SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ પ્રભાવના વારંવાર બાજુવાળા ભાઈને પૂછું છું : કેમ! પૂજારીભાઈ દેખાતા નથી ? ક્યાં ગયા હતાં ? સાસરે મજા કરી આવ્યા લાગો છો ! જુઓને ! મોં પણ લાલ-લાલ થયું દેખાય છે ! તમે ગમે તે કહો. ન્હાયાના વાળ ને ખાધાના ગાલ છાનાં ન રહે ! હવે તો બોલો ? હું જ એકી શ્વાસે બોલ-બોલ કરું છું. મોંમાં મગ તો નથી ભર્યા ને ? ‘અરે ભાઈ ! હું બોલું છું. મને બોલવા તો દો ! જુઓ તમને ખબર તો હશે કે, કે.પી.સંઘવીના પાવાપુરીમાં પ્રભુજી ગાદીએ બેસવાના હતા એનો મોટો ઓચ્છવ હતો, બરાબર ! ત્યાં આપણાં સિરોહી પટ્ટાનાં બધાં મંદિરના પૂજારીઓને બોલાવ્યા હતા. જમાડ્યા. રાખ્યા. પછી બધાને મોટા-મોટા કવર આપ્યાં !' એમ ! ઘણું સારું કહેવાય ! સૌથી વધુ સારું એ કહેવાય કે, અમારા એક સાળા પણ સાથે આવ્યા હતા. તેઓ ઠેઠ જાલોર તરફના ગામમાં પૂજા કરે છે. આમંત્રણ ન હતું. જોવા આવ્યા હતા. તેમને પણ ખાલી હાથે જવા ન દીધા !’ અરે ભાઈ ! બધી વાત તો સાંભળી. પણ તમે મગનું નામ મરી તો પડો ? આપ્યું શું? ‘આપ્યું શું એ પૂછો છો? અમને બધાને કવર આપ્યું.’ અરે ભાઈ મારા ! કવર તો બરાબર છે પણ એ કવરમાં શું ભર્યું હતું એ તો પ્રકાશો ! ‘કહ્યું, કહું!' કહેતાં તો પૂજારીનું મોં આખું ભરાઈ ગયું : ‘પૂરા અગીયાર હજાર !!' તમારા હાથમાં પહેલીવાર આટલા રૂપિયા આવ્યા હશે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002067
Book TitlePathshala Granth 2
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2007
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy