________________
નર તેહ-તણે હિત હેતેજી. વિનયવિજયજીના વિશ્વાસપાત્ર, પૂર્ણપ્રેમી, જસવિજયજીએ, તેમને વચન આપ્યું હતું તે કારણે અને જે સમકિતદષ્ટિ વ્યક્તિ છે તેમના હિત માટે તેમનાથી બાકી રહેલો ભાગ પૂર્ણ કર્યો છે. પછી છેલ્લી ઢાળની છેલ્લી બે ગાથામાં આ રાસના વાચક/પાઠકને શુભાશીર્વાદ પાઠવતાં મંગલવચનો ઉચ્ચારે છે જે અસરકારક અને સાચા પૂરવાર થયા છે.
જે ભાવે એ ભણશે ગુણશે, તસ ઘર મંગળમાળાજી; બંધુર સિંધુર સુંદર મંદિર, મણિમય ઝાકઝમાળાજી. દહ સબળ સંસહ પરિચ્છદ, રંગ અભંગ રસાળાજી;
અનુક્રમે તેહ મહોદય,
પદવી લહેશે જ્ઞાન વિશાળાજી. આ બે કડીમાં જે આશીર્વાદ પાઠવ્યા છે તે અક્ષરશઃ અનેક ઘરમાં સાચા પડ્યાં છે. દર ઓળીમાં જે ઘરમાં આ રાસનો પાઠ થાય છે તે ઘરમાં છ મહિના સુધી “મંગળમાળા' વર્તે છે. એટલે ઘણાં ઘરોમાં આ પ્રેરણા કરવા જેવી છે કે, આ રાસ મૂળ-માત્ર, ઘરમાંથી કોઈ પણ વ્યક્તિ, વારાફરતી પણ જો નવ દિવસમાં પૂર્ણપણે પાઠ કરે તો એ ઘરમાં આરાસના શબ્દ-પરમાણુ પ્રસરવાથી મંગળમાળા પ્રવર્તે છે, આરોગ્ય અને આરાધના ઉલ્લાસપૂર્વક પ્રવર્તે છે. આ પણ આ રાસનું ફળ” છે.
એક કૃતિ હોય અને તેના બે કર્તા હોય તેવી આ સૌભાગ્યવંતી કૃતિ ચિરકાળ જયવંતી વર્તો.
૧૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org