________________
‘હા ! વાત સાચી છે, ભાઈ ! કુદરતે પણ મુઠી વાળીને નહીં પણ ખોબા ભરી-ભરીને આપ્યું છે ! અને આવા બધાને આપ્યું તે પ્રમાણ !
આપણે તો ભાઈ ! ન્યાલ થઈ ગયા! જૈનો આટલા ઉદાર હોય છે તે પહેલીવાર જાણ્યું. મને પાંત્રીસ વર્ષ થયા. મારા બાપા પણ આ જ મંદિરમાં પૂજા કરતાં. હું વીસ વર્ષથી પૂજા કરું છું. ઘણાં શેઠીયા મળ્યાં પણ કે.પી. શેઠથી હેઠ. મારો ભાઈબંધ આ બાજુના ગામના મંદિરમાં પૂજા કરે છે તે કહે : હું ભગવાનને નવરાવું, ઘણીવાર એમ ને એમ રાખું પણ આજે મારા વિચાર બદલાયા છે. હવેથી સરસ રીતે પૂજા કરીશ, દેરું ચોખ્ખું રાખીશ. આપણાં માટે આ બધા આટલું કરે તો આપણે પણ સમજવું જોઈએ ને!'
સરસ ! સરસ ! પ્રભાવનાનું ફળ મળી ગયું! પણ એ તો કહો ! તમારા સાળાને શું મળ્યું? “તે બધાને પૂરા અગીયાર સો રૂપિયા મળ્યા !' એમ ! બહુ સારું કહેવાય ! છે હજી આ પૃથ્વી પર આવા રતન ! કહેનારાએ કહ્યું જ છે : વહુરત્ના વસુંઘર / ચાલો મજા આવી ! "
@[SI[TI ગ્રન્થ ૨
૨૬૭
પાવાપુરી - રાજસ્થાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org