________________
૨૧૮
સંવેદનભીનાં થઈએ
કોઈને કૈ પડી છે જ ક્યાં સાવ છાના પગે પાનખર ઘર કરી જાય છે, કોઈને કૈ પડી છે જ ક્યાં. રાત દિ હરપળે લીલાં પાન ખરી જાય છે, કોઈને કે પડી છે જ ક્યાં ફાગણી મરમરો- શ્રાવણી ઝરમરો, કોઈને કૈ અસર ક્યાં કરે છે હવે, આંખથી વિસ્મય દશ્ય માફક સરી જાય છે. કોઈને પડી છે જ ક્યાં. કોણે પ્રગટાવિયો - વાટ કોણે મૂકી, તેલ કોણે પૂછ્યું કોઈને ક્યાં ખબર કે સદીનો અખંડ દીપ આજે ઠરી જાય છેકોઈને કે પડી છે જ ક્યાં. આપણે ખોઈ ચૂક્યા છીએ આંસુઓ, ને ગુમાવી દીધી છે ભીની વેદના આપણી માલમત્તા સમય પરહરી જાય છે, કોઈને કૈ પડી છે જ ક્યાં. ખળભળે પથ્થરો - ખડખડે બારીઓ, ને પડું રે પડું થઈ રહ્યાં બારણાં રોજ લાખો ઊધઈ ભીંતને ખોતરી ખાય છે. કોઈને કૅપડી છે જ ક્યાં.
કવિ શ્રી મનોજ ખંડેરિયા ગઝલકાર તરીકે ગુજરાતી સાહિત્યમાં સુપ્રતિષ્ઠિત છે જ. સંવેદનશીલ માણસ તરીકેની પણ તેમની ઓળખ એમની સંવેદનાઓથી ભરપૂર એવી રચનાઓથી યથાર્થ છે.
એવી એક ગઝલ “કોઈને કૅપડી છે જ ક્યાં આપણે જોઈશું. માણસજાતમાં કુદરતે સહજ સંવેદનશીલતા આપી હતી તેમાં હવે તો ચિંતા થઈ આવે એટલો બધો ઘટાડો થઈ રહ્યો છે. અરે ! આ વાત પ્રત્યેની સભાનતા પણ બહુ ઓછી વ્યક્તિમાં જોવા મળે છે. અને તે વાત કવિએ આ ગઝલમાં કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org