SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ કરુણાજનનીના જાયાને સલામ જેસિંગભાઈની વાત પેલી ઘી કાંટા પાસે વાડી છે એ જેસિંગભાઈની....હા.... એ જેસિંગભાઈની વાત છે. બન્યું એવું કે ગાયકવાડ સરકારે વડોદરા જીલ્લાના તમામ ગામોની ગોચર ભૂમિમાં તે તે ગામના ઢોર-ઢાંખરને ચરવાનું બંધ કરાવ્યું. ત્યાં માત્ર ગાયકવાડ સરકારના પશુઓને ચરવાનું. આમ ચરિયાણ બંધ થતાં મહાજન જેસિંગભાઈ પાસે આવ્યું અને કહ્યું કેઃ કાંઈક કરો.... ગામના ઢોર જાય ક્યાં? ચરિયાણ તો ગામનું છે. ગાયકવાડ સરકારની માતા તીરથ કરે છે તે જાણી જેસિંગભાઈ સાથે થઇ ગયા. જે ગામ જાય ત્યાંનો જમણવાર જેસિંગભાઈ તરફથી થાય. માતા કહેઃ આ શું! જાત્રા હું કરું અને જમણવાર તમારા તરફથી ! જેસિંગભાઈ કહેઃ મા, આ બધું એક જ છે ને! મા પ્રસન્ન થયા, કહેઃ શું જોઈએ છે? જેસિંગભાઈ કહેઃ વડોદરા જીલ્લાના ગામોના ચરિયાણ છૂટા કરાવી દ્યો..બસ, આટલું જોઈએ છે ! રાજમાતા કહેઃ માંગી માંગીને આ શું માંગ્યું ? પછી કહેઃ ભલે! હા, રાજાને કહેવડાવી તરત તમામ ગામોની ગોચર જમીન ગામ માટે છૂટી કરાવી. મહાજનો ભેગા થઈ આભાર માનવા આવ્યા તો કહે : આ તો મારો આભાર મારે માનવોનો થયો ! દયાના કામ તો સામે ચાલીને કરવાં જોઈએ.. પુણ્ય કમાવાની તક મળી ગણાય. મારે તો તમારો ઉપકાર માનવાનો થયો. આ લક્ષ્મી મૂંગા અબોલ જીવો માટે ખપમાં નહીં આવે કક્કો તો ક્યારે આવશે? જેસિંગભાઈના હૃદયમાં દયાનો ઝરો ચાલુ જ રહ્યો. એ વહેણ સતત વહેતું રહે તે માટે આપણે પણ નાનામોટા દયાનાં કામ કરતાં રહેવું જોઇએ. જૈનોના વૈભવ, ઐશ્વર્ય અને અમીરીનું મૂળ આ લોકોપકારમૂલક જીવદયા છે. મૂંગા અબોલ પ્રાણીની આંતરડી ઠરે અને તેમાંથી જે શુભાશીર્વાદ આવે તે ઐશ્વર્યને સ્થિર કરે છે. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.002067
Book TitlePathshala Granth 2
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2007
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy