________________
૧૪૮
કંઠમાં માળો બાંધી દે અને જીભથી એનું રટણ થવા લાગે ! તે રચના “પુણ્ય પ્રકાશ'નું સ્તવન હોય, “શાન્ત સુધારસ” કાવ્ય હોય, કે, કલ્પસૂત્ર ઉપરની “સુબોધિકા’ નામની સંસ્કૃતવૃત્તિ હોય. એમનું ખૂબ જાણીતું સ્તવન સિદ્ધારકનારે નંદન વીનવું તો હરકોઈ બાળ-યુવાન-વૃદ્ધએ સાંભળ્યું જ હોય ! કોઈ વિદ્વાને “લોકપ્રકાશ' ગ્રંથ ન જોયો-સાંભળ્યો-વાંચ્યો હોય એવું ન જ બને. સિદ્ધહેમછ હજારી વ્યાકરણ કરવાની તૈયારી ન હોય તે શ્રી વિનયવિજયજી-રચિત હૈમ લઘુ પ્રક્રિયાના ટેકાથી જ વિષય-પ્રવેશ કરશે. પોતાની રચનાઓમાં, શ્રી વિનયવિજયજી મહારાજે, તેમના ગુરુ શ્રી કીર્તિવિજયજી મહારાજ, જેઓ જગદ્ગુરુ મહારાજ હીરવિજયજીના શિષ્ય છે, તેમને સંભારે તેનો આ ચમત્કૃતિ ભર્યો શ્લોક:
श्री कीर्तिविजयान् सूते, श्री कीर्तिविजयः सदा।
शतकृत्वोऽनुभूतोऽयं, मंत्रः सर्वार्थसिद्धये॥ અર્થ : શ્રી કીર્તિવિજયજી મહારાજનું નામ એ તો મંત્ર-સ્વરૂપ છે, તેવું મેં સેકડોવાર અનુભવ્યું છે. તેના દ્વારા શ્રીની પ્રાપ્તિ, કીર્તિની પ્રાપ્તિ અને વિજયની પ્રાપ્તિ થાય છે.
YT8 TON
+-
-+
તેઓશ્રીની રચના શૈલી, સાદી, સરળ, સુગમ, નિરાડંબરી છતાં હૃદયસ્પર્શી હોવા ઉપરાંત રોચક અને માધુર્ય-ગુણમંડિત રહી છે. આવું તેમની બધી જ રચનાઓમાં જોવા મળે છે.
તેમના સમકાલીનોમાં પણ, તેઓ આદરણીય રહ્યા છે. પૂજ્ય શ્રી યશોવિજયજી મહારાજ તેમના સમકાલીન હતા. દીક્ષા પર્યાયમાં નાના હતા, પણ જ્ઞાનમાં મહાન હતા તેનું પણ તેમને મન ગૌરવ છે. ઉપાધ્યાય મહારાજે થર્નપરીક્ષા નામક ગ્રંથની રચના કરી, તેમાં અન્ય અનેક ગ્રંથનાં અવતરણ આપવામાં આવ્યાં હતાં. રચના ચાલતી હતી ત્યારે સાથે-સાથે, પોતાની સ્મૃતિમંજૂષામાંથી અનેક સંવાદી પાઠ નોંધી લીધા હતા. તેઓશ્રીનો રચના-પ્રવાહ ચાલે ત્યારે તે એક ધસમસતી નદીના પ્રવાહની ઉપમા ધારણ કરી લે છે. તેથી તે-તે પાઠ
ઉપાધ્યા પ ી વિનયવિજયજા યારાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org