________________
ત્યાં કેવી ભવ્ય પરંપરા હતી! સાધુભગવંતો આ સૂત્રોના સ્વાધ્યાય કરતા. તેઓ એ સૂત્રોને પૂર્વનુપૂર્વી અને પશ્ચાનુપૂર્વી ક્રમથી કંઠસ્થ કરતા. આરંભથી અંત સુધી અને ઉલટા ક્રમે અંતથી આરંભ સુધી એ સૂત્રોના પદો, વર્ણો ક્રમશઃ કડકડાટ બોલી શકતા. ભગવાનની વાણી પ્રત્યે કેવી શ્રદ્ધા! કેવી લગન ! કેવી એકગ્રતાથી આ કામ ચાલતું હશે ! ૯૮૦ વર્ષ સુધી આ પરંપરા ચાલી.
વાચના-પૃચ્છા-પરાવર્તના-અનુપ્રેક્ષા અને પછી ધર્મકથા એ આ સાધુ ભગવંતોનો સ્વાધ્યાયક્રમ હતો. પરંતુ જેમ જેમ સાધનો વધતા ગયા તેમ તેમ આપણી બુદ્ધિ, સૂત્રો કંઠસ્થ કરવાની સ્મરણશક્તિ શિથિલ થતી ગઈ. ક્યારેક જૂનું યાદ રહી જાય ને કાલે ભોજનમાં શું જમેલા એ પણ વીસરાઈ જાય ! આ સાધુ ભગવંતો માત્ર સ્વાધ્યાય કરે એમ પણ નહીં, પહેલાં સ્વાધ્યાય પછી ધ્યાન! કાયપ્રવૃત્તિથી સંપૂર્ણ નિવૃત્ત થઈ આત્મભાવમાં લીન થવું તે ધ્યાન.
“શ્રી આચારાંગ'માં જણાવ્યા પ્રમાણે ભગવાન મહાવીર ઉદ્યાનોમાં વિચરતા. માસક્ષમણથી માંડીને છટ્ટ - અટ્ટમનાં તપ તો ચાલતાં જ હોય. જરૂર પડે ત્યારે નજીકના ગામમાં ગોચરીએ જઈ ભિક્ષા લેતા, જેને “અત્ત પ્રાન્ત’ ભિક્ષા કહે છે. કોઈપણ જીવને લગીરે ય પરિતાપ ન પમાડવો એ એમનો પહેલો સિદ્ધાંત હતો. કબૂતર કે ખિસકોલી જેવા જીવો પોતાના પગરવથી પણ રખેને વ્યથિત થાય એની પ્રભુજી સાવધાની રાખતા.
હા, તો ગણધરો એ ભગવાનની જે વાણી સૂત્રબદ્ધ કરી તે આપણા આગમગ્રંથોમાં સચવાઈ છે. જેમ કે આચારાંગનો આરંભ, ભગવાને કહેલી અને પોતે સાંભળેલી વાણી સુધર્માસ્વામી ગણધર એમના શિષ્ય જંબૂસ્વામીને કહેતા હોય એ રીતે થાય છે. આમ આગમો આપણા જૈન દર્શનનો મુખ્ય આધારસ્રોત છે. આગળ જણાવ્યું તેમ, આ આગમો સદીઓ સુધી કંઠસ્થ પરંપરાએ જળવાયા હતા. એ સૂત્રોને લિપિબદ્ધ કરી શકાય નહીં. બૃહતુકલ્પ ભાષ્ય'ની મૂળગાથામાં ગાથા લખવાનું પ્રાયશ્ચિત દર્શાવાયું છે. બધા આચાર્યોઆગમો લખવાની ના” કહેતા ત્યારે શ્રી દેવદ્ધિ ગણિ શ્રમણે એ બીડું ઝડપ્યું. એમણે કહ્યું કે, “બધું પાપ મારે માથે.” આ પછી આગમો લખાવા માંડ્યા!
૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org