________________
પર
| /
/
૨૩૦
ન નમ્યા તો તરી ગયા !
WI[ CI[D[ ગ્રન્થ ૨
શીર્ષક વાંચીને તમે વિમાસણ અનુભવતા હશો ! ખરું?
નમે તેના કર્મ ખપે એ સમજાય એવું છે. બાહુબલિ નમ્યા તો તરી ગયા, કેવળજ્ઞાન પામી ગયા. આ વાત છે ન નમ્યા તો પણ તરી ગયા! કેવળજ્ઞાન પણ પામ્યા ! કાંઈ સમજાય તેવું નથી.
સમજીએ. વાત આમ છે. ચક્રવર્તિ ભરત મહારાજા. આ અવસર્પિણીકાળનાં સર્વ પ્રથમ ચક્રવર્તી. દુન્યવી ભૌતિક ભોગ-સામગ્રી તો પાર વિનાની એમના ચરણોમાં આળોટતી હતી. બોત્તેર હજાર પાદરના ધણી અને બત્રીસ હજાર રાજાઓ તેમની તહેનાતમાં હાજર હોય તેને શી વાતની કમીના હોય!
વસ્ત્રઅલંકારથી સજ્જ થવા માટે સ્વતંત્ર એવું આરીસાભવન નિર્માણ થયેલું. મોટા-મોટા કક્ષ અને દરેક કક્ષની ભીંત પર દર્પણ...દર્પણ. ચારે બાજુ અરીસા જ અરીસા !
એક દિવસ સોહામણો ઊગ્યો ! જ્યારે સ્નાનવિધિથી પરવારી વસ્ત્રાલંકારોથી સજ્જ થવા અરીસાભવનમાં ગયા, ઉત્તમ વસ્ત્ર પરિધાન કર્યા. હવે અલંકારથી દેહની શોભા વધારવા સજ્જ થયા. હાર, બાજુબંધ, કુંડળ, મુગટ પહેરી દેહને દેદીપ્યમાન બનાવ્યો. હવે હાથની આંગળીને શોભાવવા ઝગારા મારતા ઝવેરાતજડિત એકએક વીંટી તેજના સરોવર સમી હતી. હીરા, પોખરાજ, નીલમ, માણેક, પન્ના - -આવા વિવિધ રત્નોથી જડિત વીંટીઓનો થાળ ભર્યો હતો. લઈ લઈને આંગળીઓમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org