________________
જીવાય? બુઢીયાએ કહ્યું: ભાઈઓ! આ તો મને સૂઝયું તે કહ્યું. હું તો ઘરડું પાન છું. પલળેલો કાગળ છું આજે છું. કાલે ન પણ હોઉં. પણ તમારી હજી જિંદગી છે માટે કહ્યું. વાંદરાના ટોળાએ આ શીખામણ હવામાં ઉડાડીને મસ્તીમાં આવી હુપાહૂપ કરી શાહી મહેલના પરિસરને ગજવી મૂક્યું.
બે-ત્રણ મહિના પસાર થયા. વળી એક મિજબાનીની તૈયારીઓ થવા લાગી. વળી રસોડું ધમધમતું થયું. વાંદરાઓની જીભ સળવળી. એકવાર ચાખેલો સ્વાદ યાદ રહી ગયો હતો. ઝાડ પરથી ઉતરીને એક સાથે વાસણના ખડકલા ફરતી પંગત જમાવી. વાસણ ચાટી-ચાટી ‘સવાદ લેવામાં મશગૂલ થયા! રસોયાની નજર પડી. એણે તો એક મોટું સળગતું લાકડું લીધું અને વાંદરાના ટોળા પર ઝીંક્યું. બધા વાંદરાઓની પીઠ પર વાગ્યું અને કોમળ ચામડી બળવા લાગી. બળતરા ટાઢી પાડવા બધા ઘોડારમાં ઘૂસ્યા અને ઘાસમાં આળોટવા લાગ્યા. ઘાસમાં આગ લાગી. ત્યાં બાંધેલા ઘોડા ખૂબ દાઝયા. રક્ષકો સારવારમાં લાગી ગયા. બધા જાતવંત ઘોડા કિંમતી હતા. પશુચિકિત્સકોને તાબડતોબ બોલાવ્યા. તેમણે જોઈને નિદાન-ઉપચાર બતાવ્યા. કહ્યું : ઘોડાઓના દાઝેલા ભાગ પર વાંદરાઓની ચરબી ચોપડવામાં આવે તો ઠંડક પણ લાગશે અને જલદીથી રૂઝ આવી જશે. શાહને પૂછવામાં આવ્યું. રાજાએ કહ્યું : આમેય ઘણો સમય થયો છે. કુદાકુદ કરી બધે બગાડ કરતાં વાંદરાઓ અબખે પડ્યા છે. ભલો તેમ કરો. અને એક પછી એક વાંદરાની ચરબી કાઢી-કાઢીને ઘોડાને લેપ થવા લાગ્યો. વાંદરાની સંખ્યા ઘટતી ગઈ ! પેલો ઘરડો વાંદરો તો એક મકાનની ઓથે જ રહેતો હતો. લખું-સૂકું જે કાંઈ મળતું તેનાથી નભાવતો હતો. કેટલાક જુવાનીયા તેની પાસે આવ્યા. બુઢીયો કશું બોલતો નથી. એક જુવાન જ બોલ્યો તે વખતે તમે કહ્યું હોત કે આપત્તિ આવવાની છે તો આપણે ભારત ભેગાં થઈ ગયા હોત ! બુઢીયો ભારે હૈયે બોલ્યોઃ મને જે સૂઝયું તે કહ્યું પણ તમે કાને ન ઘર્યું તેનું આ પરિણામ આવ્યું........ઘરડાની આંખ અને જુવાનની પાંખ તેજ હોય છે.
આમ કથા કહીને પૂજ્ય ધુરન્ધરસૂરિ મહારાજ ઉમેરતા કે ઘરડાઓના વચનનો આદર કરવો. ભલે તે વખતે એ વાત ગળે ન ઉતરે તો પણ એ પુરુષોના નિર્મળ મનમાં આગામી ઘટનાના એંધાણ જણાતા હોય છે; ભણકારા વાગતા હોય છે. જો વાંદરાઓએ શીખામણ માની હોત તો તે બધા બચી ગયા હોત !
૨૬૫
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org