________________
૧૩૬
ઓળીની આરાધનામાં, આયંબિલ શા માટે ?
શાશ્વતી ઓળીની આરાધનાનો આદર્શ પુરુષ શ્રીપાળ અને આદર્શ નારી મયણાદેવી છે. તે છતાં પણ તેનું મૂળ હાર્દ સમજી લેવા જેવું છે. મૂળ આત્મિક ઉન્નતિનો લાભ અરિહંતાદિ નવપદના ધ્યાનથી જ થાય છે. ધ્યાન સુધી પહોંચવા માટે જાપ છે. જાપ સરળ સોપાન છે. પણ ધ્યાન સાધ્ય છે. જાપ અગર ધ્યાન થાય મન વડે. મન રહે છે શરીરની અંદર. શરીર બને છે આહાર દ્વારા. આહારમાં જે તમોગુણ, રજોગુણ અને સત્ત્વગુણના દ્રવ્યો હોય છે તેનાથી નિર્માણ પામેલું મન, તમ-રજ-સત્ત્વના ભાવનું જ સર્જન કરશે. તીખું, ખારું અને ખાટું તે તમોભાવજનક ગણાય છે. તેલ, શાક, ફળ જેવા પદાર્થો રજોગુણ વર્ધક ગણાય છે. માત્ર સત્ત્વ સંવર્ધક અન્ન, શરીરને ટકાવવા જરૂરી છે. કહેવાય છે મનં વૈ પ્રાWITદા માટે પ્રાણને સતેજ રાખવા અન્નની જરૂરત છે. દેહના વળાંકને આત્મા તરફ વાળવાનો છે. વાણીના વહેણને પણ આત્મા તરફ વાળવાનું છે. તેનું માધ્યમ મૌન છે. વાણી વિરમે, વિચાર વિરમે એટલે આત્મધ્યાન શરૂ થાય. ધ્યાનની વ્યાખ્યા છે ધ્યેયની સાથેની એકતા. ધ્યાને વૈાપ્રાસંવિત્તિ ધ્યેય નવપદજી છે. તેની સાથે એકતાનતા સધાય એટલે કાર્યસિદ્ધિ હાજર થાય. માપસરનું અને માફકસરનું જ આયંબિલમાં વપરાય તો મનોભાવ નિર્મળ રહે છે તેવો ઘણાંનો અનુભવ છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org