________________
રોબર્ટ ફ્રોસ્ટ કવિ છે. કવિને દેશના, કાળના કે ભાષાના સીમાડા નડતા નથી. કવિ જે શબ્દ પ્રયોજે છે તે શબ્દ શબ્દકોશની બહારના અર્થથી છલકાતા હોય છે. કવિતા માટે કવિએ સ્વયં લખ્યું છે A poem should begin in deligfit and end in arisdom. આ કાવ્ય આમ તો સાહિત્યજગતમાં સુપ્રસિદ્ધ છે.
સીધીસાદી ભાષામાં કવિએ શ્રેય અને પ્રેયના ધંધની વાત વણી છે. મનને ગમતી પ્રવૃત્તિ તે પ્રેય અને જે ફરજ બજાવવાની છે તે શ્રેય. જીવનમાં ડગલે ને પગલે આવી દ્વિધા સર્જાતી હોય છે.
મજા તો એ છે કે અંતે શ્રેયની જીત થાય છે. એ જ તો જીતવા લાયક છે. મનને પ્રેયની પકડમાંથી છોડાવીને શ્રેયના માર્ગે આગળ ધપવાનું બળ જોઈતું હોય છે. તે આ કવિતા પૂરું પાડે છે. મન તો સ્વયં પાંગળું છે જ. તેને નીચે જવા માટે પ્રેરણાની જરૂર નથી પણ ઊંચે ચડવા માટે આલંબનની સીડીની જરૂર પડે છે. આ કાવ્યની પંક્તિઓમાંથી એ આલંબન સાંપડે છે.
પહેલાં આપણે કવિને ઓળખીએ. અમેરિકાના આ લાડકા કવિ રોબર્ટ ફ્રોસ્ટ ધંધે ખેડૂત છે. તેમની કવિતા દેખાવમાં સાદી હોય છે અને અર્થમાં ગહન ! કાવ્યનો ધ્વનિ કોઈ એક ચોક્કસ ઈગિતને તાકે છે....
...વાત એમ બની છે કે કવિ àજગાડી લઈને બહાર ગયા છે. વળતાં સાંજ પડી ગઈ છે. આકાશમાંથી બરફની વર્ષા શરૂ થઈ ગઈ છે. થાક્યો કવિ એક વાડી પાસે થોભે છે. કવિને ખાસ્સીવાર અહીં થોભેલો જોઈ એનો સાથીદાર, જાતવાન અશ્વ વિચારે છેઃ અસવાર કેમ થોભ્યા? ફરફર વરસતા બરફથી વન આચ્છાદિત થયું છે. પાસેનું તળાવ પણ થીજી ગયું છે. રાત ટૂકડી છે. ઘર તરફ આગળ વધવાને બદલે માલિક અહીં કેમ રોકાયા છે ! ગળાની ઘંટડીઓ હલાવીને જાણે કે પૂછતો ન હોય! કાંઈ ભૂલ તો થતી નથી ને? ફક્ત પવનનો અને બરફના કણ પડવાના મંદ રવ સંભળાય છે. બાકી સર્વત્ર પ્રગાઢ શાન્તિ છવાઈ છે.
હવે પછી છેલ્લી જે ચાર લીટી છે તે કાવ્યનો પ્રાણ છે, કવિએ કહ્યું તેમ વિઝુડમ છે. સૂચક ઘંટડીઓના ઇશારાથી જાગી ઉઠેલો અસવાર ચોતરફ જોઈ વિચારે છે, નિર્ધાર કરે છે? આ વાડી-ઝાડી કેવા મજાના, અહીં રહી જવાનું મન થાય એવા ઘટાદાર છે! વળી મોસમ પણ મસ્ત છે. પણ મારે આપેલા વચન પાળવાનાં છે. માટે હું માઈલો સુધી જઈશ..વચન પાળીશ...પછી શાન્તિપૂર્વક આ બધું માણીશ. પછી જ નિરાંતે સૂઈશ. નિરાંતે સૂઈશ. જે સુંદર લાગતું હતું, જેનું ખેંચાણ હતું તેનો મોહ જતો કરે છે અને કર્તવ્યને આગળ કરે છે. ગાંઠ
9. ગા૮િ બાંધવા જેવો બોધ છે. .
૨૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org