________________
usemen
///// MARICAL
૧૯૦
218-70
Tolle olh
Jain Education International
મયણાંસુંદરી
(રુચિરા છંદ : સવૈયા)
ઉલ્કાપાત-સમું જીવન તેં મલયાચલ માની માણ્યું, મયણાં બેની ! અમરતને તેં પીધું ને પાઈ જાણ્યું ! એક વાર ભલભલા ભૂપને, થરથરાવી દઈ તારી હાક ! અને રાજસભામાં સભાજનોને, મુગ્ધ કરી ગઈ તારી હાક. સિદ્ધાંતોના સ્પષ્ટ જવાબો આપીને, તે ગજવી હાક નાસ્તિકોના ને રાજાના હૈયે, સર્જાવી ગઈ હોળી એ હાક!
સાહસ સ્મિત ભેર કરી પરિણામને જાણ્યું. મયણાં બેની ! અમરતને તેં પીધું ને પાઈ-જાણ્યું ! -૧
હાર-જીતની નો'તી કલ્પના, કરવું'તું મદનું ખંડન, સદા રહે ઝળહળતી જ્યોતિ, કરવું'તું જિન-મતનું મંડન; સતત વહાવી જ્ઞાનની ધારા, કર્યું તેં મિથ્યા-મત ભંડન હતું ભવ્ય ને દિવ્ય એક ચમત્કૃતિ ભર ઉ૨-સ્પંદન. તિરસ્કારના જલથી તે તો, શાંતિથી નાહી લીધું, મયણાં બેની ! અમરતને તેં પીધું ને પાઈ જાણ્યું ! -૨
For Private & Personal Use Only
www.jainelibrary.org