________________
// //
/////// /////
૨૨૮
દર્શન કરવા ન ગયા છતાં શ્રેષ્ઠ ગણાયા
[[ ગ્રન્થ રા
WI
વીર વિભુની વિશેષતાઓ તો આકાશના તારા અને નક્ષત્ર કરતાં પણ વધારે છે. પ્રભુનું જ્ઞાન તો અસીમ હતું પરંતુ એમની કરુણતાના તો કોઈ કિનારા જ ન હતા.
બુદ્ધિથી અગમ્ય પુરુષનું બધું જ અગમ્ય હતું.
અંબડ પરિવ્રાજક પ્રભુ મહાવીરના અઠંગ ભક્ત હતા. પ્રભુથી વિદાય લેતી વેળાએ પ્રસ્થાન સમયે પ્રભુ મહાવીરને પૂછે છે : “રાજગૃહી તરફની કાર્યસેવા ફરમાવો!” મહાવીર પ્રભુએ કહ્યું: ‘ત્યાં સુલસા શ્રાવિકાને ધર્મલાભ કહેજો.” મહાવીર ભગવાનનું કહેણ તો યાદ રાખીને અમલમાં મૂકવાનું જ હોય ! પરિવ્રાજક સંબડે બરાબર વિચાર્યું. રાજગૃહીમાં તો પ્રભુ મહાવીરના ધર્મના રાણી અને ઉપાસક તો ઘણાં બધાં છે, તે છતાં સુલસામાં એવું તે શું વિશેષ છે કે તેને જ ધર્મલાભ પાઠવ્યા છે ! | મારે જાણવું પડશે. આ કામ માટે જીભને વાપરતાં પહેલાં મારે મનને વાપરવું જોઈએ; એમ વિચારી અંબડે પોતાની વિદ્યાના બળે, વારાફરતી ત્રણ દરવાજેથી, બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવના સ્વરૂપે નગર પ્રવેશ કર્યો !
ભલભલાંને કૌતુક અને કુતુહલ થાય તેવું જોણું બન્યું. રાજગૃહી ઉપર-તળે થઈ ગયું. નગર આખું ઉમટ્યું. ઘરડાબુઢ્ઢા ને નાના બાળકો પણ, સ્ત્રી અને પુરુષ, શેઠ અને વાણોતર, સહુ કોઈ આ સ્વરૂપને દર્શને આવ્યાં. અંબાની આંખો આ બધામાં સુલતાને શોધતી હતી. સુલસા એમ થોડી દોડી આવે?
હાર્યો બમણું રમે તેમ, ચોથે દિવસે, આંબડે હવે તો સ્વયં પ્રભુ મહાવીરનું રૂપ કાઢ્યું ! સમવસરણ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org