________________
ઉત્તર : વાત તમારી સાચી છે. આવું જોઈને સમજુ અને વિવેકી ધર્મરાગીને દુઃખ થાય. તેનું ચિત્ત અવઢવમાં પડી જાય. મને પણ આવું અજુગતું જોઈ ઘણા વિચાર આવે છે પણ આપણે સાંભળે કોણ?
વાત વિચારવા જેવી તો છે જ. લોકોત્તર ઉપર લૌકિકતાનું આ આક્રમણ છે. લોકોત્તરતા પરાજય પામે છે અને લૌકિકતા સર્વત્ર છવાઈ જાય છે. - વિરતિવંતની હાજરીમાં અવિરતિવંતનું સન્માન કેટલે અંશે વ્યાજબી ગણાય! તમને ખબર હશે, આપણે
ત્યાં દીક્ષાર્થીનું બહુમાન કરવા, તેનો મેળાવડો રાત્રે રાખવાનો રિવાજ હતો. વળી દીક્ષાર્થીનો વરસીદાનનો વરઘોડો ફરે તેમાં સાધુ-સાધ્વીજી મહારાજ ન જાય, ન'તા જતાં. પરંતુ દીક્ષાર્થીના પરિવારનો ઘેલછાભર્યો આગ્રહ થયો. સાધુ ભગવંતોએ કહ્યું માત્ર દીક્ષાર્થી અને અમે. એમ અમારાથી ન અવાય. પ્રભુજી હોય તો જ અવાય. એમ છે ! તો ચાલો પ્રભુજીનો રથ સાથે લાવીએ તો આવશો ને! હા, આમ એ વરઘોડામાં મર્યાદાને બાજુ પર મૂકીને એ પ્રવૃત્તિ સરેઆમ ચાલે છે. દીક્ષાર્થી ત્યાગના પંથે જઈ રહ્યા છે તેથી બધું દાન કરે છે તેમાં સાધુ મહારાજની હાજરીની જરૂર ક્યાં રહી? આમ બધું ચાલ્યું.
અરે ! પરમાત્માની હાજરીમાં વિરતિવંતને વંદના કરવાની હોય છે ત્યારે પણ પડદો કરવાની પ્રથા પ્રચલિત છે. તેઓની હાજરીમાં એ પણ નહીં. જ્યારે અહીં તો ઉપધાન આદિ પ્રસંગોમાં રસોઈઆ જેવાનું પણ સન્માન વિરતિવંતની હાજરીમાં કરવામાં આવે છે! મનમાં થાય કે રડવું કે હસવું? આપણાં ગૃહસ્થ પણ એવા કે રાજકરણીઓની હાજરીમાં હરખપદુડા થઈ જાય અને આવો હડહડતો અવિનય કરવા તૈયાર થઈ જાય.
શ્રી શ્રી રવિશંકરના અનુયાયીઓએ જે કર્યું તે જ સાચી વિધિ છે. આગંતુકના હાથે મુખ્ય વિરતિધરનું સન્માન હોય. આવનારને તો આવકાર આપ્યો એ જ એનું સન્માન છે.
૧૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org