________________
- જવું છે ત્યાં લઈ જાઉ. આ લાભ છે. - ૧૬ 0
માત્ર પૈસા ઉપજાવવાનું ધ્યેય ધર્મમાં ન રાખવું ઘટે. માટે ધર્મમાં વ્યાપાર ન લાવવો પણ વ્યાપાર ચાલુ હોય તેમાં ધર્મ લાવવો.
એનો પણ એક દાખલો જોઈએ. તમે કોઈ સાડી કે કાપડની ખરીદી કરવા ગયા છો. દુકાનદારને પ્રથમ કહો કે મને પહેલાં પાંચ મીટર મલમલનું કાપડ આપો. મારા પ્રભુજીના અંગલુછણા માટે જોઈએ છે. આને વ્યાપારમાં ધર્મ લાવ્યા કહેવાય.
આની અસર પણ એ દુકાનદાર પર બહુ સારી પડે છે. એ પણ ધર્મ પ્રત્યે શ્રદ્ધાવાળો બને છે.
૨જ્યારે જ્યારે પ્રભુજીની રથયાત્રા હોય, જળયાત્રા હોય, ગુરુમહારાજનું સામૈયું હોય, ચૈત્ય પરિપાટી માટે ગુરુ મહારાજની સાથે જવાનું હોય, તેવે તેવે વખતે દેવાધિદેવ અને ગુરુમહારાજની સાથે જયારે શ્રાવક-શ્રાવિકાને ચાલવાનું હોય ત્યારે તેઓએ પગરખાં પહેર્યા વિના જ ચાલવું જોઈએ.
વળી જ્યારે જ્યારે રથયાત્રા, જળયાત્રાના વરઘોડા હોય ત્યારે એ જે રસ્તેથી પસાર થવાના હોય તે રસ્તામાં જે જે અન્ય ધર્મસ્થાનક જેવા કે, રામજી મંદિર, મહાદેવ મંદિર, મેલડી માતાની દેરી, પીરની દરગાહ વગેરે આવે ત્યાં ત્યાં શ્રીફળ, ચૂંદડી, ચાદર વગેરે શ્રીસંઘ તરફથી ચઢાવવા જોઈએ. આ બધા ગામના ક્ષેત્રપાળ છે. તેઓનું માન સચવાય અને ખુશ રહે. પ્રયન્તામ્ પ્રયન્તામ્ ની આ વાત છે.
ડ, ધર્મના ભોગે ધર્મ નહીં કરવાનો. શ્રીસંઘ જમણ હોય ત્યારે તે માટેની રસોઈ આગલી અડધી રાતે રસોઈઆઓ માંડે એ ઘણું અનુચિત છે. જરૂર પડે, સંખ્યા ઘણી હોય ત્યારે કોરડ રાખવું. અત્યારની ભાષામાં જેને અલ્પાહાર કહે છે તેમ, બેથી ત્રણ દ્રવ્યો હોય, દાળ-ભાત ન હોય. ચોમાસાના દિવસોમાં તો એ લાઈટોમાં જુદા, પતંગિયા વગેરેની વિરાધના બેસુમાર થાય છે. વળી વધારામાં ધર્મમાંથી જ જો જયણા બકાત હોય તો તે ધર્મ કહેવાય જ કેમ?
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org