________________
શાંતિજળ બહુમાનપૂર્વક સાથે રાખીને ગામ ફરતી તેની ધારા કરવી જોઈએ. શ્રીસંઘે આ વિધાનને પ્રતિષ્ઠા આપવી જરૂરી છે.
૯. આજકાલ પર્વાધિરાજ પર્યુષણમાં કાંઈ ને કાંઈ તપસ્યા કરવાનું ચાલે છે. શહેરમાં તો આવા તપ ઘણી મોટી સંખ્યામાં થાય છે. આ બધું સારું છે. તપોધર્મનો પ્રસાર એ આનંદની ઘટના છે. હવે તેમાં એક ડગલું આગળ વધવાનું છે. અઠ્ઠાઈ વગેરે જે તપસ્યા થાય તે પછી, જેટલા દિવસનું એ તપ થયું હોય તેટલા દિવસ તેઓ રાત્રિભોજનનો ત્યાગ કરે એમ થવું જોઈએ. અન્યથા, સિદ્ધિતપના પારણાં પછીના દિવસે તપસ્વીને રાત્રે શાતા પૂછવા આવનારને, એ જ તપસ્વી રાત્રે જમતાં જોવા મળે છે જે તપસ્વીને શોભતું નથી. માટે તપ પૂરું થાય ત્યારે તપના જેટલા દિવસો તેટલા દિવસ તો ઓછામાં ઓછું રાત્રિભોજન ત્યજવું જોઈએ.
O, પ્રભુજીને દેવાધિદેવને વીતરાગ પરમાત્માને જે લોકો રૂની, રંગબેરંગી ઊનની, સુતરના રંગીન દોરાની, મૂલ્યહીન પ્લાસ્ટીકના ઈમિટેશન નંગની અંગરચના કરે છે તે અથવા એવી કરેલી આંગી જોવા મળે છે ત્યારે અનુપમ ઐશ્વર્યથી શોભતા પ્રભુને આવી તુચ્છ વસ્તુઓ શા માટે ચઢાવતા હશે, શું જરૂર છે એવા એવા પ્રશ્નો મનને ડહોળે છે. અલંકાર રહિત પ્રભુજી સ્વયં પણ સુશોભિત અને મનોહારી લાગે છે. કરવી જ હોય તો પાર્થિવ જગતની મૂલ્યવાન ચીજોથી શણગારો, કાં તો માત્ર વિવિધરંગી પુષ્પોથી પ્રભુજીને વિભૂષિત કરો; સાચા હીરા-માણેક-મોતીથી સોનેરી વરખથી અંગરચના કરો. પરંતુ હલકી નિર્માલ્ય ચીજનો તો પ્રભુને સ્પર્શ પણ નિષિદ્ધ ગણવો જોઈએ.
મારાં મનના થોડા વિચારો અહીં જણાવ્યા. રુચે તો આના ઉપર સુજ્ઞ વ્યક્તિઓ વિચાર કરે. આમાં ક્ષતિ હોય તો ધ્યાન દોરે એવી વિનંતિ છે. આવા બીજા વિચારોનાં મંથન પણ થયા કરે છે. અન્ય અવસરે એ શોભશે. હાલ આટલા વિચારો શ્રીસંઘ સમક્ષ મૂક્યા છે. .
૧૬૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org