________________
શ્રીપાળરાજાના રાસની નિર્માણ કથા
સુરત શહેરને સોનાની મૂરત કહેવાયું છે, તે સર્વથા સત્ય છે. ઈતિહાસ એની સાહેદી પૂરી
શ્રીપાલ રાજાનો છે. એક કાળે સુરતના વહાણવટીઓ દુનિયાભરમાં પંકાતા. સુરતની નાણાવટ, તો છેક
૨ાસ દિલ્હીની રોનક સાચવતી હતી ! અનેક પરદેશી અને દેશી વહાણોમાં ભારે મૂલ્યવાન માલ આવતો અને સુરતમાં તેની મોટી બજાર ભરાતી. આ રંગીલા સુરતને ફિરંગીઓએ બબ્બે વાર આગથી તારાજ કરેલું; શિવાજીએ તો ભરપેટ લૂંટ્યું હતું. ખુદ તાપીએ સુરતને અનેકવાર ડુબાડ્યું હતું. છતાં, દરેક ધા પછી, શુદ્ધ કાંચનની જેમ તવાઈને, સુરત વધુ ને વધુ દેદિપ્યમાન થતું હતું. કોઈ પણ સંસ્કૃતિ, ધર્મ અને સંસ્કારના નક્કર પાયા પર જ ઊભી થઈ શકે અને ટકી શકે. ખમીરવંત સુરતીઓના પુરુષાર્થ અને ધર્મ-સંસ્કારનો આ પ્રભાવ હતો. આવા સુરતીઓએ સાહિત્ય અને કળાના ક્ષેત્રે પણ, અનન્ય ફાળો આપ્યો છે. સુરતની આ યશોગાથામાં એક નોંધપાત્ર ગાથા છે --શ્રીપાળરાજાના રાસની રચના.
દર-સરતના શ્રી સંધના ભાઈ-બહેનોના આગ્રહથી આ રચના શક્ય બની. આ રાસ તો સંસ્કારની પ્રેરણા સમો છે, વર્ષમાં બે વાર તો એનું અચૂક અધ્યયન થાય છે. એ રચનાની ગુણ-ગાથા પૂજ્યશ્રીએ સવિસ્તાર કરી છે. આપણે એના રચયિતાઓ પ્રત્યેના અહોભાવથી, આ નિર્માણ કથાનું પણ અધ્યયન કરીએ. --સંપાદક
Ĉ 1841€ loiesh
વિવાહ પછી, વર-વધૂ પ્રણામ કરવા આવે ત્યારે તેને “અખંડ સૌભાગ્યવતી ભવ’ એવા આશીર્વાદ આપવામાં આવે છે, તે પ્રમાણે, પૂજ્યપાદ ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજને તેમની તમામ રચનાઓને આવા આશીર્વાદ, કોઈ સંયમધર વિદ્યાપુરુષ દ્વારા આપવામા આવ્યા હોય તેમ લાગે છે.
તેઓશ્રીની સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતી ગદ્ય-પદ્ય એકસો જેટલી પૂર્ણ-રચનાઓ અતિજન પ્રિય અને સૌભાગ્યવંત છે. એમની સુગમ શબ્દાવલિ તો પાકી દ્રાક્ષ જેવી, પોચી-મીઠી-મધુરી છે જે પ્રથમ શ્રવણે જ
૧૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary