SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ તે સંવેદનશીલતાનો હ્રાસ કેમ અટકાવવો તે વિચાર તો દૂર રહ્યો પણ આજના માણસમાંથી સંવેદનાઓ લગભગ નાશ પામવાના આરે છે તેના પ્રત્યે આપણે સભાન હોઈએ તો પણ ઘણું છે. શ્રી મનોજનાં કાવ્યોમાં આ સૂર સતત સંભળાયા કરે છે. તેઓ અત્યંત સંવેદનશીલ હતા. કવિ હતા ને! અન્યની સંવેદનહીનતા તેમને ખૂબ ખૂંચતી હતી. જ્ઞાનનું તો અત્યંત મહત્ત્વ ગવાયું છે. આ જ્ઞાનને બાજુએ મૂકીને વિજ્ઞાનનાં ઉપકરણોમાં જ જીવતરની સફળતા સમજનાર લોકો તરફ આંગળી ચિંધાઈ છે. એમાં યે સિનેસૃષ્ટિનું જે સામ્રાજ્ય આપણી ફરતે ઘેરી વળ્યું તેને પગલે હવે તો ટી.વી. ઘર-ઘરમાં ઘૂસ્યાં અને ઘર મટી થિએટર બન્યાં, સિરીયલોનું તો ભારે ચલણ વધ્યું. આ સિરીયલોએ ચોવીસે કલાકો એ વરવા દશ્યો અને વરવા વિચારો રજૂ કરી ભરમાવ્યા. એ દશ્યો કુટુંબ અને પરિવારોએ ભેગા મળીને જોયા કર્યા. આનાથી હૃદયમાં એક જાતની બહેરાશ આવી. બુદ્ધિ તો વધુ ને વધુ ધાર કાઢવા લાગી પણ હૃદય? હૃદયે તો પોતાની જીવંતતા ગુમાવી, જીવન ગુમાવ્યું અને એના બદલામાં જડતા પ્રવેશી. ટી.વી.માં જોયેલી ઘટનાઓ જ્યારે નજર સામે સાચોસાચ બનતી જોવાની આવે ત્યારે રૂંવાડું યે ફરકે નહીં. હા, અભણ માણસ, જેણે શિક્ષણ ન લીધું હોય એવા માણસનું હદય દ્રવી ઊઠશે અને કાંઈક કરવા પ્રેરાશે, થનગની ઊઠશે. પણ જે ભણ્યો છે તે માનવમનના અતલ ઊંડાણોને તાગવાને બદલે બુદ્ધિના ચમકારાથી અંજાઈને બુદ્ધિનો જ મહિમા કરશે. આ બુદ્ધિધનની પાસે છેતરવાની કળા છે. તેની પાસે વિધાયક માર્ગ નથી. બુદ્ધિને ભરોસે જીવનન જીવાય. આ કારોબારમાં જે ફસાયો છે તેની સંવેદનશીલતા બુઠ્ઠી બની ચૂકી હોય છે. હૃદયની ખીલવણી જ જીવનને આસ્વાદ્ય બનાવે, સંતર્પક બનાવે. સંબંધોમાં મીઠાશ ઉમેરવાનું કામ હૃદય કરે છે. બુદ્ધિ તો સંબંધોને ગણિતમાં ઢાળે છે. બુદ્ધિની વેતરણ તો વટાવી ખાવાની જ હોય! ૨૧૯ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.002067
Book TitlePathshala Granth 2
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2007
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy