________________
//////
૨૪૬
પ્રભુ દરિશન સુખ સંપદા
TDIesh
વિશાળ અને ગાઢ જંગલ હતું. ઘટાવાળા વૃક્ષોનો તો પાર નથી. એવા એક વૃક્ષની ડાળે માળો બાંધીને પોપટ અને પોપટી રહે છે. નાના-નાના ગરી ગયેલા ફળ આરોગે છે. જાંબુડાનાં ઊંચા ઊંચા વૃક્ષોના વચ્ચે આવેલા તળાવનું પાણી પીએ છે. આ પોપટ યુગલ તો ફરતારામ છે. એકબીજા સાથે પકડદાવ રમતાં હોય તેમ ઊડાઊડ કરતાં, એકવાર પાસેના જંગલમાં પહોંચ્યાં. ત્યાં મનોહર સરોવર હતું. એની પાળ પરની ઓટલી પર એક નાનકડી દેરી જોઈ.
દેરીના બે કમાડ ખૂલ્લાં હતાં. થાકેલી પોપટી એ કમાડ પર જઈ બેઠી. દેરીના ગર્ભગૃહમાં આછું અજવાળું હતું. વચ્ચે પીઠિકા પર ભગવાન ઋષભદેવની સૌમ્ય મૂર્તિ હતી. પ્રતિમાના ચહેરા પરના મલકાટ પર પોપટીની નજર પડી. આમ અચાનક નજર પડી અને મન મોહી ઊડ્યું! અહો ! આ ભાઈ કેવા રૂપાળાં બેઠાં છે ! સહેજે હલતાં પણ નથી ! અને મોં તો કેવું મલકે છે !
સુંદર દશ્ય જોયા પછી એ બીજાને કહેવાય ત્યારે જ ચેન પડે ! હજી આમતેમ ઊડતાં પોપટને અહીં આવવા, અવાજ દીધોઃ જો ને! કેવું સરસ છે ! પોપટ આવી સામેના બીજા કમાડ પર બેઠોઃ સુંદર છે, પણ આ કમાડ પરથી દેખાય છે તેવું નહીં હોય ! પોપટીઃ આ કમાડ પરથી જોવામાં જ ખૂબી છે. કેવા સુંદર અને રળિયામણાં લાગે છે ! ઘણી વેળા થઈ. દર્શનની તૃપ્તિ માણી અને પોતાના માળામાં જઈ પોઢી ગયા, જાણે સ્વપ્નમાં પણ એ મૂર્તિ નિહાળી રહ્યાં!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org