________________
આટલી વાત પછી હવે આપણે કવિ મનોજ ખંડેરિયાની આ ગઝલ તરફ નજર નાખીએ. શિશુદેહનો ૨૨૦
વિકાસ માતાના ગર્ભમાં જ શક્ય છે તેમ માનવમનનો ઉછેર કુદરતના ગર્ભમાં જ શક્ય છે. કવિએ આ જ વિચારથી પાનખરની વાતથી ગઝલનાં મંડાણ કર્યા છે.(નવી પેઢીને તો પાનખર શબ્દનો અર્થ પણ સમજાવવો પડે એવા દિવસો આવ્યા છે.)
પાનખર તો વસંત પછીની ઋતુ છે, એ તો ક્રમ ગણાય. પણ આ તો “ઘર કરી જાય છે એટલે પાનખર સિવાયની બીજી ઋતુની તો આવન-જાવન રહે છે. સ્થાયી તો પાનખર છે. સૂકાં-પીળાં પાન ખરે એ તો સર્વદા
સ્વીકાર્ય ઘટના છે. અહીં તો રાત દિ “લીલાં પાન” ખરી જાય છે છતાં કોઈને કાંઈ થતું નથી તેની બળતરા કવિને થાય છે.
ફાગણમાં નવો ફાલ આવે ત્યારે જે પવન શરુ થાય છે અને શ્રાવણમાં જે ઝરમરિયાં આવે છે. આ વાત આવે ત્યારે કવિ બાલમુકુંદ દવેનું પેલું જાણીતું ગીત મનમાં રમવા માંડે :
આ શ્રાવણ તર્યો સરવડે કોઈ ઝીલોજી
બાલમુકુંદનું આનંદગાન છે. અહીં કવિ મનોજની ગઝલમાં પ્રજા આવી સુંદર ચીજને માણતી નથી તેનો રાવ છે.
શ્રાવણી ઝરમર જેવી મસ્ત મદમાતી ચીજ કોઈને અસર ક્યાં કરે છે ! ભલભલાની ઉદાસી ઊડી જાય અને ઉલ્લાસ છવાઈ જાય એવી એ શ્રાવણી ઝરમર હોય છે! આકાશમાંથી થતી અનહદ અપાર સ્નેહવર્ષનો વિસ્મય શિશુની આંખમાં ઝળકતો હોત તેવો નિર્દોષ! એ તો વિસ્મય જગાડ્યા વિના કેમ રહે?
હવે કવિનું ફોકસ કુદરતી દશ્યો પરથી ઊડીને લોપ થઈ ગયેલી પરંપરા તરફ મંડાય છે. એનો ખેદ પણ છે. અખંડદીવાના પ્રતીક લઈને કવિ સુંદર શબ્દાવલિ રચે છે. આપણી પરંપરાઓ પણ કેવી કાવ્યમય હતી! દિવાળી - ચોપડાપૂજન જેવા સેંકડો વર્ષોથી ચાલ્યા આવતા રીતરીવાજો જાણે ભૂંસાઈ રહ્યા છે. એના લીસોટા પણ રહ્યા નથી. આ માટે ચિંતા પણ કોણ સેવે છે?
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org