________________
- ૧૮૮
સુભાષિતમ્
સંસ્કૃત સાહિત્યમાં આ પ્રકારના કાવ્યને અન્યોક્તિ કહેવાય છે. આ શ્લોકમાં માર્મિક વાત મૂકી છે. યથાર્થ દષ્ટાંત આપીને હાર્દ સમજાવ્યું છે. રજુઆત સરળ છે. એનો મર્મ માણીએઃ કેટલીક ચીજની મૂલવણી સ્થાન ઉપર આધારિત હોય છે. છે તો કાગડો. એ બોલે તો પણ કાનને પીડા થાય! એને સંબોધીને કહે છે: હે કાગ ! અત્યારે વૈશાખ મહિનો ચાલે છે. તું બોલવાનું બંધ કરીને, માંજરથી લદાયેલા આ આંબાની ઘટામાં જઈને બેસ; અમે તને ચોક્કસ કોયલ માનીશું. નેપાળના રાજા હોય અને લલાટમાં કદાચ કાદવનું તિલક કર્યું હોય તો પણ કોઈ એ માનવા તૈયાર ન થાય. કહેશે, હોતું હશે? નેપાળના રાજા તો કસ્તૂરીનું જ તિલક કરેને! સ્થાનથી વસ્તુનો મહિમા ગવાયો છે.
कर्णारुन्तुदमन्तरेण भणितं गाहस्व काक स्वयं माकन्दं मकरन्दशालिनमिहत्वां मन्महे कोकिलम्। બન્યાનિર્વજવેન તિવિદ્યાનિકૂલિ नेपालक्षितिपाल भालतिलके पडकेऽथ शडकेत कः॥
છાંડી કર્કશ વાણી કર્ણ પીડતી જા આમ્રકુંજે જ્યહીં, મહેકે મંજરી કાગ માની લઈશું હેજે તને કોકિલ; થાયે સ્થાનથી વસ્તુ ધન્ય તિલકે માને સહુ કસ્તૂરી, નેપાળી નૃપના લલાટ પર કો શંકા કરે પંકની.
પદ્યાનુવાદ: કુલિનચન્દ્ર યાજ્ઞિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org