________________
મૂળ કયા ગ્રંથનો છે તે ગ્રંથોના નામ નક્કી કરવાનું કામ તથા મૂળમાં કેવા પ્રકારનું છે એ કામ શ્રી વિનયવિજયજી મહારાજને સાદર સોંપ્યું. આ કામ તેમણે ખૂબ કાળજીથી પાર પાડ્યું; એની સાનંદ નોંધ પણ પૂજ્ય ઉપાધ્યાય મહારાજે ધર્મપરીક્ષા ગ્રંથની પ્રશસ્તિમાં લીધી છે. આમ, પરસ્પર પ્રમોદપૂર્ણ પ્રીતિભાવ એ જ્ઞાન-સાધનાનો પરિપાક છે. શ્રી સંઘના લાડીલા એવા શ્રી વિનયવિજયજી મહારાજ પોતાના મધુર કંઠ તથા સરળ-સુગમ લોક ઢાળમાં રચના કરવાનું પોતાનું કૌશલ્ય, -- આ બધાને કારણે તેઓશ્રી જ્યાં-જ્યાં ચોમાસું કરતા ત્યાં-ત્યાં પ્રીતિપાત્ર બની રહેતા. વૃદ્ધાવસ્થામાં, જ્યારે તેઓશ્રીનું ચોમાસું, સુરત પાસેના રાંદેર ગામમાં હતું ત્યારે હલકદાર કંઠે જાત-જાતની રચનાઓ સાંભળતાં સંઘના ભાઈ-બહેનો નવાં-નવાં સ્તવનની માગણી કરતાં. મહારાજશ્રી આવી ભાવપૂર્ણ થયેલી માગણીનો સ્વીકાર કરતા. આવી ભાવ-ધારામાં સંઘ ભીંજાતો હતો તેમાં એક વાર બધાંએ ભેગાં થઈને એવી વિનંતિ કરી કે આટલું બધું રચીને આપે ઘણો ઉપકાર કર્યો છે, હવે વધુ એક ઉપકાર કરી, અમને શ્રીપાળ રાજાનો રાસ રચી આપો. આપની મીઠી-મધુરી કલમે; આવી એક પાકટ રચના સંઘને મળે તો શ્રી સંઘ હમેશાં માટે આપશ્રીનો ઓશિંગણ રહેશે.
ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ આમ પ્રાર્થનાભંગ-ભીરુ હતા; ‘ના’ પાડવામાં નારાજ હતા. પણ, તેઓનો એક દ્દઢ સંકલ્પ હતો કે, કોઈ પણ રચનાનો આરંભ કરે તે પૂર્ણ થવી જોઈએ. આજ સુધી એમ બનતું પણ આવ્યું હતું, બધી જ રચના પરિપૂર્ણ થયેલી હતી; પરંતુ, આ વખતે અંતઃકરણ સાક્ષી પૂરતું ન હતું કે, આ રાસની રચનાનો આરંભ થશે તો તે પૂર્ણ થશે. મહાકવિ કાલિદાસે એક રચનામાં કહ્યું છે ઃ
Jain Education International
(શાળાન૧/૨૧)
सतां हि संदेहपदेषु वस्तुषु, प्रमाणमन्तःकरणप्रवृत्तयः । અર્થ : સજ્જન-સંત પુરુષોને જ્યારે દ્વિધા થાય, ત્યારે તેમનું અંતઃકરણ જે રસ્તો બતાવે તે જ સાચો હોય છે, હિતકર હોય છે.
એ ન્યાયે તેમને ભાસ થયેલો, તેથી તેઓ વિનંતિના ઉત્તરમાં કહેતા કે, તે પૂર્ણ નહીં થઈ શકે. મારી આ રચના પૂર્ણ થવી જોઈએ પણ તે થઈ શકે એમ નથી. સંઘે અત્યંત આગ્રહ કર્યો ત્યારે, સજ્જનને શોભે તે શૈલીમાં કહ્યું કે, જો ઉપાધ્યાય શ્રી
For Private & Personal Use Only
પાળો ગ્રન્થ ૨
૧૪૯
www.jaineligrajpg