________________
૧૬૨
૪પ્રભુનો ધર્મ સર્વના ઉત્થાન માટેનો છે. તે ધર્મની કોઈ પ્રવૃત્તિ અન્યને ધર્મ પ્રત્યે અપ્રીતિનું કારણ ન બનવી જોઈએ. આ કાળમાં તો દેરાસરમાં ક્યારેક રાત્રે ભાવનામાં અને દિવસે પૂજનમાં માઈક દ્વારા આજુબાજુના પરિસરમાં અવાજનું ભારે પ્રદૂષણ ફેલાય છે. ઘરડાઓને નિંદરમાં વિક્ષેપ પડે, ત્રાસ થાય; ભણતાં વિદ્યાર્થીઓને પણ અભ્યાસમાં ખલેલ પડે. તેથી અજૈનો અને હવે તો આધુનિક જૈનો પણ મનમાં કચવાય છે, અપ્રીતિ ઘારે છે. ક્યારેક આવા પ્રશ્ન બોલાચાલી થાય છે અને ઝગડાના રૂપ સુધી પહોંચે છે. આવા અનુભવો બધાને થાય છે. મને તો ડર છે કે અપ્રીતિ ઘટ્ટ થતાં દુર્લભબોધિપણામાં જ નિમિત્ત બની જાય છે. તેથી દેરાસરમાં માઈક જ નહિં તેવું કરવામાં આવે તો, લોકો, સંગીતકારો અને વિધિકારો સમજીને જ આવે.
ઉપાશ્રયની બાબતમાં તો અમદાવાદ જેવા શહેરમાં, આજુબાજુમાં વસતા જૈન સુદ્ધાં, એવી જાતનો પ્રબળ અને પ્રગટ વિરોધ કરતા હોય છે ત્યારે મનમાં એમ થાય કે આ જીવો બોધિદુર્લભ તો નહીં બની જાય ને! આવી આશંકા જાગે તેવા સંજોગોમાં ધર્મીજીવોની જવાબદારી વધી જાય છે. તેવા સંયોગોમાં આપણે બોલવામાં ઘણો સંયમ કેળવવો જરૂરી છે. જો ધર્મ પ્રત્યે અપ્રીતિ થાય તો એ આગળ વધીને ધર્મ પ્રત્યે અપ્રીતિ કરાવે જ. એવું બને ત્યારે જીવ હારી જાય. પ્રભુ મહાવીર મહારાજાએ કહ્યું હતું કે, પ્રતિમાદેવા ન વર્તવ્ય દેરાસરમાંથી માઈક, લાઈટ નીકળે અને સંયમીઓનો વ્યવહાર ઔચિત્યપૂર્ણ બને તો આ પ્રશ્ન ઉકેલી શકાય.
છે. સિદ્ધચક્રપૂજનની વિધિમાં લખ્યું છે કે જેને પૂજન ભણાવવાનું હોય, જે પૂજનમાં બેસનારા હોય તે બધાં - કુલ ચાર જણાં - માંડલામાં એક, યંત્ર ઉપર બે અને વિધિકારક એમ ચાર જણાએ ખીરના ત્રણ એકાસણા કરવા પૂર્વક આ પૂજન ભણાવવું. આ વાત અત્યારના ભણાવાતાં તમામ પૂજનો માટે પણ વિચારી શકાય. તે તે પૂજન ભણાવવાથી નીપજતાં ફળને મેળવવું હોય તો, આ વિધિ મહત્તમ અંશે જરૂરી ગણાવી જોઈએ.
૮પૂજન, શાંતિસ્નાત્ર, અષ્ટોત્તરી સ્નાત્ર વગેરે ભણાવાયા પછી તેના શાંતિ જળની ગામ ફરતે ધારાવાડી દેવાની પ્રથામાં સુધારો કરવો જરૂરી છે. દિવસ છતાં છતાં જ તેના લાભ લેનારાએ એ સ્નાત્રનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org