SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ વંટોળાનાં તાંડવ સાથે હતો નિરંતર તારો પ્યાર હતો શ્રદ્ધાનો-ક્ષત્રિયવટનો સપ્તરંગી શણગાર હૃદયે ઋષભ, મનમાં મુનિવર, હતી તારી બલિહાર ભક્તિની શકિતથી પામી'તી તું પ્રભુનો પ્યાર જવાંમર્દીના જંગમાં દેવી ! તેં રંગે રંગાઈ જાણ્યું. મયણાં બેની ! અમરતને તેં પીધું ને પાઈ જાણ્ય! -૩ તે હૈયામાં રુદન ભરીને, ચહેરે નિત પાથર્યા હાસ, અંધકારમાં માર્ગ શોધવા, પહોંચી તું સદ્દગુરુની પાસ. અણિશુદ્ધ સતીવ્રત અદાથી, સાચવિયો અણનમ ઉલ્લાસ જરૂર પડી ત્યાં ઝેર પીધાં તે, હતી હૈયે અમૃતની આશ. તે સંસારની શરશય્યા પર મુકિતગીત ગાઈ જાણ્યું. મયણાં બેની ! અમરતને તેં પીધું ને પાઈ જાણ્યું ! -૪ કવિ શ્રી પ્રિયદર્શન આસ્વાદ મયણાં બેની ! અમરતને તેં પીધું ને પાઈ જાણ્યું! નારીરત્ન મયણાંનાં જીવન-પ્રસંગોમાં ભરપૂર કાવ્ય સામગ્રી છે. કવિએ અહીં મયણાંને અમૃત પીનારી અને અમૃત પાનારી બતાવી છે. દષ્ટિનો પ્રશ્ન છે. મયણાંના જીવનનાં એક-એક પ્રસંગ, કે જે દુનિયાની નજરે દુઃખ દેનારા ગણાયા છે; તેને મયણાંએ નવી નજરે નિહાળ્યા છે, તેની વાત કવિએ માંડી છે. કવિ તો મયણાંને જ કહે છે બહેન! તેં તો અમૃતને પીધું પણ ખરું અને શ્રીપાળને પીવરાવી પણ જાણ્યું. ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002067
Book TitlePathshala Granth 2
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2007
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy