________________
૧૭૪
અક્ષરસનું પાન કર્યું છે સ્નાન નથી કર્યું
આજે અખાત્રીજ છે. આજે દેરાસર પૂજા-દર્શન માટે ગયા તો ત્યાં આદીશ્વર પ્રભુને શેરડીના રસના પ્રક્ષાલનો ચડાવો બોલાતો હતો. મેં પૂછ્યું: આપણે ત્યાં તો મૂળનાયક પ્રભુ તો પાર્શ્વનાથ ભગવાન છે ! જવાબ મળ્યો કે એક ગોખમાં આદીશ્વર ભગવાન છે તેના પ્રક્ષાલ માટે આ ચડાવો બોલાય છે. મને થયું કે પાલીતાણામાં મૂળનાયક આદીશ્વર દાદા છે તેમને શેરડીના રસનો પ્રક્ષાલ જામ્યો છે, આ નવું લાગે છે ! આ બરાબર છે ? પ્રકાશ પાડવા વિનંતિ.
ઉત્તર :-- તમારી જિજ્ઞાસા વ્યાજબી છે. એક વાત બરાબર સમજી લેજો. આજના દિવસનો મહિમા શેના કારણે છે ! પ્રભુ આદીશ્વર ભગવાને દિક્ષા લીધી ત્યારે તેમને અઠ્ઠમનું તપ હતું. પારણાના દિવસે ગૌચરી માટે પધાર્યા. એ સમયની પ્રજા તો યુગલીયા સ્વરૂપ હતી. એમને આવા સુપાત્ર દાનના વ્યવહારની કશી ગતાગમ ન હતી તેથી :
કોઈક કનકના ભૂષણ આપે, આપે કન્યા કોય; દેવાનો વ્યવહાર ન જાણે, તેમાં તે શું હોય! લ્યોને લ્યોને આ ભિક્ષા ભાવે ઋષભદેવ ભગવાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org