________________
આ દિવસોમાં માનસિક પરિતાપ તો વેઠવો પડ્યો જ હશે! આમાં એક સાથે બન્ને પરિબળો ઉપસ્થિત હતાં. ઇષ્ટનો વિયોગ હતો અને અનિષ્ટનો સંયોગ પણ હતો છતાં આર્તધ્યાનનું નામનિશાન નહીં.
દેહની વેદનાનાં પ્રસંગો પણ ઘણીવાર બન્યા છે. પિંડવાડામાં તેમને જીવલેણ કૉલેરા થઈ આવ્યો હતો, એ દિવસોમાં પાણીની તરસ એટલે પાણીનું ટીપું પણ ક્યાંથી મળે ! ટીપું તો ટીપું! હિંદીનો એક શેર છે ને
यार शोचो तो सही वे कितने प्यासे होंगे।
शबनम का कतरा भी जिनको दरिया सा लगता है। (અર્થ દોસ્ત!જુઓ તો ખરા તેઓ કેવા તરસ્યા હશે કે ઝાકળના બિંદુ પણ તેઓને દરિયા જેવા લાગે છે !)
ઘાણેરાવમાં એવા જ બિમાર પડ્યા હતા. આવા માનસિક અને શારીરિક યાતનાભર્યા પ્રસંગોમાં જ્યારે જીવ ગયો કે જશે એવી હાલત થઈ આવી હશે ત્યારે શું તેમને આર્તધ્યાન નહીં થયું હોય?
ના, નહીં થયું હોય. કારણ કે તેમનું અનુસંધાન દેહભાવને વિંધીને મનને ઓળંગીને પેલે પાર જ્યાં તમામ વ્યાધિ અને વિકારોથી મુક્ત આત્મા છે, તેની સાથે હતું. વીતરાગના વચનોનું મજબૂત કવચ - બખ્તર સતત સાથે રહેતું જે તે નિમિત્તોતો આવે પણ તે બધાં હદ સુધી આવીને બુદ્ધાં બની જતાં. સ્વાધ્યાયના રંગથી પોતાના ચિત્તને સતત ભીનું રાખી એ બખ્તરથી સજ્જ રહેતા. એમની સાથેના સાથીદારોનું મન પણ એવા ભાવોથી સતત ભાવિત બનેલું રહે તે માટે તેઓએ કેટલાંક સૂત્રો બનાવી રાખ્યા હતા. એ સૂત્રોના શબ્દોની પારનો વિચાર જેવો ચિત્તમાં ઝબૂકી ઉઠે કે તરત જ આર્તધ્યાન વરાળ થઈને ઉડી જાય!
એ સૂત્રો એવા ચોટદાર છે કે આપણા જીવનમાં પણ જ્યારે આત્માની નિર્મળતામાં બાધક કે ઘાતક પરિબળો આંધીની જેમ ચડી આવે ત્યારે ઉપકારક નીવડે. ચિત્તમાં સંઘરી રાખવા જેવાં આ સૂત્રો છે. ચિત્ત જ્યારે ભૌતિક સુખની ઇચ્છા કે આકાંક્ષા કરે, એ ન મળે ત્યારે ઉગ વ્યાપે તો દિમં તુચ્છમ્ આ ભવનું બધું તો તુચ્છ છે - ક્ષણિક છે - ક્ષુલ્લક છે એ વિચારનો પુરવઠો ચિત્તમાં દાખલ થાય એટલે ઉદાસીનતા રહી ન શકે.
તો રહા ન પાક.
૯૧૭
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org