હતા. બહારના વાવાઝોડા સાથેના વરસાદના કારણે સહેજ કાન સરવા કરવા પડે, પણ બારીઓ તો ખુલ્લી જ હતી. બારી પાસે ગયા તો ત્યાં જોયું કે વરસાદની વાછટનું એક ટીપું પણ આ ઓરડામાં આવ્યું ન હતું! ત્યાં પણ વરસોદ તો ત્રાંસી ઘારે જ વરસી રહ્યો હતો. પરંતુ એ મહેલની બહારની ભીંતોને જ પલાળતો હતો. બારીમાંથી અંદર આવ્યા વિના જ ભીંતને અડીને નીચે વરસી જતો. માતા ત્રિશલા તો આ જોઈને અવાક બની રહ્યા. પુત્ર વર્ધમાનના મોંના ભાવ જલદી ન વાંચી શકાય તેવા જણાયા. બહારની કુદરતનો સંયમ ચડે કે વર્ધમાનકુમારનો સંયમ ચડે એ અવઢવમાં માતા બહાર આવી ગયા. વીણાવાદન ચાલતું રહ્યું. કયું સંગીત ચડે? અંદરનું કે બહારનું? પ્રકૃતિ પણ પૂરેપૂરી રીતે શ્રી વર્ધમાનકુમારની સુરક્ષા માટે સંલગ્ન રહેતી હતી. જય હો ! જય હો ! વર્ધમાનકુમારનો જય હો! ૨૪૯ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ઠંડુ પાણી દક્ષિણ ભારતનું મોટું ગામ. વૈશાખ વદિના દિવસો. માણસને દઝાડતી ગરમી એવી પડે કે સવારના નવ વાગ્યાથી ઘરમાં પૂરાઈ રહેવું પડે. આવા પ્રદેશમાં ઉગરચંદ નામના એક વેપારીને ઉત્તર ગુજરાતના એક ગામથી અહીં ધંધાના કારણે આવવાનું થયું. કોઈની ઓળખાણ પીછાણ નહીં. ધર્મના સંસ્કાર ખરા. તેથી એક દેરાસર શોધીને પ્રભુજીના દર્શને ગયા. સ્થાનિક લોકોની નજરે તેમનો પરદેશી પહેરવેશ અને અજાણ્યો ચહેરો મહોરો અછતો ન રહ્યો. ધૂપ-દીપ પૂજા કરીને જેવા દેરાસરની બહાર આવ્યા એટલે સ્વરૂપચંદે જ વાત શરુ કરી અને પૂછ્યું: બહારગામના લાગો છો ! ઉગરચંદ કહેઃ “હા! અહીં વ્યાપારિક કારણે આવવાનું થયું છે.' સ્વરૂપચંદ કહેઃ “મારે ત્યાં પધારી મને લાભ આપો.' દોડવું હતું ને ઢાળ મળ્યો! ઉગરચંદ સ્વરૂપચંદને ઘેર પહોંચ્યા. દિવસો તો આકરા ઉનાળાના હતા. વળી આ પ્રદેશને કારણે ગરમી વધારે લાગતી હતી. સ્વરૂપચંદની પરોણાગત બધી રીતે શાતારૂપ હતી. પૂછાયુંઃ “નવકારશી કરતાં પહેલાં નાનવિધિ કરીએ.” સ્વરૂપચંદના વાણી વર્તનમાં ધર્મની રીતિનીતિના સંસ્કારો મઘમઘતા હતા. દક્ષિણદેશમાં હોય એવા ઘરની પાછળના વાડાના ભાગમાં ઘંટીના એક પડ પર મહેમાનને બેસાર્યા. ઠંડા પાણીતી સ્નાન કરાવ્યું. ઠંડા પાણીથી ભજવેલા મુલાયમ કપડા વડે ઠંડક લાગે તેવી રીતે મહેમાનને પવન વિઝવા લાગ્યા. એટલી બધી ટાઢક લાગી કે ઘણાં સમયનો થાક ઉતર્યો હોય એવું ઉગરચંદને લાગ્યું. ઉપરથી WWW.jainelibrary.org Page #252 -------------------------------------------------------------------------- ________________ વરસતી આગમાં સતત શેકાઈ રહેલા તનને ઘણી રાહત લાગી. પછી, ખાવા-પીવામાં ગુલાબનું અને ખસનું શરબત, દહીં-છાસ-લસ્સી વગેરે કલાકે કલાકે અપાતા રહ્યા. હૃદયના ભાવથી ઉગરચંદનું મન ભરાઈ આવ્યું. વિચારતા રહ્યા કે કુંવારા સાસરે ગયા હતા ત્યારે પણ આવા અછોવાનાં થયા ન હતા ! હવે મનમાં એમ થવા લાગ્યું કે ક્યારે આ ભાઈ મારે ત્યાં આવે અને હું પણ તેમની આ રીતે બધી સરભરા કરું ! નમતી બપોરે એકાદ કલાક બજારમાં ગયા અને વ્યાપારિક કામ પણ થઈ ગયું. સાંજ પડી. વળી ગુલકંદનો અને મીઠા મુરબ્બાનો દોર ચાલ્યો. રાત્રે પણ ફળીયામાં લીમડા નીચે ખાટલો ઢાળી, આજુબાજુ ઠંડા પાણીનો છંટકાવ કરાવી વાતા પવનમાં ઠંડક આણી. જરા વારમાં તો આંખ ઘેરાણી. ઘસઘસાટ મીઠી ઉંઘ એવી આવી કે જાણે પળ વારમાં સવાર પડી ગઈ ! જવાનો સમય થયો. એકબીજાના સરનામાંની લેવડ-દેવડ થઈ. ગુજરાતમાં પોતાના વતનમાં આવવાનું સાચા હૃદયથી આમંત્રણ અપાયું. ગાડી ઉપર મૂકવા સ્વરૂપચંદ ગયા. ઉગરચંદ ગાડીમાં બેઠાં પછી હાથના અભિનયથી આવજો...આવજો થયું. +91-996-3++ *>J<+ +++139>><+ સમયને વિતતા ક્યાં વાર લાગે છે ! સાતેક વર્ષ બાદ સ્વરૂપચંદને ઉત્તર ગુજરાતના ગામ તરફ જવાનું થયું. ઉગરચંદનું ગામ યાદ આવ્યું. પોષ મહિનો હતો. સાંજ પડે તે પહેલાં અંધારા ઉતરવા લાગે. છતાં મોં-સૂઝણું હતું ને સ્વરૂપચંદ પહોંચી ગયા. નાના એવા ગામમાં ઉગરચંદનું ઘર ઓછી મહેનતે મળી ગયું. ઉગરચંદ તો હરખઘેલા થઈ ગયા. ઘણાં વખતથી મનમાં સંઘરી રાખેલું, એ આગતા-સ્વાગતા કરવાનો દિવસ આવી ગયો. સ્વરૂપચંદે કરેલી મહેમાનગતિ બરાબર યાદ રાખી હતી. હું પણ આમ કરું ને તેમ કરું એવા મનોરથની માળા ગૂંથી હતી. એમાં સારું થયું કે રાત મળી ગઈ. પરોણાગતની શરૂઆત થઈ ગઈ. વહેલી સવારે મહેમાનને ઘરના પાછલા વાડામાં દોરી ગયા. વાડામાં તો ઘંટીનું પડ વર્ષોથી લાવી મૂકેલું. તેના પર સ્વરૂપચંદને બેસાર્યા. ફરતી ઠંડા પાણીમાં ભીંજાવેલા ધોતિયાની દીવાલ રચી. ૨૫૧ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ ero Tols કળશ્ય કળશ્ય ઠંડુ પાણી મહેમાનને માથે રેડતાં રહી, ઉગરચંદ વારે વારે બોલતાં હતા --સ્વરૂપચંદ ! બરાબર છે ને ! કાંઈ ખામી હોય તો કહેજો ! સ્વરૂપચંદની તો દંતવીણા ચાલતી હતી. શરીર આખામાં થથરાટી અનુભવતા હતા, તેથી બોલ્યા કે ઃ ‘ઉગરચંદ ! તારી ભક્તિ ઘણી છે. છતાં પણ મારો જીવ એવો તો કઠણ છે કે તે નીકળતો નથી.’ ઉગરચંદમાં ભક્તિ ખરી પણ વિવેકના ખાતે મોટું મસ મીંડુ ! સ્વરૂપચંદે જે ભક્તિ ધગધગતાં ઉનાળામાં કરી હતી તેવી ભક્તિ ઉગરચંદે ઉત્તર ગુજરાતના ગામમાં, પોષ મહિનાની કડકડતી ટાઢમાં કરી! જે ભક્તિમાં વિવેકનો અંકુશ નથી તે ભક્તિ ભારરૂપ છે. બોજારૂપ છે. ક્યારેક તો જીવલેણ પણ થાય ! ભક્તિનું મૂલ્યવાન નંગ વિવેકની વીંટીમાં મઢાયેલું હોય ત્યારે તે જીવાદોરી જેવું નીવડે છે. અંતરંગ ભક્તિભાવમાં સમજપૂર્વકનો વિવેક ભેળવીએ. Page #254 -------------------------------------------------------------------------- ________________ સાંબેલુ નાનું એવું ગામ. ગામના પાદરમાં એક ડેલીબંધ ઘર. ડેલી ઉઘાડીએ ને વીસેક ડગલાં ચાલીએ એટલે ઘરના પગથીઆ આવે. પહેલો ઓટલો પછી ઓસરી અને અંદરના ઓરડા રસોડું વગેરે આવે. ઘરના માલિક ઉગરચંદ. ઉગરચંદભાઈ સ્વભાવે ઓલદોલ. ખાવે-ખવરાવે રસવાળા. બપોરે બજારમાંથી ઘરે રોટલા ખાવા જાય ત્યારે જે કોઈ પરોણાં મહેમાન મળે તેને આગ્રહ કરે. ન માને તો કરગરે પણ સાથે લીધે જ પાર કરે. ઘરે લાવી સારી સરખી પરોણાગત કરે. એ દિવસે નજીકના ગામથી આવેલા છ જણાં, જેઓ વેપારી મહાજન હતા, તેમને પરાણે ઘરે લઈ આવ્યા. ડેલી ખોલી. એ છએ જણને અંદર લીધાં. ખાટલાં ઢાળ્યા. બધાંને ઠંડું પાણી પોતે પાયું. પછી ઉગરચંદ રસોડે ગયા. બહેનને કહ્યું: “આજે તો મહાજન આવ્યું છે. શિરો અને ભજીયા બનાવો.” બહેન કહેઃ “બધું બનાવું પણ શિરા માટેનું ઘી ક્યાં છે?” ઉગરચંદ કહે: “લાવો તપેલી. અબઘડી ઘી લઈ આવું.” તપેલી અને ઢાંકણું લઈ બહાર આવી, “તમે પોરો ખાવ, હું આ આવ્યો.' એમ કહી જોડાં પહેરી ડેલીનો દરવાજો ઠાલો બંધ કરી ઉતાવળ ગામ ભણી ચાલ્યાં. મહેમાનો વાતે વળગ્યાં. જરા વાર માંડ થઈ હશે, ત્યાં તો રસોડામાંથી બહેનનો રડવાનો અવાજ સંભળાયો. હીબકાં બંધ ન થાય! એકલી બહેન ઘરમાં આમ રડતી જાણી મહેમાનો વિમાસણમાં પડ્યાં. એકાએક શું થયું હશે? બે પ્રૌઢ એવા ભાઈઓ ઊભા થઈ ધીમે પગલે રસોડા પાસે ગયા. ઘરમાં કોઈ મરદ નથી અને આ એકલા બાઈ માણસ રડે છે. કારણ શું હશે? અચકાતાં અચકાતાં પૂછે છે: બહેન! કેમ રડો છો? પ્રશ્ન સાંભળીને ડૂસકાં વધ્યાં. ભાઈઓ ગભરાણાંઃ “બહેન, અમને કહેવાય તેવી વાત હોય તો કહો. કહેશો તો ઉપાય થઈ શકશે.” ૨૫૩. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ આગ્રહ વધ્યો એટલે બહેન કહે : ‘મને તમારો વિચાર આવે છે ને રોવું આવે છે.’ ‘શું વાત છે કહો તો ખરાં !’ રોતાં રોતાં, સાડલાંનો છેડો આડો રાખી બહેન કહે છે : ‘આ તમારા ભાઈ છે ને ! તે ઘીથી લસલસતો શિરો પીરસીને તમને બધાને જમાડશે. પછી તમે બધા જમી લેશો એટલે, આ ખૂણામાં જે સાંબેલું છે તે લઈને એક-એક જણનાં વાંસામાં સાત વાર મારશે. તમે એવા સુંવાળા છો કે સાંબેલાનો એક ઘા પણ કેમ ખમી શકશો એપ્રશ્ન છે. આ તો સાત સાતની વાત છે, કેવી મુશીબત ગણાય ! આ વાત યાદ આવી એટલે મને રોવું આવે છે. ભાઈઓ ધીરે પગલે આવ્યા હતા, હવે ઉતાવળે પગલે ખાટલા પાસે જઈને બધાને કહે છે કે આપણે હવે અહીંથી જલદી જઈએ એમાં જ આપણું ભલું છે. સાંભળીને સડાક્ દઈને બધા ઊભા થયા અને ડેલી ખોલી ચાલવા લાગ્યા. બાઈ મોટો મોટે અવાજે બોલવા લાગી : ‘ન જાવ, ન જાવ ! હમણાં તમારા ભાઈ આવશે અને તમે ચાલ્યા ગયા છો એ જાણી મને વઢશે, ધમકાવશે.' પણ મહેમાનો એ કાંઈ સાંભળવા થોડાં ઊભા રહે ? એ તો એક હાથે ધોતિયાની પાટલી અને બીજે હાથે પાઘડી સંભાળતાં ઉતાવળી ચાલે, ઊભી બજારનો રસ્તો છોડી બીજે રસ્તે ચાલવા લાગ્યાં. આ બાજુ ઉગરચંદભાઈ ઘી ભરેલી તપેલી સંભાળતાં આવી પહોંચ્યાં. ડેલી ખૂલ્લી પડી હતી. અંદર પગ મૂક્યો ને જોયું તો ખાટલાં ખાલી ભાળ્યાં ! મનમાં ફાળ પડી. બાઈને પૂછ્યું તો તે કહે ઃ ‘તમે કેવા ને કેવા પરોણા લઈ આવો છે ?’ કેમ ? શું થયું’ જ થાય શું ? તમે તો ગયા ! મહેમાનો બધાં ઊભા થઈ ઘરના ઓરડામાં ફરવા લાગ્યા. ત્યાં આ ખૂણામાં પડેલું સાંબેલું જોયું ને કહે આ સાંબેલુ ખૂબ ઘાટીલું છે અમે લઈ જઈએ. તમે હા કહો તો જ અમે જમવા રોકાઈએ. મેં કહ્યું કે એ કેમ બને ? આ સાંબેલુ તો મારા પિયરથી લાવેલી છું. એ હું ન આપું. ભાઈઓ આ સાંભળીને ચાલતા થયા.’ ઉગરચંદ કહે : ‘અલી ગાંડી ! આવું તે કરાતું હશે ? કેવા સારા માણસો છે. આમ બોલાવવા જઈએ આવે ય નહીં.' Page #256 -------------------------------------------------------------------------- ________________ નિર્દોષ ભાવ લાવી બાઈ બોલ્યાં: “એવું હોય તો તમે સાંબેલું આપી આવો ને જમવા બોલાવી લાવો!” | ઉગરચંદભાઈ સાંબેલુ લઈ ડેલી બહાર આવ્યાં. ધૂળમાં સગડ જોઈ રસ્તો પકડ્યો. ત્યાં થોડે દૂર મહેમાનોને ધીમી ગતિએ જતાં ભાળ્યા. મોટે મોટેથી બૂમ પાડીઃ “અરે ! આ સાંબેલુ તો લેતા જાવ !” મહેમાનો આગળ અને ભાઈ પાછળ. તડકામાં ચળકતાં સાંબેલા સાથે ઝડપથી આ તરફ આવતાં એ ભાઈને મહેમાનોએ જોયાં! મહેમાનોએ ઝડપ વધારી. અંદર અંદર બોલવા લાગ્યાં: “બાઈ કહેતી હતી તે સારું લાગે છે. કાંઈ ખાધું નહીં, પીધું નહીં ને આ તો સાંબેલું મારવા દોડ્યા આવે છે. એ બધાં જલદી ગામ ભેગાં થઈ ગયા. સાંબેલુ ઉચકી દોડવાથી ઉગરચંદ થાકીને હાંફી ગયા. અટકી ગયા અને પાછા ઘર ભેગા થઈ ગયા. કથાનું નિરીક્ષણ અને અર્થઘટન મહેમાનગતિ એ ઘરસંસારનો શણગાર છે. મહેમાનગતિનું કાર્ય સ્ત્રીવર્ગના આધારે છે, કહો કે ઘરની આધારશિલા જ સ્ત્રીવર્ગ છે. સ્ત્રીની આંખમાં અમી હોય એટલે મનનાં સુખને એણે પોતાનું કર્યુ અને તેના હાથમાં અમી હોય એટલે ઘરને પોતાનું કર્યુ ગણાય. મહેમાનને ભાળી એ રાજી થાય અને મહેમાનને રાજી કરવા બધું જ કરે તો તે ઘર વખણાય. આ કથા ભલે લોકકથા છે, કલ્પિત છે પરંતુ તે આપણને કેટલું બધું કહી જાય છે! એક દુહામાં કહેવાયું છે: ચઢતાં દિનનું પારખું, નિત આવે મહેમાન; પડતાં દિનનું પારખું આંગણ ના'વે શ્વાન. અતિથિને જોઈને ઘરનો સ્ત્રીવર્ગ રાજી થાય. પોતાની આવડત અને મહેમાનગતિની કળા પ્રગટ કરવાનો એક અવસર મળ્યો એમ પણ થાય. મહેમાનને પણ સંતોષ થાય. આ બધામાં ગૃહસ્થ જીવનની શોભા છે. પુરુષના લક્ષણોમાં એક એમ કહેવાયું છે કે મોવત્તા પરનનૈઃ સદા ઘણાં ઉત્તમ સ્વભાવી પુરુષોની એવી રૂચિ હોય છે કેઃ “એકલ ખાવું ન લખીશ’. એકલા એકલા ખાવામાં ઘણાંને મનમાં શરમ આવતી હોય છે એ ૨૫૫ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ તો ઘણાને મોઢે સાંભળ્યું છે. આપણા દેશની સંસ્કૃતિ જ એ છે કે --આપણે ઘેર મહેમાન ક્યાંથી ! મહેમાન જોઈ આપણે રાજી થઈએ. શક્તિ પ્રમાણે એની આગતા સ્વાગતા કરીએ. વળી આપણે આવા ઘરમાં મહેમાન થઈને જઈએ ત્યારે યજમાને શું શું કરવું જોઈએ એનો પણ ખ્યાલ આવે છે. આપણે યજમાન હોઈએ ત્યારે તે ખ્યાલને ખપમાં લઈએ. આતિથ્યની વાત માંડી હોય ત્યારે કવિ દુલાભાયા કાગની મધમીઠી ગીતપંક્તિઓ અચૂક હોઠ પર રમવા માંડે : તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે → ***** ‘કાગ’ એને પાણી પા, ભેળો બેસી જમજે છે... તેને ઝાંપા સુધી વળાવવા જાજે ર તારા આંગણિયા પૂછીને... શબ્દો સાદા પણ એમાં આતિથ્યભાવનો ઉલ્લાસ લાવવાની કેવી પ્રેરણા છે ! અને પે'લો કાઠીયાવાડી લલકાર તો સ્વર્ગના બારણાં ઉઘાડીને શામળિયો દોડી આવે તેવો છે : કાઠીયાવાડમાં કો’કદી ભૂલો પડ ભગવાન, અને થા મારો મે'માન, તને સરગ ભૂલાવું શામળા ! થોડામાં ઘણું સમજી મહેમાનગતિ કરજો, પરોણાગતિ કરજો; સાંબેલાવાળી નહીં ! Page #258 -------------------------------------------------------------------------- ________________ બંધ સમય ચિત્ત ચેતીયે રે, ઉદયે શો સંતાપ સલુણા ઉનાળાના દિવસો હતા. સૂરજના કિરણો ન'તા દેખાતા પણ લાવારસ ફેંકાતો હોય તેવું લાગતું. બપોરનું ભોજન જેમતેમ પૂરું કરી નરનારી બધાં ઉદ્યાનનો આશરો લેવા દોડી જતાં. એમાં ધનકુમાર અને ધનવતી પણ હતા. તાજાં તાજાં પરણેલાં હતા. ઉછળતી યુવાની હતી. આકરા તાપથી બચવા ધનકુમારે એક લતામંડપની શીતળ સુખદ છાયામાં શરીર લંબાવ્યું હતું. ધનવતી પણ પાસે જ બેઠાં હતા. - બળબળતો ઉનાળો અને બપોરના એક વાગ્યાનો ધોમ ધખતો તાપ. બગીચા બહારના રસ્તા પર જતાં એક કૃશકાય મુનિરાજને ચક્કર આવ્યાં અને પડી ગયા. ધનવતીએ આ જોયું અને ધનકુમારને ત્વરિત મોકલ્યાં. ધનકુમાર અને અન્ય એક યુવાને મળી બેશુદ્ધ મુનિરાજને સરખી રીતે બગીચામાં લાવી સુવરાવ્યા અને શીતોપચાર કરી શુદ્ધિમાં આપ્યાં. મુનિરાજના પગમાંથી કાંટા ખેંચી કાઢ્યા. લોહી વહેવા લાગ્યું. ધનકુમારના મનમાં ભક્તિની સરવાણી ફૂટી. હૃદય દ્રવી ગયું. લોહીલૂહાણ પગમાં ચીરા પડેલાં જોઈ ઘનકુમારે વિનિત સ્વરે પૂછ્યું: ‘આ શું? પગ કેમ કરી ધરતી પર મૂકાય છે?’ મુનિરાજે સહજ સ્વરે કહ્યું: ‘આ તો વિહારક્રમ સંભવઃા વિહાર કરીએ તો આ બધું થાય. ખેદ છે તે તો આ જન્મમરણનો છે. એ દૂર થાય તેની ચિંતા છે.' ધનકુમારના મનમાં તો મુનિરાજની નિર્વેદવાણી સાંભળીને અજવાળા પથરાયાં. રાગદ્વેષની નિબિડ ગ્રંથી ઉજજયનગિરિ, ભેદાઈ, સમકિત મળ્યું. આપણે કર્મ ઉદયમાં આવે ત્યારે રડીએ છીએ અને મુનિવરો કર્મના બંધ સમયે જ રડે છે અને ચેતે છે. આ ધનકુમાર તે નેમિનાથ ભગવાનનો જીવ અને ધનવતી તે રાજીમતીનો જીવ. મુનિ મહારાજની સેવા સમકિત આપે છે. પણ WITળ ગ્રન્થ ૨પ૭ www.jainelbag.org/ / / YA Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ જૂઓ દૂતઆવ્યો! સવારનો શાન્ત સમય હતો. રાજા હમણાં જ સ્નાનાદિ પતાવીને આવ્યા હતા. રસ્તા પર પડતો મહેલનો ઝરૂખો હતો. માત્ર બે જ જણાં હતા. રાજા હતા અને રાણી હતાં. રાજા બાજોઠ પર બેઠાં હતા અને રાણી બાજુમાં બેસી રાજાના વાળ સંવારતાં હતાં. ભારતમાં પુરુષો પણ લાંબા વાળ રાખતા એવો વર્ષો પહેલાંનો એ સમય હતો. એવા ગુચ્છાદાર વાળમાં ધૂપેલ સીંચતાં રાણી એકાએક બોલી ઊઠ્યા દૂત સમાનત:। રાજા સહસા ઊંચા થઈ ઝરૂખા બહાર રસ્તા પર જોવા લાગ્યા. કોઈ માણસ ન દેખાતાં રાણીને પૂછવા લાગ્યા ક્યાં છે દૂત ? ક્યાં છે દૂત ? જવાબમાં રાણી મીઠું-મીઠું હસવા લાગ્યાં ! રાજાને ચટપટી થઈ ! જરા રહીને રાણીએ સ્મિત સાથે કહ્યું કે, આ યમરાજાનો દૂત - શ્વેત વાળ - આવી ગયો! સાંભળતાં જ રાજાના મોંઢાની રોનક બદલાઈ ગઈ. મોં પડી ગયું. હવે દુઃખી થવાનો વારો રાણીનો હતો ! એવું તે શું થયું ? રાજા ગંભીર સ્વરે બોલ્યા : અમારી સમગ્ર પિતૃ પરંપરામાં આવું બન્યું નથી. મારા પિતા, એમના પિતા અને એમના પણ પિતાપ્રપિતા એમ વંશ પરંપરાથી, માથામાં સફેદ વાળ આવે તે પહેલાં જ રાજ્ય ત્યજીને યોગનો માર્ગ સ્વીકારતાં ! આ પરંપરા હતી અને છે. પ્રિયે ! અહં પત્તિતવાન્ અપિ હું પળીયા આવ્યા છતાં ઘરમાં બેઠો છું. બસ, હવે એ જ યોગીજનોને રસ્તે હું પણ પ્રયાણ કરીશ. મંત્રી, પુરોહિત, સેનાપતિ અને અન્ય જવાબદાર દરબારીઓને બોલાવ્યા. કહ્યું ઃ યુવરાજને રાજ્ય સિંહાસન ઉપર સ્થાપન કરવાનું મુહૂર્ત જોઈ ઘો. મંત્રીને પણ ઉત્સવની તૈયારી કરવાના સૂચનો આપ્યા... ...અને ગણત્રીના સમયમાં તો યુવરાજનો રાજ્યાભિષેક કરાવી, વનની વાટે સંચરી ગયા. દીક્ષા લઈને તપોમય આરાધનામાં ડૂબી ગયા. આત્માને ખોળવામાં અને ઓળખવામાં લીન બની ગયા. એ રાજા હતા સોમચન્દ્ર, જેઓ પ્રસન્નચન્દ્ર રાજર્ષિના પિતા થાય છે. આવા રાજવી હતા આપણે ત્યાં. · Page #260 -------------------------------------------------------------------------- ________________ આંબાના વન જેવા થજો શ્વેતામ્બી નગરી. વન-વનોથી ઘેરાયેલી નગરી. નગરીનો રાજા પ્રદેશી. જીવદળ ઉત્તમ. પણ ગમે તે કારણે તે નાસ્તિક-શિરોમણિ બની ગયા હતા ! પરમઆસ્તિક થવાના હતા તે માટે તો નહીં બન્યા હોય ને! શ્રીકેશી ગણધર મહારાજ સામે ચાલીને ગયા અને તેમને બૂઝવ્યા. પ્રતિબોધ પમાડ્યો. રાજાએ આત્મતત્ત્વનો હૃદયથી સ્વીકાર કર્યો. તે પછી પોતાના પાપથી મનમાં ફફડાટ વ્યાપ્યો! પાપથી બચવા “આલોચના' લીધી. છઠને પારણે છઠ્ઠની તપસ્યા શરૂ કરી દીધી. રાજા પ્રદેશને ધર્મ સન્મુખ કરવાના હતા તે કાર્ય સારી રીતે સંપન્ન થયું એટલે તેઓશ્રીએ વિહાર કર્યો. નિયતવાણ: શ્રમUTI: (સાધુઓ નિયતવાસી નથી હોતા) રાજા પ્રદેશી વળાવવા ગયા. નગરની હદ પૂરી થઈ એટલે પ્રદેશીએ હિતશિક્ષાના બે બોલની માગણી કરી. વગડામાં ઊભા-ઊભા જ શ્રીકેશી ગણધર મહારાજે ફરમાવ્યું: આ આંબાના વન જેવા થજો પણ આ સામે દેખાય છે તેવા કંથેરીનાં ઝાડ જેવા ન થતા. વળી એકવાર સારા બનીએ; પછી ખરાબ ન થતા.” पुव्वं रमणिज्ज भूआ, पच्छा अरमणिज्ज मा भूआ। જગ તો આલંબનથી ભરેલો છે. પડતાંના ય ઉદાહરણો છે ને ચડતાંના ય ઉદાહરણો છે. ઊંચાં આલંબનો લેવાં. સુપથમાં સત્ સંચરવું” જે જોઈએ તે મળશે. જેવા થવું હોય તેવા દાખલા લેવા. સારા બની જવું સહેલું છે. સારા બની રહેવું અઘરું છે. આપણે સારા બનીને સારા રહેવા જન્મ્યા છીએ. શ્રીકેશી ગણધરની વાણી રાજા પ્રદેશના મનમાં છવાઈ ગઈ; દીવાદાંડી બની રહી. મનનું નાવ જેવું ખરાબે ચડવા જાય તેવું દીવાદાંડીના સહારે વળી માર્ગે આવી જાય. પ્રભુ-વાણી તો દ્વિીપ સમાન છે. બરાબર પકડી, એના પર ચડી જઈએ તો બેડો પાર’ છે. ૨૫૯ Page #261 -------------------------------------------------------------------------- ________________ TESTON Meruem //R ૨૬૦ e are ofTom મારા પ્રભુજી પહેલા, પછી હું જામનગરનું દેરાસર વાત જામનગરની છે. સ્થળ ચાંદી બજાર. જમનાદાસ મોનજીનું ઘર. સાંજના સાત વાગ્યાની વાત. ચોમાસાના દિવસો હતા. આકાશ ઘેરાયેલું હતું. રસ્તામાં આમ તો અંધારું હતું પણ મનની અંદર અજવાળું હતું. સાંજનું વાળુ કરીને પતિ-પત્ની હિંડોળે બેઠાં હતા. સામે પાડોશી મિત્ર પણ બેઠાં હતા. સરખા વિચારવાળા અને સરખી સમૃદ્ધિવાળા હતા. સામાન્ય વાતચીત ચાલતી હતી. એવામાં મુંબઈથી ફરી ફોન આવ્યો. મુનીમે લીધો અને વાત કરી. સમાચાર સારા હતા. કમાણી હતી એમાં ઉછાળો આવ્યો, ન ધારેલી રકમ આવશે. શેઠની મુંબઈની પેઢીની આવક ઉપર જ આધાર હતો અને વેપાર એવો જામેલો હતો કે આવક એટલો નફો હતો ! Page #262 -------------------------------------------------------------------------- ________________ જમનાદાસ મોજમાં આવી ગયા. પત્નીને કહે કે, આવતી કાલે સોનીને બોલાવ્યા છે. તમારે જેટલાં ઘરેણાં બનાવરાવવા હોય તેના માપ આપી દેજો. બાજુમાં બેઠેલા મિત્રને પણ થયું કે આપણે શા માટે પાછળ રહેવું? તેમણે તેમના પત્નીને બોલાવ્યા અને કહ્યું કે કાલે સોની આવે જ છે, તમે પણ માપ આપી દેજો. ઘરેણાં એક સાથે થઈ જાય. જમનાદાસ મોનજીનો ઉત્સાહ જોઈ શ્રાવિકા વિચારમાં પડી ગયા. સામેથી બેવડો ઉત્સાહ છલકવો જોઈએ તેના બદલે થોડીવાર માટે ઘરમાં મૌન છવાઈ ગયું. ક્યારેક વાતના બે શબ્દો વચ્ચે મીન હોય છે તો ક્યારેક બે વાતની વચાળે મૌન હોય છે. અલબત્ત, આ મૌનમાં મીઠાશ હતી. અકળામણ ન હતી. મીઠી મુંઝવણ જેવું લાગ્યું એટલે તેનો અંત લાવવા માટેની શરુઆત જમનાદાસભાઈએ જ કરી : શું વિચારણા છે! બોલો તો રસ્તો થાય. શ્રાવિકા બોલ્યા: તમે તો મને હંમેશા હથેળીમાં રાખી છે, તેથી હું સમજુ છું કે તમે મને સોનેથી મઢવા તૈયાર છો પણ મારું મન માનવું જોઈએ ને! આ વાક્યનો મર્મ પામતા જમનાદાસને વાર લાગી. વળી આ શબ્દોએ વાતાવરણને ગંભીર સ્વરૂપ આપ્યું હોય તેવું લાગ્યું. પાડોશીને તો આ બધું બીજી ભાષામાં બોલાતું હોય તેવું લાગ્યું! ભારેખમ વાતાવરણ અને વળી તેમાં મૌન! હવે જમનાદાસભાઈને મૌનમાં છીંડુ પાડવાનું કાર્ય કરવું પડ્યું. કહ્યું: તમે બોલોને! તમારું મન વધે તે પહેલું કરીએ. શ્રાવિકાને થયું તેમનું મન તૈયાર તો લાગે છે. છતાં રણકાર સાંભળવાની ઈચ્છા થઈ આવી. કહ્યું: હું હમણાં કહું પણ, હા, ના, તો નહીં થાય ને! જમનાદાસ કહેઃ તમે કહો તે સોળ આની. કારણ પૂછવામાં પણ નહીં આવે! હવે તો બોલો! શ્રાવિકાએ મનમાં હતા તે બધા ભાવ ચહેરા પર લાવી કહ્યુંઃ જુઓ ! તમારે ઘરેણાં ઘડાવવા હોય તો પહેલાં મારા પ્રભુજીના જ ઘડાવો. પછી બીજી બધી વાત ! ૨૬૧ WWW.jainelibrary.org Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ જમનાદાસ તો રાજીના રેડ થઈ ગયા : અમારી હા ! બોલો હવે તો તમારા નક્કી ને ! હસુ-હસુ થતાં શ્રાવિકા બોલ્યાં : એ પછી પહેલાં પ્રભુજીના શરુ કરાવો. વળતે દિવસે સોની આવ્યો. પ્રભુજીની અષ્ટપ્રકારી પૂજાના બધા જ દ્રવ્યો ઉત્તમ ઉત્કૃષ્ટ અને ઊંચામાં ઊંચી જાતના બનાવવાનું નક્કી થયું. સાવ નક્કર સોનાનાં એ ધૂપીયું, દિવાનું ફાનસ એવા બન્યા કે તેના કાચ સીધાં બેલ્જીયમથી ઑર્ડર અનુસાર આણવામાં આવ્યા. આજે પણ છે. અન્ય ઉપકરણોમાં મોટી સરખી થાળી, સોના વાટકડી, ચામર, પંખો, બધું જ વજનદાર અને નકશીભર્યું તૈયાર થયું. તમે કુતૂહલ ખાતર પણ તેના જોડે સરખાવવા શોધ કરો તો પણ બીજેથી તે જડે કે કેમ ! --તે પ્રશ્ન છે. પ્રભુ માટેના ઉપકરણો થયા તો પ્રભુના વચનો લખવાની કલમ પણ સોનાની જ બનાવાઈ. આટલા વર્ષે પણ એ બધી વસ્તુઓમાંથી ભક્તિની સુરાવલીની સરગમ સંભળાય છે ! એ દંપતિ તો આ નશ્વર દેહ છોડી ગયા પરંતુ આવા ને આવા, કાળનો કાટ ન લાગે એવા કામ કરવા આનાથી પણ વધારે સારા સ્થાને ગયા અને આ ઉપકરણો એવા જ બોધને વિસ્તારતા-પ્રસારતા રહ્યા છે. બહેનના દાગીનાનું શું થયું તેની તો ખબર નથી. નિર્મળ જળનો ધોધ રણની રેતમાં ભળે, સૂકાય અને જરા વારમાં તો વિલાઈ જાય. ભીની સ્લેટને તાપમાં રાખતાં તેની ભીનાશ પળવારમાં વરળ થઈ ઉડી જાય એવું જ આ બધા વૈભવનું છે. પણ એ પાણીના બુંદને પ્રભુ-ભક્તિના સમુદ્રમાં ભેળવ્યું તો તે અક્ષય-અભંગ બની જાય છે અને એ સમજાવી દે છે કે -- પહેલાં પ્રભુજી, પછી હું. ગંદકીના ગાડવા જેવા આ દેહને સોનાથી શણગારીશું તો પણ તે પવિત્ર થવાનો નથી; જ્યારે પ્રભુ વધુ ને વધુ સોહામણાં લાગશે. પ્રભુની ભક્તિમાં અનેરો ઉછળતો ઉછરંગ આવશે. અને તે જ તો સાથે આવનાર છે. સદાય સાથ આપનાર છે. હોં'કારો એ આપશે. માટે તેના તરફ વળીએ. . Page #264 -------------------------------------------------------------------------- ________________ અધિકાર વિનાનાં કામથી ડફણાં મળે ઘણાં... કોઈ વાત સમજાવવા માટે આચાર્યશ્રી ધુરન્ધર સૂરિ મહારાજ પ્રાસંગિક દટાંતો આપતાં. પંચતંત્રની વાતો જેવું આ એક દષ્ટાંત --એનો મર્મ ગળે ઉતરી જાય એવો છે. એક ધોબીનો ગધેડો કપડાં નદીએ લઈ જવા-લાવવાનું કામ કરતો. વળી કપડાં સાચવવા એક કૂતરો પણ પાળેલો હતો. ધોબી કપડાં ધોઈને જમવા બેસે ત્યારે કૂતરો એની સામે જ પૂંછડી પટપટાવતો બેસી રહે. માલિક એને પોતામાંથી થોડુંક ખાવાનું પણ આપે! આમ રોજનો ક્રમ ચાલતો હતો. શિયાળાના દિવસો હતા. એક દિવસ માલિકને ખૂબ ભૂખ લાગી હતી. જેટલું હતું તે બધું જ પોતે ખાઈ ગયો. કૂતરાને આપવાનું રહી ગયું. કૂતરું ભૂખ્યું રહ્યું અને એણે આ વાત મનમાં સાચવી રાખી! રાત પડી. માલિક અને તેનો પરિવાર ગોદડાં ઓઢી સૂઈ ગયા હતા. એવામાં ચોર આવ્યા. દોરડાં પર સૂકાતાં કપડાં ચોરવા લાગ્યા. કૂતરું જોયા કરતું હતું. મિત્ર ગધેડાએ કહ્યું: માલિકનો માલ ચોરાય છે. તું ભસ તો ચોર ભાગી જાય ! કૂતરો કહે: “આજે હું નહીં ભરું ! માલિકે મને ખાવાનું નથી આપ્યું.” ગધેડો કહે “મારાથી તો રહેવાતું નથી. આપણી હાજરીમાં માલિકની ચીજ ચોરાઈ જાય તે જોતાં કેમ રહેવાય? હું તો ભૂકું છું.' –અને ગધેડો ભૂંક્યો! માલિકની ઊંઘ તૂટી. તેને થયું: “આ માળો રાત્રે પણ જંપવા દેતો નથી.’ ઊઠી ગધેડાને બે-ચાર ડફણાં ઝીંકી દઈ, પાછો માથે ઓઢીને સૂઈ ગયો! કૂતરાએ કહ્યું: “જોયું! મેં તને ના કહી તો પણ તારાથી રહેવાયું નહીં. તને એનું ફળ મળ્યું ને?” આમ જેનું કામ જે કરે તો માલિકની મહેર ઊતરે. અન્યથા બીજાં આવું કામ કરે તો તેને ડફણાંનું ફળ મળે. આવી વાતો કરી આચાર્યશ્રી બે શબ્દ ઉમેરતા : આપણો અધિકાર હોય તેટલું જ આપણે કરવું. બાકી સાક્ષીભાવે જોયા કરવું. ૨૬૩ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ઘરડા વાંદરાની શીખામણ પૂજ્ય ધુરન્ધરસૂરિ મહારાજની કથા - ૨ ઈરાનનો શાહ ભારત દેશની મુલાકાતે આવ્યો. પોતાના દેશ જવાનો દિવસ આવ્યો ત્યારે એને શું ભેટ આપવી એ મૂંઝવણ હતી. ચતુર દિવાને સામેથી જ પૂછ્યું: આપને શું ગમ્યું? આપને અહીંથી લઈ જવા જેવું શું લાગ્યું? ઈરાનના રાજાએ કહ્યુંઃ આ વાંદરા ગમ્યા છે. કૂદાકૂદ કર્યા કરે છે એ જોવાની મજા આવે છે. અમારા ઈરાનમાં વાંદરા નથી. વિચાર થાય છે એ જ થોડાં લઈ જઈએ! દીવાને ૨૦-૨૫ જેટલા વાંદરા પકડાવી આપ્યાં. શાહે પૂછયુંઃ વાંદરાઓને પોષણ માટે શું જોઈશે? દીવાને કહ્યું ઃ મોકળાશવાળા જંગલ હોય તો તે નિરાંતે રહે. શાહ કહે : અમારે ત્યાં મહેલના બગીચામાં તો વૃક્ષોના ઝૂંડ છે જ. રાજા અને વાંદરા ઈરાન પહોંચ્યા. પ્રજાને પણ આ નવતર પ્રાણી જોવાની મજા પડી. નાના અને મોટા સૌ રોજ-રોજ ભેગાં થાય અને વાંદરાઓને કાંઈ ને કાંઈ ખવરાવે. વાંદરાઓને પણ આ નવી જગ્યાએ રહેવાની મજા પડી. આવા જંગલમાં રહેવાનું અને તે પણ કશી રોકટોક વિના! શાહી મહેમાન હતા ને! આવી મોજમાં વરસ ક્યાં વીતી ગયું એની ખબર પણ ન પડી. કોઈ શુભ પ્રસંગે રાજાને ત્યાં દેશ-પરદેશના મહેમાનો આવ્યા હતા. મોટી મિજબાની હતી. રસોઈયાઓની મોટી ફોજ સાથે રસોડામાં હલચલ મચી હતી. કાંઈક રંધાતું હતું. કાંઈક તળાતું હતું. કાંઈક શેકાતું હતું. રસોડું ધમધોકાર ચાલતું હતું. રસોઈમાં વપરાયેલાં એઠાં વાસણો એક બાજુ હતાં ત્યાં વાંદરાઓ ટોળે વળી એમાં ચોંટેલું બધું નિર્ભયપણે શાંતિથી ચાટતાં હતા. મહેમાનોથીયે પહેલા એમને લાભ મળ્યો હતો! શાહી મહેમાન હતા ને! એક રસોયાને તવેથો કે સાણસી જોઈતા હતા. તે લેવા જતાં તેની નજર આ વાંદરાઓ પર પડી. તેણે એક મોટું લાકડું ઉપાડીને છૂટું માર્યું. વાંદરાઓને વાગ્યું એટલે ભાગ્યા, બધા ઝાડ પર ચડી ગયા. બધા ભેગા થયા એટલે એમાના એક ઘરડા વાંદરાએ કહ્યું: અહીં આવ્યા, મોકળાશથી રહ્યા; ખૂબ લહેર કરી. હવે વતન ભેગાં થઈએ તેમાં જ મજા છે. પણ જુવાન વાંદરાઓ માને? એકવાર આમ લાકડું વાગ્યું તેમાં શું બી જવાનું? ડરીને થોડું Page #266 -------------------------------------------------------------------------- ________________ જીવાય? બુઢીયાએ કહ્યું: ભાઈઓ! આ તો મને સૂઝયું તે કહ્યું. હું તો ઘરડું પાન છું. પલળેલો કાગળ છું આજે છું. કાલે ન પણ હોઉં. પણ તમારી હજી જિંદગી છે માટે કહ્યું. વાંદરાના ટોળાએ આ શીખામણ હવામાં ઉડાડીને મસ્તીમાં આવી હુપાહૂપ કરી શાહી મહેલના પરિસરને ગજવી મૂક્યું. બે-ત્રણ મહિના પસાર થયા. વળી એક મિજબાનીની તૈયારીઓ થવા લાગી. વળી રસોડું ધમધમતું થયું. વાંદરાઓની જીભ સળવળી. એકવાર ચાખેલો સ્વાદ યાદ રહી ગયો હતો. ઝાડ પરથી ઉતરીને એક સાથે વાસણના ખડકલા ફરતી પંગત જમાવી. વાસણ ચાટી-ચાટી ‘સવાદ લેવામાં મશગૂલ થયા! રસોયાની નજર પડી. એણે તો એક મોટું સળગતું લાકડું લીધું અને વાંદરાના ટોળા પર ઝીંક્યું. બધા વાંદરાઓની પીઠ પર વાગ્યું અને કોમળ ચામડી બળવા લાગી. બળતરા ટાઢી પાડવા બધા ઘોડારમાં ઘૂસ્યા અને ઘાસમાં આળોટવા લાગ્યા. ઘાસમાં આગ લાગી. ત્યાં બાંધેલા ઘોડા ખૂબ દાઝયા. રક્ષકો સારવારમાં લાગી ગયા. બધા જાતવંત ઘોડા કિંમતી હતા. પશુચિકિત્સકોને તાબડતોબ બોલાવ્યા. તેમણે જોઈને નિદાન-ઉપચાર બતાવ્યા. કહ્યું : ઘોડાઓના દાઝેલા ભાગ પર વાંદરાઓની ચરબી ચોપડવામાં આવે તો ઠંડક પણ લાગશે અને જલદીથી રૂઝ આવી જશે. શાહને પૂછવામાં આવ્યું. રાજાએ કહ્યું : આમેય ઘણો સમય થયો છે. કુદાકુદ કરી બધે બગાડ કરતાં વાંદરાઓ અબખે પડ્યા છે. ભલો તેમ કરો. અને એક પછી એક વાંદરાની ચરબી કાઢી-કાઢીને ઘોડાને લેપ થવા લાગ્યો. વાંદરાની સંખ્યા ઘટતી ગઈ ! પેલો ઘરડો વાંદરો તો એક મકાનની ઓથે જ રહેતો હતો. લખું-સૂકું જે કાંઈ મળતું તેનાથી નભાવતો હતો. કેટલાક જુવાનીયા તેની પાસે આવ્યા. બુઢીયો કશું બોલતો નથી. એક જુવાન જ બોલ્યો તે વખતે તમે કહ્યું હોત કે આપત્તિ આવવાની છે તો આપણે ભારત ભેગાં થઈ ગયા હોત ! બુઢીયો ભારે હૈયે બોલ્યોઃ મને જે સૂઝયું તે કહ્યું પણ તમે કાને ન ઘર્યું તેનું આ પરિણામ આવ્યું........ઘરડાની આંખ અને જુવાનની પાંખ તેજ હોય છે. આમ કથા કહીને પૂજ્ય ધુરન્ધરસૂરિ મહારાજ ઉમેરતા કે ઘરડાઓના વચનનો આદર કરવો. ભલે તે વખતે એ વાત ગળે ન ઉતરે તો પણ એ પુરુષોના નિર્મળ મનમાં આગામી ઘટનાના એંધાણ જણાતા હોય છે; ભણકારા વાગતા હોય છે. જો વાંદરાઓએ શીખામણ માની હોત તો તે બધા બચી ગયા હોત ! ૨૬૫ WWW.jainelibrary.org Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ પ્રભાવના વારંવાર બાજુવાળા ભાઈને પૂછું છું : કેમ! પૂજારીભાઈ દેખાતા નથી ? ક્યાં ગયા હતાં ? સાસરે મજા કરી આવ્યા લાગો છો ! જુઓને ! મોં પણ લાલ-લાલ થયું દેખાય છે ! તમે ગમે તે કહો. ન્હાયાના વાળ ને ખાધાના ગાલ છાનાં ન રહે ! હવે તો બોલો ? હું જ એકી શ્વાસે બોલ-બોલ કરું છું. મોંમાં મગ તો નથી ભર્યા ને ? ‘અરે ભાઈ ! હું બોલું છું. મને બોલવા તો દો ! જુઓ તમને ખબર તો હશે કે, કે.પી.સંઘવીના પાવાપુરીમાં પ્રભુજી ગાદીએ બેસવાના હતા એનો મોટો ઓચ્છવ હતો, બરાબર ! ત્યાં આપણાં સિરોહી પટ્ટાનાં બધાં મંદિરના પૂજારીઓને બોલાવ્યા હતા. જમાડ્યા. રાખ્યા. પછી બધાને મોટા-મોટા કવર આપ્યાં !' એમ ! ઘણું સારું કહેવાય ! સૌથી વધુ સારું એ કહેવાય કે, અમારા એક સાળા પણ સાથે આવ્યા હતા. તેઓ ઠેઠ જાલોર તરફના ગામમાં પૂજા કરે છે. આમંત્રણ ન હતું. જોવા આવ્યા હતા. તેમને પણ ખાલી હાથે જવા ન દીધા !’ અરે ભાઈ ! બધી વાત તો સાંભળી. પણ તમે મગનું નામ મરી તો પડો ? આપ્યું શું? ‘આપ્યું શું એ પૂછો છો? અમને બધાને કવર આપ્યું.’ અરે ભાઈ મારા ! કવર તો બરાબર છે પણ એ કવરમાં શું ભર્યું હતું એ તો પ્રકાશો ! ‘કહ્યું, કહું!' કહેતાં તો પૂજારીનું મોં આખું ભરાઈ ગયું : ‘પૂરા અગીયાર હજાર !!' તમારા હાથમાં પહેલીવાર આટલા રૂપિયા આવ્યા હશે ! Page #268 -------------------------------------------------------------------------- ________________ ‘હા ! વાત સાચી છે, ભાઈ ! કુદરતે પણ મુઠી વાળીને નહીં પણ ખોબા ભરી-ભરીને આપ્યું છે ! અને આવા બધાને આપ્યું તે પ્રમાણ ! આપણે તો ભાઈ ! ન્યાલ થઈ ગયા! જૈનો આટલા ઉદાર હોય છે તે પહેલીવાર જાણ્યું. મને પાંત્રીસ વર્ષ થયા. મારા બાપા પણ આ જ મંદિરમાં પૂજા કરતાં. હું વીસ વર્ષથી પૂજા કરું છું. ઘણાં શેઠીયા મળ્યાં પણ કે.પી. શેઠથી હેઠ. મારો ભાઈબંધ આ બાજુના ગામના મંદિરમાં પૂજા કરે છે તે કહે : હું ભગવાનને નવરાવું, ઘણીવાર એમ ને એમ રાખું પણ આજે મારા વિચાર બદલાયા છે. હવેથી સરસ રીતે પૂજા કરીશ, દેરું ચોખ્ખું રાખીશ. આપણાં માટે આ બધા આટલું કરે તો આપણે પણ સમજવું જોઈએ ને!' સરસ ! સરસ ! પ્રભાવનાનું ફળ મળી ગયું! પણ એ તો કહો ! તમારા સાળાને શું મળ્યું? “તે બધાને પૂરા અગીયાર સો રૂપિયા મળ્યા !' એમ ! બહુ સારું કહેવાય ! છે હજી આ પૃથ્વી પર આવા રતન ! કહેનારાએ કહ્યું જ છે : વહુરત્ના વસુંઘર / ચાલો મજા આવી ! " @[SI[TI ગ્રન્થ ૨ ૨૬૭ પાવાપુરી - રાજસ્થાન Page #269 -------------------------------------------------------------------------- ________________ UE (Galau WSAN 2 Page #270 -------------------------------------------------------------------------- ________________ หน!! Bin Education interational For Private Personal use only