________________
તપ ચિંતવણી કાઉસગ્ગ : એક વિચારણા
૧૮૬
પર્યુષણના દિવસોમાં સત્તર પ્રતિક્રમણ કરવાનું આપે ભારપૂર્વક સમજાવ્યું હતું તે મુજબ આ વખતે બરાબર ચીવટથી સત્તર પ્રતિક્રમણ કર્યા તેમાં સવારના રાઇ પ્રતિક્રમણમાં આયરિય ઉવજઝાય પછી જે મોટો કાઉસ્સગ્ન આવ્યો ત્યારે તપ ચિંતવણીનો કાઉસ્સગ્ન કરવાનું કહ્યું. મને થયું કે આપણે ત્યાં તો કાઉસ્સગ્ગ કાં તો નવકારનો અને કાં તો લોગસ્સનો હોય છે. જ્યારે આ તો ચિંતવણીનો કહેતા હતા તો આ બધું શું છે ! કાંઈ સમજ પડે તેમ જણાવજો.
ઉત્તરઃ તમે પ્રબુદ્ધ શ્રાવક છો તેથી તમને આવી જિજ્ઞાસા થઈ તે શુભ લક્ષણ છે. પહેલાં તમને કાઉસ્સગ્ન શબ્દ સમજાવું. કાયોત્સર્ગ શબ્દ છે. કાયાનો દેહભાવનો ઉત્સર્ગ એટલે ત્યાગ. માત્ર આત્મભાવમાં રમણતા લાવવી એટલે કાયોત્સર્ગ. આમ આવા ભાવ લાવવા માટેની મુદ્રા પણ એને અનુરૂપ હોવી જોઇએ. તેથી સ્વસ્થ શાંત મુદ્રામાં કરોડરજ્જુ સરખી રાખીને અર્ધનિમીલિત નેત્રને નાસિકાના અગ્રભાગે ઠેરવીને અંદર જવાનું છે.
હવે જે આત્મભાવમાંથી પુદ્ગલભાવમાં જવાનું થયું એટલે અનાત્મભાવમાં જવાનું થયું ત્યાં જે કર્મની રજ લાગી તેને ખંખેરવાની છે તે માટે એક ધ્યાન માત્ર ઉપાય છે. હવે એ ધ્યાન કેટલા સમયનું કરવું તે માટે સમય મર્યાદા નિશ્ચિત કરવી જોઇએ.
તેનું સબળ સાધન શ્વાસ છે. પ્રત્યેક સાધના પદ્ધતિમાં શ્વાસની વાત આવે જ છે તેમ અહીં પણ છે. અમુક જીવ-વિરાધના વગેરેના પાપોના પ્રાયશ્ચિતમાં પચ્ચીસ અથવા સત્યાવીસ શ્વાસ પ્રમાણ ધ્યાન ! કાયાને સ્થાનથી, વાણીને મૌનથી, અને મનને ધ્યાનથી વિરમીને કરવાની વાત તો તેની પ્રતિજ્ઞામાં જ આવે છે. તેટલા સમય સુધી મન નિર્વિચાર રહે તો પેલું વિરાધના વિષયક પાપ ખરી પડે છે.
હવે જ્યારે આવી સૂમ વાત ન પકડાઈ માત્ર સ્થૂલતામાં જ માંડ પહોંચ્યા હોય તેવા જીવો આવ્યા તેના પ્રત્યેની કરુણાબુદ્ધિના કારણે તેને અવેજી રૂપે લોગસ્સ આપવામાં આવ્યા. તેને ચંદસુનિમ્મલયા. સાગરવરગંભીરા એમ શ્વાસની સંખ્યા જોડે આબદ્ધ કરવામાં આવ્યા. જ્યારે એવા પણ જીવો આવ્યા કે લોગસ્સ પણ નથી આવડતો ત્યારે લોગસ્સની અવેજીમાં તેમને નવકાર આપવામાં આવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org