________________
૧છo
વિનય વડો સંસારમાં..
હમણાં અમારા સંઘમાં એક નવા ઉપાશ્રયનું નિર્માણ થયું. તે આરાધના કરવા/કરાવવા માટે ખુલ્લુ મૂકવાનું હતું અહીં ઉપાશ્રયમાં બિરાજમાન પૂજ્ય આચાર્ય મહારાજને વિનંતિ કરી હતી. તેઓશ્રી પધાર્યા હતા. સાધ્વીજી મહારાજ પણ મોટી સંખ્યામાં વિરાજિત હતાં. ઉપાશ્રય જાહેરમાર્ગના કિનારે હતો તેથી એક નેતા જે ગાંધીનગરથી અહીંના રસ્તે પસાર થતા હતા તેમણે એક સાથે ઘણા બધા વાહન જોયાં, તોરણથી શણગારાયેલ રસ્તાઓ જોયા. સાથેના કાર્યકર્તાને જણાવ્યું કે જેનોનો પ્રસંગ છે, ઊભા ઊભા જઈ આવીએ. તેઓ આવ્યા. એમને જોઈ આપણા ભાઈઓ તો ગાંડાઘેલા થઈ ગયા! આવનાર, શિષ્ટચાર મુજબ પૂજ્ય મહારાજ સાહેબને વંદના કરી ન કરી ત્યાં તો તેઓશ્રીનું સન્માન-બહુમાન કરવા, શાલ-શ્રીફળ અને હાર પહેરાવવા માટે સંઘના અગ્રણીઓ વચ્ચે હુંસાતુંસી થઈ ! જેવી એ સાલ વિધિ થઈ કે તરત જ આવનાર નેતા ચાલી ગયા. ગુરુ મહારાજ પાટ પર બેઠા જ રહ્યા. તેઓશ્રી વાસક્ષેપ હાથમાં લઈને બેઠા હતા. રાત્રે બીજો પ્રસંગ બન્યો. સ્ટેડિયમમાં શ્રી શ્રી રવિશંકરની ઉપસ્થિતિમાં પ્રસંગ હતો. તેઓના અનુયાયીઓ સારી સંખ્યામાં હાજર હતા. સ્ટેડિયમ ચિક્કાર ભરેલું હતું. સવાર જેવું જ અહીં બન્યું. અહીં નેતા નરેન્દ્ર મોદીની હાજરી હતી. તેઓ આવે છે તે જાણ્યા પછી ત્રણ-ચાર કાર્યકર્તાઓ તેમને લેવા ગયા. તેમણે આવીને શ્રી શ્રી રવિશંકરજીને પ્રણામ કર્યા. કાર્યકર્તાઓએ મોટો જાડો પુષ્પહાર આપ્યો અને નરેન્દ્ર મોદીએ શ્રી શ્રી રવિશંકરજીને પહેરાવ્યો. તે પછી શ્રી મોદીને અન્ય મીટિંગ હોવાથી રવાના થયા. આ બધું જોઈને મારા મનમાં અવઢવ થઈ છે. આમ કેમ ! મનને શાંતિ વળે તેવું આશ્વાસન ફરમાવજો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org