________________
ત્યાં હોય તે પણ સંભવી શકે. આવા ઉત્કૃષ્ટ સંયમધર મહાપુરુષના શ્રીમુખેથી શ્રી કલ્પસૂત્રના મંત્રાક્ષરમય શબ્દો રાજાના કાને પડે તો ચોક્કસ તેના હૃદયમાંથી શોક ચાલ્યો જ જાય.
આ બધું સમજાય તેવું છે. માત્ર ગરબડ ક્યાં થઈ! ઉત્તર ગુજરાતમાં વીસનગર પાસેનું વડનગર છે તેનું પણ એક પુરાણું નામ આનન્દપુર છે. આ વલ્લભીપુરનો વિભાગ આનંદપુર એટલો પ્રસિદ્ધ ન હોય જેટલું વડનગર પ્રસિદ્ધ હોય.
બીજો ગોટાળો એ પણ પ્રવર્તે છે. આ આનંદપુર પાલિતાણાની શત્રુંજયની તળેટી સંભવી શકે. પણ નામના સરખાપણાને કારણે સિદ્ધાચલની તળેટી તરીકે પણ વડનગરને પ્રસિદ્ધિ મળી. આ આનંદપુર તો ખૂબ ઓછું જાણીતું સ્થાન અને નામ છે. આ બન્ને શંકાનું સમાધાન થઈ ગયું હશે એમ માનું છું.
સમગ્ર સંઘના લેવલે આવી બધી અધકચરી માન્યતાને ચકાસીને મૂળમાં જઈને તેને પરિશુદ્ધ કક્ષામાં સ્થિર કરવી જોઈએ. નવાં નવાં સાધનોનો ઉપયોગ કરીને જ એ કરવું જોઈએ. શ્રી શ્રમણ સંઘમાં પ્રવૃત્ત થાય તો ચોક્કસ સુકૃત નીપજી આવે.
पुरा यत्र स्रोत: पुलिनमधुना तत्र सरिता विपर्यासं यातो धनविरलभावः क्षितिरुहाम्। बहो दृष्टं कालादपरमिव मन्ये वनमिदं निवेश: शैलानां तदिदमिति बुद्धिं दृढ्यति ।।
સુભાષિતમ્
પહેલા હતો જ્યાં જળનો પ્રવાહ રેતી જ રેતી બસ આજ ત્યાં છે ગાઢાં હતા જંગલ વૃક્ષનાં જ્યાં આછાં દીસે ત્યાં તરુઓ જ આજે દીઠું ઘણાં કાળ પછી શું તેથી સાચે જ બીજું વન આ દીસે છે છે પર્વતો જેમના તેમ તેથી છે આ જ નિશ્વ વન એમ લાગે.
સંસ્કૃતના કવિ ભવભૂતિની ઉત્તમ ગણાતી કૃતિ ઉત્તર-રામચરિત ના આ પ્રસિદ્ધ શ્લોકમાં માણસના અનુભવને વાચા આપવામાં આવી છે. પ્રવાસમાં બાર-પંદર વર્ષ પછી એ જ સ્થળેથી પસાર થાઓ તો જંગલમાં ઘણું બદલાયેલું લાગે! આવા અનુભવથી થતી રમણીય અનુભૂતિ આ શ્લોકમાં રજૂ થઈ છે. અરે ! હવે તો શહેરમાં પણ ઘણા સમય પછી તમે જાઓ તો ભૂલા પડી જાઓ! થાય છે ને એવું?
૧૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org