________________
૧૩૮
યોગીએ મનમાં વિચાર્યું કે, ગુરુએ આપેલી વિદ્યા સાધવામાં હજી કાર્યસિદ્ધિ થતી નથી. તેને સિદ્ધ કરવામાં આવા પુરુષનું સાન્નિધ્ય - ઉપસ્થિતિ જોઈએ તે આજે મળશે. આ પુરુષની છાયા, કામયાબ નીવડશે. જો તેઓ ઉત્તર-સાધક તરીકે રહે તો પણ મારું કાર્ય સિદ્ધ થાય. કેટલાય દિવસોની મહેનત પછી પણ, આ ધોળાનું પીળું થતું નથી. આવા પુરુષના અસ્તિત્વ-માત્રથી કાર્ય સિદ્ધિ જરૂર મળશે. શ્રીપાળ નજીક આવ્યા. ધાતુવાદી યોગીએ પોતાના અંતરના અવાજને અનુસરીને પ્રાર્થના કરી,
ઉત્તરસાધક નર વિના, મન રહે નહીં ઠામ, વિણે તુમ એક કરું વિનતિ, અવધારિયે સ્વામ.
પ્રાર્થના-ભંગભીર, સજ્જન શિરોમણિ શ્રીપાળે “વિનતિ' સ્વીકારી. ધાતુવાદીના ઉત્તર-સાધક તરીકે બેઠા. પુણ્યવંતને પગલે નિધાન હોય છે એ ન્યાયે, શ્રીપાળની નજર ફરતાં જ વિદનો પલાયન થઈ ગયા. કાર્યસિદ્ધિ ટુંકડી આવી. કાર્ય સિદ્ધ પણ થયું અને મબલખ સોનું બન્યું! ધાતુવાદી કહેઃ “આ બધું સોનું તમારી નજરના પ્રભાવે થયું છે. '
એહમાંથી પ્રભુ! લીજિયે, તુમહ જે મન ભાવ” સરળ શ્રીપાળનો પ્રતિભાવઃ “મારે જરૂર નથી.” કુંવર કહે મુજ ખપ નહીં કુણ ઊંચકે એ ભાર.”
અહો! શ્રીપાળમાં કેવી સહજ નિઃસ્પૃહતા હતી! કહે છે કે, મારે ખપ નથી. આ ભાર કોણ ઊંચકે ! સોનું અને ભાર રૂપ લાગે છે.
આ નિસ્પૃહતા એટલે, લોભને અંકુશમાં રાખવો તે. લોભ જય થયો તો લાભની પ્રાપ્તિ પ્રબળ બની. કહ્યું છે ને! જે જન અભિલશે રે, તે તો તેહથી નાસે, તૃણ સમ જે ગણે રે, હની નિત્ય રહે પાસે. ઉપમિતિમાં શ્રી સિદ્ધર્ષિ મહારાજે તો આ જ સ્થિતિની વાત એમની શૈલીમાં મૂકી છે :
ધાતુવાદી તો શ્રીપાળની આ બેફિકરાઈથી સોના જેવી ચીજ માટે “આવો ભાર ઊંચકીને કોણ ચાલે!” --એ જવાબથી અચંબામાં પડી ગયો!
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org