________________
તમને ખ્યાલ આવી જ ગયો હશે કે ઉત્તરોત્તર સૂમમાંથી સ્થૂળતા તરફની યાત્રા બની રહી. તેથી નવકાર જેમ લોગસ્સની અવેજીમાં છે તે જ રીતે લોગસ્સ પણ ધ્યાનની અવેજીમાં છે.
હવે જે આરાધનાનાં કાઉસ્સગ્ગ આવશે તે શ્વાસ સાથે સંકળાયેલા નથી માટે તેને પૂર્ણ ગણવાના છે.
વળી આપણે ત્યાં તો ઘણી બાબતમાં આ કાઉસ્સગ્નની મુદ્રાને ખપમાં લેવામાં આવી છે. જ્યારે શાંત ચિત્તે વિચારણા કરવી જરૂરી હોય ત્યારે આ કાઉસ્સગ્ગ શબ્દ માત્ર સ્થિર કાયા-મન- વચનના અર્થમાં લેવાનો છે. ત્રણે યોગની ચંચળતાના ત્યાગ રૂપ એવું કરીને મનથી ચિંતવવાનું અને એમ ચિંતવવું ઘણું સુકર પડે છે. કોઈપણ જાતની ખલેલ વિના એકાગ્રતાથી એ ચિંત્વન થઈ શકે છે. જેમ કે રાઈ પ્રતિક્રમણમાં જ એવી બે વખત વાત આવે છે શુસુવિI સુકિ ના કાઉસ્સગ્ન વખતે રાત્રિશયન દરમ્યાન કુસ્વપ્ન અથવા દુઃસ્વપ્ન આવ્યા હોય તેની અસરથી મુક્ત થવા તે સ્વપ્નનું ચિંત્વન કરી તેને ખંખેરીને મુક્ત થવાનું છે. તેવું જ તમે લખો છો. તે તપની ચિંતવણી કરવા માટે પણ એ જ મુદ્રા ઉપકારક છે માટે તેમાં પણ ભગવાન મહાવીર મહારાજાએ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ છ મહિનાનું કર્યું ત્યાંથી શરૂઆત કરીને પાંચ વખત મહિના સ્વરૂપે અને છઠ્ઠા મહિનામાં દિવસ સ્વરૂપે ચિતવતાં ચિંતવતાં કરેલા તપ વખતે શક્તિ છે પરિણામ નથી. અને કર્યું છે અને આજે કરવું છે તેમાં શક્તિ છે અને પરિણામ છે. જ્યારે નવું તપ માંડવું છે ત્યાં શક્તિ નથી પરિણામ છે તેમ વિચારીને ત્યાં અટકીને કાઉસ્સગ્ગ પારવાનો છે.
એ જ રીતે જ્ઞાનાચાર વગેરે પાંચ આચારના અતિચારનું ચિંત્વન કરવા માટે કયા કયા અતિચાર લાગ્યા તે વિચારવાની સુગમતા રહે તે માટે ના મિ. ની આઠ ગાથા ખપમાં લેવાની છે. અને તે પણ કાઉસ્સગ્નમાં જ વિચારવાનું છે.
સાધુ મહારાજાની આચરણામાં તમે નજર માંડશો તો ગોચરી આલોવવા માટે ક્રમ વિચારવો પડે, દ્રવ્ય વિચારવા પડે, તે કાર્ય સારી રીતે કાઉસગ્ગ મુદ્રામાં જ થઈ શકે માટે તેનો કાઉસ્સગ્ન કરવાનો હોય છે. તે માટે સવારે ઉપયોગનો કાઉસ્સગ્ન કરવાનો હોય છે. તેમાં પણ કોણ કોણ વાપરનારા છે શું શું લાવવાનું છે. ગ્લાન પ્રાયોગ્ય, વૃદ્ધ પ્રાયોગ્ય વગેરેની વિચારણા કરવાની છે અને તેમાં પણ જે લબ્ધિવંત હોય તેને પહેલો કાઉસ્સગ્ગ પારવાનો છે વગેરે વાતો શાસ્ત્રમાં છે જ! માત્ર અહંતનાં શાસનની કોઈપણ વાત ખૂબ ઊંડી અને રહસ્યમય હોય છે. એ વાત તમે સમજ્યા હશો. આશા છે કે તમને સંતોષ થયો હશે. ..
१८७
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org