________________
જસ તણી, કોઈ નયે ન અધૂરી.”વળી તેમને જેની પ્રબળ ઝંખના હતી તે આત્માનુભૂતિની પળ પણ આ રાસની રચના કરતી વેળાએ જ લાવી, એ કૃતિનું કેવું પરમ સૌભાગ્ય કહેવાય!
કલિકાલ સર્વજ્ઞના શિષ્ય કવિ કટારમલ્લ શ્રી રામચન્દ્રસૂરિની રચના માટે જે શબ્દપ્રયોગ થયો છે કે સ્વાદુ: સ્વા: પુર: પુર: તે બરાબર અક્ષરશઃ અહીં ચોથા ખંડની ઢાળો માટે સાચો છે. તેમાં પણ છેલ્લે કળશની ઢાળ અને પ્રશસ્તિની ઢાળ તો શિખર છે. અમર થવા માટે સર્જાયેલી ઢાળો છે તેમાં જ તેમનુ મુક્ત ગાન સંભળાય છે
માહર તો ગુરૂચરણ પસાયે,
અનુભવ દિલમાંહિ પેઠો, ઋદ્ધિ-વૃદ્ધિ પ્રગટી ઘટમાં
આતમ-રતિ હુઈ બેઠો. મોહને જીતી લીધાની વાત પણ આ જ ઢાળમાં ગાઈ છે. વળી આ ઢાળમાં કેવી ચમત્કૃતિ સર્જાઈ છે કે સામાન્ય રીતે કવિઓ પોતાની કાવ્ય રચનામાં “ટ” વર્ગને ટાળતા હોય છે તેમાં કોઈ કોમળ વર્ણ નથી અને એ ટ” વર્ગમાં પણ ઠ' તો કઠોર છે. એ “ઠીને અહીં કેવી કેવી રીતે લઈ આવ્યા છે, એ દષ્ટિએ આ ઢાળ ખાસ જોવા જેવી છે
પાસમાં જિમ વૃદ્ધિનું કારણ,
ગોયમનો અંગૂઠો; જ્ઞાનમાંહિ અનુભવ, તિમ જાણો,
તે વિણ, જ્ઞાન તે જૂઠો. આવી રીતે આ ઢાળ કાવ્યત્વના પણ ઊંચાં શિખર સર કરે છે. સ્વયં ઉપાધ્યાયજી કેવા કૃતજ્ઞ ને નિખાલસ છે કે કળશની ઢાળમાં આ રાસની રચનાની પૂર્વભૂમિકાનો નિર્દેશ કરતી વખતે તક ઝીલીને ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજનું વર્ણન કર્યું છે. બહુ જ ઓછા શબ્દોમાં પૂર્ણ કદનું શબ્દચિત્ર અહીં મળે છે
વિદ્યા-વિનય-વિવેક-વિચક્ષણ,
૧૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org