________________
૧૭૨
પણ અમારા કેટલાક ભાઈઓ જ આવા ગૃહસ્થોમાં ભળે છે. તેઓ જ ક્યારેક આ બધું સ્વાર્થવશ કરાવે છે અને તેઓ જ આ વેષનું ‘ડીવેલ્યુએશન’ થાય તેવું કરે છે અને કરાવે છે.
આનું કારણ એ છે કે તેઓએ લોકસંપર્ક વધાર્યો પણ શ્લોકસંપર્ક ઘટાડ્યો છે !
એક પ્રતિષ્ઠિત આચાર્ય મહારાજે મને પૂછ્યું કે ‘શું વાંચો છો ?’
મેં કહ્યું, ‘બૃહત્કલ્પભાષ્ય સવૃત્તિ છે તે ચાલે છે, ત્રીજો ઉદ્દેશો હમણાં શરુ થયો છે.’
કહે, ‘શું તે ગ્રંથ છપાઈ ગયો છે !’
‘હા, છપાઈ ગયે ખાસ્સા વર્ષો વિત્યાં છે.’
‘તેમાં શું આવે છે ?’
મેં કહ્યું, ‘શ્રમણજીવનની ઉત્સર્ગ-અપવાદની પ્રાયશ્ચિતની ઘણી મહત્ત્વની વાતો આવે છે.'
આ પછી મનમાં થયું કે સતત લોકસંપર્કમાં રચ્યાપચ્યા રહે તો આવા ગ્રંથો વાંચવાનો સમય ક્યાંથી મળે ? એમાં રસ પણ ક્યાંથી પડે ? રોજ બોલવામાં આવે કે, નિત્યં સ્વાધ્યાય સંયમ રતાનામ્। પણ હવે તે પદ બદલવું પડશે !
આ તો ન જ થવું જોઈએ. નીચે ઊતરવું હજી ય ક્ષમ્ય છે પણ આટલી હદે કે લોકોત્તરતાના ચિહ્ન પણ ન રહે તેવી લૌકિકતા તો આપણને મંજૂર ન જ હોવી જોઈએ. દ્રવ્યથી લોકોત્તર અને ભાવથી સંપૂર્ણ લૌકિક એવું અત્યારે ચાલે છે; એનું જ સામ્રાજ્ય પ્રવર્તે છે. હવે તો પરમાત્માને એવી પ્રાર્થના કરવાનું મન થાય કે : સર્વ સજ્જનોને સમકાલે સદ્દબુદ્ધિ પ્રકાશિત થાઓ !
થોડું લખ્યું ઝાઝું કરી જાણજો.
આ તો ઘરની વાત છે, કેટલી લખાય. મનમાં સમજવી જ રહી.
તમને આશ્વાસન મળ્યું હશે !
અલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org