________________
ચિંતાજ્ઞાન નય પ્રેરિત છે. જ્યારે ભાવનાજ્ઞાન વડે પોતાના આત્માને આ દષ્ટાંત વડે કાંઈ બોધ લેવાનો હોય તો તરત લેવાવો જોઈએ. જેમ કે મરુદેવા માતાને આદીશ્વર પ્રભુના પ્રથમ દર્શને દર્શનાનન્ધયોગ સધાયો. તે રીતે આપણે જ્યારે પ્રભુના દર્શન કરીએ છીએ ત્યારે આપણા ચિત્તમાં એવો આનદયોગ ઉપજે છે!
વર્તમાનમાં પ્રચલિત અનિત્યભાવનાવાળી વાતમાં વિવાદ નથી કરવી. આપણો મત સાચો અને આ જૂનો મત ખોટો એવો મતાવેશ પણ નથી કરવો. આપણે તો આપણી ખોજ કરવી છે. જો એ અનિત્યભાવનાના એંગલથી વિચારવામાં કોઈક નક્કર બોધ મળવાનો હોય તો એ રીતે વિચારવાનું હિતકારક ગણાય. આ થઈ નય પ્રેરિત વિચારણા જેને ચિંતાજ્ઞાન ગણી શકાય.
ષોડશકમાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજે શ્રુતજ્ઞાનને પાણી જેવું કહ્યું છે તે વાત પણ સમજાય છે. આપણે જ વિચારવાની પ્રક્રિયાથી પાણીથી અમૃત સુધી પહોંચવાનું છે. લક્ષ્ય અમૃતનું રાખવાનું છે. તૃષાનિવૃત્તિ- સુધાનિવૃત્તિ અને મૃત્યુનિવૃત્તિ સાધવાની છે.
કથાની રીતે કથા જોઈએ તો તે સુક્યરસને પોષનારી કથા જ છે. પણ જ્યારે તેનો યોગ આપણા જીવન સાથે કરીએ ત્યારે તે કથાનુયોગ બને છે. અહંતુ શાસનને તે અનુયોગ ઈષ્ટ છે. થોડામાં ઘણું માનજો અને પ્રત્યેક અક્ષરને ભાવનાજ્ઞાન સુધી પહોંચાડવા પ્રયત્ન કરજો. તમારા બધાની અંતરંગ યોગ્યતા જાણીને કરુણા દષ્ટિથી એમ થયું કે ઉપાધ્યાયજી મહારાજ જેમ આવા વિદ્યાપ્રેમી પ્રત્યે સ્નેહ રાખે છે તો આપણે પણ રાખવો જોઈએ તેથી પ્રેરિત થઈ આ શ્રુત-ચિંતા અને ભાવનાની વાત તમને જણાવી છે.
આપણને જ્ઞાનનો ખપ છે. જ્ઞાન એ અજવાળું છે. અજ્ઞાન અંધારું છે. અંધારા માટે સંસ્કૃતમાં તમ છે. તમે માંથી ઉગરીને જ્યોતિ માં જવું છે. પ્રભુની કૃપા થાય તો અંધારામાંથી અજવાળામાં જવાનું અને આપણાં જીવનમાં જ્યોતિ પથરાય તે માટે આપણી મહેનત છે.
અમે મુંબઈ તરફના વિહારમાં છીએ. જો અનુકૂળતા હોય અને પ્રતિભાવ જણાવવાની ઇચ્છા થાય તો આ પાઠશાળાના સરનામે પત્ર મોકલજો. અમને મળી જશે. પ્રભુનું શાસન - પ્રભુનો ધર્મ અને પ્રભુનો સંઘ મળ્યાના આનંદથી મનને ભીનું ભીનું રાખજો.
-- એ જ
૧૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org