________________
૧૪૦
પ્રયાણના છેલ્લા દિવસનો અને પ્રવેશનો આ પ્રસંગ છે. અનેક રાજ્યો જીતીને શ્રીપાળ આવી રહ્યા છે, માળવા દેશની ઉજ્જયિની નગરીમાં આનંદની છોળ ઊછળે છે.
આનંદમંગલ નિમિત્તે શ્રીપાળરાજાએ નાટક ભજવવા આદેશ કર્યો :
સ્વજનવર્ગ સઘળો મિલ્યો, વરત્યો આણંદપૂર,
નાટિકા કારણ આદિશે, શ્રી શ્રીપાળ સનૂર.
રાજાનો આદેશ સ્વીકારી, નાટકમંડળીને તેડાવવામાં આવી. રંગમંચ પર પહેલી મંડળી આવી તો ખરી, પરંતુ મુખ્ય નટી પોતાના મોંને બે હાથે ઢાંકી-છુપાવીને ઢગલો થઈ, ધરણી પર ઢળી પડી. ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી. શે વાતે ય એનાં ડૂસકાં શમે નહીં. પ્રેક્ષકોની પહેલી હરોળમાં બેઠેલાં રાજા-રાણી તથા નવાંગતુક વિજેતા રાજા શ્રીપાળ પણ, વિમાસણમાં પડ્યાં ! બહુ મહેનતે નટીને શાંત કરી, છાની રાખી ઃ
ઉઠાડી બહુ કષ્ટ પણ, ઉત્સાહ ન સા ધરે,
હા ! હા ! કરી, સવિષાદ દુહો એક મુખ ઉચ્ચારે.
નાચવાનો ઉત્સાહ ન હતો બલ્કે, ડૂમાને વાચા આપવા એક દુહો ગાવા લાગી :
કિહાં માલવ, કહાં શંખપુર, કિહાં બબ્બર, કિહાં નટ્ટ,
સુરસુંદરી નચાવિયે ધ્રુવે દલ્યો વિચરટ્ટ.
પોતાની વીતક વ્યથા, આવા ઓછા શબ્દો દ્વારા જણાવીને પોતે આજે નાચવા તૈયાર નથી તે બતાવે છે.
‘હું સુરસુંદરી માલવનરેશની પુત્રી ! મને શંખપુરના રાજપુત્ર સાથે પરણાવી, ત્યાંથી હું નટીકુળમાં ગઈ અને ત્યાંથી બબ્બરકોટ (બિલિમોરા)ના મહાકાલ રાજાને ત્યાં ગઈ, ત્યાંથી જે નવ-નાટકશાળા, શ્રીપાળરાજાને ભેટમાં આપી તેમાં ગઈ. રોજ તો નાચતી હતી પણ આજે હવે મારાં જ માતા-પિતા સમક્ષ નાચવાનું આવ્યું ! કેમ નચાય ?’
માતા-પિતા મળ્યા. હવે નાચવાનું કેવું? પંડિત વીરવિજયજી મહારાજે ગાયું છે ઃ મયણાં ભઇણી ન રહે છાની, મળિયા માતપિતાજી,
રાજા શ્રીપાળ પૂછે છે ‘કોણ છે આ નટી ? કેમ નૃત્ય શરૂ થતું નથી ?” મંત્રીને પૂછે છે, ‘કારણ જાણો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org