________________
વળી બીજે દિવસે એ દેરીના કમાડ પર જઈ બેઠાં. આજે તો ચાંચમાં આંબાની મંજરી લઈ આવ્યા હતાં ! પ્રભુ ખૂબ પ્યારાં લાગ્યાં હતાં ! નિયમ એવો છે કે જે ખૂબ પ્યારું લાગે તેને કશુંક આપવાનું મન થઈ આવે; ને આપે. સામો પક્ષ તે ગ્રહણ કરે ત્યારે તો મન રાજી-રાજી થઈ જાય !
આમ, રોજ-રોજ તળાવને કાંઠે આવવાનું. પાણી પીને આ મંદિરના કમાડની ટોચે ગોઠવાઈ જવાનું. ટિકીટિકીને પ્રભુને નિરખવાનું જાણે વ્યસન થઈ ગયું ! માત્ર પ્રભુ ગમી ગયા. પછી પ્રભુ જ ગમી ગયા ! અને છેલ્લે પ્રભુ સિવાય કશું જ ન ગમવા લાગ્યું.
પ્રભુની પ્રસન્ન મુખ-મુદ્રા, શાંત-સ્વસ્થ ટટ્ટાર બેઠક, મરક-મરક હસતી મોં-ફાડ. વેરીનું વેર પણ શાંત થઈ જાય તેવું ચો-તરફ ફેલાયેલું પવિત્ર આવરણ --આ બધા સમેત, મનમોહક વાતાવરણે મનમાં માળો બાંધી દીધો. મન તેના પર ઓવારી ગયું. મનના ખૂણે ખૂણામાં પ્રભુ જ વસી ગયા. આ પોપટપોપટીના સાત ભવ થયા. બધે વખતે ઉન્નત સ્થિતિને પામ્યાં. પછી તો જનમના ફેરામાંથી જ છૂટકારો થઈ ગયો. ગમી ગયેલા પ્રભુએ કેવી કમાલ કરી ! આ પ્રભુ દરિશનનો પ્રભાવ છે ! "
ભગવાન શ્રી ઋષભદેવ: ખજુરાહો
DILI[LI[ ગ્રન્થ ર
૨૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jaines