________________
રાજા શ્રીપાળનાં ન્યારાં જીવન રહસ્યો
જીવનને ઉત્તમ બનાવવા મથતી હરકોઈ વ્યક્તિને માટે શ્રીપાળ એક ઉત્તમ રોલ મૉડેલ છે'. કર્મને આપણે ઘણીવાર એટલું બધું પ્રાધાન્ય આપીએ છીએ કે પુરુષાર્થને વેગ આપવાને બદલે નિયતિને શરણે અને તે પણ અકાળે પહોંચી જઈએ છીએ. શ્રીપાળમાં ઉત્તમતા હતી જે પણ માત્ર તેના પરનું એક પાતળું આવરણ દૂર કરવાનું હતું, તે કામ થયું અને આપણે જોઈએ છીએ કે તેઓએ જીવનને કેવી રીતે
જીવી જાણ્યું. નામ પણ ગમે, કામ પણ ગમે, પછી અરમાન પણ, તેના જેવા થવાના થાય, તેવું છે.
૧. મનોહર માળવાદેશની ઉજ્જયિની નગરીથી શ્રીપાળકુમાર ચાલ્યા.
સુદિ તેરસની રાત્રિના પાછલા પહોરમાં વસુધાના વિસ્તરેલા વનસ્પતિના વગડાની સકલ ઔષધિમાં, અમૃતનો સંચાર કરનાર અને સિંચન કરનાર, ચન્દ્રની ધોળા દૂધ જેવી ચાંદની રેલાઈ રહી હતી. કાગડો પણ હંસમાં ખપી જાય એવી, ચાંદનીની સફેદ ચાદર બધેજ ફેલાઈ હતી. ઝાડ-પાન, છોડ અને વાડ --બધું જ રળિયામણું લાગતું હતું. આજ, પ્રયાણનો પહેલો દિવસ હતો.
શ્રીપાળના મનમાં અપાર કૌતુક-રસ ભર્યો હતો. રસ્તે એક નાનકડી ટેકરી આવી. શ્રીપાળને મન થયું અને તે સડસડાટ ચડવા લાગ્યા. વહેલી સવારનો ઠંડો પવન હનુ-હળુ વાતો હતો. પંખી હમણાં જ જાગ્યાં હતાં. વાતાવરણમાં સ્નિગ્ધ શાંતિ રેલાતી હતી. શ્રીપાળ જેવા ટેકરી ચડ્યા તેવામાં, કોઈ યોગી બન્ને હાથ આકાશ તરફ ઊંચા રાખી, જાપ કરતા હોય તેવું દેખાયું.શ્રીપાળે કૌતુકથી જોયું.
પગરવ સાંભળી, યોગીની નજર પણ શ્રીપાળના આજાનબાહુ શરીર પર પડી. પહેલી જ નજરે પારખ્યું કે કોઈ સૌભાગ્યવંત પુરુષ આ તરફ આવી રહ્યા છે; આજનો દિવસ સફળ થશે.
પુણ્યશાળી પહોંચે તે પહેલાં તેની આભા ત્યાં પહોંચતી હોય છે.
UTOEIC
૧૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.com
| // SI //