________________
- 0• ઘર્મમાં વ્યાપારી મનોવૃત્તિ દાખલ થઈ, એટલે મંડળના વહીવટદારો રાત્રે ૧૨ વાગ્યે યાત્રા માટેની બસ ઉપાડે! એમ એ બીજા દિવસમાં ગણાય ને! વળી અમુક કિલોમિટર પૂરા કરવાના હોય તેથી ઘણી વાર રાત્રે દશ વાગે જ પાલિતાણામાં યાત્રિકોને ઉતારે. આ યાત્રીઓ ધર્મશાળામાં જતાં પહેલાં જ બહાર લારીએ વીંટળાઈ વળે. કાંઈ ને કાંઈ ખાય
આવ્યા છે તીર્થની યાત્રા કરવા માટે અને ત્યાં રાત્રિભોજન કરે તો તેને યાત્રા કેમ કહેવાય? એ તો પિકનીક-પ્રવાસ થયો. તીર્થોની યાત્રા તો તમને અને મનને પવિત્ર કરવા માટે, અંતરના પાપ ધોવા માટે કરવાની છે. એ આશય તો નંદવાઈ જ ગયો! એટલે, ઓછા તીર્થની સ્પર્શના કરવી અને તે પણ દિવસ છતાં જ કરવી. તે તે સ્થળોના પ્રભુજીના દર્શન “આંખ બંધ કરીએ તો પણ દેખાય એ રીતે કરવા!
૫. વિરતિવંતને વન્દના કરવાનું વિધાન મહત્ત્વનું છે. વન્દના કરવાથી સામેની વ્યક્તિમાં જે ગુણસંપદા છે તેનો વિનિયોગ આપણામાં થાય છે.
જ્યારે કોઈ પચ્ચકખાણ કરવાના હોય ત્યારે અવશ્ય ગુરુને વન્દના કરીને પચ્ચખાણ કરવું જોઈએ. એ સામાચારી વ્યવસ્થા છે. વળી જેમને વન્દના કરવાની હોય તે વ્યક્તિ આસન પર વિરાજમાન હોય, સન્મુખ હોય, પ્રસન્ન હોય ત્યારે રજા/આજ્ઞા લઈને વન્દના કરવાની હોય છે. હવે સમજાશે કે રસ્તા વચ્ચે ઉભાં ઉભા આયંબિલ વગેરેના પચ્ચકખાણની માંગણી તે અવિનય ઠરે છે.
એ જ રીતે ગુરુમહારાજને ઉભા રાખી, ચોખાની ગહુલી કાઢી વન્દના કરવી તે અવિનય છે. પ્રભુજીના વરઘોડામાં પણ આવો આગ્રહ રાખવામાં આવે છે એ અવિનય છે. સામૈયામાં રસ્તા વચ્ચે ઉભા રાખીને ગહેલી કાઢવા પૂર્વક ગુરુમહારાજને વન્દના કરવાની વાત પણ અહેતુના ઘર્મને અનુરૂપ નથી જણાતી. એ કરતાં તો હાથમાં અક્ષત લઈને, બે હાથે વધાવતાં વધાવતાં સૌમ્ય મુદિત સ્વરે પધારો, પધારો. મત્થણ વન્દામિ, સુખશાતામાં છો !” એમ ઉચ્ચારવું વધારે સંગત જણાય છે. અન્યથા, રસ્તા વચ્ચે ઉભા રાખી અશાતા ઉપજાવી શાતા પૂછવા જેવું થશે! આધાર ગ્રંથ રૂપે ગુરુવન્દનભાષ્ય છે જ.
૧૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org