________________
૨૦૦
આસ્વાદ
જીવનના ઉત્તરાર્ધમાં કવિવર ટાગોરે રચેલી આ કૃતિ એ ઢળતા દિવસોમાં પાછળ નજરથી કરેલું સહજ પ્રાપ્ત અવલોકન છે. આ ગીતને સિદ્ધહસ્ત સાહિત્યકાર સુરેશ જોષીએ એવી જ ઉત્તમ રજુઆત દ્વારા ગુજરાતીમાં ઉતાર્યું છે.
કવિની દૃષ્ટિને તત્ત્વજ્ઞાનીની દૃષ્ટિથી પણ ચઢિયાતી કહી છે. કવિ જુએ તે દર્શન અને પૃથગુજન જુએ તે દર્શનમાં આભ-જમીનનું અંતર રહેલું હોય છે. એ તો રહેવાનું જ! - કવિ હંમેશા વિધેયાત્મક દષ્ટિવંત હોય છે. તેની નજર “નથી ઉપર નથી કરતી. માત્ર “છ” ઉપર જ ઠરે છે. માણસનું જીવન છે, તેમાં તો બધું જ બનવાનું! સારું અને નરસું! બધી મનોવાંછિત પરિસ્થિતિ મળે, પ્રિય અને મનગમતી વ્યક્તિઓ જ મળે, અનુકૂળ સંયોગો જ મળે આવું બધું કોને મળ્યું છે? અને મળે તો પણ તેવા એકધાર્યા જીવનને જીવવાની મજા શી આવે? જીવન તો બધી જ જાતના રસથી હર્યુંભર્યું હોવું જોઈએ. માત્ર કેરીનો રસ નહીં. માત્ર કારેલાં પણ નહીં. ષટ્રસ હોય તો જ સ્વાદ આવે. વળી કારેલાં છે તો કેરીના રસની મહત્તા સમજાય. આને જ બેલેન્સ કહીશું ને!
હાં! તો કવિએ “નથી પામ્યા'ની યાદી પર નજર માંડી નથી. એ છે તો ખરી. છતાં કવિ શું શું નથી મળ્યું તેની પર નજર માંડતા નથી; તેનો હિસાબ માંડતા નથી. એ તો આનંદની ક્ષણોને જ સંભારે છે. હૃદયનો પ્રકાશ તે રાજીપો પણ છે, અંધારું નહીં. છાયા-છાંયડો તે અવસાદ છે તેમાં બંસી બજી ઉઠે છે. આ બંસી આનંદગાનના પ્રતીકરૂપે છે.
પ્રીતિથી રસતરબોળ હોય તે કવિ! સાથે સાથે શ્રોતાને, વાચકને ય રસતરબોળ બનાવે! અહીં કવિ કહે છે, આ ધરણીને ધરણીના સમગ્ર જાયાને ચાહ્યા છે એ વાત સ્મૃતિરૂપે ફરી ફરીને મનમાં રમે છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org