________________
કદી સાધુને જોયા જ ન હોય તેઓને ગોચરી વહોરાવવાનો પ્રસંગ ક્યાંથી સમજાય? તેઓ કરે પણ શું? આ સ્થિતિમાં ઋષભ મુનિશ્વર આંગણે આવીને ઊભાં હોય તેમને આહાર કેખાદ્ય પદાર્થ થોડાં અપાય? આ તો આપણાં રાજા! તેમને તો સુવર્ણાલંકાર, ષોડશી કન્યા અપાય! અને આમ મુનિશ્વરનું પારણું લંબાતું જ ગયું
અધિક વર્ષ વિત્યું એ રીતે શ્રેયાંસ કુમાર અક્ષય તૃતીયાને દિવસે પારણું પ્રભુએ કીધું પંચ દિવ્ય પ્રગટ્યા, શ્રેયાંસે દાન પ્રથમ તિહાં દીવું.
(રચનાઃ શ્રી ધુરન્ધરસૂરિ આદિજિનકલ્યાણકપૂજા) છેવટે પ્રથમ દાન દેવાનો યશ શ્રેયાંસકુમારને મળ્યો; પ્રભુજીને ઇક્ષુ રસથી પારણું કરાવ્યું. પ્રભુએ ત્યાંસી લાખ પૂરવ વર્ષ સુધી તો દેવકુરુ અને ઉત્તરકુરના ફળોનું જ ભોજન કર્યું હતું. અહીંના દ્રવ્ય તરીકે તો સર્વપ્રથમ આ ઈશુ રસનું જ પાન કર્યું. તેમની પાંચસો ધનુષની કાયા અને વર્ષ ઉપરાંતના ઉપવાસ ! તેથી જ ૧૦૮ ઘડાના રસનું પાન કર્યું હતું!
હા! તો તેમણે રસપાન કર્યું હતું પણ સ્નાન નથી કર્યું! આપણે ત્યાં ઈશુ રસના સ્નાનની પ્રથા કેમ અને ક્યારથી શરૂ થઈ તે ઊંડા ઉતરીને જાણવું જોઈએ. એ દિવસ અખાત્રીજનો હતો તેથી આદીશ્વર પ્રભુ સમક્ષ નૈવેદ્ય ધરીએ છીએ તે મુજબ એક લીટર કે એથી જરા વધારે ઈસુ રસ પ્રત્યેક તપસ્વી ધરે એ ઉચિત જણાય છે.
પ્રભુજીની પ્રતિમાને આટલા બધા ઈશુ રસથી અભિષેક થાય તેની ચીકાસ કાઢવા માટે તેથી ખૂબ વધુ પાણી વાપરવાનું થાય. એ જળ જ્યાં પરઠાવવામાં આવે ત્યાં કીડી-મકોડા જેવા જંતુની વિરાધના ન થાય તેવી જયણાનો પણ ખ્યાલ રાખવો જરૂરી છે. પણ ક્યાં, કોણ આ બધી કાળજી લ્ય છે? માટે મને તો પાનને મહત્ત્વ આપીને, નૈવેદ્ય રૂપે અગ્રપૂજામાં તેને સ્થાન આપવું હિતાવહ લાગે છે. આશા છે કે તમારા મનનું સમાધાન થયું હશે. તમને જચે તો સંઘમાં આરાધકોને અને આગેવાનોને 5
૧૭૫ સમજાવજો. આપણે આટલું કરી શકીએ, પછીનું ભાવિ ઉપર છોડી દઈએ..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org