________________
પત્રમાંથી.)
અને આજે પણ કોઈ તેના પ્રત્યે બહુમાનભરી પ્રાર્થના કરે છે તો તે વ્યક્તિનો ક્ષયોપશમ ખીલે છે.
આવો રોમાંચભર્યો અનુભવ લખવા મન થાય છે. જ્યારે ઉપાધ્યાયજી મહારાજને ત્રણસો વર્ષ પૂર્ણ થયા હતા (વિ.સં. ૨૦૪૩) ત્યારે મેં ડભોઈના સમાધિસ્થળે લાગલાગટ પચીસ યાત્રા કરી હતી. ચૈત્રી ઓળીના દિવસોમાં અમે ડભોઈ પહોંચ્યા હતા અને અખાત્રીજે સાંજે ત્યાંથી વિહાર કર્યો હતો. ચૈત્રીપૂનમની અને અખાત્રીજની બે-બે યાત્રા કરી હતી. આ ભાવભરી યાત્રાના ફળસ્વરૂપે કવિત્વશક્તિની ભેટ મળી. એક જ દિવસમાં પ્રકૃતભાષામાં ત્રેવીસ ગાથા રચી હતી. આજનું વિજ્ઞાન તેને ટ્રાંસમિશન કહે છે.
તેમને ઊંડા અભ્યાસની પ્રીતિ હતી આપણે ત્યાં જે ત્રણ પ્રકારના જ્ઞાનની વાત આવે છે તેનો ખ્યાલ હશે. શ્રી
હરિભદ્રસૂરિ મહારાજ રચિત ષોડશક પ્રકરણમાં આવે છે, વળી યો શતવૃત્તિ માં પણ આવે છે, તે શ્રુત, ચિંતા અને ભાવના જ્ઞાન ઉપર ઉપાધ્યાયજી મહારાજે નિજ-ચિંતનના બળે તેના ફળ સુધી દષ્ટિ લંબાવી. આ બધું
ક્રમ
૧.
૨.
૩.
નામ
શ્રુત જ્ઞાન
ચિંતા જ્ઞાન
ભાવના જ્ઞાન
ઉપમા
પાણી જેવું
દૂધ જેવું
અમૃત જેવું
ફળ વાદવિવાદ-મતાવેશ
માધ્યસ્થ
સર્વત્ર હિતદર્શન
શ્રુતજ્ઞાનથી વિવાદ થાય અને મતાવેશ પણ થાય. આ વાત તેમણે સ્વરચિત સ્ત્વતતા ગ્રંથના નવમા સ્તવળ માં કહી છે. વળી અધ્યાત્મોપનિષત્ પ્રન્થ માં પણ કહી છે.
શ્રુત જ્ઞાન એટલે માત્ર ગાથા ગોખવી - કર્મની પ્રકૃતિઓ ગણવી. જેને આપણે ત્યાં સૂત્રવાચના કહેવામાં આવે છે તે. માત્ર એ રીતે જો ભણે તો અહંકાર પુષ્ટ થાય. તેથી માત્ર શ્રુતમાં અટકવું નહીં. એઓ તો ચિંતાજ્ઞાનમાં અટક્યા વિના ભાવનાજ્ઞાનમાં જ ઠરવાનું કહે છે. તેઓશ્રીને શ્રુતજ્ઞાનમાં અટકવું પસંદ નથી જ નથી પણ
Jain Education International
For Private & Personal Use Only
Nollseth
ગ્રન્થ ર
૧૬૫
WIESEL CON
www.jainelib/ary.org