________________
રચ્યું. પ્રભુ મહાવીરના દર્શને તો તુલસા આવે જ ને? અંબડની આવી ગણતરી કાચી નીકળી. સુલસાના મનની ઉંચાઈને અબડની મનછા આંબી ન શકી.
બહુરૂપી આખરે તો બહુરૂપી જ હોય ! અને સુલસામાં “સ્ત્રી' જીવતી હોત તો એ વાજિંત્રોના નાદથી ખેંચાઈ આવી હોત. એવા એના લક્ષણ હોત તો પ્રભુ મહાવીરના મુખમાં એનું નામ ક્યાંથી હોત?
સ્ત્રી’ની બધી જ મર્યાદાને ઓળંગી, માતૃત્વના સઘળા અંશો વિકસાવી સુલસા તો માત્ર પ્રભુમય બની ગઈ હતી. એના મુખ પર પ્રભુત્વના તેજ વિલસતાં હતાં.
લોકોએ કહ્યું પણ ખરું: “આવવું છે ને! ઉદ્યાનમાં પ્રભુ મહાવીર પધાર્યા છે !”
સુલસા કોનું નામ! મહાવીર અને મહાવીરની આભા! અસલ અને નકલ! ભ્રમરને પણ ખબર હોય કે આ અસલ પુષ્પ નથી!
સુલસા એનું નામ! “મારા મહાવીર તો અહીં છે. હજરાહજૂર છે. તમારે જવું હોય તો જાઓ.” સુલસા ન ગયા......અને...અને...પાંચમે દિવસે પરાસ્ત થઈ અંબડને જ સુલતાનું ઘર પૂછતાં આવવું પડ્યું! સહધર્માચારકને આવકાર આપી, અભિવાદન કરી, તુલસાએ અંબડને શ્રેષ્ઠ આસને બિરાજમાન કર્યા.
અંબડમાં પણ પરિવર્તન આવ્યું હતું. પ્રેમ અને બહુમાનપૂર્વક કરબદ્ધ અંજલિ સાથે પ્રભુ મહાવીરના સંદેશાને ‘ધર્મલાભ કહેવરાવ્યો તેમ કહ્યું. સાંભળતાં જ સુલસાના નેત્રો અશ્રુધારથી છલકાઈ રહ્યા; રોમરાજી વિકસ્વર થઈ. મુખ-કમળ પ્રફુલ્લિત થયું. જાતને કૃતકૃત્ય અને ધન્ય માની. પ્રભુના અનર્ગળ ઉપકાર માથે ચડાવ્યા.
અંબડ પરિવ્રાજકની હૃદયના ઉમળકાભેર અશન-પાન-ખાદિમદ્રવ્યો વડે ભક્તિ કરી. સન્માન સાથે પ્રભુના અને પરિવારના કુશળ પૂછ્યા.
સુલસાની અસાધારણતા જણાઈ આવી! પ્રભુ મહાવીરના ધર્મલાભને લાયક કોણ હોય, કેવા હોય તે સમજાયું. પોતે આવા સંદેશાવાહક બનવા બદલ અંબડે ધન્યતા અનુભવી! 1
૨૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org