________________
લકી ડ્રો લૌકિક છે, આપણો ધર્મ લોકોત્તર છે બહુ જીવો ધરમ પામે તેવા શુભઆશયથી લકી ડ્રો તથા ભાગ્યભક્તિ જેવા પ્રલોભનો રાખવામાં શું નુકશાન છે, શું દોષ છે?
ઉત્તર : પ્રશ્ન જિજ્ઞાસાથી પૂછાયો છે તેથી તે વિષે કાંઈક ક્ષયોપશમ પ્રમાણે કહેવું પ્રાપ્ત છે. જુઓ મને તો આ પદ્ધતિ અહેતુ શાસન સાથે કોઈ પણ રીતે બંધ બેસતી લાગતી નથી. પૂર્ણ રીતે લૌકિક છે, લોકોત્તર નથી. લૌકિક પણ આપણે ત્યાં માન્ય ગયું છે. પણ જે લોકોત્તરમાં નિમિત્ત બન્યું હોય, બને તેમ હોય તે લૌકિક આદરણીય ગણાયું. પણ જેનો રસ્તો લોકોત્તર ભણી ન જતો હોય તે લૌકિક માત્ર ત્યાજ્ય ગણાયું. વળી તમે તો સંખ્યાવૃદ્ધિ માટે ધનને માધ્યમ બનાવો છો!
સાવ અજૈનને જિનધર્મ સંમુખ બનાવવાની વાત હોય અને તે પણ ઉંમરથી બાળ અને ગૃહસ્થ દશામાં દરિદ્ર હોય તેવા, આ બાજુ વળે તેવું આશ્વાસન લઈ શકાય. જો કે તેને પણ, તમે બધાએ ગયા જનમમાં આવા ભગવાનની સેવા નથી કરી માટે આ ભવમાં શ્રેષ્ઠ દશાને પામ્યા નથી. આ ભવમાં ભગવાનને બરાબર ભજો તો વખતે તમારી સ્થિતિ આ ભવમાં સારી થઈ શકે. --આના માધ્યમથી વાત થઈ શકે.
અને તે કારણે જેનો હાથ ઉપર જ રહેતો હોય તેને લેનાર બનાવીને, લાલચુ બનાવીને તેનું શું કલ્યાણ તમે કરવાના? પ્રભુનાં શાસનમાં તો માર્ગ શુદ્ધ કહેવાનું કહ્યું છે. વાચક જશની વાણી છે તે સાંભળોઃ
જનમેલનની નહીં ઈહા, મુનિ ભાખે મારગ નિરીહા; જો બહુજન સુણવા આવે તો લાભ ધરમનો પાવે.
(ઢાળઃ ૪, કડીઃ ૭ –– ૩૫૦ ગાથાનું સ્તવન) વળી આ બધાં કાર્યો તો ગૃહસ્થના પક્ષના આવે. આવી વાતો હજી ઉપદેશકાળમાં ઉપદેશરૂપે કહી શકાય પણ ક્રિયાકાળમાં કશું ન કહેવાય. આવા ક્ષણિક, ક્ષુલ્લક આ ભવ પૂરતાં ભૌતિક લાભોને આગળ કરીને થતા ધર્મને લૌકિક કહ્યો છે. શ્રીપાળ રાસના ચોથા ખંડમાં ક્ષમાધર્મને ઉપકાર, અપકાર ને વિપાક એ ત્રણ હેતુને લૌકિક કહ્યા છે. જ્યારે વચન અને ધર્મને લોકોત્તર કહ્યા છે. ત્રણ ત્યજવાના અને બેને આદરવાના કહ્યા છે તે પણ આવા પ્રસંગે વિચારવા જોગ છે. •
૧૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org