________________
૨૬૪
ઘરડા વાંદરાની શીખામણ પૂજ્ય ધુરન્ધરસૂરિ મહારાજની કથા - ૨
ઈરાનનો શાહ ભારત દેશની મુલાકાતે આવ્યો. પોતાના દેશ જવાનો દિવસ આવ્યો ત્યારે એને શું ભેટ આપવી એ મૂંઝવણ હતી. ચતુર દિવાને સામેથી જ પૂછ્યું: આપને શું ગમ્યું? આપને અહીંથી લઈ જવા જેવું શું લાગ્યું? ઈરાનના રાજાએ કહ્યુંઃ આ વાંદરા ગમ્યા છે. કૂદાકૂદ કર્યા કરે છે એ જોવાની મજા આવે છે. અમારા ઈરાનમાં વાંદરા નથી. વિચાર થાય છે એ જ થોડાં લઈ જઈએ! દીવાને ૨૦-૨૫ જેટલા વાંદરા પકડાવી આપ્યાં. શાહે પૂછયુંઃ વાંદરાઓને પોષણ માટે શું જોઈશે? દીવાને કહ્યું ઃ મોકળાશવાળા જંગલ હોય તો તે નિરાંતે રહે. શાહ કહે : અમારે ત્યાં મહેલના બગીચામાં તો વૃક્ષોના ઝૂંડ છે જ.
રાજા અને વાંદરા ઈરાન પહોંચ્યા. પ્રજાને પણ આ નવતર પ્રાણી જોવાની મજા પડી. નાના અને મોટા સૌ રોજ-રોજ ભેગાં થાય અને વાંદરાઓને કાંઈ ને કાંઈ ખવરાવે. વાંદરાઓને પણ આ નવી જગ્યાએ રહેવાની મજા પડી. આવા જંગલમાં રહેવાનું અને તે પણ કશી રોકટોક વિના! શાહી મહેમાન હતા ને!
આવી મોજમાં વરસ ક્યાં વીતી ગયું એની ખબર પણ ન પડી. કોઈ શુભ પ્રસંગે રાજાને ત્યાં દેશ-પરદેશના મહેમાનો આવ્યા હતા. મોટી મિજબાની હતી. રસોઈયાઓની મોટી ફોજ સાથે રસોડામાં હલચલ મચી હતી. કાંઈક રંધાતું હતું. કાંઈક તળાતું હતું. કાંઈક શેકાતું હતું. રસોડું ધમધોકાર ચાલતું હતું. રસોઈમાં વપરાયેલાં એઠાં વાસણો એક બાજુ હતાં ત્યાં વાંદરાઓ ટોળે વળી એમાં ચોંટેલું બધું નિર્ભયપણે શાંતિથી ચાટતાં હતા. મહેમાનોથીયે પહેલા એમને લાભ મળ્યો હતો! શાહી મહેમાન હતા ને! એક રસોયાને તવેથો કે સાણસી જોઈતા હતા. તે લેવા જતાં તેની નજર આ વાંદરાઓ પર પડી. તેણે એક મોટું લાકડું ઉપાડીને છૂટું માર્યું. વાંદરાઓને વાગ્યું એટલે ભાગ્યા, બધા ઝાડ પર ચડી ગયા. બધા ભેગા થયા એટલે એમાના એક ઘરડા વાંદરાએ કહ્યું: અહીં આવ્યા, મોકળાશથી રહ્યા; ખૂબ લહેર કરી. હવે વતન ભેગાં થઈએ તેમાં જ મજા છે. પણ જુવાન વાંદરાઓ માને? એકવાર આમ લાકડું વાગ્યું તેમાં શું બી જવાનું? ડરીને થોડું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org