SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ પરિસહો સહેવાનો અવસર હોય અને મન આનાકાની કરે ત્યારે ‘સહન કરે તે સાધુ' આ વિચાર દઢતા પકડે કે પ્રતિકૂળતાને સહેવામાં મનની શાંતિ ડહોળાતી હોય ત્યારે મન શાંત અને સ્થિર બની જાય. આપસ આપસમાં ઝગડાનું રૂપ થાય, ગૃહસ્થો આકરા વેણ બોલી જાય ત્યારે સમાધાનં હિ સ્વર્નમ્ આવા વચનોને રટવાથી સંઘર્ષનો અંત આવી જાય. ચિત્તની પ્રસન્નતા જે વિચારથી ડગુમગુ થઈ હોય તે વિચારની સામી બાજુનો વિચાર જોરશોરથી રજૂ થાય અને પેલો વિચાર દબાઈ જાય ! આર્તધ્યાનથી બચવા માટે જેમ જિતેન્દ્રસૂરિ મહારાજે નાનાં નાનાં સૂત્રો આપ્યાં તેથી મનને પજવતાં વિચારો દૂર થઈ જાય છે. તેવી રીતે જો અનુકૂળ આવે તો તે તે પરિસ્થિતિને અને મનઃસ્થિતિને સાનુકૂળ બનાવવા માટે પ્રભુએ બતાવેલી ભાવના પણ રામબાણ ઉપાય છે. જેમકે આપણને તાવ આવ્યો. હાલ તો શરીર અને આત્માને એક માનીને જીવીએ છીએ તેથી શરીરી પીડાના કારણે મન અશાન્ત બન્યું. આર્તધ્યાન શરુ થયું. પીડાના વિચારો આવવા માંડ્યા. આવે સમયે ત્રણ ભાવના કામયાબ નીવડે છે. જેવું જીવદળ. જીવદળમાં ત્રણ પ્રકારની ભૂમિકાવાળા જીવો હોય છે. ઉત્કૃષ્ટ ભૂમિકા છે તો અન્યત્વ ભાવના. શરીર આત્માથી જુદું છે. પીડા છે તે શરીરમાં છે. આત્મા તો રોગમુક્ત, પીડામુક્ત, સંપૂર્ણ આનંદમય છે જે જુદું જ છે. તેને તેની પીડા હોતી નથી. જે મધ્યમ છે તેને માટે સંસાર ભાવના. આ સંસારમાં જે પરિભ્રમણ ચાલે છે તે કર્મના પ્રભાવે છે. જે કર્મનો ઉદય પ્રવર્તે છે તે જવા માટે જ છે. જે આવે છે તે જરૂર એકવાર જવાનું છે, તો નાહકની હાયવોય કરીને નવાં કર્મ શા માટે બાંધવા ! આર્તધ્યાનથી નવાં કર્મ બંધાય છે. માટે હે જીવ! થોડો સમય શાન્તિથી પસાર કરી દે. આમ સમજ કેળવવાથી આર્તધ્યાનથી બચી જવાય છે. જેઓની ભૂમિકા સાવ સામાન્ય છે તે માટે સાવ સ્થૂળ ભાવના છે : અશુચિ ભાવના. એ વિચાર તાવને સહી લેવામાં ઉપયોગી છે. શરીર ગંદકીના ગાડવા જેવું છે. શરીરનો આ સ્વભાવ છે, કારણ કે તે પુદ્ગલ છે. અશુચિથી ભરેલું છે. ગમે તેવું તેને શણગારો કે એને પવિત્ર અને સુગંધી બનાવવા લાખ પ્રયત્ન કરો તો પણ એ તો એવું જ રહે છે. એમાં કાંઈ ને કાંઈ રોગ તો રહેવાના જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002067
Book TitlePathshala Granth 2
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2007
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy