________________
૧૫૨
લક્ષણ લક્ષિત દહાજી; સોભાગી ગીતારથ સાથ,
સંગત, સખર સનેહાજી. તેમના દેહ માટે પણ લક્ષણથી લક્ષિત એવો શબ્દ વાપરે છે. તેમની લોકપ્રિયતા માટેની વાત અને આ રાસ તેમણે કઈ સાલમાં કયા ગામમાં રચવાનો શરૂ કર્યો તે વાત પણ તેમણે કાવ્યમય બાનીમાં કહી છે.
સંવત સત્તર અડત્રીસ વરસે.
રહી રાંદેર ચોમાસે જી; સંઘ તણા આગ્રહથી માંડ્યો, રાસ અધિક ઉલ્લાસે જી. સાર્ધસપ્તશત ગાથા વિરચી, પહોતા તે સુરલોકે જી; તેના ગુણ ગાવે છે ગોરી,
મિલી-મિલી થોકે થોકે જી. વિ.સં.૧૭૩૮માં રાંદેર ગામમાં ચાતુર્માસ બિરાજ્યા હતા ત્યાં સંઘના આગ્રહથી અધિક ઉલ્લાસ પૂર્વક આ રાસ શરૂ કર્યો પણ તેની ૭૫૦ ગાથા વિરચીને તેઓ દેવલોક પધાર્યા. રાંદેર સંઘની બધી શ્રાવિકા ભેગાં મળી-મળીને હજી પણ તેઓનાં ગુણગાન ગાયા કરે છે. પછી પોતાની વાત પણ સરસ શબ્દોમાં મૂકી છે
તાસ વિશ્વાસભાજન તસ, પૂરણ પ્રેમપવિત્ર કહાયાજી;
શ્રી નય વિજય વિબુધ પય, સેવક સુજસ વિજય ઉવજ્યાજી. ભાગ થાકતો પૂરણ કીધો,
તાસ-વજન સંકેતેજી; તિણે વળી સમકિતદષ્ટિ જે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org