________________
૧૫o
યશોવિજયજી એ અધૂરો રહેલો રાસ પૂર્ણ કરી આપવાનું સ્વીકારે તો હું રાસ રચવાનું શરૂ કરું. તેઓના મનમાં એવી ગણતરી કે, દર્શનશાસ્ત્રના મહાન ગ્રંથો રચવામાં રાત-દિવસ ડૂબેલા તેઓ ગુજરાતી ભાષાના આ રાસ માટે ક્યાંથી સમ્મત થાય! એટલે આપોઆપ વાત ત્યાંજ રહેશે.પણ સંઘના હૃદયમાં ઊગેલી આ ભાવના હતી અને તેઓ બધાં શ્રાવિકા સમેત સંઘ ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજના ચરણોમાં બેઠો, ખૂબ જ સાચા દિલથી વિનંતી કરી, કરગરીને કહ્યું અને બધાના આશ્ચર્ય વચ્ચે તેઓશ્રીએ સ્વીકાર કર્યો. ‘ભલે શ્રી વિનયવિજયજીનો કરેલો શ્રીપાલનો રાસ જો અધૂરો રહેશે તો તે પછીની જવાબદારી મારી. અને પછી તો શ્રી વિનયવિજયજી મહારાજે શ્રીપાલ રાજાનો રાસ, ખંડ એક, ઢાળ એકથી શરૂ કરી પૂર્ણ પાકટ અનુભવ જ્ઞાન, રસઝરતી શૈલી, અને શ્રીપાલ અને મયણાંની વિવિધ આશ્ચર્યથી ભરપૂર જીવનકથા, પછી શું બાકી રહે ! ચાલ્યો રાસ આગળ ને આગળ, એક ખંડ બે ખંડ પૂર્ણ થયા અને ત્રીજા ખંડની પહેલી ઢાળના મંડાણ પણ થયાં. પ્રસંગો રસાળ શૈલીમાં રચાય છે, ગાવામાં બહુ જ આનંદ આવે છે, રોજે રોજની રચાતી ઢાળ ગવાય છે પણ તેની સાથે શરીરના આરોગ્યની સ્થિતિ પણ તાલ મિલાવતી રહી. આવા દેહાતીત મનોદશાના સ્વામી જેવા મહાપુરૂષોને દેહની મમતા ન હોવાથી મન ચાલે, વિચાર ચાલે, ધ્યાન ચાલે.
આ બાજુ રાસમાં શ્રીપાલ વીણા વગાડવા સભામાં ગયા છે-ત્યાં “ત્રટ-ત્રટ તૂટે તાંત, ગમા જાયે ખસી, તે દેખીને સભા સઘળી હસી'આ કડી રચાય ત્યાં જ રચનાનો પ્રવાહ થંભી ગયો. વીણાની તાંત તૂટી તો તેની સાથે શરીરની નાડીઓ પણ તૂટી. સમાધિ-સહિત સ્વર્ગે પ્રયાણ કર્યું. કાળધર્મ પામ્યા. યશથી અમર થયા.
હવે ૭૫૦ ગાથા થઈ. આગળનો ભાગ તો પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે વચન આપ્યું હતું તેથી એ બધી સામગ્રી તેઓશ્રીને સુપ્રત કરી.
તેઓશ્રીએ અધૂરી કથાનો તંતુ આગળ લંબાવ્યો. પ્રયત્ન તો કર્યો જ શ્રી વિનયવિજયજીની શૈલીને પ્રામાણિકપણે અનુસરવાનો, પણ એ લાંબું ન ફાવ્યું, લાંબુ ન ચાલ્યું. શ્રી વિનયવિજયજી મહારાજ રસાળ કવિ હતા, શ્રી યશોવિજયજી તાત્ત્વિક કવિ હતા. તેઓ પણ પામી ગયા તેથી એ આગ્રહ મૂકી દીધો અને સમગ્ર ચોથો ખંડ પોતાની મૌલિક શૈલીમાં રચવાનો શરૂ કર્યો. રચાતો ગયો તેમ તેઓ વધુ ઊઘડતાં ગયાં. આજ દિન સુધી કરેલી ઝંખના આ રચનાના માધ્યમથી ફળીભૂત બની રહી. સ્વયં તૃપ્ત બન્યા અને ગાઈ ઊઠ્યા- “વાણી વાચક
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org